________________
સત્સમાગમ
આપણને પ્રાપ્ત થયેલા મનુષ્યભવને સુધારવા માટે, સફળ બનાવવા માટે અને પરિણામે અનંત સુખને પ્રગટાવનાર આત્મજ્ઞાનાદિ પ્રાપ્ત કરવા માટે ઉત્તમ પુરુષોનો અને ઉત્તમ વસ્તુઓનો આપણે સંગ કરીએ તે સત્સમાગમ કહેવાય છે. એકસરખા સ્વભાવવાળા અને લક્ષવાળા આત્માર્થી પુરુષોનો સંગ થવો તે પણ સત્સમાગમ છે. ખરા અર્થમાં લઈએ તો ઉત્તમ સતુ-સમાગમ તો આત્મજ્ઞ સંતોના સાન્નિધ્યમાં રહીને આત્મસુધારણાનો પ્રયત્ન કરવો તે જ છે.
પ્રથમ ભૂમિકાના સાધકે સત્સમાગમની સામાન્ય સાધના માટે અઠવાડિયામાં બે દિવસ એક કે બે કલાક ફાજલ પાડવા આવશ્યક છે. જેઓને વિશેષ અવકાશ છે અથવા જેઓ આત્મકલ્યાણને વિશે વધારે જાગ્રત છે તેઓએ તો દરરોજ સત્સમાગમ કરવો આવશ્યક છે. રોજબરોજના જીવનમાં સામાન્ય સાધક આ પ્રકારે સત્સમાગમ કરીને લાભાન્વિત થઈ શકે છે.
સત્સમાગમ અમુક અમુક સમયના અંતરે ઘનિષ્ઠપણે પણ આરાધવો જોઈએ. આ પ્રકાર માટે પાંચ-સાત દિવસનો સમય કોઈ નિવૃત્તિક્ષેત્રમાં, આશ્રમમાં કે ગુરુકુળમાં અનુભવી સદ્ગુરુના સાનિધ્યમાં ગાળવો જોઈએ. અહીં વહેલી સવારથી મોડી રાત સુધી અનેક પ્રકારનાં પરમાર્થસાધક આયોજનો હોય છે, જેમાં પોતાની શક્તિ અને યોગ્યતા પ્રમાણે તે તે આયોજનોમાં ભાગ લઈ તત્ત્વવિચાર, તત્ત્વ-અભ્યાસ, મૌન, પ્રભુભક્તિ, ધ્યાન, પ્રશ્નોત્તર-વાર્તાલાપ, સંકીર્તન, શાસ્ત્ર-પારાયણ, લેખન, સ્મરણ વગેરેમાં ચિત્ત લગાવીને સાધના માર્ગે આગળ વધવાનું છે.
સત્સમાગમ કરવાની વિધિ (૧) સત્સમાગમ માટે જઈએ તે પહેલાં જ નિર્ણય કરી લઈએ કે હું આત્મકલ્યાણ અર્થે જાઉં છું. (૨) પોતાના જ્ઞાનનું, પૈસાનું, સત્તાનું, તપનું કે ત્યાગનું અભિમાન
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org