________________
નિર્મોહીપણું
૫
છે. સાચા બોધની તે નિયમિત આરાધના કરે છે. જ્યાં પ્રત્યક્ષ અનુભવી ગુરુનું સાન્નિધ્ય પ્રાપ્ત છે ત્યાં મુમુક્ષુને મોક્ષમાર્ગમાં ત્વરિત ગતિથી સફળતા સાંપડે છે. તેમના સમાગમમાં રહી તે અનાસક્ત રહેવાનો પ્રયત્ન કરે છે. સમયસર સ્વાધ્યાયભક્તિમાં પ્રવર્તે છે. દાન-તીર્થયાત્રા દ્વારા લોભ ઘટાડે છે. દેવ-ગુરુ-ધર્મનો પ્રેમ વધારે છે. નોકરી-ધંધા-કુટુંબ-પરિવાર અને શરીરાદિના રક્ષણ-પોષણના સમયમાં કાપ મૂકી વધારે સમય સત્સમાગમમાં લગાડે છે. સાદાઈ, સંતોષ, સરળતા, મધ્યસ્થતા, વિનય, સર્વ જીવોમાં સમભાવનો અભ્યાસ, ગુણાનુરાગ અને ગુણગ્રાહકતા, નિયમિત આહારવિહાર વગેરે ગુણોને જીવનમાં ઉતારીને પ્રાપ્ત થયેલા સદ્ધોધનું ચિંતનમનન કરે છે અને હું જાણનાર-દેખનાર આત્મા જ છું' એવો અભિપ્રાય અને શ્રદ્ધા પાકાં કરીને એકાગ્રતાનો – ધ્યાનનો યથાશક્તિ અભ્યાસ કરે છે. (૨) આત્મજ્ઞાન સહિતનું નિર્મોહીપણું
આ શ્રેણીના પુરુષે એક મહાન કાર્ય સંપાદિત કરી લીધું છે, એટલે કે અજ્ઞાનનો, અવિદ્યાનો, આત્મભ્રાંતિનો, દર્શનમોહનો તેણે આત્મપ્રતીતિ અને આત્માનુભવ દ્વારા નાશ કર્યો છે તેથી હવે હું આ જાણનાર-દેખનાર આત્મા જ છું' એવો ભાવ માત્ર તેની શ્રદ્ધાનો જ નહિ પણ આંશિક અનુભવનો વિષય પણ છે. અભૂતપૂર્વ અને અચિંત્ય માહાભ્યવાળું જે સ્વપદ-સ્વ-સ્વરૂપ-નિજ-ઘર-આત્મપદ પામીને તે પુરુષ પ્રસન્ન છે, નિઃશંક છે, પવિત્ર છે, નિર્ભય છે. અનેક પરમાર્થ-સાધક ગુણો વડે ભૂષિત છે અને જે આત્મપદ અનુભવ્યું તેની પૂર્ણ પ્રાપ્તિ કરવા માટે ઉલ્લસિત વીર્યથી પુરુષાર્થવાન છે. તેના જીવનમાં સર્વત્ર અંતર-દિવ્યતાનાં દર્શન થઈ શકે છે પણ તેને યથાર્થપણે ઓળખવા માટે મુમુક્ષનાં નેત્રો અથવા સદ્ગુરુની મહેરની જરૂર છે. તે હવે પોતાને પ્રાપ્ત થયેલા નિર્મોહીપણાને દિવસે દિવસે વધારે દૃઢ અને વધારે વિસ્તૃત બનાવતા થકી જ્ઞાનવૈરાગ્યની શક્તિને વૃદ્ધિગત કરે છે. (૩) આત્મજ્ઞાની ત્યાગી એકાંત સાધકનું નિર્મોહીપણું
નિમહીપણાની સાચી સાધનાની આ ચરમ સીમા છે. લોકોનો પ્રતિબંધ, સ્વજનોનો પ્રતિબંધ, શરીર વગેરેનો પ્રતિબંધ તોડીને હવે નિર્વિકલ્પ સમાધિની સાધનામાં વિશિષ્ટપણે રહેવાનો સાધકનો આ પરમ પુરુષાર્થ છે. સહકારી બાહ્ય સાધન તરીકે મૌન, એકાંતવાસ, ધ્યાનમાં વિશેષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org