________________
સ્વાધ્યાયશીલતા
ભૂમિકા
આત્મસાધનાનાં વિવિધ અંગોમાં સ્વાધ્યાયનું સ્થાન પ્રાથમિક જરૂરિયાતવાળું, અનુપમ, અનિવાર્ય, તત્કાળ ફળ દેનારું અને અન્ય સર્વ સાધનોનું દિગ્દર્શક ગણવામાં આવ્યું છે. સર્વ દર્શનોના સર્વ આચાર્યોએ તેની અપૂર્વ મહત્તા સ્વીકારી છે અને પોતે પ્રણીત કરેલી સાધનાપદ્ધતિમાં તેને યથાયોગ્ય સ્થાન આપ્યું છે.
પારમાર્થિક દૃષ્ટિએ વિચારીએ તો સ્વાધ્યાયશીલતાનું ફળ તો આત્મજ્ઞાન છે. સાચી સ્વાધ્યાયશીલતા પ્રાપ્ત કરવા માટે ઘણુંખરું તે દશાને પ્રાપ્ત થયેલા પુરુષનો સમાગમ અથવા તેમણે બતાવેલા માર્ગનું અનુસરણ આવશ્યક છે. સ્વાધ્યાયશીલતાને પ્રાપ્ત કરવાની સાધનાને ત્રણ શ્રેણીમાં વિભક્ત કરી શકાય ?
સ્વાધ્યાયશીલતાની આરાધનાની ભૂમિકાઓ (૧) નિવૃત્તિ દ્વારા અવકાશની પ્રાપ્તિ.. (૨) સન્શાસ્ત્રોના અભ્યાસની ભૂમિકા. '
(૩) પ્રાપ્ત જ્ઞાન દ્વારા તત્ત્વના અભ્યાસની ભૂમિકા વડે પારમાર્થિક સ્વાધ્યાયશીલતાની પ્રાપ્તિ.
પ્રથમ ભૂમિકામાં સાધકને સત્સંગની આવશ્યકતા છે. જો તેના મનમાં એમ બરાબર બેસી જાય કે મારે સ્વાધ્યાય કરવો જ છે, તો તે પોતાના ધંધા-નોકરી, ગૃહકાર્યમાંથી એક કે બે કલાક ફાજલ પાડે અને પ્રાપ્ત થયેલા. સમયમાં જ્ઞાનાર્જનનો પ્રયત્ન ચાલુ કરે. સતત પ્રયત્ન દ્વારા આ કાર્યમાં દિનપ્રતિદિન રસ વધારતા રહીને તે વધારે ને વધારે નિવૃત્તિ મેળવે.
બીજી ભૂમિકા સન્શાસ્ત્રોના અધ્યયન એટલે કે અધ્યાત્મવિદ્યાને પ્રાપ્ત કરવાની છે. અહીં અનુભવી પુરુષોએ કહેલાં ઉત્તમ શાસ્ત્રોનો કેમે કરીને પદ્ધતિસર અભ્યાસ કરે તો વધારે લાભદાયી છે. આવા અભ્યાસ દરમિયાન નિરંતર અથવા વચ્ચે વચ્ચે ગુરુકુળમાં નિવાસ, બની શકે તો વિદ્યાર્થીની જેમ For Private & Personal Use Only
www.jainelibrary.org WWW.Jવ
Jain Education International