________________
સાધક-સાથી
લગભગ સને ૧૯૧૫ની સાલની વાત.
જૈન સમાજના પંડિત શ્રી રત્નરાજ મહારાજ પોતે રચેલો કર્તવ્ય કૌમુદી' નામનો ગ્રંથ તપાસી રહ્યા હતા. તેઓ તે વખતે ચાતુર્માસ નિમિત્તે પાલનપુરમાં હતા.
તેઓને લાગ્યું કે જો આ ગ્રંથ કોઈ વિશેષજ્ઞ દ્વારા એક વાર તપાસી જવામાં આવે તો વધારે શુદ્ધ થઈ બધાય અભ્યાસીઓને ઉપયોગી થઈ શકે. યોગાનુયોગે આ સમયે પ્રજ્ઞાચક્ષુ પંડિત શ્રી સુખલાલજી પાલનપુરમાં જ હતા. તેઓનો મેળાપ થતાં શ્રીરત્નરાજ મહારાજે પોતાની ભાવના વ્યક્ત કરી.
પંડિત શ્રી સુખલાલજીનું મકાન ગામની બહાર હતું અને કારણવશ તેમનાથી શહેરની મધ્યમાં આવેલા ઉપાશ્રયમાં વારંવાર આવજા થઈ શકે તેમ નહોતું. તેથી તેઓએ શ્રીરત્નરાજ મહારાજને ગ્રંથની તપાસનું કામકાજ ગામબહાર આવેલા પોતાના મકાનમાં જ રાખવાનું સૂચન કર્યું
ત્યાગી છતાં સરળ સ્વભાવી અને નિરભિમાની શ્રી રત્નરાજ મહારાજે આ વાત તરત માન્ય રાખી. નિયત કરેલા સમયે તેઓ રોજ ગામ બહાર આવેલા પંડિતજીના મકાનમાં જઈ ગ્રંથશુદ્ધિ કરતા અને તેમના તરફથી જે કાંઈ મીઠી ટીકાટિપ્પણી થાય તે નોંધી લેતા. આમ થોડા સમયમાં આખાય ગ્રંથની સમાલોચનાનું કાર્ય પૂર્ણ થયું. જો તેઓએ પંડિત સુખલાલજીને પોતાના ઉપાશ્રયમાં આવવાની આજ્ઞા કરી હોત તો સંઘ તરફથી તે વ્યવસ્થા થઈ શકે તેમ હતું. પણ વિનયગુણની આરાધના જેમને સિદ્ધ થઈ હોય તે પોતાના ત્યાગીપદનું અભિમાન કરીને સંઘને અને પંડિતજીને અગવડમાં કેમ મૂકે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org