________________
મ.સા. દેવલોકમાં સ્વીપર, ડોરકીપર વગેરે જેવા દેવ. અહીં તો વાળનારો પણ નસીબ ખૂલે તો શેઠ બને, પણ ત્યાં (દેવલોકમાં) વાળનારો કાયમ માટે વાળનારો જ રહે. ત્યાં કક્ષા નક્કી છે. (રેન્જ ફીક્સ છે.) તમારી દૃષ્ટિએ તો આ માયા, માયા જ નથી ને? આ બધું કહીને અમે તમને ડરાવવા નથી માંગતા. ખોટો ભય કરાવું તો મને ભયમોહનીય બંધાય. પણ મારે તો કહેવું છે, જીવનમાં વિચાર કરતા થઈ જાવ. તમે તો નાની નાની ચોરી, માયામૃષાવાદને તો ચોરી-માયામૃષાવાદ ગણો છો કે કેમ તે જ પ્રશ્ન ને? નાના નાના તો ઘણા જ આવા ભાવો આવે. તેમાં તો સાવધાન થાવ તો જ બચો. અમે પણ કપડાં પહેર્યા પણ ભાવ સારા નહીં હોય તો અમારા માટે પણ દુર્ગતિ તૈયાર જ છે.
સંજ્ઞીપંચેન્દ્રિયપણું પણ ક્યારે પમાય છે? અસંખ્ય-અસંખ્ય પુરાશિએ સૂક્ષ્મમાંથી બાદર (દશ્યમાન શરીર-વીઝીબલ બોડી), બાદરમાંથી પ્રત્યેક (સ્વતંત્ર દેહ), પ્રત્યેકમાં એકેન્દ્રિય હોય, તેમાંથી ત્રાસપણું, તેમાં પણ પંચેન્દ્રિયપણું, તેમાં પણ સંજ્ઞીપંચેન્દ્રિયપણું પામે છે. જનાવર થવા પણ કેટલું પુણ્ય જોઈએ? જનાવર જેટલી શક્તિ પણ સંસારમાં બહુ અલ્પ જીવોને મળી છે.
ઘણા આત્મા પુણ્ય-પાપ/પરલોક વગેરેને માને, માનવતાદિનાં સત્કાર્યો કરતા હોય, સજ્જનને શોભે તેવું જીવન જીવતા હોય, તે બધાથી પુણ્યપ્રકૃતિ બાંધે, તેનું લેવલ પંચેન્દ્રિય સુધી લઈ જાય પણ તિર્યંચગતિને વટાવી ન શકે. કારણ માયાદિ, આર્તધ્યાન, વક્રતા, આસક્તિ, પાપના ભાવો, રૌદ્રધ્યાન બધું પડ્યું હોય. એટલે કૂતરો થાય પણ પુણ્યપ્રકૃતિ હોય એટલે શેઠ સારી રીતે પંપાળે. એટલે પુણ્યપ્રકૃતિ આ લેવલની જ મળે. તેનાથી આગળનું લેવલ નથી. સંજ્ઞી તિર્યંચ-પંચેન્દ્રિય પછીની ઉપરની ગતિઓ સગતિ ગણાય. ભલે, ત્યાં પણ ધર્મારાધનાની સામગ્રી હોય તેવું નહીં. આસ્તિક અને શ્રદ્ધાળમાં પણ તપત્યાગ વગેરેની બીજી આરાધના ન હોય તો તિર્યચપંચેન્દ્રિયગતિ બાંધે. દુર્ગતિની આ છેલ્લી રેન્જ છે.
સભા: માયા તો અત્યારે જીવનશૈલી (લાઈફસ્ટાઈલ) બની ગઈ છે. મ.સા. : સંસારમાં તમે જે જીવનશૈલી અપનાવી છે, તેના કરતાં કંઈ ગણી સારી જીવનશૈલી ભગવાનના શ્રાવક અપનાવી શકતા હતા. હું કહું છું તે અશક્ય છે તેવું નથી. માત્ર જે છે તેના કરતાં વધારે શ્રીમંતાઇ/હોશિયારી/કળા/ગુણવત્તા/ધર્મદાનવીરતા બતાવવાની વૃત્તિ નથી કરવી એટલું નક્કી કરો.
સભા : માયા છોડીને આવ્યા છતાં માયા કેમ કરીએ છીએ? મ.સા. ઃ આ ભવ માયા છોડવાથી જ મળે એવું નથી. સદ્ગતિનાં છએ છ કારણો પકડીને આત્મસાતુ/ઓતપ્રોત કરી આવ્યા છો તેવું નથી ને? અમુક સદ્દગતિનું કારણ પકડી લીધું હતું માટે અહીં આવી ગયા. પણ આકસ્મિક રીતે (એક્સીડેન્ટલી) પણ આ ભવ પામી ગયા છો, એવું નથી. હવે જે કોઇ કારણથી સદ્ગતિ પામ્યા, પણ પામ્યા
કાકા ની વહુ થઈ છે. (સદ્ગતિ તમારા હાથમાં )
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org