________________
મૌન
૪૧
ઉપયોગિતા પ્રત્યક્ષપણે દેખી શકાય છે.
વર્તમાનમાં ઘણા જૈન મુનિઓ સંધ્યાકાળ થતાં મૌન ધારણ કરે છે અને બીજે દિવસે સૂર્યોદય થતાં સુધી મૌન પાળે છે. ઉપસંહાર
ઉપરોક્ત ન્યાયથી વચનશક્તિની દુર્લભતા, ઉપયોગિતા અને મહત્તા જેને સમજાઈ છે તેવો વિશિષ્ટ સાધક ખરેખરી મૌનની સાધનામાં લાગવાને હવે સમર્થ થાય છે. વચનશક્તિનો સમ્યગુ નિરોધ કરવાથી આત્માની જે શક્તિ બહાર વપરાઈ જતી હતી તે હવે ઇન્દ્રિય-મનનો સંયમ સાધવામાં ઉપયોગી થઈ આત્મસ્થિરતા – ધ્યાન કરવામાં સહાયક થાય છે. ચિત્તની જે વૃત્તિ બહાર દોડતી હતી તે હવે અંતરમાં રહેલા પરમાત્મપદ તરફ વળે છે અને આમ બનવાથી વિવિધ પ્રકારના પ્રશસ્ત ધ્યાનની અને છેલ્લે રૂપાતીત. ધ્યાનની – નિર્વિકલ્પ સમાધિની – પ્રાપ્તિ થવાથી સર્વ સાધનનું સફળ પણું થાય છે. ટૂંકમાં, મૌન એ બહારના ભાગમાં વાત બંધ કરી અંતરમાં પોતાના આત્માની સાથે વાત કરવાનો અમૂલ્ય પ્રયોગ છે.
મૌનનો મહિમા (૧) વસ્તૃત્વ મહાન છે પણ મૌન તેથી પણ મહાન છે. મીન આપણા દિવ્ય વિચારોનું પવિત્ર મંદિર છે. જો વાણી ચાંદી છે તો મૌન સોનું છે અને જો વાણી માનવીય છે તો મૌન એક દિવ્યતાપ્રેરક શક્તિ છે.
(૨) હું એમ માનું છું કે મૌન એ વાતચીત કરવાની સૌથી મોટી અને આગવી કળા છે.'
(૩) મૌન સર્વોત્તમ ભાષણ છે. જો બોલવું જ પડે તો ઓછામાં ઓછું બોલો. એક શબ્દથી કામ થઈ જાય તો બે શબ્દો બોલવા નહિ.
(૪) મૌનની અવસ્થામાં હુંનો લોપ થઈ જાય છે, તો પછી કોણ વિચારે અને કોણ બોલે ?
(૫) મૌન એક મહાન સાધન છે, પરંતુ આપણામાંથી બહુ જ થોડાને તેનો સદુપયોગ કરતાં આવડે છે.
મૌનનાં જીવંત દૃષ્ટાંતો
[૧].
શ્રીમદ્ રાજચન્દ્રના ભક્તોમાં અગ્રગણ્ય શ્રી લલ્લુજી સ્વામી હતા. તેઓએ સં. ૧૯૪૯નો ચાતુર્માસ, શ્રીમદ્દના સમાગમનો અવારનવાર લાભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org