________________
બ્રહ્મચર્ય
(૩) સન્શાસ્ત્રોનો પદ્ધતિપૂર્વક અને નિયમપૂર્વક અભ્યાસ.
(૪) પરમાત્માની ભક્તિ-પૂજા-સ્તુતિ વડે વિનયગુણની આરાધના અને પોતાના દોષો પ્રત્યે સજાગતા.
(૫) સારી ટેવો પાડીને અને ઉપયોગી નિયમો ધારણ કરીને વ્યસનરહિતતાની સિદ્ધિ અને નિયમિત જીવન જીવવાની ટેવ, જેથી ઇન્દ્રિયો અને મનનું જીતવું સરળ થાય અને સાધનામાં મન સહેજે સ્થિર થઈ શકે.
(૬) મનને ઉન્મત્ત બનાવનાર બાહ્ય સાધનોનો પરિચય, નાટક, સિનેમા, ભવાઈ, કલબ, અશિષ્ટ મનોરંજનમાં ન જોડાવું તે.
(૭) અશિષ્ટ સાહિત્યનો અપરિચય – કામોત્તેજક વાર્તાઓ, ફોટાઓ, નવલિકાઓ કે ગાયન-નાટકો ન વાંચવા અને તે પુસ્તકો વગેરે પોતાની પાસે પણ ન રાખવાં.
(૮) આહારવિષયક શિસ્તમાં બહુ મરી-મસાલાવાળા પદાર્થોનો અને ડુંગળી-લસણ વગેરેનો ત્યાગ. માંસાહાર, દારૂ અને ગાંજો ચરસ-અફીણનો સર્વથા ત્યાગ. બહુ ગરિષ્ઠ પદાર્થો ઘી-દૂધ-મલાઈ વગેરેનું માત્ર અમુક પ્રમાણમાં જ ગ્રહણ જેથી સામાન્ય શરીર-સ્વાથ્ય જળવાય, પરંતુ ઇન્દ્રિયો ઉન્મત્ત બને નહીં. રોટલી, દાળ, ભાત, શાક, કઠોળ, ફળ, છાશ, ખાખરા, ઢેબરાં તથા પાણી અને પ્રવાહીનો પૂરતા પ્રમાણમાં ઉપયોગ કરવાથી ભોજનવિષયક સાત્ત્વિકતા તેમ જ તાત્ત્વિકતા જળવાશે. શરીર અને મન પ્રફુલ્લિત રહેશે અને પ્રસન્નતાથી સ્વાધ્યાયસત્સંગ-ધ્યાનમાં મન લાગી જશે. પ્રસંગોપાત્ત વચ્ચે વચ્ચે અલ્પાહાર અને રસાસ્વાદત્યાગના અભ્યાસથી સાધનામાં ગતિશીલતા આવશે, શરીર હલકું રહેશે, પ્રમાદનો નાશ થશે અને આસનની સ્થિરતા વધશે.
આ કક્ષાની સાધનામાં તત્ત્વનો અભ્યાસ પણ સાથે સાથે કરવાનો હોય છે. આમ, બ્રહ્મચર્યપાલન તે માત્ર શારીરિક પ્રક્રિયા નથી, પણ આત્મજાગૃતિની સતત સાધના છે, એમ સાધકને સદ્બોધ દ્વારા નિશ્ચય થાય છે. અહીં નિયમપૂર્વક સ્વદારાસંતોષ વર્તે છે એટલું જ નહીં પણ જ્યારે જ્યારે અલ્પપણે સ્વસ્ત્રીનો પ્રસંગ થઈ જાય છે ત્યારે ત્યારે તે વિશે ખેદ અને પ્રાયશ્ચિત સહિત પોતાના આત્મબળ વિશે ધિક્કારની ભાવના ઊપજે છે. ફરી ફરી સદ્બોધ, સત્સંગ, તીર્થયાત્રા અને તત્ત્વાભ્યાસ દ્વારા બ્રહ્મચર્ય વિશે બહુમાન લાવી સાધક પૂર્વે થયેલા હનુમાન, ભીષ્મપિતામહ, ભગવાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org