________________
છે !
મૌન
આત્મકલ્યાણના પ્રયોજન અર્થે સાચી સમજણપૂર્વક વચનઆલાપાદિનો ત્યાગ કરવો તેને મૌન કહેવામાં આવે છે. આધ્યાત્મિક સાધનાના આ અગત્યના અંગની પ્રરૂપણા અહીં માત્ર તેના રૂઢિગત અર્થમાં કરવામાં આવી નથી, પરંતુ અત્યંત વિસ્તૃત દૃષ્ટિકોણથી સાધકને ઉપયોગી થાય તેવી રીતે કરવામાં આવી છે.
સદ્દગુરુ કે સશાસ્ત્ર દ્વારા પ્રાપ્ત થયેલા બોધનું વિશેષ મનન કરવાના હેતુથી મૌન સેવવામાં આવે છે. મૌન દરેક કક્ષાનો સાધક પોતપોતાની રીતે અને પોતપોતાની કક્ષા પ્રમાણે પાળી શકે છે. જેઓ પ્રાથમિક કે મધ્યમ ભૂમિકામાં છે તેઓ બને તેટલો પોતાની વાણીનો સંયમ કરે તો ઘણી શારીરિક અને માનસિક શક્તિનો સંચય થાય. આ પ્રમાણે સંચિત થયેલી શક્તિને સ્વાધ્યાય-સ્મરણ વગેરે સાધનામાં લગાવી શકાય. જો આમ કરવામાં આવે તો અન્ય દિશામાં વપરાઈ જતી શક્તિનો આત્મસાધનામાં ઉપયોગ થવાથી સાધનાની સિદ્ધિ ત્વરિત ગતિથી બની શકે છે. વચનશક્તિનો સદુપયોગ
શિસ્તબદ્ધ વચનો બોલી શકવાનું સામર્થ્ય માત્ર મનુષ્યજન્મમાં જ આત્માને પ્રાપ્ત થઈ શકે છે, અન્ય પ્રાણી કે જીવજંતુમાં વચનશક્તિ આટલી વિકાસ પામેલી હોતી નથી. આમ, મહાન પુણ્યના યોગથી પ્રાપ્ત થયેલી શિક્તિને વેડફી ન નાખતાં જેમ બને તેમ પોતાનું અને અન્યનું કલ્યાણ થાય તેવી રીતે વચનશક્તિનો સદુપયોગ કરવો યોગ્ય છે. દુઃખીને, રોગીને, પીડાથી વ્યાકુળ થયેલાને, સ્વજનવિયોગવાળાને કે બીજી રીતે ઉપાધિમાં આવી પડેલા જીવોને જો આપણાથી બીજી રીતે મદદ ન થઈ શકે તો હિતકારી, કોમળ, પ્રિય, સાંત્વના આપનારાં વચનો વડે તેમની સેવા કરવી તે પણ વચનશક્તિનો એક મહાન સદુપયોગ હોવાથી તેને એક પ્રકારનું મૌન કહેવામાં આવે તો કાંઈ ખોટું નથી, કારણ કે ત્યાં કોઈ પ્રકારે વાણીનો વિલાસ નથી, પણ સંયમ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org