________________
તમે વિચાર્યું જ નથી. થોડું ચિંતન કરો તો ખ્યાલ આવશે કે, જેમાંથી હંમેશને માટે સુખ મળે તેવી તમારા જીવનમાં કોઈ વસ્તુ નથી. કાયમ એટલે સતત અર્થ લેવાનો. એક સંગીતમાં મઝા આવે છે તો જેમ જેમ સાંભળતા જાવ તેમ તેમ મઝા વધે ને? સુખનો તો ગુણાકાર થાય ને? પણ થોડીવાર પછી?
સભા સામે ઈચ્છા બદલાતી રહે છે. મ.સા. પણ તેમાંથી સુખ જો કાયમ મળતું હોય તો પછી ઈચ્છા બદલાય શું કામ? મૂળ વાત ક્યાં છે? ત્યાંથી સુખ મળવાનું બંધ થાય છે, માટે તેને છોડીને બીજે જાઓ છો. દા.ત. સુગંધ ગમે છે, તેમાં આનંદ થાય છે તો ભોગવ્યા કરો. પણ થોડો ટાઇમ થાય એટલે તમે કંટાળો. પછી ચેઈન્જ જોઈએ. કોઈ પણ વસ્તુમાં “બસ થયું” એમ કહો, પછી પણ તે વસ્તુ માથે મારીએ તો? વસ્તુ તેની તે જ છે. રીલેટીવ શું છે તે મારે તમને સમજાવવું છે. સુખનાં સાધનોમાં સુખ આપવાની તાકાત દુઃખને રીલેટીવ છે. કોઈપણ વસ્તુમાંથી સુખ ક્યારે મળે? તેને રીલેટીવ દુઃખ સ્ટોરહાઉસમાં હોય તો. (એટલે કે તમને જે સુખ જોઈતું હોય તેનું રીલેટીવ દુઃખ સ્ટોરહાઉસમાં હોય તો જ તમને સુખ મળે). આમ તે વસ્તુમાં જે સુખ આપવાની તાકાત છે તે રીલેટીવ દુઃખ પર આધારિત છે.
શરબત પીવડાવીએ પણ તે પીવાથી મઝા ક્યારે આવે? તે શરબતને રીલેટીવ દુઃખ એટલે કે તરસ તમારી પાસે હશે તો જ તમને તેમાંથી સુખ મળશે. જે દુ:ખ સ્ટોક(જમા) રૂપે પડ્યું છે તેને રીલેટીવ સુખભોગની સામગ્રી ભોગવશો તો જ તેમાંથી સુખ મળશે. વળી સુખ પણ ક્યાં સુધી મળશે? જયાં સુધી સ્ટોર હાઉસમાં તેને રીલેટીવ દુ:ખ હશે ત્યાં સુધી જ. દાખલા તરીકે- તમે બ્રશ કર્યું. બ્રશ તાજગીનું સુખ મેળવવા કરો છો ને? હવે બ્રશ કરવાથી સ્કૂર્તિ/તાજગીનો અનુભવ થયો. પછી કોઈ કહે કે બ્રશ કરવામાં મઝા આવે છે, તો સવારથી સાંજ સુધી બ્રશ કર્યા કરો. તો ફાવશે કે થોડીવારમાં કંટાળશો? એટલે કે હાવા/બ્રશ કરવામાં સુખ મળતું હતું કેમકે તેને રીલેટીવ ગંદકી દુર્ગધ/વાસ/ચીકાશનું દુઃખ બ્રશથી દૂર થયું. દુઃખ સ્ટોકમાં હતાં અને તેમાંથી રીલેટીવ રાહત મળી એટલે સુખ લાગ્યું. એટલે જે સુખ ભોગવશો તે તે સુખના કોરીલેટીવ(તેને લગતું તેને સંબંધિત) દુઃખ સ્ટોરહાઉસમાં હશે તો જ મઝા આવશે. હવે દુ:ખના રીલેટીવને સુખ માનતા હો તો પછી સુખ વધારવા દુ:ખ વધારવું રહ્યું. ભલભલા માંધાતાઓ બુદ્ધિશાળીઓ સુખ, સુખની વ્યાખ્યા/દુખ, દુઃખની વ્યાખ્યા, સાચાં સુખ દુઃખ કેવી રીતે મળે તેના ઉપાયમાં ગોથાં ખાઇ ગયા છે.
સભા તો પછી ભૌતિક સુખ ક્ષણિક છે એમ જ ને? મ.સા. ના. ક્ષણનું સુખ પણ પુરવાર નહિ થાય, તે પણ નહીં બતાવી શકો.
સભા તૃપ્તિ થઈ જાય છે ને? (૧૩)
, વિકાર
(સદ્ગતિ તમારા હાથમાં :
કામ
---
-
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org