________________
૭૦
સાધક-સાથી
બ્રાહ્મણ, ઉચ્ચ સિસોદિયા રજપૂત કે અન્ય વિશિષ્ટ કુળના હોય તે થકી અથવા પોતાના મોસાળ પક્ષે ખાનદાની સહિતનું કોઈ મોટું દીવાનપણુંનગર-શેઠપણું કે એવું ઉચ્ચ અધિકારીપણું પરંપરાગતપણે ચાલ્યું આવતું હોય તે કારણે પોતાની બડાઈ મારવી તે કુળમદ અને જાતિમદ કહેવાય છે. પુરબહાર યુવાવસ્થાને લીધે અથવા શરીરનું લેણું હોય તેને લીધે ખાસ પ્રકારનું શરીરનું બળ હોય, વચનબળની અતિશયતાને લીધે હજારો માણસોને સ્તબ્ધ કરી દે એવી ખાસ પ્રકારની વસ્તૃત્વકળા હોય અને અતિ મધુર રણકારવાળો અવાજ હોય અથવા પોતાના કાર્યને વિજય ન મળે ત્યાં સુધી વળગી રહેવારૂપ આશ્ચર્યકારક મનોબળ હોય તો આ બધાં બળ વડે કરીને પોતાને મહાન માનવારૂપ અભિમાન તે બળમદ. વિશિષ્ટ ત્યાગ અને વિશિષ્ટ સંયમ સહિત ધર્મની આરાધના કરી હોવાથી રિદ્ધિ-સિદ્ધિ (જેવી કે દૂરનું સાંભળવું. જોવું. આકાશમાં, અગ્નિમાં કે પાણી ઉપર ચાલવું વગેરે) ઉત્પન્ન થવાથી પોતાનું ઉચ્ચપણું માનવું તે રિદ્ધિમદ. ઉપવાસ-જાપ-ધ્યાનરસાસ્વાદત્યાગ વગેરે પ્રકારનાં તપ કરીને મારા જેવો બોજા કોણ તપસ્વી છે એમ અંતરમાં પોતાનું ઉચ્ચપણું માનવું તે તપમદ, આંખ, કાન, નાક, દાઢી, કપાળ, છાતી, હાથ, પગ વગેરે શરીરનાં બધાં અંગો અતિ સુંદર અને સપ્રમાણ હોવાં અને આખા શરીરની લંબાઈ, પહોળાઈ પ્રમાણસર હોતાં શરીરનું જે વિશિષ્ટ સૌષ્ઠવ તે વડે પોતાની મોટાઈ માનવી તે વધુમદ છે. આમ આઠ પ્રકારના (જ્ઞાનમદ, પૂજામદ, કુળમદ, જાતિમદ, બળમદ, રિદ્ધિમદ, તપમદ અને વધુમદ) અભિમાનથી સાધકની સાધનામાં ભંગ પડે છે તેથી આ આઠ પ્રકારના મદનું યથાર્થ જ્ઞાન કરીને જીવનના વિવિધ પ્રસંગોમાં વર્તતી વખતે આ પ્રકારના અભિમાનનો ત્યાગ કરી નમ્રતા ધારણ કરવાથી થોડા કાળમાં ઉત્તમ વિનયગુણનું પ્રગટવું બની શકે છે.
વિનયની આરાધનાનું ફળ બધા જ મહાન પુરુષોએ વિનયગુણની આરાધના કરી છે અને તેનાં ગુણગાન પણ ગાયાં છે. દેનિક વ્યવહારજીવનમાં આપણે વડીલોનો, માબાપનો, શેઠ-સાહેબોનો અને બીજા પુણ્યવાન પુરુષોનો, શિક્ષકોપ્રાધ્યાપકોનો, વિદ્વાનો-પંડિતોનો, મુનિઓ-ધર્માચાર્યોનો અને પરમાત્માનો વિનય જેટલા પ્રમાણમાં કરીએ તેટલા પ્રમાણમાં સર્વત્ર સંપ, શાંતિ અને સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે. સમાજમાં પણ વિનમ્ર પુરુષોનો સુયશ ફેલાયેલો જોવામાં આવે છે. પરંપરાથી ચાલી આવેલી “પાપ મૂળ અભિમાન’, ‘તમે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org