________________
૩s
સાધક-સાથી
અગ્રણી બને છે. મહાન શાસ્ત્રો રચવાનું સામર્થ્ય તેનામાં પ્રગટે છે. વિદ્વજ્જનોની સભામાં તે નવી નવી સુયુક્તિઓ રજૂ કરી શકે છે અને કર્મરૂપી મહાન શત્રુઓની સેનામાં તે ભંગાણ પાડવાને સમર્થ બને છે – જે પોતાને મળેલી પ્રત્યેક પળને બહુ મૂલ્યવાન જાણી તેના સદુપયોગમાં દત્તચિત્ત રહે છે.
(૫) જે કાળની સત્તાને વશ થઈને વર્તવાથી સર્વ વસ્તુઓ માત્ર સ્મૃતિરૂપે જ રહી જાય છે તે મહાકાળને નમસ્કાર હો !
(૬) કાળ એમ નથી વિચારતો કે આ પુરુષે પોતાનું સુકૃત્ય પૂરું કર્યું કે નહીં તે તો પોતાના સપાટામાં આવેલા રાજાને, રંકને, મૂર્ખને, પંડિતને કે સર્વ કોઈને કોળિયો કરી જાય છે. માટે કાળનો ભરોસો કરવો તે તો પોતે જ છેતરાવા જેવું છે.
(૭) પુરુષાર્થ વડે કરીને કાળને જીતવો જોઈએ અને વિનયરૂપ સંપત્તિ વડે વિદ્યાને પ્રાપ્ત કરવી જોઈએ.
(૮) ઘડિયાળ ટક-ટક-ટક એમ અવાજ કરીને આપણને સૂચવે છે કે તારું આયુષ્ય કટ કટ કટ થઈ રહ્યું છે માટે જે ઉત્તમ કાર્ય તારે કરવું હોય તે જલદીથી કરી લે.
૯) સવારનું કામ સાંજ ઉપર અને સાંજનું કામ કાલ ઉપર જે મુલતવી રાખે છે તેને જ્ઞાનીઓએ આળસુ, દીર્ઘસૂત્રી અને મુદતિયો કહ્યો છે. તેને પોતાના જીવનમાં સફળતા મળતી નથી અને તે નાશ પામે છે.
(૧૦) ભગવાન શ્રી મહાવીર ગૌતમસ્વામી જેવા મહાસમર્થ પુરુષને પણ પ્રત્યેક ક્ષણનો સદુપયોગ કરવાની આજ્ઞા કરતા હતા તો આપણે શું પ્રત્યેક ક્ષણે સાવધ ન રહેવું જોઈએ ?
(૧૧) આત્મકલ્યાણના ઇચ્છુકોએ પઠન-પાઠનમાં, સ્તવનભક્તિમાં, ધ્યાનમાં, શાસ્ત્રાધ્યયનમાં તથા ગુરુભક્તિમાં પ્રમાદરહિત થઈ સમયસર વર્તવું જોઈએ. (૧૨) જે સમયને બરબાદ કરે છે તેને સમય બરબાદ કરી નાખે છે.
સમયના સદુઉપયોગનાં જીવંત દૃષ્ટાંતો
[૧]
પરમ તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજીના જીવન સંબંધી આ પ્રસંગ છે. એક દિવસે શ્રીમદે મુનિશ્રી ચતુરલાલજીને પૂછ્યું :
તમે સંયમ ગ્રહણ કર્યો ત્યારથી આજ સુધી શું કર્યું?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org