Book Title: Sadgati Tamara Hathma
Author(s): Yugbhushanvijay
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 173
________________ સંતાઇ જાય. કરડવું છે, પણ ખુલ્લેઆમ નહીં, માયાથી જ કરડવું છે. સભા : માયા ભવના જ કારણે? મ.સા. ઃ માયા ભવના/નબળાઇના કારણે, પણ ઘણીવાર વૃત્તિઓ જ તેવી હોય. સભા ઃ મનુષ્યોમાં પણ માયા ઓછી નથી હોતી. મ.સા. એ તો તિર્યંચમાં જવાનું છે તેની પૂર્વતૈયારીઓ સમજવાની. અહીં મનુષ્યભવમાં પણ માયા હોય જ. અહીં તો કલાઓ ભણવા મળે છે, જેનાથી તમે કોઇને ઊઠાં ભણાવી શકો છો, દાવપેચ રમી શકો છો; પણ ત્યાં તો (તિર્યંચગતિમાં) જન્મથી જ માયા છે. પશુમાં તો જન્મથી જ માયા હોય. નાનાં કીડી, મંકોડા વગે૨ે તમે જુઓ તો કંઇને કંઇ સંતાડે, છળકપટ કરે. કીડી આમ જતી હોય તો પણ સ્હેજ હાથ આગળ મૂકો એટલે મડદું થઇ પડી રહે. તમને ડર લાગે કે મરી ગઇ. પણ હાથ લઇ લો એટલે થોડીવારમાં સડસડાટ ચાલી જાય. શાસ્ત્ર કહે છે, માયાથી વ્યાપ્ત આખી તિર્યંચયોનિ છે. તે ભવમાં રહેલા આ વૃત્તિઓને જન્મથી જ સેવતા હોય છે. આમ તો પંચેન્દ્રિયજાતિ પુણ્યપ્રકૃતિ છે, માટે પશુમાં પણ કૂતરાં, બિલાડાં વગેરે થવા પણ અમુક પુણ્ય તો જોઇએ જ. હાથ, પગ, નાક, આંખ બધું છે ને? પંચેન્દ્રિય પશુ પણ બને પુણ્યથી. આમાં કેવા જીવો જાય? સદ્ગુણો કેળવતા હોય, સત્કાર્યો કરતા હોય, છતાં અમુક વૃત્તિઓ એવી હોય કે આવું થાય. હવે તમે સાવધાન ન રહો તો કેટલી માયા આવે? તમારામાં તો પશુ કરતાં વધારે બુદ્ધિ છે. શ્રી દશવૈકાલિક સૂત્રમાં લખ્યું છે, આખો સંસાર ત્યાગ કરીને આવેલા સાધુના જીવનમાં પણ માયા આવે, તો તે કેવી? રૂપસ્તનઓછો રૂપાળો હોય તો વધારે રૂપાળો દેખાવા પ્રયત્ન કરે. (તમે મેકઅપને માયા ગણો છો? એ તો તમારા મતે કળા છે ને?) સાધુ, માનો કે અમુક જગાએ શરીર પર ડાઘ હોય તો ત્યાં કપડું રાખે, રૂપ દેખાડવા કે કદરૂપાપણાને ઢાંકવા પ્રયત્ન કરે. પછી વયસ્કેનઉંમર વધુ હોય તો ઓછી દેખાડવા પ્રયત્ન કરે ને! તમે પણ ધોળા આવ્યા પછી કલપ કરીને આવો છો ને? જરાક ધ્યાન ન રાખો તો માયા તો હારમાળારૂપે ચાલે. વળી ક્યાંક વધારે ઉંમર દેખાવાથી ફાયદો હોય તો ત્યાં હોય તેના કરતાં વધારે કહે. હવે તપ તો આરાધક જ કરે ને? પણ તેમાં ભાવ શું? ઓછો કર્યો હોય તો વધારે બતાવવાનો ભાવ. ઘણા શરીરના દૂબળા હોય. બને એવું કે તેમના જ સમુદાયમાં બીજા તપસ્વી હોય, તે ખ્યાતિ પામેલા હોય. હવે કોઇને ખબર ન હોય એટલે આવા સાધુને પૂછે, પેલા તપસ્વી મહારાજ સાહેબ તમે જ ને? તે વખતે આ સીધા હા તો ના પાડે, કેમકે એમ કરે તો જૂઠું બોલ્યાનું પાપ લાગે. પણ તે વખતે શું કરે? તો મૌન રહે. એટલે પેલો સમજે કે હા, આ મહારાજ સાહેબ જ તપસ્વી છે. આ માયા છે. આવા સાધુ પણ મહાવ્રતો વગેરે સંયમ પાળવા છતાં મરીને દેવ થશે, પણ કિલ્બિષિક જેવી યોનિમાં ઉત્પન્ન થાય. સભા : કિલ્બિષિક દેવ એટલે? સદ્ગતિ તમારા હાથમાં ! Jain Educationa International For Personal and Private Use Only. +++++: ૧૬૮) www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 171 172 173 174 175 176 177 178