________________
વિનય
૭૩
વૃદ્ધિચંદ્રજી મહારાજ : “આત્મારામજી, માંગલિક સંભળાવો.” આત્મારામજી : “આપના હોતાં હું ઉપદેશ કેમ કરું ?' વૃદ્ધિચંદ્રજી : “અને હું કહું તો?”
આત્મારામજી : તો આપની આજ્ઞા માથે ચડાવું.” આમ કહી તેઓએ માંગલિક સંભળાવ્યું અને પછી ઊભા થઈ વૃદ્ધિચંદ્રજીને પ્રણામ કર્યા.
વૃદ્ધિચંદ્રજી : હવે તો તમે મોટા આચાર્ય થયા, તમારે વંદન કરવાની જરૂર નથી.”
આત્મારામજી : “આચાર્ય ? કોનો આચાર્ય ? એ તો ગૃહસ્થોનો. આપનો તો હું સેવક જ છું.” જુઓ આચાર્ય કક્ષાના મહાન પુરુષોનો પરમ વિનય અને ગુરુભાઈ પ્રત્યેનો અત્યંત આદર !!
રિ] કાશ્મીરમાં મહારાજા ચંદ્રાપીડ રાજ્ય કરતા હતા. તેઓ સદ્ગણસંપન્ન ધાર્મિક મનોવૃત્તિના અને ન્યાયપરાયણ હતા.
એક વાર રાજાએ પોતાના રાજ્યમાં એક ધર્મસંસ્થાન બનાવવાનો નિર્ણય કર્યો અને તેને માટે રાજ્યના કારભારીઓએ એક એકાંત શાંત સ્થળ પસંદ કર્યું. નિયત કરેલા સ્થળની પાસે જ ચમારની એક ઝૂંપડી હતી. રાજાના અમલદારોએ તે ચમારને ખૂબ ઊંચી કિંમત ચૂકવવાની તૈયારી બતાવી પણ કોઈ રીતે જ્યારે તે ન માન્યો ત્યારે તેઓએ ચમારની વિરુદ્ધ રાજા પર લખાણ મોકલ્યું. રાજા ખુશ થવાને બદલે અમલદારો ઉપર નારાજ થયા અને તેમને ખૂબ ઠપકો આપ્યો. રાજાએ તે ચમારને સમજાવવા માટે જ્યારે ખાસ દૂતને મોકલ્યો ત્યારે તેણે કહ્યું : “મહારાજા જાતે આવીને માગે તો હું ઝૂંપડું આપું.'
આ વાત જ્યારે દૂતે આવીને રાજાને કહી ત્યારે સૌ લાલપીળા થઈને કહે કે શું આ ચમારની આવી અયોગ્ય શરત ? પરંતુ રાજાએ તો આ શરત તરત મંજૂર કરી. રાજ્ય-અભિમાન અને કુળ-અભિમાનનો ત્યાગ કરી પોતે ચમારને ઘેર પધાર્યા. ઝૂંપડીની માગણી કરી અને પૂરા પૈસા ચૂકવ્યા.
- આ તો મહારાજા કે મોટા સંત ? ઉત્તમ વિનય, ઉત્તમ ન્યાયપરાયણતા અને ધર્મકાર્ય કરવા માટે પોતાનું તન-મન-ધન-મહત્તા - બધું સમર્પણ કરવાની કેવી ભાવના !!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org