________________
૨૪
સાધક-સાથી
નેમિનાથ (અરિષ્ટનેમિ), ભગવાન પાર્શ્વનાથ, સુદર્શન શેઠ વગેરે ઉત્તમ પુરુષોનાં ચારિત્રનું સ્મરણ કરીને પોતાના આત્માને પ્રેરણા આપે છે. આ જમાનામાં મહાત્મા ગાંધીજી અને શ્રીરામકૃષ્ણ પરમહંસે વિવાહિત જીવનમાં રહીને પણ બ્રહ્મચર્યસાધનાનાં સુંદર અને પ્રેરણાત્મક જીવંત દૃષ્ટાંતો આપણી સમક્ષ રજૂ કર્યા છે. આ કક્ષામાં મહિનામાં બારથી માંડીને અઠ્ઠાવીસ દિવસ સુધીનું કે તેથી વધુ બ્રહ્મચર્યપાલન હોય છે, જેથી સાધના વિશે પણ સ્થિરતા પ્રાપ્ત થવામાં ઘણી સરળતા રહે છે. (૩) સંપૂર્ણ બ્રહ્મચર્ય
પારમાર્થિક દૃષ્ટિએ જોઈએ તો આ દશા અલૌકિક છે. તેની ખરેખરી પ્રાતિ વિરક્ત આત્મજ્ઞાની પુરુષને જ હોય છે.
અહીં વ્રતનું સંપૂર્ણ પાલન હોય છે. જો કે પરમાર્થષ્ટિએ તો નિગ્રંથ મુનીશ્વરો આ મહાવ્રતના ધારણ કરનારા છે, કારણ કે જ્ઞાનસંયમની સાતિશય સાધનાના ફળસ્વરૂપે તેઓને જ આત્મામાં ખરેખરી રમણતાલીનતા-ચય હોય છે, છતાં પણ ક્રમશઃ સાધના દ્વારા જેઓએ બ્રહ્મચર્યમાં સ્થિરતા પ્રાપ્ત કરી છે તેવા મનુષ્યોને પણ વચન અને કાયાથી સંપૂર્ણ અને મનથી યથાશક્તિ પાલન આ કક્ષાએ સિદ્ધ થાય છે.
મોટા ભાગે આવા મનુષ્યો પોતાના વ્રતના નિર્દોષ નિભાવ માટે કોઈ ગુરુકુળ, આશ્રમ કે પરમાર્થસંસ્થામાં રહેવાનું પસંદ કરે છે, કારણ કે તેવા સંજોગોમાં પોતાને સત્સંગ અને આત્મબોધનો સતત પરિચય થઈ શકે છે અને પોતાની આત્મદશા આગળ વધારવામાં દરેક જાતની મદદ મળે છે. આવા સાધકો ઘણુંખરું પૂર્ણ-સાધક (Full-time Sadhakas) હોય છે. કોઈ કોઈને પૂર્વના ગૃહસ્થાશ્રમ સંબંધી અલ્પ જવાબદારી બાકી રહી ગઈ હોય તો તે નિભાવવા માટે કોઈ કોઈ વાર ઘેર જવું પડે છે પણ કમે કરીને તે જવાબદારી પણ જયારે પૂરી કરી નાખવામાં આવે ત્યારે નિતાન્ત આત્મસાધનાને વિશે લય લાગે છે અને પૂર્ણ-બ્રહ્મચર્ય તેના ખરેખરા સ્વરૂપમાં પ્રગટે છે.
કહેવાની ભાગ્યે જ જરૂર છે કે જ્યારે આ સાધકોને ખાસ કારણથી ઘેર જવું પડે છે ત્યારે તેઓ પોતે અલગ એકાંત ઓરડામાં રહે છે, પોતાનો નિત્યક્રમ જાળવે છે અને ખાસ જરૂરી હોય તે સિવાયનાં દુનિયાનાં કાર્યોમાં રસ લેતાં નથી અને ફરી પાછા કામ પતે કે તુરત જ સત્સંગના યોગમાં ચાલ્યા જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org