Book Title: Sadgati Tamara Hathma
Author(s): Yugbhushanvijay
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 172
________________ નહીં જ જાય. ક્ષુદ્રતાપૂર્વકના રાગદ્વેષના ભાવોને જીવનમાંથી તિલાંજલિ આપો. પછી વિકલૈંદ્રિયની ગતિ તો અટકી જશે. તિએચપંચેન્દ્રિયબંધ પ્રાયોગ્ય ભાવો - સૌથી ઊંચી દુર્ગતિ તિર્યચપંચેન્દ્રિયની ગતિ. તેમાં બે ભેદ- (૧) સંજ્ઞી અને (૨) અસંજ્ઞી. અસંજ્ઞી તિર્યંચપંચેન્દ્રિય જીવને ધર્મ પાળવાની શક્યતા નથી. સંશી તિર્યચપંચેન્દ્રિય પણ ભાગ્યે જ ધર્મ પામી શકે. અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના ભવોમાં આત્મકલ્યાણનો તો કોઇ અવસર જ નથી, પછી ભલે સામે તીર્થકરો આવે, તો તીર્થકર તેમને જોઈ ચાલતા થાય, પણ તેમને કાંઇ ન કરી શકે. તીર્થકરો પણ શું ઉપદેશ આપી શકે? સભા આયુનો બંધ પડી ગયો હોય તો? મ.સા. તો એકવાર તે ગતિમાં જવું પડે. મરુભૂતિને છેલ્લી ઘડીએ આયુષ્યનો બંધ પડ્યો. આખું જીવન ધર્મ કર્યો ત્યારે બંધ પડ્યો હોત તો? પણ આખી જિંદગી ધર્મ કર્યો એટલે પુણ્યનો ખડકલો છે. બીજા હાથીના ભાવમાં અમુક સમય રખડ્યા. તેમાં શું થયું? આ બાજુ અરવિંદ રાજા મરુભૂતિનું મૃત્યુ થયા પછી વૈરાગ્ય પામીને દીક્ષા લઇ કાઉસ્સગ્ગ ધ્યાનમાં ઊભા છે. પ્રશાંતભાવથી સાધના કરી રહ્યા છે. તેમને જોઈને હાથી પૂર્વભવના સ્મરણથી જાતિસ્મરણપૂર્વક પ્રતિબોધ પામે છે. હવે આ નિમિત્ત કોણે આપ્યું? પુણ્ય. એટલે એકવાર આયુષ્ય બંધાયું પણ હાથ કોણે પકડ્યો? આગળના પુણ્ય જ ને? આયુષ્ય બંધાયું કે ન બંધાય પણ તમે સાવધાન થશો તો ધર્મારાધના દ્વારા નુકસાન છે જ નહીં, એકાંતે ફાયદો જ છે. માત્ર સાવધાન થવાનું જ વિચારવાનું. ખ્યાલ આવે ત્યારથી દુર્ગતિનો બંધ અટકે તેવું કરો. શાસ્ત્રમાં નરકની જેમ તિર્યંચનાં સામાન્ય કારણો બતાવ્યાં છે. નરકગતિમાં જેમ ક્રૂરતા સામાન્ય કારણ, તેવી રીતે જેટલા તિર્યંચમાં જાય છે તેમાં માયા સામાન્ય કારણ છે. પશુઓમાં માયાવી વૃત્તિ હોય. પશુ પ્રાયઃ કરીને માયાવી હોય. જન્મથી જ માયા આત્મસાત. તે ભવમાં જવાનું કારણ પણ આવી માયા જ છે. દુર્ગતિનું સામાન્ય કારણ મિથ્યાત્વ. તે ન હોય તો દુર્ગતિ બાંધે જ નહીં. મિથ્યાત્વ હોય છતાં બીજાં સગતિનાં કારણોમાંનું એક કારણ હોય તો દુર્ગતિ ન બંધાય. તત્ત્વાર્થસૂત્રમાં પૂ.ઉમાસ્વાતિ મહારાજ સાહેબ ફરમાવે છે કે “માયા તૈર્યગ્યાનસ્ય !” આ માયા મિથ્યાત્વના ઘરની જ લેવાની, કેમકે દુર્ગતિગામિની છે. આ માયા તિર્યંચયોનિનું કેમ કારણ છે? તો દરેક પશુમાં કંઈ ને કંઈ સંતાડવાની | છૂપાવવાની/ઠગવાની વૃત્તિઓ હોય જ છે. દા.ત. ઘણાં કૂતરાંને ગમે તેટલું ખાવા આપો તો પણ ધીમે રહી રોટલો પકડી કોઈ ન જુએ તે રીતે ખૂણામાં ચાલ્યું જશે. નાના મચ્છરને પણ કરડવું હોય તો ધીમે ધીમે સલૂકાઇથી બેસશે, પછી ઊડવાનું હોય ત્યારે ડિંખ મારી ઊડતો ચાલ્યો જાય. માંકડ ઓશીકામાં ભરાઈ રહે, જરાક ચટકો ભરે પછી (૧૬૭) વાત સદ્ગતિ તમારા હાથમાં !) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 170 171 172 173 174 175 176 177 178