________________
સમતાની સાધના
સુખ-દુઃખ, સંયોગ-વિયોગ, માન-અપમાન, રસ-નીરસ, ઠંડી-ગરમી વગેરે જગતનાં ઢંઢોથી ક્ષુબ્ધ થયા વિના શાંત સમરસભાવરૂપે રહેવું તે સમતા છે.
સમતાની સાધનાની વિચારણા અહીં તાત્ત્વિક દૃષ્ટિએ કરવી યોગ્ય છે. સમતા આત્મસાધનાની ઊંચી ભૂમિકાએ પ્રાપ્ત થાય છે. તેની ખરેખરી પ્રાપ્તિ માટે વિવિધ સાધના-કક્ષામાંથી પસાર થવું પડે છે. સમતાનાં સાધનો અને પુરુષાર્થ
જ્યાં સુધી આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી સાધકને સાચી સમતા પ્રગટી શકે નહિ, કારણ કે સમતાનો આધાર શુદ્ધ ભાવ છે અને સાચા શુદ્ધ ભાવનું પ્રગટપણું આત્મજ્ઞાન ન હોય ત્યાં સંભવતું નથી. હવે આત્મજ્ઞાન પ્રગટ કરવા માટે આત્મા અને અનાત્માનું લક્ષણભેદથી ભિન્નપણું નક્કી કરીને તેનો અભ્યાસ કરવો પડે છે, આ સાધના કરવા માટે સત્સંગ, સગુણ સંપન્નતા અને આત્મવિચાર – આ ત્રણ ઉત્તમ સાધનો છે. આમાંના પ્રત્યેક સાધનને આત્મસાત્ કરીને જેમ જેમ આ સાધન-ત્રિવેણીના સંગમ દ્વારા સાધકના જીવનમાં સદ્ધોધનો અભ્યાસ દૃઢ થતો જાય છે, તેમ તેમ સાધનામાં સુંદર વિકાસ થતો જાય છે, જેના ફળરૂપે સુવિચારદશા અને આત્મજ્ઞાન પ્રગટ થાય છે. તેથી અભ્યાસી સાધકે સર્વ જીવોમાં સમતાભાવ, ઇન્દ્રિય અને મનના વિષયોની ઉપેક્ષા, કુવિચારોનો ત્યાગ અને તત્ત્વની ભાવના વડે આ સમતાભાવનો અભ્યાસ નિરંતર કર્તવ્ય છે.
આટલી દશાને પામ્યા પછી પણ જ્યારે તે સંત-સાધક આગળ વધે છે ત્યારે તેને જે વિશિષ્ટ અંતરશાંતિ અને આત્મનિષ્ઠપણાની પ્રાપ્તિ થાય છે તે ઉત્તમ અને પ્રશંસનીય સમતા છે. જ્ઞાન-વૈરાગ્ય આવા મહાસુભટના જીવનરૂપી રથના ઘોડા છે, વિનય તેના રથનો સારથિ છે, વિવેક તેનો અંગ રક્ષક છે, ક્ષમા તેનું કવચ છે, ધીરજ તેની ઢાલ છે, તપ-સંયમ તેનાં તીર અને બાણ છે તથા પ્રજ્ઞા તેની તલવાર છે. આવા સુસજ્જ સુભટની સુવ્યસ્થિત
સેના જ્યારે કામ-ક્રોધ, લોભ, મોહ-મદ-મત્સરાદિ પરિપુઓના અભેદ્ય Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org