________________
સમયનો સદ્ઉપયોગ
પ્રત્યે સાવધ રહેવું અનિવાર્ય છે અને તેથી જ સંતોએ શ્વાસે શ્વાસે પ્રભુસ્મરણ કરવાની આજ્ઞા આપી છે. માત્ર સાધના કરતા હોઈએ ત્યારે તો સાધનામય રહેવું અને બીજા સમયે સાધનામય ન રહેવું એમ જો વર્તવામાં આવે તો સિદ્ધિ કેવી રીતે થાય ? સાધનાના સમય દરમિયાન તો ખૂબ એકાગ્રતાથી સાધનામાં તલ્લીન થવાનું જ છે, પરંતુ બીજા સમયે પણ આત્મસુધારણાનું અને આત્મશુદ્ધિનું લક્ષ ચૂકવાનું નથી. મતલબ કે સવારે, બપોરે, સાંજે કે રાત્રે, ઘરમાં કે બહાર, મંદિરમાં, તીર્થમાં, સ્વાધ્યાયશાળામાં કે બીજું વ્યવહારકાર્ય કરતા હોઈએ ત્યારે પણ સતત હું મારો સમય યથાયોગ્યપણે વિતાવું છું કે નહીં તેની જાગૃતિ રાખવાની છે.
સમયનો પૂર્ણ સદુપયોગ કરવાની ખરેખર જો ટેવ પાડવી હોય તો પ્રાથમિક અને મધ્યમ કક્ષાના સાધકે અધ્યાત્મ-ડાયરી રાખવી જરૂરી છે જેથી દિવસ અને રાત્રિનો સમય કેવી રીતે વપરાયો તેનો બરાબર હિસાબ રહે, જે સમય નકામો વહી ગયો તેની ખબર પડે અને તે સમયની સુધારણાનો પ્રયત્ન કરીને આપણા જીવનની ઊણપ દૂર કરી શકાય.
આ જગતમાં સર્વ ક્ષેત્રે ઉચ્ચતમ પદવીઓની જેમણે પ્રાપ્તિ કરી તે સર્વ મહાપુરુષોના જીવનનું બારીકાઈથી અવલોકન અને વિશ્લેષણ કરવાથી આપણે સહેજે કબૂલ કરવું પડે છે કે તેમની સફળતાની એક સૌથી અગત્યની કૂંચી એ તેમણે પોતાના જીવનમાં કરેલો પ્રત્યેક ક્ષણનો સદ્ઉપયોગ છે. જો આપણે સમયનું સન્માન કરીશું તો સમય પણ આપણું સન્માન કરીને આપણને મહાપદની પ્રાપ્તિ કરાવશે.
સમયના સદ્ઉપયોગનો મહિમા
(૧) મનુષ્યભવની એક એક ક્ષણ લાખેણી છે. જે ક્ષણ વીતી ગઈ છે તે ક્ષણ કરોડો ઉપાય કરવાથી પણ પાછી મળી શકતી નથી, માટે પોતાને પ્રાપ્ત થયેલી પ્રત્યેક ક્ષણનો સદુપયોગ કરી લઈ આ જીવનને સાર્થક કરી લેવું.
(૨) સમય અને સમુદ્રમાં આવતી ભરતી કોઈને માટે પણ રાહ જોતાં
નથી.
૩૫
(૩) અંલિમાં (હાથમાં) રહેલું પાણી જેમ ધીમે ધીમે ટપકવાથી ખલાસ થઈ જાય છે તેમ એક એક ક્ષણ વીતવાથી આખોય મનુષ્યભવ ખલાસ થઈ જાય છે, તેથી જો આત્મકલ્યાણમાં ધ્યાન ન રહ્યું તો સર્વસ્વ લૂંટાયા જેવો આપણો ઘાટ થશે.
(૪) બધી વિપત્તિઓને તે જીતી જાય છે, બધા પુણ્યશાળી પુરુષોમાં તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org