________________
કરુણા
ભૂમિકા અને સામાન્ય સ્વરૂપ
જગતના જીવોને વિવિધ પ્રકારનાં દુઃખોથી સંતપ્ત જોઈ તેમને થતું દુઃખ જાણે પોતાને જ થાય છે તેવા ભાવથી દ્રવિત થવું તે કરુણા છે.
આ લોકમાં કોઈને શરીરનું, કોઈને સ્વજનાદિ ઈષ્ટવિયોગનું, કોઈને અનિષ્ટ-સંયોગનું એમ જુદી જુદી જાતનું દુઃખ દેખાય છે. પોતે જ કરેલાં ખોટાં કર્મના ઉદયના ફળરૂપે જ્યારે જીવો દુઃખી થતા જોવામાં આવે ત્યારે તેમના પ્રત્યે દયાવાન થઈ તેમનું તે તે દુઃખ દૂર કરવા માટે તન, મન, ધન કે વચનથી પ્રયત્ન કરે તેવા સજ્જનો કરુણાવંત હોય છે. આહારપાણી આપી તેમનું ભૂખ-તરસનું દુઃખ મટાડવું, ધન આદિ વડે યોગ્ય સહાય કરવી, કોમળ અને પ્રિય વચનો દ્વારા રોગનું દુઃખ ઓછું કરવામાં સહાયભૂત થવું, દવા વગેરે આપી રોગ દૂર કરવામાં મદદ કરવી કે શારીરિક સેવા કરવા દ્વારા શરીરને સુખ ઊપજે તેમ કરવું વગેરે અનેક પ્રકારે કરુણાવંત પુરુષો દુઃખી જીવોને મદદરૂપ થાય છે.
કરુણા વડે પ્રેરિત થઈ કોઈ પણ માણસનું કે પ્રાણી-જંતુનું દુઃખ દૂર કરવાનો સજ્જનોનો સ્વભાવ છે. મહાપુરુષોને આવી પડેલા દુઃખને દૂર કરવું તે તો મહાન પુણ્યોપાર્જનનું કારણ છે જ, પરંતુ દીન-હીન-નિરાધાર કે દુર્ગુણી જીવોને પણ જો તેઓ અગ્નિમાં બળતા હોય કે પાણીમાં ડૂબતા હોય, ભૂખ-તરસે મરતા હોય કે અન્ય તીવ્ર વેદનામાં હોય તો કરુણાભાવથી મદદરૂપ થવું તે હિતાવહ જ છે. માટે ન્યાત-જાત-ધર્મ-વાડો કે અન્ય કોઈ પણ ભેદભાવ પાડ્યા વગર જીવમાત્રને કરુણાથી મદદરૂપ થવાય ત્યારે કરુણાનું વિશિષ્ટ સ્વરૂપ પ્રગટે છે જે સાધકને પાત્રતા વધારવામાં પરમ સહાયક છે. આ જાણે લોકપ્રસિદ્ધ કરુણાની પ્રરૂપણા થઈ. પરમાર્થ કરણાનું સ્વરૂપ
પારમાર્થિક કરણા તો આત્મજ્ઞ સંતોમાં અને સાચા મુનિજનોમાં પ્રગટે છે. તે આ પ્રકારે કે જગતના જીવો પોતાનું સાચું સ્વરૂપ નહિ જાણવાથી વિવિધ પ્રકારનો બંધ કરનારાં કર્મોમાં પ્રવર્તે છે અને તે કર્મોના ઉદયને વશ For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International