________________
સાધક–સાથી
વાચન, લેખન, વિચાર, સ્મરણ, મુખપાઠ, અન્યને કહેવું, પરસ્પર તત્ત્વવાર્તા વા પ્રશ્નોત્તરી વડે પ્રાપ્ત થયેલા જ્ઞાનને દૃઢ કરવું આદિ અનેક પ્રકારો ખૂબ સફ્ળતાથી અને પ્રસન્નતાથી આરાધી શકાય છે. આમ કરવાથી થોડા કાળમાં ઘણું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે અને આ વ્યવસ્થિત, પ્રયોજનભૂત, અત્યંત ઉપયોગી અને કલ્યાણકારી હોવાથી, તેમ જ અનુભવી સાથીના સાન્નિધ્યમાં અને માર્ગદર્શનમાં પ્રાપ્ત થયું હોવાથી થોડા કાળમાં સાધકને તે છેલ્લી (ઊંચી) ભૂમિકાએ લઈ જાય છે.
૫૪
ત્રીજી અથવા છેલ્લી ભૂમિકામાં, પ્રાપ્ત થયેલા જ્ઞાનના પ્રયોગ દ્વારા તત્ત્વનો વિશેષપણે અભ્યાસ કરવાનો હોય છે. આત્મા શુદ્ધ ચૈતન્યસ્વરૂપ. સચ્ચિદાનંદ છે એમ જાણ્યું તો અશુદ્ધ વિચારો અને શોકના વિચારોને તિલાંજલિ આપવાની છે. કામ, ક્રોધ, લોભ ત્રણ નરકનાં દ્વાર છે તેમ જાણ્યું તો નિષ્કામતા, ક્ષમા અને સંતોષરૂપી ગુણોની આરાધના કરવાની છે.
ખાવાપીવામાં, નહાવામાં, વેપારમાં, લેણદેણમાં, કુટુંબસંબંધો વગેરે વ્યવહારકાર્યોમાં કે ભક્તિ, સત્સંગ, સ્વાધ્યાય, પૂજા, નિત્યપાઠ, ધ્યાન વગેરે ધર્મકાર્યોમાં સતત તત્ત્વાનુસંધાનની ટેવ પાડવાની છે. ‘હું સાધકઆત્મા છું' એ ભાવ નિરંતર જાગૃતિમાં રાખવાનો ઉદ્યમ કરવાનો છે અને આના ફળ રૂપે એવું જીવન બનાવવાનું છે કે જેથી આપણા જીવનના દરેક કાર્યોમાં સદ્ગુણોની સુગંધ પ્રસરે અને આપણું જીવન સ્વ-૫૨ કલ્યાણમય બની જાય. બસ, આટલું ખરેખર થાય તો આત્મજ્ઞાન, આત્મસમાધિ અને આત્માનંદ પ્રગટયા વિના રહેશે જ નહિ, કારણ કે યોગ્ય કારણોના સમન્વયથી કાર્યની નિષ્પત્તિ અવિનાભાવિ છે.
સ્વાધ્યાયશીલતાનો મહિમા
(૧) મોક્ષનો માર્ગ જાણ્યા વિના મોક્ષમાર્ગમાં ચાલી શકાતું નથી, માટે મહાન પ્રયત્નથી મોક્ષમાર્ગ અવશ્ય જ્ઞાની ગુરુ થકી વા ઉત્તમ શાસ્ત્રો થકી જાણવો જોઈએ.
(૨) શું ત્યાગવું અને શું ગ્રહણ કરવું તે ખરેખર જાણ્યા વિના સાચો ત્યાગ કેવી રીતે બની શકે ?
(૩) જ્ઞાન વિના સાચી દયા પાળી શકાતી નથી, માટે સાચી દયા પાળવી હોય તો પ્રથમ જ્ઞાનની પ્રાપ્તિ કરો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org