________________
સ્વાધ્યાયશીલતા
૫૫
(૪) જ્ઞાન જેવું પવિત્ર આ વિશ્વમાં અન્ય કાંઈ નથી.
(૫) કોઈ પણ ઉત્તમ વસ્તુની પ્રાપ્તિ પુરુષાર્થ વગર થવી સંભવતી નથી. પાકો નિશ્ચય કરીને, જે સાધક સતત સ્વાધ્યાયના નિયમને આરાધે છે અને બાધક કારણો આવી પડ્યા છતાં જે પોતાના અભ્યાસને છોડતો નથી તેવા મહાન સાધકને સ્વાધ્યાયમાં નિષ્ઠા પ્રાપ્ત થાય છે.
(૬) ઉપરોક્ત વિધિથી, કર્મથી અને અભ્યાસના સાતત્યથી જેને સ્વાધ્યાયનિષ્ઠા પ્રાપ્ત થાય છે તેને તે સ્વાધ્યાયના પરમાર્થ ફળસ્વરૂપ આત્મજ્ઞાન અને આત્મશાંતિ પણ આ જીવનમાં જ સ્વયમેવ પ્રગટ થઈ જાય
(૭) સ્વાધ્યાયશીલતાથી અનેક ગુણો પ્રગટે છે. સત્યાસત્યનું ભાન થાય છે, બુદ્ધિ ખીલે છે, સંશય નાશ પામે છે. તત્ત્વનો નિર્ણય અબાધિતપણે થાય છે, કુયુક્તિનો આશ્રય છૂટી જાય છે અને સર્વત્ર સુયશ પ્રસરી જાય
(૮) અભિમાન, ક્રોધ, પ્રમાદ, રોગ અને આળસ – આ પાંચ વિદ્યાસંપાદન કરવામાં વિઘ્નરૂપ છે. સાધકે ઉદ્યમપૂર્વક આ વિબોને ટાળીને વિદ્યાસંપાદન કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવાનું છે.
૯) જેમ વિદ્યાની પ્રાપ્તિ માટે વિનયની આવશ્યક્તા છે તેમ વિદ્યા સંપાદન થયા પછી પણ વિનય વડે જ તે શોભે છે. માટે સાચો વિદ્વાન હમેશાં નમ્ર હોય છે અને નમ્ર જ રહે છે.
સ્વાધ્યાયશીલતાનાં જીવત દૃષ્ટાંતો
[૧] લગભગ દોઢસો વર્ષ પહેલાં જયપુરમાં મહારાજા જગતેશ બહુ ન્યાયી અને પ્રજાપરાયણ રાજવી થઈ ગયા. તેમના રાજદરબારમાં અનેક વિદ્વાનો આવતા અને યોગ્ય સત્કાર પામતા. તેમના એક મંત્રી તરીકે પંડિતવર્ય શ્રી જયચંદજી છાવડા પણ હતા, જેઓનું અગાધ શાસ્ત્રજ્ઞાન અધ્યાત્મસાધનાથી દીપી ઊઠ્યું હતું.
એક વાર એક મોટા પંડિત દિગ્વિજય કરતા કરતા જયપુરમાં આવ્યા અને ઢંઢેરો પિટાવ્યો કે દિન પાંચની અંદર મારી સાથે જ શાસ્ત્રાર્થ કરવા કોઈ તૈયાર નહિ થાય તો હું મારી જાતને વિજયી ગણી લઈશ. રાજા તો વિચારમાં પડી ગયા. કોઈ વિદ્વાન તે દિગ્વિજયી પંડિત સાથે શાસ્ત્રાર્થ કરવા તૈયાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org