________________
સહનશીલતા
આત્મશુદ્ધિની પ્રાપ્તિ માટે સમભાવપૂર્વક મન, વચન અને શરીરને લગતી પ્રતિકૂળતાઓને સ્વેચ્છાએ સહન કરવી તેને સહનશીલતા કહેવામાં આવે છે. સાચી સહનશીલતાનો અભ્યાસ
આત્મશુદ્ધિના લક્ષ વગર સહન કરવું તે પરમાર્થપ્રાપ્તિ માટે નથી. વેપારી ભૂખ્યો-તરસ્યો વેપાર કરે કે વિદ્યાર્થી બળપૂર્વક ઉજાગરા કરીને અભ્યાસ કરે એ ઇત્યાદિ માત્ર વ્યાવહારિક સહનશીલતા છે. આમ, સ્વાર્થપ્રેરિત કાર્ય માટે કરેલી સહનશીલતા એ સામાન્ય છે. પરોપકારને અર્થે જો સહન કરતા હોઈએ, પોતાનું કામ છોડીને પણ બીજાને મદદ કરવા માટે સહન કરીએ ત્યારે ઉચ્ચ પ્રકારની સહનશીલતા. જીવનમાં ઉદય પામે છે. સહન કરતી વખતે સમભાવનો અભ્યાસ જારી રાખવાનો છે, ફરિયાદ કરવાની નથી, અણગમો લાવવાનો નથી કે ધીરજ છોડવાની નથી. વળી સ્વેચ્છાથી સહન કરવાનું છે, કારણ કે માત્ર પોતાના શ્રેય અર્થે પોતે જ આ કાર્યમાં પ્રવૃત્ત થાય છે. નિર્ધન પુરુષો કે પશુઓ ભૂખ-તરસ, ઠંડી-ગરમી, અપમાન આદિ અનેક પ્રતિકૂળતાઓ સહન કરે છે, પરંતુ ત્યાં તો સ્વેચ્છા નથી, પરાધીનતા છે. પરવશ થઈને સંજોગવશાતું સહન કર્યા વગર છૂટકો નથી તેથી વિષમભાવે સહે છે, માટે આવી સહનશીલતા એ સાચી સહનશીલતા નથી. સહનશીલતાની કસોટીનાં બાહ્ય પરિબળો
લોકો તરફથી, પશુઓ તરફથી કે કુદરતી આફતો, એમ અનેક પ્રકારે સાધકને દુઃખ આવે છે, જેમાં તેની સહનશીલતાની કસોટી થાય છે. જગતના. સામાન્ય માણસો આત્મિક આનંદની શ્રદ્ધાથી રહિત હોય છે અને તેથી પરમાર્થમાર્ગમાં શ્રદ્ધાવાન હોતા નથી. પ્રથમ અને મધ્યમ ભૂમિકામાં સાધકને સ્વજનો તરફથી કોઈ વાર અસહકાર સાંપડે છે તો કોઈ વાર સ્પષ્ટ વિરોધ પણ સહન કરવો પડે છે. આગળ વધતાં સાધકને અન્ય લોકો પણ
For Private & Personal Use Only
Jain Education International
- WWW.jainelibrary.org