________________
પછી એનો સદુપયોગ કરવાની વાત રાખો. ભૂતકાળની નિરુપયોગી વાત કરવાનો કોઈ અર્થ નથી. ભૂતકાળને ખોટા દૃષ્ટિકોણથી યાદ કરી સંસ્મરણ કરશો તો કોઇ લાભ નથી. ભૂતકાળની ભૂલોથી બચવા ભૂતકાળને યાદ કરો. ઘણા જીવનના વિધેયાત્મક દૃષ્ટિકોણથી આવું જ વિચારવાનું કહે છે કે વર્તમાનમાં જીવો, ભૂતકાળને ભૂલી જાવ અને ભવિષ્યની ચિંતા ન કરો, (લીવ ઈન પ્રેઝન્ટાફરગેટ ધ પાસ્ટ એન્ડ ડોન્ટ વરી એબાઉટ ફ્યુચર) તો તે પણ ખોટું છે. શાસ્ત્ર કહે છે કે જે ખાલી વર્તમાનમાં જીવે છે તે અમારી દષ્ટિએ અધર્માત્મા/નાસ્તિક છે. ભવિષ્યની ચિંતા નહીં એટલે આસ્તિક નહીં. આસ્તિક માનો એટલે દીર્ધદષ્ટિ આવવી જ જોઈએ.
સભા : પડશે તેવા દેવાશે. મ.સા. આ સારા વિચારક માણસોનાં સૂત્રો નથી. મરતાં સુધીનો અને મર્યા પછીના જીવનનો વિચાર કરવાનો છે. આપણે સારી વાત તો હજી ભૂલીએ પણ ખરાબ તો ભૂલતા જ નથી. આ પ્રકૃતિ બદલવી જોઇએ.
સભા આ માનવસ્વભાવ છે.(ઇટ ઇઝ હ્યુમન સાયકોલોજી) .મ.સા. આ ભૂલ છે. ઘણા એવા છે જે આ સાયકોલોજીની ઉપરવટ (બીયોન્ડ) થઈ
જીવતા હોય છે. આ સામાન્ય માનવસ્વભાવ (કોમન હ્યુમન સાયકોલોજી) નથી. છોડવી હોય તો છોડી શકો છો. ૮૪ લાખ યોનિમાં, ચારેય ગતિમાં, આ ભવનો સૌથી વધારે મહિમા ગાયો; તેનું કારણ આ ભવમાં જે મન મળે છે, તેની વિકાસ માટેની જે શક્તિ છે, તે બીજા કોઇના મનની નથી. આમ જોઈએ તો દેવતાના પ્રભાવ પાસે આપણે વામણા છીએ. છતાં માનવ પાસે વિશેષ શક્તિ શું છે, જેની પાસે દેવતા પણ કાંઇ નથી? તો તે તેને મળેલી મનની શક્તિ છે. મનની શક્તિ ધારે તો સંકલ્પબળ દ્વારા ત્યાગ/વિરતિ કરી શકે. દેવતા કરતાં તમારું મન મજબૂત(પાવરફુલ) છે. તમારા મન પાસે દેવતા પાણી ભરે. ઈન્દ્ર મહારાજાએ ઇન્દ્રસભામાં શું કહ્યું? ત્રણ લોકના દેવતા ભેગા થાય તો પણ આઠ વર્ષના મહાવીરને ડરાવવાની તાકાત નથી. આ મનની તાકાત જ છે ને? તમને એવો ભવ/યોનિ મળી છે કે, તમે ધારો તેટલી પ્રકૃતિ બદલી શકો. માનવમન જેવું પરિવર્તનશીલ બીજું કોઈ નથી. તે રીતની ફલેક્સીબીલીટી (પરિવર્તનશીલતા) જન્મથી જ મળે છે. માનવભવમાં માનવમન એ કુદરતની શ્રેષ્ઠ ભેટ (ગીફ્ટ) છે, જે મન દુનિયાની કોઈ જીવાયોનિમાં નથી મળતું.
સભા દૃષ્ટાંત આપશો? મ.સા. વર્તમાનમાં એવા માણસ છે, જે સંકલ્પ દ્વારા ગમે તેવી ક્રોધિષ્ઠ પ્રકૃતિને શાંતપ્રશાંત કરી શકે છે. કોઈ મહાક્રોધીને જીવનમાંથી બોધપાઠ મળતાં એવી પ્રકૃતિ શાંત થઈ કે હવે માથાં પછાડી મરી જાવ તો પણ તેને ગુસ્સો ન આવે. દષ્ટાંત-અચ્યકારી (સદ્ગતિ તમારા હાથમાં !)
તેને ૧૭૦)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org