________________
૪s
સાધક-સાથી
(૨) જીવન માટે આહાર છે, આહાર માટે જીવન નથી. (૩) નિયમિત આહારવિહારથી સાધકદશાનો ત્વરિત વિકાસ થાય
(૪) નથી ધર્યો દેહ વિષય વધારવા. નથી ઘર્યો દેહ પરિગ્રહ ધારવા. રસાસ્વાદજયનાં જીવંત દૃષ્ટાંતો
[૧] ખંભાત મુકામે શેઠ ત્રિભુવનભાઈ માણેકલાલભાઈ વગેરે મુમુક્ષુઓ પરમ તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચન્દ્રજી સાથે જમવા બેઠા હતા. જુદી જુદી જાતનાં શાક જ્યારે પીરસવામાં આવ્યાં ત્યારે તિથિ હોવાને લીધે માણેકલાલભાઈએ શાક પીરસવાની ના કહી. પછી રાયતું આવ્યું તેની પણ ના કહી. ત્યાર પછી બીજી કેટલીક વાનગીઓ આવી તેમાંની કેટલીક લીધી અને કેટલીક ન લીધી.
છેવટે દૂધપાક પીરસાવા લાગ્યો. તે માણેકલાલભાઈની થાળીમાં પીરસાતો હતો ત્યાં તો એને અટકાવીને શ્રીમદ્ રાજચન્દ્રજી બોલ્યા :
‘એમને દૂધપાક પીરસવો રહેવા દો. એમને નાની નાની વસ્તુઓને ત્યાગી પોતાની મહત્તા વધારવી છે, પણ ખરેખર રસપોષક વસ્તુનો ત્યાગ કરવો નથી !'
સાચો રસાસ્વાદત્યાગ તો ત્યારે કર્યો કહેવાય કે પોતાને બહુ જ ભાવતી વસ્તુઓ સંપૂર્ણપણે અને કાયમ માટે ત્યાગ કરી દે. આવા મનુષ્યો જ સાચા ત્યાગવીર ગણી શકાય.
| [૨] અડતાળીસ વર્ષ પહેલાંની આ વાત.
મધ્ય પ્રદેશના લલિતપુર ગામમાં જૈનાચાર્ય શ્રી શાંતિસાગરજી મહારાજે સંવત ૧૯૮૬માં ચાતુર્માસ કરેલ. સંઘમાં ત્યાગીઓની સંખ્યા દસ-બારથી વધારે હતી. તેથી શુદ્ધ આહારદાન માટે ઘણા સદ્દગૃહસ્થોને તૈયારી કરવી પડતી હતી. લલિતપુરમાં નારંગી, દ્રાક્ષ વગેરે ફળોની કિંમત વધારે રહેતી, કારણ કે તે બધાં દિલ્હીથી મગાવવાં પડતાં. આ વાતની મહારાજશ્રીને પણ જાણ થઈ. તેઓએ બીજે દિવસે ત્યાગીઓ સમક્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org