________________
૨૨.
સાધક-સાથી
(૧) સામાન્ય સદ્ગુહસ્થની અપેક્ષાએ
આ કક્ષાના સાધકોને પોતાના ધંધા-રોજગાર, કુટુંબ-વ્યવસ્થા અને સમાજ-સંબંધો સાચવીને સાધના કરવાની હોય છે. તેઓ માત્ર શિષ્ટાચારના નાતે અથવા ધર્મગુરુના કહેવાથી અમુક રીતે બ્રહ્મચર્ય પાળવા માટે પ્રયત્નશીલ હોય છે. અહીં તો સમાજમાં પોતાનું નામ સદાચારી તરીકે રહે અને લોકોમાં ચારિત્રવાન કહેવાય તે દૃષ્ટિથી પરસ્ત્રીગમનનો પોતે ત્યાગ કરે છે. અહીં અધ્યાત્મદૃષ્ટિની તદ્દન ગૌણતા છે, કારણ કે બ્રહ્મચર્યનું સ્વરૂપ વગેરે વિશેષપણે જાણ્યાં નથી. સામાન્ય રીતે જનસમાજમાં ઊંચા સ્થાનને પ્રાપ્ત પુરુષો પાસેથી જ સચ્ચારિત્રની અપેક્ષા રાખવામાં આવે છે તેને અધીન થઈ, તેમ જ દુરાચારના શારીરિક અને સામાજિક ગેરફાયદાઓને લક્ષમાં લઈને અહીં સામાન્ય રીતે એકપત્નીવ્રતનું પાલન હોય
(૨) મુમુક્ષુ અને જ્ઞાનની અપેક્ષાએ
અહીં સમજણપૂર્વકના બ્રહ્મચર્યની શરૂઆત થાય છે. બ્રહ્મચર્ય તે શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક – સર્વ પ્રકારની ઉન્નતિનું મૂળ કઈ કઈ રીતે છે તેનું વૈજ્ઞાનિક પૃથક્કરણ કરીને પોતાને સર્વ રીતે સુખકર અને ઉપયોગી હોવાથી અહીં બ્રહ્મચર્યવ્રતમાં સાચી પ્રીતિ ઉત્પન્ન થઈ હોય છે.
સ્વાધ્યાયમાં, ભક્તિમાં, ધર્મવાતના પ્રસંગોમાં, આત્મભાવનામાં, આસનસિદ્ધિમાં, વિવિધ પ્રકારના ધ્યાનમાં બ્રહ્મચર્યપાલન વિશિષ્ટપણે સહકારી છે, એમ જાણીને તેના વ્યાવહારિક અને પારમાર્થિક સ્વરૂપની સાધના અહીં ચાલુ થાય છે.
જ્યાં સુધી નિયમથી સ્વદારાસંતોષ ન રહે ત્યાં સુધી તીવ્ર સંક્લેશના ભાવ મટતા નથી તો સ્વાધ્યાયશીલતાની કેવી રીતે સિદ્ધિ થાય ? આવો સાધક શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ક્રમે કરીને પોતાની જીવનચર્યાને ગોઠવે છે અને નીચેનાં જે જે કારણો બ્રહ્મચર્યપાલનમાં બાધારૂપ હોય તે તે સર્વ કારણોને પોતાની શક્તિ પ્રમાણે છોડીને અને સહાયક હોય તેવા કારણોને અંગીકાર કરીને પોતાના અભ્યાસરૂપ વ્રતમાં સ્થિર થાય છે ?
(૧) વારંવાર સત્સંગનો યોગ અને સંત-મહાત્માઓનો પરિચય.
(૨) પ્રશસ્ત ક્રમનું નિયમથી અનુસરણ, એટલે કે મનને જરા પણ નવરું , ન રહેવા દેતાં કાંઈને કાંઈ સારા કાર્યમાં નિરંતર જોડાયેલું રાખવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org