________________
યા
ન મૂકતાં જેમ તેની જરૂરિયાત પૂરી થાય તેમ વર્તીને બંનેને ઉપકારક હોય તેવો તોડ કાઢવો જોઈએ.
આપણે, ઘરમાં બાળકો, મોટેરાં, નોકરી, ડ્રાઈવર, માળી ચોકીદાર વગેરે પ્રત્યે તથા પાડોશીઓ, પોળના વાસીઓ કે સોસાયટીના રહીશો સાથે તથા સમાજનાં અન્ય સમસ્ત ભાઈબહેનો પ્રત્યે કોમળ ભાવથી વ્યવહાર કરીએ. આમ કરવાથી કોઈની સાથે ઝઘડો-મારામારી નહીં થાય. બોલવા વગેરેમાં પણ અપશબ્દોનો ઉપયોગ નહીં કરવો પડે કે અપમાનજનક ભાષા વડે સામા માણસનું હૃદય ભેદાઈ જવાનો પ્રસંગ પણ નહીં આવે. સાધકને નિરંતર ભાન રહેવું જોઈએ કે તે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારનું નુકસાન ઇરાદાપૂર્વક કરવા માગતો નથી તથા તેથી તે અન્યની નિંદા વગેરેમાં પણ પ્રવર્તતો નથી તથા બને ત્યાં સુધી અન્યનું મનથી પણ બૂરું ઇચ્છતો નથી. દયાપાલનનો વિશેષ ક્રમ
આ પ્રમાણે જાણે સામાન્ય દયાપાલનનો ક્રમ થયો. સર્વજ્ઞ પરમાત્માએ અને નિગ્રંથ આચાર્યોએ પોતાના વિશિષ્ટ જ્ઞાનથી અને જીવનથી જગતના જીવોને દયાનો એટલો તો સૂક્ષ્મ સચોટ અને વૈજ્ઞાનિક ઉપદેશ કર્યો છે કે તેમના વડે પ્રણીત ધર્મનું બીજું નામ દયાધર્મ” અથવા “પરમ અહિંસાધર્મ લોકમાં પ્રચલિત થયું છે.
બિન શાકાહારી ભોજન – પછી તે માંસ, માછલી કે ઈડાના સ્વરૂપમાં હોય - તે સ્થળ સંકલ્પપૂર્વકની હિંસા અને અત્યંત ક્રૂરતાનું દ્યોતક છે, કારણ કે કોઈના પ્રાણ કે ગર્ભને બળજબરીથી ઝૂંટવી લીધા વિના આવું ભોજન બની શકતું નથી. ડુંગળી, લસણ, બટાટા, સૂરણ વગેરે કંદમૂળના ભક્ષણમાં ઘણા સૂક્ષ્મ જીવોનો ઘાત કહ્યો છે. વળી તે લીધા વિના કાંઈ શરીરસ્વાથ્યમાં મોટી ઊણપ આવી જતી નથી, તેથી વિવેકી અને શ્રદ્ધાળુ પુરુષોએ તે વસ્તુઓનો ભોજનમાં પ્રયોગ ન કરવો તે જ યોગ્ય છે. રાત્રે ભોજનાદિનો આરંભ કરવાથી અનેક સૂક્ષ્મ જંતુઓનો ઘાત થાય છે. આ પ્રમાણે રાત્રિભોજનનો પણ યથાશક્તિ ત્યાગ દયાપાલનમાં મદદરૂપ છે.
સૂક્ષ્મ દયા પાળી શકવાનું સામર્થ્ય આવે તે માટે જીવોના ઉત્પત્તિસ્થાન આદિનું જ્ઞાન આવશ્યક છે. ઘાસ ઉપર ચાલવું, વિના પ્રયોજન અણગળ પાણીનું ઢોળવું, ચાલતાં ચાલતાં વાડની મેંદી તોડવી કે ફ્લો તોડવાં, પ્રયોજન વગર જમીન ખોદવી, બરફ, વાસી લોટ, ફૂગ ચડેલાં ફળાદિનો આહારમાં ઉપયોગ કરવો વગેરે અનેક પ્રકારે વર્તવાથી સૂક્ષ્મ દયાપાલન બની શકતું નથી. માટે વિવેકી સગૃહસ્થોએ આ બાબતોનું લક્ષ રાખવું જોઈએ. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org