________________
કહેવાય. તે પ્રવેશ શરૂઆત રૂપે છે અને તેની પરાકાષ્ઠા એ મોક્ષ છે. માટે ગુણસ્થાનક એ સદ્ગતિ અને આત્માના ઉત્થાન બંને માટે કારણ છે. સંસારનો સાચો વૈરાગ્ય જેને આવે તે બધાને શાસ્ત્ર ગુણસ્થાનકની પ્રારંભ દશામાં સ્વીકાર કર્યો છે. ગુણસ્થાનકની ખરી સ્થિરતા સમકિતથી આવે છે, કારણકે પ્રથમ ગુણસ્થાનકમાં કદાચ ૧% પણ દુર્ગતિની સંભાવના છે જ્યારે સમકિતની હાજરીમાં કોઇ કાળે દુર્ગતિના બંધનો સવાલ જ નથી. વળી સદ્ગતિ પણ ઊંચી અને તે પણ ધર્મસામગ્રીથી પરિપૂર્ણ જ મળશે. સમકિતની હાજરીમાં કોઇ જીવ રૌદ્રધ્યાનમાં, કૃષ્ણલેશ્યામાં હોય, હિંસાની મોટી પાપપ્રવૃત્તિ પણ કરતો હોય તો પણ તે ગતિ કઇ બાંધે? એમ પૂછીએ, તો શાસ્ત્ર કહેશે ઊંચી વૈમાનિકની ગતિ જ બાંધશે. એટલે દુર્ગતિનાં બીજાં જબરજસ્ત કારણો હોય છતાં ગુણસ્થાનકના પ્રભાવે ઊંચી સદ્ગતિ થશે. પણ તે સમકિત પામવું દુષ્કર છે, રમતમાં પામી શકાય તેમ નથી.
સભા : સમકિત એકવાર આવ્યા પછી ચાલ્યું જાય?
મ.સા. : કાળજી ન રાખો તો ચાલ્યું પણ જાય. તમારી કરોડો રૂપિયાની મૂડી હોય તો એમને એમ ચાલી જાય? તમને ગુમાવાની ઇચ્છા ખરી? જેને સંપત્તિનું મૂલ્ય હોય તે સંપત્તિ ગુમાવે? એક વાર સમકિત આવે અને સમકિતનો સ્વાદ ચાખે પછી મૂકવાનું મન ન થાય. માટે સમકિત એમને એમ જતું નથી.
સભા : જાય પછી પાછું આવે ખરું?
મ.સા. : પણ પાછી મહેનત કરવી પડે ને? સંપત્તિ-ઊંચી સારી વસ્તુ મેળવવા અને મેળવ્યા પછી સાચવવા પણ એટલી જ મહેનત કરવી પડે. જર-ઝવેરાત લાવ્યા પછી ખૂલ્લું મૂકીને સૂઇ જાઓ તો જતાં જ રહે ને? વળી સમકિત તો ચારેય ગતિમાં પામી શકાય, આખી જિંદગી સાથે રાખી શકાય અને બીજા ભવમાં પણ સાથે લઇ જઇ શકાય. ચારિત્ર બધી ગતિમાં નથી મળતું અને તેમાંયે સર્વવિરતિ તો મનુષ્યભવમાં જ મળે. તિર્યંચમાં વધારેમાં વધારે દેશવિરતિ મળે. ઊંચામાં ઊંચું ચારિત્ર પાળનાર પણ ચારિત્ર સાથે લઇ જઇ શકતા નથી. બીજા ભવમાં ફરી પામવું જ પડે. એક વાર તો ગુમાવવું જ પડે. જ્યારે સમકિત તો આ ભવમાં અને પરભવમાં પણ માના પેટમાં જાવ ત્યારથી સાથે રાખી શકે છો.
સભા : સમકિત માટે દીક્ષા લેવી પડે?
મ.સા. ના રે, ચારેય ગતિમાં કહું છું. હવે દેવ-નરકમાં, તિર્યંચમાં ક્યાં દીક્ષા લેવાના? ચારેય ગતિમાં આત્મા મિથ્યાત્વ છોડી સમકિત પામી શકે છે. તે માટે ચારિત્ર લેવું જ પડે તેવું નથી. ઓછામાં ઓછું સંક્ષીપંચેન્દ્રિયપણું જોઇએ. કેમકે તે સિવાય તો ધર્મ જ પામી શકાતો નથી, પછી સમકિતની ક્યાં વાત છે? તમે ધારો તો આખી જિંદગી સમકિતને પકડી રાખી શકો છો. સમ્યદૃષ્ટિ આત્મા કલ્પના પણ ન કરી શકો તેવા ( સદ્ગતિ તમારા હાથમાં !
(૬૮)
Jain Educationa International
For Personal and Private Use Only.
www.jainelibrary.org