________________
સાધક-સાથી
કપાળનો ભેટો થયો.” એમ કહી તે તેમના ચરણકમળમાં ઢળી પડ્યો.
મહાત્માએ ડાકુને ઉઠાડ્યો. પ્રેમથી છાતીસરસો ચાંપીને કહ્યું : “ભાઈ ! પ્રભુના માર્ગની આરાધનાથી સર્વ પાપોનો નાશ થાય છે અને પરમ શાશ્વત આનંદની પ્રાપ્તિ થાય છે માટે પ્રાયશ્ચિત વડે જીવનને સુધારી સન્માર્ગની આરાધનામાં લાગો.”
ગુરુ-ઉપદેશ પામી રામખાને સંન્યાસ લીધો અને જીવનનો બાકીનો કાળ પ્રભુસ્મરણમાં ગાળ્યો. જુઓ સમત્વ પ્રાપ્ત પુરુષોના જીવનથી અધમોનો ઉદ્ધાર થાય છે અને પાપીઓ પાવન થઈ જાય છે તેનું આ જીવતું જાગતું દૃષ્ટાંત !
પરમ તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચન્દ્રને મહાત્મા ગાંધી પોતાના આધ્યાત્મિક માર્ગદર્શક માનતા. શ્રીમદ્દને મુંબઈમાં ઝવેરાતનો વેપાર હતો, છતાં નિવૃત્તિ અર્થે તેઓ વારંવાર ચરોતર પ્રદેશમાં જતા.
સંવત ૧૯૫૪ની સાલમાં તેઓ એકાંત સાધના માટે કાવિઠા પધારેલા. દિવસ દરમિયાન તેઓ બે વાર ઉપદેશ દેતા. પણ સાંજ પડે ત્યારે મૌન લઈ લેતા અને રાત્રે કાવિઠાની આસપાસનાં ખેતરોમાં અને પાસે આવેલા તળાવકાંઠે એકલા ધ્યાન કરવા બેસી જતા. * ગમે તેવી ઠંડી હોય તો પણ શરીર પર એકાદ વસ્ત્ર જ રાખતા. ધ્યાનમગ્ન દશામાં તેઓને મોટા મોટા ડાંસ-મચ્છર કરડતા છતાં પણ સમભાવથી તેઓ તે સહન કરી લેતા, મોટા ભાગે તો તેમને મચ્છરોના કરડવાની ખબર જ રહેતી નહોતી. પણ સવારે લાલ ચામઠાં ઊપસી આવે એટલે ખ્યાલ આવે કે મચ્છર કરડ્યા હશે.
આમ, સાધનાના માર્ગમાં અનેક પ્રતિકૂળ સંજોગોમાં પણ આત્મલક્ષપૂર્વક સમતા રાખીને તેઓશ્રીએ મહાન આત્મબળ પ્રગટ કર્યું અને છેલ્લે પરમ સમાધિને પામ્યા.
આવું છે સમતાનું અલૌકિક બળ !
* થોડા માસ પહેલાં જ આ જગ્યાએ એક સ્મારકની રચના કરવામાં આવી છે અને ત્યાં મહુડાનું વૃક્ષ હતું. તેથી સ્મારકને “મહુડીસ્મારક' નામ આપી ત્યાં તેઓશ્રીની ચરણપાદુકાઓની સ્થાપના થઈ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org