________________
૨૦
બાજુ ફેરવી, મો પર રૂમાલ ઢાંકી ચાલ્યા જતા હતા. તે મજૂરનું પોટલું પણ તેની પાસે પડ્યું હતું.
સાધક-સાથી
આ દૃશ્ય જોતાં ઈશ્વરચંદ્ર આખી વાતનો મર્મ પામી ગયા. તેમણે તે મજૂરને પોતાના ખભા ઉપર મૂક્યો અને ગિરીશચંદ્રને પેલું પોટલું ઉપાડી પોતાની સાથે આવવા સૂચના કરી. બન્ને જણા ચાલીને કાલના ગામમાં પહોંચ્યા. ધર્મશાળામાં પહોંચી સૌના રહેવાની વ્યવસ્થા કરી અને પેલા મજૂર માટે વૈદ્યને બોલાવી લાવ્યા.
બરાબર સારવાર થતાં પેલો મજૂર બે દિવસમાં હરતોફરતો થઈ ગયો. ઈશ્વરચંદ્ર કહે : “ભાઈ ! મારું કામ પૂરું થયું. હવે હું જાઉં છું.' એમ કહીને તેને થોડા પૈસા આપ્યા અને પોતે ગિરીશચંદ્ર વિદ્યારત્નની સાથે પોતાના કામ માટે ચાલી નીકળ્યા. પેલો મજૂર તો આ અજાણ્યા દૈવી પુરુષની ઉદારતા જોઈને દિગ્મૂઢ જ બની ગયો.
આવા હતા દયાવતાર શ્રી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર. ધન્ય તેમની નિઃસ્વાર્થ સેવા અને ધન્ય તેમનો આવો અલૌકિક દયાભાવ !!
[૨]
આર્ય સંસ્કૃતિના મહાન પુરસ્કર્તા અને બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક મહામના શ્રી મદનમોહન માલવિયજી આપણા દેશના એક મહાન પુરુષ થઈ ગયા.
તેઓ જ્યારે વિદ્યાર્થી અવસ્થામાં હતા ત્યારની આ વાત છે. તેઓની દૃષ્ટિ એક દિવસ એક અશાંત કૂતરા ઉપર પડી. તે અહીંથી તહીં દોડતું હતું, કારણ કે તેના કાન ઉપર કોઈ ઘા પડ્યો હતો. તેઓ તેની પાસે ગયા અને ખાવાનું આપ્યું. ત્યાર પછી તેઓ તે કૂતરાને ઢોરના દવાખાને લઈ ગયા. વૈઘે દવા આપી અને પછીથી કહ્યું : “મદનમોહન ! આવા કૂતરાઓને કોઈક વાર હડકવા લાગે છે તેથી ઘણાંને કરડે છે, માટે ધ્યાન રાખજે.'
માલવિયજી કાંઈ એમ ડરે એવા નહોતાં. તે તો બરાબર દવા લગાડીને જ્યાં સુધી તે કૂતરો શાંતિથી ન સૂતો ત્યાં સુધી ત્યાં જ બેસી રહ્યા.
આપણે રસ્તામાં સડેલા કે બીમાર કૂતરાઓ જોઈએ છીએ ત્યારે આપણામાં તે કૂતરાઓ પ્રત્યે કેવો ભાવ આવે છે ? આ વાત વિચારીએ તો મહાપુરુષોના દયાધર્મનો આપણને મહિમા આવે અને સૌની અંદર આત્માને જોવાની અનુપમેય દૃષ્ટિ પ્રત્યે આપણું લક્ષ જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org