Book Title: Sadgati Tamara Hathma
Author(s): Yugbhushanvijay
Publisher: Gitarth Ganga
Catalog link: https://jainqq.org/explore/005324/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ અકામ નીજરા મંદ ક્યાય શુભ લેશ્યા E ત તમારા હાથમાં! tions Internation ગણિવર્ય શ્રી પ્રવચનકાર : પૂ. -**** . 1 યુગભૂષણ and Private Only શુભ ધ્યાન ગુણ સ્થાનક વિજયજી (પંડિત દ્રવ્ય થી વિરતી મ.સા.) Page #2 -------------------------------------------------------------------------- ________________ सदगति तभारा हाधमा याने (सद्गतिनां छहारो) -: आशीर्वााता :पर्शनविद, अध्यात्मगुरासंपन्न प.पू. मुनिराश श्री भोषितविलय भ.सा. (भोटा पंडित महारार) -: प्रवयनहार :सिद्धांत महोघधि, साहित्यनिश स्व. आयार्यध्वेश श्रीभ विषय प्रेमसूरीश्वर महाराना शिष्यरत्न व्याण्यानवायस्पति, सुविशालगम्छाधिपति स्व. मायार्थहवेश श्रीभविश्य राभयंद्रसूरीश्वरस्य महाराना शिष्यरत्न सूक्ष्मतत्त्वविवेयष्ठ, समर्थ व्याज्याता प.पू. गशिवर्य श्री युगभूषविषय भ.सा. (नाना पंडित महाराष) वी.सं. २५२६ वि.सं. २०५६ छ.स. २००० नाल-३००० -: प्रधाशष्ठ: गाताथी , न भयंट सोसायटी, इत्तेहपुरा रोऽ, पालडी, अभावाह-७. -: माथि सहयोग :સ્વ. કપૂરચંદ ગુલાબચંદ સંઘવી તથા સ્વ. વસંતબેન ક. સંઘવીના આત્મશ્રેયાર્થે તેમની પૌત્રી જલ્પા તથા પરિવાર તરફથી Jain Educationa International For Personal and Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ આમુખ રાગ-દ્વેષ રહિત એવા સર્વજ્ઞ ભગવંતો કહે છે કે, આ જીવ અનાદિ કાળથી આ સંસારના ઇતિહાસમાં જેટલીવાર દુર્ગતિને પામ્યો છે તેના કરતાં કંઈ ગણી ઓછીવાર સદ્દગતિને માંડ માંડ પામ્યો છે. અહીં સગતિનો અર્થ એ છે કે, સત્ એટલે સુંદર, સારું; ગતિ એટલે ગમન, એટલે કે પાંચેય ઇન્દ્રિયોના સુંદર વિષયોમાં ગમન થઈ શકે, એટલે કે તેનો ભોગવટો થઇ શકે તે સ્થાન; પાંચેય ઇન્દ્રિયોના વિષયોની સાથે સાથે તીર્થકર ભગવંતો, કેવલી ભગવંતો, ગણધર ભગવંતો, જિનપ્રતિમાઓ, જૈનધર્મશાસ્ત્રો આદિનો સુયોગ થાય તેવું સ્થાન. આ વાત વ્યવહારથી છે. વાસ્તવિક રીતે તો સતનો અર્થ ઋજુસૂત્રઉપજીવીસંગ્રહનયથી આત્મા-બ્રહ્મ એવો થાય છે. ગતિ એટલે ગમન અર્થાત્ અશુદ્ધ આત્માનું શુદ્ધ આત્મા તરફનું ગમન, ભૌતિક સુખ ત્યજીને આધ્યાત્મિક સુખ પ્રાપ્ત કરવા માટેનું ગમન, તે સદ્ગતિ. આ સદ્ગતિ કરાવવા માટે પરમ પૂજ્ય પંડિત મહારાજ સાહેબે જે વ્યાખ્યાનો સુંદર શૈલીમાં આપેલાં છે, તેનું આ પુસ્તકમાં સુંદર સંકલન કર્યું છે, માટે આ પુસ્તકનું નામ “સગતિ તમારા હાથમાં” એ રાખવામાં આવેલ છે. તેમાં સદ્ગતિનો અર્થ ઉપર જણાવેલ છે. “તમારા હાથમાં” એ શબ્દો પણ ઘણું સૂચવે છે. એ જણાવે છે કે, સદ્ગતિ એ પણ પ્રધાનપણે જીવના પુરુષાર્થથી સાધ્ય છે; પુરુષાર્થ, કર્મ, ભવિતવ્યતા આદિ પાંચ કારણો દ્વારા જ થતા કોઇપણ કાર્ય પૈકી, આધ્યાત્મિક વિકાસ કરવારૂપ કાર્યમાં પ્રાય: પુરુષાર્થની જ પ્રધાનતા છે, તેમ એ શબ્દો સૂચવે છે. મુખપૃષ્ઠમાં જે ચૌદરાજલોક દર્શાવ્યા છે, તે જણાવે છે કે, ગતિ તો લોકમાં જ થાય છે, અલોકમાં નહીં, અને તેમાં પણ સદ્ગતિ ચૌદરાજલોકની આજુબાજુ દર્શાવેલ છ કારણથી થાય છે. મુખપૃષ્ઠમાં દર્શાવેલ ચિત્રમાં છ લેશ્યા, દેવવિમાન અને પરમાત્મતત્ત્વ છે. તેમાંથી છ વેશ્યાનું ચિત્ર જણાવે છે કે, જીવ તાત્ત્વિક પ્રણિધાન, પ્રવૃત્તિ આદિ શુભ આશયો વગર છ લેશ્યાઓ કરીને અનાદિકાળથી દુર્ગતિ અને વ્યવહારિક સંગતિમાં ફરતો રહ્યો, પણ પરમગતિ તરફ તેણે પ્રયાણ કર્યું નથી. દેવવિમાનનું ચિત્ર સૂચવે છે કે, જીવ પ્રણિધાન, પ્રવૃત્તિ આદિ શુભ આશયોથી યુક્ત ગુણસ્થાનક દ્વારા પરમગતિનું કારણ બને તેવી સગતિને પામે છે અને પરંપરાએ પરમાત્મા-શુદ્ધ આત્માના સ્વરૂપને પામીને પરમગતિને પામે છે, તે વાત પરમાત્મતત્ત્વનું ચિત્ર સૂચવે છે. ઉમંગભાઈ અશોકભાઈ શાહ અમૂલ સોસાયટી, ઓપેરા, અમદાવાદ. For Personal and Private Use Only Jain Educationa International Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય “ગીતાર્થ ગંગા”નું મુખ્ય લક્ષ્ય તો આપણા ઉપકારી પૂર્વાચાર્યો જેવા કે પ.પૂ.આ.શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી આદિ રચિત જૈનશાસ્ત્રોમાં પથરાયેલાં વિવિધ પરમાર્થી તત્ત્વોનાં રહસ્યોનું નય, નિક્ષેપ, વ્યવહાર, નિશ્ચય સાપેક્ષ અર્થગાંભીર્યપૂર્ણ વિશ્લેષણ કરવાનું છે, જેથી શ્રી જૈનસંઘને તે તે પદાર્થોના સર્વાગી બોધમાં સહાયતા મળે. આ કાર્ય અત્યંત વિસ્તારવાળું અને ગહન છે. ઘણા સાધુ-સાધ્વીજી ભગવંતો આમાં સહાય કરી રહ્યા છે, શ્રાવકો અને શ્રાવિકાઓ પણ સૌ સૌને યોગ્ય કાર્યો સંભાળી રહ્યા છે, પરંતુ કામ સમય માંગી લે તેમ છે. દરમ્યાન શ્રીસંઘમાંથી જિજ્ઞાસુ મુમુક્ષો તથા શ્રાવકોશ્રાવિકાઓ તરફથી એવી માંગ વારંવાર આવે છે કે પૂ. મુનિરાજ શ્રી મોહજિતવિજયજી મ.સા. તથા પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી મ.સા.નાં અપાયેલાં જુદા જુદા વિષયો પરનાં વ્યાખ્યાનો તથા પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતાએ વિવિધ શાસ્ત્રીય વિષયો પર કરેલાં વિવેચનો છપાવીને તૈયાર કરવામાં આવે તો સકળ સંઘને ચોક્કસ લાભદાયી નીવડે. આવી વિનંતીઓને લક્ષ્યમાં રાખીને ટ્રસ્ટે નક્કી કર્યું છે કે આવાં વ્યાખ્યાનો તથા વિવેચનોના વિષયો અંગેનાં પુસ્તકો પ્રકાશિત કરવા અને તેને માત્ર એક સંલગ્ન પ્રવૃત્તિ તરીકે સ્વીકારવી. આ કામ ગીતાર્થ ગંગાના મૂળ લક્ષથી સહેજ ફંટાય છે, બોધની વિવિધતા અને સરળતાની દષ્ટિએ પણ ભિન્ન પ્રકારે છે, છતાં તત્ત્વ જિજ્ઞાસુ માટે હિતકારી હોવાથી ઉપર્યુક્ત વિનંતી લક્ષ્યમાં રાખીને પ્રધાન કાર્ય જયાં સુધી બહાર ન આવે ત્યાં સુધી કામચલાઉ ધોરણે પૂરક પ્રવૃત્તિ તરીકે સ્વીકારવામાં આવ્યું છે. તત્ત્વ જિજ્ઞાસુ જીવો માટે આવાં પુસ્તકો સમ્યકજ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધનામાં ઉપયોગી થશે તેવી આશા સહિત ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. ટ્રસ્ટી ગણ ગીતાર્થ ગંગા પુસ્તકની ૧૫૦૦ નકલ માત્ર ૧ માસ જેટલાં ટૂકાં સમયમાં જ વેચાઇ જવાથી દ્વિતીય આવૃત્તિ પ્રકાશિત થઇ રહી છે. Jain Educationa International For Personal and Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિ સ્થાન -: ગીતાર્થ ગંગા : ૫, , જૈન મર્ચંટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. ફોન નંબર - ૬૬૦ ૪૯ ૧૧ -: નિકુંજભાઈ ૨. ભંડારી ઃ વિષ્ણુભાઇ, ત્રીજે માળે, ગરવારે પેવેલીયનની સામે, ડી રોડ, ચર્ચગેટ, મુંબઈ-૨૦. ફોન નંબર - (૦૨૨) - ૨૮૧૪૦૪૮, ૨૮૧ ૦૧ ૯૫ -: શૈલેષભાઈ બી. શાહ : ૯, દિવ્યજ્યોતિ એપાર્ટમેન્ટ, ધોડાદોડ, અઠવા લાઇન્સ, સુરત. ફોન નંબર – (૦૨૬૧) – (ઘર) ૬૬ ૬૩ ૫૨ (ઓ) ૪૩૯૧ ૬૦, ૪૩ ૯૧ ૬૩ -: નટવરભાઈ એમ. શાહ, (આફ્રીકાવાળા) : ૯, પરિશ્રમ બેંક ઓફ ઇન્ડીયા સોસાયટી, વિજયનગર ક્રોસીંગ પાસે, અમદાવાદ-૧૩. ફોન નંબર - ૭૪૭૮૫૧૨, ૭૪૭૮૬૧૧ -: કમલેશભાઇ દામાણી : “જિનાજ્ઞા”, ૨૭, કરણપરા, રાજકોટ-૩૬૦ ૦૦૧, ફોન નંબર - (૦૨૮૧) - (ઘર) ૨૩૩૧૨૦ -: ઉદયભાઈ શાહ : C/o, મહાવીર ટ્રેડીંગ, C- 9, સુપર માર્કેટ, જયશ્રી ટોકીઝની સામે, જામનગર. ફોન નંબર - (૦૨૮૮) - ૬૭૮૫૧૩ -: વિમલચંદજી : C/o, ૩. NEMKUMAR & COMPANY, Kundan Market, D.S.Lane, Chickpet Cross, Bangalore-560 053, Phone. no. (O) 2875262, (R) 2259925. 新卐 卐 : પ્રીન્ટેડ બાય : ‘એમ.બાબુલાલ પ્રિન્ટરી' ફતેહભાઈની હવેલી, રતનપોળ, અમદાવાદ-૧. ફોન- ૫૩૫૭૫૭૭, ૫૩૨૭૧૭૭. Jain Educationa International For Personal and Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ સદ્ગતિ તમારા હાથમાં! વ્યાખ્યાન: ૧ તા. ૩-૬-૧૯૯૬, સોમવાર અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓ જગતના જીવમાત્રને સર્વ કર્મનો ક્ષય કરાવવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. મહાપુરુષોની દષ્ટિએ આત્માને કોઇપણ બંધન હોય તો તે કર્મનું બંધન છે. જીવનમાં જેટલી પરાધીનતા/પરવશતા છે, તેમાં જો કોઈ કારણ હોય તો તે કર્મ જ છે, તેવું શાસ્ત્રકારોનું નિદાન છે. તમારે શરીરની પણ ઘણી ડીપેન્ડન્સી (પરતંત્રતા) છે, એટલે શરીર કામ આપે તો કાંઈ પ્રવૃત્તિ કરી શકો, ઇન્દ્રિયો પણ કાંઈ સહકાર આપે તો જ્ઞાન વગેરે મેળવી શકો. આ ઇન્દ્રિયદેિહ બધાની પરવશતાનું મૂળ કારણ આત્માને લાગેલું કર્મ છે. જો તે કર્મ ન હોય તો આ પરાધીનતા/પરવશતા અને તેનાથી ઊભાં થતાં પ્રોબ્લેમ્સ રાહ નહિ. અત્યારે બધાથી સાવચેતી રાખવી પડે છે, પણ આત્મા તો અરૂપી/નિરંજન નિરાકાર છે, તેને વાગવા/દુઃખવાનો સવાલ જ નથી; પણ અત્યારે તે શરીરરૂપી પાંજરામાં પુરાયેલો છે, માટે આ બધાં પ્રોબ્લેમ્સ છે. તે બધામાં મૂળ કારણ કર્મ જ છે. માટે જ્યાં સુધી આ કર્મ પ્રત્યે દ્વેષ,અરુચિ ન થાય અને તેનો ક્ષય કરી તેનાથી છૂટવાનું મન ન થાય, ત્યાં સુધી સાચો ધર્મ કરવાનું મન ન થાય. વળી કર્મ આપણને પ્રતિક્ષણ લાગી જ રહ્યું છે. એક પણ ક્ષણ એવી નથી કે આત્મા પર સતત કર્મનો પ્રવાહ ચાલુ ન હોય. અને જૈનશાસનના કર્મવાદના સિદ્ધાંત પ્રમાણે વગર વાંકે કર્મની કોઈ સજા નથી. કુદરતની વ્યવસ્થા જ એવી છે કે વાંકગુનો હોય તેને જ સજા થાય છે. કર્મના સિદ્ધાંત પર વિશ્વાસ હોય તો માનવું જ પડે કે અપરાધની સજારૂપે જ કર્મ ચોંટે છે. આ કર્મ શા માટે લાગે છે? અને તે કર્મબંધનાં કારણો શું છે? તે નહીં સમજીએ ત્યાં સુધી બંધની સજામાંથી છટકી નહીં શકીએ. પણ તમને જો આલોક પરલોક પર જ શંકા હશે તો અમારી વાતો નહીં બેસે. “હું આત્મા છું, મારું સ્વરૂપ દેહથી ભિન્ન છે અને તે બધું કર્મના સંયોગથી છે. તેનાથી જ મારા આલોક-પરલોક ઘડાય છે,” વગેરે સત્યો નહિ સમજો તો કર્મથી છૂટવા જે સાધના કરવાની છે તેમાં ઉત્કંઠા નહિ જાગે. તમને કર્મના બંધનમાંથી મુક્ત કરવા ધર્મ છે. પણ તે બંધન, બંધન જ ન લાગે અને મુક્ત થવાની ઇચ્છા જ ન હોય તો ધર્મની જરૂરિયાત લાગે? આજે તમારે ધર્મની સાચી જરૂર છે? સભા સુખ-સાહ્યબીમાં ધર્મ જરૂરી નથી લાગતો. મ.સા. ? તો ધર્મ તમારા સુખ-સાહ્યબી છીનવી લેવા માંગે છે? ધર્મ તો જીવમાત્રને સુખ-સાહ્યબી આપવાની વાત કરે છે, અને તે માટે ધર્મના શરણે ગયા સિવાય છૂટકો નથી. તીર્થકરોને પણ સુખ જોઈતું હતું માટે જ સાધના કરી અને સાધના કરીને પૂર્ણ સુખને પામ્યા હતા. તમારા કરતાં ભગવાનને દુઃખ સાથે કંઇગણો વિરોધ હતો. ( ૧ ) શ (સદ્ગતિ તમારા હાથમાં !) Jain Educationa International For Personal and Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ તમે તો હજી દુ:ખ સાથે કોમ્પ્રોમાઇઝ (સમાધાન) કરી કરીને જીવો છો. સંડાસ-પેશાબ વગેરેમાં મઝા આવે છે? છતાં તે દુ:ખ સાથે સમાધાન કરી લીધું ને? તમે દુઃખ સાથે સમાધાન ન કરો તો એક દિવસ ઘરમાં પણ ન રહી શકો. ઘરમાં પણ દીકરા-પત્ની સાથે સમાધાન કરી લીધું છે ને? જીવનમાં ઘણાં દુ:ખોને “આ તો આમ જ હોય” એમ કરી સ્વીકાર કરી લીધાં છે. જયારે ભગવાનને તો સ્ટેજ પણ દુઃખ નહોતું જોઇતું અને પરિપૂર્ણ સુખ જોઇતું હતું. માટે જ ભગવાને સંસાર છોડી મોક્ષ પસંદ કર્યો, તમને સંસારની ઘણી જગાઓ પસંદ પડે તેવી છે ને? ભગવાનને રતિભાર પણ દુઃખ પસંદ નહોતું. તમને મીઠાઈ ખાવા મળતી હોય તો દંડા ખાવા તૈયાર ને? તમને દુઃખ સાથે જેટલો વિરોધ છે તેના કરતાં કંઇગણો વિરોધ ભગવાનને હતો. માટે તમને સુખ સાહ્યબી જોઇએ તેની સામે વાંધો નથી. પરાકાષ્ઠાની સુખસાહ્યબી મોક્ષમાં છે. જેની પાસે પરમ ઐશ્વર્ય/શક્તિ/આનંદ સુખ છે તેનું નામ જ ઈશ્વરને? ભગવાન દુઃખી હોય? પરમ સુખ/સત્તા સંપત્તિ વૈભવમાં તૃપ્ત હોય તેને જ આપણે પરમેશ્વર કહીએ છીએ. માટે તમને સુખસાહ્યબી જોઇએ તેની સાથે અમને વાંધો નથી, પણ તે કેવાં જોઈએ છે? તમે દુ:ખ/ઉપાધિને સુખસાહ્યબી માન્યાં છે અને ખરાં સુખસાહ્યબીને ઓળખ્યાં નથી. ભૌતિક સુખમાં સાચું સુખ પુરવાર થાય તો તેને માથે લઈ ફરો, અમને વાંધો નથી. પણ ભૌતિક સુખ/સંપત્તિથી આજ સુધીમાં કોઇ સુખી થયો હોય તેવો એક પણ દાખલો ખરો? સત્તાધીશોને ચેન શાંતિ છે? કે ચિંતાનો ખડકલો છે? તમને લાગે કે સત્તા એટલે બધા કંટ્રોલમાં રહે, પણ બધા એમને એમ જ કંટ્રોલમાં રહે કે કંટ્રોલમાં રાખવાની ચિંતા રાખવી પડે? સત્તાધીશ એકલો બહાર નીકળી ન શકે, ડબ્લોપીલોમાં પણ મઝથી સૂઈ ન શકે. અમદાવાદમાં ફૂટપાથ પર મઝથી સૂઈ જનારા કેટલા? અને એરકન્ડીશનમાં મઝથી સૂઈ જનારા કેટલા? વળી આજના સત્તાધીશોને તો લોકોની પણ ગાળો જ ખાવાની ને? છતાં તમને બધાને ત્યાં લાડવા દેખાય છે. આ બુદ્ધિનો ભેદ છે. સુખસત્તાને ઓળખ્યાં નથી. જ્યાં સુધી બુદ્ધિનો આ મહાભ્રમ દૂર ન થાય ત્યાં સુધી લક્ષ્ય બદલાવાનું નથી. ધ્યેય ઊલટાં હશે તો પુરુષાર્થની દિશા પણ ઊલટી જ રહેવાની. કર્મ બંધન છે. તેનાથી દુ:ખ/ઉપાધિ ઊભાં કર્યા છે. તે સમજી સમજી તેનાથી બહાર નીકળવાનું છે. અહીં મેં વિષય લીધો છે સદ્ગતિનાં કારણો કેટલાં? દુર્ગતિનાં કારણો કેટલાં? તમે પરલોકમાં ક્યાં જશો તેની હજી શંકા છે કે સદ્ગતિ રીઝર્વ(અનામત) છે? યાદ રાખજો પરલોકમાં જવાનું તો નક્કી જ છે. તમે નાસ્તિક હો અને આત્મા/પરલોક ન માનો તો જુદી વાત, પણ તે છતાં પરલોક ભૂંસાઈ જવાનો નથી. તમારી ઈચ્છા મુજબ દુનિયા ચાલતી નથી. સામે ભીંત છે, તે તમે ન માનો અને ચાલશો તો ભીંત સાથે અથડાશો. ભીંત નહીં માનો તેટલા માત્રથી ભીંતથી બચી નહિ શકો. ઘણાં સત્યો વાસ્તવિક છે, જેનો સ્વીકાર કર્યા સિવાય છૂટકો જ નથી. “હું આત્મા છું, મરીને ક્યાંક જવાનું છે, પચાસ-સાઈઠ વર્ષની આ જિંદગી જ મારું અસ્તિત્વ નથી, પણ ભૂતકાળ ભવિષ્યકાળ અનંતકાલ છે.” માટે આ જીવનમાં અપેક્ષા પૂરી થાય એટલે કામ પતી (સદ્ગતિ તમારા હાથમાં!) તો કરે [૨] Jain Educationa International For Personal and Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ ગયું અને પરલોકનો વિચાર પણ ન આવતો હોય તો માનવાનું કે તમને ધર્મનાં મૂળભૂત સત્યો હજી હૃદયમાં બેઠાં નથી. પરલોક નજર સામે દેખાતો હોય તો પ્રશ્ન થવો જ જોઇએ કે મારે મરીને ક્યાં જવું છે? સંસારમાં ચાલુ ઘર નાનું પડતું હોય અને બીજે રહેવા જવાનું હોય તો એરીયા કેવો પસંદ કરો? અરે! દસ-વીસ દિવસ માટે બહારગામ જવાનું હોય તો પણ નાસ્તા, બેડીંગ બધું તૈયાર કરો ને? ત્યાં જઈ આવ્યા હોય તેવા ચાર જણને પૂછી આવે કે ત્યાં શું સગવડ છે? આજુબાજુ બધું કેવું છે? પરંતુ અહીંથી આંખ મીંચાયા પછી જ્યાં જવાનું છે તેની કોઈ તૈયારી ખરી? સભા પરલોક પ્રત્યક્ષ દેખાતો નથી! મ.સા. એટલે ભગવાન ભલે આલોક/પરલોકની વાત કહેતા હોય, પણ અમને વિશ્વાસ બેઠો નથી, એમ જ કહો છો ને? સભા વિશ્વાસ છે પણ ગંભીરતા નથી. મ.સા. જિંદગીમાં જેને માનતા હો અને તેના માટે જોખમ દેખાય તો સાવચેત થયા વિના રહો? સભા આત્મા/પરલોક માટે બેદરકાર છીએ. મ.સા.ઃ બેદરકાર કેમ છો? માનતા નથી માટે જ ને? પણ તમને કોઈ ડોક્ટર કહે, આ લાઇફ સ્ટાઇલ(જીવનપધ્ધતિ)થી તમને બે-ત્રણ વર્ષમાં ભારે રોગ થશે, તો બેદરકાર રહો? પછી ડોક્ટર પર વિશ્વાસ જ ન હોય તો જુદી વાત, પણ ડોક્ટરના જ્ઞાન પર વિશ્વાસ હોય, રીલાયેબલ(વિશ્વાસપાત્ર) માણસ લાગે અને કન્સલ્ટ કર્યા પછી આવું કહે તો શું કરો? બેદરકાર રહો કે સાવચેત થાઓ? સભા પ્રીકોશન(પગલાં) લઇએ. મ.સા : અને કદાચ ન લઈ શકો તો પણ ચિંતા તો થાય ને? અને અહીં ડેન્જર પોઇન્ટસ(ભયસ્થાન) બતાવીએ છીએ છતાં ચિંતા કેમ નથી? અમારા કરતાં ડોક્ટર પર વધુ વિશ્વાસ છે? તમને ડોક્ટર/વકીલ/સી.એ. વગેરે પર જેટલો વિશ્વાસ છે તેના કરતાં પાંચ ટકા પણ અમારી વાત પર વિશ્વાસ છે? અને અમારી વાત પર વિશ્વાસ બેસી જાય તો ચેઇન્જ (પરિવર્તનો આવ્યા વગર રહે? અરે! આ દુનિયાના સામાન્ય માણસો પર જેટલો વિશ્વાસ છે તેટલો પણ તમને દેવ-ગુરુ-ધર્મ પર વિશ્વાસ નથી. સભા તમારી વાત પર વિશ્વાસ છે માટે જ અહીં આવીએ છીએ ને? મ.સા : લોકો અમારી પાસે ઘણી ઘણી રીતે આવે. અમારે તેમના આવવા પાછળનાં કારણો તપાસવાં પડે. દેરાસરમાં જનારા બધા ભગવાનને માને છે? ઘણા તો જે ભગવાનને માને છે તેમની આજ્ઞા પાળવાની આવે તો ઘસીને રીજેક્ટ(ઇન્કાર) કરી દે. ( ૩ ) શ . સદ્ગતિ તમારા હાથમાં ! કલાકારોના સન્માન કકકકકકક Jain Educationa International For Personal and Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ તમે અમારી પાસે આવો છો એટલે તમે અમારા ભગત એવું માનીએ તો અમે ભોળવાઈ ગયા માનવાનું. ડોક્ટરની વાતથી ગભરાઓ છો કેમકે ત્યાં વિશ્વાસ છે. અમારા પર એટલો વિશ્વાસ નથી, એટલે નિશ્ચિત થઈ બેઠા છો. જીવન જીવવામાં કદાચ ફેરફાર આવે કે ન પણ આવે, પણ અમારી વાત પર વિશ્વાસ હોય તો એક વાર ચિંતા તો ચાલુ થઈ જ જાય. અત્યારે તો તમારા જીવનમાં અમને પરલોકની ચિંતા જ દેખાતી નથી. તમારા મન પર આલોકની ઘણી ચિંતા/ટેન્શન છે. આલોકની જવાબદારીઓને રાતદિવસ વિચારો છો પણ પરલોકની કોઈ ચિંતા નથી. માટે અમારે પરલોકનું ટેન્શન ઊભું કરવું સભાઃ આટલું ઓછું છે? મ.સા : ના, એવું નથી. જે દિવસે પરલોકનું ટેન્શન ઊભું થશે તે દિવસે આલોકનાં ઘણાં ટેન્શન હળવાં થઈ જશે. પછી તો આલોકનાં પ્રોબ્લેમ્સ નોમીનલનહીંવત) લાગશે. અત્યારે હેજમાં ઓછું આવી જાય છે, પણ પછી તો થશે કે કીડી-મંકોડાના ભવમાં કોણે કેર(કાળજી) લીધી હતી? અત્યારે અબજો કીડીઓ મરે છે, કીડી પર કોઇનો પગ પડી જાય અને તરફડિયાં મારશે, તોયે ભૂખ-તરસનો કોઈ ભાવ પૂછશે? આવા ભવમાં આપણી પણ શું દશા હતી? તમને નરક દેખાતી નથી પણ આ બધા ભવો તો પ્રત્યક્ષ દેખાય છે ને? ઝાડપાન ધોમધખતા તાપમાં તપે છે, કોઈ છે પૂછનાર? ગમે તેટલી તપેલી જમીન પર પાંદડું તૂટીને પડશે તો કોઈ ઉપાડનાર ખરું? આ યાદ આવશે પછી તો આલોકનાં ઘણાં ટેન્શન/દુઃખો ઓછો થઈ જશે. ઘણા સ્ટેજમાં દુઃખી દુઃખી થઈ જાય છે. પરલોક દેખાવાનું ચાલુ થાય અને પરલોકની ચિંતા આવે, પછી આલોકનાં ટેન્શન દસ ટકા પણ નહિ રહે. વળી પરલોકદષ્ટિ આવશે પછી તો પરલોકના સ્થાનની પસંદગીની વાત પણ આવશે. અહીંથી ક્યાં જવું છે તો તમારા હાથની વાત છે ને? સભાઃ બંધ પડી ગયો હોય તો? મ.સાઃ એવું નક્કી નથી. નાની ઉંમરમાં ધર્મ પામનારને તો આયુષ્યબંધ ન પડ્યો હોય. આયુષ્યના છેલ્લા ૧/૩ ભાગમાં જ પરલોકનું આયુષ્ય બંધાય. વળી ઘણાને તો છેલ્લા પીરીયડમાં જ આયુષ્ય બંધાતું હોય છે; માટે સ્કોપ-શક્યતા છે. આ ભવછોડી પરભવમાં જવાનું છે તેમાં કોઈ શંકા નથી. જન્મેલા માટે મૃત્યુ તો નિશ્ચિત જ છે; પણ મૃત્યુ ક્યારે, કઈ રીતે આવશે તે નક્કી નથી. મૃત્યુ આગળથી સમાચાર આપીને નહિ આવે. આંખના પલકારામાં ઝડપી લે તોય કાંઇ કહેવાય નહિ. પણ પરલોકમાં જવાનું હોય તો ચોરાસી લાખ જીવાયોનિમાંથી કઈ યોનિ પસંદ કરવી છે? સભા દેવલોક મ.સા. તમને દેવલોકનાં વર્ણન સાંભળો એટલે મોંમાં પાણી છૂટે અને આમ પણ તમને જે જોઇએ તે દેવલોકમાં જ છે, મોક્ષમાં નથી ને? (સદ્ગતિ તમારા હાથમાં !) શકે શનિ ( ૪) Jain Educationa International For Personal and Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ સભા મૂળ આશય તો મોક્ષ જ છે. મ.સા.: મોક્ષ ગમે તેને દેવલોકમાં મઝા દેખાય? અને દેવલોકમાં મઝા દેખાય તેને મોક્ષનો ખ્યાલ પણ આવે? તમને મેળવવા લાયક બધી વસ્તુ સંસારમાં છે કે મોક્ષમાં છે? મનને પૂછો શું શું જોઈએ છે અને જે જોઇએ છે તેમાંની કઈ વસ્તુ મોક્ષમાં છે? પછી તો જોઇતું બધું સંસારમાં આવશે અને ન જોઇતું બધું મોક્ષમાં હશે. માટે રૂપાળો દેહ, યૌવન, મોજશોખનાં સુંદર સાધનો દેવવિમાનો/બંગલા/હરવાફરવાની વસ્તુઓ આ બધી વસ્તુઓ તો સંસારમાં જ છે ને? તમારે નથી જોઈતું તે બધું મોક્ષમાં સભા મોક્ષમાં પરમસુખ છે ને? મ.સા. શબ્દો ગોખ્યા કરે ન ચાલે, પણ પરમસુખ શેમાં છે તે મનમાં બેસવું જોઈએ. બાકી તો મોક્ષનું સુખ વાતોનાં વડાં લાગશે. કોઈ પૂછે, મોક્ષમાં છે તેમાંની કઈ વસ્તુ ગમી કે જેથી તમારે મોક્ષમાં જવું છે? તો શું કહો? સભાઃ કર્મબંધ ન થાય. મ.સા. તો પછી કર્મથી કંટાળ્યા છો? સભા : હા. મ.સા. તો પછી દુઃખ આપનારા કર્મથી કંટાળ્યા છે કે સુખ આપનારા કર્મથી કંટાળ્યા છો? પુણ્યથી કંટાળ્યા છો કે પાપથી? મોક્ષમાં પુણ્ય નથી માટે તે પણ મોક્ષમાં જતાં પહેલાં ખપાવવું પડશે. પુણય-પાપ બંનેથી મુક્તિ તે મોક્ષ. કર્મથી છૂટવું છે પણ પુણ્યકર્મને તો દોડીને બાઝી પડો તેમ છો. પુણ્ય બંધન નથી લાગતું, હારતોરા લાગે છે. માટે કર્મમાત્ર પ્રત્યે દ્વેષ,અરુચિ થઈ નથી અને આવી વ્યક્તિ મોક્ષનો દાવો કરે તો તે પોકળ કહેવાય કે સાચો? જીવનમાં ધર્મના ક્ષેત્રમાં ગમે તેટલાં આંધળુકિયાં કરશો ખબર નહિ પડે. શું મળશે તે જ પ્રશ્ન થશે. જાતને પૂછો-શું જોઈએ છે? મોક્ષ નથી જોઈતો તો શું કામ નથી જોઇતો? દેવલોકમાં પણ શું કામ જવું છે? એવું પૂછો તો ખુલાસો શું હશે? સભા ત્યાં મઝા છે. મ.સા. તો પછી શાસ્ત્ર કહે છે કે, દેવલોકમાં મઝા દેખાય તેને મોક્ષમાં દુઃખ દેખાય, અને મોક્ષમાં મઝા દેખાય તે જલદી દેવલોકને ઇચ્છે જ નહિ. આ કાળમાં ધર્મક્ષેત્રમાં તો રીટાયર્ડ ક્લાસ જ આવે. અહીં મોટાભાગના ધોળાવાળવાળા જ છે. સભા તેમને જ ધર્મની જરૂર છે ને? મ.સા : ના, સમજદારને તો જન્મે ત્યારથી જ ધર્મની જરૂર હોય. બેવકૂફને જ ધર્મની ( ૫ ) (સદ્ગતિ તમારા હાથમાં !) Jain Educationa International For Personal and Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ જરૂર ન પડે. જીવનમાં સુખી થવું હોય, દુઃખમાંથી મુક્ત થવું હોય તો ધર્મની જરૂર પડશે. ધર્મને શરણે ગયેલાને સુખ સાહ્યબી ન મળ્યાં હોય તેવું બન્યું નથી અને અધર્મના શરણે ગયેલાને દુઃખ/સંતાપ ન મળ્યાં હોય તેવું બન્યું નથી. માટે કહો કે અમારે સુખ/ શાંતિ નથી જોઇતાં, પરંતુ જો કહો કે સુખ-શાંતિ જોઇએ છે, તો અમે કહીએ છીએ કે તેના માટે ધર્મ સિવાય બીજો કોઇ ઓપ્શન(વિકલ્પ) નથી. ભૂતકાળમાં જેટલા જીવો સુખશાંતિ પામ્યા છે, તે બધા ધર્મના પ્રભાવે જ પામ્યા છે. વર્તમાનમાં પણ કોઇ સુખ/શાંતિ પામે છે, તો માનજો કે તે ધર્મનો જ પ્રભાવ છે. જેના જીવનમાં ધર્મ નથી તેના જીવનમાં ધર્મ ન હોવાથી હૈયામાં હોળી જ હશે તેમાં શંકા નથી. પણ હજી આ વાત તમને હૃદયમાં બેસતી નથી. જે દિવસે આ વાત હૃદયમાં બેસશે, તે દિવસે તમારું વલણ બદલાયા વિના રહેશે નહિ. આગમાં હાથ નાંખવા કોઇ તૈયાર થશે? અને પાણીમાં હાથ નાંખતાં કોઇ અચકાશે ખરો? તેમ જ્યારે ગણિત થયું કે ધર્મમાં હાથ નાંખવો તે સુખશાંતિ છે, અને અધર્મમાં હાથ નાંખવો તે દુઃખ-પીડા છે, તે દિવસે ધર્મ તરફ સાચું વલણ થયા વિના નહિ રહે. પણ હજી આવું દેખાતું નથી, બાકી તો વિચારવાની રીત જ જુદી હોય, જ્યાં જ્યાં સંતાપ દેખાશે ત્યાં ત્યાં થશે અધર્મ આવ્યો... સભા : આ માટેનું દૃષ્ટાંત આપો. મ.સા. : સવારથી સાંજ સુધીની કોઇ પણ પ્રવૃત્તિ લો. બજારમાં ગયા. ઘરાકે તમારી મરજી મુજબનો વ્યવહાર ન કર્યો એટલે ગુસ્સે થયા; તો અશાંતિ થઇ. તે વખતે લાગે કે ક્રોધરૂપી અધર્મ આવ્યો એટલે દુઃખ થયું? જમવામાં જ્યાં અણગમતી વસ્તુ આવે, અશાંતિ થાય ત્યારે લાગે કે દ્વેષરૂપી અધર્મ આવ્યો એટલે અશાંતિ આવી ? માટે આ જ નિયમ છે કે વગર અધર્મે જીવનમાં રતિભાર દુઃખ/અશાંતિ આવે જ નહિ. ધર્મને આવા દૃષ્ટિકોણથી(એંગલથી) વિચાર્યો છે? દીકરો માંદો પડ્યો, બેબાકળા થઇ ગયા. તે દુ:ખ કેમ આવ્યું? દુનિયામાં કેટલાય માંદા પડતા હશે પણ ટેન્શન થાય છે? ના. અને અહીં ટેન્શન કેમ થયું? મમતા છે માટે જ ને? તો તે વખતે થાય કે મમતારૂપી અધર્મ જ હતો? મમત્વ ન હોત તો ગમે તેટલી માવજત કરો પણ શાંતિ હણાય ખરી? પણ તમને કયું ફાવે? શાંતિ કે અશાંતિ? સભા ઃ આવું કેમ થતું હશે? મ.સા. : કેમકે તમને દુઃખ જ ગમે છે. ઘણા તો જાણે દુ:ખી થવા જ સર્જાયા છે. કેટલાકને કોઇ ચિંતા નથી. દીકરા વગેરે ઠેકાણે પડી ગયા હશે, પૈસા પણ હશે, પણ આખો દિવસ ટેન્શન ચાલુ! તે પણ શેનું? નાનું નાનું-એકલા એકલા વિચારે કે કમ્પાઉન્ડ સાફ કરવાવાળો નથી આવ્યો. તેની પણ ચિંતા. છાપાં વાંચતાં પણ ટેન્શન લઇ લે. ધર્મ એવી વસ્તુ છે કે તેને સમજતા થઇ જાઓ તો આખું જીવન બદલાઇ જશે. ભલે મોડા જાગ્યા પણ હવે તો તૈયારી કરો! ૮૪ લાખ જીવાયોનિઓ મોં ફાડીને ઊભી છે. સદ્ગતિ તમારા હાથમાં ! Jain Educationa International For Personal and Private Use Only. દ Page #12 -------------------------------------------------------------------------- ________________ સભા : પસંદગી કરીએ છીએ. મહાવિદેહમાં જવું છે. મ.સા. આમણે પહેલાં દેવલોક પસંદ કર્યો, હવે મહાવિદેહ પર આવ્યા. પણ મારે પૂછવું છે કે મહાવિદેહમાં જવા માટે તૈયારી શું કરી? સદ્ગતિ કેવી રીતે બંધાય? દુર્ગતિ કેવી રીતે બંધાય? મનના ભાવો અધ્યવસાયો કયા બંધને યોગ્ય છે? તે બધાનું એનાલીસીસ(વિશ્લેષણ) કર્યું છે? સભા અહીં આવીએ તો વિચાર કરવાનું મન થાય. મ.સા. તો પછી તમને અહીં જ રાખીએ. પણ અહીં તો અડધો કલાક પણ વધારે નહિ બેસી શકો. જીવે સદ્ગતિના બંધનાં કારણો અને દુર્ગતિના બંધનાં કારણો વિચારવાં જોઈએ. જૈનશાસનમાં સદ્ગતિનાં કારણો બતાવ્યાં છે તે વિચારો, અને એકાદ પણ સગતિનું કારણ પકડી લો, તો ઘણું જોખમ ઓછું થઈ જાય. સદ્ગતિનાં કારણો છે છે. તેમ દુર્ગતિનાં કારણો પણ છ જ છે. તમામનો આ છમાં સમાવેશ થઈ જાય છે. વળી અહીં ખૂબી એ છે કે દુર્ગતિનાં છ કારણો અને સગતિનાં છ કારણો છે; પણ સદ્ગતિનાં છ કારણોમાંથી એક પણ કારણ આવે તો સગતિની ગેરંટી મળી જાય; એટલે કદાચ દુર્ગતિનાં પાંચ કારણ હાજર હોય અને સદ્ગતિનું માત્ર એક જ કારણ હાજર હોય તો પણ સદ્ગતિ નક્કી છે. ઓશન(વિકલ્પો) બહુ જ અનુકૂળ છે. દુર્ગતિનાં તમામ કારણો દૂર કરવા અને સદ્ગતિનાં તમામ કારણોનો સ્વીકાર કરવો તે તમારા માટે કદાચ શક્ય નથી. પણ સગતિનાં છએ છ કારણો સેવો નહિ અને દુર્ગતિનાં છએ છ કારણોનો ત્યાગ ન કરો, તો પણ સદ્ગતિનું એક પણ કારણ પકડી લો અને દુર્ગતિનું એક કારણ છોડી દો, તો કામ પૂરું થઈ જાય. સગતિનાં કારણો દુર્ગતિનાં કારણો નં અકામનિર્જરા મંદકષાય શુભ લેશ્યા શુભ ધ્યાન ગુણસ્થાનક દ્રવ્યથી વિરતિ સુખશીલતા (તીવ્ર પાપબંધ) તીવ્ર કષાય અશુભ લેશ્યા અશુભ ધ્યાન ગુણસ્થાનકનો અભાવ અવિરતિ ૪ w સદ્ગતિ/દુર્ગતિનાં જેટલાં પણ કારણો છે, તે બધાંનો આ છમાં સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં જેટલા જીવો સળગતિ પામ્યા છે તે બધાએ સદ્ગતિનાં આ છે કારણોમાંથી જ કોઇને કોઇ કારણ સેવેલું અને જેટલા જીવો દુર્ગતિમાં ૭ ) : ( સદ્ગતિ તમારા હાથમાં !) Jain Educationa International For Personal and Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ ગયા તે બધા પણ સદ્ગતિનું એક પણ કારણ ન સેવવાથી અને દુર્ગતિનાં કોઈપણ એકાદ કે વધુ કારણને લીધે જ દુર્ગતિમાં ગયા છે. હું છએ છ કારણો બતાવીશ. પછી તેમાંથી ઇઝીયેસ્ટ(સહેલામાં સહેલું) કારણ બતાવીશ. તમારે તો આ ક્ષેત્રમાં ઈઝીયેસ્ટ જ જોઇએ ને? તમને બધાને આંતરિક બાબતો જાણવામાં રસ નથી અને આવાને ધર્મ બહુ ન ફાવે. કેમકે ધર્મ એ તો આંતરિક વસ્તુ/ભાવ છે. તમે તમારા આંતરિક ભાવોનો થોડોથોડો પણ વિચાર કરતા થાઓ કે, મારા મનના ભાવો કેવા છે? તેનાથી કેવા કર્મબંધ થાય? અત્યારે તો કર્મ બંધાય છે કે નહિ? અને બંધાય છે તો કેવું બંધાય છે? તેની જ તમને ખબર નથી. અત્યારે બાધા જેવા છો! તમને ચોટ લાગે માટે જ આવાં કડક વિશેષણ વાપરું છું. બહુ લાંબી નહીં તો પણ ટૂંકી માર્મિક સમજણ પણ જીવનમાં કેળવી લો. બાકી સંસારમાં આપણું રાજ નથી ચાલતું. કર્મ બાંધતી વખતે જ તમારી મરજી ચાલે છે, બાંધ્યા પછી તો કંપલ્સન(ફરજીયાત) છે, નો ચોઇસ(પસંદગી નહિ). તમે કર્મને સમજવા માંગતા હો તો થોડી મૂળભૂત પાયાની વાતો સમજો. કર્મ આત્મા પર શું કામ લાગે છે? જૈન ફીલોસોફી પ્રમાણે કર્મ જડ છે. તેમાં કોઈ સમજદારી નથી. સમજદારી ચેતનમાં છે. આપણે કર્મનાં રજકણો માન્યાં છે. તે સૂક્ષ્મ છે, માટે નજરે દેખાતાં નથી. ધૂળનાં રજકણો પૂલ છે, માટે દેખાય છે. ચૌદ રાજલોકમાં આ કર્મનાં રજકણો ઠાંસી ઠાંસીને ભરેલાં છે. તે આપણે પેદા કર્યા નથી પણ કુદરતની વ્યવસ્થા પ્રમાણે સહજપણે છે. અનંતકાલથી છે. જ્ઞાનીઓએ જ્ઞાનમાં જોયાં છે અને તેના પુરાવા તરીકે લોજીકો (તર્કો) પણ આપ્યા છે. ધૂળ જેમ આપમેળે છે, તેમ આ પણ આપમેળે જ છે. પણ તે કર્મો આત્માને ક્યારે લાગે? તો જ્યારે આત્મામાં સ્પંદન થાય અને રાગ-દ્વેષની ચીકાશ આવે, ત્યારે આ કર્મો આત્માને લાગે છે. ધૂળ ભીંત પર ક્યારે ચોટે? તેના પર ભીનાશ/ચીકાશ હોય ત્યારે. ચોવીસે કલાક કર્મ વળગે છે તેમાં બીજાનો વાંક નથી. સભા નિમિત્તોથી કર્મો લાગે છે? મ.સા. હા, પણ નિમિત્તોની અસર લેવી કે ન લેવી તે તમારા હાથની વાત છે. તમે દરેક વાતમાં નિમિત્તનો જ વાંક કાઢો ને? કોઈ ગાળ આપે તો શું કહો? એણે ગાળ આપી પછી ગુસ્સો તો આવે જ ને? એટલે વાંક ગાળ આપનારનો ને? શાસ્ત્રમાં આના માટે સિંહવૃત્તિ-શ્વાનવૃત્તિનાં દૃષ્ટાંત છે. સિંહ અને શ્વાન બંને જનાવર છે, પણ કૂતરાને લાકડી મારો તો કૂતરું લાકડીને બચકું ભરશે. તમે દૂર હો અને પથ્થર મારશો તો કૂતરું તમને નહિ જુએ પણ પથ્થરને જ બચકાં ભરશે. જ્યારે સિંહવૃત્તિ કેવી છે? જંગલમાં કોઇ તીરથી સિંહને મારશે તો સિંહ તીર પર નહિ, પણ તીર મારનાર પર છલાંગ મારશે. તમે દુ:ખ જયાંથી આવે, તે મૂળ સ્રોતને પકડો કે નિમિત્તને પકડો? દરેક પ્રોબ્લેમમાં કોઈને કોઈ કારણ જ છે ને? બધા વાંક બીજાના જ ને? તમારા જીવનના દુ:ખની જવાબદારી તો બીજાની જ ને! પણ ક્યારેય વિચાર આવ્યો કે આ બધા તો નિમિત્તમાત્ર સિદ્ગતિ તમારા હાથમાં !) કે " કા કી ૮) Jain Educationa International For Personal and Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ છે? તેની કોઈ વિશેષ અસર છે જ નહિ? આ દૃષ્ટિકોણ આવશે પછી ઘણા રાગ-દ્વેષ ઓછા થઈ જશે. પણ તમે તો ભીંત સાથે ભટકાવ તો ભીંત પર ગુસ્સો કરો તેવા છો. પણ વિચારજો કે આંખ તમને મળી છે કે ભીંતને? તમે ભીંતની સામે ગયા કે ભીંત તમારી સામે આવી? તેમ તમને કર્મનો બંધ થાય છે, તેમાં બીજાનો વાંક માનતા જ નહિ. અને તેનાથી છૂટવાની ચાવી પણ તમારા હાથમાં જ છે. સતત થતા રાગ-દ્વેષથી ચોવીસ કલાક કર્મબંધ ચાલુ છે. રાગ-દ્વેષ વિરામ પામે તો કર્મબંધ અટકી જાય. નિમોહીને કર્મબંધ નથી અને સમોહીને કર્મનો બંધ અટકી શકે તેમ નથી. હવે કેવા રાગ-દ્વેષ કરો છો અને તજ્જન્ય કેવા ભાવ કરો છો તે કેટેગરી પ્રમાણે કર્મ બંધાશે. જે ક્વોલીટીનો ભાવ હોય તે ક્વોલીટીનું જ એક્ઝટ કર્મ બંધાય. હવે ચોવીસ કલાક જે કર્મો બંધાય છે તે કયાં કર્મો બંધાય છે? મૂળથી કર્મના ભેદ આઠ છે. કેમકે આત્માના આઠ મુખ્ય ગુણો છે, માટે તેને આવરનારાં કર્મો પણ આઠ માન્યાં. હવે આઠેઆઠ કર્મો સતત બંધાતાં નથી. આયુષ્ય કર્મ તો જીવનમાં એક જ વાર બંધાય. તે સિવાયનાં સાતે સાત કર્મો ચોવીસે કલાક બંધાય છે. અત્યારે જ્ઞાનાવરણીય દર્શનાવરણીય/મોહનીય વગેરે બધાં કર્મો બંધાય છે. સભા શુભભાવથી કર્મ ખરી જાય ને? મ.સા. ના. શુભભાવથી પુણ્ય બંધાય. શુદ્ધભાવથી કર્મ ખરે. આ બેઝીક (પાયાની) સમજ વિના સદ્ગતિનાં કારણોની ખબર પડશે નહિ; કેમકે ગતિ ચોવીસ કલાક બંધાય છે. કેવાં કારણોથી કઈ ગતિ બંધાય છે તે જાણશો તો તમને સદ્ગતિનાં કારણોની સ્પષ્ટ ખબર પડશે. વ્યાખ્યાન : ૨ તા.૪-૬-૯૬, મંગળવાર. અનંત ઉપકારી, અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માએ જગતના જીવમાત્રને પરમગતિરૂપ મોક્ષ પ્રાપ્ત કરાવવા માટે આ ધર્મતીર્થની સ્થાપના કરી છે. મોક્ષ એવી ગતિ છે, જેને આપણે કદી પામ્યા જ નથી. ચોરાસી લાખ જીવાયોનિરૂપ આ સંસારમાં એવો કોઈ ભવ નથી જેમાં વાસ્તવમાં સુખ હોય, પછી ભલે આપણે ભેદ પાડીએ કે નરક અને તિર્યંચ એ દુર્ગતિ છે અને મનુષ્ય-દેવલોક સદ્ગતિ છે. દેવલોક અને મનુષ્યભવમાં બધી સગવડતા છે, જ્યારે નરક-તિર્યંચમાં દુઃખો છે, તેવી તમારી અંડરસ્ટેન્ડીંગ(સમજ) છે; પણ કોઇ ત્રિકાલજ્ઞાની આત્મા તમને કહે કે અહીંથી મરીને શેરીના કૂતરા થવાના છો તો કેવા ગભરાઓ? અહીંયાંથી જવાનું છે તે હકીકત છે, પણ ક્યાં જવાનું છે તેની તમે ચિંતા રાખી નથી. દુઃખ અને આપત્તિઓ ગમે તેટલી આવે તોયે તમારો વિલપાવર એવો ને એવો રહે તેવું નથી. તમે દુ:ખથી ગભરાઓ છો, પણ દુર્ગતિ દેખાતી નથી માટે તેનાથી ગભરાતા નથી. દુર્ગતિમાં જશો તો કેવા હાલહવાલ થશે તેનો તમને કોઈ વિચાર નથી. વળી ઘણા ભવોમાં તો જન્મ ( ૯ )[ " " ના કરી. સદ્ગતિ તમારા હાથમાં !) Jain Educationa International For Personal and Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ ત્યારથી જ ભય ચાલુ થઇ જાય. પશુયોનિમાં સૌથી પહેલો ભય માબાપનો હોય છે. સાપનાં બચ્ચાંને સાપણ મારી નાંખે, વાંદરાને બચ્ચે જગ્યું હોય અને નર હોય તો તે બચ્ચાને વાંદરો જ મારી નાખે. કેમ કે તેને થાય કે આ જુવાન થશે તો મારો હરીફ થશે, જ્યારે વાંદરિયોને જીવવા દે. હાથી પણ તેનાં બચ્ચાંને જન્મે ત્યારથી જ મારી કાઢે. આમ પશુયોનિમાં જન્મે ત્યારથી જ મા-બાપ અને કુટુંબથી ભય ચાલુ થાય છે. તે સિવાય પણ આજુબાજુવાળા શિકારીના ભય, વગેરે તો જુદા જ. વળી રક્ષણ માટે ૨૪ કલાક ઝઝૂમવું પડે. ખાવાનાં કે પીવાનાં ઠેકાણાં ન હોય. ખાલી પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવામાં જ તેમનો દમ નીકળી જાય. વળી ક્યારે કોઈની હડફેટમાં આવી જાય તે કાંઈ કહેવાય નહીં. આ બધી વાતોમાં ઉપજાવી કાઢેલું કાંઈ નથી. આ બધું સંસારમાં તાદશ દેખાય તેવું છે. તિર્યંચોમાં એકેન્દ્રિય/બેઈન્દ્રિય/તે ઈન્દ્રિય/ચઉરિન્દ્રિયમાં કેટલી જાતના, કેટલા જીવો અને તેમના ભવોની પરિસ્થિતિ અને સુખદુ:ખનો વિચાર કરો તો તમને થાય કે આ ભવોમાં આપણે ગયા તો આપણા બાર વાગી જવાના. નરક/તિર્યંચમાં દુ:ખના ઢગલા છે, માટે તે ગતિમાં જતાં તમે ગભરાઓ તે સાહજિક છે. ધર્માત્માએ દુર્ગતિમાં જવાની કામના કરવી તેવું ક્યાંય લખ્યું નથી. કારણકે શાસ્ત્રકારો તમને દુઃખી કરવા ઈચ્છતા નથી. કબીરનું વાક્ય છે કે દુઃખ આવે તો સારું અને સુખ આવે તો નકામું. આપણે ત્યાં આવી વાત માનતા નથી. “દુઃખમાં ભગવાન યાદ આવે માટે દુ:ખને ઈચ્છો અને સુખમાં ભગવાન ભૂલી જવાય માટે સુખને ન ઈચ્છો” આવું વિચારે તેને આપણે ત્યાં મોહગર્ભિત વૈરાગ્ય કહ્યો છે. તમે પણ જીવનમાં ભગવાનને ક્યારે યાદ કરો? આફત હોય ત્યારે કે અઢળક સંપત્તિ હોય ત્યારે? તમારે ત્યાં ભગવાન સુખમાં દૂર કે દુ:ખમાં દૂર? આમ જિંદગીમાં ઘણા માણસો ભગવાનનું નામ ન લેતા હોય પણ દુઃખ આવે ત્યારે તરત જ ભગવાન યાદ આવી જાય. ગાંધીજી સ્ટીમરમાં જતા હતા અને એકાએક સમુદ્રમાં તોફાન ચાલુ થયું. પછી કેપ્ટને જાહેર કર્યું કે “અત્યારે દરિયાનો પવન તોફાની છે. તેથી જીવનનો કોઈ ભરોસો નહિ” ત્યારે ચારે બાજુ ધર્માત્માઓ ભેગા થયા હોય તેવું વાતાવરણ થઈ ગયું. કોઈ અલ્લાહને નમાજ પઢે, કોઈ ક્રોસને નમન કરે. દરેક પોતપોતાના દેવનું ભજન વગેરે કરવા લાગ્યા. તમને લોકોને દુ:ખ આવે ત્યારે ભગવાન યાદ આવે છે. એક કવિએ કહ્યું કે, “હે પ્રભુ! તમને ભુલાવી દે તેવા સુખ પર પથ્થર પડો. રામનામ લઉં, માટે દુઃખ હોય તો સારું”, એટલે કે રામનામ લેવા માટે દુઃખ જોઈએ. પણ શાસ્ત્રો ફરમાવે છે કે જેઓ દુ:ખમાં ભગવાનનું નામ લે છે તેમાંના નવ્વાણું ટકા તો સ્વાર્થી/મતલબિયા છે. તે વખતે ઝટઝટ દુઃખના પંજામાંથી છૂટવા ભગવાનનું નામ લો; એટલે તમારે ભગવાનનું કામ મતલબ પૂરતું જ ને? તબિયતમાં મુશ્કેલી પડે તો ડોક્ટર પાસે જાઓ, કાયદાની ગૂંચ ઉકેલવા માટે વકીલ પાસે જાઓ, તો તેઓ પર સ્નેહ છે? તેઓને પ્રેક્ટિસ કરવી છે અને તમારે સારા થવું છે, એટલે બંનેનો સ્વાર્થ સધાય છે. તેવી જ રીતે તમારો સ્વાર્થ ભગવાનથી સરતો હોય તો ભગવાનને પણ પકડવાની વાત છે. જૈન શાસ્ત્રો આવાને ધર્માત્મા કહેતા નથી. દુઃખમાં ભગવાન યાદ આવે માટે ( સદ્ગતિ તમારા હાથમાં !D ૧૦) Jain Educationa International For Personal and Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ દુઃખ ઈચ્છતા હો, તો તો પછી દુર્ગતિ જ માંગવાની આવી. હવે ધર્મ તમને દુર્ગતિની અભિલાષા/ઈચ્છા કરવાનું કહેતો નથી. શાસ્ત્ર તો તમે દુ:ખના પંજામાંથી મુક્ત થાઓ તે માટે ધર્મ બતાવવા માંગે છે. સદ્ગતિરૂપ દેવલોકમાનવભવમાં જવાની ઈચ્છા ધર્માત્માએ કરવી તેવું શાસ્ત્ર કહે છે. સદ્દગતિની ઈચ્છા કરવાની કે સગતિમાં જવાની માંગણી કરવાની ભગવાનના શાસનમાં ના નથી, પણ તે ઈચ્છા શા માટે કરો છો? સદ્ગતિમાં સુખ છે માટે જવું છે? અને દુર્ગતિમાં ભયાનક આધિવ્યાધિ/ઉપાધિ/આપત્તિ વિપત્તિઓ છે, માટે જવા જેવું નથી? સદ્ગતિ પસંદ કરવા પાછળનું કારણ શું? અને દુર્ગતિ નાપસંદ કરવા પાછળનું કારણ શું? તમારે દુર્ગતિ નથી જોઈતી અને સદ્ગતિ જોઈએ છે તે પણ કબુલ. સદ્ગતિમાં જવાની તમારી ઈચ્છાને બિરદાવીએ છીએ, પણ પ્રશ્ન એટલો જ છે કે દુર્ગતિમાં કેમ જવું નથી? સભા દુર્ગતિમાં દુઃખો છે. મ.સા. તો તો પછી કોઈ ગતિમાં નહિ જવાનું. કેમકે ૮૪ લાખ જીવાયોનિરૂપ સંસારમાં કોઈ સ્થાન એવું નથી જ્યાં દુઃખ ન હોય. સદ્ગતિમાં સુખ છે માટે જવું છે, તેવું માનસ હોય તો તે પણ ભ્રમ છે. હકીકતમાં સદ્ગતિ/દુર્ગતિ બંનેમાં દુઃખ જ છે. ૮૪ લાખ જીવાયોનિરૂપ આખો સંસાર દુઃખમય છે. સુખ વાસ્તવમાં શોધ્યું જડે તેમ નથી. અમારી દષ્ટિએ સદ્ગતિમાં હળવું દુઃખ છે, દુર્ગતિમાં ભારે દુઃખ છે. સભા વચલો રસ્તો શું? મ.સા. દેવ/મનુષ્યમાં, નરક-તિર્યંચ જેવાં ભારે દુઃખ નથી. સગતિમાં થોડાંક હળવા દુઃખ છે. માટે સદ્ગતિમાં જાઓ તો તમને રાહત મળે. પણ રાહત શેમાં? દુઃખમાં. જ્યાં હળવાં દુઃખો છે, તેવા સદ્ગતિના ભવો છે. પણ સદ્ગતિમાં પણ સુખ તો નથી જ. સુખ તો પરમગતિરૂપ મોક્ષમાં જ છે. મોક્ષ અને મોક્ષમાર્ગ સિવાય જેને બીજે સુખનાં દર્શન થાય છે, તેની દૃષ્ટિ મિથ્યાત્વથી ભ્રમિત થયેલી છે. સભા દુઃખમાં હળવાશ એટલે જ સુખ ને? મ.સા. : દુ:ખમાં હળવાશને જ સુખ કહેવું છે? આને જ સુખ કહેશો તો તો પછી ખભા પર ૧૦ કિલોના ભારવાળી બૅગ મુકાવી એક કિલોમીટર ચલાવીએ, થોડી વાર પછી બૅગ લઈ લઈએ, પછી સુખ મળશે ને? દુ:ખમાં રાહતને જ સુખ કહેતા હો તો તો પછી સુખી થવાના હજાર કીમિયા બતાવું. કૂદકા મારો, પગના ગોટલા ચઢે પછી માલીશ કરો, ચૂંટી ખણો પછી પંપાળો એટલે સુખ મળશે. પણ વિશ્વનો કોઈ બુદ્ધિશાળી માણસ દુ:ખમાં રાહતને સુખ માને? સભાઃ પંદર દિવસથી ચાર ડીગ્રી તાવ આવતો હતો, પછી તે બે ડીગ્રી થાય અને કોઈ પૂછે, કેમ છે? તો સારું છે એમ જ કહીએ ને? (૧૧) ૧ . ( સદ્ગતિ તમારા હાથમાં !) Jain Educationa International For Personal and Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ મ.સા. સારું છે એટલે? તાવમાં રાહત જુદી વસ્તુ અને આરોગ્ય જુદી વસ્તુ. દુઃખ હળવું થાય તેને સુખ કહો તો તો દુઃખ હળવાં કરવાના હજાર ઉપાય છે. સભા સુખની વ્યાખ્યા શું? મ.સા. અમારી સુખની વ્યાખ્યા તમને ગળે ઊતરશે કે કેમ તે પ્રશ્ન જ છે. પણ પહેલાં તમે કોને સુખ માનો છો તે હું પૂછીશ. સભાઃ મ.સા. જ્યાં દુઃખ નથી તે સુખ. જ્યાં દુઃખ ન હોય તે સુખ? ખાલી દુઃખ ન હોય તેટલા માત્રથી સુખ કહેવાય? સભા દુઃખનો અભાવ તે સુખ. મ.સા. તો તો પછી જગતમાં કોઈને મોક્ષમાર્ગની જરૂર જ રહેતી નથી. બધાને ખૂણામાં કલાક બેસાડી દઈએ. કેમકે દુ:ખ તો નથી જ. પણ તમારી સુખની વ્યાખ્યા હંમેશાં બદલાય છે. તમે ક્યારેક ક્યાં, તો ક્યારેક ક્યાં સુખ માનો છો. તમને એ.સી.માં સુખ, પણ શિયાળામાં? દુધપાકમાં સુખ, પણ ચાર/પાંચ વાટકા પીધા પછી? સભાઃ રીલેટીવ(સાપેક્ષ) છે ને? મ.સા. સુખ અને દુઃખને રીલેટીવ કહેવાં છે કે સુખની ઈચ્છાને રીલેટીવ કહેવી છે? સુખની ઈચ્છારીલેટીવ(સાપેક્ષ) નથી, એબ્સોલ્યુટ(નિરપેક્ષ) છે. કાયમ ખાતે, હંમેશને માટે તમારે સુખ જોઈએ કે થોડા સમય માટે જો થોડા ટાઈમ માટે કહેશો તો અપેક્ષાએ દુઃખ જોઈએ તેવી વાત આવશે. પરંતુ સુખની ઈચ્છા નિરપેક્ષ છે, શાશ્વત છે. હવે જેણે જેમાં સુખ માન્યું તેમાં થોડો ટાઈમ સુખ લાગ્યું. પછી તે છોડી બીજાને પકડ્યું. તમારી સુખ માટેની સ્થિર વ્યાખ્યા નથી. કારણ કે તમે જેને સુખ માની ભોગવવા પ્રયત્ન કર્યો, તેમાં થોડીવાર સુખ મળ્યું, પછી તેમાંથી જ દુઃખ ઝરતું લાગે સભા : સુખનાં સાધનો રીલેટીવ છે ને? મ.સા. : સાધનો બદલાતાં છે. ભોગની ક્રિયાઓ ખાવું-પીવું-હરવું-ફરવું, સંગીતનાં સાધનો, ટોળટપ્પા, ઊંઘવામાં, આમ ક્રિયાઓ/સાધનો બદલાતાં છે. હવે આ સાધનો પણ કેમ બદલવાં પડ્યાં? સભા એ સાધનો કાયમ ખાતે સુખ નથી આપતાં. મ.સા. તે સાધનો કાયમ ખાતે સુખ કેમ નથી આપતાં? સાધનોમાં ખરેખર સુખ આપવાની તાકાત હોય તો તો હંમેશને માટે સુખ આપે અને સુખ આપવાની તાકાત ન હોય તો પછી બે મિનિટ પણ સુખ ન આપે. હકીકતમાં સુખ ક્યાંથી શા માટે મળે છે તે - સદ્ગતિ તમારા હાથમાં STA કાકા ૧૨) ૧ ૨. Jain Educationa International For Personal and Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ તમે વિચાર્યું જ નથી. થોડું ચિંતન કરો તો ખ્યાલ આવશે કે, જેમાંથી હંમેશને માટે સુખ મળે તેવી તમારા જીવનમાં કોઈ વસ્તુ નથી. કાયમ એટલે સતત અર્થ લેવાનો. એક સંગીતમાં મઝા આવે છે તો જેમ જેમ સાંભળતા જાવ તેમ તેમ મઝા વધે ને? સુખનો તો ગુણાકાર થાય ને? પણ થોડીવાર પછી? સભા સામે ઈચ્છા બદલાતી રહે છે. મ.સા. પણ તેમાંથી સુખ જો કાયમ મળતું હોય તો પછી ઈચ્છા બદલાય શું કામ? મૂળ વાત ક્યાં છે? ત્યાંથી સુખ મળવાનું બંધ થાય છે, માટે તેને છોડીને બીજે જાઓ છો. દા.ત. સુગંધ ગમે છે, તેમાં આનંદ થાય છે તો ભોગવ્યા કરો. પણ થોડો ટાઇમ થાય એટલે તમે કંટાળો. પછી ચેઈન્જ જોઈએ. કોઈ પણ વસ્તુમાં “બસ થયું” એમ કહો, પછી પણ તે વસ્તુ માથે મારીએ તો? વસ્તુ તેની તે જ છે. રીલેટીવ શું છે તે મારે તમને સમજાવવું છે. સુખનાં સાધનોમાં સુખ આપવાની તાકાત દુઃખને રીલેટીવ છે. કોઈપણ વસ્તુમાંથી સુખ ક્યારે મળે? તેને રીલેટીવ દુઃખ સ્ટોરહાઉસમાં હોય તો. (એટલે કે તમને જે સુખ જોઈતું હોય તેનું રીલેટીવ દુઃખ સ્ટોરહાઉસમાં હોય તો જ તમને સુખ મળે). આમ તે વસ્તુમાં જે સુખ આપવાની તાકાત છે તે રીલેટીવ દુઃખ પર આધારિત છે. શરબત પીવડાવીએ પણ તે પીવાથી મઝા ક્યારે આવે? તે શરબતને રીલેટીવ દુઃખ એટલે કે તરસ તમારી પાસે હશે તો જ તમને તેમાંથી સુખ મળશે. જે દુ:ખ સ્ટોક(જમા) રૂપે પડ્યું છે તેને રીલેટીવ સુખભોગની સામગ્રી ભોગવશો તો જ તેમાંથી સુખ મળશે. વળી સુખ પણ ક્યાં સુધી મળશે? જયાં સુધી સ્ટોર હાઉસમાં તેને રીલેટીવ દુ:ખ હશે ત્યાં સુધી જ. દાખલા તરીકે- તમે બ્રશ કર્યું. બ્રશ તાજગીનું સુખ મેળવવા કરો છો ને? હવે બ્રશ કરવાથી સ્કૂર્તિ/તાજગીનો અનુભવ થયો. પછી કોઈ કહે કે બ્રશ કરવામાં મઝા આવે છે, તો સવારથી સાંજ સુધી બ્રશ કર્યા કરો. તો ફાવશે કે થોડીવારમાં કંટાળશો? એટલે કે હાવા/બ્રશ કરવામાં સુખ મળતું હતું કેમકે તેને રીલેટીવ ગંદકી દુર્ગધ/વાસ/ચીકાશનું દુઃખ બ્રશથી દૂર થયું. દુઃખ સ્ટોકમાં હતાં અને તેમાંથી રીલેટીવ રાહત મળી એટલે સુખ લાગ્યું. એટલે જે સુખ ભોગવશો તે તે સુખના કોરીલેટીવ(તેને લગતું તેને સંબંધિત) દુઃખ સ્ટોરહાઉસમાં હશે તો જ મઝા આવશે. હવે દુ:ખના રીલેટીવને સુખ માનતા હો તો પછી સુખ વધારવા દુ:ખ વધારવું રહ્યું. ભલભલા માંધાતાઓ બુદ્ધિશાળીઓ સુખ, સુખની વ્યાખ્યા/દુખ, દુઃખની વ્યાખ્યા, સાચાં સુખ દુઃખ કેવી રીતે મળે તેના ઉપાયમાં ગોથાં ખાઇ ગયા છે. સભા તો પછી ભૌતિક સુખ ક્ષણિક છે એમ જ ને? મ.સા. ના. ક્ષણનું સુખ પણ પુરવાર નહિ થાય, તે પણ નહીં બતાવી શકો. સભા તૃપ્તિ થઈ જાય છે ને? (૧૩) , વિકાર (સદ્ગતિ તમારા હાથમાં : કામ --- - Jain Educationa International For Personal and Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ મ.સા. તૃપ્તિને સુખ કહેતા હો તો તૃપ્તિમાં સુખ માનવું છે કે ભોગમાં સુખ માનવું છે? દાઝીને દવા કરી ઠંડકનું સુખ જોઈએ છે? ચાર ડીગ્રી તાવ આવે તો તે વખતે શરીર પર ઠંડા પાણીનાં પોતાં મૂકો તો સુખ થાય. હવે આ ઠંડકના સુખ માટે તાવ લાવવો છે કે વગર પોતા મૂકે ઠંડકનું સુખ જોઈએ છે? રોગની પીડા કરી પછી સ્વસ્થ થવું છે કે વગર પીડાએ સ્વાથ્યનું સુખ જોઈએ છે? તમારી પાસે બે વિકલ્પો છે. (૧) માંદા થઈ પછી સાજા થવું (૨) માંદા પડ્યા વિના જ સાજા રહેવું. તમને ક્યો વિકલ્પ પસંદ છે? સભાઃ બીજો વિકલ્પ. મ.સા. તો પછી રંગબેરંગી દવા ખાવા નહિ મળે! તેમ જ જે ભોગને સુખ માનો છો તે ભોગો બધા દવા છે-તે રોગની દવા છે. હવે તમારે રોગની પીડાઓ ઊભી કરી દવા લઈ સાજા થવું છે કે, દવા લીધા વિના સાજા રહેવું છે? તમે પહેલાં વાસના/વિકારને વકરાવો છો, પછી તેના ઉપાયો કરી આનંદ/માનસિક તૃપ્તિ મેળવો છો. રેડિયો-ટીવી વગેરે એટલે જ ઊભાં કર્યા છે ને? પૂ. હરિભદ્રસૂરિ મહારાજ સાહેબ ફરમાવે છે કે “જગતના જીવો સામાન્ય રીતે રોગમાં સુખ માનતા નથી અને રોગની દવાને પણ કષ્ટનો વિષય માને છે, છતાં ભોગ દવાને સ્થાને હોવા છતાં આ જગત ભોગને સુખ માને છે.” તમને જીવનમાં ક્યારેય પણ સુખ મળે તો લખી રાખવાનું કે એને કોરીલેટીવ(તેને લગતું-તેને સંબંધિત) દુઃખ અંદરના સ્ટોરહાઉસમાં હતું માટે જ સુખ મળ્યું, પછી તે ગમે તે સુખ હોય, નિયમ તો આ જ છે. દુનિયામાં દરેક સુખ-પછી રાજામહારાજા/ચક્રવર્તી ઇન્દ્રોનાં દેવલોકનાં, કોઈપણ સુખ હોય તો પણ આ નિયમ જ લાગશે. આ યુનિવર્સલ લૉ-ભૌતિક ક્ષેત્રમાં જેટલાં સુખ છે, તેનું કો-રીલેટીવ દુઃખ સ્ટોકમાં હોય તો જ તેમાંથી સુખ મેળવી શકો, પછી જેવું તે દુઃખ બંધ થયું એટલે સુખ મળવાનું પણ બંધ થશે. દુનિયાના જેટલા કહેવાતા શ્રીમંતો/સત્તાધીશો છે, તેમની પાસે સુખ-સગવડની કહેવાતી ઘણી વસ્તુઓ છે. જમવા બેસે ત્યારે પચાસ આઈટમ્સ લઈ શકે તેમ છે છતાં જમી શકતા નથી, કેમ કે જે ટેસ લેવો છે તેનું કોરીલેટીવ દુઃખ સ્ટોકમાં નથી. જ્યારે મજૂર રોટલો-શાક ખાય છે તો પણ તેમાંથી પચાસ આઈટમ્સ કરતાં વધારે ટેસ આવે છે. કારણ કે કો-રીલેટીવ દુઃખ વધારે છે. બજારમાં જાઓ-કોઈ ચીજ ખરીદ કરવી હોય તો પૈસા જોઇએ જ ને? તેવી જ રીતે ભૌતિક સુખો વટાવવા માટેના ચેઈન્જ તરીકે તેનું કો-રીલેટીવ દુઃખ છે, જેટલું તે દુઃખ વધારે તેટલું સુખ વધારે મળશે. સભાઃ ઊંઘનું કો-રીલેટીવ દુ:ખ થાક ને? મ.સા. શાસ્ત્ર ભણ્યા છો? મહાત્માઓ ચાર મહિના કાઉસ્સગ્ગ ધ્યાનમાં ઊભા રહ્યા, ભગવાન વીરની સાડાબાર વર્ષની અને પ્રભુ ઋષભદેવની હજાર વર્ષની સંયમ જીવનની સાધનામાં ઊંઘ કેટલી? તે પણ તમે કરો છો તેવી રીતે ઊંધ તો નહીં જ. ઊંઘ એ માનસિક - સદ્ગતિ તમારા હાથમાં !) છે જ ૧૪) Jain Educationa International For Personal and Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ થાકના નિવારણ માટેની પ્રક્રિયા છે. તે નેચરલ કોર્સ(કુદરતી પ્રક્રિયા) છે જ નહિ. મન જંપીને બેસતું નથી. કેટલાયે આવેશઅજંપો/ઉશ્કેરાટ/સંતાપ/વ્યથા વિચારો વગેરેને લીધે માનસિક થાક લાગે છે, માટે તેને ઊંઘવું પડે છે. સમભાવમાં રહેલા મહાત્માને કદાચ શારીરિક થાક લાગે પણ માનસિક થાક તો લાગે જ નહિ. તમારામાં રાગ-દ્વેષના આવેગ કેટલા? તે કારણે મનને શ્રમ પડે છે એટલે થાક લાગે છે, માટે ઘસધસાટ ઊંઘવું પડે છે. ઊંઘમાં કેટલા વ←રેબલ થઈ જાઓ છો? ગમે તેટલો પહેલવાન ઊંઘમાં હોય તો નાનું છોકરું પણ તેની છાતી પર બેસી શકે? આ જડ અવસ્થા સારી છે? તમારી સલામતી વધારે ક્યારે? જાગૃત અવસ્થામાં કે જડ અવસ્થામાં? છતાં અસલામત અવસ્થાને પસંદ કેમ કરો છો? ઊંઘનું કો-રીલેટેડ દુઃખ માનસિક થાક છે માટે. સભા ઃ તે શરીરની ડીમાન્ડ(માંગ) નથી? મ.સા. : ના. તે બ્રેઈન(મગજ)ની ડીમાન્ડ છે. સભા : ઉંમર વધે તેમ ઊંઘ કેમ વધે છે? મ.સા. : “તમઃકફાભ્યાં નિદ્રા’” આ આયુર્વેદનું સૂત્ર છે. ઊંઘ શેનાથી? તમ-જડતાથી, કફ-મગજમાં કફનું આવરણ થાય ત્યારે ઊંઘ આવે. ઉંમર વધે તેમ થાક વધારે લાગે. માટે ઘરડો માણસ કાયમ થાકેલો લાગે છે. કેમકે અંદરનું તંત્ર નબળું પડ્યું છે. ઊંઘથી શારીરિક રાહત ઓછી થાય છે. માત્ર શરીરથી થાક્યા હો તો આમ બેભાન થઈને ઊંઘવાની જરૂર નથી, પણ મનથી થાક્યા હો તો ઘસઘસાટ ઊંઘવાની જરૂરત પડે. કેવલીને પણ શરીરનો થાક લાગે પણ કેવલીને ક્યારેય માનસિક થાક ન લાગે. માટે કેવલી કોઈ દિવસ ઊંઘે નહિ. કેવલીને ભૂખ લાગે, કેમકે તે નેચરલ કોર્સ છે, પણ ઊંઘ નેચરલ કોર્સ(કુદરતી પ્રક્રિયા) નથી. સભા : આપ કહો છો, અમારી દૃષ્ટિએ-તમારી દષ્ટિએ-શાસ્ત્રની દૃષ્ટિએ. તો પછી તમારી દૃષ્ટિ અને શાસ્ત્રની દૃષ્ટિમાં ફેર છે? મ.સા. હું જ્યારે તમારી દૃષ્ટિએ બોલું તો તેનાથી તમારે તમારી દૃષ્ટિ લેવાની. અમારી દૃષ્ટિ એટલે શાસ્ત્રની દૃષ્ટિ. અમારી દૃષ્ટિ અને શાસ્ત્રની દૃષ્ટિ એ બેમાં કોઈ ફેરફાર નથી અને જે દિવસે અમારી અને શાસ્ત્રની દૃષ્ટિમાં ફેર પડશે તે દિવસે અમે ભૂલ્યા માનીશું. સભા : કેવલીને મન હોય? મ.સા. : કેવલીને મન હોવા છતાં પણ તેમને થાક લાગવાનો કે ઊંઘવાનો સવાલ નહીં આવે. તમારું મન વિકૃતિઓથી ભરેલું હોવાથી આવેગવાળું છે. આખો દિવસ તનાવમાં રહે છે. કોઈ હાથ ખેંચી ખેંચીને રાખે તો કેટલો દુઃખે? તેમ તમે આખો દિવસ મગજને ટાઈટ રાખો છો. ડોક્ટર પણ શું કહે છે? મગજ શાંત રાખશો એટલા રોગ ઓછા થશે. આ બધી વાતો મહત્ત્વની છે. કષાયના આવેગથી ઘેરાયેલા છો, માટે માનસિક થાક (૧૫) સદ્ગતિ તમારા હાથમાં !) Jain Educationa International For Personal and Private Use Only. Page #21 -------------------------------------------------------------------------- ________________ લાગે છે. જેમ જેમ આત્મા સમભાવમાં જતો જાય તેમ તેમ ઊંઘની જરૂર ઘટતી જાય છે. સભા : કો-રીલેટીવ દુઃખ ઊભું કરેલું છે કે નેચરલ(સ્વાભાવિક) છે? મ.સા. : કોઈવાર ઊભું કરો છો, કોઈવાર સંયોગોના કારણે આવે પણ છે. દા.ત. કુદરતી હાજતો. તે તમારા હાથની વસ્તુ નથી, પણ સંસારમાં મોટી મોટી તૃષ્ણાઓ રાખીને પેદા કરેલા સંતાપો તે બધાં જાતે ઊભાં કરેલાં દુઃખો છે. તૃષ્ણાઓ ઊભી ન કરો તો દુ:ખ ન થાય, પણ તમારો સ્વભાવ જ છે કે પહેલાં દુ:ખ ઊભું કરી પછી તેને શાંત કરી તેમાંથી સુખ લેવું. માટે કહ્યું છે કે, દેવલોકમાં પણ સુખ નથી પણ દુઃખની હળવાશ છે. સભા સાચું સુખ શું? મ.સા. જીવ જે સુખને કાયમ ઈચ્છે છે, તે સાચું સુખ. જેનાથી તમે કોઈ દિવસ કંટાળો નહિ, તે સાચું સુખ. સભા કર્મજનિત સુખ હોય તે? મ.સા. કર્મજનિત સુખ છે તેમાં થોડી વારમાં કંટાળશો. સભાઃ તમામ સુખો પુણ્યથી જ મળે છે ને? મ.સા. પુણ્યના ઉદયથી મળતાં તમામ સુખોમાં થોડી વારમાં કંટાળો આવશે, કેમકે તે પણ દુઃખનું રીલેટેડ સુખ છે. અમે તૃમિને સુખ કહીએ છીએ. સભા એવા કયા વિષયો છે જે કંટાળો પેદા ન કરે? મ.સા. એવા કોઈ ભૌતિક વિષયો નથી જે કંટાળો પેદા ન કરે. કેમ કે ભૌતિક તમામ સાધનો કેવળ કો-રીલેટેડ દુઃખને હળવાં કરનારા છે. કાયમ ખાતે તૃપ્તિ થાય તેવી સામગ્રી મોક્ષ/મોક્ષમાર્ગમાં છે. પૂ. હરિભદ્રસૂરિ મહારાજ સાહેબે યોગવિશિકા ગ્રંથમાં સિદ્ધિસુખના ચેપ્ટરમાં(પ્રકરણમાં) મોક્ષ/મોક્ષના સુખની રજૂઆત કરતાં વ્યાખ્યા કરી છે કે, જ્યાં કોઈ દુઃખનું સાધન નથી અને સર્વ સુખનાં સાધનો હાજર છે તેનું નામ મોક્ષ. સભાઃ આપની વ્યાખ્યા પ્રમાણે મોક્ષ પામ્યા પહેલાં સુખ અશક્ય છે? મ.સા. : ના, મોક્ષમાર્ગમાં જેમ જેમ ચાલો તેમ તેમ આંશિક સુખ મળતું જશે અને પરાકાષ્ઠાનું સુખ મોક્ષમાં પહોંચી જશો ત્યારે મળશે, પણ મોક્ષ/મોક્ષમાર્ગની બહાર તો સુખ છે જ નહિ. સભા મોલમાં એવી કઈ ચીજ છે? મ.સા. જે વસ્તુથી તમે કદી ન કંટાળો તેવી બધી વસ્તુઓ મોલમાં ભેગી થઈ છે અને (સદ્ગતિ તમારા હાથમાં!) (૧૬) Jain Educationa International For Personal and Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ તેનો થોડો થોડો અંશ અહીં પ્રાપ્ત થઈ શકે છે. દા.ત. તમે નિર્ભયતાથી ક્યારેય કંટાળવાના? અને ભયથી ન કંટાળો તેવું બને ખરૂં? ભય ૨૪ કલાક દુ:ખ આપે છે, નિર્ભયતા ૨૪ કલાક સુખ આપે. નાસ્તિકને પણ આ વાતમાં સંમત થવું પડશે. અત્યારે ૨૪ કલાક ભયભીત છો ને? હવે જેટલી સત્તા શ્રીમંતાઈ/સંપત્તિ વધારે તેટલો ભય વધારે? આ અમદાવાદમાં એવા પણ ઘણા છે જે ફૂટપાથ પર શાંતિથી સૂઈ શકે છે અને તમે ખુલ્લા કંપાઉન્ડમાં પણ સૂઈ શક્તા નથી. સભા : વાત વાજબી છે. મ.સા. વાજબી નહીં ૧૦૦% સાચી છે. એટલે ભય વધ્યો એટલું દુઃખ વધ્યું. કોઈ કહે તમને સંપૂર્ણ નિર્ભય બનાવી શકે તો તમે પસંદ કરશો ને? સભા : હા. મ.સા. બસ, તો મોક્ષમાં સંપૂર્ણ નિર્ભયતા છે. આવાં તમામ સાધનો મોક્ષમાં છે. સભાઃ ફૂટપાથવાળા સાચા સુખી? મ.સા. ના, તેમને ભય ઓછો છે તેમ કહીશ. બાકી તેઓ તો બંગલામાં આવવા તલપાપડ થઈ રહ્યા છે. સભા એટલે અપેક્ષા ઓછી તેમ સુખ વધારે? મ.સા. ના, સંતોષ હશે તો હાયવોય ઓછી થશે. એટલે માનસિક સુખ મળશે, પણ સાચું સુખ અધ્યાત્મમાં છે. સંપત્તિ ઓછી હોય તો માનસિક શાંતિ વધારે, પણ તે આધ્યાત્મિક સુખ નથી. અમે ખુલ્લા ઉપાશ્રયમાં સૂઈ શકીએ છીએ, ભિખારી ફૂટપાથ પર સૂઈ શકે છે, પણ ભિખારીને બંગલો જોઈએ છે, અમારે તેવું નથી. એટલે નિર્ભયતા અમને વધારે. છતાં અમને પણ સંપૂર્ણ નિર્ભયતા નથી, કેમકે સમતા પામ્યા નથી. અમારે ત્યાં ચારિત્રને અકુતોભય કહ્યું. અનાથીમુનિ રાજમહેલમાં અનાથ હતા, જંગલમાં ચારે બાજુ રાની પશુઓ ફરતાં હતાં ત્યારે સનાથ હતા. તેમના કરતાં સમતામાં રહેલા મુનિઓ ઊંચા. સભા પાપનો ભય હોય તો? મ.સા. એ તો પ્રશસ્ત ભય આવ્યો. અશુભ ભયના મારણ તરીકે શુભ ભય કેળવવો જોઈએ. તમારામાં પાપનો ભય પેદા કરવા તો આ દુર્ગતિનું વર્ણન કરું છું. મૂળ પાયા તરીકે દુર્ગતિમાં ભારે દુઃખ છે, સગતિમાં હળવું દુઃખ છે; પણ ચારેય ગતિમાંથી એકેય ગતિમાં સુખ તો નથી જ. માટે દુર્ગતિમાં ડફણાં છે, માટે નથી જવું તેમ માની ત્યાં ન જવું હોય તો પણ ખોટું છે. તેવી જ રીતે સદ્ગતિમાં હળવું દુઃખ છે, માટે સદ્ગતિ પસંદ કરવાની નથી, પણ સદ્ગતિમાં ધર્મ/ધર્મસાધનાની સામગ્રી (૧૭) - તા(સદ્ગતિ તમારા હાથમાં !) Jain Educationa International For Personal and Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ વધારે છે. નરકમાં સમકિત પામનારા ઓછા, જયારે દેવલોકમાં સમકિત પામનારા વધારે; ધર્મ આરાધના કરનારા નરકમાં ઓછા/ધર્મઆરાધના કરનારા દેવલોકમાં વધારે; મનુષ્યભવમાં ધાર્મિક વિકાસ માટેની તકો/સાધનો/સ્કોપ-ચાન્સ/વિકાસ વધારે અને દુર્ગતિઓમાં આ બધું ઓછું; માટે જ સદ્ગતિ પસંદ કરવા જેવી છે, દુર્ગતિ પસંદ કરવા જેવી નથી. જેઓ મોજમજા કરવા માટે જ દેવલોક/મનુષ્યભવમાં જવા ઈચ્છા રાખે છે, તો તેઓને સદ્ગતિની ઈચ્છાથી પણ પાપ બંધાય છે. તેવી જ રીતે દુઃખોથી ડરીને નરક તિર્યંચમાં નથી જવું, તો દુઃખોની અનિચ્છાથી પણ પાપ બંધાય છે. સદ્ગતિમાં ધર્મની સામગ્રી છે માટે જવું છે અને દુર્ગતિમાં ધર્મની સામગ્રી નથી માટે નથી જવું; તો સદ્ગતિની ઈચ્છા/દુર્ગતિની અનિચ્છા બંનેથી પુણ્ય બંધાય છે, કેમ કે શુભ આશય છે. આનાથી ઊલટું હોય તો પાપ બંધાશે. સગતિ ઈચ્છવાની અને દુર્ગતિની અનિચ્છા કરવાની, પણ તે ધર્મ અને ધર્મની સામગ્રીની અપેક્ષાએ; ભૌતિક સુખદુઃખની અપેક્ષાએ નહિ. ગઈ કાલે બન્નેના છ-છ કારણ કહેલા અને સાથે કહેલું કે સદ્ગતિનાં છએ છે કારણો નહિ પકડો પણ એક પકડશો તો પણ સદ્ગતિ નક્કી. વિકલ્પ મનપસંદ ગમે તેવા છે ને? - સદ્ગતિના એક જ કારણથી સદ્ગતિ પામેલાનું દૃષ્ટાંત, આપીશ. દા.ત. અકામનિર્જરા હતી અને બીજાં દુર્ગતિનાં કારણો હતાં છતાં સદ્ગતિ મળી. એટલે અસલામતી દૂર/સલામતી નિશ્ચિત થઈ જાય. મરતાં સુધીની ગેરંટી તો બેંકો/વીમા કંપનીઓ આપે છે, પણ મર્યા પછીનું શું? પણ તમને કઈ પોલીસી પર વધારે વિશ્વાસ છે? તમે અત્યારે વીમાની પોલીસીમાં એક કરોડ મૂકવા તૈયાર, પણ ભગવાનની એક પોલીસીમાં ૨૫ લાખ મૂકવા પણ તૈયાર ખરા? તમને સંસાર કરતાં ધર્મમાં કંઈગણી વિશેષ, સરખેસરખી અથવા અમુક ટકા શ્રદ્ધા છે? સભા : ધર્મમાં અમુક ટકા શ્રદ્ધા છે. મ.સા. તે પણ કેટલા ટકા આવે? વ્યાખ્યાન : ૩ તા. ૫-૬-૯૬, બુધવાર. અનંત ઉપકારી, અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓ જગતના જીવમાત્રને જડ અને ચેતનનો વિવેક કરાવવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. ચેતન મારું સ્વરૂપ છે. જડ એ મારું સ્વરૂપ નથી. જડ પ્રત્યે પરત બુદ્ધિ પેદા થવી જોઈએ. જ્યાં સુધી આ દષ્ટિ ન આવે ત્યાં સુધી ભૌતિકતામાંથી બહાર નીકળી મોક્ષ તરફ જઈ શકીએ નહિ. જડ એવા કર્મના નિયંત્રણથી બધું થાય છે. જીવ જો બધા જડ પદાર્થોનું વિશ્લેષણ કરે તો જડથી પ્રાપ્ત થતાં બધાં સુખો તુચ્છ અને અસાર લાગવા માંડે. તેની પ્રાપ્તિમાં અને ઉપભોગમાં આપણી ક્યાંય મરજી (સદ્ગતિ તમારા હાથમાં !D પણ વાત ૧૮] Jain Educationa International For Personal and Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ ચાલતી નથી. તમે મરજી મુજબ શરીર મેળવ્યું છે કે કર્મે જેવું ભટકાડ્યું તેવું સ્વીકાર્યું છે? તમારી ઈચ્છા કે અનિચ્છા સાથે કોઈ લેવા દેવા જ નથી. કર્મે જે તમને વળગાડ્યું તે જિંદગી સુધી લઈને ફરવાનું છે. જેટલા જન્મે છે તે બધાની ઉપર કર્મનું નિયંત્રણ કેટલું છે, તે સૌથી પહેલાં તેને જે શરીર મળે છે તેનાથી નક્કી થાય છે. શરીરની બાબતમાં પસંદગી/નાપસંદગીની વાત નથી. બધી જ બાબતોમાં તેવું બન્યું છે. ભૌતિક જગતમાં જેટલી જડ વસ્તુ તમારા સંપર્કમાં આવી હોય અને તેને ભોગવી શકો, તે બધામાં તમારું નિયંત્રણ ગૌણ છે. જે વ્યક્તિ આ રીતે સંસારને વિચારે તેને કર્મ યાદ આવે. પછી કર્મબંધનું કારણ, કર્મના પ્રકારો, કયું કર્મ કઈ રીતે બંધાયું, તે બધાનું મંથન ચાલુ થઈ જાય. તમને લોકોને આવા વિચારો આવતા હોય તો સદ્ગતિ કે દુર્ગતિના વિચારો તમારા માટે આવશ્યક બને. તમે લોકો વર્તમાનમાં ભલે કર્મની અસર નીચે જીવતા હો, પણ તેના અનુભવમાંથી બોધપાઠ લેતા નથી. મોટામાં મોટા સલાહકારો, કીડી-મંકોડાના ભવમાં જાય તો એકદમ અબુધ બની જાય છે. એનો એ જીવ, પણ કર્મ બદલાય એટલે તેને ક્યાંથી ક્યાં મૂકી દે. હોશિયારમાંથી ડોબો બનાવી દે, સશક્તમાંથી અશક્ત બનાવી દે. બધા આત્માની શક્તિ સમાન છે, છતાં એક સશક્ત બન્યો ને એક અશક્ત બન્યો. કીડી-મંકોડા-માંકડ-મચ્છર-ઝાડપાનમાં ન જઈએ તેવી કોઈ સાવચેતી ખરી? કે એમને એમ જ જીવનમાં જીવે રાખો છો? તમામ કામોના બંધમાં ગતિબંધ એ મહત્ત્વનું પાસું છે. ગતિબંધ ઉપરથી બીજાં બધાં કમોંનો બંધ નક્કી થાય છે. અત્યારે કોઈ પણ વ્યક્તિ કેવું કર્મ બાંધે છે, તેનો સો ટકા ખ્યાલ તો પૂર્ણજ્ઞાની જ આપી શકે. કેમ કે સ્થૂલ પણ આપણે માંડમાંડ જોઈ શકીએ છીએ, તો સૂક્ષ્મ જોવાની વાત ક્યાં? છતાં શાસ્ત્રોના આધારથી તમે અત્યારે કેવા પ્રકારનાં કર્મો બાંધો છો તે કહી શકીએ. ડોક્ટર પણ રોગને હાથમાં પકડીને ન દેખાડી શકે. તમારા જીવનમાં ૨૪ કલાક સાતેય કર્મોનો બંધ ચાલુ છે. આયુષ્યકર્મ સતત બંધાતું નથી. આયુષ્યકર્મ એક વાર જે ભવનું બંધાઈ ગયું હશે તે ભવમાં જવું જ પડશે. બીજાં કર્મો બંધાયા પછી ફેરફાર થઈ શકે છે, જયારે આયુષ્યકર્મના બંધમાં ફેરફાર ન થાય. સભા ચંદરાજાએ મનુષ્યના ભવમાં કૂકડાનું આયુષ્ય ભોગવ્યું? મ.સા. ના, કૂકડાની ગતિ ભોગવી છે. મનુષ્યગતિ અને મનુષ્યઆયુષ્ય બે વસ્તુ જુદી છે. મનુષ્યગતિ બાંધી તો આકાર મનુષ્યગતિને યોગ્ય હોય. ઘોડાની ગતિ બાંધો તો આકાર વગેરે ઘોડાનો હોય. જેવી ગતિ બાંધી હોય તે પ્રકારનો આકાર વગેરે મળે. એટલે ગતિનું કામ આકાર, વગેરે આપવાનું. ચંદરાજાને તિર્યંચગતિ ઉદયમાં આવી પણ આયુષ્ય તો મનુષ્યનું જ હતું. સભા : આયુષ્ય લાંબું ટૂંકું બંધાવાનું કારણ? મ.સા. તે વખતના શુભાશુભ પરિણામ. નરકનું આયુષ્ય છોડી બીજાં આયુષ્ય (૧૯) (સદ્ગતિ તમારા હાથમાં !) -. Jain Educationa International For Personal and Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ પુણ્યપ્રકૃતિ છે. નરકનું આયુષ્ય પાપપ્રકૃતિ છે. કેમકે મનુષ્ય, તિર્યંચ, દેવલોકમાં કોઈ એવો જીવ નથી કે જેને મરવું ગમતું હોય અને જીવવું ન ગમતું હોય. જયારે નરકમાં આત્મા જન્મે ત્યારથી હું મરું તો સારું એમ થાય. જીવન તેને અકારું લાગે એટલો ત્રાસ હોય. જ્યારે પેલા ત્રણને (મનુષ્ય/તિર્યંચદિવને) એવું નથી થતું. માટે આયુષ્ય પર આકર્ષણ છે, અને આકર્ષણ હંમેશાં પુણ્ય તરફ જ થાય. માટે નરક સિવાયનાં બાકીનાં ત્રણ આયુષ્ય પુણ્યપ્રકૃતિ માની છે. દુનિયાનાં બીજાં બધાં શાસ્ત્રો કર્મ કહીને અટકી ગયાં, પુણ્ય-પાપ કહીને અટકી ગયાં, પણ જૈન શાસ્ત્રો જેવું કર્મનું વિશ્લેષણ ક્યાંય નથી. ચોક્કસ પુણ્ય-પાપ કેમ બંધાય વગેરે ત્યાં નથી. આપણે ત્યાં તો ચોક્કસ કારણો છે કે, આ જીવે મનુષ્યગતિનો જ બંધ કેમ કર્યો? તો કહે, આવા આવા ભાવ હતા માટે. અહીં તો પ્રત્યેક કર્મના બંધ માટે ચોક્કસ ભાવોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. સભા સદ્ગતિ-દુર્ગતિને આટલું વજન કેમ? મ.સા. કેમકે સદ્ગતિમાં મુક્તિમાર્ગની તક છે, દુર્ગતિમાં નથી. વળી બંધનો આધાર ગતિ પર છે અને ઉદયનો આધાર આયુષ્ય પર છે. ગતિ સતત બંધાય છે, આયુષ્ય તો એક જ વાર બંધાય છે. હવે એક વ્યક્તિ મનના ભાવ પ્રમાણે ચકલીને યોગ્ય ગતિનામકર્મ બાંધે છે. કર્મમાં મેચીંગ એડજસ્ટમેન્ટ બહુ છે, એટલે ચકલીની ગતિ બાંધવા યોગ્ય કર્મ બાંધતો હોય તો પછી ચકલીના ભવમાં બુદ્ધિ કેટલી મળે? થોડી જ મળે. એટલે જ્ઞાનાવરણીય કર્મ પણ એવું જ તીવ્ર બંધાય અને તો જ ચકલીના ભવને યોગ્ય એડજસ્ટમેન્ટ થાય. હવે એના બદલે કોઈ કીડીને યોગ્ય કર્મ બાંધતો હોય તો? કેટલી સમજ ઓછી? માટે તેને યોગ્ય ગતિ બાંધતો હોય તો તેનું જ્ઞાનાવરણીય કર્મ હજી ગાઢ બાંધતો હોય. તેવી જ રીતે ચકલીમાં શરીરબળ કેટલું હશે? તમારો બે વર્ષનો છોકરો પણ એને દબાવી દેશે. માટે ચકલીમાં જનારને શરીરબળ ઓછું જ મળવાનું. મનુષ્યગતિને યોગ્ય વીર્યંતરાય બાંધો તેના કરતાં ચકલીને યોગ્ય વીર્યંતરાય તો ગાઢ જ હોય. ડોક્ટર સૌથી પહેલાં હાર્ટ, કીડની વગેરે મહત્ત્વનાં ફન્કશન, મહત્ત્વનાં કાર્યોને તપાસે ને? પછી ૮૦% નિર્ણય લઈ લે. તેમ અહીં પણ સેન્ટ્રલ લાઈન કઈ ગતિ બાંધે છે તે નક્કી થાય, તો બીજાં બધાં કર્મોની આઉટ લાઈન(રૂપરેખા) આપી દઈએ. બીજાં કર્મોનો બંધ ગતિના બંધ તરફ એડજસ્ટ થાય. દેવગતિ બાંધતા હોય તો કૂબડું શરીર મળે? માટે તે વખતે ખોડખાંપણ વિનાના અંગોપાંગ મળે તેવાં નામકર્મો જ બંધાય ને? ત્યાં બુદ્ધિપ્રતિભા કેટલી મળે! હલકામાં હલકા દેવને પણ જન્મે ત્યારથી ૭૨ કલા આવડતી હોય. તમારે એકડો શીખતાં પણ દમ નીકળ્યો છે ને? એટલે દેવગતિને યોગ્ય કર્મ બાંધતો હોય ત્યારે જ્ઞાનાવરણીયકર્મ અલ્પ જ બંધાય, જેથી અમુક કલા વગેરે તો આપમેળે જ પ્રાપ્ત થાય. આમ, એક ગતિનો બંધ પકડાય તો બીજાં બધાં કર્મોના બંધ પકડાય. તેથી બીજાં કર્મોના બંધ નક્કી કરવા માટે મહત્ત્વનું પાસું ગતિબંધ છે. માટે જ ગતિ પર (સદ્ગતિ તમારા હાથમાં !) આ કામ મા (૨૦) Jain Educationa International For Personal and Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ બંધનો આધાર છે. માટે કઈ ગતિ બાંધો છો તે ખબર પડે તો બીજાં કર્મો બાંધવાથી બચી શકો. અતિશય ગાઢ જ્ઞાનાવરણીય કર્મ બાંધતા હો તો એકેન્દ્રિયમાં જવાનું આવે. સભા ઃ આ બધું જાણતા જ નહોતા. મ.સા. ભગવાન તત્ત્વ સમજાવવાની બાબતમાં એકદમ ઓપન માઈન્ડવાળા (ખુલ્લા મનવાળા) હતા. કર્મબંધ વગેરે કેવી રીતે થાય તેની જાણકારી કેમ ન મેળવી? કર્મગ્રંથ કેમ ન ભણ્યા? સભા ઃ તક ન મળી. મ.સા. ઃ આ અમદાવાદમાં તક ન મળે? સવાલ જ નથી. સભા : રસ બીજે હતો. મ.સા. આપણું કર્મસાહિત્ય વિશાળ છે. એમાં જે બંધ/ઉદય વગેરેની અસરોની થીયરી છે તે જો તમે સમજતા હો તો તરત રેડલાઈટ થાય, સામે જોખમ દેખાય. અત્યારે તો જોખમ દેખાતું જ નથી. સભા : ભગવાન ઉગારે નહિ? મ.સા. તે તો પેલી વ્યક્તિ ઉગરવા તૈયાર હોય તો ઉગારી શકે. બાવડા ઝાલી તારી શકાય? તેવું હોત તો ભગવાન અહીં આપણને રાખીને ગયા હોત? જૈનશાસનમાં નિયમ છે કે દરેકે સ્વયં સાધના કરવાની છે. બીજા તો સામગ્રી/સમજ આપી શકે. એમને એમ કલ્યાણ કરી શકાતું હોત તો તીર્થકરો તો જીવમાત્રનું હિત કરવાની ઈચ્છાવાળા હતા, તો અહીં સંસારમાં રખડતા કોઈને રાખત ખરા? સભા : અચિજ્ય મહિમા કહ્યો છે ને? મ.સા. પણ તે ક્યારે? ચિંતામણિ જો ખૂણામાં પડ્યું હોય તો લાભ મળે કે તમારી પાસે હોય તો લાભ મળે? તે પણ તેની વિધિપૂર્વક સાધના કરો પછી જ મળે. મોટી મોટી કંપનીવાળા પોતાની દવાઓનો પ્રચાર કરે છે. હવે તમે સીધો દાવો કરો કે મારો રોગ ન મટ્યો, તો પેલો પૂછે, તમે દવા ખાધી? વિધિસર ખાધી? ટાઇમ સાચવ્યો હતો? ક્વોન્ટીટી(પ્રમાણ) સાચવી હતી? એમને એમ રોગ મટે? ગમે તેવી ચમત્કારિક જડીબુટ્ટી હોય તો પણ તે ખૂણામાં હોય તો તેનું ફળ ન મળે. અચિંત્ય મહિમા એટલે ન ધાર્યું તેવું ફળ મળે, પણ તે ક્યારે મળે? તમે સ્વયં સાધના કરી હોય તો મળે. ખૂણામાં પડ્યો પડ્યો ધર્મ કલ્યાણ નહીં કરી શકે. પહેલાં કઈ ગતિ બંધાય છે તેનો વિચાર કરો. તે જાણવા માટે ગતિબંધનાં કારણો જાણવાં પડે. મૂળ વાત ગતિના બંધ સાથે બીજાં બધાં કર્મોનો બંધ સંકળાયેલો છે, માટે ગતિનો બંધ મહત્ત્વનો છે. એ માટે જ આ દૃષ્ટાંત આપ્યાં. કોઈ વ્યક્તિ કૂતરાની ( ૨૧ ) (સદ્ગતિ તમારા હાથમાં !) Jain Educationa International For Personal and Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ગતિ બાંધે તો વધારેમાં વધારે અમુક જ બુદ્ધિ આવશે. ઝાડની ગાંતે બાંધી હોય તો પછી ત્યાં કેવી પ્રજ્ઞા હોય? માટે જે ગતિ બાંધે તેને અનુરૂપ જ્ઞાનાવરણીયદર્શનાવરણીય અંતરાય વગેરે કર્મો બંધાશે. બંધમાં ગતિ સાથે બીજાં બધાં કર્મોનું મેચીંગ જૈનશાસને સમજાવ્યું છે. કર્મોના ઉદયમાં આયુષ્યની પ્રધાનતા છે. કેમકે આત્મા પર બીજાં ગમે તેવાં કર્મો બંધાયેલાં હોય તો પણ, તે આયુષ્ય(ભવ) સાથે મેચ નહિ થાય તો, તેવાં કર્મોનો ઉદય અટકી જશે. દા.ત. કીડીના આયુષ્યના ઉદયમાં, ગમે તેટલું જશનામકર્મ, સૌભાગ્યનામકર્મ બાંધ્યું હોય તો પણ, શું જશસૌભાગ્ય મળશે? માટે બાંધેલું કર્મ સ્ટોકમાં પડ્યું જ રહેશે, ઉદયમાં નહિ આવે. કેમકે કીડીનો ભવ તે કર્મના ઉદય માટે અનુકૂળ નથી. આત્મા પર પડેલાં કર્મોમાંથી કોને ઉદયમાં આવવા દેવાં તેનું કેલક્યુલેશન(ગણતરી) અગત્યનું છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અને ભવ પ્રમાણે કર્મ ઉદયમાં આવે. તેમાંય મહત્ત્વનો ભવ છે. ચકલીના ભવમાં ઊડવા માટેની શક્તિ આપમેળે મળી જશે. મનુષ્યના ભવમાં આત્માની ઊડવાની શક્તિ હોવા છતાં, વળી તેને અનુરૂપ પુણ્યપ્રકૃતિ પણ સ્ટોકમાં પડી હોવા છતાં પણ, મનુષ્યના ભવમાં આવ્યા એટલે તે પુણ્યપ્રકૃતિ આઈડલ પડી રહેશે, આત્મા પર વિપાક નહીં દેખાડી શકે. માટે જે આયુષ્યનો ઉદય હોય તેને અનુરૂપ કર્મો જ ઉદયમાં આવે. સમય પાક્યો ન હોય તો પડ્યાં રહે. સમય પાક્યો હોય અને પાછાં ઠેલાઈ શકતાં હોય તો ઠેલાય અથવા ખર્યા કરશે. માટે ભવના પ્રમાણમાં પ્રકૃતિમાં પણ પરિવર્તન આવે છે. વાંદરો આગલા ભવમાં ગમે તેવી શાંત પ્રકૃતિવાળો હોય, છતાં વાંદરાના ભવમાં આવતાં વાનરસ્વભાવ પ્રમાણે કૂદાકૂદ ચાલુ થઈ જશે. જે આયુષ્ય ઉદયમાં આવ્યું તેને અનુરૂપ બીજાં કર્મો ખેંચાયા કરશે. માટે બંધમાં ગતિ મહત્ત્વની અને ઉદયમાં આયુષ્ય(ભવ) મહત્ત્વનું છે. ટોપલેવલના (સારામાં સારા) કૂતરા પણ ૭૨ કલાઓ ભણી શકવાના? ના, કેમકે ભવ જ એવો છે. ન સભા : આપણા પર લેવું હોય તો કેવી રીતે ઘટાવવું? મ.સા. ઃ તમને મનુષ્યના આયુષ્યનો ઉદય હોવાથી તેને યોગ્ય કર્મોનો ઉદય જ શક્ય બનશે. દેવતામાં નવાં નવાં રૂપ બનાવવાની, દૂરનું જાણવાની શક્તિ વગેરે છે; પણ તેવાં કર્મો સ્ટોકમાં(સત્તામાં) હોવા છતાં, તેવી આવડત અત્યારે આપણને છે? ના, કેમ? ભવનો ઉદય જ તેવો છે માટે. તેવી રીતે તિર્યંચગતિ/નરકગતિને યોગ્ય કર્મો આત્મા પર સ્ટોકમાં(સત્તામાં)પડ્યાં હશે તો પણ તે કર્મો અત્યારે ઉદયમાં નહિ આવે. સભા ઃ દરેક કાળમાં આ જ નિયમ? મ.સા. : હા, આ બધા ત્રિકાલાબાધિત નિયમો છે, કર્મગ્રંથનાં સનાતન સત્યો છે. હા, ઉદયમાં આયુષ્ય અને બંધમાં ગતિને વેઇટેજ(વજન) આપવું પડે. તમામ બંધનાં કારણો સમજવા માટે સદ્ગતિનાં કારણો જાણવાં જરૂરી છે. તમારા માટે બધી ગતિના દ૨વાજા સદ્ગતિ તમારાં હાથમાં !) (૨૨) Jain Educationa International For Personal and Private Use Only. Page #28 -------------------------------------------------------------------------- ________________ ખુલ્લા છે. સભા અંતિમ સમયની ભાવના પર ગતિ બંધાય? મ.સા. ગતિ તો ક્ષણે ક્ષણે બંધાય છે. ગતિ એ નામકર્મની પ્રકૃતિ છે. ૨૪ કલાક આત્મા રાગ-દેપથી ઘેરાયેલો છે. જયાં સુધી મન નિર્મલ નથી, જ્યાં સુધી મનમાં રાગ ‘પ છે, ત્યાં સુધી જડ એવું કર્મ આત્મા પર ચોંટવાનું છે. કેમકે જડ પર રાગ છે, જડનું આકર્ષણ છે, ચેતન પર રાગ નથી થયો, ચેતનનું આકર્ષણ નથી થયું. માટે જ સંસારમાં રખડો છો ને? તમને આકર્ષણ કોનું? જડનું. માટે જ જડના રાગથી જડ એવાં કર્મો આવી આવીને ચોંટ્યા કરવાનાં. કર્મબંધનાં કારણો લોજીકલ(તર્કબદ્ધ) છે. જયાં સુધી જડનું આકર્ષણ છે ત્યાં સુધી જડ એવું કર્મ ચોટે છે. તર્કથી બેસે તેવી વાત છે. રાગદ્વેષથી સતત કર્મ બંધાય છે. મનમાં અસંખ્ય રાગ-દ્વેષ ભરેલા છે. સભા : અસંખ્ય કેવી રીતે? મ.સા. ભાવતી આઈટમ્સ(વસ્તુ) કેટલી? દા.ત. દૂધપાક પર રાગ છે. હવે દુનિયામાં દૂધપાક કેટલા? જ્યાં હોય ત્યાં તમારો રાગ ખરો જ ને? હીરાજડિત નેકલેસ તમારી સામે મૂકે તો શું થાય? આંખને ગમવાનું ચાલુ થશે. હવે એકેક દેવતા પાસે લાખો અલંકારો છે. તે બધી વસ્તુ પર તમારો રાગ છે. અને જે વસ્તુ પર રાગ છે તેની વિરોધી વસ્તુ પર દ્વેષ છે. માટે અસંખ્ય વસ્તુ પર રાગ-દ્વેષ થયાને? ન ગમતી વસ્તુ પર દ્વેષ છે. માટે દ્વેષથી પણ કર્મ બંધાય છે. સભા મોક્ષ પ્રત્યે પણ દ્વેષ જ ને? મ.સા. તમે નક્કી કરો. હું કહીશ તો ઊછળી પડશો. દ્વેષ એ રાગનું પ્રોડક્ટ (પેદાશ) છે. રાગ છે માટે ટ્રેષ થાય છે. મોટર પર રાગ હોય તો કોઈ મોટર પર લીસોટો કરશે, નુક્સાન કરશે, તો તેના પર દ્વેષ થવાનો જ. ચોવીસ કલાક મનમાં અસંખ્ય રાગદ્વેષ પડ્યા છે, માટે અસંખ્ય કર્મ બંધાવાનાં જ. સભા તિર્યંચની ગતિ બંધાતી હોય ત્યારે તેને અનુરૂપ રૂપ-રંગ વગેરે પ્રકૃતિઓ બંધાય અને બીજી વાર દેવગતિ બંધાતી હોય ત્યારે તેને અનુરૂપ રૂપ-રંગ વગેરે પ્રકૃતિ બંધાય; પણ આયુષ્ય તો એકનું જ ઉદયમાં આવે તો પછી બીજી પ્રકૃતિઓનું શું થાય? મ.સા. સ્ટોર હાઉસ મોટું છે. સ્ટોકમાં તે કર્મો પડ્યાં રહેશે, અને જે આયુષ્ય ઉદયમાં હશે તેને અનુરૂપ બીજાં કર્મો ઉદયમાં આવશે. સભા કર્મોમાં ટીમ વર્ક સારું લાગે છે! મ.સા. ચોક્કસ. (૨૩) ( સદ્ગતિ તમારા હાથમાં !) Jain Educationa International For Personal and Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ સભા કર્મબંધનો અંત તો આવે જ નહિ ને? મ.સા. ઃ આવે જ. અનંતા જીવો કર્મોનો અંત લાવી મોક્ષમાં પહોંચી ગયા. જે કારણે બંધ થાય છે તે કારણો દૂર કરો એટલે બંધ અટકે. રીવર્સમાં જાઓ એટલે જૂના તૂટવાના શરૂ થશે અને નવા બંધાવાના બંધ થશે. આત્મામાં સમજદારી છે. વળી આત્મા પાસે અનંત શક્તિ છે. જડની શક્તિ ઊતરતી છે. આત્મા કરતાં કર્મ બળવાન હોત તો કર્મનો ક્યારેય અંત ન આવત. મ.સા. તમે કોણ? સભાઃ ચેતન. મ.સા. : કર્મ? સભા ઃ જડ. મ.સા. એટલે બન્ને જુદા? બન્નેની સર્જનની શક્તિ કેટલી? વિસર્જન કરવાની તાકાત કેટલી? આત્મા કર્મ કરતાં સબળો જ છે. પછી તમે નબળા બનો તો કર્મ ચડી બેસી શકે. સભાઃ સ્થિતિનું શું? મ.સા. સ્કોપ(તક) ન મળે ત્યાં સુધી આઈડલ પડ્યું રહે અને સ્થિતિ પૂરી થતી હોય તો બિનઅસરકારક તરીકે ખરી શકે, અથવા પરિવર્તન થઈ શકતું હોય તો તે રીતે પરિવર્તન થઈ અસર બતાવી ખરી પડે. કર્મ જે રીતે બાંધ્યું હોય તે રીતે જ ઉદયમાં આવે તેવું નથી. દા.ત. ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં પ્રભુવીરના આત્માએ દ્વારપાલના કાનમાં સીસું રેડાવી ભયંકર અશાતાવેદનીય કર્મ બાંધ્યું, પણ તે કર્મ ઉદયમાં ક્યારે આવ્યું? પ્રભુ વીરના સાધના કાળમાં. બંધ અને ઉદય વચ્ચે અસંખ્ય વર્ષોનો ગેપ(ગાળો) પડ્યો. હવે જે કર્મ બાંધ્યું હતું તે (કાનમાં પીડા થાય તેવું કર્મ) અમુક પોર્શનમાં વિભાગમાં) ગાઢ રસવાળું હતું. અમુક પોર્શનમાં મંદ રસ હતો. એટલે આ કર્મના ઉદયથી બીજી યોનિમાં પણ દુઃખો આવ્યાં, પણ તે કર્મનો પીક પીરીયડ (ખરો તબક્કો) ક્યાં આવ્યો? તો પ્રભુ વીરના ભવમાં. વચ્ચે દેવલોકના ભવ થયા, પણ ત્યાં આ કર્મને ઉદયમાં આવવાનો સ્કોપ નહોતો. એટલે આઈડલ પડ્યું રહ્યું. સભા સંચાલન કેવી રીતે થાય? મ.સા. ? ઓટોમેટીક સંચાલન થાય છે. અત્યારનાં કોમ્યુટર જડ છે. ખાલી મેમરી(યાદશક્તિ) છે. વૈજ્ઞાનિકો અત્યારે બુદ્ધિશાળી કોમ્યુટર બનાવવા પ્રયત્ન કરી રહ્યા છે. જડમાં બનાવટી બુદ્ધિ ઊભી કરવામાં આપણા સિદ્ધાંતોને વાંધો નથી. વિજ્ઞાન કહે છે કોમ્યુટરની ચોથી-પાંચમી પેઢી આવશે ત્યારે ટેલેન્ટ સમજણવાળા કોમ્યુટર ઊભા કરી શકશું. છતાં આજે તેને પ્રોગ્રામો લખી આપો અને સેટ કરી આપો તો તે (સદ્ગતિ તમારા હાથમાં !) દો ' (૨૪) મer -- - - Jain Educationa International For Personal and Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે આખું કામ કર્યા કરે છે ને? હવે જડ કોમ્યુટર કરતાં કર્મની શક્તિ વધારે કે ઓછી? દુનિયાના મોટા ભાગના ધર્મો અહીં મુંઝાય છે કે, કર્મના હિસાબ-કિતાબ રાખનાર વગર, અંદર આત્મામાં લોચો ન પડી જાય? હિસાબ-કિતાબ રાખનાર તો કોઈ જોઈએ ને? પણ મારે તમને સમજાવવું છે કે, આ શરીરનું આખું તંત્ર ચાલે છે તે ઓટોમેટીકલી ચાલે છે ને? ખોરાક ખાધા પછી કયું તત્ત્વ એબ્સોર્બ કરવું, જયાં જરૂર હોય ત્યાં પહોચાડવું, બધું ઓટોમેટીકલી ચાલે છે ને? તેમાં તમે બુદ્ધિહોશિયારી બતાવવા જાઓ તો? શ્રેષ્ઠ ડોક્ટરો પણ કહે છે કે અંદરનું તંત્ર કેવી રીતે ચાલે છે તે એક અજાયબી છે. ગયા ચોમાસામાં ગોવાલિયા ટેક હતો. એક શ્રાવકને માંગલિક સંભળાવવા હોસ્પિટલમાં ગયા હતા. મોટા ડોક્ટર ત્યારે જ ત્યાં આવ્યા. મારી સાથે વાત કરી કહેલું, “સાહેબ! અમે આ બધી દવાઓ આપીએ છીએ, તે તો નામની છે. અંદરની રીકવરી કેવી રીતે થાય છે તે તો અમારો વિષય જ નથી.” શરીરના અંદરના આવશ્યક તત્ત્વો શરીર જે રીતે બનાવે છે તે તમારી ફેક્ટરીમાં કદી બની શકે તેમ નથી. હવે જડ એવા શરીરમાં આટલી ચોકસાઈપૂર્વક બધું થાય છે, તો જડ એવા કર્મમાં શક્તિ નથી તેમ માનવાનું કારણ શું? એક વાર સેટ થાય પછી બધું ઓટોમેટીક ચાલવાનું. સભા પણ કોમ્યુટર તો જીવની સહાયથી ચાલે છે ને? . મ.સા. હા, તો કર્મ પણ જીવની સહાયથી જ બંધાય છે ને ચાલે છે ને? અત્યારે પણ માણસ જેટલી ભૂલ કરશે તેટલી કોમ્યુટર ભૂલ નહિ કરે. રેલ્વે સિગ્નલ વગેરે કોમ્યુટરાઈઝૂડ કેમ છે? કેમકે ત્યાં એક્સીડન્ટ ઓછા થશે. કેમ કે જડમાં જડતા છે. એકવાર પ્રોગ્રામ આપી દીધો એટલે ચાલ્યા કરશે. માટે કર્મનો હિસાબ-કિતાબ રાખવા માટે વચ્ચે કોઈ હશે તો ભૂલ થશે, વચ્ચે કોઈ નહીં હોય તો ભૂલ નહીં થાય. દુનિયાનાં બધાં શાસ્ત્રોએ સંચાલક તરીકે ઇશ્વરને માન્યો, પણ આપણે ત્યાં ના પાડી. વળી આ તો પદાર્થવિજ્ઞાનના નિયમ પ્રમાણે ચાલે છે. જડ પદાર્થમાં ચોક્કસ ગુણધર્મ છે. તે તેના ગુણધર્મ પ્રમાણે જ કામ કરશે. ત્રિફળાની ફાકી મારશો, એટલે તે તેનું કામ કરશે જ. પછી તમારે માથું મારવાની જરૂર નહીં પડે કે, કેવી રીતે અંદર કામ કર્યું. જડના ગુણધર્મો ચોક્કસ છે. આખો કર્મવાદ પ્યોર લોજિકથી(શુદ્ધ તર્કથી) ભરેલો છે. વળી જડ કર્મોમાં એવી શક્તિ બતાવી નથી જે સ્થૂલ જગતમાં વીઝીબલ(દશ્યમાન) ન હોય. બહુ દૂધપાક બાસુદી શીખંડ ખાઓ તો ઘેન ચઢે, જ્ઞાનશક્તિને આવરણ કરે. એનેસ્ટેસિયા સૂંઘાડીએ તો પછી તમને કોઈ કાપે તો પણ ખબર પડે? હવે જડ એનેસ્થેસિયા બુદ્ધિને બુદ્ધિ કરે, તો જડ એવું કર્મ તમારી બુદ્ધિને બુઠ્ઠી કરે તેમાં શું વાંધો? જે કર્મમાં જે ગુણધર્મો હોય તેવું તે કામ કરે છે. તેમાં વચ્ચે રેગ્યુલેશન (નિયંત્રણ) માટે કોઈની જરૂર નથી. જૈનદર્શનનો કર્મવાદ બરાબર ભણે તેને ભગવાન સર્વજ્ઞ હતા તેની ખાતરી થયા વિના રહે નહીં. અંદરના પરિણામોનું વિશ્લેષણ કોણ કરી શકે? - - - કે, ' ( સદ્ગતિ તમારા હાથમાં !) Jain Educationa International For Personal and Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ તા. ૬-૬-૯૬, ગુરૂવાર. અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓ જગતના જીવમાત્રને આ દુઃખમય સંસારથી મુક્ત કરવા ધર્મતીર્થની સ્થાપના કરે છે. ચોરાસી લાખ જીવાયોનિ અને ચાર ગતિરૂપ સંસાર, જે નજર સામે દેખાય છે, તેના માટે જ્ઞાનીઓનું અવલોકન છે કે, આ સંસાર દુઃખ, દુઃખ અને દુઃખથી જ ભરેલો છે. સુખ નામની વસ્તુ, વાત, કલ્પના પણ હકીકતમાં આ સંસારમાં નથી. સુખ આત્માનો ગુણ છે. માટે સુખ આત્માના અનુભવથી પ્રાપ્ત થનારી વસ્તુ છે. જડમાંથી સુખ મળી શકે તેમ નથી. પણ આ વાત દુનિયાના જીવોને પ્રાયઃ ગળે ઊતરતી નથી. કારણકે જન્મથી અનુભવ જ જુદો છે. કાંઈ ખાઇએ, પીએ, હરીએ, ફરીએ તો સુખનો અનુભવ થતો હોય તેમ લાગે છે. એટલે કોઇને કોઇ જડના સંબંધથી સુખ પ્રાપ્ત થાય છે તેને સુખ માને છે. એટલે અમારી વાત જગતના જીવોને પોતાની અનુભૂતિ સાથે ટેલી(સુસંગત) થતી નથી. માટે તીર્થંકરોની વાત અનુભૂતિના સ્તર પર વિરોધાભાસ લાગે તેવી છે, પણ તીર્થંકરો અસત્ય બોલે અથવા અસત્ય બોલવાની પ્રેરણા આપે તે બને જ નહિ. માટે વિચારવું પડે કે આ જડ, જેના સંયોગમાં સુખનો અનુભવ થાય છે, તે ભ્રમ થવાનું કોઇ કારણ હોવું જોઇએ. તેનું (ભ્રમનું) કારણ મિથ્યાત્વ છે. તે વિકૃતિ ઊભી કરે છે. દા.ત. કમળો થયો હોય તે વ્યક્તિને બધી જ વસ્તુ પીળી જ લાગે; તાવ આવ્યો હોય તે વ્યક્તિને ગળી વસ્તુ ખવડાવો તો પણ કડવી જ લાગશે. તેમ અનુભૂતિના સ્તર પર મિથ્યાત્વરૂપી રોગજન્ય ઊંધો અનુભવ થાય છે. અનુભૂતિની આ વિકૃતિ દૂર કરવાની જરૂર છે. આપણે સુખની શોધ માટે ચોરાસી લાખ જીવાયોનિમાં પરિભ્રમણ કરીએ છીએ. મિથ્યાત્વ અનુભવની વિકૃતિ લાવે છે. તેથી તમામ પ્રકારની દુર્ગતિનો સ્કોપ છે. જનરલ નિયમ એ છે કે મિથ્યાત્વને કારણે જીવ અનંતકાળમાં અનંતીવાર દુર્ગતિના દરવાજા ખખડાવી આવ્યો. મિથ્યાત્વ ન હોત તો સદ્ગતિ નક્કી હતી. અનંતકાળના ભ્રમણમાં દુર્ગતિ-સતિના એવરેજમાં સદ્ગતિનો સમય નાનો, સદ્ગતિના ભવોની સંખ્યા પણ ઓછી; દુર્ગતિનો સમય લાંબો, દુર્ગતિના ભવોની સંખ્યા પણ વધારે. અનંતકાલમાં જીવ સદ્ગતિ નથી જ પામ્યો તેવું નથી, છતાં પણ દુર્ગતિમાં જેટલો સમય રહ્યો, તેના હિસાબે સદ્ગતિના ભવોની સંખ્યા અને સમય .૦૦૦૦૦૦૧ પણ ન આવે. દુર્ગતિના અનંતભવો, સદ્ગતિનો એક ભવ; એવું એવરેજ માનો તો પણ દુર્ગતિનો અંત ન આવે. વ્યાખ્યાન ૪ આપણે બધાએ મોટા ભાગનો સમય દુર્ગતિમાં કાઢ્યો. આ ભવમાં ભાગ્યયોગે સતિમાં આવી ગયા. હવે અહીંથી ક્યાં જવું તેની પૂરેપૂરી તક છે. માટે સદ્ગતિદુર્ગતિ એમ બંનેનાં કારણો સમજી દુર્ગતિનાં કારણો બને તેટલાં છોડીએ. કદાચ દુર્ગતિનાં બધાં કારણો ન છોડીએ, તો પણ સદ્ગતિનું એકાદ કારણ ન હોય તો દુર્ગતિમાં ચોક્કસ જવું પડે. માટે જીવનમાં એકાદ પણ સદ્ગતિનું કારણ પકડી લો, ઉપરાંત સતિનાં કારણો જાણો એટલે બીજાં કર્મોના બંધની લાઇન પણ પકડાય. સદ્ગતિ તમારા હાથમાં !) ૨૬) Jain Educationa International For Personal and Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ સદ્ગતિનું પહેલું કારણ : (૧) અકામનિર્જરા ઃ- સદ્ગતિનાં છ કારણોમાં અકામનિર્જરાને પહેલું કારણ મૂક્યું. મોટાભાગે જેટલા જીવો સદ્ગતિમાં આવે છે તેમાં લગભગ આ અકામનિર્જરા કારણ છે. કેમ કે જીવસૃષ્ટિમાં જેટલા પણ એકેન્દ્રિય-વિકલેન્દ્રિય-અસંજ્ઞીપંચેન્દ્રિય (એટલે કુલ જીવોમાંથી ૯૯% જેટલા આવી ગયા.) અર્થાત્ સંજ્ઞીપંચેન્દ્રિય સિવાયના બધા જીવો માટે ઉપર આવવાનું આ જ એક માત્ર કારણ છે. આપણો પણ મોટા ભાગનો સમય એકેન્દ્રિય-વિકલેન્દ્રિયમાં ગયો. પછી ધીરે ધીરે પુણ્ય બાંધીને ઉપર આવ્યા. તેમાં નિસરણી તરીકે સાધન અકામનિર્જરા જ હતું. કેમકે સદ્ગતિનાં બીજાં કારણોમાંથી કોઇપણ કારણ આ જીવોને કામ નહીં લાગે. સભા ઃ અકામનિર્જરાની વ્યાખ્યા શું? મ.સા. : જેમાં જીવને કર્મો ખપાવવાની કામના, ધર્મભાવના વગેરે નથી, છતાં જે આત્મા આવી પડેલાં દુઃખોને હાયવોય કર્યા વિના, સંક્લેશ કર્યા વિના, દ્વેષના તીવ્ર ભાવો કર્યા વિના શાંતિથી સહન કરે છે, તે બધા જીવો આ અકામનિર્જરા કરે છે. સભા ઃ તે કરવા જીવને કોણ પ્રેરે છે? મ.સા. ઃ પ્રેરણાનો સવાલ નથી. દુઃખ વેઠતાં વેઠતાં ઘણીવાર સ્વભાવ જ એવો થઈ ગયો હોય કે પછી હાયવોય ન કરે. ઝાડપાનને તમે પ્રેરણા આપી શકવાના? આ જગતમાં ચોરાસી લાખ જીવાોનિમાં સંજ્ઞીપંચેન્દ્રિયના ભવોને છોડી બીજા તમામ ભવો ધર્મથી સંપૂર્ણ શૂન્ય છે. સભા : અકામનિર્જરા ધર્મ જ છે ને? મ.સા. : ના, અકામનિર્જરા ધર્મ નથી પણ પુણ્યબંધ અને સદ્ગતિમાં લઈ જવાનું સાધન છે. ઝાડ ઊભાં ઊભાં શાંતિથી તડકો વેઠે તો ધર્મ કરે છે? કૂતરા વગેરે દુઃખ વેઠી વેઠી સહન કરે છે, તો શું ધર્મ કરે છે? સભા ઃ ઝાડ લોકોને ફળ-ફૂલ વગેરે આપી પુણ્ય બાંધી શકે છે ને? મ.સા. : ના, તે આપવાની તેની ઇચ્છા છે? શું તે ઇચ્છે છે કે મારું ફળ તોડી તમે તૃપ્ત થાઓ? આમ તો બીજા બધા જીવો એમનો ભોગ લઈને જ જીવન જીવે છે. આપણે માંસાહાર નથી કરતા છતાં આપણા ખોરાકમાં એકેન્દ્રિયની હિંસા તો આવશે જ. કોઈને કોઈ એકેન્દ્રિય જીવના કલેવરમાંથી જ તમે દેહ ટકાવો છો. આમ જગત આખાને જીવાડવામાં મહત્ત્વનો ભાગ એકેન્દ્રિયના જીવોનો છે. સ્થાવર જીવો બીજા બધા જીવોને જીવવામાં આધાર બને છે. પૃથ્વી-પાણી-વાયુ વિના તમે એક દિવસ પણ રહી શકો? પણ તે બધામાં ઉપકારની ભાવના નથી. ફળને તમારા હાથે કપાવાની ઇચ્છા નથી, પણ તે એટલું ક્રીપલ્ડ(અપંગ) છે કે તમે ચપ્પુ ચલાવો તો ખસી પણ ન શકે. વળી પુણ્ય (૨૭) સદ્ગતિ તમારા હાથમાં ! Jain Educationa International For Personal and Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ ક્યારે બંધાય? પરોપકારની ભાવના હોય, બીજા માટે શુભ ભાવના હોય, તો જ પુણ્ય બંધાય. કોઈ લુચ્ચો વેપારી બળજબરીથી તમારા ૧૦૦ રૂપિયા પડાવી લે તો તમે દાન કર્યું કહેવાય? કોઈને તમે ઉપયોગી થાઓ તેટલા માત્રથી પુણ્ય ન બંધાય, પણ તમને તેવી (ઉપયોગી થવાની) ભાવના જોઈએ. સભા ઝાડને શાતાવેદનીય બંધાય? મ.સા. ના, પણ તેને બીજા જીવોને છાંયડો, ખોરાક, વગેરે દ્વારા શાતા આપવાનો ભાવ હોય તો શાતાવેદનીય બંધાય. પણ તેવું નથી, અને વગર ભાવે પુણ્ય બંધાતું હોય તો તો સંસારમાં આશ્રિતો માટે તમે અમારા કરતાં પણ વધારે કષ્ટ વેઠો છો, તો તમને અમારા કરતાં વધારે પુણ્ય બંધાય. સભા પ્રવૃત્તિથી પ્રદેશબંધ તો છે જ ને? મ.સા. પણ રજકણો પર શુભ કે અશુભ લખેલું છે? તે તો તમારા ભાવ પર જ આવશે ને? માટે કોઇપણ પ્રવૃત્તિ કરો તે પર તમારા ભાવ જેવા હોય તે પ્રમાણે શુભાશુભ કર્મ “બંધાય. અમે સવારમાં વિહાર કરીએ અને તમે મોર્નીગ વોક કરો, તો તમને મોર્નીગ વોકમાં પુણ્ય બંધાય? અમે વિહાર કેમ કરીએ છીએ? ક્યાંય પણ જયણાપૂર્વક જવાની અમારી ભાવના છે. માટે અહિંસક પ્રવૃત્તિ તરીકે ભગવાનની આજ્ઞા પ્રમાણે વિહાર કરું છું તે ભાવ જોઈએ. બાકી તો તમેય ઘણીવાર અમારા કરતાં પણ વધારે કષ્ટ વેઠતા હો છો. પુણ્ય તો માંગશે કે પરોપકારની ભાવના હતી? આશ્રિતોનું પાલનપોષણ પરોપકારની ભાવનાથી કરો છો? સભા વૃક્ષને મન તો નથી ને? પછી કેવી રીતે શુભ ભાવ કરે? મ.સા. વૃક્ષને પણ અલ્પવિક્સિત મન તો છે જ, એટલે ઓછા વિકાસ પામેલા જીવો ઊંચું પુણ્ય કે ઊંચું પાપ બંને બાંધી શકતા જ નથી, કેમકે તેવા ભાવ કરવા સ્કોપચાન્સ(તક) સામગ્રી નથી. બાકી તો અનાજના દાણા પોતે મરીને તમને જીવાડે છે, પણ તેને તમને જીવાડવાનો ભાવ છે? બધા નબળા જીવોનું તમે શોષણ કરો છો, તે સમયે તેમનો તમને સહાય કરવાનો અંશમાત્ર ભાવ હોતો નથી. શુભ ભાવો ન હોય તો પુણ્ય ન બંધાય. સભા : પાપમાં પણ એવું? મ.સા. હા. ભાવ ન હોય તો પાપ ન બંધાય, પણ પાપમાં ભાવ ન આવવા તે મુશ્કેલ છે. તમે શુભ પ્રવૃત્તિમાં અશુભ ભાવ કરવા ટેવાયેલા છો; પણ અશુભ પ્રવૃત્તિમાં શુભ ભાવ કરવા ટેવાયેલા નથી. એકેન્દ્રિય-વિકલેન્દ્રિય-અસંક્ષીપંચેન્દ્રિય સુધીના તમામ જીવોમાં ધર્મપ્રવૃત્તિ ધર્મભાવ અંશમાત્ર નથી. ધર્મ પામવાનો, ધર્મ વિચારવાનો, ધર્મ કરવાનો કોઈ સ્કોપ( સદ્ગતિ તમારા હાથમાં !) . આ વાત છે. (૨૮) Jain Educationa International For Personal and Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ ચાન્સ નથી. તેટલી શક્તિ/અનુકૂળતા ત્યાં નથી. માટે સદ્ગતિ પામવાનું કારણ નથી. જીવનમાં ચોવીસ કલાક આર્ત-રૌદ્રધ્યાન, અશુભ લેગ્યા છે. ધર્મ નથી માટે ધર્મધ્યાન આવે જ ક્યાંથી? સતત અશુભ લેશ્યામાં પડ્યા છે. જીવનમાં અધ્યાત્મમોક્ષમાર્ગરૂપ ગુણનો કોઈ સવાલ જ આવતો નથી. માટે સદ્ગતિ પામવાનાં બીજાં જે કારણો છે તે કોઈ જ ત્યાં નથી. સંજ્ઞાઓમય જીવન છે. આખો દિવસ સંક્લિષ્ટ ભાવોમાં હોય. કીડી એંઠવાડના કણિયા પાછળ જાન આપી દે, એટલે કણિયા પાછળ કેટલી મમતા છે! તેઓને સદ્ગતિ પામવા બીજો કોઈ દરવાજો જ નથી. અકામનિર્જરા જ માધ્યમ છે. પાપથી આ બધી ગતિઓ પામેલા જીવો છે. ત્યાં દુ:ખ, દુઃખ અને દુઃખ જ હોય. આમ તો બધાને દુઃખ આવે છે પણ અકામનિર્જરા કરી શકતા નથી. મોટા ભાગના તો હાયવોય કરી કેટલુંય નવું કર્મ બાંધે, પણ અમુક જીવો શાંતિથી ત્રાસ વેઠ્યા કરે. બધાની પ્રકૃતિ સરખી હોતી નથી. જે જીવ શાંતિથી દુઃખ વેઠે છે, તે અકામનિર્જરા કરી તેવું પુણ્ય બાંધે છે, જે તેને સદ્ગતિમાં લઈ જાય છે. અકામનિર્જરા સગતિનું કારણ છે, પણ તમે દુઃખો સહન કરી શકો? ફાવે તેમ છે? સભા બોલ્યા વિના સહન કરીએ તો? મ.સા. પણ મનથી શું થાય છે તે પણ જોવું પડશે. મનથી પણ કશું ન થાય તો અકામનિર્જરા થશે. સદ્ગતિ અપાવે તેવી અકામનિર્જરા મનુષ્યભવમાં તો કરનાર કોઈ રડ્યો પડ્યો હોય. સદ્ગતિ અપાવે તેવી અકામનિર્જરા કરવી હોય તો થોડું નહિ, ઘણું દુ:ખ વેઠવું પડે તેમ છે. સભા સામી વ્યક્તિ અન્યાય કરે ને સહન કરી લઇએ તો અકામનિર્જરા કહેવાય? મ.સા. અન્યાય કરે અને સહન કરી લો એટલે અકામનિર્જરા નહિ, પણ શાંતિથી સહન કરે તો અકામનિર્જરા થાય. સભા અન્યાયની સામે શાંતિ? મ.સા. : વ્યક્તિગત અન્યાય થાય અને ભૌતિક નુકસાન થાય છતાંય શાંતિથી સહન કરો તો તે ગુણ છે. બીજાને અન્યાય થતો હોય અને લડત આપો તો ધર્મ થાય. બાકી સ્વાર્થ માટે તો કૂતરાં પણ લડે છે. પોતાના સ્વાર્થ માટે લડવાથી ધર્મ કહેવાય, તો તો પછી કહેવું પડે કે દુનિયા આખી ધર્મ કરે છે, પછી અમારે ધર્મ કરવાનો ઉપદેશ આપવાની જરૂર જ નહિ પડે. તમારા પર અન્યાય થાય અને સહન કરો તે ગુણ, બીજા સામે અન્યાય થાય ત્યારે લડત આપો તો પરોપકાર. સભા : સાચું તો સમજાવવું પડે ને? મ.સા. સવારથી સાંજ સુધીમાં તમે કેટલા જીવો પર અન્યાય કરો છો? કેટલા નબળા જીવોને રહેંસી નાંખો છો? ત્યારે વિચારો છો કે આ બધા જીવો પર (૨૯) ની સદ્ગતિ તમારા હાથમાં !) Jain Educationa International For Personal and Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ મારાથી થતા અન્યાયનો બદલો લેવામાં આવે તો મને કેટલી સજા આવે? કીડી-મંકોડા બધાંએ તમારો શું અન્યાય કર્યો છે? તેઓએ તમારું શું બગાડ્યું છે? લાખો કરોડો જીવો પર અન્યાય કરનારા તમે, સ્ટેજ અન્યાય આવે એટલે લડત આપવાની વાત? જાત માટેનાં અને જગતના જીવો માટેનાં તમારાં કાટલાં જ જુદાં છે. બીજા પર ગમે તેટલું વિતાડો તો વાંધો નહિ, તમારા પર કાંઈ થાય તો અન્યાય? તમારું કોઈએ બધું લૂંટી નાંખ્યું તો પણ એકવાર તમને જીવતા તો રાખ્યા જ ને? જયારે તમે તો બીજાને આખાને આખા પતાવી જ દો છો. તમારું હૈયું કેવું છે તે જ તમને ખબર નથી. તમને તમારાં સુખ-દુઃખ, ન્યાય-અન્યાય અને બીજાના સુખ-દુઃખ, ન્યાય-અન્યાય માટે કેટલી પડી છે, તે ક્યારેય પણ વિચારો છો? અકામનિર્જરામાં તો અન્યાય, દુઃખ, સંતાપ વગેરે શાંતિથી વેઠો અને દુ:ખ આપનારાં નિમિત્તો પ્રત્યે દ્વેષ ન કરો અને તે પણ લગાતાર સહન કરો, તો અકામનિર્જરા થાય. જયારે તમે તો મોટાં દુઃખો આવે જ નહિ તેવી પહેલેથી જ તજવીજ કરો છો ને? દા.ત. ભૂખ્યા તરફડવું ન પડે એટલે પહેલેથી જ ડબ્બા ભરી રાખ્યા છે ને? ગરમી ન લાગે માટે પંખા એ.સી. તૈયાર છે ને? માટે તમારી દુઃખ આવે તેવી મહેનત છે કે દુઃખ કાઢવાની સતત મહેનત છે? તેથી અકામનિર્જરાનો સ્કોપ-તક તમારા માટે નથી. તમને કોઈ કહે સાવચેત રહેજો વાતાવરણ બદલાયું છે તો પહેલેથી જ દવાનો ડોઝ લઈ લો સભા મનુષ્યભવમાં અકામનિર્જરા કરી હોય તેવો કોઈ દાખલો ખરો? મ.સા : હા, કલ્પસૂત્રમાં દર વર્ષે કુમારનંદીની વાત સાંભળો જ છો. તેની વિષયની લાલસા, કામુક્તા ખૂબ છે, અબજોપતિ છે. એટલે સામગ્રીથી સમૃદ્ધ છે. માટે કોઈપણ રૂપાળી કન્યા દેખાય એટલે તેનાં મા-બાપ પાસે કન્યાની માંગણી કરે, અઢળક નાણાં ખર્ચે. તેવી રીતે ૫૦૦ કન્યાને પરણ્યો છે. હવે આ બાજુ દેવલોકમાં હાસા-મહાસા નામની દેવીઓનો પતિ મરી ગયો હતો. માટે તેઓ વિચારે છે કે વગર પતિએ ન રહેવું પડે માટે યોગ્ય પાત્ર શોધીએ, જે અહીં જન્મ લે અને આપણને જલદી પતિ મળે. પાત્રની શોધમાં ફરતાં ફરતાં કુમારનંદી પર નજર પડી. દેવીઓએ તેના બંગલાના બગીચામાં બેસી પોતાનું રૂપ દેખાડ્યું. કુમારનંદી ખૂબ ઘેલો થયો છે. માટે કહે છે કે ૫૦૦ને ભૂલું તેવું તમારું સૌંદર્ય છે. દેવીઓ કહે છે, અમે પર્ણ તારી ઝંખનાથી જ અહીં આવ્યાં છીએ. અમે દેવલોકની અપ્સરાઓ છીએ. નામ-સરનામું આપી બંને ચાલી ગઈ. આ કરોડ સોનામહોર આપી પંચશીલ પર્વત પર પહોંચ્યો. દેવીઓ હાજર છે. પેલો કહે છે કે, હવે ઇચ્છા પૂરી કરો. દેવીઓ કહે, આ દેહથી મિલન ન થાય. મિલન ઇચ્છતા હો તો દેહ બદલવો પડશે. કુમારનંદી તૈયાર થઈ ગયો. અહીં પાછો આવ્યો. ચિતામાં બળવા તૈયાર થયો. બધા સમજાવે છે પણ માનતો નથી. મિત્રની વાત પણ ન માની. હવે વિચારો ચિતામાં જીવતે જીવતાં બળતાં કેટલી વાર લાગે? જીવ કાંઈ એકદમ જવાનો છે? ચામડી-માંસ બળશે, લોહી ફદફદશે, જીવ જતાં કેટલી વાર લાગશે? (સદ્ગતિ તમારા હાથમાં !) . . (૩૦) Jain Educationa International For Personal and Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ આવી સ્થિતિમાં મન ઠેકાણે રાખવું સહેલું છે? પણ આણે ઝંપલાવ્યું અને પ્રાણ ગયા ત્યાં સુધી હાસા-પ્રહાસાના ધ્યાનમાં રહ્યો. તે વખતે જો ભગવાનનું ધ્યાન કર્યું હોત તો ન્યાલ થઇ જાત. તમે પણ સંસારનાં સુખ માટે કેટલાં કષ્ટો વેઠો છો? આજ સુધી કેવું કષ્ટ સહન કર્યું? હવે આવા સમયે જો તે સોની પશ્ચાત્તાપ કરે, દેવીઓ પર દ્વેષ થાત તો દુર્ગતિમાં જાત; પણ વાસનાની વૃત્તિ સાથે મર્યો તો પણ સદ્ગતિ થઇ. સામાન્ય રીતે કામની અત્યંત વાસના સાથે મરે તો મરીને ક્યાં જાય? દુર્ગતિમાં જ. છતાં આ મરીને દેવલોકમાં ગયો. ભાવ, લેશ્યા બધું જ અશુભ હતું, છતાં અકામનિર્જરાને કા૨ણે મરીને સદ્ગતિમાં ગયો. સભા ઃ અકામનિર્જરા નિયાણા સાથે પણ હોઇ શકે? મ.સા. ઃ હા, હોઇ શકે. સભા ઃ અકામનિર્જરા ખરાબ ભાવ ને? મ.સા. : ના. તેમાં ધર્મ પામેલા જીવ હોતા નથી કે ધર્મભાવ હોય તેવું નથી, છતાં ભારે કષ્ટ શાંતિથી વેઠો તો અકામનિર્જરા થાય અને એવું પુણ્ય બાંધો તો સદ્ગતિ મળી જાય. ચારેય ગતિઓ જીવનમાં ગમે ત્યારે બાંધી શકો છો. સભા : મોર્નીંગ વોક કરતાં કરતાં દેરાસર જઇએ તો લાભ ખરો? મ.સા. : તમે મોર્નીંગ વોક કરો છો ત્યારે ખાલી દેરાસરના ભાવ જ હોય તો વાત જુદી, પણ મોર્નીંગ વોકમાં શરીર જાળવવાના ભાવો હશે તો તે અશુભ ભાવ જ થવાના. કેમકે શુભ લક્ષ્યથી આરોગ્ય જાળવવાની તમારી વૃત્તિ નથી. માત્ર શરીરની સારસંભાળનો ભાવ છોડી દો અને ધર્મઆરાધનાના લક્ષ્યથી આરોગ્ય જાળવવાના ભાવ રાખો તો પુણ્ય બંધાશે. બંધમાં પરિવર્તન કરવું હોય તો ભાવોમાં પરિવર્તન લાવવાની જરૂર છે. હલકી ગતિઓમાં બીજાં બધાં દુર્ગતિનાં કારણો હોવા છતાં એક અકામનિર્જરા સાધવાથી જ જીવ સદ્ગતિમાં આવે છે. દુઃખ વેઠનારા બધા અકામનિર્જરા નથી કરતા, પણ શાંતિથી/હાયવોય કર્યા વિના વેઠનારા જ અકામનિર્જરા કરે છે. માટે જ દુનિયામાં થોડા જીવો જ અકામનિર્જરા કરે છે. પણ આ ઉપાય તમારા માટે અધરો છે. અમે તમને સહેલા ઉપાયો બતાવીશું. તા. ૭-૬-૯૬, શુક્રવાર. અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓ જગતના જીવમાત્રને દુર્લભ એવા સદ્ધર્મની પ્રાપ્તિ કરાવવા ધર્મતીર્થની સ્થાપના કરે છે. મહાપુરુષોની દૃષ્ટિએ ચોરાસી લાખ જીવાયોનિરૂપ, ચારગતિરૂપ સંસારમાં ૩૧ સદ્ગતિ તમારા હાથમાં ! વ્યાખ્યાન: ૫ Jain Educationa International For Personal and Private Use Only. Page #37 -------------------------------------------------------------------------- ________________ મોટા ભાગની ગતિઓ એવી છે કે, જ્યાં જીવને ધર્મ પ્રાપ્ત થવો જ અશક્ય છે. અમુક જ એવી ગતિઓ છે જયાં જીવ જન્મે તો ધર્મ પામવાની સંભાવના છે. વળી ત્યાં જન્મેલા પણ બધા ધર્મ પામશે જ એવું નથી. પણ ધર્મ પામવાની શક્યતાઓ છે, તો ક્યાં છે? સંજ્ઞીપંચેન્દ્રિય જીવોમાં. તે સિવાયના બધા જીવો ધર્મ પામવા માટે ટોટલી(સંપૂર્ણ) ગેરલાયક છે. તીર્થકરો જાય તો પણ તે જીવોને ધર્મ પામવાની કોઈ શક્યતા નથી. ત્યાં ગમે તેટલો લાયક જીવ હોય તો પણ તીર્થકરો પણ તેને તારી ન શકે. આમ તો તીર્થકરોની તાકાત કેટલી? તેમના દ્વારા દેવ, મનુષ્ય, તિર્યંચગતિના અનેક જીવો ધર્મ પામે છે. નરકના જીવો તો અહીં સમવસરણમાં આવી શક્તા નથી. બાકી તે પણ ધર્મ પામે. તેઓની વાણી, બોધ-પ્રબોધ કરાવવાની શક્તિ, વાણીના અતિશયો વગેરે જ એવા છે કે જો સંજ્ઞીપંચેન્દ્રિય જીવો લાયક હોય તો ધર્મ પામી શકે. માટે તીર્થકરોએ પશુઓને પ્રતિબોધ કર્યાના દાખલા છે, પણ ઝાડ, પાન, કીડી, મંકોડાને પ્રતિબોધ કયના દાખલા નહીં મળે. આ ભવોમાં ગમે તેટલો લાયક જીવ હોય પણ ધર્મ પામવા તે સંપૂર્ણ ગેરલાયક છે. એટલું જ નહિ પણ તેઓને ચોવીસ કલાક અશુભ લેશ્યા, આર્ત-રૌદ્રધ્યાન, બધું ચાલુ છે. સતત આર્ત-રૌદ્રધ્યાન જ થવાનું, લેગ્યામાં પણ કૃષ્ણ-નીલ-કાપોતમાંથી જ કોઈક વેશ્યા હશે. પરિણતિ, કષાયો, વૃત્તિઓ પણ સંક્લિષ્ટ જ. ત્યાં તો કણિયા માટે મારામારી થાય. કૂતરાઓ એંઠવાડ માટે ઝઘડે છે. હવે ઉદારતા ગુણ આવે ક્યારે? વળી ત્યાં પરિસ્થિતિ પણ એવી હોય કે ઝઘડે નહિ તો તેને એઠવાડ પણ ન મળે. પોતાની અનુકૂળતા માટે જ ટળવળતા હોય ત્યાં બીજાને શું આપે? તમે પણ દાન ક્યારે આપો? પહેલાં તમારો પોતાનો વિચાર આવવાનો. તમારું થાય પછી જ. માટે તે ભવોમાં ઉદારતા, પરોપકાર, દયા, બીજાની હિતચિંતાની પ્રવૃત્તિઓ વગેરે થવાનો સ્કોપ(તક) જ નથી. અત્યંત સ્વાર્થી વૃત્તિઓ હોય, કષાયો પણ તીવ્ર સંક્લેશવાળા હોય, ત્યાં તમામ દુર્ગતિનાં કારણ હાજર છે અને સદ્ગતિનાં કારણોમાંથી માત્ર અકામનિર્જરાની જ શક્યતા છે. સભા : વનસ્પતિ હિંસક કેવી રીતે? મ.સા. માણસને ખાઈ જાય તેવાં ઝાડ આફ્રિકાનાં જંગલોમાં છે. ભારતમાં પણ એવાં ઝાડ છે જે જીવજંતુઓને ખાઈ જાય. એવાં ઝાડ છે કે તેના પાન પર કોઈ જીવ, પતંગિયું આવીને બેસે કે, ઝાડનું પાન ફટ દઈને બિડાઈ જાય. પછી બધું લોહી વગેરે ચુસાઈ જાય પછી પાંદડું ખોલી દે. હવે જીવડાને બદલે તમે પાન પર કાંકરી નાખો તો કાંઈ નહિ કરે. એટલે એને એનો શિકાર ખબર છે ને? એવાં ઝાડ આફ્રિકાનાં જંગલોમાં છે કે જેની નીચેથી પસાર થાવ તો સ. ૨.૨ ૨.. કરતી ડાળીઓ આવે અને તમને વીંટળાઈ જાય. પછી બધું લોહી ચૂસી લે પછી જ ડાળીઓ ખૂલે. ઝાડપાનને પરસ્પર દ્વેષ પણ હોય. જ્યાં સુધી ચેતના છે ત્યાં સુધી સુખદુઃખની લાગણી પણ થવાની. એટલે જેનાથી પ્રતિકૂળતા આવવાની ચાલુ થાય તેના પર અરુચિ થાય. વળી ત્યાં સદ્ગતિનું એકે કારણ નથી, માત્ર એક જ વિકલ્પ અકામનિર્જરા. શાંતિથી કષ્ટો વેઠ્યા કરે તો પછી સદ્ગતિ તમારા હાથમાં !) ની (૩૨) Jain Educationa International For Personal and Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ એવો સ્વભાવ થઈ જાય. સભા ઃ શાંતિ સમજથી રાખે છે? મ.સા. ઃ ના, સમજ આવી શકે જ નહિ. સાંભળવા કાન નથી, બોલવા જીભ નથી, વિચારવા મન નથી, જોવા આંખ નથી; એટલે હિતોપદેશ ન આપી શકાય. પણ બહુ દુઃખ સહન કરી કરીને હાયવોય ન કરે તેવો સ્વભાવ તૈયાર થઈ જાય. તમે પણ આવી અકામનિર્જરા કરી કરીને જ અહીં સુધી આવ્યા છો. આ ઓપ્શન(વિકલ્પ) અઘરો છે. આવું શાસન, દેવ-ગુરૂ-ધર્મ વગેરેની સામગ્રી મળી છે, છતાં નાના દુ:ખમાં પણ બેચેન થઈ જાઓ છો અને જેના તરફથી દુઃખ આવ્યું હોય તેના પર દ્વેષ વગેરે થાય છે, તો પછી મોટાં દુઃખ એક પછી એક સીરીયલ વેમાં(ક્રમસર) આવે અને છતાં શાંતિથીધીરજપૂર્વક સહન કરવું, તે બચ્ચાંના ખેલ છે? મરુદેવામાતા પણ અકામનિર્જરાથી જ આ ભવમાં આવ્યાં છે. બધું પુણ્ય કેળના ઝાડના ભવમાં બાંધ્યું. (તમારે તો શાંતિ છે ને? પણ યાદ રાખજો, પુણ્યની બધી બલિહારી છે. પુણ્ય પૂરું થશે પછી અનુકૂળતા ક્યાં ચાલી જશે તેની ખબર નહિ પડે. ભૌતિક અને ધાર્મિક સામગ્રીઓ પુણ્યથી જ પ્રાપ્ત થાય છે.) તેમનું હજાર વર્ષનું આયુષ્ય હતું. કેળના ઝાડનાં પાંદડાં મોટાં હોય, સુંવાળું શરીર. કાંટા-ફૂલ બન્ને વનસ્પતિનો જ પ્રકાર. ત્યાં પણ જેવી પુણ્યપ્રકૃતિ બાંધી હોય તેવા દેહઆકાર, રૂપ-રંગ બધું મળે. હવે બાજુમાં જ બાવળિયાનું ઝાડ છે. તમારું શરીર તો કેળના ઝાડ કરતાં ઘણું મજબૂત છે. છતાં એક પણ કાંટો વાગે તો? જ્યારે અહીં તો જરાક પવન આવે એટલે પેલા બાવિળયાના કાંટા આ ઝાડમાં ભરાઈ જાય. આવી પીડાઓ વર્ષો સુધી સહન કરવાની. ઉપરથી ગરમી-ઠંડી-વરસાદ વગેરે, આજુબાજુ મચ્છરો કરડતા હોય તે જુદું. મોટા ભાગે મચ્છરોનું ભરણપોષણ વનસ્પતિ દ્વારા જ થાય છે, કેમકે માણસ જાત તો એટલી સ્વાર્થી અને ક્રૂર છે કે કદાચ જીવવા જ ન દે. વળી તમને તો કરડે તો હલાવવા હાથ-પગ પણ છે, પણ વનસ્પતિ તો હુંકારો પણ ન કરી શકે. આવું હજાર વર્ષ વેઠ્યું છે. આમ તો બધાં વેઠે છે પણ અંદર હાયવોય-દ્વેષ ભયંકર હોય, પણ મરુદેવા માતાના જીવે આ બધું શાંતિથી વેક્યું છે, ક્રોધ વગેરે નથી આવ્યો. સભા ઃ તીર્થંકરની માતાને આટલું દુઃખ આપનાર તે બાવળિયાના જીવની શી ગતિ થઈ હશે? મ.સા. તેને ખબર નથી કે આ તીર્થંકરની માતા છે. વળી તેને દુઃખ આપવાનો ઇરાદો હોય જ તેવું પણ નથી. એના ભાવ ત્યારે કેવા હતા તે તો વિશેષ જ્ઞાની કહી શકે. જીવો માત્ર પોતાના જેવા અધ્યવસાય-ભાવો હોય તે પ્રમાણે કર્મબંધ કરી રહ્યા છે અને જ્યાં સુધી ચેતના છે, રાગ-દ્વેષ છે, ત્યાં સુધી અવિરતપણે કર્મબંધ ચાલુ છે. વળી ઝાડ વગેરેને જે દુ:ખો આવે છે તે વગર વાંકે જ આવે છે અને તેને ચોવીસ કલાક અન્યાય જ પ્રાપ્ત થાય છે. આ સંસારમાં નબળા જીવોનો કોઈ ધણીધોરી નથી. વળી તેઓ પણ નબળા (૩૩) ટેન સદ્ગતિ તમારા હાથમાં Jain Educationa International For Personal and Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ કેમ બન્યા? સબળા હશે ત્યારે તેમણે પણ બીજાને સતાવ્યા હશે અને પાપો બાંધ્યાં હશે એટલે અત્યારે પાપનો ઉદય આવ્યો. અન્યાયથી જ આખો સંસાર ચાલે છે. સભા : અન્યાય ચલાવી લેવાનો? મ.સા. : તમારા પર ભૌતિક દૃષ્ટિએ અન્યાય થતો હશે અને સહન કરી લેશો તો ક્ષમાદિ ગુણો ખીલશે. સભા અન્યાય જો ચલાવી લઈએ તો નબળાઈ ન કહેવાય? મ.સા. સહન કરવાની તાકાત ન હોય અને રડતા રડતા સહન કરો તો નબળાઈ. તમે તમારાથી મોટા માણસો ગમે તેવી રીતે તમને હેન્ડલ કરે તો ચલાવી લો છો તે નબળાઈ છે. કોઈ મિનિસ્ટર આવે તો આગળ પાછળ થાવ ને? માનો કે વ્યાખ્યાનમાં ગુજરાતના ચીફ મિનિસ્ટર આવવાના હોય તો બધા ટ્રસ્ટીઓ હાજર રહે ને? અને સાધુને ટ્રસ્ટીઓનાં દર્શન કરવા એમના ઘરે જવું પડે ને? સભા આપણી નમ્રતાને કોઈ નબળાઈ માને તો છોડવી જોઈએ? મ.સા. ના, કોઈ નબળાઈ માને તો ભલે મારે તમને શું નુક્સાન છે? પણ તમે તમારા માટે કોઈ હલકું કે ઊતરતું બોલે તો ભલે સહન કરો, પણ પત્ની, દિકરા, વગેરે જો ધર્મ માટે ઘસાતું ગમે તેમ બોલે તો કડક થઈને કહેવું પડે કે, મારા માટે તમે ગમે તેમ બોલશો તો સાંભળી લઈશ, પણ આ ઘરમાં રહેવું હશે અને દેવ-ગુરુ-ધર્મની વિરુદ્ધ બોલશો તો તમારો ને મારો સંબંધ કટ. સભા ઃ બહુ કહેવાય. મ.સા. બહુ નહીં, આવું કહેનારા શ્રાવકો છે. સભા ઃ ભૂતકાળમાં કે સેંકડો વર્ષો પહેલાં થઈ ગયા હશે. મ.સા. ના, અત્યારે, આ કાળમાં પણ છે. પહેલાંના કાળમાં હતા ને અત્યારે નથી એવું નથી. સભા તો પછી લોકો કહે ધર્મના નામે ઝઘડા કરે છે. મ.સા. જે દિવસે તમારા ઘરમાં ધર્મના નામે ઝઘડા થશે ત્યારે અમે સમજીશું કે તમારા ઘરમાં ધર્મ જીવતો છે, કેમકે તમે ધર્મ ખાતર કડવા થવા તૈયાર છો. તમે પૈસા, કીર્તિ, કે જેના પ્રત્યે લાગણી/રાગ હોય તેને આંચકો આવે તો જ ઝઘડો છો. પછી જો ધર્મ ખાતર ઝઘડો, કડવા થાઓ, તો અમને લાગે કે હજી તમારા દિલમાં ધર્મ વસી રહ્યો છે. તમારે ત્યાં શું કહેવાય? મજબૂત વિરોધપક્ષ તંદુરસ્ત લોકશાહીની નિશાની છે. એટલે વિરોધ ન થાય તો લોકશાહી મરી પરવારી કહેવાય ને? તેમ ઘરમાં ધર્મ ખાતર વિરોધ સદ્ગતિ તમારા હાથમાં !). કાર બી (૩૪). Jain Educationa International For Personal and Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ ઝઘડા થાય તો દઢ ધર્મ પામ્યાની નિશાની કહેવાય ને? દુનિયા આખી ધર્મી બની જશે પછી ધર્મી ને અધર્મી સાથે મતભેદ નહીં પડે, અને અધર્મી સાથે ધર્મીને ભેદ પડે તો તે પ્રશસ્ત વૈષ છે. ભગવાને જયાં દ્વેષ કરવાનો કહ્યો છે, ત્યાં દ્વેષ ન કરો તો પણ પાપ લાગે. આપણે ત્યાં અપ્રશસ્ત રાગદ્વેષની નિંદા-ગાહ છે, પ્રશસ્તની નહિ. વંદિત્ત સૂત્રમાં શું આવે છે? જંબદ્ધ... ચઉહિ કસાહિ અપ્પસચૅહિ. તેનો અર્થ અપ્રશસ્ત કષાયની નિંદા કરું છું, ગર્તા કરું છું, મિચ્છામિ દુક્કડ આપું છું. પ્રશસ્ત કોઈપણ કષાયનું મિચ્છામિ દુક્કડ છે? વંદિતુમાં અપ્પસત્યેહિ શબ્દ શું કામ લખ્યો? કેમકે પ્રશસ્તની નિંદા-ગહ છે જ નહિ. તમે પ્રશસ્ત ગુસ્સો કર્યો હોય અને પછી કોઈ કહે પ્રાયશ્ચિત્ત આપો તો હરગીઝ ન અપાય. પ્રશસ્ત કષાય ધર્મ છે અને મિચ્છામિ દુક્કડ અધર્મનું અપાય, ધર્મનું નહિ. તમે દેરાસરમાં ભગવાનની એકદમ સરસ ભક્તિ કરો, તમારા રાગ વિક્સ, પછી કોઈ કહે રાગ કર્યો તેનું મિચ્છામિ દુક્કડે આપો, તો અપાય? અપ્રશસ્ત કપાયના મિચ્છામિ દુક્કડં હોય. જ્યાં જ્યાં ભગવાને રાગદ્વેષ કરવાના કહ્યા છે, ત્યાં ત્યાં અવશ્ય કરવા જ જોઈએ, એકાંતે રાગદ્વેષ છોડવાના નથી. અત્યારે અશુભ છોડી શુભ પકડવાના છે. તમારા જીવનમાં દેવ-ગુરુ-ધર્મની નિંદા સહન કરો તો દોષ અને સહન ન કરો પણ યોગ્ય આચરણ કરો તો તે દોષ નથી, પણ તમારા ગુણો વિકસશે અને આરાધના થશે અને સામે યોગ્ય પાત્ર હશે તો સુધરશે. તે પણ વિચારશે કે આમની, કોઈ દિવસ વ્યક્તિગત ડીમાન્ડ (માંગણી) નહિ હોય. આવી છાપ હશે તો ઊલટાનું કુટુંબમાં તમારી દેખરેખ વધારે રાખશે. કેમકે ખબર છે કે આ પોતાની જાતની ચિંતા નહિ કરે, માટે આપણે જ વિશેષ ચિંતા રાખવી. તેથી જાત પ્રત્યેના અન્યાય સહન કરીને કાંઈ ગુમાવવાનું નથી, આ ભવ-પરભવમાં લાભ જ છે. તમારા માટે કોઈ ખોટા અભિપ્રાય આપશે નહિ અને આપવા જશે તો પણ રીજેક્ટ(અસ્વીકાર) થઈ જશે, વળી એટલા સહિષ્ણુતા વગેરે ગુણો વિક્સશે. વળી આ ભવમાં જે સહન કરવાનું છે તે તો નેગ્લીજીબલ(નગણ્યો છે. પરંતુ તમારા માટે અનામનિર્જરા નકામી. સભા ઃ એ તો ઝાડ જ કરી શકે! મ.સા. ત્યાં પણ બધાં નથી કરી શકતાં કોઈક જ કરે છે. યાદ રાખજો એક વાર સંજ્ઞીપણું ગયું એટલે આવી બન્યું સમજજો. ટૂંશ નીકળી જાય એટલું દુઃખ વેઠો પછી કાંઈક પુણ્ય બંધાય. તેને નદી ગોલ પાષણ ન્યાય' કહે છે. પથ્થર લીસો લાગે પણ કેટલો માર ખાઈ ખાઈ પર લીસો થયો હોય? સભા : પ્રતિક્રમણ વગેરેમાં ઊભા ઊભા ક્રિયા કરીએ તો અકામનિર્જરા થાય? મ.સા. : મોક્ષમાર્ગ પામેલા હોય અને ધર્મક્રિયા કરતા હોય તો સકામનિર્જરા અને મોક્ષમાર્ગની બહાર હોય તો અકામનિર્જરા કહેવાય. સકામનિર્જરામાં કષ્ટ થોડું વેઠવાનું અને નિર્જરા અસંખ્ય ગણી. નરકમાં જીવો કરોડો વર્ષ જે દુ:ખ ભોગવીને કર્મ ખપાવે, તેટલું દુઃખ ધર્માત્મા જીવ એક નવકારશીના પચ્ચખ્ખાણમાં ખપાવે. એક જીવ અધ્યાત્મના સદ્ગતિ તમારા હાથમાં !) Jain Educationa International For Personal and Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ માર્ગ પર ચડ્યા પછી નાનું પણ કષ્ટ વેઠે તો મોટો લાભ મેળવે છે. હોશિયાર ડોક્ટર એક નાનું પણ ઈજેશન આપે, ઇજેક્શનની એક નાની જ પીડા આપી રોગની મોટી પીડા રદબાતલ કરી નાંખે. સકામનિર્જરામાં સ્વેચ્છાએ થોડું પણ કષ્ટ વેઠે તો કેટલાંય કર્મ ખપે અને ભાવિ મહાલાભ. સકામનિર્જરા માટે તો મોક્ષમાર્ગમાં આવવું જ પડે. અભવ્યનો જીવ અણીશુદ્ધ પાંચ મહાવ્રત પાળે તો પણ અકામનિર્જરા જ થાય છે. સંજ્ઞી પંચેન્દ્રિય સિવાયના કોઈ પણ જીવો સકામનિર્જરા કરી શકે તેમ નથી. પહાડ જેટલું દુ:ખ વેઠી રાઈ જેવડી નિર્જરા તે અકામનિર્જરા અને રાઈ જેટલું દુઃખ વેઠી પહાડ જેટલી નિર્જરા તે સકામનિર્જરા. અકામનિર્જરાથી સદ્ગતિ પામવી તે મોસ્ટ ડીફીકલ્ટ વે(ઘણો અઘરો રસ્તો) છે. મરુદેવામાતાએ આખા ભવચક્રમાં છેલ્લું અંતર્મુહૂર્ત જ આરાધના કરી છે. ઇવન મરુદેવામાતાના ભવમાં પણ નવકારશી/સામાયિક/પ્રતિક્રમણ/તપત્યાગ કાંઈ કર્યું નહોતું, કેમકે શાસન સ્થપાય તે પહેલાં તો મોશે પહોંચી ગયાં છે. સભા મંદ કષાય હતો? મ.સા. ? હશે, પણ આપણે ત્યાં સદ્ગતિના કારણરૂપ જે મંદકષાય કહ્યો છે તેવો મંદકષાય ન્હોતો. તેઓ માટે અકામનિર્જરા જ શબ્દ વાપર્યો છે. માટે એક પણ સદ્ગતિનું કારણ આવે એટલે સદ્ગતિ નક્કી. અહીં કેળના ભાવમાં વેશ્યા અશુભ, ભાવ અશુભ છે, પણ અકામનિર્જરા સદ્ગતિનું કારણ હાજર છે. સભા સદ્ગતિનું એક કારણ હોય અને દુર્ગતિનાં બીજાં બધાં કારણ હોય છતાં સદ્ગતિ કેમ મળે? મ.સા. : સદ્ગતિનાં કારણ એટલાં પ્રબળ છે કે એમાંથી એક પણ કારણ તમે લો તો બધાં દુર્ગતિનાં કારણો હવા ખાતાં રહી જાય. સંસારમાં પણ એક દાદાને પકડી લો તો બીજા બધા સામાન્ય ગુંડા તો બેસી જાય ને? આમ પણ અધર્મ કરતાં ધર્મની તાકાત વધારે છે. અજ્ઞાન કરતાં જ્ઞાનની, અંધકાર કરતાં પ્રકાશની તાકાત વધારે ને? ગુફામાં હજારો વર્ષોથી ઘનઘોર અંધારું જામેલું હોય પણ ટોર્ચ લઈ જાઓ અને એક પ્રકાશનું કિરણ રેડો તો અંધકારને ભાગવું પડે ને? આત્મામાં અનંત જ્ઞાન છે. ભણવાનું ચાલુ કરે એટલે જ્ઞાન પ્રગટતું જાય. તેમ અનંતકાળથી કર્મો અડ્ડો જમાવી બેઠેલાં છે, પણ જીવ સહેજ પુરુષાર્થ કરે એટલે કર્મો ખસવા માંડે. જો ધર્મની તાકાત ઓછી હોત તો જીવ અનંતકાળથી પડેલા અધર્મને ખસેડી જ ન શકે. બધે ખોટા કરતાં સારાની તાકાત વધારે જ હોય. ધર્માત્માનું આત્મબળ પણ વધારે જ હોય. જયાં આત્મા ધર્મની પડખે બેઠો છે, ત્યાં અધર્મની મજાલ નથી કે ધર્મને દબાવી શકે. આવું શાસ્ત્રોમાં ઠેર ઠેર લખ્યું છે. સગતિનું બીજું કારણ - (૨) મંદકષાય - આવો જીવ પણ નિયમા સદ્દગતિમાં જાય. શાસ્ત્રમાં ( સદ્ગતિ તમારા હાથમાં !) પણ છે. (૩૬) Jain Educationa International For Personal and Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ મંદકષાયને માટે યુગલિકાદિ જીવોનાં દૃષ્ટાંત છે. મનુષ્ય ભવ તમે પણ પામ્યા છો અને યુગલિકો પણ પામ્યા છે. વળી તેઓનું તો લાંબું આયુષ્ય-અસંખ્યાત વર્ષોનું. હવે જીવન લાંબું એટલી પાપપ્રવૃત્તિ વધારે ને? વળી તમારા કરતાં કઇ ગણી મોજમઝા ત્યાં છે. મનુષ્યભવમાં પણ ભોગ માટે તો અનુકૂળ ભવ યુગલિકોનો જ ભવ. વળી તમારી કર્મભૂમિ, તે ભોગભૂમિ. ત્યાં ભોગ ભોગવવા જન્મ મળ્યો છે. તમારે કોઇ ભોગ જોઇએ તો મફત મળે કે પહેલાં મજૂરી કરવી પડે પછી મળે? યુગલિકોને કમાવા જવાની જરૂર નહિ. તમારે ત્યાં તો શ્રીમંતોના દીકરાઓને પણ સખત મહેનત કરીને ડીગ્રી મેળવવાની. પછી ગમે તેટલો મોટો ઉદ્યોગપતિનો દીકરો હોય પણ મહેનત તો કરવી પડે ને? જ્યારે યુગલિકોને તો પોતાની સેવામાં કલ્પવૃક્ષો હાજર જ હોય. ખાવા, પીવા, રહેવાની કોઇ ચિંતા નહિ. રૂપાળા, સશક્ત, નીરોગી દેહ હોય. જન્મે ત્યારથી રૂપાળા, નીરોગી. વળી જોડલું જન્મે, કલ્પવૃક્ષ સતત સેવામાં હાજર, ઉપરાંત કાળ પણ અનુકૂળ. જમીન પણ કેવી હોય? શાસ્ત્રમાં વર્ણન છે. અહીંની સ્વાદિષ્ટમાં સ્વાદિષ્ટ મીઠાઇમાં જે મીઠાશ હોય, તેના કરતાં અનેકગણી મીઠાશ તે સમયની માટીમાં હોય. માટીનો એક ફાકડો મારી દે તો પણ કામ થઇ જાય ને? ત્યાં કાંઇ આરાધના નહિ. જિંદગી આખી મોજમઝા-જલક્રીડાઓ વગેરે કરે. સંસારમાં આમોદ-પ્રમોદ-નૃત્ય વગેરે કરવાનાં. જીવનમાં આના સિવાય બીજું કાંઇ નહિ. સભા : દેવલોક જેવાં સુખ હોય? મ.સા. : ના, તેના કરતાં નીચાં. ગમે તેમ તો પણ આ તો મર્ત્યલોકના ભોગ છે. શાસ્ત્રમાં તેમના આહાર-નીહાર, તે સમયનું વાતાવરણ વગેરે બધાનું વર્ણન છે. અહીં પણ પહેલા-બીજા-ત્રીજા આરામાં યુગલિકો હતા. તેઓના જીવનમાં આરાધના/ધર્મ કાંઇ નથી. મોક્ષમાર્ગની સાધના, ગુણસ્થાનક, દ્રવ્યથી પણ વિરતિ, વગેરે સદ્ગતિનું બીજું કોઇ કારણ નથી. પણ તેઓ મરીમરીને દેવલોકમાં જ જાય. સભા ઃ કઇ લેશ્યા હોય? મ.સા. ઃ ચાર માની છે. ઘણા કૃષ્ણ, નીલ, કાપોતમાં પણ હોય. કોઇકને શુભ લેશ્યા પણ હોય, પણ ધ્યાન અશુભ હોય. તેમના જીવનમાં દુર્ગતિનાં પાંચેય કારણો છે, પણ એક સદ્ગતિનું કારણ બેઠું છે. માટે એક પણ કારણને અપનાવી લો એટલે મર્યા પછી સલામતી સુનિશ્ચિત છે. હવે મંદકષાય સમજવાનું જરૂરી છે. બાકી તમારામાંથી ઘણાને અત્યારે ભ્રમણા છે કે અમારા કષાયો હવે મંદ થયા છે. યુગલિકો લાખો-કરોડોની સંખ્યામાં વસતા હોય. સમુદાયમાં રહે છે પણ કોઇ સત્તાધીશ નથી. રુલર રુલ્ડ કોઇ નથી. કોઇને કોઇના પર ચડી બેસવાની વૃત્તિ જ નથી. તમને ચારમાં વજન પાડવાની ઇચ્છા રહે ને? રુઆબ પડે તેવી ઇચ્છા થાય ને? અહીં તો લાખો-કરોડો ભેગા રહે પણ કોઇને કોઇના પર સત્તા જમાવવાની વૃત્તિ જ ન જાગે. આ પરિકથા નથી, શાસ્ત્રોની વાતો છે. પતિ-પત્ની પણ કરોડો વર્ષોથી સાથે હોય, પણ કોઇ ઝઘડો ન થાય. આ (૩૭ સદ્ગતિ તમારા હાથમાં ! Jain Educationa International For Personal and Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ તમારા જૈનમરચન્ટમાં એવું એક પણ ઘર મળે કે દિવસમાં એક વાર ઝઘડો ન થાય? સભા આખા પાલડી વિસ્તારમાં ન મળે. પણ સાહેબ ! બુદ્ધિશાળીમાં જ ઝઘડા થાય ને? મ.સા. તો આ બધા મૂર્ખ હતા? સભાઃ ઇચ્છાથી જોઇએ તેટલું મળતું હતું ને? મ.સા. તમે પચ્ચખ્ખાણ કરો કે વગર મહેનતે જે મળે તે બાબતમાં ઝઘડો નહિ કરું. અરે વગર મહેનતે નાનું ટેબલ મળ્યું હશે તો પણ, કોઈ એમને એમ ઉપાડી જશે તો લઈ જવા દેશો? સભા : નિમિત્ત વિના તો મંદ કષાયો જ હોય ને? મ.સા. અંદર હોળી સળગે છે તેનું શું? સભા અંદર હોળી થાય, બહાર ન આવે, તો ચાલે ને? મ.સા. કર્મ અંદર વ્હાર બન્નેથી બંધાય છે. સભા ત્યાં જન્મથી સુખો હોય એટલે આપણે ત્યાં જ જન્મીએ તો સારું ને? મ.સા. આપણા બાપનું રાજ છે? એ ભવ એમને એમ મફતમાં નથી મળતો. પુણ્ય બાંધો પછી ભવ મળે. સભાઃ શું કરીએ તો યુગલિક થવાય? મ.સા. શાસ્ત્રમાં એકેન્દ્રિય બેઇન્દ્રિય/તે ઇન્દ્રિય/ચઉરિન્દ્રિય/પંચેન્દ્રિય, તેમાં પણ નારક, મનુષ્ય તેમાં પણ યુગલિકો, દેવલોક તેમાં હલકા-ઊંચા દેવો; બધાના ભવા માટેના કેવા અધ્યવસાયો મનોભાવ જોઇએ, તેના ચાર્ટ તૈયાર જ છે. યુગલિક એક પણ દિવસ ધમરાધન નથી કરતા છતાં શાસ્ત્ર કહે છે, મરીને દેવલોકમાં જશે; કેમકે મંદકષાય છે. વ્યાખ્યાન : ૬ તા-૮-૬-૯૬, શનિવાર. અનંત ઉપકારી, અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓ જગતના જીવમાત્રના આ ચોરાસી લાખ યોનિરૂપ, ચતુર્ગતિરૂપ સંસારનો ઉચ્છેદ કરાવવા ધર્મતીર્થની સ્થાપના કરે છે. મહાપુરુષોની દષ્ટિએ આપણે બધા ચાર ગતિ-ચોરાસી લાખ યોનિમાં રખડ્યા કરીએ તે બરાબર નથી. વારંવાર જન્મ-મરણ, આધિ-વ્યાધિ-ઉપાધિમય જીવન આત્મા - સદ્દ્ગતિ તમારા હાથમાં !) કે , ૩૮) Jain Educationa International For Personal and Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ માટે કલંકરૂપ છે. પણ અત્યારે ચારે ગતિનો ઉચ્છેદ કરવો શક્ય નથી. જો ચારે ગતિને છોડી પાંચમી ગતિ(મોક્ષ) પ્રાપ્ત કરી શકીએ એમ હોય તો પછી સદ્ગતિ પણ પસંદ કરવા જેવી નથી. તીર્થંકરો સાધના કરી ચાર ગતિનો ત્યાગ કરી મુક્તિ ગતિને પામ્યા છે, એટલે મેળવવા લાયક તો મુક્તિપદ જ છે; પણ તે ન મળે તો સંસારમાં બેઠા છો ત્યાં સુધી કયા ભવને પસંદ કરવો? બાકી તો એક પણ ભવ પસંદ કરવા જેવો નથી. પણ આ ભવમાં પરમ સાધના કરી મોક્ષ પામીએ તેવી કોઈ શક્તિ નથી. કાળબળ વિપરીત, મનોબળ-સંઘયણબળ નબળું, વિકાસ માટેની સામગ્રી પણ ઓછી, માટે અહીંથી મોક્ષમાં તો નથી જ જઈ શક્યાના. બીજી બાજુ મૃત્યુ નિશ્ચિત છે. મર્યા પછી પરલોક ચોક્કસ છે. તો પછી જયાં વિકાસની તક, સામગ્રી, આરાધનાનો સ્કોપ હોય તેવી સદ્ગતિનો વિચાર કરવો જોઈએ. સદ્ગતિનાં કારણોમાંથી કોઈએ એક, બીજાએ બીજું એમ જેટલા પણ મનુષ્યભવ દેવલોકમાં પહોંચ્યા છે, તે બધાએ આગલા ભવમાં કોઈ ને કોઈ સદ્ગતિનું કારણ સેવેલું, માટે જ અહીં સુધી પહોંચ્યા છે. તમે પણ આગલા ભવમાં સદ્ગતિના કોઈ પણ કારણની સેવના કરેલી, માટે આટલા લેવલ સુધી પહોંચ્યા છો. હવે આના કરતાં ઉપરની કેટેગરીમાં(કક્ષામાં) જવું છે કે નીચેની કેટેગરીમાં જવું છે તે વિચારવાનું છે. તમે ધંધામાં થોડું કમાઓ, સેટલ થાઓ, પછી લક્ષ્ય શું હોય? આગળ વધવાનું કે પાછળ જવાનું? હવે આનાથી હલકું-નીચું નથી જોઇતું એવું માનસ તો ખરું? ઘણા ગામડામાંથી આવ્યા હોય ત્યારે નાની રૂમમાં રહેતા હોય, પછી નાનો ફ્લેટ, પછી મોટો ફ્લેટ, પછી બંગલો, પણ ક્યાંયે ડીક્લાઈન(ઊતરતી) દૃષ્ટિ ખરી? આપણે ભૂતકાળમાં કયા સતિના કારણની સેવનાથી આ ભવમાં સદ્ગતિ પામ્યા છીએ, તે વિચારવાનો આપણો વિષય નથી. તે વિશિષ્ટ જ્ઞાની જ કહી શકે. પરંતુ હવે આનાથી ઉપર જવું હોય કે લેવલ જાળવી રાખવું હશે તો પણ સદ્ગતિનાં કારણને જીવનમાં ગોઠવવાં પડે. અત્યારે તમારો પુરુષાર્થ ઊંચા લેવલનો છે કે નીચા લેવલનો છે? ઊંચી ગતિમાં જવું હશે તો તૈયારી વધારે જ કરવી પડશે. દુનિયામાં પાંચ અબજની મનુષ્યોની વસ્તીમાં તમને માનવભવ, તેમાં આર્યદેશ, તેમાં પાછું આર્યકુલ, એમાં પણ જૈનકુલ, જૈનજાતિ, જૈનધર્મની સામગ્રી વગેરે મળ્યું. આવા માણસોની સંખ્યા લાખોમાં જ આવે. તેમાં તમારો નંબર લાગ્યો, છતાં ઘણો ખામીયુક્ત મનુષ્યભવ પ્રાપ્ત થયો છે. છેલ્લું સંઘયણ, નિર્બળ મનોબળ, વિશિષ્ટ જ્ઞાની પુરુષોનો યોગ નથી. અત્યારે કોઈ ત્રિકાળજ્ઞાની મળે તેમ નથી. એટલે ખામીઓ પણ છે ને? હવે આ લેવલ ટકાવી રાખવા ઓછામાં ઓછું ગયા ભવ જેટલું પુણ્ય તો મેળવવું જ પડે. અને અહીં જે પ્રાપ્ત થયું છે તેનાથી આગળ જવા તો તેના કરતાં પણ વધુ પુણ્ય જોઈશે. સગતિમાં પણ ભેદ છે. મહાવિદેહમાં જન્મી વિશિષ્ટ જ્ઞાનીનો યોગ વગેરે પામ્યા હોત તો આત્માને વિકાસની ફેસીલીટી(અનુકૂળતા) કેટલી? ત્યારે કોઈ તમારો પરભવ અથથી ઈતિ સુધી કહે અને જાતિસ્મરણજ્ઞાનથી તે દેખાય તો પણ પરલોકની શ્રદ્ધા કેટલી વધે? અત્યારે આવા ગુરુઓ ન મળે. અત્યારે ત્રિકાળજ્ઞાની તો શું પણ ચૌદ પૂર્વધરો, અવધિજ્ઞાની, એક { ૩૯ ) સદ્ગતિ તમારા હાથમાં Jain Educationa International For Personal and Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ પૂર્વધર, શ્રુતકેવલી, અરે! વિશિષ્ટ નિમિત્તશાસ્ત્રના જાણનાર પણ કોઈ નથી. એટલે આ ઓછું કેમ મળ્યું? પુણ્ય કાચું હતું, ઓછું હતું માટે જ ને? આજથી બસો વર્ષ પહેલાં આટલી અશ્રદ્ધા નહોતી, પણ પુણ્ય કાચું એટલે અત્યારે બધું લૂટિત-ખામીવાળું મળ્યું. મંદકપાય-આપણે સદ્ગતિનું બીજુ કારણ મંદકષાય વિચારી રહ્યા છીએ. મંદકષાયવાળા જીવો સંસારની બધી પ્રવૃત્તિ કરતા હોય, ભોગ-વિલાસની પ્રવૃત્તિ પણ કરતા હોય, પણ તે વખતે મંદકષાયને લીધે તીવ્ર પાપ નહિ બાંધે, પણ પુણ્યપ્રકૃતિ જ બાંધશે. મંદકપાયવાળા આત્મામાં અમુક શુભ પરિણામ થવાના, જેથી અમુક પુણ્યપ્રકૃતિ તો ચોવીસે કલાક બંધાવાનું ચાલુ જ રહે. તેના દષ્ટાંતમાં યુગલિકો તો છે જ, પણ તે સિવાય મનુષ્યભવમાં પણ કેટલાય એવા હોય જે મંદકષાયથી દુર્ગતિ ન બાંધે. સભા ઃ દષ્ટાંત આપો. મ.સા. ત્રિશષ્ટિશલાકાપુરુષ ચરિત્રમાં પ્રભુ આદીશ્વર પ્રભુની સાત પેઢી સુધીનું વર્ણન આવે છે. તે વર્ણન વેદ-ઉપનિષદોમાં પણ આવે છે. ઈતિહાસકારોને પણ આપણો ધર્મ પ્રાચીન છે તે કબુલવું પડ્યું છે, કેમકે તેમને ત્યાં ઋગ્વદને અતિપ્રાચીન ગણે છે, તેમાં ભગવાન શ્રી ઋષભદેવની સાત પેઢીનું વર્ણન આવે છે. તેમાં પહેલા કુલકર વિમલવાહન, આ ભવમાં યુગલિક છે, આગલા ભવમાં વિમલવાહનનો જીવ મોટા શ્રેષ્ઠી-શ્રીમંતનો પુત્ર હતો. ભોગવિલાસ કરનારો હતો. એ એક દિવસ મિત્રો સાથે ફરવા ગયો છે. ભરયુવાની છે. શોખીન જીવડાઓ ઉદ્યાનમાં ક્રીડા કરી રહ્યા છે. પણ આ વિમલવાહનના જીવનમાં અનાચાર/વિકૃતિઓ નથી. કલાસંપન્ન (૭૨ કલાથી યુક્ત), બુદ્ધિશાળી/નિપુણ ચતુર/પ્રજ્ઞાસંપન્ન પુરુષ છે. તેમાં યોગાનુયોગ તે જ નગરની શ્રેષ્ઠીકન્યા સખીઓની સાથે તે જ ઉદ્યાનમાં આવેલી, હરીફરી ક્રીડા કરી રહી છે. આ કન્યા ફૂલ ચૂંટી રહી છે. તે વખતે તેના રૂપને જોઈને મોહિત થયેલો દુષ્ટ ભાવવાળો કોઈ પુરુષ એનો હાથ પકડી એનું અપહરણ કરવાનો પ્રયત્ન કરે છે. તે કન્યા ચીસાચીસ કરે છે. આ શ્રેષ્ઠીપુત્ર તે સાંભળે છે. એટલે કન્યાના રક્ષણ માટે દોડે છે અને કન્યાને બચાવવા પેલા દુષ્ટ પુરુષને ઝપાઝપીમાં મહાત કરી, કન્યાનું રક્ષણ કરી, કન્યાને છોડાવી, તેની સખીઓ સાથે ઘેર પહોંચાડે છે. આ બનાવ પછી કન્યાનું મન તે પુરુષ પર આકર્ષિત થયું છે. પછી માંગું મુકાયું. બંને એકબીજાને યોગ્ય હતાં. લગ્ન થયાં. પેલી અત્યંત રૂપવતી કન્યા હતી. બન્નેનો યોગ્ય રીતે સંસાર મંડાયો છે. હવે પતિનો એક મિત્રગોઠિયો જોડીદાર જેવો છે. તે મિત્રને શ્રેષ્ઠીપુત્ર સાથે ઘણો સંબંધ હતો. પણ શ્રેષ્ઠી ઘણો ચતુર હતો. એટલે એક દિવસ પુત્રને કહે છે, “આ તારો મિત્ર મને બહુ યોગ્ય લાગતો નથી, માટે એની સાથે સંબંધ ન રાખ.” મિત્ર સ્વભાવથી સ્વાર્થી, લુચ્ચો છે, તે તેના પિતા પારખી ગયા છે. પણ પેલો ભોળો કે મિત્રને ઓળખ્યો નહિ. છતાં પિતાની વાત માને છે. સાથે કહે છે, “પિતાજી! આમ તો મને એવું લાગતું નથી. પણ આપ કહો છો તો હવે પછી એની સાથે સાવચેતીથી રહીશ. પણ આટલા બધા સંબંધો એકદમ કેવી રીતે તોડી શકું? છતાં હું ઉચિત વ્યવહાર કરીશ.” એમ કહી વિનયથી વાત ટાળી દીધી. (સદ્ગતિ તમારા હાથમાં !) . , , , , , , C ૪૦) Jain Educationa International For Personal and Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ તેવામાં આની પત્ની જોઇ પેલા મિત્રને તેની ઉપર અનુરાગ થયો છે. તેની બુદ્ધિ બગડી છે. પૂ. હેમચંદ્રાચાર્ય મહારાજ સાહેબે ત્રિશષ્ટિશલાકાપુરુષ ચરિત્રમાં વર્ણન કરેલું છે. આ બંને પતિ-પત્ની જીવનમાં કોઇ વિશિષ્ટ ધર્મ આરાધના અધ્યાત્મની સાધના વગેરે કરતાં નથી. ભોગવિલાસ પ્રમાણેનું જીવન જીવે છે. સંસારમાં સેટલ થઇ રસથી જીવે છે. જો કે આમ તો અનેક અનાચાર/દુરાચાર વિકૃતિઓના માર્ગે જઇ શકે તેવા સ્કોપ છે, છતાં પણ તેઓ સજ્જનને શોભે તેવી રીતનું જીવન જીવે છે. હવે તેનો મિત્ર તો રોકટોક વિના તેના ઘરમાં જાય છે. એકવાર તેની પત્ની એકલી હતી અને તે મિત્ર આવ્યો છે. અવસર મળવાથી નજીક બેસી મીઠી મીઠી વાતો શરૂ કરી. આ સમજે છે કે આનો એના પતિ પ્રત્યે અનુરાગ ઘણો છે. એટલે જ્યાં સુધી આનું મન ત્યાંથી ઊઠે નહિ ત્યાં સુધી મારા પર નહિ ઠરે. એટલે એનું પતિ પરથી મન ઊઠે તેવી ગોઠવણી કરી પછી કહે છે, “ભાભી તમે તો બહુ ભોળાં છો” પેલી પૂછે છે “કેમ?” મિત્ર કહે “તમારો પતિ, મારો જીગરજાન મિત્ર, તમારા પર લાગણી છે માટે હિતકારી તરીકે કહું છું કે, બહાર ક્યાં જાય છે તે તમને ખબર નથી.’’ પેલી કહે “એમાં શું? કામકાજે વ્યવહારમાં જતા હશે.’’ મિત્ર કહે “એમ નહીં. છૂપી રીતે બીજી સ્ત્રીઓ પાસે જાય છે.આવા આવા સંબંધો છે.’’ વગેરે વાતો કરે છે. પેલી ખિજાઇ જાય છે અને કહે છે “હવે પછી મારા પતિની નિંદા કરશો નહિ.’ એમ કહી ધમકાવીને કાઢી મૂકે છે. શ્રેષ્ઠીપુત્રનું ઘડતર-વર્તન જ એવું છે કે તેના પડછાયા જેવો મિત્ર આવી વાત કરે છે છતાં પત્નીને શંકા જતી નથી. પત્નીના મનમાં એનું સ્થાન કેવું હશે? ખાસ મિત્ર કહે છે પણ માનવા તૈયાર નથી. આવી રીતે એકવાર બન્યા પછી પણ પેલા મિત્રે બીજી વાર અયોગ્ય માંગણી કરી. પત્નીએ ફરી ધમકાવીને કાઢ્યો છે. યોગાનુયોગ શ્રેષ્ઠીપુત્ર સામે મળ્યો. આનું તો મ્હોં પડી ગયેલું છે. પેલા શ્રેષ્ઠીપુત્રને આના પર અનહદ લાગણી છે. માટે પૂછે છે, “મિત્ર! તારું મોં કેમ પડી ગયું છે? ચિંતા, ઉદ્વેગ, શોક કેમ છે?’’ પેલો કાંઇ કહેવાની ના પાડે છે. એટલે શ્રેષ્ઠીપુત્ર કહે છે “મારાથી અંતર?’ હવે આ ઉસ્તાદ છે, માને છે કે લાગ સારો છે. એટલે પછી કહે છે, “મિત્ર! શું વાત કહું? કહેવાની ચિંતા છે અને નહિ કહેવામાં પણ તારા હિતનો સવાલ છે.” પેલો આગ્રહ કરી પૂછે છે એટલે કહે છે, “મિત્ર! તારી પત્ની મર્યાદામાં નથી.” “એવું તે શું જોયું? મને કોઇ એવો અણસાર પણ આવ્યો નથી.” પેલો કહે “મારા પર વિશ્વાસ હોય તો કહું કે, મારી પાસે અનુચિત માંગણી કરી, માટે હું ઉદ્વિગ્ન થઇ બહાર નીકળી ગયો, પણ તું સાવધાન રહેજે.’ મોટામાં મોટું વૈમનસ્ય ઊભું થઇ શકે તેવો પોઇન્ટ(મુદ્દો) છે. પેલાને મિત્ર પર વિશ્વાસ છે, માટે વિચારે છે, “શાસ્ત્ર કહે છે, ક્યારે મન ચંચલ થાય તે કહેવાય નહિ.' હવે આવું મનમાં બેસી ગયા પછી શું હાલત થાય? પત્નીને બેઠું મિત્ર નંગ છે, પતિને બેઠું પત્ની મર્યાદામાં નથી, કુશીલ છે. છતાં પતિ અંદ૨ ઘરમાં આવે છે પણ તેના વ્યવહારમાં-ભાવમાં કોઇ ફેર નથી. ગમ ખાઇ જાય છે. વિચારે છે, “આ સંસારમાં શું ન બને?” તેના રાગ-આકર્ષણમાં ફેર પડી જાય છે, પણ વ્યવહારથી-બહારથી અભિવ્યક્તિમાં કોઇ ફેર નથી. શાંત, સહિષ્ણુ, ઉદાર છે. પત્નીને કાંઇ કહ્યું નથી. આ સદ્દ્ગતિ તમારા હાથમાં ૪૧ Jain Educationa International For Personal and Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ બાજુ પત્નીને થયું, “બંને ખાસ મિત્રો છે. મારા પતિને મારા કરતાં પણ મિત્ર પર વધારે લાગણી છે. કદાચ મારા રૂપથી એનું મન બગડ્યું માટે હું સાવધાન થઇ જઇશ, પણ આવી ખરાબ/નિંદનીય વાતો પતિને શું કામ કરવાની? અને કરીશ તો બંનેના જીવનમાં વૈમનસ્ય થશે. હું હવે સાવધાન થઈ જઈશ.” એટલે તે પણ પતિને કહેતી નથી. પત્નીને શંકા નથી પણ પતિને તો શંકા પણ જાય છે. આવું જીવૃનમાં બન્યું છતાં બન્ને મૃત્યુ સુધી એ જ રીતે દામ્પત્ય જીવન જીવ્યાં છે. બન્નેએ એકબીજાને કોઇ ઊણપ આવવા દીધી નથી. તમે બન્નેના સ્વભાવ સમજી શકશો? ગંભીરતા/સહિષ્ણુતા/ઉદારતા કેટલી હશે? તમે કોઇની પણ ખામી જાણો તો તેને કીધા વગર રહી શકો ખરા? અને ન કહો ત્યાં સુધી ચેન પડે? તમારા અને આ લોકોના કષાયો કેવા? કોઈ દિવસ એના નામથી જીવનમાં ખટરાગ/સંક્લેશ નહિ. પત્નીએ કોઈ દિવસ મિત્રની નિંદા નથી કરી કે પતિએ પણ કોઇ દિવસ પત્નીને ઓછું આવવા દીધું નથી. સભાઃ ખુલાસો તો કરવો જોઇએ ને? મ.સા. સંસારમાં ઘણી વાતો એવી હોય છે જેને જાણ્યા પછી પેટમાં દાબી દેવાની હોય. જેના ખુલાસામાં હિત હોય તેનો જ ખુલાસો કરવાનો. ખુલાસો ન કરો તો તમને નુકસાન ન હોય અને ખુલાસો કરો તો સામેની વ્યક્તિને નુકસાન થાય તેમ હોય, છતાં તમે ખુલાસો કર્યા વિના રહી શકો ખરા? આમના જીવનમાં બીજો કોઈ મોટો ધર્મ નથી, પણ આટલા મંદ કષાય હતા તો બન્ને મરીને વિમલવાહન તરીકે યુગલિક થયા અને તેમાંય શ્રેષ્ઠ કુળમાં કે જેનાથી પ્રભુ ઋષભદેવનો વંશ નીકળવાનો છે. કેવળ મંદકષાયને લીધે જ પ્રકૃતિમાં એટલાં દાક્ષિણ્યતા/સૌમ્યતા/સહિષ્ણુતા/શાંતતા/ગંભીરતા હોય કે વગર કારણે કોઈ સાથે સંક્લેશ કરે જ નહિ, અને આવી મોટી વાત ખમી ખાનારને પછી નાની નાની વાતોમાં તકરાર થાય? તમારામાં આવી ખમી ખાવાની શક્તિ ખરી? સભા હવે અમારામાં પણ થોડો ફેર પડશે. મ.સા. તમારે તો પ્રકૃતિ જ એવી કે ઇચ્છાઓ ન સંતોષાય તો વાંધા વચકા, સંક્લેશ તો રુટીનની જેમ સાથે ફરતા હોય. સભા મંદકષાય પ્રયત્નજન્ય હોય? મ.સા. ધર્મ વગર થતા હોય એટલે હળુકર્મી હોવાને કારણે નેચરલ કોર્સમાં (કુદરતી રીતે) પણ હોય. પ્રયત્નમાં તો પ્રકૃતિ સંક્લેશવાળી હોય છતાં ધર્મબુદ્ધિ ભૌતિક પુરુષાર્થ, પ્રયત્ન દ્વારા પ્રકૃતિ શાંત પડે તો તે પુરુષાર્થથી પ્રાપ્ત કરેલી પ્રકૃતિ કહેવાય. સભા ઃ પુણ્ય કોને વધારે? મ.સા. બન્નેને. મંદકષાયથી શુભ પરિણામને કારણે પુણ્ય બંધાય. ધર્મબુદ્ધિ હોય તો તેના એક્સ્ટ્રા વધારાના) લાભ થાય તે વાત જુદી. તમારી પ્રકૃતિ તમારું જ સર્જન છે. ( સદ્ગતિ તમારા હાથમાં !) TET (ાકા ( ૪૨) Jain Educationa International For Personal and Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ તેનું વિઘટન/વિસર્જન પણ તમે કરી શકો તેમ છો. સભા : પ્રકૃતિ ને પ્રાણ સાથે ન જાય? મ.સા. આવું જૈનશાસન માનતું નથી. તો તો પછી ભગવાનથી માંડી અમારા સુધીના બધા ઉપદેશકો બિનઉપયોગી થઈ જશે. કેમકે તમે જેવા છો તેવા જ રહેવાના હો તો ઉપદેશની જરૂર ખરી? તમને મૂળમાંથી અંદરની પ્રકૃતિ/અંદરના ભાવો બદલાવવા, તે જ તો ધર્મનું કામ છે, તમારા રૂપ-રંગ બદલવા તે ધર્મનું કામ નથી. જેમ જેમ ઉપદેશ આપવામાં આવે તેમ તેમ પ્રકૃતિ બદલાય. જમ્યા ત્યારથી આજ સુધીમાં કેટલી પ્રકૃતિ બદલાઈ ગઈ? અત્યારે ધૂળમાં રમશો? નાનપણની પ્રકૃતિ આજે છે? સમજણા થયા તેમ પ્રકૃતિ બદલાણી? પહેલાં બધી વસ્તુઓ મોંમાં નાંખતા, હવે નાંખો છો? ઘડપણમાં યુવાનીમાં/બાલપણામાં પ્રકૃતિ જુદી. વય પ્રમાણે ફેરફાર આવે જ છે. જેમણે જીવનમાં પ્રકૃતિ બદલી હોય તેવા હજારો દાખલાઓ આપું. તમે પણ ધારો તો તીવ્ર કષાયમાંથી મંદ કષાયવાળી પ્રકૃતિ કરી શકો છો. વળી યુગલિકોમાં દયાદાન પરોપકાર/તપત્યાગ/સંયમ વગેરે કોઈ ધર્મની આરાધના નથી, છતાં બધા મરીમરીને દેવલોકમાં જ જાય. જીવનમાં બીજું કોઇ ધર્મનું બળ નથી. મંદકષાયથી જ દેવગતિપ્રાયોગ્ય રૂપ, રંગ, શરીર વગેરે બંધાય. સભાઃ હળુકર્મી કહેવાય? મ.સા. ના, જેનું આત્મકલ્યાણ થવાનું છે, સંસારમાંથી જલદી મોક્ષમાં જવાના છે, તે હળુકર્મી. વળી યુગલિક તો દુર્ભવ્ય પણ હોય. તેમનો સંસાર કપાવાનો છે એવું નથી. પહેલાં આંતરિક તીવ્ર કષાયના ભાવો કયા કયા છે તેનું એનાલીસીસ(પૃથક્કરણ) કરો, પછી આ બધું શું કામ ઊભું કરું છું તે વિચારો, પછી ઓળખી ઓળખી તેની સફાઈ કરવાનું શરૂ કરો. સભા : વ્યક્તિવિશેષે પુરુષાર્થ બદલાશે? મ.સા. હા, ઘણા આમ બધું ચલાવે, પણ ઘરવાળાં થોડી સરભરા ન કરે તો આવી બને. ઘણા બધી સરભરા ના કરે તો ચલાવે, પણ જમતી વખતે ન સચવાય તો? બધાની વૃત્તિ જુદી જુદી હોય છે. તે અનુસાર પુરુષાર્થ બદલાશે. સભા : અમારે તો એક કષાય શાંત કરવાથી બીજો પ્રબળ બને છે. મ.સા. ટેકનીક(રીત) ખોટી અપનાવી છે. બાકી તો કષાય માત્ર ખરાબ લાગતો હોય તો એક શાંત કરી બીજો પ્રબળ કરે? એક ઠેકાણે ડ્રેસીંગ કરતાં બીજો મોટો ઘા કરી આપે એવા ડ્રેસીંગ કરનારને શું કહેવાય? હકીકતમાં તો તમને એટલા ઘા પડ્યા છે કે એકને ડ્રેસીંગ કરતાં બીજા ઘણા દેખાવાના ચાલુ થાય છે. ઘણાને અંદરમાં ધરબાઇને બધું પડ્યું છે, દિવાસળી ચાંપે એટલી જ વાર છે. જયારે જે વૃત્તિ ઉદયમાં આવે ત્યારે તે ખબર (૪૩) સદ્ગતિ તમારા હાથમાં!) Jain Educationa International For Personal and Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ પડે. બાકી બધું સુષુપ્ત થઇ અંદરમાં પડ્યું રહે. અંદ૨માં તમારું મોઢું ધોળું કે કાળું છે તે જોવાની જરૂર છે, પણ અંદરનો અરીસો રાખ્યો છે ખરો? તમે તો ખાલી બહારના જ અરીસા રાખ્યા છે ને? પેલા લોકોના જીવનમાં વૈમનસ્ય થયું? શ્રેષ્ઠીપુત્રને તો પત્ની પર શંકા પણ ગઇ, છતાં ગંભીરતા કેટલી? આખી જિંદગીમાં પત્નીને પોતાના શકની ખબર સુદ્ધાં પડવા દીધી નથી. સભા ઃ મન વાળી લીધું? મ.સા. ઃ ના, તેણે મન વાળી લીધું નથી. તમારે મન વાળી લેવું પડે. કેમકે તમારે પત્ની વિના ચાલે તેવું નથી. અહીં એવું નથી. મન વાળવું તે તો નિઃસાત્ત્વિકતા/નમાલાપણું છે, તે મંદકષાય નથી. તમે તો ધરવાળાને છોડી શકો તેમ નથી. અપેક્ષાઓ આસક્તિઓના કારણે ખામી ચલાવી લો છો. સભા : ન ચલાવીએ તો ભડકો થાય. મ.સા. ઃ તમારામાં અપેક્ષા ન હોય તો બધી ખામીઓનો ઉકેલ લાવી શકો તેમ છો. બન્નેને અપેક્ષાના કારણે મજબૂરી છે ને? સત્ય કહેવા જાવ તો તમારી નબળાઇ હોવાથી કહી શકો તેમ નથી. બાકી તો.બધા ઉપાય છે. પણ તમનેય અપેક્ષાઓ છે, એટલે તમારો હાથ પણ દબાયેલો છે. આ તો પત્ની વિના ચેનથી જીવી શકે તેમ છે, છતાં વિચારે છે કે સંસારનું સ્વરૂપ જ આવું છે કે, આવી સુશીલ પત્નીમાં પણ આવી ખામી આવી શકે છે. એટલે અપેક્ષાના કારણે દબાઇને આવું વિચારતો નથી, પણ ગુણવત્તાના ધોરણે વિચારે છે. ગંભીરતા/સહિષ્ણુતા/ખાનદાની વગેરે ગુણો છે. મંદકષાયમાંથી આ બધા ગુણો ફલિત થયેલા છે. છતાં હજુ વિચારવાનું કે આવી ઉચ્ચ મંદકષાયતા હતી છતાં મરીને યુગલિક થયા, પણ દેવલોકમાં ન ગયા. દેવલોક માટે તો હજી આનાથી પણ ઊંચી ગુણવત્તા માંગશે. આઠમાથી ઉપરના દેવલોકના દેવો મરી મરી મનુષ્યભવમાં જાય છે. ત્યાં કોઇ ધર્મધ્યાન ન પણ હોય, પુણ્ય જ ભોગવ્યું હોય. ત્રૈવેયકમાં ઘણા દેવતાઓને જીવનમાં કોઇ આરાધના ધર્મધ્યાન નથી મળ્યું. તે પાંચેય ઇન્દ્રિયોના ભોગો ભોગવે છે. છતાં મંદકષાયના પ્રભાવે ધર્મ હોય કે ન હોય છતાં મનુષ્યભવમાં જવાના. પણ તેમના મંદકષાય કેવા, ખબર છે? ત્રૈવેયકના દેવતામાં તાકાત કેટલી? ચોસઠ ઇન્દ્રોને ચપટીમાં ચોળી નાંખે તેટલી તાકાત, ચક્રવર્તીઓ તો મગતરા સમાન, દુનિયા આખીને કંટ્રોલમાં રાખવાની તાકાત, છતાં કોઇ અભિવ્યક્તિ ખરી? તમારામાં ખાલી અમદાવાદને જ કબજામાં રાખી શકો તેવી તાકાત હોય, તો બીજું બધું તો પછી પણ તમે ચાલો જ કેવી રીતે? પછી જમીન પર ચાલો ખરા? અત્યારે તો શક્તિપુણ્ય નથી મળ્યાં, બાકી શક્તિ-પુણ્ય હોય તો શું કરો? તમારી પાસે કોઇ ચમત્કારિક શક્તિ હોય, છતાં મરતાં સુધી કોઇ ન જાણે તેવું બને? પણ આ દેવોને કદી પણ દેવલોકમાંથી ઊઠી દુનિયામાં મારો વટ બતાવું તેવો ભાવ જ થતો નથી. માનકષાય કેવો મંદ હશે? તમે ક્યાં અને એ ક્યાં? એમનામાં પણ રાગ-દ્વેષ તો પડ્યા છે, પણ તેમના કષાય મંદ કેટલા? માટે સદ્ગતિ તમારા હાથમાં!) ૪૪ Jain Educationa International For Personal and Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ એમને એમ જ સદ્ગતિ નથી મળતી. આવાને પુણ્યપ્રકૃતિ બંધાય તેમાં નવાઇ શું ? અત્યારે કોઇ નાસ્તિક હોય, આત્મા પરલોક ન માનતો હોય પણ કપાયો મંદ હોય તો કહીએ આ જીવ સગતિમાં જશે. ઘણાને મનમાં થાય છે કે ગતિ તો ઓચિંતી બંધાય. સારી પ્રવૃત્તિ કરતા હોઇશું ત્યારે ગતિ બંધાશે તો લોટરી લાગી જાય. પણ આ તમારો ભ્રમ છે. ગતિ તો મૃત્યુ સુધી ચોવીસે કલાક બંધાય છે. ઘણા માને છે કે દેરાસરમાં સદ્ગતિ બંધાય અને દુકાન/પેઢીમાં દુર્ગતિ બંધાય. પણ આ ગેરસમજ છે. કેમકે મંદકષાયવાળો જીવ ગમે ત્યાં જાય, સંસારના કોઇ પણ ભોગવિલાસની પ્રવૃત્તિ કરતો હોય, પણ હંમેશાં સદ્ગતિ જ બાંધતો હોય. પછી મંદકષાય ચાલ્યા જાય તો વાત જુદી છે. વિમલવાહનના દાખલામાં, તે વેપાર-ધંધે ગયો હોય, સોદા કરતો હોય, તે સાથે ધંધાના વિચાર તો ચાલતા જ હોય, છતાં ત્યારે પણ મંદકષાયને કારણે સદ્ગતિ જ બંધાયા કરતી હોય. સભા : મંદકષાય એટલે આસક્તિ ન હોય? મ.સા. : મંદકપાયવાળાને આસક્તિ હોય પણ આસક્તિ તીવ્ર નથી. આસક્તિ ન હોય અને અનાસક્ત હોય તો તો ભોગ ભોગવવાની જરૂર જ શું? યુગલિકોમાં અનાસક્તિ નથી. વળી તેઓને તમારા જેવી પળોજણ પણ નથી. સંતાનો પણ તમારી જેમ ઉપાધિઓથી મોટા કરવાની જરૂર નથી. સુંદર વાન, નીરોગી શરીર, કલ્પવૃક્ષ બધી ઇચ્છા પૂરે, કાયમ ક્રીડા કરતા હોય, ક્યાંક જલક્રીડા કરતા હોય તો ક્યાંક સંગીત સાંભળતા હોય, નૃત્યો જોતા હોય, કલ્પવૃક્ષ નીચે રમતા હોય; આમ સંસારના રંગરાગ-આસક્તિ બધું જ છે, પણ તે વખતે પણ સદ્ગતિ જ બાંધી રહ્યા છે; કારણકે કાર્યો મંદ છે. માટે તો સમજાવવું છે કે સદ્ગતિનું એક કારણ પણ પકડી લીધું એટલે સદ્ગતિનું રીઝર્વેશન થઇ જાય. તમારા માટે સલામતી હોય તેવી સ્કીમ (યોજના) બતાવું છું. સભા : આયુષ્યનો બંધ પડી ગયો હોય તો? મ.સા. ઃ તો એકવાર તે ભવમાં જવું પડશે, પણ પછી પણ ગતિ તો બંધાઇ રહી છે. દૃષ્ટાંત તરીકે-એક જીવે કૂતરાનું આયુષ્ય બાંધી દીધું હોય, પણ પછી સારાં કારણો હોય તો દેવગતિ બાંધી શકે. હવે કૂતરાના ભવનો સમયગાળો નાનો છે. પછી પેલું બધું કામ લાગશે જ. સદ્ગતિ ગમે ત્યારે બંધાય, આયુષ્ય બંધાયા પહેલાં બંધાય કે પછી પણ બંધાય, પણ સદ્ગતિના બંધમાં લાભ જ છે. સદ્ગતિનાં કારણો અનામત તરીકે ગોઠવાઇ ગયા પછી કામ પૂરું થઇ ગયું. પછી કોઇ ભય/ચિંતા નથી. ભગવાને તમને ત્રિશંકુની જેમ લટકતા નથી રાખ્યા. સભા : સદ્ગતિનો બંધ કરનારને સંસારની બાબતમાં અલિપ્ત રહેવું પડે? (૪૫): Jain Educationa International ( સદ્ગતિ તમારા હાથમાં ! For Personal and Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ મ.સા. એવું નથી. તીવ્ર કષાય ન હોય, મંદ કષાય હોય તો સદ્ગતિના બંધમાં વાંધો છે જ નહિ. હંમેશને માટે સલામતી હોય તેવા રસ્તા બતાવું છું. કોઈ વ્યક્તિ બજારમાં નવો આવ્યો હોય તેને બરાબર ધ્યાન રાખવું પડે. પણ જે વ્યક્તિ ધંધામાં ગોઠવાઈ ગયેલો હોય, તે બેચાર દિવસ આમ તેમ જાય તો ધંધામાં વાંધો આવે ખરો? તેવી જ રીતે સદ્ગતિનાં છ કારણોમાંથી એક પણ કારણ જીવનમાં ગોઠવ્યું હોય તો તે સેટલ્ડ માણસ કહેવાય. હવે પરલોકમાં ભયચિંતાનું કારણ નથી. આટલું કરવું છે? સભાઃ તમે કરાવી આપો. મ.સા. પુરુષાર્થ તમારે જ કરવાનો છે. તે કરશો તો જ થશે. અકામનિર્જરા નહીં કરી શકો પણ મંદકષાય તો કરી શકશો. પણ તે સમજી લેવાના. મંદકષાયમાં રાગ-દ્વેષ નહીં જ થાય તેવું નથી, પણ અમુક લિમિટથી વધારે રાગ-દ્વેષ વકરવા ન જોઇએ. યુગલિકને પણ વસ્તુ વગેરેમાં રાગ હોય, પણ બધામાં મર્યાદા હોય. તે વસ્તુના નામથી બીજા સાથે ઝઘડો નહિ કરે. બધા કષાયો હોય, પણ એ પણ મર્યાદાના, કે જેના કારણે ભારે સંઘર્ષો ન જ થાય. તમને બધાની અંદર કોઈ વખાણે તો ગમે ખરું, પણ ક્યાંક કોઈ મહત્ત્વન આપે તો? છંછેડાઈ જાઓ તેવું ન બનવું જોઈએ. તમે ઉશ્કેરાઓ તે શું બતાવે છે? કે આ તીવ્ર કષાયવાળા જીવો છે. તેમના માટે સદ્ગતિ નથી. માટે મંદકષાય જોઇએ. વ્યાખ્યાન : ૭, તા. ૯૬.૯૬, રવિવાર અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓ જગતના જીવમાત્રને જન્મમરણની શૃંખલામાંથી મુક્ત કરાવવા માટે ધર્મતીર્થની સ્થાપના કરે છે. આત્મા માટે જન્મ લેવો તે સારી વસ્તુ નથી, પણ કર્મને પરવશ હોવાથી , બળજબરીથી જન્મ લેવો પડે છે. હકીકતમાં જો મરજીથી જન્મવાનું હોય તો કોઈ આત્મા અત્યારની આ જન્મ લેવાની પ્રોસેસ(પ્રક્રિયા) પસંદ કરે જ નહિ. માના પેટમાં જઈ નવ માસ સુધી અશુચિ-મળમૂત્રથી ભરેલા સ્થાનમાં ઊંધા માથે લટક્યા પછી જન્મ લેવાનો. માટે ગમતી ચીજ તરીકે આ પસંદગીની વસ્તુ નથી. સંસારનું સ્વરૂપ જ એવું છે કે ભગવાનને પણ છેલ્લા ભવમાં જન્મવાનો આ જ રસ્તો છે. સર્વ કર્મનો ક્ષય નહીં કરીએ ત્યાં સુધી આવી રીતે જન્મવું પડશે અને જન્મ્યા તેનું મૃત્યુ પણ નિશ્ચિત. મૃત્યુનું કારણ જન્મ, જન્મનું કારણ કર્મ. અકર્માને જન્મ નથી અને જન્મ નથી તેનું મૃત્યુ નથી. જગત આખું મૃત્યુથી ભાગાભાગ કરે છે પણ જન્મથી કંટાળેલા ઓછા. મહાપુરુષો તો ફરમાવે છે કે ખરેખર જન્મથી કંટાળેલા હો તો સર્વ કર્મનો ક્ષય કરી મોક્ષમાં જલદી પહોંચવું જોઈએ. એટલે પસંદ કરવા લાયક સ્થળ તો મોક્ષ જ છે, પણ એવું આત્મબળ-શક્તિ નથી. સિદ્ધદશા માટે તખ્તો ગોઠવાઈ જતો હોય તો તો પછી ઊંચામાં ઊંચી સદ્ગતિ પણ પસંદ કરવા જેવી નથી. ખરાબ અને ઓછા ખરાબમાંથી પણ કાંઈ પસંદ કરવાનું હોય (સદ્ગતિ તમારા હાથમાં !) , (૪૬) Jain Educationa International For Personal and Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ તો ઓછા ખરાબને જ પસંદ કરો, તેવું આ છે. દુનિયામાં દુ:ખો જ છે તેવું નથી. પણ ૯૯.૯૯ ટકા અશુભ લેશ્યા, આર્ત્તધ્યાન, સંતાપ, વિષય-કષાય તેનાથી જ આત્મા ઘેરાયેલો છે. નરકના જીવનું મન જ અશુભમાં એવું ઘેરાયેલું છે કે શુભ લેશ્યા, શુભ ધ્યાન વગેરેને કોઇ તક જ નથી. દુનિયામાં બાહ્ય દુઃખો જ છે તેવું નથી, આંતરેક દુઃખોનો પણ કોઇ પાર નથી. આંતરિક દુઃખો અધર્મની નિશાની છે. બાહ્ય દુ:ખ, પછી તે શારીરિક, કૌટુંબિક કે માનસિક હોય પણ તે ભૂતકાળના પાપના વિપાક છે. ભૂતકાળનું પાપ ઉદયમાં આવી હિસાબ લઇ રહ્યું છે. દુઃખ આવે ત્યારે, દુ:ખ પાપથી આવ્યું તે યાદ કરવાનું. તમે આ વાત ભૂલી જાઓ છો, માટે દુઃખના સમયે બીજી નિમિત્તભૂત વ્યકિત પર દ્વેષ થાય છે. પરંતુ વગર પાપે કોઇને દુઃખ આવે તેવો એક પણ દાખલો નથી. ભગવાનને પણ દુઃખ આવ્યું ત્યારે શાસ્ત્રોએ કહ્યું કે ભગવાનના ભૂતકાળના પાપના ઉદયથી દુ:ખ આવ્યું છે. મોક્ષે જનારા બધાને સરખાં કષ્ટો, દુઃખો આવતાં નથી. ઘણાને સુખેન-અવિઘ્નન મોક્ષગામી પણ કહ્યા છે. કોઇ પણ જાતના કષ્ટ વિના સડસડાટ મોક્ષે જાય છે. કારણ પાપનો ઉદય ન હતો. ઘણા અનેક કષ્ટો વેઠી મોક્ષે ગયાના દાખલા પણ મળે છે. એટલે બધા સાધકો સરખી રીતે મોક્ષે જતા નથી. માટે જ્યારે જ્યારે પણ જીવનમાં કષ્ટ આવે ત્યારે ત્યારે તમને પાપ યાદ આવવું જોઇએ. આંતરિક કષ્ટ આવે ત્યારે યાદ આવવું જોઇએ કે, મારા જીવનમાં અધર્મ છે. તે ક્યાં તો અશુભ ધ્યાન, અશુભ લેશ્યા, ખોટા સંકલ્પ-વિકલ્પ, ખોટી મનોદશા, તીવ્ર કષાયોના આવેગ; આ બધાને કા૨ણે માનસિક દુ:ખ ઊભું થતું હોય છે. અમારી દૃષ્ટિએ આ બધો દોષોરૂપ અધર્મ છે. માટે આંતરિક દુઃખ આવે ત્યારે વિચારવાનું કે અધર્મનું તત્કાલ ફળ મળી રહ્યું છે. અધર્મથી પાપબંધ થાય છે અને પાપ દ્વારા બાહ્ય કષ્ટ-દુ:ખ આવે છે, એટલે બાહ્યકષ્ટ તે અધર્મનું લાંબા ગાળાનું ફ્ળ છે; અધર્મનું ઇન્સ્ટન્ટ રીઝલ્ટ(તાત્કાલિક પરિણામ) જીવનમાં આંતરિક અશાંતિ/દુઃખ ઊભાં કરવાં તે છે. આગને અડો તો તત્કાલ દાઝી જાવ, પછી દાઝવાથી લાંબા ગાળે નુકસાન થતાં હોય તે જુદાં. તેમ જીવનમાં અધર્મ સેવ્યો અને તત્કાલ આંતરિક દુ:ખ ન આવે તે ત્રણ કાળમાં શક્ય નથી. ન સભા : ઉનાળામાં A/C(એરકંડિશન)માં બેસીએ તો શું દુઃખ? મ.સા. ઃ ઉનાળામાં A/Cમાં બેસતી વખતે આસક્તિથી બેસો છો કે નિર્લેપતાથી? સભા ઃ આસક્તિથી. મ.સા. : એટલે A/C પ્રત્યેનો રાગ, આસક્તિ, મમતા છે તે એક પ્રકારનો તલસાટ અજંપો જ છે ને? સભા : અજંપાનો અનુભવ થતો નથી. મ.સા. : દાઝ્યા પછી દવા લગાવે તો કહે બળવાનો અનુભવ થતો નથી, તેવી વાત કરો છો. A/C આવ્યાના સમાચાર આવ્યા સાંભળ્યા ત્યારે ઠંડક મનને થઇ કે શરીરને? ૪૭ સદ્ગતિ તમારા હાથમાં ! Jain Educationa International For Personal and Private Use Only. Page #53 -------------------------------------------------------------------------- ________________ અને ઠંડક કેમ થઈ? દાઝેલા હતા માટે જ ને? દસ લાખની લોટરી લાગ્યાના સમાચાર સાંભળી માનસિક આનંદ થશે. તે કેમ થયો? કેટલા વર્ષોથી પૈસાની તરસ હતી? અંદરમાં કેટલા ટળવળતા હતા? બાકી મને કોઈ કહે, “મહારાજ સાહેબ! તમને લાખ મળ્યા” તો મને આનંદ થાય? ધનની તરસ છે તેને જ ધન મળવાથી આનંદ થાય છે ને? એવા શ્રાવક છે જેને સંતોષ હોય અને પરિગ્રહ પરિમાણ વ્રત લઈ લીધું છે, તેવાને કોઈ કહે પૈસા મળ્યા, તો આનંદ થશે? પણ મજુરને કહે પૈસા મળ્યા તો તેથી પણ અધિક આનંદ થશે, કેમકે શ્રીમંત કરતાં એને અંદર તલસાટાઅજંપો વધારે છે. ઘણાં દુઃખ અંદર છે જ અને દુઃખ હતું માટે જ સુખ થાય છે. લાખ રૂપિયા ન મળવાનું દુઃખ ભોગવી ભોગવીને ઘણા હેરાન થયેલા હતા, માટે લાખ રૂપિયા મળતાં સુખ થયું. A/C વિનાનો ત્રાસ સંતાપ તમે ઘણો વેક્યો છે, માટે A/Cથી આનંદ થશે. તમને લાખ રૂપિયા મેળવતાં જે આનંદ નહીં થાય એના કરતાં કંઈ ગણો આનંદ ભિખારીને થશે. કેમકે તેણે તમારા કરતાં પૈસાનું દુઃખ વધારે વેક્યું છે. જેટલી દુઃખની ક્વોન્ટીટી(જથ્થો) વધારે, તેટલું જ સામે ગેઈન (લાભ) તરીકે સુખ મળવાનું ચાલુ થશે. સામાન્ય રીતે પાણી પીવાથી જે આનંદ આવે તેના કરતાં ખૂબ તરસ સહન કર્યા પછી પાણી પીશો તો વધારે આનંદ થશે. બાજવાની દાંડી જેવાં ભૌતિક સુખદુઃખ છે. જેટલાં આ બાજુ વજનરૂપે દુઃખ મૂકો તેટલું પેલી બાજુ સામે સુખ મળે. વધારે દુ:ખ મૂકો, વધારે સુખ મળે. ઓછું દુઃખ મૂકો, ઓછું સુખ મળે. જરાયે દુ:ખ ન મૂકો, જરાયે સુખ ન મળે. સંસારની ચડઊતરની નિસરણી એવી છે કે જેટલું ઊતરો તેટલું ચડવું પડે, પણ રહો ઠેરના ઠેર જો તમારે સુખ જોઇતું હોય તો પહેલાં દુઃખમાંથી પસાર થાઓ. આ બધા યુનિવર્સલ લૉ(વૈશ્વિક નિયમો) છે. માથાં પછાડી મરી જાઓ તો પણ ફેરફાર ન થઈ શકે. ડ્રેસીંગ કરવા ગુમડું તો પેદા કરવું પડે ને? વગર ઘાએ શું પાટાપીંડી કરી શકશો? સંસારનાં સુખડ્રેસીંગ જેવાં જ છે, ઘા પહેલાં પાડવો જ પડશે. આત્માના સુખમાં સ્વતંત્ર સુખ છે. ત્યાં દુઃખસાપેક્ષ સુખની વાત જ નથી. એનું અસ્તિત્વ સ્વતંત્ર છે. નિરપેક્ષ સુખ છે. સંસારનાં સુખો સાપેક્ષ છે. અત્યારે પડછાયો તમારી સાથે વણાયેલો જ છે. તેમ સંસારનું સુખ એ દુઃખનો પડછાયો જ છે. તેથી દુઃખ વગર તેના પડછાયારૂપ સુખ મળે ખરું? સંસારના ભૌતિક સુખમાં નિયમ છે કે પહેલાં દુઃખ ભોગવવું પડે, પછી જ સુખ આવે. તમે આખી દુનિયા ફરો, રાજા, મહારાજા, ચક્રવર્તી અરે! ઇન્દ્રોનાં સુખો લાવો તો પણ વાત આ જ છે. શાલિભદ્રને પણ સુખ ભોગવવું હોય તો પ્રોસેસ(પ્રક્રિયા) આ જ છે. સભા દેવોને દુ:ખ હોય? મ.સા. ત્યાં દુઃખ ન હોય તો મોક્ષે જવાની જરૂર જ ન રહે. પહેલાં જ કહેલું કે દુર્ગતિઓમાં ભારે દુઃખ છે, સતિઓમાં હળવું દુઃખ છે, પણ સંસારમાં તો દુઃખ, દુઃખ, ને દુઃખ જ છે; ભૌતિક સુખનું સ્વતંત્ર અસ્તિત્વ કોઈ સાબિત કરી શકે તેમ જ સદ્ગતિ તમારા હાથમાં !, , , , (૪૮) Jain Educationa International For Personal and Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ નથી. ભૌતિક સુખ જે છે તે બધા દુઃખના પર્યાય જ છે. જેને દેવલોકમાં સુખ દેખાય છે તેને માટે અમે માનીએ કે તે હજી મોક્ષ સમજયો નથી. અને મોક્ષ ન સમજાયો હોય તેને મોક્ષનું આકર્ષણ હોય જ નહિ. અત્યારે મોક્ષ શબ્દ સાંભળતાં મોંમાં પાણી છૂટે છે? મોક્ષની વાત સાંભળતાં શું થાય છે? સંસારમાં હજી ઘણું મેળવવાનું/ભોગવવાનું બાકી છે. પછી છેલ્લે મોક્ષે જઈશું એમ જ થાય છે ને? સભા : જે લાડવાનો કણિયો ચાખ્યો નથી પછી તેની ઇચ્છા થાય કેમ? મ.સા. શાસ્ત્ર કહે છે કે વર્ષોથી ધર્મ કરનારને પણ આ જ મુશકેલી છે, કેમકે આત્માનું સુખ ચાખ્યું/અનુભવ્યું નથી. જેને જાણકારી અનુભૂતિ/સમજદારી નથી તે વ્યક્તિ મોક્ષને કઇ રીતે મૂલવે ચોવીસ કલાક આત્મા સાથે રહેવા છતાં આત્મા ખાલીખમ છે ને? દુનિયાની બધી મોજમઝા તમને બહાર જ દેખાય છે ને અંદરમાં તો ભેંકાર અંધારું જ દેખાય છે ને? તમને ખૂણામાં બેસાડી કહીએ કે આત્મા સાથે વાત કરો તો મુશ્કેલી આવે ને? હવે જ્યાં સુધી મોક્ષ ન સમજાય ત્યાં સુધી મોક્ષની તાલાવેલી જાગે ક્યાંથી? આત્માના ઉત્થાનમાં આ અગત્યનો સેિન્ટર પોઇન્ટ(મુદો) છે. તે વિષય ક્યારેક લઇશું. અત્યારે સતિની વાત છે. પણ સંગતિને સુખમય જીવન કે કાયમ રહેવા લાયક માનતા હો તો ખોટું છે. હકીકતમાં સગતિ તો હળવા દુઃખવાળી અને ધર્મની સામગ્રી મળે તેવી છે. વળી સીધા મોક્ષમાં જઈ શકાય તેમ નથી માટે જ સંગતિ પસંદ કરવાનો પ્રશ્ન છે. પણ સદ્ગતિ પસંદ કરવા માત્રથી મળી નહીં જાય. ઈચ્છાને યોગ્ય પુરુષાર્થ કરવો પડે. યોગ્ય પુરુષાર્થ માટે શાસ્ત્રો સદ્ગતિનાં છ કારણો બતાવે છે. તે કારણો અકાઢ્યું છે, જે એક વખત પકડ્યું એટલે પછી કામ પૂરું થઈ ગયું, સદ્ગતિની ગેરંટી. વળી છએ છ કારણો અપનાવવાં પડે તેવું પણ નથી. ચાર ત્રણ/બે અરે! ઓછામાં ઓછું એક અપનાવો/સેવન કરો, તો પણ શાસ્ત્રો કહે છે કે આંખ મીંચાયા પછી પરલોકની ચિંતાનું કારણ નથી. મૃત્યુ નિશ્ચિત છે. ક્યારે કેવી રીતે આવશે કોઈને ખબર નથી. ઘણા માને છે મૃત્યુ વખતે જેવા મનોભાવ હશે તેવી ગતિ થશે. માટે માને છે કે મરતી વખતે થોડો ટાઇમ સાચવી લઇશું. સભા પુણ્યપ્રકાશનું સ્તવન સાંભળી લઇશું. શાસ્ત્ર કહે છે. મ.સા. આ છમાંથી એક કારણ ગોઠવાયું હોય, પછી ગમે તે રીતે મરે, શાસ્ત્ર સતિની ખાતરી આપે છે. તે સિવાય શાસ્ત્ર સદ્ગતિની કોઇ ખાતરી આપતું નથી. કોઈ દાન આપતો આપતો મરી ગયો હોય એટલે મરીને સદ્ગતિમાં જશે એવું નથી; કે કોઇ દુકાનમાં ગલ્લા પર પૈસા ગણતાં ગણતાં મરી ગયો એટલે દુર્ગતિમાં જશે એવું પણ નથી. શાસ્ત્ર તો પૂછશે, છમાંથી એક પણ કારણ હતું કે નહિ? કારણકે સંસારમાં શ્રાવક ચોવીસે કલાક ધર્મઆરાધના કરી જ ન શકે. શ્રાવકજીવનમાં તો અમુક કલાક સાંસારિક પ્રવૃત્તિ રહેશે જ. અને સંસારની પ્રવૃત્તિ તો બધી પાપપ્રવૃત્તિ જ છે. હવે પાપપ્રવૃત્તિ (૪૯) ક બ (સદ્ગતિ તમારા હાથમાં ! Jain Educationa International For Personal and Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ કરતો હોય/પા૫પ્રવૃત્તિના વિચારમાં હોય અને તે વખતે દુર્ગતિ જ બંધાતી હોય તો તો પછી ભગવાનના કોઇપણ શ્રાવક માટે સતત સદ્ગતિનો બંધ રહે જ નહિ. કેમકે આનંદ શ્રાવક, પુણિયો શ્રાવક વગેરે જેવા પણ ધંધો તો કરતા જ હતા ને? માટે ગૃહસ્થ ગમે તેટલી ધર્મઆરાધના કરે તો પણ સતત સદ્ગતિનો બંધ છે જ નહિ, એમ કહેવું પડે. પણ આવું નથી. શાસ્ત્ર તો ઊલટાનું કહે છે કે ભલે પાપપ્રવૃત્તિ કરતો હોય પણ છમાંથી એક પણ કારણ હોય તો સદ્ગતિ થવાની. માટે તમે ક્યારે શું કરો છો, મૃત્યુ વખતે કેવી પ્રવૃત્તિ હતી, તેના આધારે ગતિનો નિર્ણય ન કરાય. છમાંથી એક પણ કારણ હતું કે નહિ તે જ જોવાય. બાકી તો તમે કારણ વિના કોઈને અન્યાય કરી દો. હવે આપણે એક એક કરી સદ્ગતિનાં કારણો વિચારીશું. (૧) અકામનિર્જરા - કષ્ટ આવે ને શાંતિથી વેઠી લો, તેનાથી એવી અકામનિર્જરા થાય છે જે આત્માને સદ્ગતિપ્રાયોગ્ય પુણ્ય બંધાવી સદ્ગતિમાં લઈ જાય છે. વળી અસંજ્ઞીપંચેન્દ્રિય સુધીના જીવો અકામનિર્જરા દ્વારા જ સદ્ગતિમાં જાય છે. વળી સંજ્ઞીપંચેન્દ્રિયમાં પણ પશુ-નરકના જીવો પણ અકામનિર્જરા કરી સદ્ગતિ પામે છે. ધર્મના ક્ષેત્રમાં પણ કમઠ તાપસ અકામનિર્જરા કરીને જ દેવલોકમાં ગયો; કેમકે જીવનમાં આટલું કષ્ટ શાંતિપૂર્વક વેઠે છે, તપ-ત્યાગ-સંયમ પાળે છે. ધર્મનો ઊંડો વિવેક ન હોય તો ધર્મમાં સહન કરાતા કષ્ટને પણ અજ્ઞાન કષ્ટ જ કહેવાય. અકામનિર્જરા સદ્ગતિ અપાવે. કમઠનો તપ નકામો નથી ગયો. આવી રીતે દેવલોકમાં જનારાના હજારો દાખલાઓ શાસ્ત્રમાં આવે છે. ઉપમિતિમાં દૃષ્ટાંત છે. હાથી હાથિણીઓ સાથે ક્રીડા કરતા ફરી રહ્યો છે. આમોદ-પ્રમોદ કરતો વનનો રાજા હોય તેમ ફરે છે. તેમાં ગાઢ જંગલમાં દાવાનલ પ્રગટ થયો. આગ ચારે બાજુ થઈ ગઈ. હાથી ગભરાઈને ભાગ્યો છે. હાથી દોડ્યો પણ વિચાર્યું નહીં કે મારાં બચ્ચાંનું, હાથિણીઓનું, આશ્રિતોનું શું થશે? બધાથી વિખૂટો પડી ગયો. હવે નસીબ ખરાબ કે એક મોટા ખાડામાં ઊંધે માથે પડ્યો. બધે ખૂબ જ વાગ્યું છે. જાતે બહાર નીકળી શકે તેમ નથી. અપંગ થયેલો ખાડામાં પડ્યો છે. સામાન્ય રીતે આવું થાય એટલે જીવ હાયવોય જ કરે ને? તેને બદલે તેને વિચાર આવ્યો કે હું આ જ લાગનો હતો. આ કષ્ટ વાજબી જ છે, કેમકે હું કેવો સ્વાર્થી કે મારા કુટુંબ-પરિવારનો વિચાર કર્યા વિના ફક્ત મારી જાતની જ રક્ષા માટે દોડ્યો. માટે આ બધું થયું તે મારા માટે વાજબી જ છે. આવા શુભ ભાવથી શાંતિથી બધું વેઠે છે. વિચારે છે કે થયું તે ખોટું નથી થયું. હવે આ સામાન્ય પરિણામ છે? કેટલાય દિવસો સુધી આ કષ્ટ વેઠ્યું. મરીને રાજકુલમાં રાજકુંવર થયો. એ રાજકુંવર બનવામાં કારણ શું? તો અકામનિર્જરા. હવે ખાડામાં પડતાં ગુસ્સો આવ્યો હોત, કાગડા-ચકલા ચાંચો મારે ત્યારે આર્ત-રૌદ્રધ્યાન કર્યું હોત, તો આત્માને ભારે કરી, નરકાદિ ગતિ બાંધી દુર્ગતિમાં ચાલ્યો જાત. વળી બહાર નીકળવાનો રસ્તો પણ ન હતો એટલે વેઠવાનું તો ચોક્કસ જ હતું. પણ અકામનિર્જરા કરી એટલે સદ્ગતિ પામ્યો. અકામનિર્જરા કેટલી કરો છો તે મહત્ત્વનું નથી. અહીં વેઠવાનું ચોક્કસ હતું પણ અકામનિર્જરા કરી એટલે ( સદ્ગતિ તમારા હાથમાં !) ૫O Jain Educationa International For Personal and Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ સદ્ગતિમાં ગયો. ભારે કષ્ટો શાંતિથી વેઠો એટલે અકામનિર્જરા થાય. પણ આ કારણ તમારા માટે કઠણ છે. સ.ભા : યુદ્ધના મેદાનમાં લડતાં લડતાં ભાવો જાળવી શકાય? મ.સા. ઃ આ અવસર્પિણી કાળનું મોટામાં મોટું યુદ્ધ કોણિક અને ચેડારાજા વચ્ચેનું થયું. પહેલું-બીજું વિશ્વયુદ્ધ તેની પાસે નાનું. કરોડો ને કરોડો બંને પક્ષે ખપ્યા છે. કોણિકના પક્ષે અન્યાય છે. કોણિકે નાના ભાઇઓ હલ્લ- વિહલ્લને અન્યાય કર્યો છે, એટલે તેઓએ મુંઝાઇને રાતોરાત રાજમહેલમાંથી નાસી જઇ એનાથી બળવાન એવા ચેડારાજા પાસે રક્ષણ માંગ્યું છે. કોણિકે કહેણ મોકલ્યું છે, મારા ભાઇઓ સોંપી દો અને તેઓ જે દેવતાઇ વસ્તુઓ લઇ આવ્યા છે તે આપી દો. ચેડારાજાએ ન મોકલ્યા. યુદ્ધમાં કરોડો ને કરોડો મર્યા છે. બધાને રાષ્ટ્રપ્રેમ હતો. ચેડારાજા પર પણ ભક્તિ હતી. સર્વસ્વનું બલિદાન આપીને રાષ્ટ્રની ખાતર કરોડો મર્યા. છતાં શાસ્ત્ર કહે છે, મર્યા તેમાંથી બે જ સદ્ગતિએ ગયા. એક ચેડારાજા પોતે, બીજો તેમનો સમ્યગ્દષ્ટિ ધર્માત્મા શ્રાવક મંત્રી છે; તે બે જ સદ્ગતિમાં ગયા. એટલે યુદ્ધમાં ભાવ જાળવવા ખૂબ જ મુશ્કેલ છે. સભા : આ યુદ્ધ ધર્મયુદ્ધ કહેવાય? મ.સા. : ના, ન્યાય-નીતિ-સદાચાર માટે લડાતાં યુદ્ધો ધર્મયુદ્ધો છે. તે લડનાર યોગ્ય કરે છે તેમ કહેવાય. આમ તો જૈનધર્મ અહિંસામાં માને છે, છતાં તે જ જૈનધર્મ પ્રસંગ આવે ત્યારે લોકદષ્ટિએ પણ હિતાહિતનો વિચાર કરી કહે છે કે, કરોડો દુર્ગતિમાં જતા હોય તો જવા દેવા પણ ન્યાય-નીતિમાર્ગને ક્યાંય ઊણી આંચ આવવા ન દેવી જોઇએ. ચેડારાજાએ કાંઇ ધર્મ ખાતર યુદ્ધ નહોતું કર્યું. ચેડારાજા નમતું જોખે તો ધર્મ નાશ પામવાનો ન હતો અને બંનેને સોંપી દે કે તેમની વસ્તુઓ પાછી આપે તો પણ યુદ્ધ અટકી જાત. પણ ક્ષત્રિય તરીકેનાં કર્તવ્યો ચેડારાજા ચૂકી જાત. કેમકે ક્ષત્રિયમાં નિયમ છે કે પ્રાણના ભોગે શરણાગતનું રક્ષણ કરવું. ક્ષાત્રનીતિને આંચ ન આવે માટે ચેડારાજાએ આ યુદ્ધ કર્યું છે. માટે ચેડારાજાની પણ નિંદા શાસ્ત્રમાં નથી. કોણિકે કહેણ મોકલ્યું છે, કાં તો ભાઇઓ અથવા તો તેઓ પાસેની દેવતાઇ વસ્તુઓ પાછી આપી દો. ચેડારાજાએ પણ કહેવડાવ્યું છે કે, તમે કે આ કોઇ પારકા નથી. ત્રણેય મારા દોહિત્રો છે, બધા પ્રત્યે લાગણી છે. છતાં તમે પણ ક્ષત્રિયો છો, એટલે ખબર છે કે ક્ષાત્રધર્મ શું છે. શરણાગતનું રક્ષણ કરવું તે મારી ફરજ છે, માટે દબાણ નહીં લાવી શકો. ચેડારાજા ત્રિશલામાતાના સગાભાઇ. વળી પાર્શ્વનાથ ભગવાનના શાસનના વ્રતધારી શુદ્ધ સમતિધારી શ્રાવક હતા. તે વખતે ભારતવર્ષમાં તેમનું નામ ગાજતું હતું. છતાં તેમનો ધર્મ સાંભળો તો ખબર પડે. સાત દીકરીઓ છે. છતાં પચ્ચખ્ખાણ હતું કે એકને પણ પરણાવવાનો પ્રયત્ન નહિ કરવો. ક્યારેય ધર્મ, નીતિ, રાષ્ટ્રની રક્ષા ખાતર યુદ્ધ કરવું પડે તો પહેલા વ્રતમાં પચ્ચખ્ખાણ કે શત્રુને એકથી વધુ તીર મારે ન મારવું, તેથી વધારે શસ્ર ચલાવવાં નહિ. કેવા તે ધર્માત્મા હશે! હવે યુદ્ધના મેદાનમાં લડનારા યુવાન જ હોય અને (૫૧) સદ્ગતિ તમારા હાથમાં Jain Educationa International For Personal and Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ આયુષ્યબંધ તો ઉત્તરાર્ધમાં પડે, એટલે પ્રાયઃ યુદ્ધના મેદાનમાં જ બંધ પડે. ચેડામહારાજા રોજ એક જ બાણ છોડે, પણ તે સેનાપતિ પર જ છોડે. આ રીતે કોણિકના સગા દસ ભાઇઓ દસ દિવસમાં ખપી ગયા. કોણિક જાણે છે કે હું મોરચે ગયો તો હું પણ ખપી જવાનો. વળી કોણિકનું પણ પુણ્ય એવું કે સૌધર્મેન્દ્ર તેનો મિત્ર હતો. સેનાપતિઓ ખપ્યા એટલે કટોકટીમાં સૌધર્મેન્દ્રને યાદ કરવા સાધના કરે છે. સહાય તરીકે સૌધર્મેન્દ્ર, ધરણેન્દ્ર બન્ને આવ્યા છે. કોણિકે કહ્યું, ચેડારાજાને જ ખલાસ કરી દો. સૌધર્મેન્દ્ર કહે હું નહીં કરી શકું, કેમકે ચેડારાજા મારા સાધર્મિક છે, સમ્યગ્દષ્ટિ પરમભક્ત પરમશ્રાવક છે. માટે તેમનું મૃત્યુ મારા હાથે ન માંગ. કોણિક પૂછે છે તો શું કરવું? સૌધર્મેન્દ્ર કહે, તારું રક્ષણ કરું. કોણિક કહે છે, તો રક્ષણનો ઉપાય કરો. હું સેનાપતિ બનું અને મને મારે એવું ન બનવું જોઇએ. માટે ચેડારાજા તીર મારે ત્યારે ઇન્દ્ર વચ્ચે શિલા વિકુર્વે છે. એટલે કોણિકને પછી મોકળું મેદાન મળી જાય છે. છતાં ચેડારાજાને આવું થતું નથી કે મેં ક્યાં આ પ્રતિજ્ઞા લીધી! શુદ્ધ સમ્યગ્દષ્ટિ છે. તેઓ માટે દુર્ગતિનો કોઇ ચાન્સ નથી. જ્યારે આખું જીવન નીતિ ખાતર પ્રાણ આપનાર એવા ચક્રવર્તી, વાસુદેવો પણ મરી મરીને નરકે ગયા. માટે માત્ર નૈતિકતા એ સદ્ગતિનું કારણ નથી. અમારે તો સદ્ગતિનાં જે કારણો માંગ્યાં છે, તેમાંનું કોઇ જોઇએ. (૨)મંદકષાય :- નીતિ પાળો એટલે મંદકષાય ન કહેવાય. વાસુદેવો, નીતિપૂર્વક જ બધું ભેગું કરે છે. એમણે પ્રમાણિકતાથી, નીતિ-ન્યાય માર્ગથી, સત્તાસંપત્તિ મેળવી હોય છે. ચક્રવર્તી છ ખંડ સાધે, પણ સંપૂર્ણ નીતિપૂર્વક. પણ તેને મંદકષાય ન કહેવાય. ત્રિપૃષ્ઠ વાસુદેવ માટે પૂ. હેમચંદ્રસૂરિ મહારાજ લખે છે કે આ વાસુદેવને, વાસુદેવ થયા એ પહેલાં પેલા પ્રતિવાસુદેવે કહેવડાવ્યું છે કે સિંહથી પ્રજાનું રક્ષણ ક૨વા ચોકી પહેરો કરવાનો છે. તે લશ્કર સાથે સિંહ પાસે જાય છે. સિંહ પણ બળવાન છે. વાસુદેવ સૈન્ય સાથે જાય છે. સિંહ એકલો છે. માટે વિચારે છે હું સૈન્ય સાથે જાઉં તો અનીતિ કહેવાય. માટે રથમાં બેસી જાય છે. પછી અવાજ કરીને સિંહને બહાર કાઢે છે. પણ વાસુદેવ વિચારે છે કે હું રથ પર અને એ નીચે. આ રીતે રથમાં બેસી લડવું પણ યોગ્ય નથી. માટે નીચે ઊતરી આગળ ગયા. સિંહ પાસે શત્રુ નથી એટલે પોતાનું શસ્ત્ર પણ નીચે મૂકે છે. પ્રાણના ભોગે પણ નીતિ નથી છોડતા. હજી વિચારે છે કે ક્ષત્રિયની નીતિ એ છે કે સામી વ્યક્તિ પ્રહાર ન કરે ત્યાં સુધી પ્રહાર નહીં કરવાનો. પણ આવા નીતિવાન ત્રિપૃષ્ઠ વાસુદેવ પણ મરીને ક્યાં ગયા? સાતમી નરકે. એટલે માત્ર નીતિન્યાય-સદાચાર તે મંદકષાય નથી. આટલી નીતિ પાળવાથી શુભ લેશ્યા આવતી નથી. માટે તો કહેવું છે કે સદ્ગતિનાં છ જ કારણો છે. તે સિવાયનું કોઇ પણ કારણ તમે તમારી કપોલ કલ્પનાથી વિચાર્યું હશે તો તે ખોટું છે. હા, તમારામાં ગુણો હોય તો સદ્ગતિનાં કારણોમાં પ્રવેશ કરી શકો, પણ સદ્ગતિના કારણનું સેવન તો કરવું જ પડે. બાકી થોડા પરોપકાર/દયા/માનવતાનીતિથી સદ્ગતિ મળવાની નથી. હા, તે બધા દ્વારા પુણ્ય બંધાશે, પણ પુણ્ય તો દુર્ગતિમાં પણ ભોગવી શકાય છે ને? દાખલા સદ્ગતિ તમારાં હાથમાં! આન (૫૨) Jain Educationa International For Personal and Private Use Only. Page #58 -------------------------------------------------------------------------- ________________ તરીકે ગુલાબ થશે. પુણ્ય હતું માટે જ સારા રૂપ-રંગ મળ્યા ને? સભા ઃ નીતિ પણ મંદ રાગ-દ્વેષ હોય તો જ પાળી શકાય ને? મ.સા. : નીતિ પાળવા મંદ રાગ-દ્વેષ જોઇએ તેવું નથી. નીતિ માટે તો નિષ્ઠા જોઇએ. મને કોઇ છેતરે તો મને ન ગમે, તો હું બીજાને છેતરું તે કેમ ચાલે? વગેરે ભાવો હોય. વળી સદ્ગતિ પામવા મંદકપાયની જે તીવ્રતા માંગી છે તે તો ઘણા ઓછામાં હોય. ગઇ કાલના યુગલિકના દૃષ્ટાંતમાં જોયું કે કપાયો કેટલા શાંત હશે કે આખી જિંદગી કોઇને આ વાત કહેતા નથી! આવી ગંભીર વાત પણ બંને જીવનભર ગળી ગયાં! મંદકષાયમાં કષાયો હોય ખરા પણ તેની ચોક્કસ મર્યાદા હોય. દાખલા તરીકે યુગલિકો સુંદર વસ્ત્રો વગેરે આસક્તિ-રાગથી પહેરે છે, પણ બીજાનાં સવાયાં વસ્રો વગેરે જુએ તો પણ ઇર્ષ્યા નહિ થાય. તમે તમારાથી ચડિયાતું બીજાનું કાંઇ જુઓ તો શું થાય? મારે ઓછું છે, એમ અસહિષ્ણુતાનો ભાવ આવે ને? તેઓને પોતાને મળે તેમાં સંતોષ છે. તીવ્ર આસક્તિવાળાને તો ગમ્યું તો મળવું જ જોઇએ અને ન મળે ત્યાં સુધી ચેન ન થાય. આવી તીવ્રતા ઘટી સતત મંદકપાયની માત્રા રહેતી હોય તો સદ્ગતિમાં વાંધો નથી. સભા : મંદકષાયમાં ક્રોધની માત્રા હોય? મ.સા. ઃ યુગલિકો કરોડો વર્ષો સુધી સાથે રહે તો પણ એકબીજાને અણગમતું વર્તન કરતા જ નહીં હોય એમ તમે માનો છો? કદાચ વર્તન ન ગમે પણ તે કારણે ક્રોધ વિગેરે થઇ જાય તેવું ન બને. સભા ઃ વ્યક્ત ન થાય એવું ન બને? મ.સા. : ના, માત્રા જ ઓછી છે. વ્યક્ત થાય તો પણ અમુક સ્ટેજનું જ હોય. તમારામાં જે સ્ટેજનું વ્યક્ત થાય છે અને સંઘર્ષ થઇ જાય છે, તેવું ન હોય. બાકી તમારે કષાય કરવાની તક ન હોય અને જિંદગી આખી કષાયો દબાવી રાખો તે મંદકષાય ન કહેવાય. અહીં એવું નથી. દા.ત. તમને કોઇ કલા વગેરે આવડતી હોય અને બીજાને ન બતાવો તો શાંતિ થાય? અરે સ્તવન ગાતાં આવડતું હોય અને આદેશ ન મળે તો? સભા ઃ લાભ ન મળે ને? મ.સા. : લાભ ન મળે તેનું દુઃખ નથી પણ પોતાની આવડત કોઇને જણાવવાની તક ન મળી તેનો અજંપો છે. લાભ ન મળ્યાનું દુઃખ હોય તો ખૂણામાં જઇ ભગવાન પાસે ગાઇ શકે ને? ગાનારનો મુડ પણ ક્યારે આવે? ૫૦ જણ સામે હોય તો ને? ઘણી વાર શ્રાવકો ધર્મના ક્ષેત્રમાં ભેગા થાય તો પણ ચડભડ થાય. જ્યારે પેલા તો કરોડો વર્ષો સંસારના ક્ષેત્રમાં રહે છે, છતાં કાંઇ બતાવું, મારું બધા માને, તેવા ભાવ જ ન આવે. માટે જ ત્યાં રાજ નથી, બધી પ્રજા છે. તમારે ત્યાં કોર્ટ, જેલો, પોલિસો હોય નહીં તો શું (૫૩) સદ્ગતિ તમારા હાથમાં Jain Educationa International For Personal and Private Use Only. Page #59 -------------------------------------------------------------------------- ________________ થાય? સભા ઃ તે કાળ પણ એવો હતો ને? મ.સા. : હા, પણ કાળના પ્રભાવે મંદ કષાયો કેવા છે તે જોવાનું. તમે તમારા એક ઘરમાં કોઇને કાબૂમાં ન રાખો તો? ત્યાં તો કરોડો સાથે છે, છતાં કાંઇ નથી થતું. એમને એમ સીધા ન ચાલે તેને જ કાબૂની જરૂર ને? માટે જ તમારા પર સામાજિક, રાજકીય, કૌટુમ્બિક, પારિવારિક, રાષ્ટ્રીય કેટલાં દબાણો મૂકવાં પડે છે? અને આ બધાં દબાણો હઠાવી લેવામાં આવે તો તમારું ખરું સ્વરૂપ પ્રગટ થાય ને? અંદર કષાયો કેવા છે? તમે સંસારમાં ડાહ્યાડમરા થઇને જીવો છો, તેમાં કારણ તમારા પર જે પરિબળો છે, તે છે. એ લોકો પર કોઇના કંટ્રોલનો સવાલ નહીં, છતાં બધું વ્યવસ્થિત ચાલે. અસંખ્ય વર્ષો સુધી ભોગ-વિલાસ કરે, પાછું આંખ મીંચાઇ એટલે દેવલોક તૈયાર છે અને તેઓને ધર્મ સાથે લેવાદેવા પણ નહીં. ટૂંકમાં સદ્ગતિનાં બીજાં કોઇ કારણ ત્યાં નથી. તેઓની સરળતા, ઋજુતા, ભદ્રિકતા વગેરે જુઓ તો તમે ખુશ થઇ જાઓ. અત્યારે યુગલિકો તમારી સાથે હોય તો ામને એકદમ ફાવી જાય. સભા ઃ તેમને અમારી સાથે ન ફાવે ને? મ.સા. : તમે કેટલી ખબર પાડો તે તો તમે જાણો, પણ તેમનો સ્વભાવ જોઇને તમે ખુશ થઇ જાઓ. નીચેના દેવલોકોમાં પણ રોજ ઝઘડા થાય છે. માટે અપેક્ષાએ દેવો કરતાં યુગલિકોના કષાય મંદ. સભા : ઉ૫૨ના દેવલોકો ન મળે? મ.સા. ના, ઊંચા દેવલોક તો ધર્મની સાધનાથી જ મળે. પણ તેઓને ગતિ તો દેવગતિ જ મળે. તેવી રીતે ઉપરના દેવલોકના દેવતામાં ધર્મ ન હોય, પણ મરી મરીને ઊંચી મનુષ્યગતિ મળવાની. કેમકે દેવ મરીને દેવ ન થાય, માટે તેમના માટે સદ્ગતિ મનુષ્યગતિ જ આવે. સભા : બધા જ કષાયો મંદ જોઇએ? મ.સા. ઃ તમામ કપાયો as a whole(સમગ્રપણે) મંદ જોઇએ. બાકી તો એક મંદ હોય પણ તે બીજામાં ફેરફાર થઇને બીજા વધારે તીવ્રતાથી ઉછેરે. તમારે તમારા કષાયોનું અવલોકન કરવા જેવું છે. તમે કોઇ ક્રોધ ન કરો, એટલે માનશો કે તમારા કષાયો મંદ છે. દાખલા તરીકે તમારો ઘાટી તમારા બંગલામાં શાંત બેઠો હોય તો તેના કષાયો મંદ છે? એને છૂટકો નથી એટલે શાંત બેઠો છે, બાકી બધાં નિયંત્રણ હઠાવી મોકળું મેદાન મળે પછી ખબર પડે કે કષાયો કેવા છે? તમારે ક્રોધ-માન કરવા ચાન્સ પણ જોઇએ ને? આ જગતમાં મોટા ભાગના જીવોના કષાયો શાંત છે, કેમકે તેને વકરાવવાની તક નથી મળી. કેમકે પુણ્ય ઓછું છે. તમારા કષાયો સળવળતા નથી, કેમકે તક નથી. બાકી સદ્ગતિ તમારા હાથમાં!) ૫૪) Jain Educationa International For Personal and Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ તમારા પર કંટ્રોલ ન હોય, બધી સગવડતા મળી હોય, પછી કેવો સ્વભાવ હોય તે વિચારવું. અત્યારે તમારો જે સ્વભાવ છે તે ઓરીજીનલ વાસ્તવિક સ્વભાવ નથી. ઘણો ઘડવો પડ્યો છે. તમે આજે હીરાના હાર નથી પહેરતા તેમાં કારણ તમને સાદગી ગમે છે માટે નથી પહેરતા? સભા મળતા નથી માટે. શાલિભદ્રને રોજ પેટીઓ ઊતરતી. મ.સા. તે સાંભળી તમને મોંમાં પાણી છૂટે છે ને? યુગલિકમાં આ નથી. જેટલું માંગે તેટલું મળે તેમ છે, પણ તેઓને બે જોડી મળી જાય પછી માંગે નહીં. સભા કેમકે તેમને ખબર છે કે માંગીશું ત્યારે મળશે જ. મ.સા. એવું નથી. યુગલિકની જગાએ તમે જન્મ્યા હો તો કલ્પવૃક્ષનાં મૂળિયાં ઊખેડી નાંખો. કલ્પવૃક્ષને પણ થાય કે કોઈ અકરાંતિયો આવી ગયો છે. તમને થોડું મળે ને સંતોષ થઇ જાય એ શક્ય જ નથી. સભા અમે પણ પુણ્ય તો બાંધ્યું હશે ને? મ.સા. હા, ત્યારે તો સદ્ગતિ મળી હશે ને? સભા આ વૃત્તિઓ ક્યાં ગઈ? મ.સા. ? અત્યારે ગઈ. પાછું સદ્ગતિમાં જવાનું હશે ત્યારે તે વૃત્તિઓ ખીલશે. આ બધા ઔદયિક ભાવના જ પરિણામો છે, પણ શાસ્ત્રમાં સગતિના કારણે તેની નોંધ લીધી છે. માટે અમારે outline(રૂપરેખા) આપવી પડે છે. અત્યારે સંગ્રહવૃત્તિ કેટલી છે તે ખબર પડે છે? ઘણાને તો ધૂળનો ઢગલો કમ્પાઉન્ડમાં પડ્યો હોય અને પડોશી બે તગારાં ઊપાડી જાય તો પણ તરત અસર થાય. કમ્પાઉન્ડમાં ડબલું પડ્યું હોય તો? સભા : અમને પૂછીને લઈ જાય તો વાંધો નહીં. મ.સા. ઃ તો યે ન આપો બાપા! તે પણ તમે કચરાવાળાને આપી પૈસા લો એવા છો. જૂનાં કપડાં પણ વેચી દો છો ને? કે કોઈ ગરીબને આપો? સભાઃ જૂનાં કોઇને ન અપાય ને? મ.સા. ના. અનુકંપાબુદ્ધિથી ગરીબને અપાય, વાંધો નહીં. માટે અત્યારે એવો કોઇ મનુષ્ય પ્રકૃતિથી મંદકપાયવાળો હોય તો તેની સદ્ગતિની ગેરંટી આપીએ. સદ્દગતિ આવે એટલે આત્માનું કલ્યાણ થશે એવું નથી, પણ સદ્ગતિમાં કલ્યાણ સાધવાની તક છે. તક તરીકે એક ચાન્સ મળે છે. પછી કલ્યાણ પામે કે ન પામે તે તેની લાયકાત પુરુષાર્થ પર આધાર છે. ટા મા (સદુ ગતિ તમારા હાથમાં ! Jain Educationa International For Personal and Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ સદ્ગતિનું ત્રીજું કારણ ઃ (૩) શુભ લેશ્યા :- સતિનાં પહેલાં ત્રણ કારણમાં ધર્મ સાથે સીધા કાંઇ લેવાદેવા નથી. ધર્મશૂન્ય જીવ પણ ત્રણ કારણથી સદ્ગતિ પામી શકે છે, જ્યારે બીજા ત્રણમાં ધર્મનું જોડાણ છે. ધર્મ વિના શુભ ધ્યાન, ગુણસ્થાનક કે દ્રવ્યવિરતિ ન પામી શકે. અમારી દૃષ્ટિએ ટોપ લેવલનું કારણ ગુણસ્થાનક છે, જેમાં આત્મકલ્યાણ અને સદ્ગતિ બન્ને સમાયેલાં છે. બાકીના પાંચમાં આત્મકલ્યાણ થાય કે ન પણ થાય, જ્યારે ગુણસ્થાનક પામેલો જીવ નિયમા આત્મકલ્યાણ કરી શકે છે, પણ ગુણસ્થાનકનો વિકલ્પ અઘરો છે. સહેલામાં સહેલું કારણ દ્રવ્યવિરતિ છે. પણ ગુણસ્થાનક જેવા લાભ બીજા કોઇ કારણમાં નથી. ઘણું વાંચો તો પણ ન મળે તેવું ક્રીમ(સાર) તરીકે તમને સીધું મળી જાય છે. ઘણા જીવોમાં કષ્ટ વેઠવાની તૈયારી નથી. વેઠવાનું આવે તો આકુળ-વ્યાકુળ થઇ જાય. તે કાંઇ અકામનિર્જરા કરી ન શકે. વળી મંદકષાય માટે જોઇએ એટલો સ્વભાવ શાંત થયો ન હોય, તો તે જીવો મંદકષાયરૂપ કારણમાંથી નીકળી જાય. તેઓ આમાં શુભ લેશ્યામાં આવી જાય. ઘણાની વૃત્તિઓ ખરાબ હોય. કોઇકના ઘરમાં બગાડ થતો હોય તો એને અસર થઇ જાય. બસ વૃત્તિ જ ખરાબ છે. દા.ત. કોઇ નોકર એના માલિકની ગેરહાજરીમાં કાંઇ ખાઇ લે અને પેલાની નજર પડે તો સહન ન થઇ શકે. માલિકને વાંધો પણ ન હોય. અસહિષ્ણુતા માયાવીપણું/વક્રતા/સંક્લિષ્ટતા; આવી વૃત્તિઓ અશુભ છે. જ્યારે ઘણા ઉદાર વૃત્તિવાળા હોય. જતું કરવામાં વાંધો ન આવે. પણ સ્વભાવ સ્ટ્રેઇટ ફોરવર્ડ(સરળ) ન હોય. ઘણી વાતો કહેવામાં નુકસાન-વાંધો પણ ન હોય, છતાં એમની પાસેથી સાચી વાત જાણવા ઊલટ તપાસ લેવી જ પડે. ઘણાં નાનાં છોકરાં બહાર તોફાન કરીને આવી ઘરમાં ગુપચુપ બેસી જાય. વક્ર સ્વભાવ ખરો ને? જ્યારે ઘણાં કહી દે કે બહાર હું આવું કરીને આવ્યો છું. સભા ઃ જમાના પ્રમાણે સ્વભાવ બદલવો પડે ને? મ.સા. : તમે જમાના પ્રમાણે સ્વભાવ બદલશો પણ કર્મસત્તા કોઇની શરમ નહીં રાખે. કર્મ નહીં કહે કે આ જમાનામાં જન્મ્યા હતા એટલે ગુનો માફ. ધણાની વૃત્તિ જ એવી કે સીધો જવાબ જ ન આપે. ઘણાને કામ સોંપો તો બહાનું કાઢશે. અહીં વાતવાતમાં કોઇકને છેતરવાની વૃત્તિઓ આવશે, એટલે કર્મબંધ ચાલુ રહેશે. તમારો દીકરો નાનો હોય અને બહાર જવું હોય અને દીકરો પૂછે તો શું કહો? ડોક્ટર પાસે જાઉં છું. એટલે પેલો સામેથી કહી દે કે મારે નથી આવવું. આવું તમે બે ચાર વખત કહો, એટલે પેલો સમજી જાય કે મને ન લઇ જવો હોય ત્યારે પપ્પા ડોક્ટરને ઘરે જાઉં છું, એમ કહી દે છે. પછી તમારા પર વિશ્વાસ રહે? અશુભ લેશ્યાવાળો જીવ સારો ધર્મ કરતો હોય તો પણ અશુભ લેશ્યાથી પાપ બંધાયા કરે. શુભ લેશ્યાવાળો જીવ પાપ કરતો હોય તો પણ શુભ લેશ્યાથી ચોવીસ કલાક પુણ્ય બંધાતું હોય. સભા ઃ શુભ લેશ્યાવાળાનાં દૃષ્ટાંત છે? સદ્ગતિ તમારા હાથમાં!) Jain Educationa International For Personal and Private Use Only. (૫૬) Page #62 -------------------------------------------------------------------------- ________________ મ.સા.: ઊંચા દેવલોકના દેવતાઓ આખી જિંદગી શુભ લેશ્યામાં રહે છે, માટે મરીમરીને સદ્ગતિમાં જ જાય. નવ રૈવેયકમાં અભવ્યનો જીવ પણ હોય. તેઓ ત્યાં અહમ્ ઇન્દ્ર જેવા. કોઇ માલિક-સત્તાધીશ નહીં. ઇન્દ્ર કરતાં પણ સિદ્ધિ રિદ્ધિ વૈભવ વધારે. ઉપર જઇએ તેમ વિમાનની સંખ્યા ઓછી થતી જાય અને એક જ વિમાનમાં ઘણા દેવતા હોય. વળી બધાનાં આયુષ્ય સાગરોપમનાં હોય, પણ જમ્યા પછી આ દેવતા પાડોશી દેવતા શું કરે છે, એની પાસે કેટલી સિદ્ધિ/રિદ્ધિ વૈભવ છે, તે વિચારે પણ નહીં. બધા એક વિમાનમાં રહે છે. તમારે તો પડોશી પોતાના ઘરે રહે છે, છતાં તેની પાસે કેવા પ્રકારની મિલકત છે તેની, તેના જવા આવવાની બધી ખબર રાખો છો ને? વળી આ બધા ચોવીસ કલાક નવરા છે. તમારે તો કામ પણ હોય, છતાં તમારી જેમ પડોશી પાસે જવાનો, ખબરઅંતર પૂછવાનો, કે એ કેટલામાં છે તે તપાસી આવીએ, એવા વિચારો પણ ન આવે. પારકી પંચાતમાં રસ જ નથી. સભા તેઓ શું કરે? મ.સા. મળ્યું તે ભોગવે છે. તમે મળ્યું તે ભોગવો છો કે બીજાની તપાસ કર્યા કરો છો? તમે નવરા હો તો કેટલા વિચાર આવે? એક કલાક પણ ચેન છે? અંદરથી સળવળાટ ચાલુ ને? હવે ત્યાંના દેવતાની આવી પ્રકૃતિ હોય તો પછી શક્તિ કેટલી? અવધિજ્ઞાનથી અહીં તમને જોઈ શકે છે. આખી દુનિયા શું કરે છે તે જાણવાની, સમજવાની અને તેમાં પલટો લાવવો હોય તો તે પણ લાવી શકે તેવી શક્તિ છે. તમે તમારા ઘરમાં પણ પલટો લાવી શકો ખરા? સભા આ કાળમાં શુભ લેશ્યાવાળા જીવો ખરા? મ.સા. ૪ હોય. સભાઃ ત્રણમાં આ કારણ ઠીક લાગે છે. મ.સા. તો સારું. તમને ઠીક લાગે એને પકડો. તેના માટે તો આ વર્ણન કરું છું. તમારે શુભ લેશ્યા કેળવવી હોય તો આ અશુભ વૃત્તિઓનો જીવનમાંથી નિકાલ કરી નાંખો. તેમાંથી મળતું કાંઈ નથી પણ કોઈવાર તો આવી વૃત્તિઓથી આબરૂ ગુમાવો છો, લોકપ્રિયતા ગુમાવો છો, કોઇકને તમારા પર અણગમો અભાવ થાય છે. આ વૃત્તિઓ કાઢશો તો આ ભવમાં પણ લાભ થશે જ. આ વિકલ્પ પસંદ કરવા જેવો છે. એકવાર શુભ લેશ્યા કેળવી પછી સ્વપ્નમાં પણ સારી ગતિ જ બંધાશે. સભા : તીવ્ર કષાયવાળાને શુભ લેયા હોય? મ.સા. હોય. સભા ઃ દાખલો? 1 ગતિ તમારા હાથમાં ! Jain Educationa International For Personal and Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ મ.સા. ઃ ગોભદ્રમુનિનો દાખલો. ચંડકોશિયાના પૂર્વભવમાં તેમણે (ગોભદ્રમુનિએ) મહાત્માનો પરિચય થતાં વૈરાગ્યપૂર્વક સંયમ સ્વીકાર્યું. વર્ષો સુધી નિર્મળ ચારિત્ર પાળ્યું. કમનસીબે એક વા૨ રસ્તા પરથી જઇ રહ્યા છે અને સાથે બાલમુનિ છે. ત્યારે રસ્તા પર નાની નાની હજારો દેડકીઓ છે. તેમાંની એક દેડકી પગ નીચે ચગદાઇ ગઇ. બાલમુનિની ચકોર નજર ગઇ. મહારાજ સાહેબને કહે છે, તમારા પગ નીચે દેડકી ચગદાઇ ગઇ. પણ આગળ નીકળી ગયા છે. પેલા મહાત્મા પણ જોઇને ચાલનારા જ મહાત્મા છે. એટલે કહે છે કે રસ્તામાં આટલી બધી દેડકીઓ પડી છે તે મેં મારી છે? કોઇએ મારી હશે મારે શું લેવાદેવા? બાલમુનિએ નજરે જોયેલું એટલે સાચું માનતા નથી. અંદ૨માં કચવાટ રહે છે. ઉપાશ્રયે પહોંચ્યા. ગુરુ સામે ગોચરી આલોવે છે. પેલા બાલમુનિ પાછા કહે છે કે પેલી દેડકીની આલોચના કરો; એમ કહી પાછી વાત કાઢી. સાંજે પ્રતિક્રમણ કરવા બેઠા. બાલમુનિ પાછું યાદ કરાવે છે. મહાત્માને ગુસ્સો આવ્યો. તમને પહેલી વારમાં જ ગુસ્સો આવે કે આટલી વાર પછી ગુસ્સો આવે? મહાત્મા વિચારે છે કે, આ આમને આમ કેડો નહિ છોડે. બાલમુનિને સીધા કરવાનો ભાવ છે. દંડો લઇ પાછળ દોડ્યા, પણ પેલા સરકી ગયા. મહાત્મા તો થાંભલા સાથે અથડાયા. મનમાં મારવાનો વિચાર છે, તે પણ સાધુને મારવાનો અને તે પણ લાકડી સાથે. ત્યાં ને ત્યાં આયુષ્ય/ગતિ બંધાઇ. છતાં જ્યોતિષ વિમાનમાં ગયા. કેમકે તે વખતે પણ શુભ લેશ્યા હતી. તમે શું માનો ? નવકાર ગણતાં ગણતાં જાય, તો દેવલોકમાં જાય. આ મહાત્માને ભલે ગુસ્સો આવ્યો છે પણ શુભ લેશ્યા હતી. મહાત્મા તરીકે ઉત્તમ પ્રકૃતિ/ વૃત્તિ છે. આ મહાત્મા ધર્મના પ્રભાવે દેવલોકમાં નથી ગયા, કારણકે ચારિત્ર ગુમાવ્યું છે. હિંસાના વિચારો આવ્યા, એટલે છઠ્ઠું ગુણસ્થાનક પણ ગયું. વળી તેનું દુઃખ પણ નથી. એટલે મિથ્યાત્વ પણ આવ્યું. પણ શુભ લેશ્યાના બળથી સદ્ગતિમાં ગયા. સભા : દ્રવ્યદીક્ષા તો ખરીને? મ.સા. : દ્રવ્યદીક્ષા અને તેનાં પરિણામો પણ કારણ છે, પરંતુ ગુણસ્થાનક અને અહિંસા મહાવ્રત પણ ગયું છે. સભા ઃ દ્રવ્યથી પણ મહાવ્રત ગયું છે? મ.સા. : હા, પણ બીજાં મહાવ્રતો છે. જરા પણ દ્રવ્યવિરતિ ન્હોતી એવું ન કહેવાય. એકવાર તો દેવલોકમાં પહોંચી ગયા. ત્યાં સાવધાન થઇ ગયા હોત તો હજી ચઢત, પણ ત્યાં પણ સાવધાન ન થયા, એટલે પછી ચંડકોશિયાના ભવમાં જવું પડ્યું છે. હવે ઘણા જીવો જન્મથી જ ઉત્તમ વૃત્તિઓથી શુભ લેશ્યામાં હોય. ઘણાને ખબર પડે કે અશુભ લેશ્યા છોડવા જેવી છે, દુર્ગતિનું કારણ છે, તો તે પ્રયત્નથી અશુભ છોડી શુભમાં ગોઠવાય. સભા ઃ અશુભ લેશ્મા છોડવા શું પ્રયત્ન કરવાનો? સદ્ગતિ તમારા હાથમાં ! Jain Educationa International For Personal and Private Use Only. ૪૨ ૫૮ Page #64 -------------------------------------------------------------------------- ________________ મ.સા. મહેનત કરવી હોય તો દિશા તરીકે શું વિચારવાનું? કે જીવનમાં દરેક સંયોગમાં મારી વૃત્તિ કેવી થાય છે? દા.ત. હું કોઇકને ત્યાં જમવા જાઉં તો કેવી રીતે જમું છું? અને મારા ઘરે? ઘણાને મફતમાં કાંઈ મળતું હોય તો વાપરવાની વૃત્તિ પડી જ હોય અને પોતાનો ભોગ આપવો પડતો હોય તો? ઘરનાં ગાદલાં કેવી રીતે વાપરો? અને ધર્મશાળાનાં ગાદલાં કેવી રીતે વાપરો? કોઈવાર ઘરે ચા ન પીવો પણ કોઈ કહે તો તરત લઈ લો. પેટમાં ભૂખ હોય તેવું નથી, પીવું જ પડે તેવું પણ ન હોય, છતાં લેશ્યા જ અશુભ હોય. માટે વિચારો કે પારકી વાત આવે અને મારી વાત આવે તો મારો સ્વભાવ શું? આવી વૃત્તિઓ જેમ જેમ તપાસતા જશો તેમ તેમ ખ્યાલ આવશે. પછી ચોખ્ખાઈ કરો. સભા પારકું લેવું નહીં અને આપણું આપવું નહીં તે કેવી વૃત્તિ? મ.સા. તમારી મામૂલી વસ્તુથી કોઈને સારું થતું હોય તો આપવામાં શું વાંધો? બધું છાતીએ બાંધી પરલોકમાં લઈ જવાના છો? કોઇને તમારી તુચ્છ વસ્તુથી શાંતિ થતી હોય તો આપવામાં શું વાંધો? થોડુંક મનને પહોળું કરો. હું અને મારું એવું ન રાખો. આવી વૃત્તિઓથી ચોવીસ કલાક બંધ કેવો થાય? બીજાનો કસ કાઢવાનો ભાવ હોય તો અંતરાય કર્મ કેવાં બંધાશે? ભવાંતરમાં તમારો કસ નીકળે એવાં જ કર્મો બંધાશે. અમારી દૃષ્ટિએ તમે જીવનમાં થોડુંક અવલોકન ચાલુ કરો તો ઘણાં સંશોધન થાય અને પરિવર્તન આપમેળે આવી જાય. શુભ લેગ્યા કેળવવા માટે પહેલાં તમારી વૃત્તિઓનું અવલોકન કરો. પછી તે કેવી છે તે નક્કી કરો. નક્કી થાય પછી અશુભને કાઢવાનો વિચાર કરો. અમુક કાઢવાથી|રાખવાથી નફા-નુકસાનનાં ગણિત માંડી લો. ધીમે ધીમે કરશો તો શુભ લેયાનું બેકગ્રાઉન્ડ તૈયાર થશે. લગભગ વૃત્તિઓ સારી જોઇએ. તમારા મનોભાવની વાત કરતાં ચાર જણ વચ્ચે શરમ ન આવે તે સારી વૃત્તિ. વળી અશુભ વૃત્તિઓ તે તે નિમિત્તે પાપ કરાવશે. અશુભ લેશ્યા એ સામુહિક અશુભ વૃત્તિઓનો જથ્થો છે. લેણ્યા શુભ હોય તો જથ્થાબંધ પુણ્ય બંધાય અને લેગ્યા અશુભ હોય તો જથ્થાબંધ પાપ બંધાય. માટે કોઈ વ્યક્તિ શુભ લેશ્યાવાળી હોય તો તે ગમે તે રીતે મરી ગયો હોય, તો પણ અમે કહીએ કે સદ્ગતિમાં ગયો હશે. સગતિનું ચોથુ કારણ: (૪) શુભધ્યાન -સદ્ગતિના આ કારણને પાછળ મૂકું છું. પહેલાં ગુણસ્થાનક કારણ લઈશ. શુભધ્યાન એટલે ધર્મધ્યાન અને શુક્લધ્યાન. અને આ તો વિશિષ્ટ ધર્માત્માને જ આવે. માટે આ કારણ આપણે પાછળ રાખી અત્યારે ગુણસ્થાનક કારણ લઉં છું. (૫૯) બી C સદ્ગતિ તમારા હાથમાં !) Jain Educationa International For Personal and Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ સદ્ગતિનું પાંચમું કારણ: (૫) ગુણસ્થાનક - આ સદ્ગતિ માટેનું અમોઘ સાધન છે. જે લોકો પાસે સદ્ગતિ-દુર્ગતિનાં કારણોનું રેખાચિત્ર હશે, તેઓ નેવું ટકા કર્મબંધ સમજી જશે. તે સમજાશે એટલે બધી દષ્ટિઓ ખુલી જશે. પછી સમજી શકશે કે આનાથી આ કર્મ બંધાશે, એટલે સાવચેત થવાનો પ્રયત્ન કરશે. જેને ભય જ ન દેખાય તે સાવચેતી શું રાખવાનો? કર્મવાદને ભણવો-સમજવો તે મોટામાં મોટી કળા છે. પછી તો મોટી અસલામતી દૂર થઇ જાય. જોખમી કર્મ નહીં બંધાય. આત્મામાં ભયજનક સ્થાનો જાણશો પછી ઘણાં પરિવર્તન આવશે. અમે કહીએ છીએ કે ધર્મના ક્ષેત્રમાં જીવનને ઉપયોગી જ્ઞાન મેળવી લો. વધારે જ્ઞાન નહીં ભણો તો નુકસાન નહીં થાય, પણ અમુક તો ભણવું જ જોઈએ. સગતિનું પહેલું કારણ અકામનિર્જરા હતું. તેની વિરુદ્ધમાં સકામનિર્જરા છે. આ સકામનિર્જરા કોણ કરી શકે? ગુણસ્થાનક પર ચઢેલો જીવ થોડું કષ્ટ વેઠીને પણ સકામનિર્જરા કરી શકે છે અને ગુણસ્થાનક વિનાનો જીવ ઘણું કષ્ટ વેઠે તો પણ આકામનિર્જરા જ થાય. માટે ગુણસ્થાનકમાં સકામનિર્જરા છે. અકામનિર્જરા અને સકામનિર્જરા બંને સગતિનાં કારણો છે, પણ સકામનિર્જરા સગતિનું પ્રબળ કારણ છે. ગુણસ્થાનક શબ્દ જૈનશાસનને છોડીને બીજે ક્યાંય નહીં મળે. માટે જ ગુણ કરતાં ગુણસ્થાનક શબ્દ કાંઇક જુદું કહેવા માંગે છે. માટે ગુણ આવે એટલે ગુણસ્થાનક આવી જાય એવું નથી. સ્થાનક શબ્દ સંસ્કૃતમાં ઉત્પત્તિના અર્થમાં વપરાયો છે. જે ગુણો ઉત્પન્ન થવાનું સ્થાન તે ગુણસ્થાનક. રત્ન અને રત્નની ખાણ જુદાં, સોનું અને સોનાની ખાણ જુદાં, તેમ રત્ન જેવા આધ્યાત્મિક ગુણો આત્મામાં જ્યાંથી ઉત્પન્ન થાય તેવી આત્માની જે દશા તે ગુણસ્થાનક. ભાવાર્થમાં આધ્યાત્મિક ગુણોની ઉત્પત્તિનું સ્થાન તે ગુણસ્થાનક. માટે જેનામાં આધ્યાત્મિક ગુણોની ઉત્પત્તિ ન થાય તે ગુણસ્થાનક પામ્યો નથી અને જેનામાં આધ્યાત્મિક ગુણો આવેલા છે તે વ્યક્તિ ગુણસ્થાનકમાં છે. ગુણોથી આધ્યાત્મિક ગુણો લેવાના અને આધ્યાત્મિક ગુણો દ્વારા પ્રાપ્ત થતું સ્થાન તે ગુણસ્થાનક. તે કારણે અમારી દષ્ટિએ ઉત્તમ છે. કોઈ સદ્ગતિનાં પાંચેય કારણો અપનાવે, કોઈ એકલું ગુણસ્થાનક અપનાવે, તો આત્મિક દૃષ્ટિએ ગુણસ્થાનક વધારે સારું. કેમકે આત્માએ અનંતીવાર આ પાંચેય કારણો સેવ્યાં છે તો પણ ગુણસ્થાનક નથી પામ્યો, માટે જ આ સંસારચક્રમાં રખડે છે. માટે જ મોક્ષમાર્ગનો રાજમાર્ગ તો ગુણસ્થાનક જ છે. કોઈ પણ જીવ ગુણસ્થાનકમાં ચઢ્યા વિના મોક્ષમાર્ગ પામ્યો નથી. સદ્ગતિ પામવા માટેના ઘણા ઉપાયો છે, પણ મોક્ષે જવાનો એક જ રસ્તો છે અને તે છે ગુણસ્થાનકની પ્રાપ્તિ. તે સિવાય મોક્ષમાર્ગ પર ચઢે કે આગળ વધે તે ત્રણેય કાળમાં શક્ય નથી. માટે ગુણસ્થાનક એ સદ્ગતિ અને મુક્તિ બંનેનું કારણ છે. બીજાં કારણોમાં એકાંત નથી, વિકલ્પ પડે. માટે બધાં કારણો કરતાં આ જુદું છે. કેટલાંય શાસ્ત્રોના વિશ્લેષણ પછી સાર રૂપે વાત કરું છું. પૂ.હરિભદ્રસૂરિ મહારાજ સાહેબ ફરમાવે છે કે સકામનિર્જરાનો ગુણસ્થાનકમાં સમાવેશ થઈ જશે. બીજાં શાસ્ત્રોમાં તમને માત્ર ગુણ શબ્દ જોવા/સાંભળવા મળશે, પણ ગુણસ્થાનક શબ્દ જૈનશાસનને છોડી સદ્ગતિ તમારા હાથમાં !) ૬૦) - Jain Educationa International For Personal and Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ બીજે ક્યાંય નહીં મળે. માટે ગોખવા/યાદ રાખવા જેવી વાતો છે. આ બધું મગજમાં ફીડ નહીં થતુ હોય તો એક સદ્ગતિનું કારણ પકડશો એટલે હરખાઈ જશો, પણ હજુ આત્મકલ્યાણના માર્ગે જવાનું બાકી છે, તે વાત યાદ નહીં આવે. સભા આધ્યાત્મિક ગુણો એટલે? મ.સા. જે તમને આત્માના સ્વરૂપનો આસ્વાદ અનુભૂતિ કરાવે તે આધ્યાત્મિક ગુણો સભા નામ? મ.સા. કક્ષમાં પણ આધ્યાત્મિક ગુણ છે. પણ ગુણસ્થાનક ન પામ્યા હોય ત્યાંસુધી તે ગુણો આધ્યાત્મિક ગુણો ન કહેવાય. સંસારથી વિરક્ત દશા પામેલા આત્માના બધા ગુણો આધ્યાત્મિક ગુણો બને. વૈરાગ્ય આવ્યા પછી જ આધ્યાત્મિકતા આવવાની શક્યતા છે. મોક્ષમાર્ગમાં આવેલ નથી તેવી વ્યક્તિના ગુણોની બે કક્ષા છે. ધાર્મિક સદ્ગુણ અને સામાજિક ગુણ, ધાર્મિક સદ્ગુણ હોય તો થોડી ઊંચી ગુણવત્તાનું પુણ્ય બાંધે. એક વ્યક્તિ સામાજિક રીતે ક્ષમા કરે તો તે સામાજિક ગુણ. તમે ગુણો વિકસાવો એટલે અમે દૃષ્ટિકોણ પૂછીએ અને તે પછી જ એની કિંમત કરીએ. આમ સામાજિક, ધાર્મિક કે આધ્યાત્મિક દૃષ્ટિએ ગુણો કેળવો તેનું મૂલ્ય જુદું જુદું હોય. સભા સેવાપૂજા કરતો હોય તો? મ.સા. તે કયા દૃષ્ટિકોણથી પૂજા કરો છો તે પરથી નક્કી થાય છે. હું પૂછું કે આ ભગવાનની ભક્તિમાં શું રસ છે? તો શું કહો? સભા એમના ગુણોની પ્રાપ્તિ કરવી છે. એમનો ઘણો ઉપકાર છે. મ.સા. બધાએ સરસ જવાબ આપ્યા છે. પણ એક એક ને પકડવા જેવા છે. તમે કહો છો પ્રભુનો ઘણો ઉપકાર છે, માટે સેવા કરીએ છીએ. તો પ્રભુ તમારા ઉપર જે ઉપકાર કરવા માંગતા હતા તે ઉપકાર ગમે છે? ભગવાન તમને મોક્ષે મોકલવા અને તે માટે સંયમ લેવડાવવા-સંસાર છોડાવવા માંગતા હતા. હવે સંસાર છોડી ન શકો પણ છોડવાની ઇચ્છા ખરી? ક્યારે બહાર નીકળું, ક્યારે નિર્મળ મહાવ્રતો સ્વીકારું તેવી ઇચ્છા છે? બહુ જ મુશ્કેલ છે. ભગવાન જે ઉપકાર કરવા માંગતા હતા તે ગમ્યો છે કે નહીં તે પહેલાં વિચારો, સ્વીકારવાની વાત પછી. કોઈ કહે છે, ભગવાન જેવા થવું છે. તો મારે એટલું જ પૂછવું છે કે ભગવાને જે છોડ્યું છે તે તમારે છોડવું છે? અને ભગવાને જે મેળવ્યું છે તે તમારે મેળવવું છે? જીવનમાં ભગવાને જે છોડ્યું છે તે મેળવવાનો કે ભગવાને જે મેળવ્યું છે તે મેળવવાનો સંઘર્ષ ચાલુ છે? પાછું તેમાં ખોટું પણ નથી લાગતું. આધ્યાત્મિક ગુણો ક્યારે આવે? ભગવાન જે આત્મસુખ પામ્યા છે તે મને ક્યારે મળે, તેની જીભ પર તરસ લાગે, ત્યારે આ ગુણો પ્રગટ્યા કહેવાય. તમને ભગવાનમાં મઝા (૬૧) કરે તેથી સદ્ગતિ તમારા હાથમાં !) Jain Educationa International For Personal and Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ લાગે છે? ભગવાનની જે અવસ્થા છે તે તમારા માટે અગવડતાવાળી છે કે સગવડતાવાળી છે? ન ફાવે તેવી અવસ્થા છે ને? આક્ષેપ નથી કરતો. તમારા મનને ઢંઢોળવા માટે આ બધી વાતો કરું છું. ભગવાને જે ત્યાગ કર્યો તે ત્યાગનો પડછાયો પણ તમારે નથી જોઇતો ને? આધ્યાત્મિક દૃષ્ટિ આવવી ઘણી જ મુશ્કેલ છે. માટે જેને સંસાર પર વૈરાગ્ય ન જન્મે તે ભગવાનની પૂજા કરે તો પણ અધ્યાત્મ ન આવે. હા, તે ધાર્મિક બને તે શક્ય છે. માટે ધાર્મિક બને તે સારો પણ અધ્યાત્મ ન પામે ત્યાં સુધી અમે એને નીચો જ કહીએ. ધાર્મિકતા કરતાં આધ્યાત્મિકતા અનંત ગણી ઊંચી છે. તા. ૧૦-૬-૯૬, સોમવાર. અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓ જગતના જીવમાત્રના આત્મિક ઉત્થાન માટે આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. વ્યાખ્યાન: ધર્મ એ મુખ્યત્વે આત્માને લક્ષ્યમાં રાખી કલ્યાણની વાતો કરે છે. સંસારમાં ભૌતિક વિકાસ પૌદ્ગલિક વિકાસની વાતો જ આવશે, ધર્મક્ષેત્રમાં આત્માની વાતો આવશે. ધર્મ તમારા અસ્તિત્વનો જ વિચાર કરે છે. માટે તમારો વિકાસ, તમારી પ્રગતિ કેમ થાય તે બતાવવું તે જ ધર્મનું કામ છે. સંસારમાં તમારા વિકાસની વાતો નહિ આવે, બધે જડ પદાર્થના વિકાસની વાત આવશે. સંસારમાં તમને છોડીને બધાની ચિંતા છે. શ૨ી૨, સમાજ, પરિવાર, કુટુંબ બધામાંથી તમને રદબાતલ કરી બાકીની આખી દુનિયા તે સંસારનો વ્યાપ છે. જ્યારે ધર્મના ક્ષેત્રમાં મહાપુરુષો કહે છે કે બીજું બધું છોડો, તમારી વાત કરો. તમારું શું? આત્માનું શું? શું કરશો તો આત્માનું ઉત્થાન/વિકાસ થશે? આત્માના વિકાસથી જ આ ધર્મનો પ્રારંભ થાય છે અને આત્મવિકાસ ન ગમે તેવા લોકો હકીકતમાં ધર્મ કરતા જ નથી. આત્મરસિક નથી બન્યા ત્યાં સુધી ધર્મ ગમશે નહીં. આત્મરસિક જીવનો આત્મકલ્યાણ કરવાનો વિકાસક્રમ તેને જ ગુણસ્થાનક કહે છે. એ આત્મવિકાસનો આખો ક્રમ-માર્ગ, તેનાં એક પછી એક પગથિયાં છે, જેનો સંક્ષેપમાં સમાવેશ કરીને એકથી ચૌદ ગુણસ્થાનક કહ્યાં છે. જેમાં બીજું, ત્રીજું, અગિયારમું એ ત્રણ ગુણસ્થાનક આધ્યાત્મિક વિકાસમાં આડરસ્તા જેવાં છે. વિકાસ ખરો પણ સાઇડમાં થતો વિકાસ. સડસડાટ ચઢવામાં બીજું, ત્રીજું, અગિયારમું ઉપયોગી નથી. હવે સડસડાટ મોક્ષે જાય તે બધા માટે બાકીનાં અગિયાર પગથિયાં ચડવાનાં. સડસડાટ મોક્ષે જનારે બીજા, ત્રીજા, અગિયારમા ગુણસ્થાનકમાં પ્રવેશ ક૨વાની જરૂર નથી. દા.ત. પૂ. મરુદેવામાતા આ ત્રણને સ્પર્શ કર્યા વિના જ મોક્ષે પધાર્યાં. વળી તે ત્રણ તો પડતાને અથવા તો આડાઅવળા મોક્ષે જનારને જ આવે, પરંતુ વિકાસક્રમમાં અગિયાર પગથિયાં તો બધાંને અનિવાર્યપણે પામવાં પડે. આ પગથિયાંમાં આત્માના ગુણો છે તે સર કરવા જ પડે. ત્રણ કાળમાં, ત્રણ લોકમાં, જૈન કે જૈનેતર સર્વે માટે મોક્ષે જવા માટેનો રસ્તો તો આ જ છે. જૈનતરો ત્યાં રહીને પણ આ રસ્તે જ મોક્ષ પામે. આત્મકલ્યાણ કરવા માટે અધ્યાત્મની ભૂમિકા સિદ્ધ કરવી પડશે. સદ્ગતિ તમારાં હાથમાં ! ૬૨ Jain Educationa International For Personal and Private Use Only. Page #68 -------------------------------------------------------------------------- ________________ સનાતન શાશ્વત આત્મકલ્યાણનો માર્ગ નિયત છે. અનંતા તીર્થકરોએ આ જ ૧૪ ગુણસ્થાનકની પ્રરૂપણા કરી. તે જ અધ્યાત્મના વિકાસનો સનાતન, શાશ્વત, નિયત, ચોક્કસ માર્ગ છે. ગુણસ્થાનક નહિ પામ્યા હોય તો પહેલેથી પામવું પડશે અને પામ્યા હશે તો ત્યાંથી આગળ શરૂ કરવું પડશે. માટે આત્મકલ્યાણ માટે બીજો કોઈ વિકલ્પ જ નથી. સદ્ગતિ પામવી અને આત્મકલ્યાણના માર્ગે ચઢવું સરખું નથી. તે જુદાં છે. એવો એક પણ જીવ નથી જે પ્રાયઃ કરી સદ્ગતિ ન પામ્યો હોય. બધા જીવો અનેકવાર મનુષ્યભવ-દેવલોકમાં જઈ આવ્યા છે. સંસારમાં કાળ અનાદિ અનંત છે. વૈજ્ઞાનિકો પણ કહે છે કાળ અનાદિ અનંત છે. સંસારમાં આપણું પરિભ્રમણ અનંતકાળનું છે અને કાળ અમર્યાદિત છે. બીજી બાજુ જીવાયોનિનો આંકડો ચોરાસી લાખનો મર્યાદિત છે. એટલે આ ચોરાસી લાખ જીવાયોનિમાં જ અનંતકાળ ફરવાનું. માટે એવી કોઈ ગતિ યોનિ અવસ્થા/ભવ નથી, જેમાં આપણે એક બે વાર નહિ પણ અનંતી વાર ગયા ન હોઈએ. આની પાછળ લોજીક-તર્ક છે. આ બાજુ આંકડો ૮૪ લાખનો છે. પેલી બાજુ આંકડો અનંતકાળ છે. દા.ત. તમને કોઈ એક કૂંડાળું કરી આપે અને કહે કે આટલા ચક્રમાં સવારથી સાંજ સુધી ફરવાનું, તો તમે કૂંડાળાની એકની એક જગા પર કેટલીયે વાર આવો ને? ઘણાને ચોરાસી લાખમાં અધધધ થઈ જાય છે, પણ તમારી દુનિયા માહિતી/જાણકારી કેટલી? વૈજ્ઞાનિકો પણ ચાલીસ લાખ જેટલી જીવની જાતો માને છે. કેમકે તેઓ પણ જેમ જેમ શોધખોળ કરે તેમ તેમ કેટલીયે જીવોની જાતો નવી નવી મળે, એટલે એમનો આંકડો વધે જ. માટે ચોરાસી લાખ જીવાયોનિનો આંકડો અશક્ય નથી. આ જીવાયોનિઓ ઘરમાં બેઠાં નહિ દેખાય, દુનિયામાં ફરો તો ખબર પડે. જંગલમાં જાઓ તો કેટલાય જીવો જુદા જુદા મળે. હકીકતમાં સંસારની વાસ્તવિકતા જોઈ જ્ઞાનીઓએ આ આંકડો કહ્યો છે. આપણે વારંવાર એકે એક ભવમાં ગયા જ છીએ. દુર્ગતિમાં અનેકવાર અને સદ્ગતિમાં ઓછી વાર. તો પણ આંકડો તો અનંતનો જ આવે. સભાઃ ચોરાસી લાખ વ્યવહારરાશિના કે બંનેના? મ.સા. : વ્યવહાર, અવ્યવહાર એમ તમામ મળી ચોરાસી લાખ થાય. તમે બધે ફરી આવ્યા છો, છતાં સંતોષ નથી. એટલે હજી હરવા-ફરવાનું મન થાય છે. ઘણા કહે છે કે સાહેબ કાશ્મીર ફરી આવ્યા. પણ જાણતા નથી કેટલીય વાર કાશ્મીર જઇ આવ્યા. અરે! કાશ્મીરની લીલોતરીમાં પણ કેટલીય વાર જન્મી આવ્યા છો. ત્યારે તમને બધા જોવા આવતા હતા અને જોઈ જોઈ હરખાતા હતા. તમે સાચું બોલો આવી લીલોતરી જોઈ તમને શું થાય? સભા કેટલું સુંદર છે! મ.સા. પણ કોઈ માર્મિક દૃષ્ટિએ પૂછે કે સુંદરતા શું છે? દા.ત બીચ પર ગયા હો, દરિયાનું પાણી છવાયેલું હોય, મોજાં પથ્થર સાથે અથડાઈ અથડાઇને પાછાં જાય છે. (૬૩) કામ છે. સદ્ગતિ તમારા હાથમાં !) Jain Educationa International For Personal and Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ હવે આમાં સુંદર શું? અપકાયના કેટલાય જીવોનાં માથાં પછડાઈ પછડાઈને મરે છે. તમે પણ એવી રીતે અનેક વાર મર્યા છો. એક પણ સીનસીનેરી એવી નથી જેના સર્જનમાં અનેક જીવોની હિંસા ન હોય. સભાઃ કુદરતી રીતે રમ્ય લાગે છે ને? મ.સા. ડુંગરા દૂરથી રળિયામણા લાગે. ગમે તેટલી સુંદરતા દેખાય પણ અંદર શું હોય? આંખમાં નવું નવું રૂપ, રંગ, ડીઝાઈન્સ જોવાની તરસ પડી છે, એટલે આવું જોતાં આંખને ઠંડક મળે છે. તે જોઈને જીવોની હિંસા છે તે બધાની અનુમોદનાનું પાપ લાગે છે, તે ખબર પડે છે? તમારી તરસ શમાવવાનો આ માર્ગ નથી. દુનિયામાં કોઈ સ્થળ એવું નથી કે તમે જોયું ન હોય, છતાં હજી ધરાયા નથી. સંસારનું સ્વરૂપ જ એવું છે કે ભૌતિક સુખો ગમે તેટલાં ભોગવો કાયમની તૃપ્તિ આપે જ નહીં અને એવી રીતે તૃપ્ત થવાતું હોત તો તમે કેટલાય વર્ષોથી ભોગો ભોગવો છો, અત્યારે તૃપ્ત થઈ ગયા હોત ને? અમારે ત્યાં તો કહ્યું કે કુદરતી દૃશ્યો જોતાં ભાવના ભાવવાની કે આ ભવોમાં હું પણ જઇ આવ્યો છે. આ યોનિમાં હું પણ એક વાર અપંગ થઇ પડ્યો હતો અને ત્યારે મને જોઇ જોઇ બીજા હરખાતા હતા; પણ મારી દયાજનક સ્થિતિ હતી. આવું બધું વિચારો તો વૈરાગ્ય આવે. વળી આ મન મનાવવાની વાત નથી, પણ હકીકતમાં સંસારનું નગ્ન સત્ય છે. કોઈ એવી યોનિ નથી જયાં તમે ઉત્પન્ન નહીં થયા હો અને રિબાઈ રિબાઈ જીવ્યા ન હો, છતાં આજે જોવાનું, જોઈ જોઈ હરખાવાનું મન થાય છે. હવે સીન સીનેરી જોઈ તેમાં તીવ્ર રસ હોય, ખૂબ જ આસક્ત થઈ જોતા હો, તો ઘણીવાર એવું બને કે, એવી ગતિ બંધાય કે તમારે પણ ત્યાં જ જનમવું પડે, એ જ સીન સીનેરીમાં જડાઈ જવું પડે. માટે એકલી સદ્ગતિ પામી જવાથી કામ થતું નથી. તેથી આત્માના ઉત્થાનનો માર્ગ એક જ છે કે ગુણસ્થાનકની પ્રાપ્તિ. બાકી બીજાં કારણોથી સદ્ગતિ પામ્યા એટલે તમે ભૌતિક હાડમારીમાંથી સહેજ સગવડભર્યું જીવન પામ્યા. તેનાથી થોડી રાહત થાય. તે જ રીતે જયારે જીવ દુર્ગતિમાં હોય ત્યારે તો સતત એક પછી એક વિપત્તિઓ જ હોય, વિપત્તિઓનો ખડકલો જ હોય. દા.ત. કબૂતર હોય. તે ખોરાક પાણીની શોધમાં નીકળે. પછી રહેઠાણ વગેરે બચ્ચાંની સારસંભાળ વગેરે. ત્યાં પાછી શિકારીની ચિંતા, માંદગી ન આવે તેની ચિંતા, તેમાં સાજું-માંદું થયું તો આવી બને. વળી કબૂતરો તો સંજ્ઞી પંચેન્દ્રિય, ઘણા વિકસીત ગણાય, પણ તેનાથી નીચેનાને તો હજી ઘણો ત્રાસ. માટે જીવ દુર્ગતિમાંથી બહાર નીકળ્યો એટલે દુઃખમાંથી કાંઈક હળવાશ મળે અને સદ્ગતિમાં આવે તો થોડો ધર્મ કરી શકે, એટલે આત્મકલ્યાણનો ચાન્સ છે; પણ આત્મકલ્યાણ પામશે જ એવું નથી. જ્યારે ગુણસ્થાનકમાં તો જીવને સદ્ગતિ તો ખરી જ, પણ આત્માને પરંપરાએ મોક્ષનું સંધાન પણ કરાવી આપશે. માટે આત્મા આ ગુણસ્થાનક પામે એટલે સંસારથી પાર પામવાની દિશા મળી ગઈ. બીજાં કારણોથી આત્માને સદ્ગતિ મળે, પણ પછી નીચે-ઉપર એમ ચડતી પડતી ચાલ્યા કરે. એટલે અકામનિર્જરા/મંદકષાય/શુભલેશ્યા વગેરેથી સદ્ગતિ (સદ્ગતિ તમારા હાથમાં !) રા ી ી તાકાત છે , વીણી (૬૪) Jain Educationa International For Personal and Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ પામો તો આધ્યાત્મિક વિકાસ નથી, પરંતુ તે માટેના એક ચાન્સ તરીકે કિંમત છે; તેનાથી વધારે કિંમત નથી. દા.ત. તમને જીવનમાં સારો ધંધો કરવાની તક મળી તે તમારી ખુશનસીબી, પણ તે તક ઝડપી નહીં તો અર્થ શું રહ્યો? બસ, આવી જ રીતે જીવ અનંતવાર સંસારમાં તક પામ્યો છે અને તેને ગુમાવે છે. પણ હવે ખોવું કે ન ખોવું તે તમારી મરજીની વાત છે. બાકી તો અનંતી તકો સરી ગઈ તેમાં આ એકનો ઉમેરો જ થશે. માટે બીજા કારણથી આવતી સદ્ગતિ અને ગુણસ્થાનકથી આવતી સદ્ગતિમાં બહુ તફાવત છે. બીજી રીતે પામેલી સદ્ગતિ તો નામની સદ્ગતિ છે. અધ્યાત્મ વિનાના જીવોની સગતિ તો દ્રવ્યથી સદ્ગતિ, ભાવથી તો એને દુર્ગતિ જ કહી છે, સાચી સદ્ગતિ તો અધ્યાત્મ પામેલા જીવની જ છે. અભવ્યનો જીવ છેક નવ રૈવેયક સુધી જાય, છતાં તેના માટે કહ્યું-દુર્દેવત્વ છે. ત્યાં પ્રશ્ન કર્યો કે દુર્દેવ કેમ કહો છો? આટલું ભૌતિક સુખ, શાંતિ, દોમ દોમ સાહ્યબી છતાં પણ દુર્ગતિ? ત્યાં જવાબ આપ્યો કે ગમે તેટલાં તેની પાસે ભૌતિક સુખ, સાહ્યબી, શાંતિ વગેરે હોય, પણ તેની પાસે સાચું આંતરિક સુખ નથી. તેવી ગમે તે ગતિ હોય તેને હકીકતમાં દુર્ગતિ જ કહીશું. કેમકે બહારથી સુખમાં ઝબોળાયેલો હોય પણ અંદરથી શાંત નથી, તેવા જીવોની અમે સાચી સદ્ગતિ કહેવા માંગતા જ નથી. માટે સમજો, ભાવથી સગતિનું કેટલું મહત્ત્વ છે, અને તે સદ્ગતિ ગુણસ્થાનક સાથે જ જોડાયેલી છે, બાકી તો દ્રવ્યથી સગતિ હોઈ શકે. માટે આધ્યાત્મિક તત્ત્વ ભળે એટલે સમજવું ભાવથી સદ્ગતિ આવી. માટે સદ્ગતિનાં બધાં કારણોમાં અમે ગુણસ્થાનક કારણને ઉત્તમ કહીએ છીએ, કદાચ શુભધ્યાન/શુભલેશ્યામંદકષાય/અકામનિર્જરા દ્રવ્યથી વિરતિ કશું ન હોય તો પણ ચાલે; આત્મા ગુણસ્થાનક પામતો હોય તો કહીશું તેનો ભવ સફળ. અધ્યાત્મના માર્ગના વિકાસનો આ જોરદાર પાયો છે. હવે ગુણસ્થાનક પામ્યો છે કે નહિ તે કેવી રીતે નક્કી થાય? તે પામ્યાની નિશાની શું? વગેરે પ્રશ્નો તમને સહેજે થાય. તો ગુણસ્થાનક શબ્દથી આધ્યાત્મિક ગુણની ઉત્પત્તિનું સ્થાન લઈએ છીએ. આત્માની એવી સરળતા જેમાં અધ્યાત્મગુણ પેદા થઇ શકે, અને જેના વ્યક્તિત્વમાં એક પણ આધ્યાત્મિકગુણ પેદા થઇ શક્યો હોય, તેને અમે ગુણસ્થાનક પામેલો જીવ કહીશું. ગુણસ્થાનક પામેલા કેટલા, કેવા તે હમણાં વાત નથી, પણ બધા ગુણસ્થાનક પામેલા માટે સામાન્ય વિધાન કે આત્મિક વિકાસ તો જોઇએ જ. અધ્યાત્મ સિવાયના બધા ગુણો ગેરલાયક ગણાય. ગુણો તમારામાં ગમે તેટલા હોય, થોડા ત્યાગી સદાચાર/ભક્તિ/ઉદારતા વગેરે ગુણો તો ખરા. સંખ્યા, ગુણવત્તા ઓછી વધારે હોઈ શકે પણ ગુણો તો છે જ. તમે સંતાનોને યોગ્ય જવાબદારી સાથે ઉછેરો તો કર્તવ્યપરાયણતાનો ગુણ તો કહેવાશે. અરે, કુટુંબ-સમાજમાં રહેવા પણ અમુક પ્રાથમિક સગુણ તો કેળવવા જ પડે છે. પણ અહીં આધ્યાત્મિક ગુણની વાત છે. શાસ્ત્ર કહે છે, એકલા ગુણ આવવાથી વ્યક્તિ આધ્યાત્મિક બનતી નથી. પહેલું ધોરણ એ કે તમને આત્મા ગમે છે? તેમાં રસ છે? આત્માથી વિરોધી જડનો સંયોગ કેવો લાગે છે? તેના તરફ અભિગમ કેવો છે? જ્યાં સુધી આત્માથી વિરોધી પ્રત્યેનું વલણ સ્પષ્ટ ન થાય, ત્યાં (૬૫) શિકાર કરી લીધી (સદ્ગતિ તમારા હાથમાં!) Jain Educationa International For Personal and Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ સુધી અધ્યાત્મનું લેવલ નક્કી ન કરાય. વર્તનમાં કોઈ દયાળુ, સહિષ્ણુ વગેરે હોય તો તેને આધ્યાત્મિક તરીકે નિશાની અપાય છે, જે ખોટું છે. આધ્યાત્મિકતા નક્કી કરવા મનનું અવલોકન કરવાનું. આત્મા અને જડ માટેનો તેનો મત કેવો છે? તે જડથી કેટલો કંટાળેલો છે? અધ્યાત્મનો અર્થ જ આ છે. અધ્યાત્મ =અધિ + આત્મા, અર્થાત્ જેનું આત્મા તરફ વલણ-રસ છે, તેવા જીવો જ અધ્યાત્મમાં આવે. એ રસ કેળવવા જડ એવા સંસાર તરફથી મોં ફેરવવું જોઇએ. માટે સાચા વૈરાગ્યથી જ અધ્યાત્મના દરવાજા ખૂલી શકે છે. માટે પૂર્વગ્રહથી રહિત, આત્મરસિક જીવને સંસારજડ પદાર્થો નિરસ લાગે છે, સુખનું દર્શન આત્મામાં થાય છે. તેવું જેનું માનસ તે આધ્યાત્મિક માનસ. સભા તે વ્યકિત પૌગલિક પ્રવૃત્તિ કરે ખરી? મ.સાઃ હા, પૌગલિક પ્રવૃત્તિ તો અમે પણ કરીએ છીએ. ઘરબાર-સંસાર છોડ્યો પણ શરીર તો સાથે જ લઇને આવ્યા છીએ. ખાઇએ-પીએ છીએ. જ્યાં સુધી જડ સાથે સંયોગ છે ત્યાં સુધી જડને અનુરૂપ પ્રવૃત્તિઓ તો રહેવાની જ. પણ અમે પ્રાથમિક જરૂરિયાતો રાખી છે, જ્યારે તમે મોજશોખની જરૂરિયાતો પણ રાખી છે. માટે તમારો ભૌતિકતાનો વ્યાપ ઘણો છે. સભા અધ્યાત્મ માટે આત્માનું સુખ શ્રદ્ધાથી દેખાવું જોઈએ? મ.સા. ના, આત્માના સુખનું દર્શન, માત્ર શ્રદ્ધાથી નહિ પણ અનુભૂતિના લેવલનું હોવું જોઇએ. શ્રદ્ધા વસ્તુ ખોટી નથી. હું તમારી શ્રદ્ધા તોડવા માંગતો નથી, પણ ફક્ત શ્રદ્ધા/વિશ્વાસ હશે અને અનુભૂતિ જુદી હશે, તો અંદરમાં વિરોધાભાસ થશે. તમે મનને કાંઈક કહેશો અને મન બીજું જ અનુભવશે, એટલે સંઘર્ષ રહેશે. દા.ત. હું તમને કહું કરિયાતું ગળ્યું છે. હવે તમને મારા પર શ્રદ્ધા હોય અને માની લો, તો પણ અંદર અનુભવ જુદો જ છે, એટલે હંમેશાં સંઘર્ષ રહેશે જ. જીવનમાં ઘણીવાર કોઈ કહે આ આમ જ છે, તો વડીલ વગેરે પ્રત્યે સભાવ હોય તો વાત સ્વીકારી લે, પણ અંદરથી તો સંઘર્ષ જ રહેવાનો. વ્યક્તિના વિશ્વાસથી વાત માને છે, પણ અનુભવ જુદો થવાને કારણે અંદરમાં સંઘર્ષ થયા કરે. સભા : અશ્રદ્ધા થશે? મ.સા. ના, વાત જ ન માનો તો તે અશ્રદ્ધા. અત્યારે હું કહું એરકંડીશનમાં સુખ નથી, પાપ છે. હું કહું એટલે તમે માનો તો ખરા, પણ અનુભવ તો ઊંધો જ રહેવાનો ને? ધર્મના ક્ષેત્રમાં જે જીવો શ્રદ્ધાથી આવે છે, તેમાંના ૯૯ ટકામાં તો આ રીતે વિરોધાભાસ રહે જ છે. પરોક્ષની વાત તો કદાચ માનશો પણ પ્રત્યક્ષ સાથે તો અનુભવનો સંઘર્ષ જ થશે. દા.ત. હું કહું કે ઉપવાસમાં સુખ એટલે પરોક્ષ માનો, પણ ઉપવાસ કરો ત્યારે પ્રત્યક્ષ સુખ નહિ જ થાય. હું સામાયિકના સુખની વાત-વર્ણન કરું, ત્યારે શાસ્ત્ર (સદ્ગતિ તમારા હાથમાં !) પણ હતી ૬૬) For Personal and Private Use Only Jain Educationa International Page #72 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે બોલતો હોવાથી તે વાતને તમે કાઢી તો નહિ નાંખો, પણ અંદર અનુભૂતિના સ્તર પર તો મારી વાત એવી બેસે જ નહીં. આવો તો નવ્વાણું ટકા વિરોધ ચાલુ જ છે. કેમ કે શ્રદ્ધાના સ્તર પર જ સંધાન થયેલું હોય છે. ગુણસ્થાનકમાં અનુભૂતિ માંગે છે, માટે જ અઘરું છે. શ્રદ્ધાથી માનવાનું હોય તો ઘણું જ સહેલું છે. પૂ.હરિભદ્રસૂરિ મહારાજ સાહેબ ફરમાવે છે કે ગુણસ્થાનકનો આખો માર્ગ તત્ત્વસંવેદનથી ભરેલો છે. અર્થાત્ જ્યાં તત્ત્વનું સંવેદન નથી ત્યાં ગુણસ્થાનક માનવા માટે મહાપુરુષો ના પાડે છે. શ્રદ્ધા માટે જેટલાં કર્મનાં આવરણ તોડવાનાં છે, તેના કરતાં કંઇ ગણાં આવરણ અનુભવના સ્તર માટે આત્માએ તોડવાનાં છે; કારણ કે અનંત કાળથી જે અનુભવ કરો છે, તેના કરતાં ઠીક વિરોધી અનુભવ કરવાનો છે; અને તો જ મોક્ષમાર્ગ પર ચઢી શકો. બાકી તો અમે મોક્ષની વાતો કર્યા કરીશું અને તમને થશે કે વાત સાચી પણ અંદર કાંઇ દેખાતું નથી. જેઓ અનુભવની દૃષ્ટિએ શૂન્યમનસ્ક છે તેવા લોકોની આ સ્થિતિ છે. ખાવા-પીવા, હરવા-ફ૨વામાં બધે અનુભવનો આનંદ દેખાય છે અને અહીં એવો કોઇ આનંદનો અનુભવ દેખાતો નથી. સભા : તર્કથી કબૂલ કરાવાય ને? મ.સા. : તર્કથી બુદ્ધિને કબૂલ કરાવી શકાય પણ અંદરની પ્રતીતિ જુદી થાય તો? સભા ઃ તે અંદરની પ્રતીતિ પણ ન કરાવી શકે? મ.સા. ઃ હા, બુદ્ધિથી સમજેલો હોય તો પ્રતીતિ કરાવવામાં સહેલું પડે છે, પણ બુદ્ધિ જાતે જ પ્રતીતિ નથી. તપ/ત્યાગ/સંયમ બધા ભાવો આત્માના શીતલ પરિણામો છે. તે બધાને ભાવશીત કહ્યા છે. એ.સી./એરકુલર/પંખા વગે૨ે બાહ્યશીતલતાનાં કારણો છે. તેવો જ તપ/ત્યાગ સંયમરૂપ ધર્મ અંદ૨માં સતત ભાવશીતલતાને આપનારો છે. ઠંડકમાં હાથ નાંખીએ તો ઠંડકનો અનુભવ થાય અને તે વખતે દાહ શમે જ. ધર્મની કોઇપણ પ્રવૃત્તિ કરતાં અંદરનો દાહ શમવો જોઇએ. દા.ત. એસીડીટીવાળાને પિત્તનાશક વસ્તુ આપો તો અંદ૨માં કેટલી ઠંડક થાય? તેવી જ રીતે તપ/ત્યાગ/સંયમથી આરાધના બરાબર થતી હોય તો અમુક લેવલના વિષય-કષાયનો દાહ શમે જ. તે સમયે અંદરમાં તૃપ્તિ/શાંતિ/સુખાસિકાનો આનંદ થાય જ. સભા : અમને તો પારણામાં શાંતિ થાય છે! મ.સા. : પારણામાં શાંતિ બાહ્ય ભૂખ શમે છે માટે થાય છે. તમને અંદરનું સંવેદન ખૂલ્યું છે કે નહીં તે જ પ્રશ્ન છે. પાંચ ઇન્દ્રિયોની જ સંવેદના ખૂલેલી હોય તો એનું જ ફીલીંગ(લાગણી) થયા કરે. અંદરની ચેતના ખૂલી હોય તેને અંદરની બળતરા-શાંતિનો પણ ખ્યાલ આવે. નવ્વાણું ટકા આંતરિક સંવેદના ખૂલી જ નથી, માટે સંસારમાં નાના પણ દુઃખનો ખ્યાલ આવે પણ આત્માનાં મોટાં મોટાં દુઃખોનો પણ ખ્યાલ નથી આવતો. જે જીવ ગુણસ્થાનકમાં આવે તેણે વિશિષ્ટ આત્માની દુનિયામાં પ્રવેશ કર્યો (૬૭) સદ્ગતિ તમારા હાથમાં ! Jain Educationa International For Personal and Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ કહેવાય. તે પ્રવેશ શરૂઆત રૂપે છે અને તેની પરાકાષ્ઠા એ મોક્ષ છે. માટે ગુણસ્થાનક એ સદ્ગતિ અને આત્માના ઉત્થાન બંને માટે કારણ છે. સંસારનો સાચો વૈરાગ્ય જેને આવે તે બધાને શાસ્ત્ર ગુણસ્થાનકની પ્રારંભ દશામાં સ્વીકાર કર્યો છે. ગુણસ્થાનકની ખરી સ્થિરતા સમકિતથી આવે છે, કારણકે પ્રથમ ગુણસ્થાનકમાં કદાચ ૧% પણ દુર્ગતિની સંભાવના છે જ્યારે સમકિતની હાજરીમાં કોઇ કાળે દુર્ગતિના બંધનો સવાલ જ નથી. વળી સદ્ગતિ પણ ઊંચી અને તે પણ ધર્મસામગ્રીથી પરિપૂર્ણ જ મળશે. સમકિતની હાજરીમાં કોઇ જીવ રૌદ્રધ્યાનમાં, કૃષ્ણલેશ્યામાં હોય, હિંસાની મોટી પાપપ્રવૃત્તિ પણ કરતો હોય તો પણ તે ગતિ કઇ બાંધે? એમ પૂછીએ, તો શાસ્ત્ર કહેશે ઊંચી વૈમાનિકની ગતિ જ બાંધશે. એટલે દુર્ગતિનાં બીજાં જબરજસ્ત કારણો હોય છતાં ગુણસ્થાનકના પ્રભાવે ઊંચી સદ્ગતિ થશે. પણ તે સમકિત પામવું દુષ્કર છે, રમતમાં પામી શકાય તેમ નથી. સભા : સમકિત એકવાર આવ્યા પછી ચાલ્યું જાય? મ.સા. : કાળજી ન રાખો તો ચાલ્યું પણ જાય. તમારી કરોડો રૂપિયાની મૂડી હોય તો એમને એમ ચાલી જાય? તમને ગુમાવાની ઇચ્છા ખરી? જેને સંપત્તિનું મૂલ્ય હોય તે સંપત્તિ ગુમાવે? એક વાર સમકિત આવે અને સમકિતનો સ્વાદ ચાખે પછી મૂકવાનું મન ન થાય. માટે સમકિત એમને એમ જતું નથી. સભા : જાય પછી પાછું આવે ખરું? મ.સા. : પણ પાછી મહેનત કરવી પડે ને? સંપત્તિ-ઊંચી સારી વસ્તુ મેળવવા અને મેળવ્યા પછી સાચવવા પણ એટલી જ મહેનત કરવી પડે. જર-ઝવેરાત લાવ્યા પછી ખૂલ્લું મૂકીને સૂઇ જાઓ તો જતાં જ રહે ને? વળી સમકિત તો ચારેય ગતિમાં પામી શકાય, આખી જિંદગી સાથે રાખી શકાય અને બીજા ભવમાં પણ સાથે લઇ જઇ શકાય. ચારિત્ર બધી ગતિમાં નથી મળતું અને તેમાંયે સર્વવિરતિ તો મનુષ્યભવમાં જ મળે. તિર્યંચમાં વધારેમાં વધારે દેશવિરતિ મળે. ઊંચામાં ઊંચું ચારિત્ર પાળનાર પણ ચારિત્ર સાથે લઇ જઇ શકતા નથી. બીજા ભવમાં ફરી પામવું જ પડે. એક વાર તો ગુમાવવું જ પડે. જ્યારે સમકિત તો આ ભવમાં અને પરભવમાં પણ માના પેટમાં જાવ ત્યારથી સાથે રાખી શકે છો. સભા : સમકિત માટે દીક્ષા લેવી પડે? મ.સા. ના રે, ચારેય ગતિમાં કહું છું. હવે દેવ-નરકમાં, તિર્યંચમાં ક્યાં દીક્ષા લેવાના? ચારેય ગતિમાં આત્મા મિથ્યાત્વ છોડી સમકિત પામી શકે છે. તે માટે ચારિત્ર લેવું જ પડે તેવું નથી. ઓછામાં ઓછું સંક્ષીપંચેન્દ્રિયપણું જોઇએ. કેમકે તે સિવાય તો ધર્મ જ પામી શકાતો નથી, પછી સમકિતની ક્યાં વાત છે? તમે ધારો તો આખી જિંદગી સમકિતને પકડી રાખી શકો છો. સમ્યદૃષ્ટિ આત્મા કલ્પના પણ ન કરી શકો તેવા ( સદ્ગતિ તમારા હાથમાં ! (૬૮) Jain Educationa International For Personal and Private Use Only. Page #74 -------------------------------------------------------------------------- ________________ ઊંચા ભવ પામે છે. માટે ગુણસ્થાનકવાળો આત્મા ભાવથી સમકિત પામે છે, ઊંચું સમકિત પામે છે, ધર્મની સામગ્રી સહિતની સદ્ગતિ પામે છે અને ભવાંતરમાં પણ સાથે સમકિત લઇ જાય છે અને આત્માનું કલ્યાણ ચાલુ રાખી શકે છે સભા પ્રતીતિ કરવાનો સહેલામાં સહેલો રસ્તો? મ.સા. : પ્રયોગ પર જાઓ. સંસારમાં પ્રયોગથી જ ખાતરી કરો છો ને? ભગવાને સાચું, નક્કર બતાવ્યું છે. ભગવાને પોતાના સત્યને વાણીમાં મૂકી સ્પષ્ટ કરી શકાય તેટલું કરવાનો પ્રયત્ન કર્યો છે. આત્મસુખનો માર્ગ વાણીથી બને તેટલો સમજાવ્યો છે અને તે પામવાનાં અનુષ્ઠાનો પણ બતાવ્યાં છે. પણ અત્યારે તમે અનુષ્ઠાનો પ્રયોગાત્મક રીતે પણ નથી કરતા, માત્ર સારાં માની કરો છો. દા.ત. વિજ્ઞાનની વાત પ્રયોગાત્મક રીતે જ હોય છે ને? ત્યાં નિયમ શું? જે રીતે વૈજ્ઞાનિક પ્રયોગ કર્યો હોય અને પરિણામ આવ્યું હોય તે રીતે જ બીજો પ્રયોગ કરે તો પરિણામ આવે ને? કે ગમે તેમ કરે તો પણ પરિણામ આવે? તે જ રીતે નાની ક્રિયામાં પણ જે રીતે આધ્યાત્મિક ભાવો કરવાના કહ્યા છે, તે રીતે ક્રિયા કરો. નાના છોકરાને હજાર વાર કહેશો કે કાચ-કાંટો વાગશે, તો પણ વાગે નહીં ત્યાં સુધી વાત સાંભળશે? વાત માને ખરો? પણ સીધો ક્યારે થશે? કાંટો વાગશે પછી જ ને? અર્થાતુ અનુભવ આવ્યા પછી જ ને? તમે કેરી ચાખી નહીં હોય ત્યાં સુધી ગમે તેટલાં વર્ણન/વખાણ કરું પણ ખરી ખાતરી તો હાથમાં લઈ ચાખો ત્યારે જ થશે ને? માટે અનુભૂતિના સ્તર પર ધર્મને લાવો. સભા દ્રવ્યથી તો કરી શકાય પણ ભાવથી ન કરાય. મ.સા. તમે તો દ્રવ્યથી પણ નથી કરતા. સભા દ્રવ્યથી શક્ય છે. મ.સા. અરે, હું તો માનું છું એ પણ તમારે અશક્ય છે. એક ખમાસમણ સાચું આપવા પણ કેટલી વિધિ કરવી પડે છે? પંચાંગ પ્રણિપાતમાં તમારા પાંચ અંગો જમીનને અડે ખરાં? શબ્દના ઉચ્ચારણની શુદ્ધિ કેટલી માંગી છે તે ખબર પડે? વર્ષો સ્પષ્ટ, સંયુક્ત હોય ત્યાં સંયુક્ત, અસંયુક્ત હોય ત્યાં અસંયુક્ત, જ્યાં અટકવાનું હોય ત્યાં અટકવાનું, સ્વરો શુદ્ધ, વગેરે કેટલું માંગે? અરે, એક મહિનાની ટ્રેઇનીંગમાં પણ એક ખમાસમણની વિધિ પૂરી ન થાય. શુદ્ધ ક્રિયા બચ્ચાંના ખેલ નથી. તેની સાથે વળી ભાવ ભેળવવા પડશે. ભાવયુક્ત વિધિઓમાં જ બધી અનુભૂતિ પડેલી છે. ઇચ્છામિ ખમાસમણો, જાવણિજાએ, નિસાહિઆએ વગેરે એક એકના ભાવો મૂકીએ તો પછી એક ખમાસમણ પણ મહાશાસ્ત્ર થઈ જશે. પ્રત્યેક ક્રિયા આ રીતની છે. એક સામાયિકસૂત્ર પર પૂ.જિનભદ્રગણિ પૂર્વધર ભગવંતે મહાભાષ્ય રચ્યું. તેના પર પૂ.હરિભદ્રસૂરિ મહારાજ સાહેબ વગેરેએ વિવેચન કર્યું. એનું કદ સત્તાવીસ હજાર શ્લોક પ્રમાણ. વળી એક શ્લોકનું વિવેચન કરવામાં એક પાનું ભરાઈ જાય. તમને તો શ્લોક વાંચતાં પણ ન (૨૯) સી જી : છે સદ્ગતિ તમારા હાથમાં !) Jain Educationa International For Personal and Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ આવડે. તમને સામાયિક સામાન્ય લાગે છે ને? પણ તીર્થકરોને છોડીને સામાયિક ધર્મની શોધ, ઉપદેશ કોઇએ કર્યો નથી. ત્યાં પ્રશ્ન કર્યો કે સામાયિક ધર્મના પ્રણેતા, ઉગમ બિન્દુ કોણ? તો લખું તીર્થકરો. તે સિવાયના બીજા કોઇની બુદ્ધિમાં તાકાત નથી કે આવો સામાયિક ધર્મ બતાવી શકે. વળી તેઓએ સ્વયં સામાયિક ધર્મ આચર્યો અને એની પરિપૂર્ણતા પામ્યા, પછી જ જગતને તે બતાવ્યો. માટે આ બધું અનુભવના લેવલ પર જાઓ તો જ ખબર પડે. વૈજ્ઞાનિકો પણ લેબોરેટરીમાં પ્રયોગ કરતી વખતે સાવચેતી રાખે છે. કેમ? ખબર છે કે પ્રયોગ યોગ્ય નહીં હોય તો પરિણામ ખોટું આવશે અને ઊલટા આપણે ગેરમાર્ગે જઈશું. અત્યારે ધર્મમાં લોલ કે લોલ ચાલે છે ને? તેમાં મારે અનુભૂતિ-ખાતરી ક્યાંથી લાવવી? કેમકે પ્રક્રિયામાં ગોટાળો કર્યો એટલે પરિણામ પણ ફરવાનું જ. માટે નાની પણ ક્રિયા શોધી પ્રયોગાત્મક રીતે કરો તો અમે ખાતરી આપીએ છીએ કે અનુભૂતિ થશે જ. સભા સહેલું નથી. મ.સા. ધંધો સહેલો છે? સંસારની બધી હાડમારી સહન કરો ત્યારે તમને બધું ફાવે છે. અહીં જ્યારે પ્રયોગાત્મક રીતથી પ્રવેશ કરશો ત્યારે ખાતરી થશે. સભા નાનપણથી કોઇએ આ રીત બતાવી નથી. મ.સા. : તો અવિધિ કરવા કહ્યું છે? હા, કદાચ વિધિપૂર્વકનો આખો ધર્મ કરવો તે મહાસાત્વિકનું કામ છે, પણ કાંઈક નાનો ધર્મ તો વિધિપૂર્વક મૂળરૂપમાં કરો. દા.ત. ભગવાનનાં દર્શન. દર્શન પણ ભગવાનનાં સાચાં દર્શન થાય તે રીતે કરવો છે? વ્યાખ્યાન * ૯ તા.૧૧-૬-૯૬, મંગળવાર. અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓ વીતરાગ પરમજ્ઞાની બન્યા પછી પરમ માધ્યસ્થ ભાવથી ધર્મતીર્થની સ્થાપના કરે છે. માટે તીર્થકરોએ સ્થાપેલા શાસનમાં એવી વાત નથી કે જેન જ, અમને માનનારો જ, મોક્ષસદ્ગતિને પામે. અહીં તો ધોરણ એ કે આવા આવા અધ્યાત્મગુણો જેનામાં હોય તેવા જીવો ગમે ત્યાં હોય તો પણ મોક્ષે જઇ શકે છે. માટે મારા અનુયાયીઓ સદ્ગતિમાં જશે અને નાસ્તિકો કે બીજા ધર્મના અનુયાયીઓ દુર્ગતિમાં જશે, એવાં ધોરણ અહીં નથી. પણ એક જ ધોરણ કે સદ્ગતિનાં છ કારણોમાંથી કોઈ પણ કારણ જેના જીવનમાં હોય, પછી તે જૈનેતર હોય, નાસ્તિક હોય કે આસ્તિક હોય, ધર્મી હોય કે અધર્મી, તો પણ તેની સાથે સદ્ગતિના કારણને સંબંધ નથી. તેથી નાસ્તિકમાં પણ અકામનિર્જરા કે મંદકષાય હોય તો શાસ્ત્ર કહેશે તેને સદ્ગતિનો બંધ ચાલુ છે. તીર્થકરોના ઉપદેશમાં કેટલો માધ્યસ્થ ભાવ છે, તેની આ નિશાનીરૂપ છાંટ છે, જેમાં સદ્ગતિ દુર્ગતિનાં ધોરણોમાં અમારો અનુયાયી હોય એવો કોઈ આગ્રહ નથી. ધોરણ શું? આટલા (સદ્ગતિ તમારા હાથમાં !) જ છે કે કેમ જ ૭૦) Jain Educationa International For Personal and Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ આટલા ગુણો હોય તો સદ્ગતિ પામે, આટલા આટલા ગુણો હોય તો મોક્ષ મળે. માટે બધામાં વર્ણન નિશ્ચિત ધોરણરૂપે આવે કે, આટલું ધોરણ જે પામશે તે બધા સગતિને પામશે. માટે સંગતિ-દુર્ગતિનાં કારણો વિશ્વવ્યાપી કહેવાય. કોઈ પણ ધર્મમાં રહેલાને આ છમાંથી એકાદ કારણ આવેલું હોવું જોઈએ. આપણે ત્યાં તત્ત્વની વ્યાપક ધોરણે વિચારણા છે, માટે જ જયારે પણ સદ્ગતિ પામ્યાના દાખલા મળે તો તેમાંથી ગુણ પકડી શકો. તે વખતે વિચારવું જોઇએ કે આ જીવ સદ્ગતિ પામ્યો તો આ છે કારણમાંથી કયું કારણ પકડી સદ્ગતિ પામ્યો? કોઈના જીવનમાં ઘણાં કારણો હોય તેવું પણ બને. ભગવાનના શાસનમાં ધર્માત્મા શ્રાવક, બારવ્રતધારી, પાંચમા ગુણસ્થાનકને પામેલાના જીવનમાં છએ છ સદ્ગતિનાં કારણો પણ હોઈ શકે. સભા સમકિતિ આત્મા અકામનિર્જરા કરે? મ.સા. સમકિતિ આત્મા વેપાર ધંધો કરે અને તે સમયે તડકામાં ઊભો રહી કષ્ટ સહન કરે તો ત્યાં સકામનિર્જરા થાય? સંસારની પ્રવૃત્તિમાં કાયકષ્ટ શાંતિથી વેઠે એટલે ત્યાં તો અકામનિર્જરા જ થાય, પણ સમકિતિ આત્મા ધર્મબુદ્ધિથી જે તપ/ત્યાગ/સંયમ કરે છે, તેમાં તેને સકામનિર્જરા થાય. પણ જીવનમાં એવાં પણ પાસાં છે જેમાં કષ્ટ વેઠતાં સીધા આત્મિક લાભો પણ નથી. સંસારમાં કષ્ટ કેટલું વેઠો છો? તમને ફૂલની જેમ બધા રાખતા હોય તેવું પુણ્ય તો નથી ને? વળી બાંધી દીધા એટલે કષ્ટ વેઠો છો એવું નથી. કષ્ટ શાંતિથી સ્વેચ્છાએ વેઠો છો. ઘણીવાર તો ઉમળકાથી કષ્ટ વેઠતા હો છો. સીઝન હોય, પૈસા મળતા હોય તો ભૂખ-તરસ, ગરમી-ઠંડી, માન-અપમાન, વગેરે કેટલાં કષ્ટ વેઠો છો? શાંતિથી હાયવોય કર્યા વગર વેઠો એટલે અકામનિર્જરા થાય જ. અમે પણ મોક્ષમાર્ગમાં ન આવેલા હોઇએ તો અમારું પણ સંયમ જીવનનું બધું કષ્ટ અકામનિર્જરામાં જ આવે. વિહારમાં જઈએ, પતરાંનો ઉપાશ્રય મળે તો ત્યાં રહીયે, પણ મનમાં ઇચ્છા તો સારાની જ પડી હોય. નિરતિચાર ચારિત્રવાળા મહાત્માને તો પતરાંનો ઉપાશ્રય મળે કે આરસનો ઉપાશ્રય મળે કાંઈ ફેર ન પડે. સુખની ઇચ્છાથી બારી ખોલવાનો પ્રયત્ન કરું તો પણ તે વિરતિમાં અતિચાર જ છે. આરાધના માટે નથી કહેતા, પણ દુ:ખ નથી જોઇતું અને સુખ જોઇએ છે તે માટે બારી ખોલું તો તે અવિરતિનો અંશ છે. સભા એટલે કષ્ટ જ વેઠવાનું? મ.સા. તમારું પુણ્ય હોય તો જંગલમાં મંગલ થઈ જાય. શરીરને કષ્ટ જ આપવાનું તેવી વાત નથી, પણ કષ્ટ નથી જોઇતું અને સુખ જોઇએ છે તે અવિરતિનો પરિણામ આવ્યો. સભા ઃ કષ્ટ દૂર નહીં કરવાનું? મ.સા. ઃ આરાધના કરવાની છે. કષ્ટ આવે તો હસતા મોંએ વેઠવાનું છે અને સુખ (૭૧) કાર ( સદ્ગતિ તમારા હાથમાં !) ઈને ક ક કાર + ક = '. Jain Educationa International For Personal and Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ આવે તો પણ રાગ નથી કરવાનો. ભૌતિક અનુકૂળતા પર રાગ આવ્યો કે ભૌતિક પ્રતિકૂળતા પ્રત્યે દ્વેષ આવ્યો એટલે આર્તધ્યાન આવ્યું. ભગવાનનું શાસન કહે છે કે તપ ત્યાગ/સંયમ બધું જ કરો પણ ભાવ ન બદલો તો કાંઈ કામ ન થાય. સભા શું વિચારવાનું? મ.સા. વિચારે કે દુર્ગતિમાં કેટલું વેઠતા હતા અને સંસાર છોડ્યો છે તે આલીશાન મહેલોમાં રહેવા છોડ્યો છે? વળી આ કષ્ટ તો સંયમ જીવનના ગુણો ખીલવવામાં કારણરૂપ છે, આર્તધ્યાન ન આવવું જોઇએ. ભલે કષ્ટ વેઠતાં ગાળો ન આપે, પણ અનુકૂળતા જોઈએ છે અને પ્રતિકૂળતા નથી જોઈતી, તેવા ભાવમાત્રથી કષ્ટ વેઠે તો અકામનિર્જરા જ થાય. ધર્મે તો મનોભાવને તોળી તોળી ફળ બતાવ્યું છે. ગૃહસ્થ જીવનમાં છ એ છ દુર્ગતિ અથવા છ એ છ સદ્ગતિનાં કારણો હોઈ શકે છે, પણ મારે તો કહેવું છે કે દુનિયામાં કોઇને પણ સદ્ગતિ પામવી હોય તો આ છે કારણોથી જ પામે. વળી દુર્ગતિમાં જનારાના જીવનમાં પણ આ છ કારણો જ હોઈ શકે. વર્તમાનમાં નવ્વાણું ટકા જીવો દુર્ગતિમાં જવાના. માનવભવ પામેલાનો પણ અંદાજ માંડો તો નવ્વાણું ટકા દુર્ગતિમાં જવાના છે. તેમના જીવનમાં છએ છ દુર્ગતિનાં કારણો અકબંધ પડ્યાં છે. સુખશીલતા તીવ્રકષાય/અશુભલેશ્યા/ગુણસ્થાનક રહિતપણું, અશુભધ્યાન/અવિરતિ; બધાંય કારણ હોઈ શકે. કેટલાકના જીવનમાં તો કેવળ દુર્ગતિનાં જ કારણો ગોઠવાયેલાં હોય. ધર્મક્ષેત્રમાં પણ આવા જીવો મળે. વળી હલકી યોનિમાં તો લગભગ જીવોની સ્થિતિ જ એવી છે કે છએ છ દુર્ગતિનાં કારણો હાજર હોય. હવે આ જીવ ક્યાંથી ઉપર ચઢે? દુર્ગતિ તો ભીના કાદવ જેવી છે. તેમાં એક વાર પગ લપસ્યો/ખૂંપાયો પછી બહાર આવવાની જેમ જેમ મહેનત કરે તેમ તેમ અંદર ખૂપે. દા.ત. એક જીવ કૂતરાના ભવમાં ગયો. પછી તો તેના જીવનમાં ચારે બાજુથી દુર્ગતિનાં કારણો બેઠાં હોય. ચોવીસે કલાક વેશ્યા, વૃત્તિઓ, ધ્યાન, બધું અશુભ જ હોય. કષાયો પણ તીવ્ર જ હોય. સમજ છે નહીં અને સમજ આપી શકાય તેવો સ્કોપ-ચાન્સ પણ નથી. સ્વભાવ પણ એવો હોય કે કોઈને સહન કરી શકે નહિ. તમે એના દેખતાં એક ભિખારીને રોટલો આપો તો પણ ભસશે. તમે તમારું કોઈને આપો તો તે પણ કૂતરું જોઈ જ ન શકે. તેવી જ રીતે તેના દેખતાં બીજા કૂતરાને તમે કાંઈ આપો તો પણ તે સહન નહીં કરી શકે. પોતાના એરિયા-ક્ષેત્રમાં બીજાં કૂતરાંને ઘૂસવા જ ન દે. અસહિષ્ણુતા/ષ કેટલો? હિંસક વૃત્તિઓ કેવી કે ચકલી/કબૂતર વગેરે તો આવે એટલી વાર છે. એટલે તેને ૨૪ કલાક દુર્ગતિ જ બંધાય. તે કૂતરાના ભવથી પણ હલકી ગતિ બંધાય. તેમના ભાવો જ એવા કે આવા જ બંધ કરાવે. સંસારની સ્થિતિ આ જ છે. એક વાર હલકી ગતિમાં જીવ ગયો પછી નીચે જતાં જતાં તળિયે જઈને જ બેસે અને પછી ત્યાં અનંતકાળ રહે. માટે છમાંથી એક કારણ પકડનાર જીવો પણ બહુ ઓછા છે. માટે જ સંગતિમાં આવનારનો આંકડો ઘણો અલ્પ છે. સદૂગતિ-દુર્ગતિની સરેરાશ કેટલી આવે? પોઈન્ટ કરીને અનંતાં મીંડાં મૂકો પછી એકડો મૂકો તો જ આવે. એટલે કુલ (સદ્ગતિ તમારા હાથમાં!). કરી છે . (૭૨) Jain Educationa International For Personal and Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ જીવનો અનંતમો ભાગ આવે. આ તર્કબદ્ધ રીતે સાબિત થાય તેમ છે. દુર્ગતિ-સગતિમાં જીવોની સંખ્યા માંડો. જથ્થાબંધ જીવોની સંખ્યા દુર્ગતિમાં જાય છે અને તેના હિસાબે સદ્ગતિનો આંકડો ઘણો ઓછો છે. કારણ કે છમાંથી એક પણ કારણ પકડવું સહેલું છે? તમે કયા કારણથી સદ્ગતિ પામ્યા તે તો વિશિષ્ટ જ્ઞાની જ કહી શકે, પણ મોટે ભાગે તો જીવો અકામનિર્જરાથી જ સદ્ગતિ પામે છે. દેવલોકમાં પણ પશુયોનિમાંથી અકામનિર્જરા કરીને આવેલા જીવો જ વધારે છે. મનુષ્યોથી અકામનિર્જરા બહુ ન થઇ શકે, પરંતુ સતિમાં જે જગા છે તે મોટે ભાગે ભ૨ના૨ા અકામનિર્જરાવાળા છે અને અકામનિર્જરાવાળા સદ્ગતિમાં આવવાના બંધ થઇ જાય તો સદ્ગતિની મોટા ભાગની જગાઓ ખાલી રહી જાય. સભા : સદ્ગતિના કારણનું સતત સેવન કરવાનું કે અમુક ટાઇમ જ? મ.સા. ઃ જયારે સદ્ગતિનો બંધ કરવો હોય ત્યારે સદ્ગતિનું કારણ જોઇએ. અત્યારે ભાવ કરો પછી ફળ માંગો કે ફળ અત્યારે માંગો અને ભાવ પછી કરો તો ચાલે? જીવનમાં છએ છ દુર્ગતિનાં કારણ હોય ત્યારે દુર્ગતિ બંધાતી જ હોય. પછી જેવું એક પણ સદ્ગતિનું કારણ આવશે એટલે સદ્ગતિ બંધાશે. આયુષ્ય બંધાય ત્યારે સદ્ગતિનું કારણ હાજર હોય તો તમને એક સારો ભવ થોડા સમય પૂરતો મળે, પણ જે દુર્ગતિ બાંધી છે તેનો હિસાબ તો આપવો જ પડશે. તે કર્મોને ભોગવીને ઉખેડો કે સાધનાથી ઉખેડો પણ કર્મો ઉખેડવાં તો પડશે જ. આયુષ્યબંધ વખતે સદ્ગતિનાં કારણ સેવો એટલે બચી ગયા, પણ જૂનાં કર્મો ચૂકતે કરવાં જ પડશે ને? આ કુદરતમાં નિર્દોષને સજા નથી અને ગુનેગારને છટકબારી નથી. સભા : પાપમાં બાદબાકી થાય? મ.સા. ઃ તે માટે પણ સાધના તો કરવી જ પડે ને? કોઇને સજા થાય, પછી સારા વર્તનથી છૂટી જાય તે બને છે. સજામાં બાદબાકી મળે તો સારા વર્તનથી મળે. માટે તમે એક પાપ કર્યું અને પછી સારાં કર્મ કરી આપો તો પાપમાં બાદબાકી થાય. એનાથી ઊલટું પણ છે. આપણા કર્મવાદના સિદ્ધાંતો બહુ સ્પષ્ટ છે. આપણે પુણ્ય-પાપમાં સરવાળા-બાદબાકી-ગુણાકાર-ભાગાકાર રૂપાંતર બધું માન્યું છે. કર્મની વ્યવસ્થામાં તો જૈનદર્શને ખૂબ જ વ્યવહારુ વાત કરી છે. જીવન વ્યવહાર સાથે સુસંગત થાય તેવો કર્મબંધ છે. આપણે ત્યાં એક વાર કર્મ બાંધ્યું એટલે જડની જેમ ફળ મળશે જ તેવું નથી; પણ કર્મ બાંધ્યા પછી પણ તે વ્યક્તિ કેવા ભાવો વગેરે કરે છે તેના પર આધાર છે. બીજાં દર્શનોએ કર્મના વિપાક બાબતમાં ફ્લેક્સીબીલીટી(પરિવર્તનશીલતા) નથી માની, તો તેમને થતા પ્રશ્નોની ચર્ચા પણ આપણાં શાસ્ત્રોમાં કરી જ છે. દા.ત. એક વાર કર્મ બંધાયા પછી વગર ભોગવે ખપતું ન હોય તો પ્રાયશ્ચિત્ત શું કામ કરવાનું? તે પ્રાયશ્ચિત્ત સફળ ક્યારે ગણાય? બંધાયેલું કર્મ વગર ભોગવે ખપી શકે તેટલા માટે તો પ્રાયશ્ચિત્ત છે. કર્મમાં એકાંતવાદ માનો તો પ્રાયશ્ચિત્તની વાતો ઢંગધડા વિનાની થાય છે, અને આ ૭૩ સદ્ગતિ તમારાં હાથમાં !) Jain Educationa International For Personal and Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ પ્રાયશ્ચિત્તની વાત તમામ ધર્મોએ સ્વીકારી છે. કરેલાં પુણ્ય-પાપ સ્વતંત્ર રીતે અસર બતાવવાનાં છે, એટલે સામાન્ય સંયોગોમાં કાંઇ ફેરફાર ન થાય; પણ પુરુષાર્થ કરો એટલે બધું થાય. બાકી એકાંતે એમ ન બોલાય કે કરેલાં પુણ્ય-પાપ બંધાયાં તે રીતે જ ભોગવવાં પડશે. ઘણા કહે છે પાપ કરીને પૈસા મેળવવા અને પછી સત્કાર્યો કરી પુણ્ય બાંધશો તો પાપ-પુણ્ય બંને વધાર્યાં. પુણ્યથી પાપમાં માફી નહીં મળે. પણ આપણો કર્મવાદ આવું નથી માનતો. આપણે ત્યાં તો પાપને ખપાવવામાં પુણ્ય સાધન પણ બને છે. સભા : નિકાચિત પુણ્ય-પાપ હોય તો પણ? મ.સા. : ના, તે માટે બે વિકલ્પ જ. (૧) ભોગવી તેનો ક્ષય કરો કે (૨) ક્ષપક શ્રેણી માંડો, તો તેમાં નિકાચિત કર્મો પણ ખપે. નિકાચિત કર્મો વિશિષ્ટ પ્રકારનાં કર્મો છે. તેના નીતિ-નિયમો ચોક્કસ છે. સામાન્ય પુણ્ય-પાપમાં આવી વાત નથી. શુભ ભાવો તીવ્ર કરો તો મનમાં રહેલા અશુભ ભાવોને ફટકો પડે છે, અશુભ ભાવો તીવ્ર કરો તો મનમાં રહેલા શુભ ભાવોને ફટકો પડે છે. માટે એવું મનાય જ નહીં કે પુણ્ય-પાપમાં સરવાળા-બાદબાકી હોય જ નહીં. ઘણા માને છે કે સત્કાર્ય એ દુષ્કાર્યનું મારણ નથી, પણ તે હકીકતમાં ખોટું છે. વ્યકિતના જીવનમાં એક વાર અનાચાર/દુરાચાર/દુષ્ટાચાર સેવાઇ ગયા, પછી તેના મારણ તરીકે શાસ્ત્રમાં સત્કાર્યો જ બતાવ્યાં છે. અમે પણ કોઇ પાપનું પ્રાયશ્ચિત્ત લેવા આવે તો તપ/ત્યાગ/શીલ વગેરે સત્કાર્યો જ બતાવીએ છીએ ને? અધર્મનું મારણ ધર્મ જ છે. નહીં તો એક વાર કોઇની ભૂલ થાય પછી ક્યારેય તેના ફંદામાંથી છૂટી શકે જ નહિ. કોઇએ અધર્મ કર્યો હોય અને પછી પેરેલલ(સમકક્ષ) ધર્મ સેવે તો તે સદ્ગતિમાં જ જવાનો. અમને પણ ભગવાને કહ્યું કે શ્રાવકને ઉપદેશ આપો કે, જીવનમાં પાપ નથી છોડી શકાતાં તો તેના મારણ તરીકે ધર્મ કરે. સભા : કોઇનો આશય એવો હોય કે ખરાબ કામ કરી લો પછી સારાં કામ કરીશું, તો? મ.સા. ઃ અત્યારે ખોટ કરી લો પછી કમાઇ લઇશું એવો વિચાર તમને સંસારમાં આવે છે? અત્યારે પુણ્ય બાંધવું હાથમાં હોય છતાં પુણ્ય-પાપનો વિચાર કોણ ન કરે? જેને પુણ્ય-પાપમાં શ્રદ્ધા નથી તે જ. વળી તમને ખબર છે કે તમારું આયુષ્ય કેટલું છે? પહેલાં પાપ કરશો અને પછી તરત પરલોકમાં ઊપડી જશો તો ક્યાં પુણ્ય કરવા જશો? ધંધામાં નુકસાની પણ કેવી વેઠો? ભવિષ્યમાં નફો કમાવી આપે તેવી જ ને? પુણ્ય-પાપ માનનારને અત્યારે પાપ કરી લો પછી જોયું જશે, એવી વૃત્તિ/વિચાર આવે ખરો? અત્યારે હોશિયારી મારો છો પણ પછી ફળ આવશે ત્યારે છક્કા છૂટી જશે. ઘણાને તો હું શું કરું છું અને એનું ફળ શું તે જ ખબર નથી. અત્યારે એક ચપ્પુનો ઘા સહન કરી શકતા નથી, પણ પછી આખાને આખા કાપી દે, રાંધી દે ત્યારે શાંતિ રહેશે? દુર્ગતિમાં મારું શું થશે એ વિચાર ખરાબ વિચાર નથી, શુભ વિચાર છે. શાસ્ત્ર કહે છે- શ્રાવક પ્રતિદિન મૃત્યુને યાદ કરે અને સાધુઓ મૃત્યુને યાદ કરાવે, તો તે ખરાબ વિચાર છે? સદ્ગતિ તમારાં હાથમાં ૭૪ Jain Educationa International For Personal and Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ સભા મૃત્યુ યાદ કરીને તો ચાલુ જીવન બગડી જાય ને? મ.સા. ના, સુધરી જશે. મૃત્યુ રોજ યાદ આવતું નથી એટલે જ વાંકા થઈ ફરો છો. કર્મસત્તા ફૂટબોલના દડાની જેમ ગમે તે ગતિમાં ફંગોળી શકે તેમ છે અને ત્યાં જેમ કર્મ રાખે તેમ રહેવું પડશે. અહીંથી કીડીના ભવમાં ગયા પછી આ બધું ગુમાન રહેશે? બાવડાં ચડાવશો? ત્યાં બાવડાં જ નહીં હોય પછી શું ચઢાવશે? આ ભવ પાણીની જેમ વહી જશે. મૃત્યુ કોઈનું રોક્યું રોકાવવાનું નથી. પરલોક નિશ્ચિત છે. હમણાં આંખ મીંચામણાં કર્યાં હશે પણ પછી કાંઈ નહિ ચાલે. અત્યારે સાવધાન થવા પૂરેપૂરો સ્કોપ છે. માટે સંગતિના એક કારણ સાથે હવે જીવન શરૂ થવું જોઈએ. છમાંથી એક કારણ પણ જીવનમાં ન દેખાય તો રાત્રે ઊંઘ ન આવવી જોઇએ. પરલોક નજર સામે દેખાતો હોય તેને થાય કે આંખ મીંચાયા પછી મારું શું થશે? જેને જીવનમાં સતત પરલોકની દષ્ટિ/ચિંતા હોય તે જ આસ્તિકતાનું લક્ષણ છે. વિચાર આવે કે આલોક તો ઘણો નાનો છે, પરલોક ઘણો મોટો છે. પરલોકની ચિંતાતૈિયારી નહિ કરી હોય તો આવી બનશે. માટે સદ્ગતિનો વિચાર તો આવવો જ જોઈએ. માટે છમાંથી કયું કારણ પકડવું તે નક્કી કરી લો. સભા ઃ કુલ જીવોના અનંતમા ભાગના જીવો જ જો સદ્ગતિમાં જતા હોય તો અમારો નંબર શી રીતે (કેવી રીતે) લાગે? મ.સા. તમારો નંબર લાગ્યો એટલે તો અહીં મનુષ્ય ભવમાં આવ્યા છો. વળી અહીં આ ભવમાં ધારો તો સગતિમાં જવું ઘણું સહેલું છે. એક માણસ પાસે કરોડો રૂપિયા હોય તો બીજા નવા કરોડ કમાવા કેટલું સહેલું થઈ જાય? પણ જેની પાસે પાઈ પણ ન હોય તેને લાખ રૂપિયા પણ કમાવા હોય તો? સદ્ગતિમાં બેઠેલાને સદ્ગતિબાંધવી સહેલી છે. પશુ કરતાં તો મનુષ્યમાંથી સગતિમાં વધારે જાય. ત્યાં પશુયોનિમાં સગતિની કેટલી તકો અને તમારી પાસે સદ્ગતિની તકો કેટલી? સદ્ગતિ એમ સુલભ નથી, પણ જાગૃત થઈ મહેનત કરો તો સુલભ છે. સંસારમાં તમે સંકલ્પ કરો કે કોઈ પણ રીતે થાળે પડવું છે, તો પછી મહેનતની સામે જુઓ છો ખરા? અહીં શહેરમાં આવ્યા ત્યારે ગામડામાંથી શું લાવેલા? છતાં સંકલ્પ હતો તો સેટ થયા ને? અહીં પચાસસો વર્ષનું જ સેટલમેન્ટ, સદ્ગતિમાં લાંબુ સેટલમેન્ટ છે અને મોક્ષમાં કાયમ માટેનું સેટલમેન્ટ. ગુણસ્થાનક આત્મકલ્યાણ અને સદ્ગતિ બંને સાથે અપાવે છે. એમાં આવનારા જીવોનું ઓછામાં ઓછું ધોરણ સંસારથી સાચા અર્થમાં વૈરાગ્ય અને મધ્યસ્થતા છે. જો કે તેમાં પાછાં લેવલ્સ હોય. સમકિત જેટલું લેવલ હોય તો ચોથું ગુણસ્થાનક, ભાવશ્રાવક હોય તો પાંચમું ગુણસ્થાનક, ભાવસાધુ હોય તો છઠું ગુણસ્થાનક. તે જાણવાની ફૂટપટ્ટીઓ શાસ્ત્રમાં આપી છે. વળી આ માપદંડ-મીનીમમ/મેક્સીમમ(જધન્ય ઉત્કૃષ્ટ) બંને આપ્યા છે. સમ્યગ્દષ્ટિની ખામી દોષ હોય તો વધારેમાં વધારે કેટલી હોય? (૭૫) શિરીરમાં સારી સદ્ગતિ તમારા હાથમાં!) . રાજકોટ :.. Jain Educationa International For Personal and Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ રૌદ્રધ્યાન/દેખાવમાં તીવ્ર કષાય/સુખશીલતા/પાપપ્રવૃત્તિની તીવ્રતા/હિંસાદિ બધું હોય, પણ તેટલા માત્રથી સમકિત ચાલી નથી જતું. તેવી રીતે જઘન્ય દોષ કેટલા? ખાલી અવિરતિનો ભાવ હોય, એટલે પાપનો વિરામ નથી. તે સિવાય એક પણ અશુભ ભાવ/દોષ ન મળે. તેવી રીતે સામે ગુણ મૂકે. જઘન્યથી હેય-ઉપાદેયનો સંપૂર્ણ વિવેક હોય. તેમાં એક ટકો પણ ખામી હોય તો સમકિત ન રહે. સભા સંપૂર્ણ વિવેક એટલે? મ.સા. જે છોડવા જેવું તે છોડવા જેવું લાગે, આચરવા જેવું તે આચરવા જેવું લાગે, નિંદા કરવા જેવું હોય તો નિંદા કરવા લાયક લાગે, વખાણવા જેવું હોય તે વખાણવા લાયક લાગે. તેમાં સહેજ પણ ફેર આવ્યો તો તેનું સમકિત ન રહે. કર્તવ્ય/અકર્તવ્યનો વિવેક જોઇએ. એક પણ નિંદા કરવા લાયક વસ્તુ વખાણવા લાયક લાગે કે વખાણવા લાયક વસ્તુ વખોડવા લાયક લાગે તો પણ મિથ્યાત્વ જ ગણાય. સભા દૃષ્ટાંત તરીકે? મ.સા. તમે લગ્ન વગેરે પ્રસંગોમાં હરો ફરો પણ જે ખરાબ કે નિંદા કરવા લાયક હોય તે સારું ન લાગવું જોઇએ અને પ્રશંસા કરવા લાયક હોય તે પ્રશંસા કરવા લાયક જ લાગવું જોઈએ. આ વિવેક. દા.ત. ટી.વી. વિના ચાલતું હશે? આવું તો કેટલુંય મગજમાં બેઠું હોય. તમારે દિકરો એજીનીયરીંગમાં ફર્સ્ટક્લાસ ફર્સ્ટ લઈ આવતો હોય તો તમે વધાવો જ ને? તે વખતે બીજો ભાવ હોય? આ વિવેક નથી. સભા ભણીને આવે એટલે ખુશી તો મનાવીએ ને? મ.સા. તો તો પછી સિનેમા જોઇ આવે અને એક્ટર-એડ્રેસની માહિતી લઈ આવે તો પણ વખાણો ને? ગમે તે જ્ઞાન લઈને આવે એટલે શું વખાણવાનું જ? ગૃહસ્થના કર્તવ્યની પ્રવૃત્તિઓ સારી જ હોય, તેનાથી વિરુદ્ધની પ્રવૃત્તિ જીવનમાં હોય તો તે વખાણવા જેવી લાગે? અને આત્માનું ભયંકર અહિત કરે તેવું શિક્ષણ લઈ આવે તો વખાણવાનું હોય? બાકી તો કહો કે ભાઈ! મારું કમનસીબ કે તને ભણવા મોકલવો પડે છે અને તારો પાપોદય કે ભણવા જવું પડે છે. સભા નાસીપાસ ન થઈ જાય? મ.સા. નાસીપાસ શું કામ થશે? એટલું યાદ રાખજો, તમારો દીકરો આવું બધું ભણીને આવશે પછી તમને બાપ નહીં બુડથલ માનશે. ત્યાં ભણાવે છે કે આપણા પૂર્વજો વાંદરામાંથી તૈયાર થયેલા છે. માટે નાનાં બાળકો પહેલાં ઘણાં સારાં હોય પણ ભણ્યા પછી તમને કાંઈ પૂછશે ખરાં? બાકી આર્ય પરંપરામાં તો શીખવાડાતું કે આપણા વડીલો જ્ઞાનવૃદ્ધ છે. અત્યારે તો તમારા બાળકોની સાયકોલોજી(માનસ) કેવી તૈયાર કરે છે તે તમને ખબર નથી. એક કોલેજના જૈન પ્રીન્સીપાલ મારી પાસે આવેલા. મને કહ્યું ( સદ્ગતિ તમારા હાથમાં !). ટીમ જhક ની ૭૬) Jain Educationa International For Personal and Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ સાહેબ! અમે બાળકોને ઘડતર આપવા પ્રયત્ન કરીએ છીએ. મેં કહ્યું પણ તમે એવું : ભણાવો છો કે પેલાના ગુણો મૂળમાંથી જ ખલાસ થઈ જાય છે. અત્યારે તમે હવે ગ્રેજયુઅલ ઇવોલ્યુશન(ક્રમિક વિકાસ)ની થીયરી લઈ આવ્યા. દુનિયાનો કોઈ ધર્મ નથી જેમાં આ પ્રમાણે આવતું હોય. તમારું શિક્ષણ જ ગ્રેજયુઅલ ઇવોલ્યુશનની થીયરીની વાત કરે છે. માટે ધર્મથી/સંસ્કારોથી બાળકોને વિમુખ કરવા આવી વાતો કરે છે. વળી આ થીયરી તો હજી સાબિત પણ નથી થઇ. સારા વૈજ્ઞાનિકો તો કહે છે કે આ થીયરી સંપૂર્ણ રીતે અવૈજ્ઞાનિક થીયરી છે. છતાં પણ છોકરાંઓને એ જ ભણાવવામાં આવે છે. માત્ર ક્રિશ્ચીયાનીટીને એની સાથે મેળ ખાય છે. આપણા ધર્મ પ્રમાણે ગ્રેજ્યુઅલ ડીક્લાઈન છે. આ અવસર્પિણી કાળમાં બુદ્ધિ/પુણ્યશક્તિ/વિકાસ બધુ ઘટે છે ને? વિજ્ઞાન શું બતાવે છે? ગ્રેજયુઅલ ઇવોલ્યુશન દ્વારા સ્વર્ગ/નાક/પુણ્ય/પા૫/પરલોક, આત્મા બધાને મૂળમાંથી હાસ્યાસ્પદ બનાવવામાં આવે છે. આ એટલું કાતિલ ઝેર છે કે તમને કલ્પનામાં પણ ન આવે. સભાઃ ઉત્સર્પિણી કાળમાં ગ્રેજ્યુઅલ ઇવોલ્યુશન કહી શકાય? મ.સા. પણ તે વિજ્ઞાન જેવું નહિ. બાકી તો એક વૈજ્ઞાનિકે કહેલું કે આ થીયરી કેમ ભણાવાય છે, તે જ અમને ખબર નથી પડતી. વિજ્ઞાનના ક્ષેત્રમાં પણ રાજકારણ કેટલું છે, તેનો આ પુરાવો છે. સભા એટલે આ ભણાવવાનું જ નહીં? મ.સા. હા, તો એની હાલત સારી થશે અને ભણાવો તો ખોટું ભણ્યા પછી પણ એનું બ્રેઈનવોશ કરજો. કહેજો ભણાવવા ખાતર તને ભણાવ્યો છે, પણ આમાં સત્ય કશું જ નથી. તું આ સ્વીકારીશ નહીં. આ વસ્તુ ખોટી છે. આટલું મગજમાં નાંખ્યું હશે તો મોટો થયા પછી ધર્મથી વિમુખ થવાનું મોટું પરિબળ તૂટી જશે. એક શ્રાવક વાત કરતા હતા કે મારો છોકરો ૧૬ વર્ષનો થયો ત્યાં સુધી મહિનામાં ચાર પૌષધ કરતો, આખો દિવસ સાધુ ભગવંતો પાસે જ રહેતો. ઘરે બોલાવવા મહેનત કરવી પડે, પણ હવે તે દેરાસર જવાની પણ ના પાડે છે. મેં કહ્યું તમે એને ડોક્ટર બનાવ્યો એટલે હવે એ આત્માને જ નથી માનતો, પછી દેરાસર શું કામ જાય? સમકિત લાવવા માટે સારાને જ સારું માનતાં શીખવું પડશે, જેને હેય-ઉપાદેયનો વિવેક નથી તેનો સમકિત સાથે મેળ જ નહિ પડે. એક પણ વખોડવા લાયક ચીજ સારી ન લાગવી જોઇએ. વ્યાખ્યાન : ૧૦ તા. ૧૨-૬-૯૬, બુધવાર, અનંત ઉપકારી, અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓ જગતના જીવમાત્રને આ અગાધ સંસારથી તારવા માટે આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. ૭૭) કાકી કાકી " ક ( સદ્ગતિ તમારા હાથમાં !) Jain Educationa International For Personal and Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રમાં સંસારને જે સાગરની ઉપમા આપી છે તે બરાબર બંધબેસતી છે. સમુદ્ર અગાધ જલથી ભરેલો છે. ચારે બાજુ પાણી પથરાયેલ છે પણ દરિયાના પાણીનો કોઈ ઉપયોગ નહિ. એમ આખો સંસાર અગાધ ખારા પાણીના જલ જેવો છે. જયાંથી ચાખો મોં ખારું જ થવાનું. ગમે તેટલો તરસ્યો સમુદ્રનું પાણી પીવે તો તરસ તો છીપાય નહીં, પણ પાછું થાય કે ન પીધું હોત તો સારું. સ્ટીમરમાં કોઇવાર પાણી ખૂટી જાય તો મુસાફરો ચારે બાજુ પાણીમાં હોવા છતાં પણ પાણી માટે વલખા મારતા જીવે છે. ચારે બાજુ પાણી, પણ તૃપ્તિ/શાંતિનો અનુભવ કરાવી શકે નહીં. તેવી જ રીતે સંસારમાં સુખ તૃપ્તિનો સ્વાદ કરાવવાની તાકાત નથી. તમને આખો સંસાર ખારા પાણીના સમુદ્ર જેવો ન લાગે અને વચ્ચે મીઠું પાણી લાગે તો તે તમારું મિથ્યાત્વ/ભ્રમ છે. સભા સમુદ્રમાં પણ મીઠા પાણીના ઝરા હોય છે ને? મ.સા. : સમુદ્રમાં પણ મીઠા પાણીના ઝરા હોય છે પણ તે કોને માટે? જે બરાબર ઝરાના પાણી પાસે જઈ બેસે તેને મીઠું પાણી મળે. વળી મીઠા પાણીના પણ ઝરા જ હોય છે, પણ નદીઓની નદીઓ હોતી નથી. એ તો સંસારમાં પણ મોક્ષમાર્ગ છે જ. ચૌદ ગુણસ્થાનકો/દેરાસરો/ઉપાશ્રયો છે, તે બધા મીઠા પાણીના ઝરા જેવા જ છે. શાસ્ત્રમાં શ્રાવકને શૃંગી મચ્છની ઉપમા આપી છે. દરિયામાં માછલાં ઘણાં છે અને તે બધાં મોટે ભાગે ખારાં પાણી પીને જ જીવે છે. એટલે દરિયામાં ખારું પાણી ફાવે તેવાં માછલાં જ વધારે છે. જ્યારે શૃંગી મચ્છ તો વિશિષ્ટ જાતિનાં માછલાં છે. તે જન્મે ખારા પાણીમાં, જીવે ખારા પાણીમાં, છતાં મીઠું પાણી પીવે. એટલે તે જે ક્ષેત્રમાંથી મીઠા પાણીના ઝરા નીકળતા હોય, ત્યાં પહોંચી પાણીની તરસ લાગે ત્યારે તે જ પાણી પીવે. આ ઉપમા શ્રાવકસાધુ માટે. શ્રાવક સંસારરૂપી ખારા પાણીમાં જન્મે, જીવે, પ્રવૃત્તિ કરે; છતાં પણ જીવનમાં મીઠા પાણીરૂપ ધર્મસુખનો આસ્વાદ લે. કેમકે ખારા પાણીની ખારાશ માણવા જેવી નથી. રહે સંસારમાં પણ ખારાશને માણતો નથી પણ ધર્મની મીઠાશને જ માણે છે. તેના માટે માણવા લાયક કોઇ વસ્તુ હોય તો તે ધર્મ. તેનો અનુભવ કરી તૃપ્ત થઈને જ ફરતો હોય. બાકી તો સંસારમાં જે પણ કરીશું, કડવો જ અનુભવ થવાનો છે. - હવે સદ્ગતિ/દુર્ગતિની અપેક્ષાએ વિચારો તો દરિયાના પાણીમાં કોઇને સતત સપાટી પર રહેવું હોય તો તર્યા જ કરવું પડે અને તે માટે ચોવીસ કલાક હાથ-પગ હલાવવા પડે. તમે ગમે તેવા તરવૈયા હો અને કોઈ દરિયામાં ફેંકી દે તો તરવા શું કરવું પડે? હાથ-પગ હલાવવા પડે. ગમે તેવા તરવૈયાને પણ તરવા મહેનત કરવી જ પડે. ડૂબી ગૂંગળાઈ મરી ન જવાય માટે સતત હાથ-પગ હલાવી પાણી કાપ્યા કરો તો જ જીવી શકો. જીવન ભલે કઠિનાઈવાળું હોય પણ જીવન તમે જીવી શકો, મરી ન જાઓ, અને આ આફતમાંથી બહાર નીકળવું હોય તો તો તરતાં તરતાં કાંઠે જવું જ પડે. કેમકે દરિયામાં છો ત્યાં સુધી ડૂબવાનો ભય છે. તરીને કાંઠે પહોંચો પછી ડૂબવાનો ભય નથી. તેમ સંસારસાગરને તરીને પાર પામી જાય, અર્થાત્ મોક્ષ/મુક્તિએ પહોંચે, તેને સંપૂર્ણ સલામતી. એને ગૂંગળાઇને ડૂબવાનો કે મરવાનો ભય નથી. જે મોક્ષ સુધી નથી જઈ સદ્ગતિ તમારા હાથમાં !) કાટા ક ા ા ૭૮) Jain Educationa International For Personal and Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ શકતો અથવા જવાની તૈયારી નથી, તેવાને સંસારનાં દુ:ખોમાં, ભયંકર ગૂંગળામણમાં મરી ન જવું હોય, તો સતત સદ્ગતિનાં કારણોનું સેવન કરવું પડે. અહીં સપાટી એટલે સદ્ગતિ, દરિયાનું તળિયું તે દુર્ગતિ અને કાંઠે પહોંચવું તે મોક્ષ. ઘણા કહે છે ધર્મ કરીને એટલું ઇચ્છીએ છીએ કે મળ્યું છે તે કાયમ ટકી રહે. એટલી ઇચ્છાથી પણ ધર્મ કરનારો વર્ગ છે, પણ કાયમ આ લેવલ પર કોઈ રહી શકે નહીં. હોશિયાર તરવૈયો પણ સપાટી પર ક્યાં સુધી તરી શકશે? મોટા મોટા સાગરો તરનારા તરવૈયા છે. અત્યાર સુધીના રેકોર્ડ પ્રમાણે વધારેમાં વધારે એકવીસ દિવસ તર્યાનો રેકોર્ડ નોંધાયો છે. એકવીસ દિવસ પછી શું હાલત થઈ હોય? એટલે સપાટી પર તરવાની તો મર્યાદા જ છે. અમુક સમયમાં કાંઠે પહોંચ્યા તો પહોંચી ગયા, બાકી તો વિકલ્પ ડૂબી જ મરવાનો છે. તેમ પાંચ-પચીસ ભવ સદ્ગતિ મળે, પછી કાં તો મુક્તિએ પહોંચો અથવા દુર્ગતિનો અખાડો. ગમે તેવા ધર્માત્મા, ઇવન તીર્થંકરનો આત્મા હોય તો પણ આ જ નિયમ. સદ્ગતિના ભાવ વધારે નથી. પંચેન્દ્રિયપણું વધારેમાં વધારે હજાર સાગરોપમ, ત્રસપણામાં બે હજાર સાગરોપમ રહી શકાય. તેનાથી વધારે ત્રસપણું પણ ન રહી શકે. ત્રપણામાં તો બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય પણ આવે. એટલે બે હજાર સાગરોપમ પછી તો સ્થાવરમાં જવું જ પડે. પ્રભુ વીરનો આત્મા નયસારના ભવમાં સમકિત પામ્યો. મરીચિના ભવમાં સમકિત ગુમાવ્યું. મરીને પાંચમા દેવલોકમાં ગયા. કેમકે સદ્ગતિનાં કારણો ઘણાં હતાં. ત્યાંથી મનુષ્ય દેવલોક/મનુષ્ય એમ કેટલાક ભવ ચાલ્યું. ફરી ફરી ત્રિદંડી થાય અને ત્રિદંડીના ભવમાં અકામનિર્જરા ચાલુ થઇ જાય અને દેવલોક મળે. આવી રીતે થોડા ભવ રહ્યા. ભગવાન વીરના ૨૭ ભવ તો મોટા કહીએ છીએ પણ અસંખ્ય ભવ થયા છે. ર૭ ભવ ગણીએ તો તો બસો/પાંચસો સાગરોપમનો ગાળો જ થાય. પણ પ્રભુએ સમકિત પામ્યા પછી આખો ચોથો આરો પસાર કર્યો. અબજોના અબજ સાગરોપમ થાય. એનો અર્થ કે તીર્થંકરનો આત્મા પણ લાંબા સમય સુધી સગતિમાં ન રહી શકે. સભા પેલામાં તો તરવૈયાની શારીરિક શક્તિ ખલાસ થાય છે. અહીં શું? મ.સા. સંસારનું સ્વરૂપ જ એવું છે કે તમે સદ્ગતિમાં વધારે રહી જ ન શકો. કેમકે પુણ્યથી સદ્ગતિ મળે, ત્યાં સારા ભોગવિલાસ મળે, પુણ્ય ભોગવે એટલે પાપ બંધાય. એટલે પાપથી પાછા દુર્ગતિમાં જવાનું. સભા સદ્ગતિની સાયકલ નથી ચાલતી? મ.સા. ? સાયકલ ચલાવવી હોય તો પુણ્યાનુબંધી પુણ્ય બાંધવું પડે અને એ પુણ્ય તો તમને કાંઠે જ મૂકી આવશે. સમકિત પામ્યા પછી જો સમકિત જાળવી રાખે તો ગણતરીના ભવમાં, અને ગમે તેટલાં પાપ કરે તો પણ અર્ધપુદ્ગલ પરાવર્તમાં તો મોક્ષની ગેરંટી. આમ તો તે કાળ પણ ઘણો મોટો છે, પણ ભૂતકાળમાં આપણે ભટક્યા તેના કરતાં તે કાળ ઘણો ઓછો છે. દુર્ગતિમાં લાંબો સમય ટકી શકાય છે. લાંબો સમય એટલે તમારી (૭૯) કોને કરી તેમાં મી સદ્ગતિ તમારા હાથમાં !) Jain Educationa International For Personal and Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ મરજી હોય તેટલો લાંબો સમય રહેવાય. તેમાં કોઇ મર્યાદા નથી. અનંતા પુદ્ગલ પરાવર્ત પણ દુર્ગતિમાં પસાર કરી શકાય છે. જયારે સદ્ગતિમાં એક સીમા બાંધી છે. દરિયાના તળિયે ડૂબીને પડ્યા રહેવું હોય તો કાયમ માટે પડી રહી શકાય ને? તરવામાં મહેનત છે પણ ડૂબવામાં શું મહેનત? ઉપમા બરાબર છે. સંસાર અને સાગરના ગુણધર્મ સમાન છે, માટે આ ઉપમા આપી છે. દરિયાનો સ્વભાવ જ એવો કે જે એના સપાટામાં આવે એને હડપ કરી તળિયે મૂકી આવે. સંસારનો પણ સ્વભાવ કે દુર્ગતિરૂપ તળિયે મૂકી આવે. માટે સદ્ગતિમાં આવવું હોય, આવીને રહેવું હોય, તો પણ સતત મહેનત કરવી પડે. તળિયેથી સપાટી પર આવવા અને સપાટી પર સતત રહેવા પણ સતત મહેનત કરવી પડે. અત્યારે તમે સપાટી પર આવી ગયા છો. ગૂંગળાઈને મરી જાઓ તેવી સ્થિતિ તમારી નથી. સભા પેલામાં તો સ્ટીમરમાં ટિકિટ લઈ બેસી જાય તો પણ કામ પતી જાય ને? મ.સા. સ્ટીમરનો ચાર્જ તો ચૂકવવો પડે ને? તો અહીં પણ ધર્મરૂપી સ્ટીમર છે જ. અકામનિર્જરા વગેરે હાથ-પગ હલાવવા જેવું છે. ધર્મ સ્ટીમર જેવો છે. તમને સરળતાથી દુર્ગતિમાં લઈ જવા તે જ સંસારનું કામ છે. દુર્ગતિમાં સરકવા માટે બધાં બારણાં ખુલ્લાં છે. પરંતુ જે પુણ્ય બાંધી સદ્ગતિ મેળવી છે, તે પુણ્યમાં સાવધાની ન રહે તો તે જ પુણ્ય તમને દુર્ગતિમાં ગબડાવી દે. પુણ્ય જેટલું ટેસ્ટથી ભોગવો તેટલું જ પાપ બંધાય. તે પાપમાં તાકાત છે કે તે તમને દુર્ગતિમાં લઇ જાય. પાછું દુર્ગતિમાં દુર્ગતિના બંધનાં કારણો ભરપૂર પ્રમાણમાં હાજર છે. એટલે દુર્ગતિ દુર્ગતિનું જ કારણ બને છે. એક માણસ ગરીબાઈમાં જન્મે એટલે ભણવા-ગણવા, ધંધા-ધાપાની તકો નહીં મળે. માટે બુદ્ધિ હશે તો પણ જતી રહેશે. માટે જ વ્યવહારમાં કહેવાય છે કે ગરીબાઈ ગરીબાઈને લાવે. કેમકે પરિસ્થિતિ જ એવી સર્જાય કે તે બિચારો કાયમ ગરીબ જ રહે. પૈસા પૈસાને ખેંચે. શ્રીમંતને જીવનમાં આગળ આવવાની તકો વધારે ને? એટલે ગરીબ ગરીબ જ રહે અને શ્રીમંત શ્રીમંત જ રહે તેવું સામાજિક માળખું છે ને? તેમ દુર્ગતિ દુર્ગતિને લાવશે. એમ વિષચક્ર ચાલ્યા કરશે. વળી અહીં તો ઊંધું છે. સદ્ગતિમાં પણ કાળજીપૂર્વક ન રહ્યા તો દુર્ગતિને લાવી શકે. સંસારનું આવું સ્વરૂપ હોવાથી દુર્ગતિથી ખૂબ ગભરાવું જોઈએ. પણ તમે ગભરાતા હોય, ચિંતા કરતા હોય તેવું લાગતું નથી. તમને ગભરાવવા આ વાત નથી કરતા, પણ વાસ્તવિકતા તરફ ધ્યાન દોરીએ છીએ. ભગવાન મહાવીર મરીચિના ભવથી મહાવીરના ભવમાં ગયા, ત્યાં સુધી એક કોટાકોટી સાગરોપમનો કાળ થયો. તેમાંય નવ્વાણું ટકા ભવદુર્ગતિના. સામાન્ય નિયમ એવો છે કે સમકિત પામેલા જીવો પૂર્વનાં ગાઢ કર્મો ન હોય તો સડસડાટ મુક્તિમાં પહોંચી જાય. આ ચોવીસીના સત્તર તીર્થકરો તો ત્રણ જ ભવમાં મોક્ષમાં પહોંચી ગયા. બીજાના પણ ક્રમસર ચડિયાતા ભવો થયા. શાંતિનાથ ભગવાનના સોળ ભવ થયા. નેમનાથ ભગવાનના નવ ભવ થયા. તે પણ સતત ઊંચા ભવ. ભગવાન વીર ચાર વાર ( સદ્ગતિ તમારા હાથમાં !) ક કા ૮૦) Jain Educationa International For Personal and Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ સમકિત પામ્યા, ત્રણ વાર સમકિત ગુમાવ્યું. તેમને પડવા-ચડવાનું વિશેષ થયું છે. સમકિત પામતાં પહેલાં જે કર્મો હતાં તેનો તો હિસાબ ચૂકવવો પડે ને? તમે અત્યારે કરોડો કમાયા હો પણ તે પહેલાં જે ખોટા સોદા હોય તેનો હિસાબ તો ચૂકતે કરવો પડે ને? અષાઢી શ્રાવકે પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ ભરાવી ત્યારે પ્રભુ કદાચ એકેન્દ્રિયમાં હશે. કદાચ તમારા બધાના ઘરમાં તેમનો જીવ અથડાતો હશે. એટલે સપાટી પર તો લાંબો સમય રહેવાય જ નહીં. પેસિફિક વગેરે મહાસાગરોમાં ઘણાં માછલાંઓ હશે, જે સપાટી પર તો વર્ષમાં એકવાર પણ નહિ આવતાં હોય. સદ્ગતિ પણ આવી જ છે. સપાટી પર તો લાંબો સમય રહેવાય જ નહિ. કાં તો પાર પામો અથવા પાછા દુર્ગતિમાં જાઓ. પાર પમાડનારું કારણ ગુણસ્થાનક છે. ગુણસ્થાનક સિવાયનાં બીજાં કારણોમાં સપાટી પર લાવવાની તાકાત છે, પણ પાર પમાડવાની તાકાત નથી. તેથી સદ્ગતિનું ઊંચામાં ઊંચું, મેળવવા લાયક, આરાધવા લાયક કારણ ગુણસ્થાનક છે. તેને જે પામી જાય તેને માટે સંસારમાં ખૂબ ઓછાં ભયસ્થાનો છે. વળી ગુણસ્થાનક પામેલો જીવ કદાચ ગબડે તો પણ પાછો મોક્ષે તો જવાનો જ. માટે પૂ.હરિભદ્રસૂરિ મહારાજ સાહેબ કહે છે કે, જીવ યોગનું બીજ પામે એટલે હવે સંસારરૂપી કેદખાનામાંથી બહાર જવાની સાયરન વાગી રહી છે. પહેલું ગુણસ્થાનક પણ પામે તો આ વાત છે. ભવચારક પલાયન કાલઘંટા લખ્યું છે. પહેલા ગુણસ્થાનક માટે પણ આવું કહેતા હોય તો આગળનાં ગુણસ્થાનકની તો શું વાત? બીજી બાજુ આ સંસારમાં સદ્ગતિમાં પણ જેટલા ઊંચા લાભ છે, તે બધા ગુણસ્થાનકવાળા માટે જ રીઝર્વ (અનામત) છે. દા.ત. ગુણસ્થાનક પામેલા જ સકામનિર્જરા કરે. વળી બીજા જીવ ગમે તેટલાં સત્કાર્યો/શુભ પરિણામ કરે, પણ પુણ્યાનુબંધી પુણ્ય તો ગુણસ્થાનકવાળો જ બાંધે. તત્ત્વથી પહેલું ગુણસ્થાનક અપુનબંધકને જ આવે. નામથી પહેલું ગુણસ્થાનક તો અભવ્યને પણ હોય. તેમ જગતમાં ઊંચી જગાઓ જેવી કે ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ, ઈન્દ્રો અને એવી વિશિષ્ટ બીજી જગાઓ પણ ગુણસ્થાનક પામેલા માટે જ રીઝર્વ(અનામત) છે. અપુનબંધક અવસ્થા પામેલો જીવ વધારેમાં વધારે એક પુદ્ગલ પરાવર્તમાં મોક્ષે જાય. તેમાંય જન્મથી જૈનશાસન પામ્યો હોય અને પછી અપુનબંધક અવસ્થા પામે તો શાસ્ત્રો કહે છે કે અર્ધ પગલ પરાવર્તમાં તેનો મોક્ષ નક્કી. સભા તફાવત કેમ? મ.સા. મોક્ષમાં જવા માટેના આધ્યાત્મિક ભાવો સ્પર્શવાની આ શાસનમાં એટલી બધી સુગમતા છે કે, જીવ યોગ્ય હોય તો સહેલાઈથી સ્પર્શી જાય. માટે અપુનબંધક અવસ્થાની શરૂઆત થઈ ત્યારથી સંસારની મર્યાદા શરૂ થઈ. પરિભ્રમણની શરૂઆત ક્યારથી થઈ તે તો ખબર જ નથી. તેવી જ રીતે બીજો છેડો પણ શરમાવર્તમાં ન આવો ત્યાં સુધી નક્કી નથી થયો. ત્યાં સુધી કેટલું ભટકી શકાય તે કહેવાય નહીં. , , , , , , PSI , સદ્ગતિ તમારા હાથમાં !) Jain Educationa International For Personal and Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ સભા ઃ ચ૨માવર્ત એટલે? મ.સા. ચ૨માવર્ત એ આખો વિષય જુદો છે. અત્યારે તો આટલું જ કહીએ કે ચ૨માવર્તનું મુખ્ય લક્ષણ ગુણનો અદ્વેષ. સંસારનો સાચો વૈરાગી, કદાગ્રહ રહિત જીવ તે અપુનર્બંધક. મુક્તિની સાચી જિજ્ઞાસા તે ચરમયથાપ્રવૃત્તિકરણ. મોક્ષને આંશિકપણે ઓળખે એટલે યોગાવંચકપણું, મુક્તિનો સાચો રાગ પ્રગટે એટલે બોધિબીજ; આમ બધાં પગથિયાં નક્કી છે. શાસ્ત્રમાં બેરોમીટર આપેલાં છે. તે દ્વારા પોતાની ભૂમિકાનું મૂલ્યાંકન કરવું જોઇએ. ગુણસ્થાનક પામેલાને જ ઊંચા દેવલોક પણ મળે છે. પુણ્યપ્રકૃતિમાં તીવ્ર શુભ ૨સ ગુણસ્થાનક પામેલો જ પાડી શકે. પાપપ્રકૃતિમાં તીવ્ર ઊંચો રસ ગુણસ્થાનક નહીં પામેલો પાડે. પાપપ્રકૃતિમાં મંદ રસ ગુણસ્થાનક પામેલો પાડે. છેલ્લો ફાયદો એ કે આત્માનો ખરો આનંદ/સુખ/તૃપ્તિનો અનુભવ ગુણસ્થાનક પામેલ જીવ જ કરી શકે. ઊંચાને ઊંચા બધા લાભો સતિના આ કારણ સાથે સંકળાયેલા છે. આ પામવું અઘરું છે, પણ ઊંચામાં ઊંચું કારણ તો આ જ છે. સહેલામાં સહેલું કારણ દ્રવ્યવિરતિ. સભા ઃ સમાધાન શું આવે? મ.સા. : ભલે દ્રવ્યથી વિરતિ સ્વીકારો, પણ પહેલું ગુણસ્થાનક તો પામી જ જાઓ, જેથી સદ્ગતિ અને મોક્ષ બેયની ગેરંટી થઇ જાય. સભા : આ શક્યતા આ કાળમાં છે? મ.સા. છે જ. પ્રયત્ન કરો. તમને જે શાસન અને મનુષ્ય ભવ મળ્યાં છે, તે શાસનમાં પહેલું ગુણસ્થાનક પામવું હોય તો અશક્ય છે જ નહિ. પણ આમ લાંબા થઇ બેસી રહે ન ચાલે. સભા : આટલું તો કરીએ છીએ. હવે શું કરીએ? મ.સા. : આ જ ઊંધો અભિપ્રાય છે. તમારાં સમય/શક્તિનો સંસારમાં કેટલો ઉપયોગ કરો છો? અને ધર્મક્ષેત્રમાં કેટલો ઉપયોગ કરો છો? તમને મળેલ મન-વચન-કાયાની શક્તિ,ભૌતિક અનુકૂળતાઓ, સમય, બધાનો ઉપયોગ ધર્મમાં વધારે થાય છે એવું તમે કહી શકો? હા, ગૃહસ્થ મટીને સાધુ ન બનો ત્યાં સુધી પૂરેપૂરી શક્તિ ધર્મઆરાધનામાં વપરાય જ નહિ, પરંતુ વધારે ક્યાં? સંસારમાં કે ધર્મમાં? બાકી તો ધર્મક્ષેત્રમાં ધોરણ જ એટલાં નાનાં હોય છે. તમે માનો છો કે કલાક-બે કલાક ધર્મ કરી લીધો એટલે થઇ ગયું. પછી કેટલું કરવાનું હોય? ધર્મને કયું ધોરણ આપો છો? ઊંચામાં ઊંચું ધર્મનું ધોરણ હોય તો થાય કે ધર્મને જેટલું મહત્ત્વ અપાય તેટલું ઓછું છે. તમને કોઇ કહે તમારા માટે જરૂરી સંપત્તિ કાઢી બાકીની બીજાને આપો, તો ઓછામાં ઓછું અડધું તો તમારા માટે રાખો જ ને? તો આ પણ આંતરિક મૂડી જ છે ને? ધર્મમાં કાંઇ કરશો તે જ તમારા માટે છે, બીજું બધું તો પારકા માટે છે. હું ધર્મ માટે બાર કલાક કાઢો એમ કહું તો મોં પહોળાં સદ્ગતિ તમારા હાથમાં ! ૮૨ Jain Educationa International For Personal and Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ થઇ જાય ને? અશક્ય કહીને જ મને રદ કરી દો ને? કેમકે સ્વત્વબુદ્ધિ નથી. બાકી, ધારો તો પહેલું ગુણસ્થાનક અને સદ્ગતિ માટે દ્રવ્યવિરતિનું કારણ પણ પકડી શકો. સદ્ગતિનું ચોથું કારણ - (૪) શુભ ધ્યાન - સદ્ગતિનું ચોથું કારણ શુભ ધ્યાન છે. આપણે એનો નંબર પાંચમો લીધો છે. દુર્ગતિનું કારણ અશુભ ધ્યાન છે. ધ્યાનના ચાર પ્રકાર છે. તેમાં બે શુભ ધ્યાન અને બે અશુભ ધ્યાન છે. આર્તધ્યાન, રૌદ્રધ્યાન તે અશુભ ધ્યાન છે, દુર્ગતિમાં લઈ જનારાં છે. જ્યારે ધર્મધ્યાન અને શુક્લધ્યાન તે શુભ ધ્યાન છે. બંનેનાં ચોક્કસ કારણો બતાવેલાં છે. આ બે ધ્યાન આવે તો સદ્ગતિ માટે બાંહેધરી. તેવી રીતે આર્ત-રૌદ્રધ્યાન હોય તો ભયસ્થાન છે. માત્ર આર્તધ્યાન-રૌદ્રધ્યાનથી દુર્ગતિમાં જ જવાય તેવું નથી, પણ તે એક ભયસ્થાન જરૂર છે. ધ્યાન વિષય મોટો છે, પણ અત્યારે તો સદ્ગતિના કારણ તરીકે જ તે વિચારવાનો છે. ચોવીસ કલાકમાં આપણો જીવ સતત ધ્યાનમાં હોતો નથી. કોઈ પણ આત્મા સતત ધ્યાનની ધારા-પ્રવૃત્તિમાં રહી શકતો નથી. ધ્યાનની ક્ષણો તો અલ્પ હોય છે, પણ ધ્યાન માટેની પૂર્વ-ઉત્તરભૂમિકામાં જ સમય વધારે જાય છે. ધ્યાન એ ચિત્તની અત્યંત એકાગ્રતા છે. તે માટેની શરત શું છે? તો કહ્યું, અત્યંત સ્થિર અધ્યવસાય. આપણું મન પ્રાયઃ કરીને ચોવીસ કલાક ચંચલ વધારે હોય છે. રખડતું વધારે છે? કે એક ઠેકાણે સ્થિર થઈ જાય છે? (૧)ચિંતા, (૨)ભાવના, (૩)અનુપ્રેક્ષા અને (૪)ધ્યાન આ ચાર ચિત્તદશા છે. ચિંતા એટલે એક પ્રકારનું ચિંતન, સંસારની ચિંતા નહિ. ઘણાને તે ચિંતન પણ નથી હોતું. ઘણા તો એમના મનમાં કયો વિચાર ક્યારે આવ્યો, તે તેમને જ ખબર ન હોય. ગમે ત્યારે ગમે તેવો ભાવ તમારા મનમાં પ્રવેશ પામી જાય. કોઈ નિયંત્રણ ખરું કે મનને મોકળું મેદાન આપ્યું છે? વળી તમે તો મનને કહ્યું છે કે તું જ્યાં રખડીશ, ત્યાં પાછળ પાછળ હું પણ આવીશ. સભાઃ જવું જ પડે ને! મ.સા. ના, તેવો નિયમ નથી. મન કરતાં તમારી તાકાત વધારે છે.એટલે મન તમને ઘસડીને લઈ જઈ શકે તેમ નથી, પણ મનની સાથે રખડવું તમને પણ ગમે છે! રઝળપાટવાળા જીવોને ધ્યાન ઓછું હોય છે. તમારા મનમાં આર્તધ્યાનની ચિંતા ભાવના હોય એટલે પૂર્વભૂમિકા હોય. પણ તમે એકાગ્ર થાઓ, વધારેમાં વધારે વૃત્તિને એક ઠેકાણે સ્થિર કરો, ત્યારે ધ્યાન આવતું હોય છે. ચિંતા-ભાવના પૂર્વભૂમિકા અને અનુપ્રેક્ષા ઉત્તરભૂમિકા છે. ધર્મધ્યાન માટે પહેલાં ધર્મનું ચિંતન અને પછી ભાવનામાં ગોઠવાવું જોઇએ. તે આત્મસાત્ થાય એટલે ધ્યાન આવે અને ધ્યાનમાં સતત ન રહી શકાય એટલે પછી ધર્મની અનુપ્રેક્ષા કરવી. જે મહાપુરુષો કાઉસ્સગ્ન ધ્યાને ઊભા હોય ત્યારે આ સાયકલમાં જ રમતા હોય. (૮૩) માં " , , (સદ્ગતિ તમારા હાથમાં !) Jain Educationa International For Personal and Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ સભા મનન એટલે શું? મ.સા. ? મનન એટલે ભાવના. મનનમાંથી ધ્યાન અને પછી બહાર નીકળે એટલે અનુપ્રેક્ષા કરે. તમે દુર્ગતિના કારણરૂપ અશુભ ધ્યાનમાંથી બહાર નીકળો છો કે બહાર જ નથી નીકળી શકતા? ધ્યાનમાં ક્રૂરતા, ઉશ્કેરાટ, આવેગ, પરપીડા, તેમાં આનંદની વૃત્તિઓ વગેરે ક્રૂર-હિંસક ધિષ્ઠાઇના ભાવો આવે તો તે રૌદ્રધ્યાન છે. ચિંતનનું વારંવાર પુનરાવર્તન થાય તો ભાવનામાં ઊંડા ઊતરો. ત્યારપછી ધ્યાન આવે. સગતિનું એક પણ કારણ ન હોય અને રૌદ્રધ્યાન આવે તો દુર્ગતિ અને તે પણ નરકગતિ જ બંધાય અને તે ગતિ બંધાતી હોય ત્યારે બીજાં કર્મો પણ કેવાં બંધાતાં હોય તે ખબર છે? સાવચેત હશો તો રૌદ્રધ્યાન કદાચ ટાળી શકશો પણ આર્તધ્યાન ટાળવું તો મુશ્કેલ છે. તેનું મધ્યબિન્દુ ઇષ્ટનો સંયોગ, અનિષ્ટનો વિયોગ. આ પડ્યું હોય અને તે કારણે થતું ચિંતન-મનન તે આર્તધ્યાનની પૂર્વભૂમિકા છે. અનુકૂળ હજારો વસ્તુની ઇચ્છા અને પ્રતિકૂલ હજારો વસ્તુની અનિચ્છા, દા.ત. બધા રોગો ન આવે તો સારું, એટલે આરોગ્યનાં પાસાં પ્રત્યે રાગ થયો. આમ, બધામાં આવી અનુકૂળતા જોઇએ. એમ, જયાં જ્યાં અનુકૂળતા પ્રત્યે રાગ અને પ્રતિકૂળતા પ્રત્યે દ્વેષ છે, તેમાં આર્તધ્યાન જ છે. ચોવીસ કલાક ચિંતન શેનું ચાલે છે? સમ્યગ્દષ્ટિ આત્માને પણ ચોવીસ કલાકમાં ઘણું આર્તધ્યાન થતું હોય. ભાવથી છઠ્ઠા ગુણસ્થાનકવાળા સાધુ માટે પણ લખ્યું કે આર્તધ્યાનના સંકલ્પવિકલ્પ કાઢવા કઠિન છે. તેનાથી તિર્યંચગતિ બંધાય. પરંતુ અત્યારે તો વ્યાપક પ્રમાણમાં આ ધ્યાનનાં કારણો તૈયાર છે. આ આર્તધ્યાનની ભૂમિકા ટાળી શુભધ્યાનની ભૂમિકા લાવવી તે પણ જીવનમાં એક આરાધના છે. વ્યાખ્યાન : ૧૧ તા. ૧૩-૬-૯૬, ગુરૂવાર, અનંત ઉપકારી, અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓ જગતના જીવમાત્રનો આ ભયાનક અને રૌદ્ર સંસારમાંથી ઉદ્ધાર કરાવવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. આ જગતમાં જે વ્યક્તિ આ સંસારના સ્વરૂપનું અવલોકન/વિચાર કરે, એને સંસારનું બિહામણું-ભયાનક દેશ્ય ઉપસ્યા વિના રહે નહિ. આપણી પાસે વાસ્તવિક સ્વરૂપનું અવલોકન કરવાની દૃષ્ટિ નથી, માટે આ સંસાર રળિયામણો લાગે છે. ચારે બાજુ આધિવ્યાધિ/ઉપાધિ પડ્યાં છે. એક એક જીવની તકલીફો વગેરેનો વિચાર કરો તો થાય કે, આ સંસારની ભયાનકતા/રૌદ્રતાનો કોઇ પાર નથી. રાત્રે બાર વાગે સ્મશાનમાં ચારે બાજુ મડદાંઓ બળતાં હોય, પશુ-પક્ષી ભટકતાં હોય, કૂતરાંઓ ભેંકાર અવાજે રડતાં હોય તો એક મિનિટ પણ ત્યાં રહી શકો? આપણે ત્યાં સંસારને સ્મશાનની ઉપમા પણ આપી છે, જે વાસ્તવિકતા સાથે બરાબર બંધબેસતી થાય છે. જગતમાં દરેક ક્ષણે કેટલાય જન્મે છે, કેટલાય કરે છે. એટલે કે જન્મ/મૃત્યુ/રોગ/આધિવ્યાધિ/ઉપાધિ કે માનસિક સંતાપથી અંદરમાં પીડાય છે. એટલે સુખી કોણ? સુખી ક્યાં? તે શોધ્યો જડે (સદ્ગતિ તમારા હાથમાં !) મા કોઈ ટી. ડી . (૮૪) Jain Educationa International For Personal and Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ તેમ નથી. પણ જ્યાં સુધી એની આવી પ્રતીતિ ન થાય ત્યાં સુધી સંસાર રમણીય જ લાગે. પણ આ રમણીયતા એ દષ્ટિનો ભ્રમ છે. જીવ જ્યારે વાસ્તવિકતાનો વિચાર કરે છે, ત્યારે તો આ વાત જ આવીને ઊભી જ રહે છે. આવું લાગે પછી જીવને થાય કે દુર્ગતિઓ તો બિહામણી/ભયંકર છે જ, અને સદ્ગતિઓમાં પણ લાંબો સમય રહેવા જેવું નથી. કેમકે ભવભ્રમણનો અંત લાવવા માટે જ સદ્ગતિમાં રહેવાનું છે, અને સદ્ગતિમાં જો લાંબો સમય પસાર કરવા ગયા, તો ગમે ત્યારે નીચે દુર્ગતિમાં સરકી જઇશું. માટે તમારા મનમાં સંકલ્પ જોઇએ કે, ભલે આ ભવમાં સંસારથી પાર ન પમાય, પણ પાંચ પચ્ચીસ ભવમાં તો હવે મોક્ષમાં પહોંચવું જ છે. આ માટે થવું જોઇએ કે દુર્ગતિનાં કારણોને છોડી દઉં અને સદ્ગતિનાં કારણોને પામું તો સારું. અકામનિર્જરા, શુભલેશ્યા, મંદકષાય વગેરે પ્રકૃતિ સાથે સંકળાયેલાં છે. ધ્યાન, વર્તમાન વિચારધારા સાથે સંકળાયેલ છે. ઉપયોગાત્મક મનના વિભાગ સાથે ધ્યાન સંકળાયેલું છે. શુભ/અશુભ વિચારો ઉપયોગ સાથે સંકળાયેલા છે. ધ્યાન વિચારાત્મક પાસાને કવર કરી લે છે. પ્રકૃતિ સાથે લઇને જેમ ફરો છો તેમ મન પણ કોઇને કોઇ વિચારમાં ફરે જ છે. મન નિષ્ક્રિય બનતું નથી. અને જ્યારે મનથી નિષ્ક્રિય બનશો તે દિવસે પરલોકમાં પહોંચી ગયા હશો. “ઉપયોગો જીવસ્ય લક્ષણમ્”. એવો કોઇ જીવ નથી જેની ઉપયોગધારા ચાલુ ન હોય.. મનનો ઉપયોગ કેળવવો હોય તો મનને એકાગ્ર કરવું પડશે. ભીંતમાં મનને એકાગ્ર કરવા ભીંતનું જ્ઞાન જોઇએ. પહેલાં ભીંત દેખાય, પછી સફેદ વગેરે, પછી ખરબચડી/લીસી વગેરે. મનને કોઇપણ વસ્તુમાં એકાગ્ર કર્યા વિના ઉપયોગ પેદા થતો નથી. અહીંયાં એકાગ્રતા એટલે તમારું મન જ્યાં કેન્દ્રિત થાય તે જ. પણ ધ્યાનની એકાગ્રતા લેવાની નથી, મનની લેવાની છે. આ ટેબલ પડ્યું છે, પણ તેમાં મન પરોવાય પછી જ ટેબલનું જ્ઞાન થાય. જ્યારે જ્યારે જે જે વસ્તુ જાણો, ત્યારે ત્યારે તે તે વસ્તુમાં તમારું મન પરોવાયેલું છે. તમારું મન ચંચલ/ભટકતું/અસ્થિર હોય, પણ તે જ્યારે તે વસ્તુને જાણે છે, ત્યારે તે વસ્તુમાં એક સેકન્ડ માટે તો પરોવાય જ છે. તે સિવાય તેને જાણી શકતા નથી. શાસ્ત્રમાં ધ્યાન માટે લખ્યું “સ્થિર અધ્યવસાયં ધ્યાનમ્'. મનનો અધ્યવસાય સ્થિર થાય, ધારારૂપ થાય, તે પણ હાઇ ક્વોલીટીનું(ઉચ્ચ કક્ષાની) maximum concentration(ઉત્કૃષ્ટ એકાગ્રતા) આવે, ત્યારે ધ્યાન થાય. એટલે મનને ક્યાંય પરોવવું હોય ત્યારે ત્યાં એકાગ્ર કરવું પડશે. કથા/વાર્તા કરતી વખતે ધ્યાન બીજે જાય? ઉપયોગ મંદ હોય તો ચાલશે. કારણ ઊંડી બુદ્ધિ દોડાવવી પડે તેવું નથી. ઊંડાણ આવે ત્યાં એકાગ્રતા વધારવી પડે. શાસ્ત્રમાં અઘરી વાત બતાવી હોય તો ધારી ધારી વિચારી વિચારીને વાંચો તો ગહન અર્થ હાથમાં આવે. ભણેલી, ભાષાપ્રાશ વ્યક્તિને પણ અવધારણ માટે મનને એકાગ્ર કરવું પડે. પ્રયત્ન જેટલો સતેજ કરો તેટલો શ્રમ વધારે પડે છે. અઘરી વસ્તુ સમજવા પા/અડધો કલાક કાઢો એટલે થાકી જાઓ. ગહન વિષયના સ્વાધ્યાયમાં બુદ્ધિશાળી સાધુ પણ કલાકમાં થાકી જાય, કારણ કે મનને એકાગ્ર કરવામાં પણ પરિશ્રમ પડે છે. ધ્યાનમાં તો બધી શક્તિને એકાગ્ર કરવાની છે. અત્યારે પ્રતિ ક્ષણ (૮૫) જ સદ્ગતિ તમારા હાથમાં !) Jain Educationa International For Personal and Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ બધી શક્તિનો ઉપયોગ કરતા નથી, ધણી શક્તિઓ સુષુપ્ત પડી છે. શક્તિ કેટલી છે, તે તો તીવ્ર ઇચ્છાકટોકટી આવે ત્યારે ખબર પડે. સામાન્ય સંયોગોમાં સો ગ્રામ વજન પણ ન ઊંચકાય પણ પાંચસો ગ્રામની કીમતી વસ્તુ હોય અને ઓચિંતી આગ લાગતી હોય તો તરત ઉપાડીને ભાગો. તે વખતે તાકાત ક્યાંથી આવી જાય? તાકાત તો હજી પણ સુષુપ્ત પડી છે. તેમ મનની વધારેમાં વધારે કેપેસીટી(શક્તિ) વપરાતી હોય તેવા પ્રકારનું એકાકાર મન થાય, ત્યારે ધ્યાન આવે છે. પછી તે શુભ કે અશુભ હોઇ શકે. સંસારના જીવોને વિષય કષાયમાં રસ છે. માટે ત્યાં જ મનની તીવ્ર શક્તિ વપરાવાની છે. ઘણાંને સીનેમા બાબતમાં ખૂબ યાદ રહે, મન સક્રિય હોય અને વારંવાર મન ત્યાં જાય. એટલે સંસારમાં જે વિષયોમાં તીવ્ર એકાગ્રતા આવશે, ત્યારે સંસારનું ધ્યાન આવવાનું ચાલુ થશે. દુઃખ, વ્યથા, સંતાપ, આધિ, વ્યાધિ, દુ:ખની પીડામાંથી પેદા થયેલું ચિંતન મનન તે આર્તધ્યાન. વળી જીવ ધ્યાન નથી કરતો ત્યારે પણ તેની પૂર્વભૂમિકા તો હોય જ. મંદ મંદ વિચારો/ભાવો કરતો હોય, પણ તેમાંય આર્તધ્યાન ચાલુ હોય. કેમકે ચોવીસ કલાક ચિંતા હોય છે કે, જીવનમાં મળેલી સગવડતાઓ વધે પણ ઘટે નહિ, નવી અગવડતાઓ આવે નહિ અને જે છે તે ઓછી થાય. તમારા જીવનમાં ચિંતનનો સારાંશ આ જ છે. પછી દુકાન/ધંધો/શરીર/ખાવા-પીવા/હરવા-ફરવા ગમે તે વિષે વિચારો, પણ સરવૈયું તો આ જ આવે. છોકરો જન્મે ત્યારથી તેને પરણાવવા સુધીના વિચારો ચાલુ હોય. વિચારોની આ હારમાળામાં ૯૯.૯૯% આર્તધ્યાન જ હોય. સભા : એનાથી કર્મ બંધ પડે? મ.સા. : ખાલી પડે નહિ, સતત તિર્યંચગતિનો બંધ પડે. સભા : ધ્યાનની પૂર્વભૂમિકા પણ ગતિબંધનું કારણ બને? મ.સા. ઃ આર્તધ્યાનના સંકલ્પ વિકલ્પો આર્તધ્યાન અને તેની પૂર્વભૂમિકા/ઉત્તરભૂમિકા બન્ને તે તે ગતિબંધનાં કારણો છે. તમને આ સામાન્ય લાગે છે. પણ આવું વિચારતાં પાપોની જે સીરીયલ ચાલે તેની ખબર નથી. એક નાનો અશુભ વિકલ્પ કરો છો તેમાં પણ અનંતા જીવોની હિંસા ગોઠવાયેલી હોય છે. સભા : સ્વાભાવિક જ આવે છે. મ.સા. : સ્વાભાવિક નથી પણ ખોટી મમતાથી થાય છે. બાકી આ સંસારમાં તમારા જીવનમાં પણ તમે તમારા મનનું ધાર્યું કરી શકતા નથી, તો બીજાના જીવનમાં તમારી ઇચ્છા પ્રમાણે કરી શકવાના છો? સભા : બાળકની ચિંતા તો કરવી જ પડે ને? મ.સા. : તે તો કર્તવ્યની ચિંતા છે. ત્યારે તો થાય કે સંસારસાગરમાં રખડતાં રખડતાં આ આત્મા મારા ઘરે આવ્યો છે. આ અમારો નવો સંબંધ પણ બંધાયો હોય કે પૂર્વનો સદ્ગતિ તમારા હાથમાં ! (૮૬) Jain Educationa International For Personal and Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ સંબંધ પણ હોય, પણ અત્યારે આ મારો આશ્રિત છે. તો તે માટે તેને યોગ્ય તૈયાર કરવો અને તેના હિતાહિતમાં તત્પર રહું, તેવું થાય છે? સભા કલ્યાણ તો વિચારવું જોઇએ ને? મ.સા. કલ્યાણ તો નક્કી જ છે. ગમે તેનું ગમે તેમાં કલ્યાણ માનો તો તે ચાલે? મૂર્ખ બાપ હોય અને મસ્તી-તોફાન-રમતમાં છોકરાનું હિત માને તો તે માત્રથી હિત થઈ જશે? એને તમને શું ગમે છે તે પરથી હિત નક્કી થાય? તમારા ગમા-અણગમાથી હિત નક્કી થતું હોય, તો તો કેટલાનો દાટ વાળી આવો! કોઇવાર હિત કડવી દવા જેનુ પણ હોય, પણ મોહના પરિણામથી વિચારો તો સાચું હિત નક્કી કરી શકો જ નહિ. એક સારી લાઇનમાં ગોઠવી લાખો કરોડો કમાય એવી ઇચ્છા હશે. પેલો તો કરશે ત્યારે કરશે પણ તમને અત્યારથી પાપ લાગવા માંડે છે. મન ઠેકાણે રહેતું જ નથી. તમારાં મન ઠેકાણે ન હોય તો દુનિયાભરનાં આર્તરૌદ્ર ધ્યાન લઇને ફરતા હો. તેનાથી જીવના એવા સંકલ્પ/વિકલ્પ ચાલુ જ હોય. વળી ગતિ તો તે અનુસાર ધારાબદ્ધ રીતે બંધાઈ જ રહી છે. તેમાં તો બ્રેક આવવાની જ નથી. સભાઃ ધ્યાનની પૂર્વભૂમિકા ચોવીસ કલાક ચાલુ હોય? મ.સા. ? હા, હોય છે. મોટા ભાગનાને અશુભની હોય અને કોઇકને શુભની પણ હોય, ધર્મને અનુરૂપ મનોરથ/સંકલ્પ વિકલ્પ ચિંતન ચાલુ કરો તો ધર્મધ્યાનની પૂર્વભૂમિકામાં આવે, ચિંતનનો આખો વિષય બદલવો પડે. અત્યારે તો જેવા નવરા પડે તેવા અશુભ ધ્યાનની હારમાળા રૂપે વિચારો ચાલુ, શરીરના વિષયમાં વિચાર ચાલુ, ઘરડા ન દેખાઇએ, ચમક ટકી રહે, શરીર નબળું ન પડે, નબળાઈ ન આવે, વગેરે માટે અશુભ સંકલ્પ,વિકલ્પ ચાલુ જ ને? તેમાંય વળી ધોળા વાળ દેખાય એટલે કાળા કેમ કરવા તેની ચિંતા ચાલુ. જીવનમાં મોટા ભાગના વિષય આર્તધ્યાનના જ છે. તે ખૂટે જ નહિ. સવારથી સાંજ સુધી ચાલુ જ હોય. એટલે જ તિર્યંચગતિનો બંધ ઓળંગવો બહુ દુષ્કર છે. મનુષ્યભવમાં પણ ૯૫% થી ૯૭% જીવો તિર્યંચગતિ જ બાંધતા હોય. એમની મનોદશા-ભાવોને અનુરૂપ ગતિનો બંધ છે. જૈનશાસનનાં દુર્ગતિ/સદ્ગતિનાં કારણો દુનિયા માને તેમ નથી. અહીં તો સ્પષ્ટ બતાવે. અત્યારે કોઈ ન્યાય નીતિ,સદાચારથી જીવતા હોય તો લોકો માને માણસ સારો છે, મરીને સદ્ગતિમાં જશે, પણ તેમ નથી. સદ્ગતિનાં કારણોનાં ધોરણો બાંધ્યાં છે. કેમકે તમે એકેક વિચાર કરો છો ત્યારે તેમાં અનેક જીવોને મારવાના/કિલામણા આપવાના ભાવો બંધાયેલા છે અને તેનાથી તમને પણ પીડાકારી ભવ જ મળે. અનેક જીવોની હિંસામાં રાજી છો તો તમને તેનાથી અશાતા મળ્યા વિના રહેવાની છે? બીજાને પીડા થાય તેવા ભાવોમાં રાચતા હો તો તમને પણ એવો જ ભવ મળે ને? સભા આર્તધ્યાન, સંક્લેશ અને સંકલ્પમાં શું ફેર? ( ૮૭) નોકરી ની જ કાનો (સદ્ગતિ તમારા હાથમાં !) Jain Educationa International For Personal and Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ મ.સા. : કષાયો ઇચ્છા પેદા કરે તે કક્ષાના હોય તો તે સંકલ્પ કહેવાય અને કષાયો આવેશ પેદા કરે તે કક્ષાના બને તો સંક્લેશ થયો કહેવાય. આર્ત્તધ્યાનમાં આર્ત્ત શબ્દ એટલેદુઃખી, પીડિત. માટે તમે દુઃખ/પીડાની વેદનાથી તમારું મન મુક્ત થાય એવું જે વિચારો તે આર્ત્તધ્યાન છે. વર્તમાનમાં જે ધ્યાનશિબિરો ભરાય છે, તેમાંની મોટા ભાગની અમારી દૃષ્ટિએ આર્ત્તધ્યાન જ છે. તેઓ દુઃખથી છૂટવા જ આવે છે. વળી સાંભળ્યું હોય કે ધ્યાનથી એકાગ્રતાની તાકાત પણ તીવ્ર થાય છે, તેથી મોટી મોટી કંપનીમાં તો સ્ટાફને ધ્યાનના ક્લાસ ભરાવવા મોકલે છે. કાર્યક્ષમતા વધે તે માટે કંપનીના એક્ઝીક્યુટીવ ધ્યાનની પ્રશંસા કેવી કરે કે ધ્યાનથી સ્ટાફમાં કાર્યક્ષમતા/શિસ્ત વગેરે આવી ગયું. આ બધું આર્ત્તધ્યાન જ છે ને? આમાં ઘણીવાર રૌદ્રધ્યાન પણ આવી જાય છે. મોટા ભાગની શિબિરમાં શુભ/અશુભ ધ્યાનનું વિશ્લેષણ જ ન હોય. પૂ.ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજ સાહેબ ફરમાવે છે કે ગમે તેવો માણસ ધ્યાન કરવા બેસે અને સુખ-સગવડની અપેક્ષા રાખતો હોય, તો તે બગલાનું ધ્યાન છે. બગલો છીછરા પાણીમાં બેસે છે, પણ સમજે છે કે પાણી હલશે તો માછલી ઉપર નહિ આવે અને માછલીને લાગે કે આ બગલો ઊંઘે છે, ત્યારે જ ઉ૫ર આવે. એટલે બગલો આંખ બંધ કરીને શાંતિથી બેઠો હોય. જાણે પ્રશાંત મુદ્રા આવી ગઇ હોય. પણ વૃત્તિ શું? તેને હોય કે ક્યારે માછલી ઉપર આવે અને પકડી લઉં! જેટલા સુખ-સગવડની અપેક્ષાવાળા અને દુઃખની સામગ્રીમાંથી બહાર જવાવાળા, તે બધાથી આર્તધ્યાનમાંથી બહાર નીકળવું શક્ય નથી. તમારી શિબિરોમાં એ.સી., સોફા વગેરે હોય, વચ્ચે સોફ્ટ ડ્રિન્ક્સ(ઠંડાં પીણાં) આવે, બધું સગવડભર્યું, ખર્ચાળ હોય છે. પછી ધ્યાનની વાતો થાય! આ તો મનને એકાગ્ર કરી ફાવતા વિષયમાં લઇ જવા માટે પ્રેક્ટીસરૂપે કસરત છે, શુભાશુભ સાથે લેવાદેવા નથી. વળી જૈનશાસનમાં તો ધ્યાનના અનેક માર્ગ છે. કુલ ભેદ ચાર લાખ ત્રેસઠ હજા૨ ઉપર કાંઇક છે. નક્કી આંકડો યાદ નથી. આટલા ધ્યાનના પ્રકારો. કેટલો વિસ્તૃત વિષય હશે! તેમાં શુભ, અશુભ કેટલા? શુભ પામવાની સામગ્રી વગેરે બધાનું વર્ણન મળે. વર્ણન છે પણ ખાલી આડેધડ વાંચો તો પ્રાપ્ત ન થાય. તમે ધર્મપ્રવૃત્તિ કરતાં ધર્મના શુભ સંકલ્પવિકલ્પમાં આવો ત્યારથી માનીએ કે પાસું બદલાયું અને સદ્ગતિના ક્ષેત્રમાં આવવા તત્પરતા આવી. માટે નવરા બેઠા હો ત્યારે પણ ધર્મના શુભ સંકલ્પવિકલ્પરૂપ પરિણામની ધારા ચાલવી જોઇએ. ધર્મમાં કેમ દીવાસ્વપ્રો નથી દેખાતાં? ક્યારેય થાય છે કે શ્રાવકમાંથી સાધુ બની પછી આવી સુંદર આરાધના ક્યારે કરીશ? એવા મનોરથની હારમાળા થાય છે? સંસારમાં નાની નાની પ્રવૃત્તિ/વિચારમાંથી મનોરથની સીરીયલ ચાલુ થાય છે, તેવી અહીં થાય છે? ક્યારેક થાય છે કે અત્યારે એક સામાયિક કરી પછી પૌષધ કરીશ? પછી આ ધર્મમાં સ્થિર થઇશ, પછી ચારિત્ર લઇશ વગેરે થાય છે? કે પછી જલદી સામાયિક પતાવી દઉં તેવું થાય છે? આવી વૃત્તિથી સામાયિક કરો તો તેનો અર્થ નથી. જેને રોજ નવું વધારવાના, આગળ આગળ ઉલ્લાસ લાવવાના વિચારો સદ્ગતિ તમારા હાથમાં! (૮૮) Jain Educationa International For Personal and Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ આવે તેને ધ્યાન આવે. આવા વિચારો ન આવે તો રસની ખામી છે. એક મહાત્માને વહોરાવતાં ભાવ થાય કે આપણે ક્યારે આ રીતે જયણાપૂર્વક વહોરવા જઇશું? તમને ધ્યાન માટેનાં શુભ સંકલ્પ/વિકલ્પોનાં નિમિત્તો ઘણાં છે, પણ ચાલુ નથી થતાં, મનોરથમાળા નથી થતી, કેમકે ધર્મ કરો છો પણ રંગ નથી લાગ્યો. સંસારમાં રંગ જામેલો છે. ક્યારેક તો સંસારની મનોરથમાળામાં પ્રવેશ ક્યાંથી કર્યો, ક્યાંથી નીકળ્યો તે ખબર પડતી નથી. આવા મનોરથો સંસારમાં સુગમ છે, ધર્મક્ષેત્રમાં દુષ્કર છે. પણ તમે સચેત થાઓ. અત્યારે તિર્યંચગતિના બંધને અનુરૂપ સંકલ્પવિકલ્પધારામાં રમી રહ્યા છો. સુખ તો જીવનો સ્વભાવ છે, તો જીવ તે જ ધ્યાન કરવાનો. પણ તમારે કયું સુખ જોઇએ છે? જે સુખ મેળવતાં બીજા બધાના કચ્ચરઘાણ નીકળે તેવું સુખ જોઇએ છે, કે નિર્દોષ સુખ જોઇએ છે? કેટલાયના હાયકારામાંથી મળતું સુખ જોઇતું હોય તો બીજાને પરેશાન કરવાની ભાવના છે. બીજાની હિંસા કરવાનો ઇજારો તમને કોણે આપ્યો છે? ભૌતિક સુખની ઇચ્છા આવે ત્યારથી આ ચાલુ. કેમકે તેમાં ક્ચરઘાણ કરવાનો જ વિચાર હોય છે. બીજાના જીવ જતા રહેતા હોય છતાં તમે મહાલ્યા કરો તો તે વાજબી છે? તમે તમારી ભૂલથી દાઝ્યા કે પડ્યા હો અને કોઇ હસે તો તમને શું થાય? તમને થશે તો ખબર પડશે એવું કહોને? તમારા મોત પર કોઇ ઉજાણી ઊજવે તો કેવું લાગે? તમારા મૃત્યુની કોઇ રાહ જોતું હોય તો તેના માટે તમને શું ભાવ થાય? બીજાના નિસાસા પર તમે ખુશ થાવ છો. માટે તમારું મન અશુભ ન હોય તો તમે ભૌતિક સુખ ભોગવી જ ન શકો. ગરમ કચોરી ખાતાં થાય કે મને ટેસ્ટ આવે છે પણ આ જીવ મરી ગયા બફાઇ ગયા તેનું શું? સુખની ઇચ્છા સ્વાભાવિક છે, પણ જીવને જ્યારથી આત્માના સુખની ઇચ્છા થાય ત્યારથી જ પુણ્યબંધ/કર્મનિર્જરા ચાલુ અને જેટલું આત્મસુખ ભોગવો તેટલી જીવનમાં કર્મનિર્જરા વધશે. અમે સુખની ઇચ્છા કરવાનું, સુખ ભોગવવાનું પણ કહીયે છીએ. સારો માણસ હોય તો શું કહે? નિર્દોષ આનંદ મેળવવો સારો કે બીજાને ત્રાસ આપીને આનંદ મેળવવો સારો? ઘણાનો સ્વભાવ જ એવો કે કોઇને ઊંધા માર્ગે દોડાવવા/મૂર્ખ બનાવવા વગેરેમાં મઝા આવે. સંસારનાં સુખોનો ભોગવટો એટલે અનેક જીવોને ત્રાસ આપી ભોગ ભોગવવા. સભા : ફૂલેવરના શાકના ભોગમાં રાજીપો હોય તો? મ.સા. ઃ ફૂલેવરના શાકના ભોગમાં સુખ ક્યારે આવ્યું? તે જીવને માર્યા ત્યારે ને? મૃત્યુની ઉજાણી છે. સંસારનાં ભોગ-સુખોને શાસ્ત્રમાં પાપસખા કહ્યાં છે. તેથી કહ્યું જેમ ભોગ ભોગવો તેમ પાપ બંધાય. સમ્યગ્દષ્ટિને સંસારનાં બધાં સુખો સીધાં પાપ સાથે સંકળાયેલાં અને પાપરૂપ દેખાય છે. ભૌતિક સુખની ઇચ્છા કરવી તે પાપ છે એવું જેને ન લાગે, તો સમજવું તેને મિથ્યાત્વ છે. ભૌતિક સુખની ઇચ્છા વાજબી લાગે અને તેમાં પાપ ન લાગે તેવું માને, તો જીવમાં મિથ્યાત્વ અને અવિવેક છે, છે ને છે જ. કોઇ પણ ભૌતિક સુખની ઇચ્છા કરે તો બંધાય તો પાપ જ. પછી ભૌતિક સુખની ઇચ્છાથી ધર્મ (૮૯) સદ્ગતિ તમારા હાથમાં ! Jain Educationa International . For Personal and Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ કરો તો ધર્મથી કદાચ પુણ્ય બંધાશે પણ ભૌતિક સુખની ઇચ્છા તો પાપ જ બંધાવે. સમ્યગ્દષ્ટિ આત્મા પણ ભૌતિક સુખની ઇચ્છાથી ધર્મ કરે તો એને પણ ઇચ્છા નિમિત્તક પાપ જ બંધાય. સભાઃ સમ્યગ્દષ્ટિ આત્મા ભૌતિક સુખની ઇચ્છાથી ધર્મ કરે ખરો? મ.સા. ન રહેવાય તો કરે. સભા તો પછી સમકિત ટકે કેવી રીતે? મ.સા. : કેમકે ઇચ્છાને સારી નથી માનતો . એમાં જો રુચિ આવી જાય તો સમકિત પણ ન ટકે. સભાઃ ઇચ્છા કરે ને રુચિ ન હોય? મ.સા. નથી રહેવાતું માટે ઇચ્છા કરે છે. ઉમંગ-ઉલ્લાસથી ઇચ્છા કરવી તેમાં ફેર છે. એક હોંશે હોંશે બીડી પીવે અને એક બચપનથી વ્યસન લાગુ પડી ગયું અને ન રહેવાતું હોય તે કારણથી બીડી પીવે છે, તો બંનેમાં ફેર કેટલો? સમ્યગ્દષ્ટિને સંસારસુખની ઇચ્છા થાય પણ તે ઇચ્છા ન ગમે. સમકિતનાં લક્ષણો તો ચોખ્ખાંચટ છે. સુખની ઇચ્છાઓ હજી થાય પણ ઇચ્છા કરવા લાયક લાગતી નથી. ઈચ્છા પ્રત્યેનો અણગમો પડ્યો જ છે. વર્તન પાપનું છે પણ રુચિ પુણ્ય/ધર્મની છે. તમે ધારો તો તમારી ભૂમિકા નક્કી કરી શકો. શાસ્ત્રમાં બધાનાં સ્પષ્ટ વિભાજન ભેદરેખા પાડીને આપ્યાં છે. શાસ્ત્ર કહે છે- સમ્યગ્દષ્ટિ શું પણ ભાવસાધુ પણ ક્યારેક દિવસમાં મોટાભાગે આર્તધ્યાનમાં રહેતા હોય, પણ તેથી તિર્યંચગતિ નહિ બંધાય. કેમ કે ગુણસ્થાનકને કારણે એટલી સલામતી છે કે સદ્ગતિ જ બંધાશે. શાસ્ત્રમાં પાંચ ગુણસ્થાનક સુધી રૌદ્રધ્યાન માન્યું છે. છઠ્ઠા ગુણસ્થાનકે તે ન ટકે, કેમકે રૌદ્રધ્યાનમાં હિંસાના પરિણામો છે અને મહાવ્રત સાથે તે ટકરાય છે. શ્રાવક આરંભસમારંભમાં બેઠો છે, એટલે પ્રસંગે રૌદ્રધ્યાન આવી જઈ શકે છે. પણ આવે ત્યારે પણ તેનું ગુણસ્થાનક હોય એટલે ગતિ શુભ જ બંધાય. કેમકે બીજો ધર્મ એટલો બધો હાજર છે કે જેને આટલું નબળું પાસું કાંઇ ન કરે. કરોડો કમાયેલાને બે-પાંચ લાખના નુકસાનથી મોટી ઉથલપાથલ થાય? પણ જેની પાસે સમકિત/ગુણસ્થાનક નથી તેને તો વિચારવું પડશે ને! સતત સારા વિચારમાં રહેવાનો સ્વભાવ તો ધર્માત્માને જ આવે. પરંતુ કોઇને છેતરવાના, ચોરીના, ધાડ પાડવાના, વિચાર કરે તે જ પાપના વિચારો તેમ નહિ, પણ કર્તવ્યના વિચાર પણ આર્તધ્યાન જ છે. બહેનો અથાણું બનાવે, અનાજ ભરે, સાફ કરવાના વગેરે વિચારો કરે, તો તે પણ આર્તધ્યાન જ છે. કર્તવ્ય ભાવનામાં તો શ્રાવિકા તરીકે કેવા ભાવો જોઇએ? સંસાર માંડ્યો છે માટે ગૃહિણી તરીકે રસોઇ રાંધી બધાંને જમાડું, તેના દ્વારા શરીરમાં શક્તિ આવે, તેનાથી તેઓ સત્કાર્યો કરે, ધર્મ કરે, એવા ભાવો કરવાના છે. ભગવાનની આજ્ઞા મુજબ કર્તવ્યના ભાવો (સદ્ગતિ તમારા હાથમાં!) તરીકે કામ (૯૦) Jain Educationa International For Personal and Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ કરવાના. ભગવાનની આજ્ઞા મુજબ કર્તવ્યના ભાવો કરતા હોય તો તે પુણ્યબંધના કારણભૂત શુભ પરિણામો છે. પણ અત્યારે આર્તધ્યાન જ કોઠે પડી ગયું છે. ભૌતિક સુખ માટે ધર્મ કરવાની ભાવના તે આર્તધ્યાન છે. ભૌતિક સુખ માટે સિદ્ધિતપ કર્યા, તેમાં ભૌતિક સિદ્ધિની ઇચ્છા જેટલા અંશે છે તે આર્તધ્યાન જ છે. પણ પછી તેના માટે આહારનો ત્યાગ કરે તે આર્તધ્યાન નથી પણ તે ધર્મ આર્તધ્યાન પ્રેરિત ધર્મ છે. સભા ધર્મ આર્તધ્યાન પ્રેરિત હોય? મ.સા. ગવર્નીગ રોંગ(પ્રેરકબળ ખોટું) છે. અંકુશ ખોટો હોય તો-પાવર કેટલો ઓછો આવવાનો? એટલે તો ના પાડીએ છીએ કે સંસારની ભાવનાથી ધર્મ ન કરો. ગવર્નંગ રોંગ છે એટલે અંતિમ પરિણામ પણ રોંગ જ આવશે. અંતિમ પરિણામ સારું જોઇતું હોય તો પ્રેરકબળ સારું લાવો. અશુભ આશયથી જીવ સારું ફળ મેળવી શકે તેવું બને જ નહિ. જ્યાં ઇરાદો જ મેલો છે, ત્યાં ફળ પણ મેલું જ આવવાનું. વ્યાખ્યાન : ૧૨ તા. ૧૪-૬-૯૬, શુક્રવાર, અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓ જગતના જીવમાત્રને આત્મકલ્યાણની પ્રાપ્તિ કરાવવા ધર્મતીર્થની સ્થાપના કરે છે. મહાપુરુષોની દષ્ટિએ આત્માનું ખરું કલ્યાણ મોક્ષની પ્રાપ્તિમાં જ છે. કેમકે ચતુર્ગતિરૂપ સંસારમાં જીવ ગમે ત્યાં જાય, ગમે તેટલો પુરુષાર્થ કરે, પણ ખરા અર્થમાં જીવનમાં સુખીપણું તૃપ્તિ/શાંતિનો હંમેશને માટે અનુભવ ન જ કરી શકે. કાયમ ખાતે થાળે પડવું હોય તો મોક્ષ એકમાત્ર વિકલ્પ છે. પણ મોટે ભાગે જીવોને મોક્ષ કે તેનું સ્વરૂપ શું? કેવી રીતે મળે? તેના ઉપાય વગેરે બાબતમાં સ્પષ્ટ સમજણ નથી. માટે જ કેટલાક જીવો તો મોક્ષની કામના જ કરતા નથી. પશુસૃષ્ટિમાં તો મુક્તિની કામના કરનારો જીવ પ્રાયઃ છે જ નહિ, પણ મનુષ્યસૃષ્ટિમાં પણ મુક્તિની કામના કરનારો વર્ગ ઓછો છે. પ્રાય કરીને જીવો મોક્ષની કામના નહિ પણ બીજી બીજી કામના કરનાર છે. એમને કોઈ કહે દુર્ગતિમાં દુઃખો છે માટે સદ્ગતિની કામના કરો, તો તે કામનાની કાંઈ કિંમત નથી. પણ સદ્ગતિ પામ્યા વિના આત્મકલ્યાણ ન કરી શકીએ એવું બેસે, પછી સદ્ગતિની ઝંખના તે જ સાચી સદ્ગતિની ઝંખના છે. આવી સદ્ગતિની ઝંખના કરે તો સદ્ગતિ મળે તેમાં બહુ તકલીફ નથી. સંસારની પ્રવૃત્તિ કરતા હોય ત્યારે પણ કોઈ પણ નિમિત્ત પામી ધર્મના વિચારમાં ગરકાવ થાઓ છો? કે ધર્મની પ્રવૃત્તિ કરતાં પણ કોઈ પણ નિમિત્ત પામી સંસારના વિચારમાં ગરકાવ થઈ જાઓ છો? તમારી હાલત શું? તમારો નંબર શેમાં આવે? બાકી ધર્મમય ૧માનસવાળો તો સંસારનું પણ કાંઈક નિમિત્ત મળતાં ધર્મના જ વિચાર કરશે. આવા માનસવાળા ધર્મરસિક જીવો માટે ધર્મની ભૂમિકા આવવી સહેલી છે, ધર્મધ્યાન/શુક્લધ્યાન પણ સહેલાં. સારા આચાર/સારી પ્રવૃત્તિ/સારા વિચાર વગેરે કરતા હોય તેટલા માત્રથી સદ્ગતિ ન બંધાય, પણ ચિંતન અને (સદ્ગતિ તમારા હાથમાં ! Jain Educationa International For Personal and Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ મનન ધર્મમય કે ધર્મને અનુરૂપ હોય તો જ સદ્ગતિ બંધાય. સ્ટેજ કોઈને દુઃખી જોઈ મન પીગળતું હોય, થોડી માનવતા/દાનદયાના વિચારો કર્યા તે કાંઈ સગતિના કારણ માટે પર્યાપ્ત નથી. તે માટે તો ધર્મના વિચારો જ જોઇશે. તે વિચારો જ્યારે માનસમાં ડગલે ને પગલે આવતા હોય તો માનવાનું કે ધર્મનું માનસ ખડું થઈ રહ્યું છે. સભા ઃ દાનની પ્રવૃતિ કરતાં ધર્મના શું વિચાર કરવાના? મ.સા. જે દાન, ધર્મની સામગ્રી સાથે સંકળાયેલ નથી તેવા દાનની ખાસ કિંમત નથી. તેવા વિચાર કરે કે બિચારો દુઃખી છે, સહેજ સહાય કરો, તેવા વિચાર ધર્મ સાથે સંકળાયેલા ન કહેવાય. ધર્મની વાતોમાં, આત્મા/પરલોક/પુણયપાપકર્મ/કર્મની વિચારણા/મોક્ષ/મોક્ષમાર્ગ વગેરે, આ બધાનું અનુસંધાન ચિંતન હોય. ધર્મધ્યાનના ચાર પાયામાં ધર્મના તમામ વિચારોનો સમાવેશ થાય છે. દા.ત. આજ્ઞાવિચય, સંસ્થાનવિચય, વિપાકવિચય, અપાયરિચય. કર્મના વિપાકના સ્વરૂપનું ઊંડાણથી ચિતન તે વિપાકવિચય-ધ્યાન. વાસ્તવિક સંસારની લોકસ્થિતિનું રાગદ્વેષના આવેશ વિના ચિંતન કરો તો લોકસંસ્થાનવિચય-ધ્યાન. સભા રાગ-દ્વેષના આવેશ વિનાનું વિચારો, એટલે? મ.સા. તમે અમેરીકા, યુરોપ વગેરેના સમાચારો છાપામાં વાંચો, એટલે તે લોકસ્થિતિસંસ્થાનવિચધ્યાનમાં નથી આવતું. સભા: કેવી રીતે? મ.સા. ઃ જયાં વિકાસ ઝાકઝમાળ વગેરેની તકોની સામગ્રી હોય તેવી વસ્તુ/વાતો વાંચવા/વિચારવામાં મઝા આવે છે. કેમકે તેમાં રાગ છે. પેરીસના બગીચાનો વિચાર આવે છે, પણ આફ્રિકાની જંગલી પ્રજાનો વિચાર આવે છે? બાકી તો આજના કોસ્મોલોજીસ્ટ તો લોકસ્વરૂપનું જ ચિંતન કરતા હોય છે ને? વિશ્વ કેવું? કેવી રીતે રચના થઈ? પહેલાં શું હતું? ફેરફારો કેવી રીતે થયા? વગેરે વિચારો ચાલુ જ હોય. તમને ખબર નથી, દુનિયામાં પ્રખ્યાત હોય તેવા વિશ્વવ્યવસ્થાના જાણકાર તો વિશ્વનો વિચાર કરતાં કરતાં ધૂની જેવા થઈ ગયા હોય, છતાં તેમને લોકસંસ્થાન- વિચયનું ધ્યાન થોડું કહેવાય? કેમકે અપેક્ષા શું છે? વિશ્વમાં સારું જાણનારો થાઉં, મારી થીયરી સ્વીકાર થઈ મારી કેરીયર બને, વગેરે વિચારો તે રાગના આવેશમય છે ને? તેને ધ્યાન કહેવાય? તમારા મનમાં ધર્મની જ વિચારણા નથી અને ધર્મધ્યાનમાં ઘૂસો તે ત્રણ કાળમાં અશક્ય છે. તમારા વિચારો-ભાવનામાં ધર્મની છાંટ હોવી જોઇએ. ધર્મની અસરો દ્વારા કંઈ નિમિત્ત મળતાં સંકલ્પ વિકલ્પ આવે, બાકી તો દુનિયાની કોઈપણ વસ્તુનો વિચાર ધર્મધ્યાનમાં આવી શકે, વિષયની કોઈ મર્યાદા નથી. આ બારણાં, ટેબલ, તમારું શરીર ગમે તે ધર્મધ્યાનનો વિષય બની શકે. સદ્ગતિ તમારા હાથમાં !Dા કા કાકી કાકી ૯૨) Jain Educationa International For Personal and Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ સભા : બાર ભાવના ધર્મધ્યાનમાં આવે? મ.સા. તેના કરતાં પણ ધર્મધ્યાન ઘણું વ્યાપક છે. બાર ભાવના તો ધર્મધ્યાનમાં પૂરક છે, પણ ધર્મધ્યાનનો વિષય તો બહુ જ વિશાળ છે. કોઇ પણ વસ્તુ પર ચિંતન મનન ધર્મના પાયા પર કરવાનું ચાલુ કરે, તેમાં તીવ્ર એકાગ્રતા આવે, તે ધર્મધ્યાન. જેટલા આર્તધ્યાન-રૌદ્રધ્યાનના વિષયો છે, તેટલા જ ધર્મધ્યાનના વિષયો છે. ધૂળનું રજકણ પણ ધર્મધ્યાનનો વિષય બની શકે છે. સભા આ કપડું કેવી રીતે ધર્મધ્યાનનો વિષય બને? મ.સા. : કપડું જોઈ ધાર્મિક માણસ હોય તો થાય કે આ પણ જીવનું ક્લેવર જ છે. વિચારો આનો જીવ કઈ યોનિમાં હમણાં ફરતો હશે અને આજે એનું કલેવર કઈ રીતે વપરાય છે? આજે રૂપવાન, રંગવાન તે કાલે કદરૂપું પણ હોઈ શકે છે. આ રૂપ-રંગ ઇન્દ્રિયને ગમે છે, તે પણ ક્ષણિક જ છે. પણ તમને રાગ-દ્વેષ, વિકાર, વાસના ઘટે તે રીતે વિચારવાનું ફાવે? સાચો ધર્મ એ કે જે અંદરમાં ઠારે. પણ અંદરમાં બાળે તે ધર્મ કહેવાય? જે ચિંતનમનન તમારા અંદરના રાગ-દ્વેષ, સંકલ્પ-વિકલ્પ, ઉશ્કેરાટ વગેરેને શાંત કરે છે તે જ ધર્મધ્યાન છે. સભા તનાવમુક્તિથી ધ્યાન થઈ શકે? માનસિક શાંતિ તે ચિત્તશુદ્ધિનું કારણ છે? મ.સા. તનાવમુક્તિ માટે ધ્યાન કરવાની ભગવાને વાત કરી છે? માટે તો આજની મોટી મોટી કંપનીઓના એકઝીક્યુટીવ કહે છે, ધ્યાન થાય પછી સ્ટાફની કાર્યશક્તિ વધે છે. તો તેને ધર્મધ્યાન કહેવાય? સભા કાર્યશક્તિ વધે તેમ ધર્મ કરવાની શક્તિ પણ વધે ને? મ.સા. તો તો પછી માંદા હોય અને દવા લેવાથી પણ સારા/સ્વસ્થ થાય તો તે દવા પણ ધર્મધ્યાનનું સાધન કહેવાય. પૂ.ઉપાધ્યાય મહારાજ સાહેબ ફરમાવે છે કે આત્મશુદ્ધિ વિનાની ચિત્તશુદ્ધિની અમારે મન ફૂટી કોડીની પણ કિંમત નથી. માટે તો ચિત્તશુદ્ધિના બે પ્રકાર - (૧) આત્મશુદ્ધિ કરાવે તેવી ચિત્તશુદ્ધિ અને (૨) આત્મશુદ્ધિ ન કરાવે તેવી ચિત્તશુદ્ધિ. જે આત્મશુદ્ધિ ન કરાવે તેવી ચિત્તશુદ્ધિ પણ અનર્થકારી છે. જે ચિત્તશુદ્ધિમાં આત્મશુદ્ધિ નથી તેવી ચિત્તશુદ્ધિ તો મોહગર્ભિત છે. એવી ચિત્તશુદ્ધિને અમે અનર્થકારી માનીએ છીએ. કામક્રોધ,વિકારો ઘટ્યા પછી મનની શાંતિ વધી, તેવી શુદ્ધિ પણ આત્મશુદ્ધિ વિના હોય તો તે નકામી છે. આ ધર્મ કરીને તમારે તમારા આત્માને પવિત્ર બનાવવાનો છે કે ખાલી મન-વચનકાયાને પવિત્ર બનાવવાનાં છે? ધ્યાન કરી આત્મા શુદ્ધ કરવો છે કે મન? તે હોય તો ધ્યેય કે ઇરાદા વગેરે શું હોય? તનાવથી મુક્ત થવું હોય તો તો એક હળવાશની પળી લો તો પણ મુક્ત થઈ શકાય. (૯૩) ના રોજ C સદ્ગતિ તમારા હાથમાં ) Jain Educationa International For Personal and Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ સભા ચિત્તશુદ્ધિ વિનાની આત્મશુદ્ધિ હોઈ શકે? મ.સા. હોઈ શકે, મન-વચન-કાયાની શુદ્ધિ ન હોય છતાં આત્મશુદ્ધિ હોય. સભા : ચિત્તશુદ્ધિ હોય તો આત્મશુદ્ધિની તકો વધે છે. મ.સા. તકો વધે તે બરાબર. જો કે દવા લેવાથી સ્વસ્થતાના કારણે ધર્મ કરવાના ચાન્સ વધે છે તો પણ દવા લેવી એ ધર્મ કહેવાય? આ ધ્યાન શિબિરોમાં સાચું ધ્યેય જ બતાવતા નથી, લક્ષ્ય જ ખોટાં બતાવે છે. સભા : ધ્યાનનું સાધન આપે છે. મ.સા. : ધ્યાનનું સાધન નથી આપતા પણ ધ્યાન માટેની સંકલ્પવિકલ્પની ભૂમિકા આપે છે. બાકી તો લેક્ટરને ધ્યાનની વ્યાખ્યા જ ખબર નથી. અમને તો પ્રેક્ષાધ્યાન શબ્દ સાંભળીએ એટલે હસવું આવે. કેમકે શાસ્ત્ર કહે છે કે જે વ્યક્તિ પ્રેક્ષામાં હોય તેને ધ્યાન ન હોય અને ધ્યાનમાં હોય તો પ્રેક્ષા ન હોય. ચિત્તની ચાર ભૂમિકાચિંતન/મનન/પ્રેક્ષા/ધ્યાન. જેમાં લખ્યું કે જે પ્રેક્ષામાં હોય તે ધ્યાનમાં ન હોય અને ધ્યાનમાં હોય તે પ્રેક્ષામાં ન હોય. આમણે નવું પ્રેક્ષાનું ધ્યાન કાઢ્યું. પ્રેક્ષાનો શાસ્ત્રીય અર્થ અનુપ્રેક્ષા. તે ધ્યાન પહેલાં અને પછીની ભૂમિકા છે. મહાપુરુષો ધ્યાનધારા તૂટે તે પછી અનુપ્રેક્ષા કરે, પણ જે વ્યક્તિ અનુપ્રેક્ષામાં હોય તે ધ્યાનમાં ન જ હોય. કાલે કહેશો ચિંતનધ્યાન, પણ ચિંતન અને ધ્યાન બંને સાથે હોઈ શકે? હવે પ્રેક્ષાધ્યાન કહે, પછી કહે સ્થિર બેસો અને મનને હલકું બનાવો. સભા પ્રેક્ષામાં ઊંડું અવગાહન કરવાનું કહે છે, તે શું? મ.સા. : ચિંતન-ભાવનાના ઘણા પ્રકારો છે, પણ આ તો શુભ-અશુભનો ભેદ જ ન પડે. ખાલી કહે મનને શાંત કરો, તનાવથી મુક્ત રહો, ખુલ્લું મૂકો. એમ તો હઠયોગમાં પણ તરત જ મન હલકું થાય અને માનસિક શાંતિ મળે, એટલે તમે તરત ચમકો. આ તો લોકોને છેતરવાના કીમિયા છે. એના કરતાં આપણે ત્યાં ધ્યાનના ૨૧ માર્ગ બતાવ્યા. ભેદ-પ્રભેદ લગભગ ૪,૬૩,૦૦૦ બતાવ્યા. એટલે આપણે ત્યાં ધ્યાન વિષય પર સાહિત્ય કેટલું છે! પહેલાં ધર્મના સંકલ્પ/વિકલ્પ કરો, પછી લેવલ હોય તો ધ્યાન કરો. હું તો કહું છું પહેલાં ધર્મધ્યાનની ભૂમિકા લાવો. તે માટે ધાર્મિક માનસ બનાવો. છોકરો માંદો પડે તો વિચારો કે શરીરનું સ્વરૂપ જ કેવું? ગમે તેટલું સશક્ત હોય તો પણ ટાઇમ આવે બગડે જ. આત્મા કેવો પરવશ થાય છે? અત્યારે તમે નિમિત્ત મળે છે, તો સંસારના સંકલ્પ/વિકલ્પ કરો છો, પણ અમારે તમારી પાસેથી ધાર્મિકતાના વિચાર કરાવવા છે. નિમિત્ત તો પડ્યાં જ છે. તમે તેને કેવી રીતે સ્પર્શ કરો છો તેના પર આધાર છે. સંસારમાં વિવિધતા/વિચિત્રતા મળે તો તરત કર્મનું સ્વરૂપ યાદ આવવું જોઇએ. તમારી સામે આખો સંસાર ખડો છે. બધાના રોજ અનુભવ થાય છે. તેમાં કડવા અનુભવ કેટલા? મીઠા અનુભવ કેટલા? નિમિત્ત મળતાં કડવા અનુભવ થાય તો વિચારવાનું કે વિષય સદ્ગતિ તમારા હાથમાં ! છે ને કઈ (૯૪) Jain Educationa International For Personal and Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ કષાયનું સ્વરૂપ શું? પછી તો વિચાર કરવાનો માર્ગ જુદો થાય. ચિંતનમાંથી ભાવનામાં આવે, પછી ક્યારેક ધ્યાન આવશે. ધર્મની કોઇ પણ વસ્તુમાંથી ધર્મના સંકલ્પ વિકલ્પ કરી શકો તેમ છો અને તેના ભાવોમાં રમતા હો ત્યારે સદ્ગતિ બંધાયા જ કરે. પણ પ્રકૃતિ રૂપે આવું ઘડતર થવું જોઇએ. ધર્મની છાંટ નથી તો હજારો સારા વિચારો પણ સદ્ગતિનો બંધ કરાવે તેમ નથી. તમારા પ્રત્યેક વિચારમાં ધર્મનો પ્રભાવ પડવો જોઇએ. કોઇકનું ભલું તો સજ્જન પણ વિચારે, પણ ધમભા તો તેનાથી ક્યાંય આગળ વિચારે. ભિખારી/દુઃખીને જુએ ત્યારે માત્ર દયા જ આવે તે ન ચાલે, પણ વિચાર આવે કે “એ પણ આત્મા હું પણ આત્મા. પણ અત્યારે એના અને મારા વચ્ચે કેટલો તફાવત? મેં ક્યારેક પુણ્ય કયા હશે, આ ભિખારીએ પાપ બાંધ્યાં હશે. માત્ર થોડા સજ્જનતાના વિચારોને અમે સદ્ગતિ માટે પર્યાપ્ત નથી કહેતા. ચાર મુખ્ય વિષયો આજ્ઞા, વિપાક, અપાય, સંસ્થાન. વિચારોનું ચિત્ર તો વિશાળ છે. ઝાડ જુઓ તો વિચારો કે “આ કેટલું અપંગ! આને શું જોઈતું હતું? મને આવું ન થયું, એને કેમ આવું થયું?” પણ અત્યારે તો ઝાડ જુઓ એટલે કુદરતી દ્રશ્ય જોઈ હરખાઓ છો, રૂપ-રંગ જોઈ આસક્તિ થાય છે. ઘણા વિચારે કે કેવા મુક્ત જીવો છે? પંખીઓ ઊડતાં હોય તો મુક્તગગનમાં વિહરી રિહ્યા છે એમ થાય; પણ એ બિચારા મુક્ત છે કે પાંગળા? ઘણા કહે કુદરતમાં ચારે બાજુ સુંદર દશ્યો પડી રહ્યાં છે. સભાઃ આ ઝરણાં ખીલ ખીલ કરે છે! મ.સા. : શબ્દોના સાથિયાના રંગ પૂરવા જુદી વાત. વાસ્તવિકતામાં તો તે બિચારાં અપંગ, અનાથ, અત્યંત પરવશ દશામાં છે. તેઓને જોઈને સંસારનું તાદશ દશ્ય યાદ આવવું જોઇએ. રંગબેરંગી ડીઝાઇન જોવાથી શું ફાયદો? તમે પણ આવા ભવમાં ફરતા હતા ત્યારે લોકો તમને જોઇને હરખાતા હતા, પણ ત્યારે તમે અંદરમાં બળતા હતા, સભા ધર્મધ્યાનના ચારેય પ્રકાર વૈરાગ્ય ઓરીએન્ટેડ જ છે? મ.સા. હા, કેમકે વગર વૈરાગ્યે ધર્મ હોય જ નહિ. ધર્મનું સ્વરૂપ જ એવું છે. ધર્મ પહેલાં તો આત્મા/પરલોક/પુણય/પાપ બતાવે. આત્મા માન્યો એટલે જ દુનિયા જડ, પરાઇ માની. આ શરીર મારું નથી. હું એનો નથી. વૈરાગ્ય વિના ધર્મનો એકડો જ ન થાય. માત્ર ભગવાનને હાથ જોડવાથી ધર્મ નથી આવતો. આત્મામાં ન માનતા હોય તો પછી ભગવાનને પણ માનવાની જરૂર શું? માટે ધર્મધ્યાનમાં વૈરાગ્ય ઓરીએન્ટેડ નહિ વૈરાગ્યનો પાયો જ રહેવાનો. વૈરાગ્યની છાંટ ન હોય તો અમે સારા વિચારો કહીએ? આત્મા-પરલોક માને તે આસ્તિક. હવે આસ્તિકને જ ધર્માત્મા કહેવો છે કે બીજાને? આત્મા માન્યો એટલે દેહ પણ મારો નહિ ને? હવે દેહ જ પરાયો તો પછી બીજું શું તમારું અને તમારી પ્રીતી ક્યાં હોય? (૯૫) પાળી સદ્ગતિ તમારા હાથમાં ! Jain Educationa International For Personal and Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ પોતાના પર જ ને? પારકા પર પ્રીતી થાય? પુણ્ય-પાપ માને, તેમાં ડગલે ને પગલે કર્મના વિપાક દેખાય, પછી તેને સંસાર બિહામણો જ લાગે. મહાલવા જેવો બગીચો લાગે? તમારું ચિંતનમનન ધર્મના પાયા પર હોવું જોઇએ. તે નથી હોતું. ઘણું તો સામાજિક/વ્યવહારિક/ભૌતિક દૃષ્ટિથી વિચારતા હો છો, જે વાસ્તવિકતાથી દૂર જ હોય. સારા ધર્માત્માનું મન મોટે ભાગે શુભ વિચારોમાં રહે છે. તેવા માટે સદ્ગતિની શક્યતાઓ કેટલી વધે? ૨૪ કલાક ધર્મધ્યાનથી સદ્ગતિ જોઇએ તેવા જીવોને સ્થિતપ્રજ્ઞ બનવું પડે. છઠ્ઠી કાંતાદૃષ્ટિમાં રહેલા જીવોનું મન હંમેશાં શ્રુતધર્મમાં જ હોય. વે ઓફ થીંકીંગ(વિચારપદ્ધતિ)માં ક્યારેય અધર્મનો પ્રવેશ પણ ન થાય. પ્રવૃત્તિ હોય પણ વિચાર/માનસચિંતન/મનન ધર્મમાં જ હોય. તે બહુ ઊંચી દશા છે. અમે તમારી પાસેથી આટલી બધી આશા રાખતા નથી, પણ તમે ધારો તો અશુભ સંકલ્પ વિકલ્પ ઘટાડી ધર્મધ્યાનની ભૂમિકાનો ગાળો વધારી શકો. ટેવ પાડો તો બને. સારા વિચાર કરે તો સદ્ગતિ બંધાય તેવું નહિ, પણ ધર્મધ્યાન કરે તો સદ્ગતિ બંધાય. સભા : મરણ પથારીએ પડેલાને શું સંભળાવવાનું? મ.સા. ઃ સંસારનું સ્વરૂપ, ધર્મનું સ્વરૂપ, આત્માની પરવશતા, બીજી પણ શુભ સંકલ્પ વિકલ્પ પેદા કરે તેવી બાબતો/વાતો. અમારી દૃષ્ટિએ પહેલાં તો આ આપણું નથી, એકવાર છોડવાનું છે, જતાં પહેલાં એનાથી અળગા થઇ ગયા હોઇશું તો જતી વખતે સંતાપ નહિ રહે, આ બધું તેને કંટાળો ન આવે તે રીતે કહેવાનું. ઊંધું ન માને તે રીતે બોલવાનું. ઘણાને પરલોકની વાતો કરો એટલે એવું થાય કે આ બધા હવે હું પરલોક જાઉં એવું ઇચ્છે છે. તેવાને સીધી ધર્મની પોઝીટીવ વાતો કરવી જોઇએ, તીર્થયાત્રા યાદ કરાવે, વગેરે. અત્યારે દેરાસર-ઉપાશ્રયે આવનારા વર્ગને થોડી પણ વૈરાગ્યની વાતો કરીએ એટલે કંટાળો ચડે. નેગેટીવ(નકારાત્મક) લાગે. કદાચ એવું પણ કહે કે દૃષ્ટિ દોષગ્રાહી છે. ઘણાને ધર્મની સાચી વાતો પર જ પૂર્વગ્રહ છે. ધર્મ એટલે દુર્ગતિથી આત્માને ધારણ કરી પરમગતિ સુધી પહોંચાડે. દુનિયાને જોતાં ચારે બાજુ અધર્મ અને અધર્મનાં ફળ દેખાય અને તે જોવા છતાં ધર્મ યાદ ન આવે તે કેવું કહેવાય? સંસારમાં ૯૯.૯૯ ટકા દેખાય છે શું? અધર્મ અથવા તો અધર્મનાં ફળ. આખું વિશ્વ આવું જ છે, તો પછી તેને તે રીતે જ જોવાનું ને? એમાં અમે શું કરીએ? જેવું છે તેવું વિચારવાનું હોય. તો વિશ્વમાં અધર્મ અને અધર્મનાં ફળ જ વધારે છે. માટે અસાર જ વધારે છે. માટે ધર્મ અને ધર્મનાં ફળ જ સાર છે. પણ તે કેટલા વિચારે? માટે ચિંતન-મનન કરાતી વાતોમાં તો વૈરાગ્ય ભાવના જ આવશે. ધર્મધ્યાન ભલે ન આવે, પણ તેની ભૂમિકા આવશે તો પણ સદ્ગતિ બંધાશે, માત્ર ધ્યાન જ સદ્ગતિનું કારણ નથી. જેમ આર્તધ્યાન/રૌદ્રધ્યાન અને તેની પૂર્વોત્તર ભૂમિકાઓ દુર્ગતિનું કારણ છે, તેવી રીતે ધર્મધ્યાન/શુક્લધ્યાન અને તેની પૂર્વોત્તર ભૂમિકાઓ સદ્ગતિનું કારણ છે. સદ્ગતિ તમારા હાથમાં ! Jain Educationa International For Personal and Private Use Only ૯૬ Page #102 -------------------------------------------------------------------------- ________________ સભા : ધર્મધ્યાનથી સદ્ગતિ મળ્યાના દાખલા? મ.સા. શાલિભદ્રના આગલા ત્રીજા ભવમાં તે કંજૂસ શેઠિયો હતો. પણ અંતિમ સમયે એવી ધર્મવિચારણા પ્રગટી કે એકવાર તો સગતિમાં ગયો. પૂર્વ તૈયારી તરીકે ધર્મધ્યાન નહિ, પણ ધર્મધ્યાનની ભૂમિકા આવી ગઈ હતી. તે જૈનકુળમાં જન્મેલો વણિક હતો. વળી મોભાદાર/વૈભવદાર શ્રીમંત આસ્તિક શ્રાવક હતો. પણ કૃપણતા હતી. ઉદારતા ન હતી. સંઘમાં આગેવાન હતો. ઘણા વહીવટદારો વહીવટ કરે પણ ગાંઠનું ખર્ચવામાં અતિ અલ્પમાં પતાવવાનો વિચાર કરે. આવી વૃત્તિથી કર્મ કેવાં બંધાય? અહીં શું થયું? પોતે સત્કાર્ય કરવા તૈયાર નહિ. સત્કાર્ય કરવાની તકને લાત મારે. સત્કાર્ય સંઘમાં થતું હોય તો પોતાને ખર્ચવું પડે એટલે ટાળે. બાકી તો અનંતકાળમાં દુર્લભ એવી ભક્તિની સામગ્રી મળે તેનાથી તમારા આત્માનાં અનંતકાળનાં દુઃખો કાપી શકો. મળેલી સામગ્રીને યોગ્ય રીતે નહિ વાપરો તો આઠેય કર્મો એવાં બાંધશો કે ભવાન્તરમાં સત્કાર્યો કરવાની શક્તિ તો નહિ મળે, પણ પોતાને પણ કોઈ ભૌતિક સહાય નહિ મળે. આ શેઠે આવી રીતે દુર્ગતિ ઘણી બાંધી છે. પાછો આસ્તિક છે. સંઘમાં આગેવાન છે. પણ કૃપણતા ખૂબ જ. પણ એનું નસીબભવિતવ્યતા સારી કે એના જીવનમાં ધર્મધ્યાનની ભૂમિકા આવી ત્યારે આયુષ્ય બંધ પડ્યો. એમાં એક પ્રસંગ બન્યો કે, એની પુત્રવધૂઓ એક વાર વ્યાખ્યાનમાં ગઈ હશે. આગળ આવીને બેઠી. જૂની પરંપરામાં આગેવાનોની જગાઓ પણ રીઝર્વ હોય. જે આગેવાન બને તેણે આખા સંધને આરાધનામાં સહાય કરવાની. પછી સંઘ પણ તેનાં વખાણ કરે. તે રીતે શેઠની પુત્રવધૂઓ પાછળથી આવી પણ આગળ બેઠી. તેમાં કોઈ બાઇએ ટોણો માર્યો. આગળ આવી બેસવું છે, પણ વર્ષ દરમ્યાન સંઘનું કામ શું કર્યું? પુત્રવધૂઓ ઘરે આવી છે. ચેન પડતું નથી. વળી જાણે છે કે આ વાત પણ સાચી છે. આવીને ચારે પુત્રવધૂઓએ વાતો કરી અને સંપ કર્યો કે આ વખતે તો સંઘજમણ કરાવવું જ છે. મોં ચઢાવી બેસી ગઈ છે. શેઠના પુત્રો પૂછે છે, તો કહે છે કે બહારમાં અમારી આબરૂ બિલકુલ નથી. એમ કહી સંઘજમણ કરવાની વાત કરી, અને તે નહિ થાય તો અમે પીયર ચાલી જઈશું એમ કહ્યું. છોકરાઓને તો વાંધો ન હતો પણ બાપની જ ચિંતા હતી. જૂના જમાનામાં વડીલની ઇચ્છાનું ઉલ્લંઘન પણ ન કરી શકે. છેલ્લે નક્કી કર્યું કે પિતાજીને જણાવ્યા વિના ગુપ્ત રીતે સંઘજમણ ગોઠવવું. મોટો બંગલો હતો. ઘરમાં જ બધું ગોઠવ્યું. તે દિવસે બાપને સાત માળના બંગલામાં ધંધાના હિસાબકિતાબના કામમાં ગોઠવી ઉપર બેસાડી દીધા. બારોબાર નીચે સંઘજમણ પતી જશે. પણ અવાજ બહુ થયો. એટલે શેઠ નીચે આવ્યા. લોકોને જોયા. ઉતાવળથી નીચે ઊતરતાં નિસરણી પરથી પગ સરક્યો. માથું ભટકાયું. પડ્યા. પણ પડતાં પડતાં જોયું કે આખો સંઘ જમી રહ્યો છે. એટલે થયું કે મને અંધારામાં રાખી સંઘજમણ દીકરાઓએ કર્યું છે. પણ આવા સમયે આખા વિચારોએ પલટો ખાધો. વિચાર્યું, બહુ સારું કર્યું. મારા દિકરાઓ સારા પાક્યા, જેમણે આવું સત્કાર્ય કર્યું. વળી કોકનું પેટ ભરાયું, તેવી પણ ભાવના નથી, પણ સાધર્મિક ભક્તિ અને ધર્મભાવનાના વિચારો છે. એટલે મનુષ્યગતિ બંધાઈ. શાસે લખ્યું-આખી જિંદગી કૃપણતા કરી તેનું દુર્ગતિરૂપે ફળ ન મળ્યું, પણ (૭) પણ ને સદ્ગતિ તમારા હાથમાં ) Jain Educationa International For Personal and Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ શ્રીમંતને ત્યાં જન્મ્યો. છતાં મા-બાપ મરી ગયાં એટલે ભરવાડ જેવું કામ કરવું પડ્યું. છતાં સદ્ગતિ મળી અને એકવાર આત્મકલ્યાણનો ચાન્સ મળી ગયો. શુક્લધ્યાન બહુ ઊંચું છે. અપ્રમત્ત આત્માને આવનારું છે. જો કે તે શ્રેષ્ઠ સદ્ગતિ આપનારું છે, પણ આપણે તેમાં પ્રવેશ પામી શકવાના નથી, માટે તેની વાતો કરતા નથી. વ્યાખ્યાન : ૧૩ તા.૧૫-૬-૯૬, શનિવાર. અનંત ઉપકારી, અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓ જગતના જીવમાત્રનો આ ભયાનક અને રૌદ્ર સંસારમાંથી ઉદ્ધાર કરવા ધર્મતીર્થની સ્થાપના કરે છે. આત્મા કોઇપણ ભવમાં જાય, કોઈ પણ પ્રવૃતિ કરે, તો તે દ્વારા મોટે ભાગે પાપ જ બંધાય. વળી ખૂબી એ કે બાંધેલાં પાપ વિપાકરૂપે ઉદયમાં આવે ત્યારે આત્મા પાસે પાછું નવું પાપ કરાવે. એટલે પાપની જ સીરીયલ ચાલે છે. દુર્ગતિ એટલે બીજું કાંઈ નથી, પણ પાપનું હારમાળારૂપે ચક્ર ચાલ્યા કરે છે. ત્યાં પાપપ્રવૃત્તિ કરવાના જ ભાવો હોય. એક પાપ બાંધે કે તેથી આત્મા દુર્ગતિમાં જાય, પછી ત્યાં પાછાં નવાં પાપ બાંધે. આમ ચક્ર ચાલ્યા જ કરે. એકવાર દુર્ગતિમાં ગયેલો આત્મા સંસારચક્રમાં અનંતકાળ સુધી સ્થિર થઈ પડ્યો છે. દુર્ગતિનું ચક્કર એવું ચાલે છે કે દુર્ગતિમાં ગયા પછી આત્મા પર પાપની પરંપરા ચાલુ જ. તેમાં ક્યારેક અત્યંત દુઃખો વેઠી અકામનિર્જરા થાય. પાછો ચઢે, વળી પડે. એમ કરતાં આત્મા સદૂગતિમાં આવે. ત્યાં આવ્યા પછી પુણ્ય કરે. પુણ્ય થવાથી પણ પાછાં ભોગસુખો મળે. બધી શક્તિ સામગ્રી અનુકૂળ મળે. તેનાથી સુખો ભોગવે અને તે ભોગવે એટલે પાછું પાપ બંધાય. એટલે ચક્ર જ એવું કે મોટે ભાગે પુણ્ય કરે જ નહિ અને કરે ત્યારે પુણ્યના ફળરૂપે ભોગો ભોગવવામાં મસ્ત થાય, એટલે પાછી પાપ- બંધ અને દુઃખોની શૃંખલા ચાલ્યા કરે. ક્યારેક તો પાપના પૂરક તરીકે જ પુણ્ય આવી જાય. પાપમાં સપ્લીમેન્ટ્રી/કોમ્પ્લીમેન્ટ્રી (પૂરક/સહાયક) બનવા માટે જ પુણ્ય કામ લાગે. તે માટે જ આવ્યું હોય. આવા પુણ્યથી આત્માનો ઉદ્ધાર થયો નહિ. આવું અનંત કાળથી ચાલ્યું આવે છે. જે જીવો અનુબંધના ચક્રમાંથી બહાર નીકળે છે, અને પાપની હારમાળા તોડવા પ્રયત્ન કરે છે તે જીવો જ મોક્ષમાર્ગ પર ચઢી જાય છે. બાકી બીજા તો આ જ દશામાં જીવે છે. સદ્ગતિનું છઠ્ઠું કારણ (૬) દ્રવ્યવિરતિ - ૮૪ લાખ જીવાયોનિમાં સગતિ જ દુર્લભ અને તે મળે તો તેમાં વિરતિ મળવી તે દુર્લભ. વિરતિની વિશાળ તકો મનુષ્ય ભવમાં છે. સંજ્ઞી પંચેન્દ્રિય એવા તિર્યંચો કોઈ પ્રસંગમાં વિરતિ પામી શકે છે. એ સિવાયના નીચેના કોઈ જીવો માટે વિરતિને અવકાશ જ નથી. સમ્યગ્દર્શન, જ્ઞાન પછી ચારિત્ર. એટલે વિરતિ ટોપ લેવલ પર છે. ચારિત્ર=વિરતિ પર્યાયવાચી શબ્દ છે. તે પાપના વિરામના ( સદ્ગતિ તમારા હાથમાં !) કારણ C ૯૮) Jain Educationa International For Personal and Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ ભાવરૂપ કે પાપની પ્રવૃત્તિ અટકાવવારૂપ છે. દેવનારક એકેન્દ્રિય/વિકસેન્દ્રિય સુધીના જીવો તો વિરતિના પરિણામ ન પામી શકે, જયારે પંચેન્દ્રિયમાં સંજ્ઞી પંચેન્દ્રિય પશુઓ રેર(ભૂજ) કેસમાં (કોઈક જીવ) પામે. વધારેમાં વધારે ચાન્સ મનુષ્ય ભવમાં અને સર્વવિરતિ તો ફક્ત મનુષ્યો જ પામી શકે. મનુષ્યને જ એવું મન મળે છે, જે મનમાં વિરતિધર્મ પરાકાષ્ઠાનો પામી શકે. ઊંચા ધર્મની આરાધના માટે ફક્ત શરીરબળ જ નહિ, મનોબળ પણ જોઇએ છે. અમુક પ્રકારનું મન, તે તે સંયોગોમાં તે તે ભાવો કરી શકે છે. દેવલોકમાં આપણા કરતાં સશક્ત શરીર, સગવડો વગેરે છે; પણ તેમનું મન વિરતિધર્મ માટે અયોગ્ય. વિરતિધર્મ આરાધવા માટેનો નિયત ભવ માનવભવ જ. માનવભવનો મહિમા આના (વિરતિધર્મના) કારણે જ આટલો છે. વિરતિધર્મ બે પ્રકારે (૧) દ્રવ્યથી વિરતિ અને (૨) ભાવથી વિરતિ. ભાવથી વિરતિધર્મ તો ગુણસ્થાનક પામેલો આત્મા જ પામી શકે. માટે ભાવવિરતિ સદ્ગતિના ગુણસ્થાનકના કારણમાં જશે. ભાવવિરતિવાળા માટે સદ્ગતિ નિયત છે. તેને ગુણસ્થાનક સાથે છેડાછેડી બંધાયેલી છે. જે આત્મામાં સમ્યગ્દર્શન વગેરે ગુણો પ્રગટતા નથી તે આત્મા પાપનો ભાવથી વિરામ કરી શકતો નથી. માટે પાપનો ત્યાગ જુદી વસ્તુ અને ભાવથી વિરતિ જુદી વસ્તુ છે. બધા ચારિત્રધર્મમાં પાયા તરીકે સમકિત મૂક્યું છે. શ્રાવકનાં વ્રતોમાં પણ સમકિતમૂલ બાર વ્રત છે. માટે એક પણ વ્રત ઉચ્ચરવું હોય તો પહેલાં સમકિત ઉચ્ચરવું પડે. પછી દ્રવ્ય વ્રત ઉચ્ચરાય, તો દ્રવ્ય સમકિત ઉચ્ચરે; ભાવથી વ્રત ઉચ્ચરે, તો ભાવથી સમકિત ઉચ્ચરે. માટે સમકિત તે પ્રથમ શરત છે. કેમકે આપણે ત્યાં શ્રદ્ધાની પરિપૂર્ણતા પછી આચરણ મૂક્યું છે. શરત એ છે કે નાનો પણ ધર્મ, આચરણ કરવો હોય તો પહેલાં શ્રદ્ધાથી પરિપૂર્ણ બનો. શ્રદ્ધા વિના કરેલું અનુષ્ઠાન નિષ્ફળ જવાનું છે. જો શ્રાવકપણું ભાવથી પામો તો આ શ્રદ્ધા ભાવથી ગણાશે, નહિ તો પછી દ્રવ્યશ્રદ્ધા ગણાશે. માટે દેવદર્શન જેવી ક્રિયામાં પણ પહેલી શરત ચાંલ્લો. જે ભગવાનની પૂજા કરવા ઇચ્છું તેમની વાત માનું છું. બાકી પહેલાં તમે પૂજનીય પછી ભગવાન પૂજનીય એવું નથી. કેમકે જેને પ્રભુ પર શ્રદ્ધા નથી તે પ્રભુને પૂજે તો પણ કોઈ અર્થ નથી. ભગવાનની પૂજા ધર્મ-આચરણ પછી, પહેલાં શ્રદ્ધા. સભા : શ્રદ્ધા દ્રવ્ય-ભાવ બંનેથી હોય? મ.સા. : દ્રવ્યશ્રદ્ધામાં ગુણસ્થાનક ન હોય. મેં સાધુપણું લીધું. અણીશુદ્ધ પાંચ મહાવ્રત પાળું, ભગવાને કહેલા જે વિચારો/ભાવ વગેરે રાખું, પણ છઠ્ઠા ગુણસ્થાનકનો સ્પર્શ ન થયો હોય તો દ્રવ્યસાધુપણું કહેવાય. કોઈ શ્રાવક બાર વ્રતનો સ્વીકાર કરે છે. મન-વચન-કાયાથી પાળે છે. પરંતુ પાંચમું ગુણસ્થાનક સ્પર્શતો ન હોય તો દ્રવ્યથી વ્રતો છે, ભાવથી નથી. શ્રદ્ધા-આચરણ એટલું જ હોય પણ ગુણસ્થાનકની પ્રાપ્તિ ન હોય તો ભાવ શબ્દનો પ્રયોગ ન થાય. તે તે ગુણસ્થાનક સાથે તે તે ભાવોનું નિયોજન કરવામાં આવ્યું છે. આત્મા તે ગુણસ્થાનકને સ્પર્ધો ન હોય તો ભાવથી વિરતિની ખાતરી શાસ્ત્ર આપતું નથી. સામાયિકમાં બેસો અને ઊઠો ત્યાં સુધી સંસારનો ૯૯) સી કરી , છે સદ્ગતિ તમારા હાથમાં !) Jain Educationa International For Personal and Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ વિચાર નથી આવતો, સામાયિકમાં બહારની અસર પણ નથી, પાપોથી મનને અલિપ્ત કરી સ્વાધ્યાય વગેરે સામાયિકમાં કરો, જયણાપૂર્વક કરો, એવું સામાયિક કરો પણ પાંચમું ગુણસ્થાનક ન અડે તો સામાયિક કહેવાય તો દ્રવ્યથી જ. શાસ્ત્ર, તેને ભાવથી સામાયિક ન કહે. અનિવાર્યપણે ભાવ ગુણસ્થાનક સાથે સંકળાયેલા છે. જેવું ભાવથી સમકિત આવે તે સાથે ચોથું ગુણસ્થાનક હોય જ અને જેવુ ચોથું ગુણસ્થાનક આવે તે સમયે ભાવથી સમકિત હશે જ. સિક્કાની બે બાજુ જેવાં છે. સિક્કાની એક બાજુને બીજીથી અલગ ન કરી શકાય. ભાવની ચોક્કસ વ્યાખ્યા છે. તમે જેને ભાવ માનો છો તેને શાસ્ત્ર ભાવ શબ્દથી સ્પર્શો નથી. તમે કંદમૂળનો ત્યાગ કર્યો હોય, તમને બધા કંદમૂળમાંથી બનતી વાનગી પર આસક્તિ, ઇચ્છા, રાગ, દ્વેષ, ગમો, અણગમો નથી, મન તદ્દન અલિપ્ત છે, પણ તમને પાંચમું ગુણસ્થાનક ન હોય તો કહીએ કે આ પચ્ચખ્ખાણ તમે દ્રવ્યથી પકડ્યું છે, ભાવથી તો દૂર છે. વગર ગુણસ્થાનકે ભાવ શક્ય જ નથી. ભાવ સાથે ગુણસ્થાનકને બાંધીને રાખેલા છે. તે તે ગુણસ્થાનકનો ભાવ તે તે આત્માનો ભાવ. તમે કંદમૂળ ન ખાધું એટલે પાપથી વિરામ પામ્યા તેમ કહીએ પણ ભાવથી વિરામ પામ્યા તેમ નહિ કહેવાય. સભા : દ્રવ્યવિરતિ વિના ભાવવિરતિ ન જ આવે? મ.સા. : એવું નથી. કોઇ જીવોને દ્રવ્યવિરતિ વિના પણ ભાવિવરિત હોય છે. પણ રાજમાર્ગ એ જ કે જીવ દ્રવ્યવિરતિ દ્વારા જ ભાવવિરતિ પ્રાપ્ત કરતો હોય છે. માટે દ્રવ્યવિરતિની નિંદા, ટીકા-ટીપ્પણ ન કરીએ, કારણ તરીકે સ્વીકારીએ, પણ બંનેના ફળ વચ્ચે જમીન આસમાનનો તફાવત છે. ભાવવિરતિનું આખું પાસું ગુણસ્થાનકમાં ચાલ્યું જશે. જે આત્મા ભાવવિરતિમાં હોય, પછી તે ગમે તે પ્રવૃત્તિ કરતો હોય, ગમે તેવા મનમાં સંકલ્પો, આર્ત-રૌદ્ર ધ્યાન કરતો હોય, તો પણ ઊંચામાં ઊંચી ગતિ બાંધે. ભાવિવતિવાળા જીવો રણમેદાનમાં યુદ્ધ કરતા હોય, સૈનિકોને રહેંસી રહેંસીને ચાલ્યા જતા હોય, છતાં ગતિ તો ઊંચી જ બાંધે. મહાભારતના દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, ભીષ્મ પિતામહ વગેરે મહારથીઓ કૌરવપક્ષે લડ્યા છે. ભીષ્મ પિતામહે તો બાણશય્યા પર સંયમ સ્વીકાર્યું છે. પણ દ્રોણાચાર્ય છેલ્લે સુધી લડતા હતા. હજારોનાં માથાં કાપી નાંખ્યાં છે. છતાં પાંચમા દેવલોકમાં ગયા છે. તેઓ એકદમ સલામત છે. ગુણસ્થાનકની દૃષ્ટિએ ઊંચામાં ઊંચું પામીને બેઠા છે. પછી ભલે સંસારમાં બેઠા છે. ભીષ્મ પિતામહને રાજપાટ, વૈભવ, આરંભ-સમારંભમાં પણ ભાવો જુઓ તો તેમનું સત્ય ડગલે પગલે દેખાય. તેમને કોઇપણ સંયોગોમાં સદ્ગતિ તો નિયત છે. પણ ભાવથી ગુણસ્થાનક ન પામેલા જીવોને સદ્ગતિમાં જવું હોય તો દ્રવ્યવિરતિ સહેલામાં સહેલી છે. બીજા બધા માટે પુરુષાર્થ, સાવધાની ઘણાં જોઇએ. તમે અકામનિર્જરા તો કરી જ ન શકો અને કરો તો પણ સદ્ગતિના લેવલની તો ન જ કરી શકો. કષાયો પણ સદ્ગતિના લેવલ કરતાં થોડાક પણ તીવ્ર થાય તો જોખમ રહે. તેવી જ રીતે શુભલેશ્યા પણ હદથી નીચે જાય તો સદ્ગતિની ગેરંટી ન રહે. જ્યારે દ્રવ્યવિરતિ સદ્ગતિ તમારા હાથમાં!) (૧૦૦) Jain Educationa International For Personal and Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ મેળવવી-પામવી સહેલી છે. સગતિની બાંહેધરી ચોક્કસ છે. ભાવવિરતિ તો ગુણસ્થાનકમાં ચાલી જવાની. એની અહીં વાત નથી. અત્યારે વિકલ્પ દ્રવ્યવિરતિનો છે, માટે ગુણસ્થાનકનો કોઈ આગ્રહ નથી. મહાભાગ્યથી જૈનકુળ, જૈનશાસન મળ્યું છે. વિરતિધર્મના સિદ્ધાંત સાંભળવા મળે તેવું વાતાવરણ છે. બીજા બધાં ધર્મો પાસે આ નથી. બધા ધર્મો પાપની વાત કરે છે અને પાપથી અલગ રહેવાની વાત કરે છે, પાપ ત્યાગ કરી ગુણો કેળવો, વગેરે વાતો કરે છે. બધા ધર્મોમાં પાપના ત્યાગની, પાપ ખરાબ છે તે રીતના ઉપદેશની પ્રેરણા છે, પણ તે પાપનું વિસ્તારથી સ્વરૂપ અને તેનાથી વિરામ પામવાનું અનુષ્ઠાન જે છે, તે વિરતિ, આ જૈન ધર્મમાં સ્પેશ્યલ પારિભાષિક શબ્દ છે. કોઈ પણ ધર્મમાં પાપત્યાગની વાત ન બતાવી હોય, તેવી ઝીણવટભરી વાત તીર્થકરોએ બતાવી છે. દ્રવ્યવિરતિના બે ભેદ (૧) સર્વવિરતિ-સર્વથી પાપનો ત્યાગ અને (૨) દેશવિરતિ-અંશથી પાપનો ત્યાગ. દ્રવ્યથી દેશવિરતિ મનુષ્યગતિના બંધનું કારણ છે. દ્રવ્યથી સર્વવિરતિ દેવગતિના બંધનું કારણ છે. સતત દેવગતિ બાંધવી હોય તો સર્વવિરતિનો દ્રવ્યથી પરિણામ જોઇએ. મનુષ્યગતિનો સળંગ બંધ કરવો હોય તો દ્રવ્યથી દેશવિરતિનો પરિણામ જોઇએ. આ એક કારણ હોય પછી બધાં દુર્ગતિનાં પરિણામો-જોખમો હોય તો પણ સગતિની ગેરંટી. જેણે દ્રવ્યથી દેશવિરતિ ધારણ કરી લીધી છે, પછી તે ગમે તે કરતો હોય પણ આના પ્રભાવે એને મનુષ્યગતિ જ બંધાય. સર્વવિરતિના પરિણામ જેણે જીવનમાં ધારણ કરી રાખ્યા છે, તેને દેવગતિની ગેરંટી. જો કે સાધુનાં કપડાંમાં મરીને સાતમી નરકે ગયેલાનાં શાસ્ત્રમાં દૃષ્ટાંત છે. તેથી માત્ર શ્રાવક/સાધુનાં ચિહ્ન સ્વીકારો તો સદૂગતિ માટે લાયક નથી બનતા, બંનેને દ્રવ્યથી પરિણામ જોઈએ. પણ દ્રવ્યથી દેશવિરતિનો પરિણામ ચીજ શું છે? આમાં મનુષ્યગતિની ગેરંટી કેમ આપી? આ પાસાં બુદ્ધિ સાથે સંગત થાય તે રીતે શાસ્ત્રમાં વર્ણવવામાં આવ્યાં છે. સૌ પ્રથમ આપણે ચેતન છીએ. ૨૪ કલાક આપણામાં ચેતના છે. માટે આ દુનિયાના કોઈને કોઈ રીતે વિચાર ચાલુ જ છે. આ મન છે, એમાં ૯૯% બિનજરૂરી અશુભ ભાવો/પાપો પડ્યાં છે, જેની સાથે તમારે લેવા-દેવા મતલબ નથી. છતાં આ ભાવોને કારણે જીવ નવરો હોય ત્યારે પણ દુર્ગતિયોગ્ય કર્મબંધ થાય છે. કૂતરું શાંત બેઠું હોય એમ લાગે પણ તે સમયે પણ મનમાં બિનજરૂરી પાપોની વૃત્તિ-ઇચ્છા-પરિણામ-પરિણતિ પડી છે. માટે શાંતિથી બેઠું હોવા છતાં અમુક પાપો બાંધ્યા જ કરે. સભા વિચારો ના હોય તો પણ? મ.સા. હા, અત્યારે તમે પૈસાના વિચારો નથી કરતા છતાં ઘરમાં મૂડી પડી છે, તેનું પાપ લાગે જ છે. લોભિયો પણ પૈસાના ૨૪ કલાક તો વિચાર નહીં જ કરે, એટલે શું પાપ બંધાતું અટકી જાય? ઘર મૂકીને આવ્યા છો પણ ઘરની મમતા તો પડી જ છે. સભાઃ લબ્ધિમનમાં હોય તો? stry. Like ૧૦૧) sફ{JIO કામ કરી રહી છે. કોડ રે સદગતિ તમારા હાથમાં !! કિ . Jain Educationa International For Personal and Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ મ.સા. હા, લબ્ધિમાન જ મોટું સ્ટોરહાઉસ છે. જેમ એક સાથે અનેક પ્રવૃત્તિ કરી શકાતી નથી તેમ એક સાથે અનેક પાપના વિચારો પણ કરી શકાતા નથી. છતાં મન જબરું છે. તે બધાય પાપના ભાવનો સંગ્રહ કરી રાખે છે. માટે વગર કરે પણ પાપ ચાલુ જ છે. પ્રવૃત્તિથી જ પાપ માનીએ તો અધર્મી/પાપાત્મા ફાવી જશે. દા.ત એક કસાઈ વધારેમાં વધારે ૧૦-૧૫ જીવોને મારશે. કાલસૌરિક રોજ ૫૦૦ પાડાને મારતો પણ અત્યારે એવી શારીરિક તાકાત ધરાવનાર કસાઇઓ પણ નથી. હવે તે મારે પ-૨પ૫૦૦પશુઓને, પણ પશુઓની સંખ્યા દુનિયામાં ઘણી હોય. તેમાંથી પ-૨પ-૫૦૦ની જ હિંસા કરી પણ બાકીનાની તો અહિંસા જ કરી. હવે પ્રવૃત્તિથી પાપ બંધાય તો આ વ્યક્તિએ હિંસા કરતાં અહિંસાની જ પ્રવૃત્તિ વધારે કરી છે. તેવી જ રીતે જૂઠું બોલનારા પણ જીવનમાં સાચું તો વધારે જ બોલશે. કોઈ પૂછે-શું કરે છે? તો કહે જમું છું. આવી તો કેટલીય સાચી વાતો કરશે. એટલે પાપપ્રવૃત્તિ કરવામાં તો મર્યાદા જ છે. ખાવાની વસ્તુઓ ઘણી પણ પ્રવૃત્તિરૂપે ખાવાનું કેટલું? ખાવાથી જ પાપ બંધાતું હોય તો તો ખાધા કરતાં ત્યાગ વધારે કર્યો. તો તો પછી તે બધાથી પુણ્ય જ બંધાય. પણ એવું નથી બનતું. માટે પ્રવૃત્તિ કરતાં પરિણામથી જ વધારે પાપ લાગે. લબ્ધિમનમાં પાપના પરિણામ પડ્યા જ છે. સભાઃ લબ્ધિમનમાં સારા વિચારો પણ પડ્યા હોય ને? મ.સા. તો એનો ફાયદો પણ મળશે જ, સદ્ગતિનું એક પણ કારણ જો તમારા મનમાં ગોઠવી દો તો તમને ચોવીસે કલાક તેનો લાભ મળ્યા કરશે. તમને જેમાં રસ નથી તેવી વાતો મન સંસ્કારરૂપે પણ ગ્રહણ કરતું નથી. ઓછાવત્તા રસનો તફાવત પડશે, પણ રસ જ ન હોય એવા ભાવો લબ્ધિમનમાં ટપકી પડવાનું કોઈ કારણ નથી. જેમાં રસ છે તે વર્ષો પછી પણ યાદ રહે છે અને જેમાં રસ નથી તે સ્વપ્નમાં પણ યાદ નહિ આવે. અમારે ત્યાં લખ્યું કે બધી અનુભૂતિના સંસ્કાર પડતા નથી. જેમાં રસ છે, તેવી અનુભૂતિના સંસ્કારો જ પડશે અને તે પાછા સ્મૃતિપટ પર છવાશે. વર્તન દ્વારા મનના ભાવોનું અનુમાન કરી શકાય. આત્મા પર ગમે તે વસ્તુના સંસ્કાર પડતા નથી. જીવનમાં એક વાર નાનું પણ સુંદર દેશ્ય જોયું હોય તો તે કાયમ યાદ રહેશે, કેમકે તીવ્ર રસ પડ્યો છે. માટે તેવી રીતે દ્વેષ હશે તો પણ આવું થશે. ધર્મમાં રુચિ ન હોય ત્યાં સુધી ધર્મના સંસ્કાર ન પડે. સભા સંસ્કાર તો આત્મામાં પડે છે ને? મ.સા. આત્મામાં સંસ્કાર પડે. મન તે સંસ્કારને વ્યક્ત કરે. મન તો સાધન છે. રુચિપૂર્વક ધર્મ કરો તો ચોક્કસ આત્મા પર સંસ્કાર પડે. માટે જ ધર્મમાં રુચિ ભેળવી તેના સંસ્કાર પાડવા અનિવાર્ય છે. માટે જેને ધર્મની રુચિ નથી તેના આત્મા પર ધર્મના સંસ્કાર જ પડતા નથી. તમારા મનમાં પડેલાં ૯૯% બિનજરૂરી પાપો છે. એટલે શ્રાવકધર્મની - સદ્ગતિ તમારા હાથમાં !) . જરા ૧૦૨) Jain Educationa International For Personal and Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ દેશિવરિતમાં આચરણ ૧% ક૨વાનું અને લાભ ૯૯% નો મેળવવાનો છે. દેશવિરતિમાં આચરણ દેશથી(અંશથી) કરવાનું છે, પણ બિનજરૂરી પાપો ઢગલાબંધ નીકળી જાય છે. આ અમદાવાદમાં પણ આખા નગર, તેનો વિસ્તાર, બધી વ્યકિતનો તમારે ઉપયોગ છે?તમારે તો તમારું ઘર, કુટુંબ, મિત્રમંડળ જ કામનું ને? છતાંય આપણું ગામ એવી મમતા લઇ ૨૪ કલાક ફરતા હો તો આખા ગામમાં જે હિંસા-આરંભ-સમારંભ-પાપો જે કાંઇ થાય તે બધાનું પાપ લાગે. શેરીનું કૂતરું માને શું? મારી શેરીમાં બીજું કોઇ આવે તો બહાર કાઢી મૂકું. તેમ તમારું માનસ શું? અવિરતિના ભાવોથી બિનજરૂરી પાપો બંધાય છે. એક મનની વૃત્તિ પડી છે. બાકી તેનાથી એને કોઇ ફેર પડતો નથી. હવે જેટલા પર રાગ હોય તેનાથી વિરુદ્ધ બધાના દ્વેષ પણ પડ્યા હોય. આ બધા ભાવો અવિરતિના કારણે જ છે. આપણી જ્ઞાતિ એવું એક મમત્વ હોય તો પછી જ્ઞાતિમાં કોઇ ભણે, ગણે, આગળ આવે, સમાજમાં મોભો વધે તો તમને આનંદ થાય. તેનાથી પાપ બાંધો. કેમકે મમત્વ પડ્યું છે. તેવી રીતે જ્ઞાતિમાં પડતી વગેરે થાય તો દ્વેષ થાય છે. એ બધાં પાપ પણ ચાલુ છે. અવિરતિમાં અહીં બેઠાં ત્રણ લોકનાં, ત્રણ કાળનાં સર્વ પાપો બંધાવવાની તાકાત છે. મનમાં તેવા તેવા ભાવો પડ્યા છે. જેટલા પાપના પરિણામ પડ્યા છે, વૃત્તિઓ રૂપે રાગ-દ્વેષની પરિણતી છે, તેનાથી સતત પાપબંધ ચાલુ જ છે. શાસ્ત્રમાં અવિરતિને ડાકણની ઉપમા આપી છે. એના પંજામાં ફસાયેલો જીવ આખોને આખો ખલાસ થઇ જાય તો પણ તે તેને છોડે તેમ નથી. વળી ઘણાને તો ખબર પણ ન હોય કે મને પણ અમદાવાદ માટે કેટલું મમત્વ છે! ઘણાને દ્વેષ પણ હોય, તો તેના દ્વેષના નિમિત્તે પાપબંધ ચાલુ. પરિણામ અંદર એવા હોય કે તેને ખબર જ ન હોય કે હું બેઠો બેઠો કેટલાં પાપ બાંધ્યા કરું છું. અવિરતિનો ક્યાસ કાઢવા માટે મનને પૂછો કે તક મળે તો કેટલાં કેટલાં પાપ કરવાની તત્પરતા છે? પ્રસંગ આવે તો કેટલું કરવા તૈયાર? તેમાં પણ બે વિકલ્પો. જનરલમાં શું કરવા તૈયાર? કટોકટીમાં શું કરવા તૈયાર? દા.ત. તમે સામાન્ય સંજોગોમાં એક જ ધંધો કરતા હો, પણ એવી કટોકટી આવે તો બીજા ધંધા કરવાની તૈયારી પણ ખરી ને? અર્થાત્ તેમાં તે પાપ કરવાની જે વૃત્તિઓરૂપે તૈયારી પડી છે, તેનાથી પણ પાપબંધ ચાલુ. અવિરતિ જથ્થાબંધ પાપ કરાવી શકે છે. અવિરતિમાં રહેલા જીવો માટે કર્મબંધનું આ કારણ છે. સભા ઃ કર્મબંધના કારણમાં પાપ કરવાની તૈયારીનો ભાવ આવે? મ.સા. : કર્મબંધનો વિસ્તાર અવિરતિનાં કારણોથી અને કર્મબંધમાં દૃઢતા મિથ્યાત્વથી છે. તમામ પ્રકારનાં પાપો બંધાય અવિરતિથી અને મિથ્યાત્વથી તીવ્ર થાય છે. સભા અજ્ઞાન શું કરે? મ.સા. : અજ્ઞાન મિથ્યાત્વને સપોર્ટ(ટેકો) કરે છે. જો અજ્ઞાન ન હોત તો મિથ્યાત્વ ટકી ૧૦૩ સદ્ગતિ તમારા હાથમાં ! Jain Educationa International For Personal and Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ જ ન શકત. તમારી બધી ખામીઓ અકબંધ જળવાઇ રહેવામાં અજ્ઞાન કારણ છે. પાપ બંધાય છે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગથી. આ ચાર કારણોમાં પહેલું મિથ્યાત્વ મૂક્યું, કેમકે બધાં કારણોને દૃઢ કરનાર મિથ્યાત્વ છે. પછી બીજું કારણ અવિરતિ આવશે. વળી આ મિથ્યાત્વ-અવિરતિ છોડેલાને પણ કષાયો હેરાન કરે જ છે. મહાત્માઓએ બધું છોડ્યું પણ કષાયો હેરાન કરે છે. કષાયો નીકળે, વીતરાગ થાય, ત્યારે પણ મન-વચન-કાયાના યોગ છે. એટલે જડની પ્રવૃત્તિ ચાલુ છે. યોગ એટલે મન-વચન-કાયાનો વ્યાપાર. હાથ-પગ હલાવો તો કાયયોગ, મનને સક્રિય કરો તો મનોયોગ અને બોલો તો વચનયોગ. યોગ પ્રવૃત્યાત્મક છે. ચારેથી કર્મબંધ થાય છે. પરસ્પર પૂરક બનવાના સ્વભાવવાળા પણ છે. બંધના પ્રકાર પણ કારણ પ્રમાણે વહેંચી લીધા છે. તર્કબદ્ધ છે. તમને થાય છે કે અંદરની સૃષ્ટિનું કામ કેવું છે? આ પાપના પરિણામ-વૃત્તિઓથી ક્રમસર છોડાવવા તે દેશિવરતિનું કામ છે. એક ઝાટકે છોડવા હોય તો સર્વવિરનિ જોઇએ. તમે બધા ધારો તો દ્રવ્યથી દેશવિરતિ આરામથી લઇ શકો અને પાળી શકો. સર્વવિરતિ સ્વીકારવાની બધાની તાકાત ન હોઇ શકે. જો કે ધારે તો તે પણ લઇ શકે, પણ દેશવિરતિમાં તો કોઇને પણ પ્રશ્ન ન થાય. કારણ કે ગૃહસ્થ જીવનનાં બધાં ધોરણો જાળવીને પણ મજેથી પાપોનો ત્યાગ કરી શકો તેમ છો. રાજા-મહારાજાઓ, ચક્રવર્તીઓ, જે છ ખંડના ધણી હતા, તે પણ મજેથી બાર વ્રત પાળી શકતા. ભરત ચક્રવર્તીને રાજપાટ, વૈભવ, સત્તા, સંપત્તિ, આરંભ, સમારંભ કેટલો? છતાં તે પાળી શકે, તો તમે ન પાળી શકો? પાળવામાં આચરણ રૂપે ૧ ટકો અને ૯૯ ટકા પાપથી છૂટવાનું. ત્યાગ ઓછામાં ઓછો પણ ઘણાં પાપોમાંથી છૂટકારો. જરૂરિયાતને કારણે ગૃહસ્થજીવનમાં અમુક પાપ કરવાં પડે છે, પણ દેશવિરતિમાં તેના સિવાયનાં પાપોની મર્યાદા આવી જાય છે. જરૂરી નથી તેવાં પાપોને માથે લઇને ફરવાની શું જરૂર છે? દ્રવ્યથી વિરતિનો ખ્યાલસિદ્ધાંત શું? દા.ત. દુનિયામાં ખાવા-પીવાની વસ્તુઓ પડી છે, પણ બધા સાથે આપણે લેવા-દેવા નથી. તે બધા પ્રત્યેનો રાગ-દ્વેષ માથે લઇને શું કામ ફરવાનું? કપડાં વગેરે પણ કેટલાં? તેમાં પણ પહેરવાનાં કેટલાં? તેમાં પણ જાતો અને ક્વોલીટી કેટલી? બધું ભોગવવાના છો? પણ મનમાં પડ્યું છે કે જે મળશે તે ચાલશે. સભા ઃ પસંદગી ખુલ્લી છે. મ.સા. : હા, તમારે વિરતિ દ્વારા પાપોનો બંધ ઓછો કરવો જ નથી. જ્યાંથી મળે ત્યાંથી લાભ લેવાનો, પણ ખબર નથી લાભ પાપનો મળ્યા કરે છે. બિનજરૂરી બધાં પાપો માથે લઇને ફરવું એવી મનની વૃત્તિ છે. આ પાંદડાને પણ દુનિયાભરના પાપબંધ લાગે છે. કેમકે તક મળે તો ભોગવવાની વૃત્તિ ચાલુ છે. આવા જીવો કરે કંઇ નહિ, પણ અવિરતિનાં પાપો લાગે છે. મનથી પણ પાપ બંધાય છે, અને તે ન બંધાતાં હોત તો પાપથી છૂટવાનું ઘણું સહેલું થઇ જાત. માત્ર કાયાથી જ પાપ બંધાતાં હોત તો પાપ ઓછાં થાત અને પાપમાંથી છૂટાત પણ જલદી. પણ મનની પાપ કરવાની અને પાપ સતિ તમારા હાથમાં ! (૧૦૪] Jain Educationa International For Personal and Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ છોડવાની બંને તાકાત છે. જે જે વસ્તુ કરો તે વખતે તેવા તેવા ભાવો થાય અને તે ભાવોથી તેવો તેવો કર્મબંધ થાય. જ્ઞાતિનો દીકરો અમેરીકા જઇ આવે તો હારતોરા કરી આવો ને? કેમ? સારું ભણી આવ્યો, કમાઈ આવ્યો. સભા અમે એની હોશિયારીનું સન્માન કરીએ છીએ, પાપ કરી આવ્યો તેનું નહિ. મ.સા. હા, તમને કોઈ કહે કે મારે તો મટન(માંસ) સાથે સંબંધ છે, પણ પાછળની હિંસા થાય છે તે હું ઇચ્છતો નથી, તો ચાલશે? સભા પણ હોશિયારી ગુણ છે. મ.સા. સારા વિષયમાં હોશિયારી ગુણ છે કે ખરાબમાં હોશિયારી ગુણ છે? ગુણ ન હોય ને ગુણમાં ખપાવો તો પાપ લાગે. બાકી તો ઘણાં જુગાર રમવામાં એવા હોશિયાર હોય કે જોત જોતામાં બધાને હરાવી દે. તમે તેની પાસે બાઘા જેવા લાગો. તો તેનામાં ગુણ છે અને તમારામાં દોષ છે? ઘણા ભલભલાને આંખમાં ધૂળ નાંખી તેનું તફડંચી કરે તેવા હોશિયાર છે, તો શું કહેશો? હોશિયારી જાતે ગુણ નથી, હોશિયારી ક્યાં વાપરે છે તે પર આધાર છે. કલા શેમાં છે તે જોવાનું અને ક્યાં વાપરે છે તે નહીં? ખરાબ હોશિયારીમાં રાજીપો એ પાપની અનુમોદના છે. તમારો દીકરો પણ કઈ બાબતમાં હોશિયાર હોય તો રાજી થવાય? માટે પ્રેરક બળ જ ખોટું હોય, માટે જ પાપો બંધાય છે. મોર નાચતો હોય અને મોર પર રાગ હોય તો આ રાગનું મૂળ જ ખોટું ને? જે મોરે લાખો જીવડાંઓ ખાઈ શરીર બનાવ્યું છે. રૂપ, રંગ, શરીર શેના છે? કેટલા જીવના કચ્ચરઘાણ કાઢી બનેલું છે! દેશવિરતિનો પરિણામ પણ જોઈએ, માત્ર વ્રતો ઉચ્ચરાવો તે ન ચાલે. વ્યાખ્યાન = ૧૪ તા.૧૬-૬-૯૬, રવિવાર. અનંત ઉપકારી. અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓ જગતના જીવમાત્રને સર્વ પાપોથી મુક્ત કરાવવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. ધર્મ તમારી પાસેથી બીજું કાંઈ નથી માગતો પણ તમને સર્વ પાપોથી મુક્ત કરાવવા માંગે છે. નવકારમાં પણ પંચ પરમેષ્ઠીને નમસ્કાર કર્યા પછી શ્રેષ્ઠ ફળ શું બતાવ્યું? એસો પંચ નમુક્કારો, સવ પાવપ્પણાસણો. ઉત્કૃષ્ટ- શ્રેષ્ઠ ફળ સર્વ પાપોનો ક્ષય. તમને આ શ્રેષ્ઠ ફળની વાંછા છે કે બીજા કોઈ ફળની વાંછા છે? તમને એમ થાય કે આ પંચ પરમેષ્ઠીના આલંબનથી મારાં પાપોનો ક્ષય થતાં થતાં એક દિવસ સર્વ પાપોનો ક્ષય થશે, પછી મારો મોક્ષ થઈ જશે? એનો અર્થ એ કે પાપ (મલિનતાઅસ્વચ્છતા-ગંદકી), જે કાંઈ આત્માની અશુદ્ધિ છે, તે દૂર કરી આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરવું, તે જ ધર્મનું ફળ છે. માટે જ તમે પાપોનો ત્યાગ કરો, તેનાથી અટકો, ભૂતકાળનાં પાપોનું પ્રાયશ્ચિત્ત કરી ખપાવો, નવાં પાપ ન બાંધો, અને કદાચ નવાં પાપ (૧૦૫) . . . . ( સદ્ગતિ તમારા હાથમાં) Jain Educationa International For Personal and Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ બાંધવાં પડે તો ભારે તો ન જ બાંધો, આ જ ધર્મ તમારી પાસે માંગે છે. સભા પાપની જુગુપ્સા કઈ રીતે નક્કી થાય? મ.સા. : તમને ટટ્ટી-પેશાબ વગેરે પર અરુચિસૂગ કેટલી હોય છે? ઓચિંતી ઝાડાપેશાબની કોઈ વાત કરે તો પણ સૂગ થતી હોય છે. આવી ગંદી વસ્તુનું નામ પણ લેવું ન ગમે, પછી એની સાથે વ્યવહાર કરવાની તો વાત જ ક્યાં? એટલી જુગુપ્સા હોય છે. શાસ્ત્ર ફરમાવે છે કે, ધર્મ પામ્યા તેની નિશાની જ એ કે પાપની જુગુપ્સા પેદા થઈ છે કે નહીં? જેટલી ધર્મની શ્રદ્ધા વધે તેટલી પાપ પ્રત્યે સૂગ/અરુચિ/જુગુપ્સા વધશે. જે આત્માને આ રીતે પાપ પ્રત્યે અરુચિસૂગનો અભિગમ જાગે, પછી તેને તે પાપથી છૂટવાનો જે ઉપાય બતાવવામાં આવે છે, તે ઉપાય તે વિરતિ, બધા ધર્મોએ પાપને પાપ તરીકે છોડવા જેવું, પાપથી મુક્તિ મેળવવા કહ્યું, પણ તેમાંથી છૂટવાનો નક્કર ઉપાય બતાવવામાં તેઓ નિષ્ફળ ગયા છે. કેમકે જૈનદર્શનમાં જેવો વિરતિનો ખ્યાલ છે તેવો વિરતિનો ખ્યાલ એમની પાસે છે જ નહિ. જૈનશાસનમાં ગળથૂથીમાં જ એવા પાપથી છૂટવાનાં અનુષ્ઠાન બતાવ્યાં હોય તેવો તેમને ત્યાં વિચાર પણ નથી. દા.ત. શસ્ત્રો વગેરે સુસજ્જ કરીને નહિ રાખવાં. કેમકે શસ્ત્રો સુસજ્જ પડ્યાં હોય તો ગમે ત્યારે ગમે તેને ઉપયોગ કરવાનું મન થાય. એમ થાય તો અનેક જીવોની હિંસા થાય. માટે શ્રાવક ઓછામાં ઓછાં શસ્ત્રો (ચપ્પ, ઘરઘંટી વગેરે) રાખે, જરૂર પૂરતાં રાખે, પણ તે સુસજ્જ કરીને તો ન જ રાખે. દુનિયાના બીજા ધર્મોમાં આવી જયણાની વાતની કલ્પના પણ નહીં કરી હોય. પાડોશી શસ્ત્ર માંગે તો શ્રાવક બને ત્યાં સુધી આપવાની વાત ટાળે અને આપે તો તૈયાર તો હોય જ નહિ. સભા માળિયા પર હોય? મ.સા. હા, માળિયા પર મૂકે, છૂટાંછવાયાં પડ્યાં હોય, જેથી સીધું આપવાનો સમય જ ન આવે, કેમકે આ હિંસક શસ્ત્રો છે. બીજાને ત્યાં આવી દષ્ટિ જ નથી. એટલે વિરતિના આવા વિચારો પણ બીજાને ફર્યા નહિ હોય. એટલે બીજે આવાં પાપ, પાપના ત્યાગની વાત જ નથી કરી, તો પછી છૂટવાના ઉપાયની તો વાત જ ક્યાં? સર્વવિરતિ એટલે આચારમાં જીવનની બધી પ્રાથમિક જરૂરિયાતો પૂરી થાય છતાં સંપૂર્ણ અહિંસામય જીવન, સર્વ પાપોનો વિરામ. વિરતિ માટેના આચારો ગૃહસ્થ જીવનમાં પણ અદ્ભુત છે. શ્રાવક ૧૨ વ્રત વાંચે, એક-એક વિકલ્પ વાંચે, તો તેને થાય કે હિંસા-અહિંસાનો કેટલો સૂક્ષ્મ વિચાર છે! અધર્મના ત્યાગનો વિચાર સૂક્ષ્મ છે, માટે દ્રવ્યથી પણ વિરતિ કોને ગમશે? જેને પાપની અરુચિ-જુગુપ્સા થઈ હશે, તેનાથી અકળાયો-કંટાળ્યો હશે તેને તેમ નહીં હોય તો આ વાતોમાં રસ નહિ પડે અને મન પણ દુનિયાભરનાં પાપો સ્ટોર કરીને રહ્યું હશે. ઘણા દુનિયાની પાપપ્રવૃત્તિનો અનંતમો ભાગ પણ પોતાના જીવનમાં માંડ માંડ કરતા હશે, છતાં મનમાં દુનિયાભરનાં પાપો ભાવરૂપે સંગ્રહાયેલાં પડ્યાં છે, માટે પાપબંધ ચાલુ છે. કેમકે પ્રકૃતિમાં પાપ પ્રત્યે સૂગ અરુચિ નથી અને ( સદ્ગતિ તમારા હાથમાં !) ક ક ) નારાજ . 2012 જા . Jain Educationa International For Personal and Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ દુનિયાનાં પાપ કરવાની, કરાવવાની, અનુમતિની અનુમોદનાની વૃત્તિઓ-તૈયારીઓ અંદર પડી છે. આપણે ત્યાં શું કરો છો તે વાત નહીં, પણ કરવાની, કરાવવાની, અનુમતિની અનુમોદનાની વૃત્તિઓ-તૈયારીઓ કેટલી અંદર પડી છે તે જોવાય. એક માણસ ખૂન નથી કરતો પણ લાગ આવે તો મારવાની વૃત્તિ પડી છે, તો તેને મારે કે ન મારે હિંસાનું પાપ લાગે જ. કર્મના સિદ્ધાંત પ્રમાણે પ્રવૃત્તિ કરો છો માટે જ પાપ બંધાય છે એવું નથી, પણ પ્રવૃત્તિ કરવાની ઇચ્છા હોય તો પણ પાપ બંધાય છે. સભા : તરતમતામાં ફેર પડશે ને? મ.સા. તરતમતામાં જેટલી તીવ્ર તૈયારી તેટલો તીવ્ર બંધ અને ઓછી તૈયારી તેટલો મંદ બંધ. માટે જ મંદ ભાવ=મંદ પાપબંધ, તીવ્ર ભાવ=તીવ્ર પાપબંધ. સભા : અતિચાર-અનાચારમાં તફાવત શું? મ.સા. દા.ત. પચ્ચખાણ લીધું હોય અને પાણી પીવાની ઇચ્છા થઇ તો પચ્ચખ્ખાણમાં અતિચાર, પણ પી લે તો અનાચાર. આપણે ત્યાં મન-વચન-કાયા ત્રણ રીતે પાપ થાય છે. માટે માનસિક-વાચિક-કાયિક દરેકના અતિક્રમ-વ્યતિક્રમ-અતિચાર-અનાચાર પણ જુદા જુદા થાય. દા.ત. મનથી પ્રવૃત્તિ કરી લો તો માનસિક અનાચાર. સભા મનથી કેવી રીતે પાણી પીવાય? મ.સા. ઘણા સ્વપ્નમાં પી લે છે. તમે જાગતા હો તો પણ કેટલાં દીવા-સ્વપ્નો જોતા હો છો? ઘણા જાગતાંની સાથે જ મનથી દુકાનમાં પહોંચી, ધંધો-સોદો ચાલુ કરી આવે. અહીં બેઠાં આખી દુનિયાનાં કામ કરી આવે. સભા માનસિક અનાચાર હાથ બહારની વાત છે. મ.સા. : ઊંઘમાં જે સ્વપ્નો-જે વિચારો આવે છે તે, અંદર જે વૃત્તિ-સંસ્કાર પડ્યા છે તેની અનુભૂતિ છે. ત્યાગ-વ્રતના સંસ્કાર અંદરમાં દઢ હોય તો ઊંધમાં પણ વિચાર ન આવે. તમને ઊંઘમાં પ્લેનમાં બેસવાનો વિચાર આવે, મને ન આવે. ઊંઘ એ તો જાગૃતિ વખતના તમારા મનનું પ્રતિબિંબ છે. સભાઃ સ્વપ્નમાં સાધુ તીર્થની યાત્રા કરી આવે તો? મ.સા. તીર્થયાત્રાના વિચારો આવે, પણ ટ્રેન/પ્લેનમાં બેસીને જવાનું સ્વપ્ન ન આવે. આવે તો મહાવ્રતોમાં દોષ લાગે. તમારા મનનું ઘડતર તમે જ કર્યું છે. ફેરવવું હોય તો તે પણ તમારા હાથમાં છે. જાગતી વખતે અમુક પ્રકારના સંસ્કાર-વૃત્તિઓનું આર્તધ્યાન કરતા હો તો ઊંઘમાં ઊભરાય છે-અભિવ્યક્ત થાય છે. શાસ્ત્ર ફરમાવે છે કે દઢ વ્રતના પરિણામવાળાને ઊંઘમાં પણ વ્રતથી વિરુદ્ધ ઇચ્છા/ભાવના ન થાય. તેઓના ૧૦૭) . સદ્ગતિ તમારા હાથમાં ) Jain Educationa International For Personal and Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ અનકોન્સીયસ માઈન્ડ(અજાગૃત મન) સુધી વ્રતની ઇચ્છા પહોંચી હોય તે જ ખરું વ્રત છે. સાચા વ્રતધારીને તો ઊંઘમાં પણ પાપના વિચાર ન આવે. બાકી અનકોન્સીયસ માઇન્ડમાં પાપ પડ્યું છે એટલે વ્રત નબળું છે. સભા ? અમે તો એવું માનતા હતા કે ઇચ્છા થઇ તો અતિચાર અને પાપ કરે તો અનાચાર. મ.સા. માનસિક ઇચ્છા થઈ તો માનસિક અતિચાર. મનમાં પાપ કર્યું તો માનસિક અનાચાર. પછી વ્યવહારની પરિભાષામાં અતિચાર ગણીએ તો ઠીક, બાકી તત્ત્વદૃષ્ટિએ તે અનાચાર છે. પણ તમે જે કહો છો તેમાં ઈચ્છા છે પણ તૈયારી નથી. હું જે ઈચ્છા કહું છું તે તૈયારીરૂપ ઇચ્છાઓની વાત કરું છું. ખાલી તક નથી મળી માટે પાપ નથી કરતો, પ્રવૃત્તિમાં(એક્શન) નથી આવતું, કેમકે સંયોગો નથી. તે હોત તો હમણાં અમલમાં આવે. આવાં જે જે પાપ કરવાની તમારા મનમાં ઇચ્છા હોય તે તે પાપનો બંધ સતત ચાલુ જ હોય. ઘણાને રાત્રિભોજનત્યાગમાં કે ઉપવાસમાં, મેવા-મિઠાઈ જોઈ સહેજ મનમાં સળવળાટ થાય, પણ ઈચ્છા થવા છતાં કોઈ ડીશમાં મેવા-મીઠાઈ આપશે તો પણ ખાશે નહીં, ઊલટાનું કહેશે મારે ઉપવાસ છે. અહીં ઈચ્છા થઈ તે ખરાબ. પણ હું આ ઇચ્છા નથી લેતો, હું તો જેમાં પાપ કરવાની તૈયારીઓ છે તે ઇચ્છા લઉં છું. ખાલી તક મળે તેટલી જ વાર છે. દા.ત. અત્યારે કોઈ જાહેર કરે કે ફ્રી ઓફ ચાર્જ(મફતમાં) આખા યુરોપનો પ્રવાસ કરાવશે, જોવાલાયક જગાઓ બતાવશે, તો કેટલા તૈયાર ન થાય ? સભા રોજનો જિનપૂજાનો નિયમ હોય તે તૈયાર ન થાય! મ.સા. અરે, તે તો કહે- ભગવાન સાથે લઈ જઈએ. વળી ભારત બહાર ન જવાનું વ્રત લીધું હોય તેને શું થાય? આ બધા ફાવી ગયા, હું રહી ગયો. સભા પ્રાયશ્ચિત્ત કરી લઈશું. મ.સા. આવી પ્રાયશ્ચિત્તની વિધિ નથી. સભા તેનો ભાવ નબળો ન કહેવાય? કેમકે પ્રાયશ્ચિત્ત કરવાની તૈયારી છે. મ.સા. અહીં તો પાપ છે અને સાથે સાથે પ્રાયશ્ચિત્તની ઠેકડી પણ છે. ભગવાને આવું પ્રાયશ્ચિત્ત બતાવ્યું છે? ધંધામાં કોઈ કહે હમણાં નુકસાન કરી લઇશ પછી નફો કરી લઈશ, તો શું કહે? મૂર્ખ! અત્યારે નુકસાન કરવાની શું જરૂર? આવાને તમે શું કહો? તમે એને ખરાબ-પાપ માનો છો? પછી ન છૂટકે કરવું પડે, અથવા એવા સંયોગો ઊભા થાય કે એ પાપથી બચી શકો તેમ નથી, અથવા આવશ્યકતા જ એવી છે કે જેની પૂર્તિમાં તે પાપ કરવું જ પડે તેમ છે, તે વખતે તમે પાપ કર્યા પછી પ્રાયશ્ચિત્તનો ભાવ રાખો તો વાંધો નથી. શ્રાવકને પૃથ્વી-અપ-વાયુ-વનસ્પતિ વગેરેની વિરાધના રોજની રુટીન છે - સદ્ગતિ તમારા હાથમાં !) સરકારી ની સાદી ૧૦૮) Jain Educationa International For Personal and Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ અને લગભગ અનિવાર્ય. (જો કે તમે જેટલી હિંસા કરો છો તેટલી આવશ્યક નથી કહેતો) પણ ધર્માત્મા શ્રાવકને પણ આ બધી હિંસાઓ આવવાની? આ હિંસા અનિવાર્ય છે. અનિવાર્ય પાપો શ્રાવક જીવનમાં તો રોજ કરશે અને તેના પ્રાયશ્ચિત્તરૂપે જ પ્રતિક્રમણ વગેરે કરશે. વળી બીજે દિવસે આ પાપો પાછાં કરશે, પાછું પ્રતિક્રમણ, એવી સાયકલ ચાલ્યા કરે. પણ આ પાપો છોડી ન શકાય તેવાં છે. જયારે અહીં તો વગર જરૂરે કરવું અને વિચારે કે કર્યા પછી પ્રાયશ્ચિત્ત કરીશું, તો તેવી વ્યવસ્થા નથી. સભા નિવાર્ય-અનિવાર્ય એટલે? મ.સા. અનિવાર્યપણે નબળાઇથી સંયોગો ખાતર કર્યા હોય તે અનિવાર્ય પાપ કહી શકાય, પરંતુ જરૂર વિનાનાં, નિવારી શકાય તેવાં પાપોની પ્રાયશ્ચિત્તવિધિમાં વાત નથી. નહિતર પછી ધીમે ધીમે બાલમુનિ અને કુંભારના મિચ્છામિ દુક્કડ જેવું થઈ જાય. બંનેના મિચ્છામિ દુક્કડંથી શું વળે? પાપ નિશ્ચિતપણે કરે પછી કહે પ્રાયશ્ચિત્ત કરી લઈશું, તેવો ભાવ તો પ્રાયશ્ચિત્તનો જ અવરોધક બને. તેવો ભાવ મૂળમાંથી મિથ્યાત્વના કારણે આવે છે. પ્રાયશ્ચિત્તનો ભાવ તે પાપની અરુચિ-પસ્તાવાનો ભાવ છે. હવે આ ભાવ હોય તો ટેસથી(રસપૂર્વક) પાપ કરે જ નહીં. દ્રવ્ય-ભાવ બંને વિરતિ માટે (બેઝ)પાયા તરીકે પાપ પ્રત્યે અણગમો, અરુચિ, ખેદ, જુગુપ્સા તો જોઇએ જ. તે નથી તો દ્રવ્યથી કે ભાવથી દેશવિરતિ-સર્વવિરતિ માટે લાયક નથી. નાનામાં નાના પાપને અટકાવવાની તાકાત ક્યારે આવશે? પાપ નહીં ગમતું હોય ત્યારે. જેને પાપ ગમે છે તેને હજી પાપના ભાવો પડ્યા છે. તે ઓછા-વત્તા કાઢી શકો તે બને, પણ અણગમો તો બધા પાપભાવો પ્રત્યે જોઇએ જ. પાપના ભાવ કેટલા પડ્યા છે તે માટે જાતને પૂછવાનું કે તક આવે તો કેટલાં પાપ કરવા હું તૈયાર? વર્તમાનમાં પાપ નથી કરતા કારણકે તક જ નથી. બાકી ઇચ્છા નથી એટલે નથી કરતા એવું નથી. દુનિયામાં ઘણાને બંગલા-ગાડી નથી તે બધામાં કારણ શું? મેળવવા ભોગવવાની ઇચ્છા નથી માટે કે મેળવવા/ભોગવવા માટે તાકાત-નસીબ નથી માટે? કાલે નસીબ ખૂલી જાય અને ગાડી-બંગલા મળી જાય તો ટેસ્ટથી ભોગવે ને? હા, બધાને મેળવવું છે, સંચય કરવો છે, માલિકી સ્થાપવી છે, પણ અત્યારે તક નથી માટે બેઠા છે. સભા : પાપનાં સાધનો વસાવ્યાં હોય પણ અંદરમાં ખટકો હોય તો? મ.સા. ખટકો હોય છતાં મોજમજાનાં સાધન વસાવ્યાં છે, તો ઉપયોગ કરતી વખતે અથવા વગર ઉપયોગે પણ, જેટલો તે સાધન દ્વારા પાપ કરવાનો ભાવ છે તેટલું પાપ લાગે છે. માત્ર તીવ્રતા-રસ જેટલો ઓછો હોય એટલું ઓછું પાપ લાગે. પણ હું તો એટલે સુધી કહું છું કે નથી વસાવ્યાં તેવાં સાધનોમાં પણ ઇચ્છા હોય તો પાપ લાગે છે. અવિરતિનું એટલું વિશાળ સ્તર(બ્રોડ લેવલ) છે કે દુનિયાનું એવું કોઇ પાપ નથી જે તમને વળગાડવાની તાકાત અવિરતિમાં ન હોય. જીવે પ્રકૃતિ જ એવી ઘડી છે, મન જ એવું છે કે બધા પાપોનો ભાવ જાગ્યા કરે. દા.ત. તમારામાં ૧૦૯) સદ્ગતિ તમારા હાથમાં !) Jain Educationa International For Personal and Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ દેશપ્રેમ હોય તો દેશનો સહેજ આર્થિક દૃષ્ટિએ વિકાસ થાય અથવા તો તેવી વાત આવે તો વખાણ કરે, અથવા આ વિકાસ જોઈ રાજી થાય તેવા કેટલા છે? ઘણા કહે છે ને કે દેશને આગળ લાવવા ઉદ્યોગોનો વિકાસ કરવો જોઇએ. સભા દેશપ્રેમ દેશભક્તિ ન રખાય? મ.સા. આ દેશભક્તિ નથી. સાચા અર્થમાં આ વિકાસ તો વિનાશનું એક પાસું છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયા-ન્યુઝપેપરમાં એકવાર લખેલું કે ભારત સ્વતંત્ર થયું ત્યારથી આજ સુધી દેશમાં ઔદ્યોગિક વિકાસના નામથી પોણા બે કરોડ માણસો ઘરબાર વિનાના થઈ ગયા. ઘણા બાપદાદાના સમયથી ઘર-કુટુંબ જમીન-ધંધા હતા તેમાંથી રખડી ગયા અને અત્યારે નિરાશ્રિત/વણઝારા જેવા ફરે છે. એમની પેઢીઓ, કુટુંબો, સંસાર, બરબાદ થઈ ગયાં. ખાલી માનવતા હોય તો પણ હૈયું કકળી જાય. બીજાં પશુપંખીઓનો, નાના જીવોનો તો વિચાર જ નથી કરતા. એક એક પ્રોજેક્ટમાં કેટલાયની જમીનો ગઈ. આ વિકાસ કોનો થાય છે? અમુક લોકોને થોડી સગવડતા મળે તે માટે બીજા બધાનો કચ્ચરઘાણ નીકળે તેને વિકાસ કહો છો? બીજા એકેન્દ્રિય જીવોની તો વાત જ નથી. પણ આ કેમીકલ્સ નદીઓમાં જવાથી ઢોરો પાણી પીએ છે તો તે મરી જાય છે. વળી એ પાણી જમીનમાં ઊતરે તે પાણી તમે પીઓ તો તમને પણ કેન્સર વગેરે કેટલા રોગો થાય છે? આવા વિકાસને દેશભક્તિ માનતા હોય તો જુદી વાત. બીજા દેશોમાં લોકો તેના વિકાસનાં કડવાં ફળ ચાખી રાડો પાડે છે અને તેઓ સલામતીના વિકલ્પો વિચારે છે. અમેરિકા હવે એક પણ મોટા બંધનો પ્રોજેક્ટ કરવા તૈયાર નથી. આજનો જેટલો ઔદ્યોગિક વિકાસ છે તેમાં રુરલ(ગ્રામીણ) પ્રજાનું ભલું નથી. ધર્મસંસ્કાર બાજુ પર મૂકો પણ સામાન્ય રીતે પણ ફાયદો નથી અને આ વિકાસને તમે શ્રાવક, આત્માપરલોક-પુણ્ય-પાપ-અહિંસાને માનનારા બિરદાવે ખરા? દેશના વિકાસમાં મુઠ્ઠીભર માણસોને સગવડો મળવાની, બાકીના બધા રીબાઈ રીબાઈને મરી જવાના. એક રોડ પાછળ કેટલો ખર્ચ? પણ તે રોડ પર મોટર લઈ ફરવાના કોણ? પણ તેઓ ખાતર ગરીબોના હાલ શું થવાના? અમે આંકડાઓ આપવાનું ચાલુ કરીએ તો ખબર પડે. આ બધી મોંધવારીનું મૂળ કારણ તમારો આ કહેવાતો ઔદ્યોગિક વિકાસ છે. સભા ઃ વિકાસના હિસાબે અમારું ગણિત ઊંધું પડ્યું. તો પછી હવે બળદગાડાના યુગમાં જવું? મ.સા. : જૂના જમાનામાં માત્ર બળદગાડાં જ હતાં? અત્યારે જે ઝડપથી ઓટોમોબાઇલ ફરે છે તેને બદલે ભૂતકાળમાં જે વ્યવસ્થા હતી તે ધીમી હતી એમ માનો છો? ભૂતકાળમાં મુખ્યત્વે રથો વગેરે હતું. અત્યારે વાહનની સરેરાશ ઝડપ શહેરમાં કલાકે ૧૧ થી ૧૨ કી.મી. છે. કારણ કે ટ્રાફીક જ એટલો છે. પરંતુ ૬૦-૭૦ કી.મી.ની ઝડપથી ચાલી શકે તેવા રથો અત્યારે પણ બનાવાય. ભૂતકાળમાં ૧૦૦ કી.મી./કલાકના ગતિવાળા બનાવતા. એક તમારી મોટરમાં તમે મજેથી ફરો અને બીજા કેટલાયને કેન્સર થાય તે [ સદ્ગતિ તમારા હાથમાં ! જ કારણ છે દા . જ કરી, િ Jain Educationa International For Personal and Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ અધર્મ નથી? આર્યદેશમાં વિકાસ હતો પણ તે વખતે વિકાસની વ્યાખ્યા શું હતી? તમે વિકાસ કરો પણ બીજાને સાફ કરી વિકાસ કરો તે વિકાસ નથી પણ લૂંટ છે. હિંસા, આરંભ, સમારંભ તો તેમાં પણ હતાં, પણ આના કરતાં કંઈ ગણાં ઓછાં હતાં. ભૌતિક વિકાસમાં હિંસા તો હોય જ, પણ આ વિકાસ તો બહુ જ ભારે પાપબંધમાં સાધન બને તેવો છે. માટે આ વિકાસનો રાગ, પ્રશંસા, કરવા-કરાવવાના ભાવ આવતા હોય તો તમારા માટે જથ્થાબંધ પાપોનો બંધ થવાનો. તમારી નાની સગવડ ખાતર ગમે તેટલા મોટા પાપોને માથે લેવા તૈયાર હો તેવા મનવાળાને કર્મબંધ કેવા થાય? જેટલાં પાપ કરવાની, કરાવવાની, અનુમતિની/અનુમોદનાની તૈયારી છે, તેટલા બંધ ચાલુ છે. માટે જીવનમાં બિનજરૂરી પાપો સાથે કનેક્શન જ તોડી નાંખવું છે, તેવા ભાવોનો મનમાંથી નિકાલ લાવવો છે. પાપના ભાવ મનમાંથી નહીં નીકળે તો પાપનું પચ્ચખ્ખાણ લેશો તો પણ પાપ અટકતું નથી. શાસ્ત્ર તો ફરમાવે છે કે ભાવ તૂટે એટલે પાપ અટકે અને પાપના ભાવ ચાલુ છે, તો પાપ પણ ચાલુ. પચ્ચખાણ તો ભાવોને અટકાવવાનું પ્રબળ સાધન છે. ગમે તે પચ્ચખાણ લો તો એક ગણિત માંડવાનું કે આ પચ્ચખાણથી આટલાં પાપો મનમાંથી વોસિરાવવાનાં છે. આપણે ત્યાં બધાં પચ્ચખ્ખાણમાં વોસિરામિ શબ્દ તો આવે જ છે. એટલે કાંઈને કાંઈ પચ્ચકખાણમાં વોસિરાવવાનું છે. વોસિરાવવાનું શું? પાપની પ્રવૃત્તિ-ભાવો બને. અખાણું વોસિરામિમાં બંને વસ્તુને સાથે લીધી છે. માટે પચ્ચખ્ખાણ આવે ત્યારે લીંક જોડી દેવાની. તે માટે પહેલાં સર્ચ(તપાસ) કરવાની કે કેટલા ભાવો મનમાં પડ્યા છે? સભા : નવકારશીના પચ્ચખાણમાં શું? મ.સા. ચારેય આહારની બે ઘડી માટે આસક્તિ/મમતા/ખાવા વગેરેની ઇચ્છા છોડવાની છે. દુનિયામાં આહાર કેટલા? એક એક આહારનો જથ્થો, પેટા ભેદ કેટલા? તે બધું બે ઘડી માટે વોસિરાવવાનું છે. માટે જ નવકારશીના પચ્ચખાણમાં ઘણો લાભ છે. જૈનદર્શનમાં કંદમૂળના પચ્ચખ્ખાણમાં તો હજારો હજારો કંદમૂળના પ્રકાર, એકએકમાંથી બનતી વાનગીઓ હજારો આવે, હવે એક એક વાનગીઓનો જથ્થો કેટલો? આ બધા પ્રત્યેના ખાવા-નિમિત્તના રાગદ્વેષ,આસક્તિ/મમતા બધું છોડવાનું. માટે એક કંદમૂળના ત્યાગમાં પણ અસંખ્ય રાગદ્વેષનો ત્યાગ આવે. સભા : ષનો ત્યાગ કેવી રીતે? મ.સા. એમાંથી બનેલી વસ્તુઓ અણગમતી હોય તો વેષ જ થાય ને? ઘણાને કાંદાની વાસ ન ગમતી હોય તો વઘાર થાય ત્યારથી જ નાકનું ટેરવું ચડી જાય. તમને કરિયાતા પર રાગ છે કે દ્વેષ? એવી ઘણી વસ્તુઓ છે જેનાં ગંધ,સ્વાદ/રંગ પણ ન ગમતાં હોય. તો જેના પ્રત્યે અરુચિ-દ્વેષ છે તેના પ્રત્યેનાં પાપ પણ ચાલુ. તે છૂટતાં પાપ પણ ત્યાગ. સભાઃ કંદમૂળ જાત પ્રત્યે જ વૈષ હોય તો? ૧૧૧) દ C સંગતિ તમારા હાથમાં ! Jain Educationa International For Personal and Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ મ.સા. કષ કેમ છે? ના ખવાય એટલે દ્વેષ ના કરાય. ભગવાને ખાવાની ના પાડી, પણ દ્વેષ કરવાનું નથી કહ્યું. તેમાં હિંસા છે માટે ન ખવાય, પણ એનો સ્વાદ નથી સારો માટે ન ખવાય એવું નથી. કંદમૂળ કેટલાંક સ્વાદિષ્ટ પણ છે, કેટલાંક સ્વાદિષ્ટ નથી, પણ હિંસા છે માટે બધાં ન ખવાય. માંસ/માછલી પર દુર્ગધને કારણે દ્વેષ હોય તો અશુભ ભાવ છે. માટે પાપબંધ ચાલુ. હિંસાને કારણે ષ હોય તો શુભ ભાવ છે માટે પુણ્યબંધ થાય. સભા : બંને હોય તો? મ.સા. પુણ્ય-પાપ બંને. સભા ઃ ભગવાને કંદમૂળની મનાઈ કરી છે માટે કંદમૂળ પ્રત્યે નફરત હોય તો? મ.સા. ઃ ભગવાને કંદમૂળની મનાઈ કેમ કરી? હિંસા છે માટે જ ને? જે કારણે મનાઈ કરી છે તે કારણ પર નફરત છે? ઘણા સ્વયંસેવકો દારૂને ભયંકર માની દારૂ પ્રત્યે વિરોધ-જેહાદ જગાવે છે. કેમકે તેમને થાય કે દારૂના વ્યસનમાં જ કુટુંબ/પરિવાર વગેરે બરબાદ થઈ જાય છે. સામાજિક/આર્થિક કૌટુંબિક દૃષ્ટિએ પણ નુકસાન માટે દારૂ કાઢવા જેવું વ્યસન છે. ઘણા સ્વયંસેવકો કોઈ દારૂ પીએ છે તેવી ખબર પડેતો તેને બોલાવી ૫૦૦ રૂપિયા આપી ઈચ્છાપૂર્તિ કરી દારૂની લત છોડાવવા પ્રયત્ન કરે, પણ ભાવ શું? દારૂ સામાજિક/આર્થિક ભૌતિક નુકસાન કરે છે, માટે વિરોધ કરે છે, કે હિંસા છે માટે વિરોધ કરે છે? તે રીતે દારૂનો વિરોધ-દ્વેષ હોય તો પુણ્ય ન બંધાય, પાપ બંધાય. ધુમ્રપાન નુકસાનકારક છે, માટે હાનિકારક છે, માટે રોગો ન થાય માટે જ વિરોધ છે, પણ હિંસા-પાપ-અધર્મના કારણે વિરોધ નથી; આરોગ્ય ખાતર વ્યસનથી દૂર રહે છે, તો તેનાથી પુણ્ય બંધાશે? ત્યાં બીડી પ્રત્યેનો દ્વેષ, હિંસા અધર્મ છે માટે નથી, તેથી તે ‘ષથી પાપ બંધાશે. આરોગ્યને હાનિકારક વસ્તુ પર દ્વેષ થશે તો પાપબંધ અને આરોગ્યને હિતકારી વસ્તુ પર રાગ થશે તો પણ પાપબંધ થશે. સભા ઃ ભગવાને વ્યસનની ના જ પાડી છે ને? મ.સા. ઃ હા, પણ કારણ શું? દારૂ વગેરેમાં મહાહિંસા છે માટે. સભા ઃ બીડી/સિગારેટમાં ક્યાં હિંસા છે? મ.સા. ? બીડી પીવાથી વાયુકાયના/અગ્નિકાયના જીવોની હિંસા કેટલી? સભા ઃ છ કાયના જીવોની હિંસાને અમે હિંસા ગણતા નથી. મ.સા. પણ ભગવાને તો તેમાં હિંસા માની છે. સભા અમે માનીએ છીએ, ગણતા નથી, (સદ્ગતિ તમારા હાથમાં !) અને ના ( ૧૧૨) Jain Educationa International For Personal and Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ મ.સા. ઃ ખાડો માનો અને ગણો નહીં તો? પણ આત્મિક દૃષ્ટિએ નુકસાન છે માટે ભગવાને ના પાડી છે. માટે ભૌતિક દૃષ્ટિએ જેટલા રાગ-દ્વેષ કરો તેનાથી પાપ તો બંધાય જ. પ્રશસ્ત ભાવ હોય તો દોષનો દ્વેષ છે માટે પુણ્ય બંધાશે. સભા ઃ અહિંસા પ્રત્યે રાગ હોય અને હિંસા પ્રત્યે દ્વેષ થાય તો તે ગુણનો રાગ? મ.સા ઃ હિંસા/અહિંસામાં પણ ઇન્દ્રિયોને ફાવે/ન ફાવે માટે રાગદ્વેષ થાય તો તો પાપ જ બંધાય. સભા : બિમારીમાં સાજા થવા અભક્ષ્ય દવા વાપરીએ તો? મ.સા. બિમારીમાં એલોપથી અભક્ષ્ય દવા ખાવ તે વખતે જેવા દવા પ્રત્યે ભાવ હોય તે પ્રમાણે બંધ થાય. મોટાભાગે તો સાજા થવા પ્રત્યેના ઇરાદા જ ખોટા હોય છે. એટલે અભક્ષ્ય શું ભક્ષ્ય દવા વાપરો તો પણ પાપ લાગવાનું જ. તમે સાજા શું કામ થાવ છો? પાપ કરવા જ ને? સભા : ધર્મ કરવા સાજા થવાનો ભાવ હોય તો? મ.સા. ઃ તો નક્કી કરો કે સાજા થયા પછી શરીરના મન-વચન-કાયાના યોગોની શક્તિ ધર્મમાં જ વાપરીશું. એવું હશે તો ભક્ષ્ય શું અભક્ષ્ય દવા વાપરશો તો પણ પાપ નથી. હવે એલોપથી ધસમસતી/પૂરબહારમાં ફેલાઇ છે. ગલીગલીએ ડોક્ટર મળશે પણ શહેર આખામાં વૈઘ પાંચ નહીં મળે. માટે પ્રસંગે સાધુ પણ સાજા થવા એલોપથીની દવા લે તો પણ કહે કે મહારાજ સાહેબને પણ દવા લેવી પડે તો બીજાનું શું? તો સાધુ આરાધના માટે દવા લે છે. બીજાને પણ વિરાધનાના ભાવ ન હોય તો ભગવાને માંદા રહેવાનું અને આરોગ્યમાં વિક્ષેપ થાય તેવું કરવાનું નથી કહ્યું. માટે એલોપથી દવા લે તો પણ આશય કેટલો પવિત્ર છે તે જોવું પડે. જ્યારે તમારો તો આશય જ પહેલેથી મલિન છે. માટે ખોટી ભાવનાથી સાજા થવું છે અને ઝટ સાજા (હટ્ટા-પઢા) થવા જે કહો તે લેવા તૈયાર, તેવા ભાવ છે. તો ક્રૂર પરિણામોના કારણે ઘણો પાપબંધ થવાનો. પછી તો રીબાઇ રીબાઇને દવાના જીવોની જેમ અનેકવાર મરવાનું આવશે. એક વેકસીન બને છે તે બનાવવાના રીપોર્ટ વાંચો તો ખબર પડે. હવે વેક્સીન લે અને આવા આશયથી લે તો વેક્સીન બનાવવા પશુપંખીને જે રીતે રીબાઇ રીબાઇને માર્યાં છે, તેવી રીતે રીબાવું પડશે. ત્યારે હાલ શું થશે? કુદરતની વ્યવસ્થા છે કે તમે બીજા ૫૨ જે વીતાવો તે રીતે તમારા પર વીતવાનું. માટે માંદા પડો અને સાજા થવું હોય તો પવિત્ર આશય લાવો. જીવન જીવવા શુભ ભાવો-ઇરાદા પેદા કરો. મલિન આશયથી જીવતા હશો તો ઠેર-ઠેર પાપના ખડકલા થવાના. જે જીવનમાં જીવે છે તેમાં સારા ઇરાદા જોઇએ. પછી ઘણો પાપબંધ હળવો થશે. સભા : ખાવામાં સ્વાદ આવે તો પાપ બંધાય તે વાત બેસતી નથી. (૧૧૩) - Jain Educationa International સદ્ગતિ તમારા હાથમાં ! For Personal and Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ મ.સા. : કેમ બેસતી નથી? તમારું મન તે વખતે ખરાબ ભાવો કરે છે અને ખરાબ ભાવો કરો તો કુદરતમાં પાપ ન થાય તેવું બને? તમને કોઇ ઊંઘમાં પણ મારવાનો વિચાર કરે તો તમને ગમે? વળી ઊંઘ એટલે અજાગૃત-અભાન અવસ્થા. હવે અજાગૃતઅભાન દશામાં પાપ કરો તો પાપ ન લાગે? શાસ્ત્ર કહે છે-ગમે તે દશામાં પાપ કરો, જેવા ભાવ હશે તેવાં પાપ લાગશે. સભા : ઊંધમાં મન-વચન-કાયાથી પ્રવૃત્તિ થાય? મ.સા. : ઊંઘમાં જઇને કાપડના તાકા ફાડી આવ્યા તેવા પણ દાખલા છે. વળી તે સમયે જેવો ભાવ થયો તેવું પાપ લાગવાનું જ. બે વર્ષના બાળકને પણ દોડતાં કીડી મરશે તો પાપ લાગશે જ. એવું ન હોય તો ઝાડને તો કોઇ પાપ જ ન લાગે. આપણે ત્યાં તો વીતરાગ સિવાય ૮૪ લાખ યોનિમાં રહેલા બધા જીવોને ભાવ પ્રમાણે કર્મબંધ ચાલુ જ છે. સભા : ઊંઘમાં આત્મા પર કર્મબંધ હોય? મ.સા. : હા, ઊંઘમાં સાતે સાત કર્મનો બંધ સતત ચાલુ જ છે. સભા ઃ પોરિસી ભણાવીને સૂઇએ તો? મ.સા. ઃ પોરિસી તે વ્યવહારથી ભણાવો છો પણ બધા પાપથી અળગા થઇ જાઓ છો? પોરિસી ભણાવીને સૂતા હો પછી ઊંઘમાં ટેબલનો અવાજ આવે, અને ખબર પડે કે કોઇ કાંઇ લઇ જાય છે, તો હાંફળાફાંફળા થઇ પાછળ પડો ને? ઊંઘમાં પણ મમતા સાથે જ લઇને સૂઓ છો ને? સભા ઃ તો પોરિસી નહિ ભણાવવી? મ.સા. ઃ પોરિસી ભણાવવી તે તો સારી જ ક્રિયા છે, પણ સાચી રીતે વોસિરાવતા નથી. સંપૂર્ણ ભાવ તો ન જ કરી શકો. ઊંઘમાં પણ આ બધું મારું, હું એનો, એ ભાવ છે જ. જડ સાથેની એટેચમેન્ટ(મમતા) એકપક્ષીય છે અને તેમાં દુઃખ આવ્યા વિના રહેવાનું નથી. દા.ત. તમને કોઇ વ્યક્તિની ઓળખ આપે કે આમને તમારા માટે કાંઇ લાગણી નથી, તમે જીવો-મરો તેને કશું નથી, તો તમને તેના પર લાગણી થાય? પણ આ જડને તમારા માટે કાંઇ જ નથી છતાં તમે તેને વળગી વળગીને ફરો છો. માટે ઊંધમાં કર્મ ઓછાં બંધાતાં હોય તો પછી તમારા માટે મોટામાં મોટો ધર્મ ઊંઘવું એ જ. પછી તો સહેજ આઘાપાછા થાવ તો તમને ઊંઘાડી દઇએ? સભા : ભગવાને કહ્યું, પાપી જણ ઊંઘતા સારા. મ.સા. ઃ આ કયા પાપીની વાત છે? પાપીઓ બે પ્રકારના - (૧) અંગત જીવનમાં પોતાની રીતે પાપ કરતા હોય તે. અને (૨) પોતે તો પાપ કરે પણ બીજાને પણ સખે સદ્ગતિ તમારા હાથમાં !) - ૧૧૪ Jain Educationa International For Personal and Private Use Only. Page #120 -------------------------------------------------------------------------- ________________ બેસવા ન દે, જયાં જાય ત્યાં ઉપદ્રવ જ કરે છે. તો આ બીજા પ્રકારના પાપીઓ ઊંઘતા હોય તો સારું. તમારા પાપબંધનું મારણ ઊંઘ નથી. તમને તો પાપથી અટકાવવા પ્રભુએ પચ્ચખાણ-નિયમ-સામાયિક-પ્રતિક્રમણ વગેરે બતાવ્યાં છે. પાપમાંથી છૂટવા ભગવાનના શાસનમાં વિરતિ સિવાય કોઇ ધર્મ જ નથી. સભા : ઊંઘમાં પુણ્યનો બંધ/કર્મનિર્જરા થાય? મ.સા.: ઊંઘમાં પુણ્યબંધ/કર્મનિર્જરા થાય, જેવા તમારા ભાવ. દયાળુ ઊંધે તો દયાનું પુણ્ય ઊંધમાં પણ બંધાયા કરે. સમકિતી ઊંધે તો પણ સમકિતના નિમિત્તે નિર્જરા ચાલુ. સાધુ ભગવંતો ઊંધે તો પાંચ મહાવ્રતોના કારણે પુણ્યબંધ કર્મનિર્જરા ચાલુ હોય. માટે તમે ઊંધો સાધુ ઊંધે તો કર્મબંધમાં ઘણો તફાવત પડે. કેમકે ભાવમાં જમીન-આસમાનનો તફાવત છે. ઊંધમાં પણ સાધુ મહાત્મા હિંસાનો વિચાર નથી કરતા કે શ્રાવક પણ હિંસાનો વિચાર નથી કરતો, પણ સાધુના મનમાં આજીવન અહિંસાનો પરિણામ છે માટે પુણ્યબંધ ચાલુ. શ્રાવક અબ્રહ્મની પ્રવૃત્તિ ન કરે તો પણ ઊંઘમાં પણ પાપ ચાલુ, કેમકે અબ્રહ્મનો પરિણામ તો પડ્યો જ છે. માટે જ એમને એમ પાપના બંધમાંથી અટકી નથી શકાતું, તેને માટે વિરતિ જ અમોઘ ઉપાય છે. પછી જેટલા વિરતિમાં આવો એટલા પાપબંધ અટકે. એક વ્યક્તિ કંદમૂળ ખાય છે, બીજો કંદમૂળ નથી ખાતો વિરતિ છે. પહેલાને કંદમૂળની બધી વાનગીના રાગઇચ્છા/આસક્તિ પડ્યાં છે, માટે પાપબંધ ચાલુ છે. બીજાને તેના નિમિત્તના પાપબંધ નથી. વળી પચ્ચખાણ લીધા પછી પણ ભાવ હોય તો પાપ ચાલુ. પચ્ચખાણ તો ભાવ પેદા કરવાનું સાધન છે. શ્રાવક પૌષધમાં હોય તો કરણ કરાવણનું પાપ ન લાગે પણ અનુમતિનું પાપ ચાલુ. સભા: કેવી રીતે? મ.સા. અત્યારે અહીં બેઠા હોય અને વિચારો આવે કે સોદા વગેરે કરવા છે, તો સોદા કરશે કાલે, પણ ઇચ્છા તો અત્યારે છે. માટે પાપબંધ આજથી ચાલુ. સભા સાંજના મરી જાય તો? મ.સા. સાંજે મરી જાય તો પાપ સાથે લઈને જાય. સભા ઃ આવું કોઈ ન માને. મ.સા. તમે માનો કે ન માનો. શાસ્ત્ર કહે છે અને તર્કથી હું સાબિત કરી આપું. અમુક માણસ કોઈના ખૂનનો વિચાર કરે છે તો પોલીસને ખબર પડે ત્યારથી પોલીસ એના પર વોચ રાખે? એક માણસ ખોટું કામ કે સ્મગ્લીંગ કરવાનો છે તેવી સરકારને જાણ થાય ત્યારથી જ પૂરી દે ને? કાયદા અમે પણ જાણીએ છીએ. ઊઠાં મને ન ભણાવશો. સમાજના કાયદા કરતાં કર્મના કાયદા ઊંડા છે. કર્મ તો દુનિયા જાણે કે ન જાણે પણ તમારા ભાવ થયા કે તરત ફોટો કોપી લેવાઈ જાય. માટે ભવિષ્યમાં પાપ કરવાના (૧૧૫) હક ( સદ્ગતિ તમારા હાથમાં !) Jain Educationa International For Personal and Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ ભાવ છે, તો તેનું પાપ પણ ચાલુ. ઘણાને દીકરો જન્મ્યો ત્યારથી પરણાવવાની ઇચ્છા ચાલુ છે. સભા ઃ બીજે દિવસે આયંબિલ ક૨વાનો ભાવ હોય તો? મ.સા. : ભવિષ્યમાં કરવાનાં સત્કાર્યોનો સંકલ્પ આજથી કરો તો પુણ્ય પણ બંધાશે. જાત્રા કરવા છ મહિના પછી જવું છે પણ આજથી મનમાં સંકલ્પ કર્યો ત્યારથી પુણ્યબંધ ચાલુ થઇ ગયો. સભા : કોઇ કારણસર ન કરી શકાય તો? મ.સા. : યોગ્ય કારણસર ન કરી શકાય તો દોષ ન લાગે, પણ પ્રમાદાદિના કારણે ન કરે તો દોષ લાગે. કોઇ શ્રાવકે મનોરથ કર્યો હોય અને ઓચિંતો મરી ગયો તો પાપ ન લાગે. તમારા હાથની વાત ન હોય અને શુભ સંકલ્પ પાર ન કરી શક્યા તો દોષ નથી. પણ છતી શક્તિએ શુભ ભાવની પૂર્તિ ન કરો તો પાપ લાગે. ભવિષ્યનાં શુભ/અશુભ ભાવનાં પુણ્ય/પાપ અત્યારે લાગે, તેવી રીતે ભૂતકાળનાં શુભ/અશુભ ભાવનાં પુણ્ય/ પાપ પણ અત્યારે લાગે. સભા : ભૂતકાળની પ્રવૃત્તિનાં પાપ અત્યારે કેવી રીતે લાગે? મ.સા. : ભૂતકાળમાં તમને કોઇએ કાંઇ કીધું હોય અને તે વખતે તમે ચૂપ રહ્યા હો, પણ ફરીથી તે વાત યાદ આવે ત્યારે થાય કે, તે વખતે ચોપડાવી દીધી હોત તો સારું થાત. હવે તો તે અવસર વીતી ગયો, છતાં તે કા૨ણે ભૂતકાળનું પાપ વર્તમાનમાં ચાલુ રહે. કેમકે ભૂતકાળના પાપની મનમાં ઇચ્છા પડી છે. જીવે પોતાના આત્મામાં કેવા ભાવો કેવી રીતે થાય છે તે વિચારવા જેવા છે. માટે ભૂતકાળની બની ગયેલી ઘટના, જેની સાથે આજે કાંઇ લેવાદેવા નથી, છતાંય તેના નિમિત્તે કોઇ રાગદ્વેષ/શુભાશુભ ભાવ પડ્યા હોય તો તેના નિમિત્તથી પણ પુણ્ય-પાપબંધ ચાલુ રહે છે. સભા ઃ ક્યાં સુધી? મ.સા. : જ્યાં સુધી તે ભાવને વોસિરાવી ન શકો ત્યાંસુધી. ત્રણ કાળનાં ને ત્રણ લોકનાં બધાં જ પાપો અવિરતિમાં સમાવેશ પામી જાય છે. માટે એવાં કોઇ પાપ નથી જેના નિમિત્તે અશુભ ભાવો તમારા મનમાં ન રહી શકે. માટે દરેકે દ્રવ્યવિરતિમાં વિચારવાનું કે આટલો ત્યાગ કર્યો, આટલા ભાવ ગયા, તે નિમિત્તે આટલો પાપનો બંધ ગયો. વળી કંદમૂળ નહિ ખાઉં તેવું પચ્ચક્ખાણ લઇ શકો પણ કંદમૂળની હિંસા જ ન કરવી તેવું પચ્ચક્ખાણ તમે ન લઇ શકો. અરે! કંદમૂળ શું, માણસને ન મા૨વો એવું પચ્ચક્ખાણ પણ નહિ લઇ શકો. તમારા હાથે ગમે ત્યારે ગમે તેની હિંસા થઇ શકે છે. સદ્ગતિ તમારા હાથમાં ! ૧૧૬. Jain Educationa International For Personal and Private Use Only. Page #122 -------------------------------------------------------------------------- ________________ એક પણ જીવને સંપૂર્ણ અભયદાન ગૃહસ્થજીવનમાં આપી ન શકાય. તમે તો ઓપ્શનલ (વૈકલ્પિક) અભયદાન જ આપી શકો. આ અપેક્ષાએ “હિંસા નહીં કરું” એવું જીવની સંપૂર્ણ અહિંસાનું પચ્ચખ્ખાણ વિકલ્પ વિના લઈ જ ન શકો. કેમકે કોઈને કોઈ રીતે તેની હિંસા થવાની જ છે. માટે કંદમૂળની બાધા એટલે માત્ર ખાવા નિમિત્તની હિંસા છૂટી. તે પણ ક્યારે? ખાવા નિમિત્તના ભાવ છોડો તો. પછી બીજી રીતે જે હિંસા થતી હોય તેટલું જ પાપ લાગે છે. આવી રીતે શ્રાવકના બધા પચ્ચખ્ખાણ ઓશનલ(વૈકલ્પિક) છે. કોઈ પણ પાપના સંપૂર્ણ ત્યાગનું પચ્ચખ્ખાણ શ્રાવકને અપાય જ નહીં. માટે શ્રાવક ત્રિવિધ ત્રિવિધ મન-વચન-કાયાથી એક પણ પાપ વોસિરાવી શકતો નથી. માટે ભગવાને દેશવિરતિ(૧૨ વ્રત)માં શક્ય ત્યાગ જ બતાવ્યો છે, પાલન કરવા અશક્ય બને તેવું વર્ણન જ નથી. વળી ૯૯.૯૯% બિનજરૂરી પાપોનો ત્યાગ છે. તે ત્યાગ કરો છો ત્યારે જથ્થાબંધ પાપોના ભાવ નીકળી જાય છે. વળી હાલ પણ તે પ્રવૃત્તિ તો હતી જ નહિ અને થવાની પણ ન હતી, છતાં ભાવો લઈને ફરતા હતા, એટલે પાપ લાગતું હતું. પચ્ચખ્ખાણ લેવાથી તે નીકળી જાય છે, અને તે નિમિત્તે થતા જથ્થાબંધ પાપના બંધ પણ નીકળી જાય છે. સાધુનાં વ્રત અને શ્રાવકનાં વ્રતમાં મેરુ-સરસવ જેટલો તફાવત છે. તમારાં અણુવ્રત એટલે અણુ જેટલાં પાપ જ છોડ્યાં, બાકીનાં બધાં ચાલુ છે. છતાં ફળ આટલું મોટું; કેમકે ભાવો ઘણા નીકળી જાય છે. બિનજરૂરી થતી અશુદ્ધિનો નિકાલ થઇ જાય છે. બધામાં મર્યાદા આવી જાય છે. દા.ત. શ્રાવકનાં વ્રત લીધાં હોય, ધંધાનું પરિમાણ કર્યું હોય, તો પછી દેશમાં ઔદ્યોગિકરણ થાય તો વિચાર પણ તમને નહીં આવે. પછી તો તમને થાય કે મારી જાત ખાતર પણ ઇન્ડસ્ટ્રી ન કરવી તેવું પચ્ચખાણ મેં લીધું છે, તો પછી બીજા માટે વિચાર શું કામ કરવો? અત્યારે તો વગર મફતનો બધી બાબતોમાં તમારો અભિપ્રાય ચાલુ જ હોય ને? તમારા અભિપ્રાયની દેશમાં શું કિંમત? દેશવિરતિનો પરિણામ આવે પછી આ બધા અભિપ્રાયો આપમેળે સમેટાઈ જાય. પછી તો થાય કે આ રોડ ખરબચડો હોય કે લીસો હોય તો મારે શું? સભા અકસ્માત ઓછા થાય ને? મ.સા. સંભાળીને ચાલો તો રોડ લીસો કે ખરબચડો હોય તોય કાંઈ વાંધો ન આવે. પણ એવું નથી. એક પ્રકૃતિ છે કે લેવાદેવા વિનાના ભાવો કરો છો. દેશવિરતિના પરિણામ આવવા દ્વારા સતત મનુષ્યગતિના બંધની ગેરંટી આપી, પછી ગમે તે પ્રવૃત્તિ કરતો હોય. કદાચ લેશ્યા અશુભ હોય, આર્તધ્યાન આવ્યું હોય, છતાં શાસ્ત્ર કહેશે મનુષ્યગતિનો બંધ થવામાં વાંધો નહિ. કેમકે મનમાં દેશવિરતિનો પરિણામ રીઝર્વ પડ્યો છે. માટે એક દેશવિરતિનો પરિણામ હાજર હોય, તો પછી દુર્ગતિનાં બીજાં પાંચે કારણ હાજર હોય તો પણ સદ્ગતિ જ બંધાય, તે પણ મનુષ્યગતિનો જ બંધ થવાનો. વળી દેશવિરતિ માટે કોઇ મોટો પ્રયત્ન કરવાનો છે? અત્યારે રોજ ખાઈ ખાઈને શું ખાવ છો? દાળ-ભાત-શાક જ ને? પણ ઇચ્છા તો બધાની રાખવી છે? બધાની ઇચ્છાનો સ્વાદ આવે છે? ૧૧૭) છે કે, કિ (સદ્ગતિ તમારા હાથમાં !) Jain Educationa International For Personal and Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ સભા ઇચ્છાઓ કરવાની આ વૃત્તિ છે તે અટકે ક્યારે? મ.સા. ઇચ્છાઓ ઉપર પૂર્ણવિરામ લાવતા જાવ. જે ભોગવો છો તે સિવાયના ભાવો (પ્રવૃત્તિમાં તો છે જ નહી) છોડવામાં શું વાંધો? સભા પ્રવૃત્તિ નથી તો પણ બંધ કેમ? મ.સા. ? ભાવ પડ્યા છે માટે. જો તે ભાવોનો નિકાલ કરી શકો તો બંધ નહીં થાય. ભાવોના નિકાલ માટે શોધ કરી કરી મનના ભાવો કાઢતા જવાનું. યાદ રાખવાનું કે સવારથી સાંજ સુધી પ્રવૃત્તિ પૂરતા ભાવ હોય છે કે તે સિવાયના પણ બોડલેવલના(વિશાળ) ભાવો હોય છે? બધે આ બ્રોડલેવલને નેરો (વિશાળ ભાવોનો સંકોચ) કરો. અમદાવાદના રોડ કેટલા વાપરતા હશો? છતાંય ઇચ્છા કેટલી? બધા રોડ સાથે રાગ-દ્વેષ ખરા ને? ન વાપરવાના રોડ પણ ખરબચડા હોય તો? મ્યુનિસિપાલિટીને ગાળો આપશો ને? આ જ પાયો ખોડખામીવાળો છે. ઘણાને તો સ્ટેટ કે નેશનલ હાઇવે સુધી સંબંધિત બધા પર દ્વેષ થાય ને? સભાઃ ખરાબ ઉપર તો ઠેષ થાય જ ને? મ.સા. આત્મિક ગુણવત્તાની દૃષ્ટિથી સારું-ખરાબ વિચારતા હો તો સારું. આમાં તો ભૌતિક દૃષ્ટિએ અગવડ/સગવડની વાત છે. સભા ગંદકી પ્રત્યે અણગમો હોય તો? મ.સા. ? ગંદકી પ્રત્યે અણગમો કેમ છે? સભા તે રોગ ફેલાવે છે માટે. મ.સા. રોગ સાથે વાંધો કેમ? સારા-નરસા અગવડ-સગવડની વ્યાખ્યાઓનો શંભુમેળો કરો છો. સભા તો અમારે શું વિચારવાનું? મ.સા. જે હિતકારી હોય તે સારું, અહિતકારી હોય તે ખરાબ. જયારે તમારી વ્યાખ્યા શું? સુખ આપે તે હિતકારી, દુઃખ આપે તે અહિતકારી. સભાઃ સ્વચ્છતાને હિતકારી ગણીએ છીએ. મ.સા. કઈ સ્વચ્છતાને હિતકારી ગણો છો? અંદરની કે બહારની? બહારની ગંદકી ઇન્દ્રિયોને પ્રતિકૂળ છે. ભૌતિક દૃષ્ટિએ શરીરને પ્રતિકૂળ છે. માટે બહારની ગંદકી સાથે વાંધો છે. સેનીટેશન માટે જેટલો આગ્રહ છે, તેટલો આગ્રહ ગુણ માટે ખરો? સુરતમાં પ્લેગ ફેલાયો તો શું બોલતા? ઉંદરોને પકડી પકડીને સાફ કરવા જોઈએ. તમારા સ્વાર્થ સદ્ગતિ તમારા હાથમાં!) કરી કે, (૧૧૮). Jain Educationa International For Personal and Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ ખાતર અનંતા જીવોનો ઘાણ નીકળે તો વાંધો નહીં. સેનીટેશનના એક ભાવથી કેટલાં પાપ બંધાય છે તેનો ખ્યાલ છે? અમારે ગામમાં ગંદકી ઊભી કરો તેમ નથી કહેવું, પણ ગંદકી સાથે વિરોધ કેમ છે? સ્વચ્છતા-સગવડતા માટે વિરોધ તે ભૌતિક દષ્ટિના છે. તેનાથી પણ બંધાય શું? પાપ જ. આજે મોર્નિંગ વોકના કરનારાના વખાણ કરું કે જાગૃતિ આવી, આરોગ્યને માટે સભાન થયા? પણ હું જાણું છું કે તમારી આ સભાનતા ભૌતિક દૃષ્ટિએ છે, તેમાં હિતનો-ધર્મનો કોઇ એન્ગલ જ નથી. ત્યાં પાપ જ બંધાય. સભા : આત્મિક વિચાર સિવાય કોઈ વિચાર જ નહીં કરવાનો? મ.સા. ભૌતિક વિચાર પણ આત્મા માટે પૂરક બને તે રીતે કરવાનો. ભગવાને કહ્યું છે કે આત્મા માનનારા માટે પહેલું લક્ષણ હું અને આ “હુંમાં આત્મા જ આવે, પછી આત્માના હિત માટે જરૂરી બધું જ ભૌતિક હિત કરે. આત્માના હિત માટે આરોગ્ય, ધંધો કે સંસારના વ્યવહાર પણ ચલાવો. પણ બધામાં સેન્ટર પોઇન્ટ(મુદ્દો) આત્માનું હિત જોઇએ. સાચો બિઝનેસમેન બજારમાં જાય અને કોઈ પૂછે કેમ આવ્યા તો શું કહે? કમાવા. પછી બજારમાં સહેજ આંટો પણ મારે, પાડોશી વેપારી સાથે વાતચીત કરે, ખાય-પીએ બધું કરે, પણ નફો ભૂલી જાય તેવી રીતે વર્તે? આને તમે બેવકૂફ જ કહો ને? તમારે ત્યાં જેમ જીવનમાં મુખ્ય ધ્યેયથી બાજુની પ્રવૃત્તિ કરે તો મૂર્ખ, તેમ અહીં પણ આત્મહિતના મુખ્ય ધ્યેય વગરની પ્રવૃત્તિ કરે તો મૂર્ખ જ. જગતમાં સારો ધર્માત્મા તે જ છે જે જીવનમાં આત્મહિતને કેન્દ્રમાં રાખીને જ તમામ પ્રવૃત્તિ કરે. પૈસા કમાઇશ પણ આત્મહિતને જોખમ ન થાય તે રીતે. મેઇન ઓબ્બક્ટ (મુખ્ય ધ્યેય) ભૂલી જીવન જીવે ને સાઈડ ઓજેક્ટ(ગૌણ ધ્યેય)ને મુખ્ય બનાવે તે મૂર્ખ. છોકરો સ્કૂલમાં ભણવા જાય, ત્યાં રમે, નાસ્તો કરે, પણ ભણવાનું ભૂલી જાય તો ચાલે? તમે ધાર્મિક ક્ષેત્રમાં જીવનનું મુખ્ય ધ્યેય જ ભૂલી જાઓ છો. એક દિશા ચોક્કસ જ જોઇએ કે મારે આત્મહિત કરવું છે. માટે સંસારની પ્રવૃત્તિ પણ તે માટે પૂરક બને તે રીતે કરે અને તે સંસારની પ્રવૃત્તિમાં ડાઇવર્ઝન (દિશા પરિવર્તન) થાય તો તે યાદ રાખે. માટે શ્રાવકના ૨૧ ગુણોમાં એક ગુણ લક્ષ્યબદ્ધતા લખ્યો છે. જેટલા પણ મનમાં અશુભ ભાવી છે તે ધીરે ધીરે સમજીને કાઢો. તે માટે થોડું વિચારતાં તમે સમજી જ શકશો. તેવા અશુભ ભાવો નીકળી જાય અને દેશવિરતિ સ્વીકારતી વખતે ભાવોને સંક્ષેપ કરે અને વિચારે, તેનાથી પોતાના આત્માને જ ફાયદો છે. તે વ્યક્તિઓ જ દેશવિરતિ બરાબર ગ્રહણ કરશે. તે માટે થોડી જીવનમાં જયણા જાળવવાની આવે. આટલું હશે તો ૧૨ વ્રતોમાં તાકાત છે કે ૨૪ કલાક વ્યક્તિને મનુષ્યગતિનો બંધ થશે. આ કારણે મનુષ્યભવ મળે તો ધર્મ સેવવો સુલભ થઇ જાય. આ ભવ મનુષ્યનો મળ્યો છે તો હવે તેનાથી નીચે તો નથી જ જવું. સહેલામાં સહેલું કારણ આ છે. તેમાં બહુ વાંધો નહીં આવે. કારણકે (૧) અકામનિર્જરામાં કષ્ટ એટલું હોય કે તમે સહન કરી ન શકો. (૨) શુભ લેશ્યામાં પ્રકૃતિને ભારોભાર સુધારવી પડે. (૩) મંદકષાયમાં વૃત્તિઓ ૨૪ કલાક મંદ રાખવી પડે, જે (૧૧૯) , (સદ્ગતિ તમારા હાથમાં !) Jain Educationa International For Personal and Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ સહેલું નથી. (૪)શુભ ધ્યાનમાં સારા વિચારો-ભાવ ટકાવી રાખવા ને સ્થિર કરવા તે પણ મુશ્કેલ છે. (૫) ગુણસ્થાનકમાં તો અધ્યાત્મની વાત. તે પામો તો જ ક્લેઇમ(દાવો) કરી શકો. તે ઊંચું ને સારું કારણ છે, પરંતુ મેળવવું સહેલું નથી. (૬) જ્યારે દ્રવ્યથી વિરતિ એવો ઓપ્શન(વિકલ્પ) છે, જેમાં તમારી રીતે વ્યવહાર ચલાવી શકો, રોજિંદા આરંભ-સમારંભ રુટીન રીતે ચાલુ હોવા છતાં ૧૨ વ્રત સ્વીકારી તમે પાળી શકો, તે તે અશુભ ભાવો પણ ક્રમશઃ જશે. માટે ખાસ ભલામણ છે કે વહેલામાં વહેલી તકે દ્રવ્યવિરતિમાં આવી જાઓ તો ભવિષ્યમાં દુર્ગતિના ચાન્સીસ ઓછા, બાકી ભાવિ ભયજનક છે. આમ તો તમને સંસારમાં પ્રસંગે પ્રસંગે રસ પડી જાય છે, પરંતુ દેશવિરતિવાળા જીવને આસક્તિ કે રસ આવી ગયો છતાં તે બચી જશે, બીજાને તો કદાચ કચોરી ખાતાં ટેસ(રસ) આવી જશે તો વટાણાની જેમ બફાવાનું આવી શકે. આમ દેશવિરતિવાળાએ બિનજરૂરી ઘણાં પાપો ઉપર પૂર્ણવિરામ મૂક્યું છે અને જે જરૂરી પાપો સેવે છે તેમાં પણ તીવ્ર ભાવો છોડી દીધા છે. ઘરમાં આવશ્યક સફાઇ-સ્વચ્છતા રાખવી પડે, પણ આખા ગામની સફાઇની પંચાત શું કામ કરવી? લોકો ગંદકીનો વિચાર કરી સ્વચ્છતા કેળવશે, પણ તે ભૌતિક સ્વાર્થ માટે, નહીં કે તેમાં હિંસા-અહિંસાનો વિચાર આવે. એવા સેનીટેશન તમારે શું કામ માથે લઇ ફરવું? આપણે તો લોકોનું હિત થાય તેવી પ્રવૃત્તિ કરે તો બરાબર. આખા ગામનું ચોખ્ખું રહે તેવી ઇચ્છાનું પાપ શું કામ માથે લઇને ફરવું? લોકોની સ્વચ્છતા વગેરેમાં મેલા ઇરાદા હશે. આપણે તો ઇચ્છવું કે બધા લોકો સદાચારસદ્ગુણો પામે. આ દુનિયામાં સૌથી ઓછી ગંદકી કરનાર, સૌથી વધારે સેનીટેશન(શૌચ) પાળનાર, જૈન સાધુ જ છે. તમે કલ્પના ન કરી શકો તેવી જીવનચર્યા અમને ભગવાને આપી છે. તમે ખાઓ તો આહાર-પાણી વગેરેમાં કેટલો એંઠવાડ? અમારે આવો કોઇ સવાલ નહીં. ૫૦૦ શ્રાવકોને હોલમાં જમાડો અને ૫૦૦ સાધુને ગોચરી વાપરતાં જુઓ તો ખબર પડે. ભગવાને સાધુઓને લાઇફ સ્ટાઇલ (જીવન પદ્ધતિ) એવી આપી કે ગંદવાડ કરવાનો જ નહીં. લોકો મનફાવે તેમ જીવે ને ગંદકી કરે, પછી તેના નામે પાછળથી સફાઇના ખર્ચા કરે, ઘોર હિંસા કરે, તેમાં સાચો શ્રાવક સમર્થન આપે? અમે કપડાં ધોઇએ ને તમે કપડાં ધૂઓ, શું ફે૨? વચ્ચે ફોરેનર્સ મળવા આવેલા. તેઓ જૈન મુનિની લાઇફ સ્ટાઇલ જોઇ દંગ થઇ ગયેલા અને કહ્યું કે અમે આવી લાઇફ સ્ટાઇલ જોઇ જ નથી. કુદરતમાંથી ઓછામાં ઓછું વાપરવાનું, બગાડ નહીં કરવાનો, છતાં જીવન જરૂરિયાત પૂરી થઇ જાય. માટે તમારી ચોખ્ખાઇમાં સમર્થન-પ્રશંસા ન કરાય અને તમે પણ તેમાં સમર્થન ન આપી શકો. પણ તમને તેના વિના ચેન પડશે? આવાં અવિરતિનાં મનમાં હજા૨ પાસાં છે. ૧૨ વ્રત બરાબર પરિણામપૂર્વક લો તો બેડો પાર થઇ જાય. (દા.ત.) સાતમું વ્રત – તેમાં તમારા ભોગોપભોગની મર્યાદા આવી જાય. પછી બીજા ભોગ ભોગવે તો તેમાં તમને શું રસ પડે? દેશવિરતિનો જનરલ(સામાન્ય) ખ્યાલ આ જ છે કે ઓછામાં ઓછાં પાપો કરવાની સદ્ગતિ તમારા હાથમાં ! ૧૨૦ Jain Educationa International For Personal and Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ જીવનમાં વૃત્તિ કેળવવી. હવે જેને ઓછાં પાપો જ સેવવાં છે, તે લેવા-દેવા વિનાનાં બીજાં પાપો માથે લે? એટલે દેશવિરતિ સ્વીકારો એટલે જીવનમાં આપમેળે નકામાં પાપો અટકી જ જાય. પછી તે દુર્ગતિને અનુરૂપ કાંઈ બાંધી ન શકે. સભા : ૧૪ નિયમોમાં બધાં જ પાપો અટકી જાય? મ.સા. દેશવિરતિનાં ૧૨ વ્રત, તેમાં સાતમું વ્રત ભોગપભોગ પરિમાણ વ્રત, તેના પેટભેદ-૧૪ નિયમ. ઘણા માને છે કે ચૌદ નિયમમાં દુનિયાભરનાં પાપોનો ત્યાગ આવે. પણ કુલ પાપોનો ૬% ત્યાગ ૧૨ વ્રતમાં આવે, તે પણ ટોપલેવલનાં લો તો. તમે તો લ્યો જ નહીં અને લો તો પણ ટોપ લેવલનાં તો ફાવે જ નહિ. એટલે ૬%માં પણ કેટલું ઓછું લો. તેમાં પણ એક વ્રત. તેમાં પેટાભેદ તરીકે ચૌદ નિયમ. આ ચૌદ નિયમમાં ભોગવવાનાં તમામ પાપની મર્યાદા. પાપના અનેક પ્રકાર છે. એક કપડું પહેર્યું, સીધું પહેર્યું છે અને બીજાને પડદા રૂપે લટકાવ્યું છે. હવે તે કપડાં સાથે પવન વગેરેથી વાયુકાયના કેટલાય જીવો ભટકાઈ ભટકાઇને મરશે તો તેનો ત્યાગ તમે થોડો કર્યો છે? આવાં વાયા વાયા તો કેટલાંય પાપો જોડાયેલાં છે. સભા કર્માદાન સાતમા વ્રતમાં કેમ? મ.સા. જીવનમાં શ્રાવકને આજીવિકા માટે વ્યવસાય કરવો પડે તે સીધી પ્રવૃત્તિ છે, માટે તેનો ભોગોપભોગવિરમણવ્રત નામના સાતમા વ્રતમાં ત્યાગ બતાવેલ છે. પરંતુ બધા વ્યવસાયનો ત્યાગ ન કહ્યો પણ જેમાં ઘણી હિંસા છે તેનો ત્યાગ કરે. સભા પહેલા વ્રતમાં ન લઈ શકાય? મ.સા. પહેલા વ્રતમાં ત્રસ જીવોની હિંસાનો ત્યાગ કરી શકો, પણ બીજા જીવોની હિંસાનો ત્યાગ કરી શકો તેમ નથી. તમારે તમામ પ્રવૃત્તિમાં સ્થાવરની હિંસા તો થવાની જ. માટે પ્રવૃત્તિરૂપે તમામ હિંસાનો ત્યાગ ન મૂક્યો, ખાલી વ્યસનો જ મૂક્યો. તેમાં પણ તમે ત્રસ જીવોની સંપૂર્ણ હિંસાનો ત્યાગ નહીં કરી શકો. તેથી વિકલ્પ મૂક્યો કે તમારો કોઈ અપરાધ કરે તો તેની હિંસા તો કરવાના જ. તમને કોઈ મારવા આવે કે ઘર લૂંટવા આવે તો હિંસા કરવાના જ. તમે તેના ઉપર એક્શન(પગલાં) લેવાના, જેલમાં પૂરવાના. તમને લૂંટવા આવે અને પગલાં ન લઈ શકો તેવો નિયમ નથી. અને આવા નિયમો શ્રાવક લઈ જ ન શકે. માટે લખ્યું નિરપરાધી જીવોની હિંસા ન કરો. પણ તમે નિરપરાધી જીવોનો પણ કચ્ચરઘાણ કાઢો છો. બંગલો બંધાવવામાં કીડી-મંકોડાનો કેટલોય ઘાણ કાઢી નાખ્યો હશે. તે જીવોએ તમારો કાંઈ અપરાધ કર્યો છે? એટલે તમારી સગવડતા ખાતર નિરપરાધીને પણ મારો ને? તેથી નિયમ બાંધ્યો કે સાંસારિક આરંભ-સમારંભ સિવાય નિરપરાધી જીવોની હિંસા ન કરવી. કેમકે ત્યાં આરંભ-સમારંભનો જ ભાવ છે, મારવાનો ઇરાદો નથી. મોટર લઈને નીકળો તો કીડીઓને મારો તો મારવાનો ઈરાદો નથી. માટે વ્રત તૂટતું નથી. નહીં તો તમે મોટરમાં બેસી જ ન શકો. માટે (૧૨૧) E ! કી કિ સદ્ગતિ તમારા હાથમાં) Jain Educationa International For Personal and Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ નિરપરાધી ત્રસ જીવની ઇરાદાપૂર્વક હિંસા નહીં કરો. આ પહેલું વ્રત આવ્યું. છતાં મુશ્કેલી ત્યાં થઇ કે ઈરાદાપૂર્વક નહિ મારવો, પણ છોકરો પોતાનો આડો-અવળો થતો હોય તો ઇરાદાપૂર્વક મારો ને? આવા સમયે અહિંસાનું વ્રત ન ભાંગે માટે વિકલ્પ મૂક્યો કે નિરપેક્ષપણે નહીં મારવું. હવે આ વ્રતમાં ધંધાના નિમિત્તથી હિંસાનો ત્યાગ તો થયો જ નથી. તેથી આમાંથી હિંસાનો પરંપરાએ કે સીધેસીધો થોડો ત્યાગ કરાવવા સાતમા વ્રતમાં મૂક્યું. એટલે પહેલા વ્રતમાં મૂળથી હિંસા ત્યાગ કરવાનું કહ્યું અને તે સિવાયની બાકી રહેલી હિંસાનો છઠ્ઠા, સાતમા ને આઠમા વ્રતમાં ત્યાગ કહો, જે ત્રણે વ્રતો પહેલા વ્રતના પૂરક છે. માટે પહેલું અણુવ્રત છે અને આ ત્રણે ગુણવ્રત કહેવાય છે. પાછળનાં ચાર તો શિક્ષાવ્રત, ટ્રેઇનીંગ માટે છે, સર્વવિરતિની. તેથી પહેલાં પાંચ વ્રતમાં પાપનો ત્યાગ, તેમાં રહી ગયેલો થોડો શક્ય ત્યાગ ૫,૬,૭માં અને સર્વવિરતિની ટ્રેઇનીંગ માટે છેલ્લાં ચાર વ્રત છે. સભા ઃ એકાદ-બે વ્રતનાં જ પચ્ચખ્ખાણ કરતાં હોય તો પ્રાયોરીટી(પ્રથમ ક્રમ) કોને? મ.સા. : પહેલાં પાંચ વ્રતમાંથી જ પસંદ કરવા લાયક. બાકી તો તેનાં પૂરક-પૂરક છે. મૂળભૂત પાપોના પચ્ચષ્માણ માટે અમારે પાંચ મહાવ્રતો તેમ તમારે માટે પાંચ અણુવ્રતો. જગતનાં તમામ પાપોનું વર્ગીકરણ કરીને તેમનો સંગ્રહ મુખ્ય પ્રસિદ્ધ એવાં પાંચ પાપસ્થાનકોમાં કર્યો. તેના ત્યાગરૂપ આ પાંચેય આદર્શોને તમામ ધર્મો સ્વીકારે છે. આ પાંચે પાપોનો અણુરૂપે ત્યાગ આ પાંચ અણુવ્રતમાં આવે છે. વળી દરેક વ્રતમાં શ્રાવકના લેવલના શક્ય ત્યાગને શોધી શોધીને બતાવ્યો છે. રાજા-મહારાજા, શ્રીમંતગરીબ બધા જ આ વ્રતોને પાળી શકે અને મરતાં સુધી ક્યાંય વાંધો ન આવે અને પાળી શકે. માત્ર સંકલ્પ જોઇએ કે બિનજરૂરી હિંસા ન કરવી. સંસારના જરૂરી કામમાં આડખીલી ન થાય અને વ્રત પાળી શકો તેવો ત્યાગ આ વાતોમાં મૂક્યો છે. સભા ૧૨ વ્રત લે તો જ દ્રવ્યવિરતિ આવે કે ૧-૨ વ્રત લે તો ચાલે? મ.સા. એકાદ-બે વ્રત લે તો પણ દ્રવ્યવિરતિ કહેવાય પણ તેની દ્રવ્યવિરતિ નબળી કહેવાય, તથા શક્તિ હોવા છતાં ન લે તો સમજવું કે પાપ પ્રત્યે અણગમો જ નથી. પછી તે વધારે વ્રતો લે તો પણ શું અર્થ? દા.ત. પહેલું વ્રત છે તેમાં વગર કારણે કોઈ જીવને મારવો નહીં. તે લેવામાં શું વાંધો? હું દાવા સાથે કહું છું કે અહીં બેઠેલા બધા જ તે પાળી શકે તેમ છે. અરે યુદ્ધો કરતાં રાજાઓ-મંત્રીઓ પણ વ્રત પાળતા. માત્ર નવરા બેઠાં કોઈ જીવને ત્રાસ નથી આપવો તેવું મન જોઇએ. ઘણા તો વ્રત લીધા જેવી પ્રવૃત્તિ કરતા હોવા છતાં માત્ર ભાવ જ નથી કેળવતા. સભાઃ લબ્ધિમનમાંથી કાઢવું સહેલું છે? મ.સા. સહેજ સાવચેત થવાની જરૂર છે. દા.ત. તમને થાય કે આ દુકાનમાં માલ નથી પણ માલના નામથી કચરો જ ભરાયો છે, તો પછી તેને કાઢો કે પછી વિચારો કોણ (સદ્ગતિ તમારા હાથમાં !) મારા કાકી કાકી (૧૨૨) Jain Educationa International For Personal and Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ સાફ કરે? આવી વાત તમે કરો છો. વળી પાપની પ્રવૃત્તિ તમને ખટકે અને પાપથી બચવું છે માટે જ પાપ છોડવાનું છે. જેના વિચાર જ નથી આવતા તેના ભાવ ખંખેરી નાંખો, કે તક મળે તો પણ આ પાપપ્રવૃત્તિ તો નથી જ કરવી. જેમકે તક મળે છતાં મારે ભારત બહાર તો નથી જ જવું અને જવાની ઇચ્છા જ કરવી નથી. એવો ભાવ હશે તો અવર-જવરનાં પાપ નહીં લાગે, પણ તે સિવાયનાં પાપ લાગશે. દા.ત. અમેરીકામાં દોડતી ટ્રેઇન દ્વારા અહીં માલ આવતો હોય અને તે તમે વાપરો તો તેનાં મૂળથી પાપ લાગવાનાં જ, માત્ર તમારી અવરજવરનાં પાપ અટકશે. આ રીતે બધાં પાપો વિચારીને ૧૨ વ્રત લઇ શકો. જેણે પાંચ અણુવ્રતો ગ્રહણ કર્યાં નથી તથા ત્રણ ગુણવ્રતો સ્વીકાર્યાં નથી, તે સાચાં શિક્ષાવ્રત પાળી શકે? જેવી રીતે પહેલાં બારણાં બંધ કરો, પછી બારી ને પછી છાપરાનાં કાણાં. તેવી રીતે પાંચમાં જે બાકી રહ્યું તે ૬-૭૮માં છે, પછી ૯-૧૦-૧૧-૧૨માં છે. આમ તો ૧૨ મહીના ચાલે તેવો આ ૧૨ વ્રતનો વિષય છે. કલિકાલસર્વજ્ઞ પૂ.હેમચંદ્રાચાર્યશ્રીના મતે શ્રાવકમાં જે હિંસાના પાપનો ત્યાગ છે, તેવો ત્યાગ અન્ય ધર્મના સંન્યાસીના જીવનમાં પણ નથી. માટે જ દેશવિરતિમાં સદ્ગતિનું અદ્ભુત કારણ છે. આ અંગે પં.પ્રભુદાસજીનું વિવેચન સારું છે. પણ અમારી દષ્ટિએ પાશેરામાં પહેલી પૂણી છે. બાકી શ્રાવકના વ્રતના ૧૩ અબજ ઉ૫૨ ભાંગા (વિકલ્પો) પાડ્યા છે. બધાથી છેલ્લે તો સર્વવિરતિ જ આવે. સર્વવરિત ને દેશિવતિ વચ્ચે જમીન-આસમાન જેવું અંતર છે. આ વિરતિધર્મ દ્રવ્યથી પણ સ્વીકારે તો તેને માટે સદ્ગતિ નક્કી. દ્રવ્યથી સર્વવિરતિના પરિણામ આવે તો પણ સદ્ગતિ નક્કી છે. છ વિકલ્પોમાંથી એકને પકડી ચાલશે તો પણ સદ્ગતિ નક્કી. પણ પછી સદ્ગતિ મળી ગયા પછી પુરુષાર્થ કરી અંતે પરમપદને મેળવશે. સતિનાં કારણોમાં વિકાસની તકની ગેરંટી છે, વિકાસની નહીં. વિકાસની ગેરંટી તો એકલા ગુણસ્થાનકમાં છે. વ્યાખ્યાન: ૧૫ તા. ૧૭-૬-૯૬, સોમવાર. દુર્ગતિપ્રાયોગ્ય ભાવો : અનંત ઉપકારી, અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓ જગતના જીવ માત્રને મોક્ષમાર્ગ, તથા તે ન મળે ત્યાં સુધી સદ્ગતિ મળે તે માટે, ધર્મતીર્થની સ્થાપના કરે છે. જગત આખું પરાધીનતામાંથી મુક્ત થઇ આત્માના સ્વાધીન સુખને પ્રાપ્ત કરે તે માટે ધર્મતીર્થની સ્થાપના કરે છે. મહાપુરુષોની દૃષ્ટિએ આ સંસાર એટલે પરાધીનતાનું ધામ છે, જ્યાં જીવને ૨૪ કલાક પરવશતાનો અનુભવ થયા જ કરે છે. જન્મ્યા ત્યારથી એક ક્ષણ એવી નથી ગઇ કે જેમાં અનેક પ્રશ્નોના કારણે પરાધીનતાનો અનુભવ ન થયો હોય. પહેલાં તો આપણો બધાનો જન્મ જ પરવશતાથી થયો છે. પહેલાં તો માના પેટમાં ઘૂસવાનું, ૯૯ માસ સુધી ઊંધા માથે લટકવાનું, વળી તેમાંથી બહાર નીકળતાં દમ નીકળી જાય. (૧૨૩) – ( સદ્ગતિ તમારા હાથમાં !) Jain Educationa International For Personal and Private Use Only. Page #129 -------------------------------------------------------------------------- ________________ મરજીથી જન્મવાનું હોય તો આ રીત કોઇ પસંદ કરે નહિ. જન્મ સમયનો ત્રાસ જોઇને જ મોટા ભાગના લોક જન્મ પસંદ ન કરે. આપણી ઇચ્છા હતી માટે માના પેટમાં ગયા તેવું નથી, પણ કર્મ હતું એટલે ઘૂસ્યા. અને પછી પણ રૂપ-રંગ-શરીર-ચામડી બધું પસંદગી પ્રમાણે નહિ પણ નસીબે આપ્યું તે સ્વીકારવું પડ્યું. એવી કોઇ વ્યક્તિ નથી જે દાવો કરી શકે કે મને મારી ઇચ્છા મુજબ મળ્યું છે. જો આવું સિદ્ધ થાય તો કર્મ માનવાની જરૂર જ ન રહે. કર્મને કોઇ માને જ નહિ. તમારે જેને આધીન રહેવું પડે તે જ કર્મ છે. આ કર્મને બધા ભાગ્ય/નસીબ તથા નાસ્તિકો પણ ગુડલક-બૅડલક કહે છે. તે લકનો અર્થ શું? નાસ્તિકો ધર્મ-આત્મા-પુણ્ય-પાપ ન માને પણ સંસારમાં એક પછી એક થપ્પડ મળે ને જીવનમાં નિષ્ફળતા મળે એટલે શું કહે? મારું બૅડલક. એટલે કોઇ તત્ત્વને આધીન આ બધું થયું છે તેવું તે પણ માને છે. ત્યાં તેની મરજી નથી ચાલતી. તેથી જ સંસારમાં પરાધીનતા છે. તે પરાધીનતાનું કામ કરનાર તત્ત્વને અમે કર્મ કહીએ છીએ. એટલે કોઇ વિરોધ ન કરી શકે તેવું કર્મનું મૂળભૂત માળખું છે. શાસ્ત્રો ફરમાવે છે કે જગતમાં વિચિત્રતા, વિવિધતા, પરવશતા, બધાના મૂળમાં કર્મ છે. આપણા બધાનાં અંગો કે મોં સરખાં નથી. આ તફાવત શેનાથી? બધા જીવ આત્મા કહેવાય, પણ દરેકમાં વિચિત્રતા-વિવિધતા છે. અરે! જંગલમાં પણ બધાં વૃક્ષોના રૂપ-રંગ-આકાર સરખા નથી. સંસારમાં વિચિત્રતાનો પાર નથી. અને તે કર્મને આભારી છે. ફૂલ કે કાંટા પોતાનો દેહ પસંદ કરી કોઇ જન્મ્યા નથી. કોઇ ફૂલને સુગંધ કે કોઇને દુર્ગંધ મળી તેમાં પસંદગીનું કારણ નથી. માટે બધે ભાગ્યને મહત્ત્વ આપીએ છીએ. ૨૪ કલાક પોતાની અસ૨-આધિપત્ય વેધક રીતે બતાવતું તત્ત્વ તે કર્મ. એક ક્ષણ એવી નથી જેમાં તમારા પર આઠેય કર્મોનો વિપાક ન હોય. કર્મના મૂળ ભેદો ૮ છે અને પેટા ભેદો અસંખ્ય છે. કેમકે જીવોમાં વિવિધતા ઘણી છે. બધાના આત્મા ઉપર કર્મોના ઉદય-બંધ ચાલુ છે. જેમ કે આત્મા ઉ૫૨ જ્ઞાનાવરણીયકર્મની પણ અસર છે. માટે દુનિયાની ઘણી બધી વસ્તુનું જ્ઞાન-વિજ્ઞાન મેળવવા માંગો તો પણ મેળવી શકાતું નથી. ઘણી આવડત કે પુરુષાર્થશક્તિ નથી, કેમકે અંતરાયકર્મ વગેરેની આત્મા ઉપર અસર છે, જેના પ્રભાવે તેને કર્મના સારા-નરસા વિપાક ભોગવવા પડે છે. કર્મનો વિપાક ચાલુ તેમ તેનો બંધ પણ ચાલુ જ છે. એક બાજુ ભોગવી રહ્યા છો તો બીજી બાજુ બંધનો પ્રવાહ આવી રહ્યો છે. ૨૪ કલાક કર્મની વિપાક અને બંધરૂપે અસરો પણ ચાલુ છે. આંગળીની એક નસમાં પણ લોહી બરાબર વહે છે તે તમારી હોશિયારી છે કે નસીબ? હવે જે દિવસે પાપનો ઉદય થશે ત્યારે સરક્યુલેશન અટકી જશે. તમારી મરજી-નામરજીનું કોઇ મહત્ત્વ નહીં રહે. માટે તો મોટા-મોટા ફીઝીશીયન સ્પેશીયાલીસ્ટના શરીરમાં વહેતું લોહી પણ બાઝી જાય છે અને ગામડાના અભણનું શરીર વર્ષો સુધી નિરોગી હોય છે. આ બધી કર્મની અસરો છે. આંખ, મગજ, ઇન્દ્રિયોની સક્રિયતા વગેરેમાં તમારી બુદ્ધિપુરુષાર્થનો હિસ્સો નથી, પણ ભાગ્યે જ એ બધું ગોઠવી આપ્યું છે. સભા : વ્યવહારમાં કહે છે કે પુરુષાર્થ ન કરે તેનું ભાગ્ય સૂઇ જાય છે તે સાચું? સદ્ગતિ તમારા હાથમાં ! Jain Educationa International For Personal and Private Use Only ૧૨૪ Page #130 -------------------------------------------------------------------------- ________________ મ.સા. તે સાચું, પણ બાહ્ય ભૌતિક વસ્તુ મેળવવાના અર્થમાં, બાકી તમારા શરીરઇન્દ્રિય વગેરે અંદરના તંત્રને ચલાવવા પુરુષાર્થ-બુદ્ધિનો કોઇ સ્કોપ જ નથી. હાર્ટ કે કિડનીના કાર્યમાં શું પુરુષાર્થ કરો છો? તે ક્યાં તમારી ઇચ્છા પ્રમાણે ચાલે છે? સભા તે પુરુષાર્થની કિંમત શું? મ.સા. જે ક્ષેત્રમાં પુરુષાર્થનું મહત્ત્વ છે ત્યાં પુરુષાર્થ કરવાનો. આપણે ત્યાં પુરુષાર્થ અને ભાગ્યનાં ક્ષેત્રો નક્કી કર્યા છે. સભા પુરુષાર્થથી શરીર સુધારી શકાય છે. દા.ત. બાય પાસ સર્જરી. મ.સા. તે બધા થાગડ-થીગડ છે. તેવી સર્જરી કરવાનો સ્કોપ પણ અમુક લેવલમાં હોય ત્યાં સુધી જ ને? તે પણ સફળ થાય તો ને? વળી તમને બાય પાસ સર્જરી કરવી પડે તેવું હાર્ટ મળ્યું, તેવું બીજાને નહિ, તેમાં શું કારણ? કોઈને ચીબું નાક મળ્યું તો કોઈને અણીવાળું, કર્મે ચોંટાડતી વખતે તમને પસંદગીની કોઈ તક આપી હતી? તેથી જ્યાં પુરુષાર્થનો સ્કોપ હોય ત્યાં પુરુષાર્થ કરવો. માંદા પડો પછી સાજા થવા દવા વગેરે લેવાનો પુરુષાર્થ કરવો પડે, પણ કોઈની કિડની બગડી અને પછી તમે લડો કે તે પુરુષાર્થ ન કર્યો માટે બગડી, ત્યારે તે બિચારો શું કરે? ડોક્ટર પણ કહે અમને સંપૂર્ણ ખબર નથી. તેથી જ અમુક ક્ષેત્રમાં પુરુષાર્થ છે. દા.ત. ધર્મમાં પુરુષાર્થની બોલબાલા છે. પછી ત્યાં બીજા વિકલ્પો કરો તો ન ચાલે. કર્મે જે રીતે શરીર આપ્યું છે તે નીચી મૂંડી કરી સ્વીકારવું પડ્યું છે. જ્યાં પુરુષાર્થનો સ્કોપ જ નથી, ત્યાં પુરુષાર્થ ઘૂસાડો તે કેમ ચાલે? આપણે એકલા પુરુષાર્થવાદીઓ નથી. હાર્ટ સ્પેશીયાલીસ્ટ હાર્ટની બાબતમાં ઘણું જાણતા હોવા છતાં તેમનું હાર્ટ જલદી પણ બગડે. હવે પુરુષાર્થથી થતું હોય તો આવું થવા દે? તેને તો હાર્ટ કેમ બગડે, કેમ સારું થાય, સારાના લાભ વગેરે બધું જાણે છે; પણ તેના હાથમાં નથી. જે એના હાથમાં જ નથી તેમાં પુરુષાર્થ શું કરે? પુરુષાર્થને સ્કોપ જ ન હોય ત્યાં કાન પકડીને ભાગ્યે જ સ્વીકારવું પડે. પ્રસંગે નાસ્તિકને પણ આ વાત સ્વીકારવી જ પડે. વળી બધે જ ભાગ્ય જવાબદાર છે, એવું પણ જૈનદર્શનની ફીલોસોફીમાં નથી. તમે કોઇની સાથે સંબંધ બગાડ્યા તે કારણે નુકસાન થાય ત્યારે કર્મને કારણ માનીએ કે ખોટો પુરુષાર્થ કર્યો એટલે ભૂલનું ફળ ભોગવવાનું આવ્યું બાકી આવું ન થાત એમ કહીએ? માટે જયાં સ્કોપ હોય ત્યાં તો પુરુષાર્થ જ કરવાનો ને? અમુક જગાએ ભાગ્ય ગૌણ અને પુરુષાર્થ મુખ્ય. માટે જ શાસ્ત્રમાં લખ્યું, બધી ઘટનાઓ બને છે તેમાં એકલા કર્મની કે એકલા પુરુષાર્થની મુખ્યતા નથી. ક્યાંક કર્મ મુખ્ય, પુરુષાર્થ ગૌણ; ક્યાંક કર્મ ગૌણ, પુરુષાર્થ મુખ્ય. એ પ્રમાણે કરો તો જ એ તર્કબદ્ધ રીતે માન્ય થાય. દા.ત. તમે જંગલીની જેમ ખાઓ-પીઓ અને માંદા પડો તો પુરુષાર્થ ખરાબ કે ભાગ્ય ખરાબ? અને ઘણા સાચવી સાચવીને ખાતા હોય છતાં શરીર બગડે તો પુરુષાર્થ ખરાબ કે ભાગ્ય? ભાગ્ય જ. આવા સ્વતંત્ર દાખલા તો કેટલાય મળે. માટે પુરુષાર્થનું મહત્ત્વ હોય ત્યાં ભાગ્યને મહત્ત્વ આપો તો ખોટું અને ભાગ્યનું મહત્ત્વ હોય ૧૨૫). મેતિ તમારા હાથમાં !) Jain Educationa International For Personal and Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ત્યાં પુરુષાર્થને મહત્ત્વ આપો તો ખોટું. બેલેન્સ કરીને જ વાત કરવાની, બાકી તો અસત્ય જ કહેવાય. જ્યાં જેને મહત્ત્વ હોય ત્યાં તેની વાત કરવી. તમારું જીવન બરાબર સુબદ્ધ રીતે ચાલે છે, તેમાં લાખો/કરોડો પુણ્ય પ્રકૃતિઓનો ઉદય છે એમ માની, જ્યાં જે હોય ત્યાં તેને વેઇટેજ આપીને ચાલવું. કર્મ માનવાનાં આ પ્રબળ કારણો છે. આ વાતો કર્મના વિપાકને જલદી મગજમાં બેસાડી આપે. નવરા બેઠા હો ત્યારે પણ વિચારો કે આટલાં વર્ષથી હું સલામત રીતે જીવ્યો તેમાં મારી શું હોશિયારી છે? મોટા થઇ આ સ્ટેજ સુધી પહોંચ્યા છો તેમાં પુણ્ય જ કારણ છે. બધાં જ ભયસ્થાનોમાં સાવચેતી રાખી શકો તેવી તાકાત/અનુકૂળતા નથી. માટે કર્મ તત્ત્વ માન્યા સિવાય છૂટકો જ નથી. અને કર્મ માનનારે તેના બંધ/ઉદયનો પણ વિચાર કરવો જોઇએ. નિયતિવાદને એકાંતે માનતો હોય તે જૈનશાસનની બહાર છે. માટે નિયતિમાં લખેલું જ ક્રમસર થવાનું છે, તેમાં કોઇ ફેરફાર નથી થવાનો, એમ માનતા હો તો તમે પ્રભુ વીરના શિષ્ય નથી; પણ પ્રભુથી વિરોધ પામેલા નવો મત સ્થાપેલા ગોશાળનો આ મત છે. માટે ઘણા માને છે કે મોક્ષ તો ફીક્સ છે, તેમાં કાંઇ આગળ-પાછળ નહિ થાય; આવું બોલે છે તેમને ખબર નથી કે તેઓ પ્રભુ વીરના શાસનમાં જન્મ્યા છે પણ ગોશાલાનો સિદ્ધાંત પકડ્યો છે. એકાંતે આ વાતો કરનાર ઉપર જૈનશાસન ચોકડી જ મૂકે છે. પ્રભુ વીર કહેતા કે નિયતિ પણ નિયતાનિયત છે. પુરુષાર્થ દ્વારા નિયતિમાં પણ ફેરફાર કરી શકો છો.‘ભવિતવ્યતા પ્રમાણે ભવિષ્ય નક્કી છે અને તેમાં પુરુષાર્થનો કોઇ સ્કોપ જ નથી તેવું માનનારા જૈનદર્શનના સિદ્ધાંતોને પકડી શક્યા નથી. માટે માનો કે નિયતિમાં પણ કર્મ/પુરુષાર્થ દ્વારા આગળ-પાછળ થઇ શકે છે. ઘણાએ ભવિષ્ય ખરાબ હોય તો પુરુષાર્થ દ્વારા તેને ઓછું ખરાબ કર્યું હોય તેવા પણ દાખલા છે. સભા ઃ અવળો પુરુષાર્થ અશુભ કર્મથી થાય? મ.સા. : અવળો પુરુષાર્થ, અશુભ કર્મથી અને વ્યક્તિની ઇચ્છા પ્રમાણે પણ થાય. ઘણા માને છે કે આત્મામાં કાંઇ પણ અવળું કરવામાં કર્મ જ કારણ છે. કર્મ નચાવે તેમ જ નાચવાનું એવું હોય તો તો પછી આત્મા કર્મનું રમકડું જ બની રહેશે. આત્મા સંપૂર્ણપણે કર્મને પરતંત્ર હોય, તેમાં તેની સ્વતંત્ર મરજી નામરજી/પુરુષાર્થ વગેરેનો સ્કોપ જ ન હોય તો આ વાત બરાબર, પણ હકીકતમાં શાસ્ત્ર કહે છે કે તમારાં કર્મ અવળાં હોય તો તમારી મરજીથી આ કર્મોને સવળાં પણ કરી શકો. આત્મા ૧૦૦ ટકા સ્વતંત્ર નથી, ૧૦૦ ટકા પરતંત્ર પણ નથી. સભા : અવળા કર્મથી અવળો પુરુષાર્થ કર્યો હોય તેવાં દૃષ્ટાંત છે? મ.સા. : ગોશાળાના જીવે કેટલાં અવળાં કર્મો બાંધ્યાં છે? જીવનનાં બધાં ધોર પાપો તેણે કર્યાં છે. છતાં સદ્નસીબ કે અંતિમ સમયે ધર્મ મળ્યો. બાકી તો ઉપકારી ગુરુ, તીર્થંકર, શાસનના સ્થાપક પર પણ દ્વેષથી તેણે તેજોલેશ્યા નાંખી, પણ તેનું પુણ્ય તપતું હતું. તેનો અનુયાયી વર્ગ ઘણો મોટો છે. માટે તે સર્વજ્ઞ તરીકે વિચરે છે. હું સદ્ગતિ તમારા હાથમાં !) (૧૨૬) Jain Educationa International For Personal and Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ સભા ઃ કયા પુણ્યથી? મ.સા. : પાપાનુબંધી પુણ્યથી ભગવાનના પ્રતિસ્પર્ધી તરીકે વિચરે છે. પણ જ્યારે પ્રભુ પર તેજોલેશ્યા મૂકી અને પછી પાછી ફરી એના શરીરમાં સંક્રાંત થતાં ભયંકર દાહ થયો, ત્યારે તેણે જીવનમાં ન ખાધો હોય તેવો પછડાટ ખાધો. શરીરમાં ભયંકર દાહ થાય છે, અંદરમાં સંતાપ છે, અને તમ્મર ખાઇને પડ્યો છે; ત્યારે પ્રભુએ ગૌતમ મહારાજને તેને પ્રતિબોધ કરવા મોકલ્યા. યાદ રાખો કે ગોશાળો આવતો હતો ત્યારે આ જ ભગવાને પોતાના શિષ્યોને કહ્યું કે “ગોશાળો દ્વેષથી મને મારવા આવી રહ્યો છે, મારી સાથે ગમે તેમ બોલે કે ગમે તે કરે તો પણ આજ્ઞાથી કહું છું કે કોઇએ વચ્ચે બોલવું નહિ.' માટે જ ગૌતમ મહારાજા આટલો રાગ છતાં ખસી ગયા છે. જ્યારે ગોશાળાએ અવહેલનાપૂર્વક ભગવાન સાથે વ્યવહાર કર્યો ત્યારે બોલવામાં અહિત હતું, એટલે પ્રભુ મૌન રહ્યા. પણ હવે એ જ પ્રભુએ ગૌતમ મહારાજને કહ્યું, તાકાત હોય તેટલું કહો. ગૌતમ મહારાજા ગોશાળાને કહે છે, “તું પાપી, ગુરુદ્રોહી, ઉન્માર્ગની સ્થાપના કરનારો અને ઉત્સૂત્ર પ્રરૂપણા કરનારો છે.” વગેરે તિરસ્કાર સાથે શબ્દો કહ્યા. પણ તે બધા તે સમયે ગોશાળાને અમૃતતુલ્ય લાગ્યા છે. વિચાર કરે છે, આ કહે છે તેના કરતાં હું સવાયો છું. ભગવાનને તો એનું હિત જ કરવું હતું. કડવાં વાક્યોથી હિત થાય એવું હોય તો તે કહે. વળી ગોશાળો હતો તો બુદ્ધિશાળી અને હવે હૃદય પલટાયું. મિથ્યાત્વ વી સમકિત પામ્યો. પસ્તાવો થયો. પોતાના શિષ્યોને બોલાવી કહ્યું છે, “પ્રભુ સાચા છે. હું ખોટો છું. મારું મડદું આ રીતે કાઢજો.'' તે વાતો જાણો તો થાય પશ્ચાત્તાપનો ભાવ કેટલો પ્રજ્વલિત હશે? અત્યારે ૧૨મા દેવલોકમાં છે. ત્યાંથી મરી રાજા થશે. ત્યાં ભૂતકાળમાં બાંધેલું ઘોર અવળું કર્મ ઉદયમાં આવશે. ત્યાર પછી તેની બુદ્ધિ એવી બગડશે કે ધર્માત્મા/મહાત્મા જુએ એટલે ખરાબ કરવાનું મન થશે. એક વાર તે રાજા તરીકે રાજમાર્ગ પરથી જશે ત્યારે કાઉસ્સગ્ગ ધ્યાનમાં ઊભેલા મહાત્માને જોતાં જ તેમના પર ગુસ્સો આવશે, એટલે પોતાનો રથ તેમના પર ચલાવશે. શું બગાડ્યું છે? પણ અવળું કર્મ ઉદયમાં આવ્યું એટલે અશુભ ભાવો જ થવાના. સભા : બુદ્ધિ કર્માનુસારિણી નહિ? * મ.સા. : એકાંતે નહિ. આવા પ્રસંગોમાં બુદ્ધિ કર્માનુસારિણી પણ ખરી. સામાન્ય સંજોગોમાં બુદ્ધિ પ્રમાણે કર્મને ગોઠવાવું પડે. એવા પણ દાખલા છે કે બુદ્ધિ સુધરી એટલે બધાં કર્મો બદલાવા લાગે. ગોશાળાએ એવું નિકાચિત કર્મ બાંધ્યું છે કે તેને હવે આવાં કર્મો કરવાની જ ઇચ્છા થવાની. પણ હંમેશાં બુદ્ધિ બગડે, એટલે નિકાચિત અશુભ કર્મ ઉદયમાં હોય જ, એવું નહિ માનવાનું. સભા : ૧૨માં દેવલોકમાં ગયો ત્યાં સુધી આ કર્મો ખપી ન ગયાં? (૧૨૭) Jain Educationa International સદ્ગતિ તમારા હાથમાં ! For Personal and Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ મ.સા. નિકાચિત કર્મો બાંધેલાં તે તો પડ્યાં જ રહેવાનાં છે. સમય થાય ત્યારે ઉદયમાં આવશે અને મહાત્મા પર રથ ભટકાડશે. મહાત્મા તો શાંતિથી પાછા ઊભા થઇ ધૂળ ખંખેરી ધ્યાનમાં મગ્ન થઈ જશે. પેલો પાછું વળી જોશે અને પાછો રથ ભટકાડશે. આવું સાત વાર કરશે. મહાત્મા પછી ઉપયોગ મૂકશે. મારા પૂર્વ ભવનો દ્વેષી છે. આવો કોપ શા કારણે? ઉપયોગ મૂકશે અને જાણશે કે આ તો શાસન તીર્થકર ધર્મની ઘોર આશાતના કરી આવેલો રૌદ્ર પરિણામી જીવ છે. તે હમણાં સુધરે તેમ નથી. માટે મહાત્મા વિચારશે કે, હવે આને જીવાડવામાં સારું નથી. ઘણું જીવશે તો ઘણા ધર્મીઓને હેરાન જ કરશે. વળી આ મહાત્માનું તો સત્ હશે તેથી બચી જશે. પણ બધાનું એવું સત્ ન હોય એટલે એમના તો પરિણામો બગડશે જ. માટે મહાત્મા વિચારશે કે, આ જીવશે તો કેટલાય ધર્માત્માને ધર્મમાર્ગથી ભ્રષ્ટ કરશે. માટે હવે આ ન જીવે તેમાં જ લાભ છે. મહાત્મા પાસે શક્તિ હશે. સીધી તેજોલેશ્યા છોડી ભસ્મસાત્ કરશે. સીધો મરી નરકે જશે. સભા આમ તેજોલેશ્યા મૂકવાથી શું હિત થયું? મ.સા. અનેક ધર્માત્માઓ આના નિમિત્તે ધર્મમાર્ગથી શ્રુત નહિ થાય. વળી સુધરવાનો હતો જ નહિ. એનું હિત તો થઈ શકે તેમ હતું જ નહિ. મહાત્માને ખબર છે કે ગમે તેટલો ઉપદેશ આપે તો પણ જરાયે નહિ સુધરે. ગાઢ નિકાચિત કર્મ ઉદયમાં આવે તો તીર્થકરો જેવા તીર્થકરો પણ પ્રયત્ન કરે, તો પણ ફળ આવવાનો ચાન્સ જ નથી. તેથી જ્ઞાની પુરુષો મિથ્યા પ્રયત્ન કરે જ નહિ. માટે એક વાક્ય પણ હિતોપદેશ આપે નહિ. અમારે પણ ઉપદેશ આપવામાં લાભ દેખાય તો જ ઉપદેશ આપવાનો. માટે થોડા પણ લાયક જીવો હોય, ૧ કે ૨ ટકા જેટલી પણ અસર થાય એમ હોય તો અમે પણ ઉપદેશ આપીએ. શૂન્ય ફળ દેખાય તો ઉપદેશ આપવાની ભગવાનની આજ્ઞા નથી. અયોગ્યને ઉપદેશ આપવાથી નુકસાન જ થાય. સભા : પ્રભુની પ્રથમ દેશના નિષ્ફળ ગઈ. મ.સા. તમે લોકો તેનો અર્થ સમજ્યા જ નથી. પ્રભુની દેશનામાં કરોડો દેવતા હાજર હતા. લાખો માનવો હાજર હતા. ભગવાનનું સમોવસરણ કેવું? પ્રભુનું પુણ્ય કેટલું? આ દેશનાથી ઘણા મોક્ષમાર્ગ પામ્યા છે. ઘણા બોધિબીજ, સમકિત પામ્યા છે. પણ પ્રભુની પ્રથમ દેશના શાસન સ્થાપવા માટે છે. અને શાસન સ્થપાય કોનાથી? ધોતિયાવાળાથી કે શર્ટમેન્ટવાળાથી? શર્ટપેન્ટવાળાથી શાસન સ્થપાય કે સાધુ જોઇએ? પ્રભુશાસનની પહેલ વહેલી પાયાની ઈંટ કોણ બને? ત્યાં પ્રભુની દેશના સાંભળી સર્વવિરતિના પરિણામ થાય, આખો સંસાર છોડી શાસનની સ્થાપનાનો આધારસ્તંભ બને તેવો જીવ ન હતો. માટે દેશના નિષ્ફળ ગઈ. એટલે અમારી દેશનાનું સાચું ફળ શું? આ અપેક્ષાએ તમારા સંઘમાં તમે કેટલા સાધુ મહારાજનું ચોમાસું સફળ કરાવ્યું? સફળતા-નિષ્ફળતાની એ વિશેષ વ્યાખ્યા છે. આ અર્થમાં નિષ્ફળ ગઈ, મૂળથી નિષ્ફળ નથી ગઇ. પ્રથમ દેશનામાં પણ હજારો જીવ ધર્મ પામ્યા હશે, પણ શાસન સ્થાપવા ( સદ્ગતિ તમારા હાથમાં ! , (૧૨૮) Jain Educationa International For Personal and Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ માટે સાધુ ધર્મ પાળે તેવો જીવ હાજર ન હતો. ઇન્દ્રો હાજર છે. તો ઈન્દ્રોને અપાયેલો ઉપદેશ કોઈ દિવસ નિષ્ફળ જાય? સભા : પ્રભુને તો ખબર જ હશે ને? મ.સા. ? હા, પણ પ્રભુનો આચાર છે એટલે દેશના આપી છે. માટે તો થોડી વાર દેશના આપી પ્રભુ વિહાર કરી ગયા. હવે મૂળ વાત-બંધાતું કર્મ સતત પ્રવાહરૂપે બંધાય છે અને સતત પ્રવાહરૂપે ઉદય પણ ચાલુ છે. કર્મની નાડ બંધમાંથી પકડવી પડે. તે પકડવા શાસ્ત્રમાં સરસ ગણિત આપ્યું છે, કે જીવ કેવાં કર્મ બાંધે છે, તે નક્કી કરવા તે કઇ ગતિ બાંધે છે તે જાણો. માટે દરેક આત્માનો ગતિબંધ સમજવો જોઈએ. તે માટે કઈ ગતિના બંધ માટે કેવા પરિણામ આત્મામાં થવા જોઈએ તે નક્કી કરો. જીવનમાં કેવા ભાવ કરો તો કીડીમંકોડાના ભવમાં જવું પડે? તમે કાયમ માણસ રહેવાના છો તેવી ગેરંટી કોઇએ આપી છે? સાવચેત ન રહો તો ત્યાં પણ સલવાઇ જવું પડે. ત્યાં તમને ફાવે તેવું છે? સભાઃ અહીં પણ નથી ફાવતું. મ.સા. તો ક્યાં મોકલીએ? સભા દેવલોકમાં. મ.સા. ત્યાં ફાવશે? શાસ્ત્રો ફરમાવે છે કે જે આત્મા પોતાનાં કર્મ/વૃત્તિઓ સુધારે નહિ તે ક્યાંય પણ જાય તો પણ સુખી થવાનો નથી. દેવલોકમાં પણ તમારા કરતાં બીજા કોઈ દેવની વધારે રિદ્ધિ/સંપત્તિ/અપ્સરા સુંદર હોય, આ જુઓ પછી શું થાય? વળી અહીં તો તમારો બંગલો નાનો છે અને પાડોશીનો બંગલો મોટો હોય તો ધીમે ધીમે મહેનત કરી મોટો બનાવી શકો. ત્યાં તેવું બનવાનું નથી. માટે ઘણા દેવતાઓ બીજાની રૂપાળી અપ્સરા જુએ એટલે લઈ જાય. પછી રૂપાળી અપ્સરા કોને મળે? વધારે પુણ્યશાળીને જ. એટલે પેલો એને મારે, પછી શું થાય? મળ્યું છે તે ગમે નહિ અને ગમ્યું છે તે મળે નહિ. ભવનપતિ-વ્યંતરમાં તો રોજ ઝઘડા થાય જ છે. પણ પહેલા, બીજા દેવલોકમાં પણ એવાં યુદ્ધો ખેલાય ને કરોડો દેવતાઓ બંને પક્ષે લડ્યા કરે અને તે પણ હજારો વર્ષો સુધી. સભા : કયા હથિયારથી. મ.સા. એમને જે હથિયાર મળ્યાં હોય તેનાથી. અહીં કરતાં ત્યાં હથિયાર જોરદાર હોય છે. માર પણ વધારે પડે. વળી કોઈ સમયે તો લડાઈ એવી ચાલે કે અશાતા ઉલ્કાપાતથી બીજા દેવતાઓ તંગ આવી જાય. સારા દેવતાઓ તંગ આવી જાય. પછી શાંત પાડવા છેલ્લે તીર્થકર ભગવંતના શરીરનાં જે હાડકાંદાંત વગેરે દેવલોકમાં કાયમ ખાતે હોય, ઇન્દ્રો પણ તેને પૂજતા હોય, તેની અત્યંત પવિત્ર પુગલ તરીકે ત્યાં ભક્તિ સદ્ગંતિ તમારા હાથમાં ! - ૧ ર Jain Educationa International For Personal and Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ઉપાસના થતી હોય, તે બધાનું ન્હવણજળ બધા લડતા દેવો પર છાંટે, ત્યારે તેઓ શાંત પડે. એટલું યુદ્ધ ચાલે. સભા : અહીં શાંત પાડવાના આવા રસ્તા ખરા? મ.સા. : અહીં શાંત પાડવાના આવા રસ્તા ચોથા આરામાં હોય. આજે પણ દેવને વશ કરી બોલાવો તો આ રસ્તો છે. પણ તમારે શાંત પડવું હોય તો પડો ને? શાંત પાડવાનો ઉપાય નથી તેવું નથી. ચારેય ગતિમાં જીવ જ્યાં સુધી અંદ૨થી ઉકળે છે ત્યાં સુધી ગમે ત્યાં જાય, અશાંતિ/દુઃખ જ રહેવાનું. નરક-એકેન્દ્રિયબંધ પ્રાયોગ્ય ભાવોઃ મૂળ વાત એ કે હલકી ગતિઓમાં ન જવું હોય તો કેવા ભાવ થાય તો ત્યાં જવું પડે તે જાણવા જેવું ખરું ને? વળી અત્યારે જ સાવધાન થવાની જરૂર છે. માટે દરેક ગતિના બંધનાં કારણો વિચારો. હું નીચેથી-તળિયેથી લઉં છું. આ ૮૪ લાખ યોનિરૂપ ચારગતિરૂપ સંસારના જીવોનું વર્ગીકરણ એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિંદ્રિય, પંચેન્દ્રિયરૂપે કર્યું છે. સૌ પ્રથમ એકેન્દ્રિયયોગ્ય ગતિ કેવા ભાવોથી બંધાય, ત્યાં ન જવું હોય તો કેવા ભાવો છોડવા તે શરૂ કરું છું. તમે તમારી જાત સાથે ટેલી કરજો . એકેન્દ્રિય ગતિ યોગ્ય બંધ હશે તો મોટું જોખમ છે. શાસ્ત્ર કહે છે, અપેક્ષાએ નરક કરતાં પણ એકેંદ્રિય ખરાબ. નરકમાં લાંબો સમય રહેવાનું નથી. વળી નારકો મરી નારક થતા નથી. બહાર આવવાના ચાન્સ છે. જ્યારે ૮૪ લાખ જીવાયોનિમાં મોટામાં મોટું ગોડાઉન એકેંદ્રિય છે. સૌથી વધારે જીવો એકેંદ્રિયમાં પડ્યા છે. કેટલાક તો અનંત કાળથી પડેલા છે. બધી ગતિમાં રહેવાનો સમય મર્યાદિત-નિયત છે. પુનઃ પુનઃ જન્મ લઇ સ્થિતિ સાયકલરૂપે રહેવાની નક્કી છે. એકેંદ્રિયમાં અનંતી ઉત્સર્પિણી/અવસર્પિણી સુધી પડ્યા રહો તો વાંધો નહિ. મોટો ભયજનક અખાડો છે. તેમાં પણ પાંચ પ્રકાર. તેમાંયે સૂક્ષ્મબાદ૨. ત્યાં ગયા તેટલી વાર. પછી મૂઢની જેમ જીવો-મરો. લોકો કચ્ચરઘાણની જેમ તમને કચરતા ચાલ્યા જાય. તમારા ઘરોમાં એકેંદ્રિય સંપૂર્ણ અનાથ છે ને? ગમે તે રીતે મારે-કાપે-રાંધે-મસાલા ભરે-પછાડે, કોઇ ખબર અંતર પૂછવાનું? રોજ કેટલા જીવો મર્યા તેની નોંધ લેવા પણ કોઇ તૈયાર છે? એ ભવમાં ગયા પછી તમારી હાલત શું? નરક કરતાં જોખમી ભવ એકેંદ્રિયનો છે. તમે ફૂલ જોઇ હરખાતા હો પણ ત્યાં તમે જશો તો ખબર પડશે. ત્યાં તમને જોઇ બીજા હરખાશે, પણ તમારી હાલત બહુ કફોડી હશે. માટે આ ગતિબંધના ભાવો જાણો પછી થશે કે તેના પડછાયા લેવા જેવા નથી. માટે એકેંદ્રિયબંધનાં કારણો જેટલાં છે તે બધાંને વોસિરાવી દેવાં જોઇએ. સચરાચર સૃષ્ટિમાં મોસ્ટ અંડરડેવલપ્ડ (અત્યંત અવિકસિત) અને તેમાં સૌથી વધારે સૂક્ષ્મ-બાદ નિગોદ, પછી સૂક્ષ્મ પ્રત્યેક જીવ, પ્રત્યેક બાદર જીવો. તેમાંય ક્રમસર ડેવલપ્ડ(વિકસિત) જીવો પણ. ટૂંકમાં આંધળા, મૂંગા, વ્હેરા, લૂલા, લંગડા જીવો તે એકેન્દ્રિય જીવો. એક ચામડી હોય, બાકી કશું નહિ. મનુષ્ય આવા હોય તો તેનો ભવ સદ્ગતિ તમારા હાથમાં!) * (૧૩૦) Jain Educationa International For Personal and Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ કેવો લાગે? જીવન કેવું લાગે? એકેંદ્રિયને જન્મથી આંખ, મોં, કાન, નાક, કોઇ ઇન્દ્રિય નહિ. તમને ખાલી હાથ દૂઠો થાય તો આખી જિંદગી શું થાય? આ સંસારમાં એક નાની ખોડખાંપણ હોય પછી બીજું ગમે તેટલું રૂપ-રંગ-હોશિયારી હોય પણ પાત્ર કેવું મળે? એકેન્દ્રિયમાં જનારા વધારે અને ત્યાંથી બહાર આવનારા પણ વધારે. મહાસાગર પણ નાનો પડે. એકેન્દ્રિય જીવો એક બાજુ અને બીજા બધા જીવો બીજી બાજુ છે. અત્યારે તમોને એકેન્દ્રિય યોગ્ય ગતિબંધના ભાવો વધારે છે. માટે બધાના ભાવો બતાવવા છે. તે સમજશો પછી કઈ ગતિનો બંધ પડી રહ્યો છે તે ખબર પડશે અને પછી જ તેમાંથી છૂટવાનો યોગ્ય પુરુષાર્થ થશે. વ્યાખ્યા ૧૬ તા.૧૯-૬-૯૬, બુધવાર, અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા જગતના જીવમાત્રને કર્મના બંધની પ્રક્રિયાનો સમ્યગુ પ્રબોધ કરાવવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. કર્મ અને આત્માનો સંબંધ શાશ્વત નથી, પરંતુ નિમિત્તવશ છે. છતાં કર્મનું કર્તુત્વ આત્મામાં જ છે. એટલે કર્મ લાગે છે આત્માને. તેને વાતાવરણમાંથી ખેંચે છે આત્મા પોતે. સંલગ્નતા રૂપે બંધ પણ આત્મા પોતે જ કરે છે. વર્ગીકરણ પણ આત્મા પોતે જ કરે છે. બીજું કોઈ કરવા આવતું નથી. વિભાજન પણ પોતે કરે છે. તમારો જ આત્મા સ્વયં વાતાવરણમાંથી કર્મવર્ગણાની રજકણો ગ્રહણ કરે છે, અને તેનું આત્મા પોતાની સાથે સંયોજન પણ પોતે જ કરે છે. સંયોજન કરતી વખતે જ વર્ગીકરણ પણ પોતે જ કરે છે. જ્ઞાનાવરણીયકર્મ આત્માની જ્ઞાનશક્તિ કુંઠિત કરે. અશાતાવેદનીયકર્મને કારણે દુઃખ સંતાપ થાય, અંતરાયકર્મ કાર્યમાં અંતરાય કરશે, તો ઉચ્ચ સમૃદ્ધિ અપાવનારા કર્મો પણ લાગશે. આત્મા પર બધું તે સમયે જ કર્મનાં રજકણોનું વર્ગીકરણ પણ થાય છે. પણ આ બધું આત્મા પોતે જ કરે છે છતાં ઓટોમેટીક જ થાય છે. કોઈ બીજું આવીને કરતું નથી. પણ ખૂબી એ છે કે આત્માથી આ બધું સમજી વિચારીને નથી થતું, ઇરાદાથી ગોઠવણ થતી નથી. એની જાતે જ થાય છે, પણ તમારી જ શક્તિથી, તમારા પુરુષાર્થથી જ થાય છે. પુરુષાર્થ બે પ્રકારે બતાવ્યા છે. (૧) ઇરાદાપૂર્વકનો પુરુષાર્થ :- સમજી વિચારી-સંકલ્પપૂર્વક, ઇરાદાપૂર્વક કરાતો પુરુષાર્થ. દા.ત. તમારે ઘરે જવું છે. તો સંકલ્પ કરશો પછી જ પગ ઊભા થશે ને? મનમાં પહેલાં ઇરાદો ઇચ્છા થઈ, પછી જ પુરુષાર્થ કરો છો. તમારે બોલવું હોય ત્યારે જ મો બોલે છે ને? મશીનની જેમ થોડું થાય છે? વળી જે બોલવું હોય તે જ બોલાય છે. બીજા (ર) સમજ-ઈરાદા વગરનો પુરુષાર્થ :- તેમાં સમજ/ઈરાદો કે સંકલ્પ નથી. દા.ત. ખોરાક ખાધો. પછી ઇચ્છા રાખો કે પચી જાય. પરંતુ એવી ઇચ્છામાત્રથી કામ નથી થતું. અંદરનું તંત્ર જે રીતે ચાલતું હશે તે રીતે જ ચાલશે. છતાં હાર્ટ, પાચનશક્તિ વગેરેનો સંચાલક તો આત્મા જ છે, આત્મશક્તિથી-પુરુષાર્થથી જ થાય છે, છતાં તમારા ઇરાદા-ઇચ્છાથી થતું નથી. ત્યાં તમારી ઇચ્છાનો કોઈ કંટ્રોલ નથી, નિયંત્રણ નથી. તેવી જ રીતે કર્મબંધમાં (૧૩૧) (સદ્ગંતિ તમારા હાથમાં !) Jain Educationa International For Personal and Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ આત્મા વિના સમજણે પણ કર્મ બાંધે છે. નસેનસમાં લોહી વહી રહ્યું છે, તેમાં શક્તિ આત્માની છે. એટલે જ દેહમાંથી આત્મા નીકળી જાય એટલે બધું ઠપ થઇ જાય છે ને? પણ આ સમજ ઇરાદા કે સંકલ્પ વગરનો પુરુષાર્થ છે. તમે કર્મ બાંધવાની ઇચ્છા ઇરાદો કરો છો, પછી કર્મ વળગે છે તેવું નથી. માટે અંદર બંધનું જે તંત્ર ચાલે છે, તે પ્રયત્ન કરી સમજવું પડે. બધાં જ કર્મોનો બંધ તો ઇરાદા વગરના પુરુષાર્થથી જ થાય છે. તમે ક્રિયા/પાપપ્રવૃત્તિ/પુણ્યપ્રવૃત્તિ તે બધું જ ઇરાદાપૂર્વક કરી શકો, દા.ત. અત્યારે ઇચ્છા થાય કે મારે સત્કાર્ય/દુષ્કાર્ય કરવાં છે, તો તમે ઇચ્છા/ઇરાદાપૂર્વક કરી શકો, પ્રવૃત્તિ/ભાવોમાં મરજીનામરજી ચાલે, પણ પછી તેનાથી બંધાતાં કર્મોમાં મરજી/નામરજી ન ચાલે. તે તો ભાવ પ્રમાણે બંધાતાં જ જાય. તમે માત્ર ભાવ/પ્રવૃત્તિ કરવામાં જ સ્વતંત્ર છો, શુભઅશુભ ભાવ કરવા તેમાં તમે સ્વતંત્ર છો, તમારા મનના તમે માલિક છો. એટલે ભાવ કરવામાં ઇચ્છા/મરજીપૂર્વક સ્વતંત્ર છો, પણ તે થયા પછી તે કારણે બંધાતાં કર્મમાં, તેમાં થતું વર્ગીકરણ વગેરેમાં તમે સ્વતંત્ર નથી. ખાવામાં સ્વતંત્ર ખરા, પણ ખાધા પછી તમે સ્વતંત્ર છો? તેમાં તો હોજરી તેના પ્રમાણે જ કામ કરશે. તમારી ઇચ્છા હોય કે આજે ઉપવાસ છે તો હોજરી શાંત થાય તો સારું, તો થશે? સભા : બાંધેલું કર્મ કેટલા સમયમાં ઉદયમાં આવે? મ.સા. : બંધાતા કર્મની અસર વધુમાં વધુ ૭૦૦૦ વર્ષ અને ઓછામાં ઓછી ૧૦૦ વર્ષ પછી શરૂ થાય. અસર શરૂ થાય તેમ કહું છું, પછી પીક પીરીયડ (તીવ્ર વિપાકનો તબક્કો) ગમે ત્યારે આવે. પ્રતિક્ષણ અસંખ્ય કાળ ચાલે તેવું કર્મ બાંધો છો. તે સ્ટોરમાં પડ્યું રહે અને ઓછામાં ઓછાં ૧૦૦ વર્ષ પછી અસર બતાવવાનું શરૂ થાય. વર્તમાનમાં જે શુભ અશુભ પ્રવૃત્તિ કરો છો તેનું ફળ પ્રાયઃ કરીને બીજા ભવમાં પ્રારંભમાં આવે. કર્મના બંધનાં ફળ તત્કાળ નથી અને કર્મબંધનાં ઇન્સ્ટન્ટ(તત્કાળ) ફળ હોત તો અમારે પાપ પુણ્યનો ઉપદેશ આપવો જ ન પડત. કર્મોમાં કો-ઓર્ડીનેશન છે. જીવે જેવી ગતિ બાંધી હોય તે ભવમાં જીવ જાય પછી તે ભવમાં તેને અનુરૂપ જ બધાં કર્મોનો ઉદય થવાનો. કર્મોમાં એવું નથી કે એક કર્મ આ બાજુ ટાંટિયો ખેંચે, બીજું બીજી બાજુ. માટે જ જયારે આયુ/તિ બંધાય ત્યારે તેને અનુરૂપ જ બીજાં કર્મો બંધાય છે. માટે તમારા ગતિબંધને સમજો એટલે બીજાં કર્મોને આપોઆપ સમજી શકશો. માટે જ કઇ ગતિ બાંધો છો તેનો નિર્ણય જીવનમાં સતત કરતા રહો. અત્યારે તો પરલોકનો વિચાર જ નથી આવતો. ઘણા તો આંખ મીંચાય પછી ક્યાંક જવાનું છે તે જ ભૂલી ગયા છે અને ઘણાને યાદ છે તો બધું ભગવાન ભરોસે રાખ્યું છે. સભા ઃ જે થવાનું હશે તે થશે! મ.સા. ઃ તમને કોઇ કહે કે પાંચ વર્ષ પછી ગમે તે થશે, અત્યારે આ ફ્લેટ વેચી દો, તો વેચી દેશો? તમને વધારેમાં વધારે ચિંતા આ જીવન સુધીની જ ને? આંખ મિંચાયા સદ્ગતિ તમારા હાથમાં !) (૧૩૨) Jain Educationa International For Personal and Private Use Only. Page #138 -------------------------------------------------------------------------- ________________ પછીની તો ચિંતા જ નથી ને? સભા : પડશે એવા દેવાશે! મ.સા. હા, એ જ કહું છું. પાંચ વર્ષ પછી જેવી પડશે તેવી દેવાશે. અત્યારે ફલેટ વેચી લહેર કરોને! સભા તો મૂર્ખ કહેવાય. મ.સા. અને મર્યા પછીનો વિચાર ન કરે તો તે ડાહ્યો! સભા : કલ્પના નથી આવતી. મ.સા. સામે હકીકત છે છતાં કેમ કલ્પના નથી કરતા? પરલોકની શ્રદ્ધા કાચી છે. તમે મરતા સુધીનો વિચાર ન કરતા હો તો તમારી બેંક, ઇસ્યોરન્સ કંપની જેવી કોઈ સ્કીમ ચાલે? વીમા કંપનીમાં તો અત્યારે પ્રીમીયમ જ ભરવું પડે છે ને? પણ ભવિષ્યનો લહાવો જોઇએ છે ને? વીમા કંપનીમાં વિશ્વાસ છે પણ ભગવાન પર વિશ્વાસ નથી. સભા વિશ્વાસ છે, જ્ઞાન નથી. મ.સા. ઃ આવી ધર્મની વાતો, આત્મા/પરલોકની વાતો, કેટલી વાર કાને પડી છે? આત્માપરલોક યાદ ન કરાવે તેવા કોઈ સાધુ આ પાટ પર બેઠા છે? પણ તમે સાંભળતી વખતે વિચારો છો કે મહારાજ તો મહારાજની રીતે બોલે. સભા મહારાજની ફરજ છે તો બોલે. મ.સા. : હા, મહારાજની ફરજ છે. આવું હશે તો અમે ભગવાનની વાતો તમારા માથામાં બેસાડી શકીશું જ નહિ, પણ યાદ રાખો, પરલોકમાં ગયા પછી કોઈ પૂછવા આવવાનું નથી. સભા ત્યાં ખ્યાલ નહિ આવે ને? મ.સા. કે અત્યારે ક્યાંથી આવ્યા તેનો ખ્યાલ નથી છતાં ગયા ભવનાં પાપનું દુ:ખ ભોગવવું પડે છે ને? તમારો ભૂતકાળ યાદ રહેતો હોય તો બધા સીધા નેતર જેવા થઈ જાઓ. માટે જ ભગવાને કર્મ, કર્મના વિપાકનું વર્ણન બતાવ્યું છે, જેથી તમને પોતાને ખ્યાલ આવે કે આપણે શું કરીએ છીએ. અહીં તો એકેએક ગતિ, ભવો, ભવમાં આવતા કર્મના વિપાકોનું વર્ણન છે. આપણે ત્યાં કરોડો વિકલ્પોથી કર્મના વિપાકોનું વર્ણન છે. એ મનમાં રમવા લાગે તો તરત થાય કે આમ કરીશ તો આ કર્મ બંધાશે, આવું કરીશ તો આવું કર્મ બંધાશે. હવે હું નીચેની ગતિપ્રાયોગ્ય ભાવો બતાવીશ. આપણે ત્યાં તળિયાની દુર્ગતિ (૧૩૩) છે ( સદ્ગતિ તમારા હાથમાં ) Jain Educationa International For Personal and Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ બે, એક નરકગતિ અને બીજી એકેન્દ્રિયગતિ. નરકગતિમાં આત્માને મહાત્રાસ મહાવેદના અનેક પ્રકારના સંતાપ હોય. કર્મના રૌદ્ર વિપાકનું વર્ણન સાંભળીને પણ પરસેવો છૂટી જાય! સભા સાંભળીએ ત્યારે થાય પછી કાંઈ નહિ. મ.સા. પણ તમને કોઈ સારો ડોક્ટર અમુક રોગનું વર્ણન કરે કે તે રોગમાં આવી તકલીફ, દર્દીના આવા બૂમબરાડા, તેની ટ્રીટમેન્ટ પણ તકલીફવાળી હોય વગેરે, ત્યારે ગભરામણ થાય; પણ તે ગભરામણ કેવી હોય? તે વખતે એવું વિચારો કે એ તો રોગ થાય તેને, આપણે શું? સભા તે સ્પષ્ટ દેખાય છે. મ.સા. તો દુર્ગતિ સ્પષ્ટ દેખાતી નથી? તિર્યંચો દેખાય છે ને? મેં એવા કેન્સરના દર્દી જોયા છે, જે ચોવીસ કલાક વાંદાની જેમ તરફડે. પાછા ધર્માત્મા. મોંમાંથી નમો અરિહંતાણ/મહાવીર-મહાવીર બોલે. પણ દસ મિનિટ પણ દિવસમાં ઊંઘ ન લેવાય. પણ તમે આવા કેસ જુઓ ત્યારે ગભરામણ થાય, પણ “આવું મને થાય તો?” એવો વિચાર આવે? સભાઃ એવો વિચાર ન આવે. મ.સા. કેમ ન આવે? તમને કોઇએ ખાતરી આપી છે કે આવું તમને નહિ થાય? તેવો ભરોસો કોણે આપ્યો તે જ મારે જાણવું છે. સભા : દેવ-ગુરુ-ધર્મ પર વિશ્વાસ છે કે આવું અમને નહિ થાય. મ.સા. એમ? એવો ધર્મ કર્યો છે ને! તો હું શાબાશી આપીશ. “સંસારમાં દેખાતાં આધિવ્યાધિ/ઉપાધિનાં દુઃખો જોઈ મને કમકમાટી આવી જાય છે; પણ આવું દુઃખ મને નહિ આવે, કેમકે મેં કોઈનું બગાડ્યું નથી.” એવું થાય છે? સભાઃ આત્મા નિષ્ફર બની ગયો છે. મ.સા. બીજા માટે તમારો આત્મા નિષ્ફર થાય તે હજી બને, પણ તમને તમારી નથી પડી? સભા નથી પડી. મ.સા. તો તો નિષ્ફર કરતાં નિર્વિચારક કહેવા પડે. સામે દેખાય છે, છતાં નિશ્ચિત છો ને? અને નિર્વિચારક છો માટે જ નિષ્ફર છો ને? સભા જોતાં યાદ આવે પછી ભૂલી જવાય છે. (સદ્ગતિ તમારા હાથમાં !) ક જે રાસ (૧૩૪) Jain Educationa International For Personal and Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ મ.સા. અરે, રોજ એક જ કેસ આવે છે? ઘરની બહાર નીકળો એટલે આવું જ જુઓ છો ને? જીવનમાં થોડી વિચારણા કરો તો જ પરલોક આંખ સામે તરવરશે. નરક અને એકેન્દ્રિય, બંનેમાં દુઃખ/યાતના ત્રાસવેદના સંતાપ બધું જ છે. પણ ખૂબી ક્યાં છે? નરકમાં આત્મા સંજ્ઞી પંચેન્દ્રિય છે, મન/શરીર/જ્ઞાન બુદ્ધિ/સમજ બધું વિકસીત છે, માટે યાતના કે દુઃખ સમજવાની શક્તિ હોવાથી ખૂબ વેધકતાથી દુઃખ વેઠવાનાં આવે. જેટલી સંવેદનશક્તિ તીવ્ર તેટલું દુઃખ તીવ્ર લાગે. ચોરાસી લાખ જીવાયોનિમાં દુઃખની તીવ્રતા, સતેજતા નરકમાં છે. વળી શરીર/મનર/બુદ્ધિ વધારે સમજવાળા છે, માટે વેદનાનો અનુભવ ખૂબ જ સતેજતાથી થાય છે. જ્યારે એકેન્દ્રિયને વેદનાનું સંવેદન નારકી જેટલું સ્પષ્ટ-તીવ્ર નથી. એની સંવેદના સચોટ નથી. કેમકે ઇન્દ્રિયો એટલી વિકસિત નથી. શરીર પણ સશક્ત/મજબૂત નથી. માટે દુઃખના વિપાકો અનુભવ નરકના જીવ જેવા સ્પષ્ટ નથી. બાકી મોટે ભાગે એકેન્દ્રિય જીવો સામે ચોવીસ કલાક, જન્મે ત્યારથી જ મોત ઘૂરક્યા કરે છે, મોટે ભાગે કમોતે મરનારા છે. તમારા ઘરમાં પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિના જીવો કુદરતે આપેલું જીવન પૂરું કરી કુદરતી મોતે મરે, કે તે પહેલાં જ તમારા જેવાના હાથે કમોતે મરે? વળી મરે પણ કેવી રીતે? રીબાઈ રીબાઇને મરે કે શાંતિથી મરે? તમે પાણીથી ન્હાવ એટલે માથેથી ફરસ પર ઊંધા માથે પાણીના જીવો પટકાય. હજી ભાંગેલો હોય ત્યાં જઈ ગટરમાં પડે. ત્યાં ક્ષાર હોય જે તેના શરીરને બાળી નાંખે. જીવન હોય ત્યાં સુધી રિબાઈ રિબાઈને જ મરે ને? એવી રીતે વનસ્પતિ, વાયુ બધામાં આ જ સ્થિતિ છે. માટે એકેન્દ્રિય જીવો અનેકવિધ વેદનાને ભોગવી રહ્યા છે અને ભોગવતા ભોગવતા જ અકાળે મૃત્યુ પામી બીજા ભવમાં જતા હોય છે. વળી એટલા અણવિકસિત છે, કોઈ શક્તિ નથી, મોસ્ટ અન્ડરડેવલપ્ત(અત્યંત અવિકસિત) છે. આંખ-કાન-નાક-મન કશું નથી. તદ્દન અનાથ કક્ષામાં લાગે. તમે એક ડોલ પાણી તડકામાં મૂકે તો ત્યાં પડ્યા રહે. જેમ રાખો તેમ રહે. તેનું કોઈ ધણીધોરી ખરું? હવે તમને આ ભવ પસંદ કરવા લાયક લાગે છે? તમને કોઈ પસંદગી પૂછે તો ના જ પાડો ને? અને ત્યાં ન જવું હોય તો તેના ગતિબંધનાં કારણો સમજવાં પડશે. નરક અને એકેન્દ્રિય તો હલકી દુર્ગતિના ભવ છે, અશુભભાવવાળા માટે જ છે, શુભ/ઉચ્ચ પરિણામવાળા જીવ માટે આ ભવ નથી. પણ તેમાં બે ભાગ છે. (૧). કઈ ક્વોલિટીના અશુભભાવથી નરકગતિ બંધાય અને (૨) કઈ ક્વોલિટીના અશુભભાવથી એકેન્દ્રિયગતિ બંધાય? આ જગતમાં જેટલાં પાપો થાય છે તે બધાનો પ્રતિક્રમણમાં બોલો છો તે અઢાર પાપસ્થાનકમાં સમાવેશ થાય છે. આ અઢારને તમે પાપ તો માનો જ છો ને? (વૃક્ષ ઉનાળામાં તપે, શિયાળામાં ઠરે. તમારા જેવા પાંદડાં વગેરે તોડે તો સામનો કરી શકે? સામનો તો દૂર, બિચારું ત્યાંથી ખસી પણ નહિ શકે. ઝાડ પર તાપ પડતો હોય બાજુમાં છાંયડો હોય પણ તે ત્યાં જઈ શકે ખરું?) આ સંસારની એવી કોઈ પાપપ્રવૃત્તિ નથી જે આ અઢાર પાપસ્થાનકમાં સમાવેશ ન પામતી હોય. જગતનાં તમામ પાપોનો મહાપુરુષોએ આ અઢાર પાપસ્થાનકમાં સંગ્રહ કરી લીધો છે, (૧૩૫) એક કરી કોલ (સદ્ગતિ તમારા હાથમાં ) Jain Educationa International For Personal and Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ અત્યારે તમે આ અઢાર પાર્પોમાંથી મુક્ત છો? અરે, જીવનમાંથી એકાદ પાપ પણ રદબાતલ થયું છે? કે અઢારે અઢાર ચાલુ જ છે? આ બધામાં નરક, તિર્યંચ, એકેન્દ્રિયગતિ બંધાવવાની તાકાત છે; પણ તિર્યંચ, એકેન્દ્રિય કે નરક માટે આ પાપ કેવા ભાવવિશેષથી કરો છો તે જોવાય. કોઇ પણ પાપ અતિશય રૌદ્રતાથી/નિસતાથી/તીવ્ર ક્રૂરતાથી/દાવપેચના ભાવથી, નાની પણ પાપપ્રવૃત્તિ કરો તો તે નરકગતિના બંધ અવશ્ય કરાવશે. કોઇ પણ પાપપ્રવૃત્તિ કરતાં ગાળો આપો, ગુસ્સે થાવ, હાંસી-મજાક-મશ્કરી કરો, ટેસ્ટથી વાનગી ખાઓ, મોટરમાં એ.સી.માં બેઠા હો, ઘરાક સાથે ઊઠાં ભણાવો, ભાગીદાર સાથે દાવ-પેચ કરો, એમ કોઇ પણ પ્રવૃત્તિ મારવાની, હાસ્ય-મજાકની-ચોરીની, તમામ પાપ-પ્રવૃત્તિમાં નરકગતિ માટે કેવો અધ્યવસાય હોય છે? નરકગતિ બાંધનાર જીવની શું વિશેષતાઓ? અઢાર પાપસ્થાનકમાં એવું પાપ એક પણ નથી જે નરક-તિર્યંચગતિ ન બંધાવે. પરંતુ સ્થિતિ શું? અમુક ભાવથી કરો તો નરકગતિ બંધાય. હસતા હોય પણ બીજાને આખોને આખો વીંધી નાખવાનો, ખેદાનમેદાન કરવાનો ભાવ હોય, તમારા રાજકારણીઓના હાસ્યમાં પણ ક્રૂરતા કેટલી હોય? કાતિલતા કેટલી હોય? નાના પણ પાપમાં ઉગ્રતા કાતિલતા/હૃદયની અત્યંત નિર્ધ્વસતા કરતા હોય. દા.ત. કચોરી ખાય અને કહે ખાઇએ તો શું વાંધો? ટેસથી ખાતા હોય, પછી કહે આમ જ કરવાનું હોય. ધિાઇ હોય તો બની શકે કે નરકગતિ બાંધે, રૌદ્રતા વગેરે આવે. મમતાના બે પ્રકાર છે. કોઇકને છેતરો/જુદું બોલો તો માયા-પ્રપંચ કહેવાય. ઘણા નાની સરખી બાબતમાં માયા કરે, તેમાં તેવી તીવ્રતા ન હોય, જ્યારે ઘણીવાર પોતાના લાભ ખાતર સામેવાળો આખો પાયમાલ થઇ જતો હોય તેવી વૃત્તિ હોય. આવી ઉગ્રતાવાળા જીવોને નરકગતિ બંધાય છે. તમારી કેપીટલ ૫૨ તમને મમતા તો છે જ. એટલે તેને કોઇ નુકસાન કરે તો ગુસ્સો-દુઃખઆઘાત થવાનો જ. આ મમતાથી ચોવીસ કલાક તો પાપ બંધાય જ છે, પણ મમતા એવી હોય કે કોઇ નાનું પણ નુકસાન કરે તો કેટલીય હદ સુધી સજા કરવાનું મન થાય, દા.ત.ચંપલના ચોરને પણ મારી નાંખવા સુધીની ભાવના/વૃત્તિ હોય, તો ક્રૂરતા કેટલી? સભા : એનાથી વિરોધી ભાવ થતા હોય તો? મ.સા. ઃ તો ઘણું સારું છે. પણ બોલવું સહેલું છે. પાંચ-પચ્ચીસ રૂપિયાની વસ્તુ લઇ જાય તો જવા દો, પણ કીમતી વસ્તુ કોઇ લઇ જાય તો? સગો ભાઇ હોય અને પૈસા લઇ ગયો હોય તો પણ ભાવો કેવા થાય છે? અવસર તો ક્યારેક જ આવે પણ ઉગ્ર ભાવો તો પડ્યા જ હોય છે ને? એટલે ત્યારથી જ નરકગતિ બંધાય. નરકગતિ માટેના પાપના ભાવ તીવ્રતાવાળા/સતેજ હોય. એકેન્દ્રિય યોગ્ય ગતિ બાંધતો હોય ત્યારે પાપમાં નિર્વિચારકતા/મૂઢતા હોય છે. માટે તેનું તે જ કર્મ પણ નિર્વિચારક બનીને કરતા હો તો એકેન્દ્રિયપ્રાયોગ્ય ગતિ બાંધો, સભા ઃ તીવ્રતા અને સતેજતા વચ્ચે શું તફાવત? સદ્ગતિ તમારા હાથમાં Jain Educationa International For Personal and Private Use Only. (૧૩૬) Page #142 -------------------------------------------------------------------------- ________________ મ.સા. : સતેજતા એટલે મનની સમજણપૂર્વકની આયોજનપૂર્વકની પ્રવૃત્તિ. ઘણા જાણી બૂઝીને, આયોજન સાથે, ઇરાદાપૂર્વક, સંકલ્પ-વિકલ્પ સાથે પાપ કરે, ત્યારે પાપમાં સતેજતા પૂરી હોય. દા.ત. કોઇનો વિશ્વાસઘાત કરવાનો હોય તો મીઠું મીઠું બોલી પહેલાં તેને વિશ્વાસમાં લે, પણ અંદરથી શું હોય? જેવો ભરોસો મૂકે કે તરત ડબ્બામાં પૂરવાનો. તે વખતે સામેવાળો કેટલો હેરાન થશે તેની ચિંતા નહિ ને? મનમાં સતેજતા કેટલી? સભા : એટલે પાપ કરવું અને પછી વખાણવું તેવું જ ને? મ.સા. : ના, ના, આવાં પાપ તો તમે ઘણીવાર જિંદગીભર ન કહો. નરકગતિમાં મન સતેજ મળે છે, પણ સતેજ મન દુઃખ ભોગવવા માટે મળે છે. સતેજતાથી જે પાપ કર્યાં છે તે સતેજતાથી જ ભોગવવાનાં છે, આંખ ન મળી હોત તો બિહામણાં ચિત્રોની અસર થાત? ધોકો મારે તો વાગે, પણ વિચારવા મન જ ન હોય તો સંવેદન એટલું જોરદાર ન થાય. શરીર મજબૂત ન હોય તો મારે ને મરી જાય. સતેજતાથી પાપ કર્યાં છે તો હવે સતેજતાથી ભોગવો. નરકના જીવોને પ્રાયઃ કરીને જન્મથી જ જાતિસ્મરણ જ્ઞાન થાય છે અને ન થાય તો પરમાધામી તેને યાદ કરાવે એટલે બધું યાદ આવે. ત્યાંની રિદ્ધિ-સિદ્ધિ યાદ આવે એટલે ઓર બેબાકળો થાય. તમને સારો ભૂતકાળ યાદ આવે તો દુઃખના દિવસોમાં વધારે બેબાકળા થાવ ને? સભા : સતેજતાપૂર્વક પુણ્ય બાંધીએ તો જાતિસ્મરણજ્ઞાન થાય? મ.સા. ઃ થાય. થોડા નિમિત્તની જરૂર પડે. અત્યારે પણ નિમિત્ત તો જોઇએ જ છે ને? પાંચ વર્ષ પહેલાં મળેલો કોઇ ફરી મળે ત્યારે યાદ આવે ને? એમને એમ યાદ આવે? સભા : નારકીના જીવોને બધાને જાતિસ્મરણ જ્ઞાન થાય? મ.સા. નારકીના જીવોને પ્રાયઃ કરીને જાતિસ્મરણજ્ઞાન થાય. નરકમાં જાય એટલે બુદ્ધિ/સતેજતા/મતિજ્ઞાન/શ્રુતજ્ઞાન મળે. વિભંગજ્ઞાન મળે એટલે પીઠ પાછળ થાય તે પણ દેખાય. નારકીના જીવોને ક્યારેક યોજન દૂર શું હોય તે પણ જ્ઞાન હોય.પણ આ જ્ઞાનથી ઊલટી ઉપાધિ વધી, કેમકે દૂરથી પરમાધામી આવે એટલે પાંદડાની જેમ ધ્રૂજે. આવે ત્યારે જ ખબર પડતી હોય તો ઓછો ત્રાસ થાય. એટલે જ્ઞાન/શક્તિ બધું જ ત્રાસનાં કારણ બને છે. આ બધું હોય તો જ વધારે રિબાય ને? સભા : પરમાધામીની શી ગતિ થાય? જ. મ.સા. ઃ એની ગતિની ચિંતા તમે શું કામ કરો છો? તેને પણ તેનાં કર્મ ભોગવવાં પડશે ગુનો કરે તો કુદરતમાં ભોગવ્યા સિવાય છૂટકો જ નથી. પણ પરમાધામીની ચિંતા ન કરો. તે બધાનું આત્મકલ્યાણ ભવિષ્યમાં પ્રાયઃ થવાનું છે. પરમાધામી એક પ્રકારના (૧૩૭) સદ્ગતિ તમારા હાથમાં ! Jain Educationa International For Personal and Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ હલકી જાતિના દેવ છે. ભૂતકાળના ભાવમાં પુણ્ય એવું બાંધ્યું કે હલકો ભવ મળ્યો. અમુક યોનિમાં થોડી ટીખળવૃત્તિ, અવળચંડાઇ, ત્રાસ આપવામાં રમૂજ પડે તેવો સ્વભાવ હોય છે. આવા સ્વભાવવાળા ઘણા હોય છે. ઘણાને કોક શાંતિથી બેઠું હોય તો ચેન ન પડે. સ્વભાવ જ એવો હોય. ઘણા બીજાને લપસીને પડતા જુએ તો ખુશ થાય. ઘણા પશુઓને સામસામે લડાવે તે જોઈ ખુશ થાય છે. પરમાધામી આવા સ્વભાવવાળા હોય છે. માટે દેવલોકનાં ભોગસુખો છોડી નરકમાં જાય છે. છતાં શાસ્ત્ર કહે છે તેઓ ભવિ છે. નરકના જીવોને ભૂતકાળનાં પાપો યાદ ન આવતાં હોય તો જાતિસ્મરણ જ્ઞાન કરાવે. દૂરથી જ્ઞાન થતું હોય તેવી બુદ્ધિ જ્ઞાન સતેજ હોય. માટે પીડાનો વેધકતાથી અનુભવ થાય. નારકીના જીવોમાં ઇન્દ્રિયો અને મનની સંવેદનશક્તિ પૂરી વિકસિત હોય: ત્રાસનો પૂરેપૂરો અનુભવ થાય. એકેન્દ્રિયમાં સતેજતા જ નથી. માટે જડભરતની જેમ દુઃખો ભોગવે છે. કોણ મારે છે? શું મારે છે? કાંઈ ખબર નથી. ચેતના છે, એટલે દુઃખ/સંતાપ તો થવાનાં પણ નારક જેટલી સતેજતા નથી. નરકમાં સતેજતા વધું એટલે સંવેદન વધારે સ્પષ્ટ થાય, જયારે એકેન્દ્રિયમાં સતેજતા વધુ નથી તેથી સંવેદન સ્પષ્ટ ન થાય. સભા નારક કરતાં એકેન્દ્રિય સારા. મ.સા. છતાં એકેન્દ્રિયનો ભવ નારક કરતાં કંઈ ગણો જોખમી. નરકમાં એક વાર ગયા પછી ઝટ ઊંચા આવી શકશો, એકેન્દ્રિયમાંથી તો બહાર ક્યારે નીકળાય ખબર નહિ. વળી નારક મરી બીજો ભવ નરકમાં ન જાય. એકેન્દ્રિયમાં એક વાર ગયા પછી અસંખ્યાત/અનંતા ભવની સાયકલ ચાલે. ગોડાઉનની જેમ પડ્યો જ રહે, માટે વધારે જોખમી. ત્યાં ગયા પછી સંસારના તળિયે બેઠા જ રહો. સરેરાશ માંડો તો એકેન્દ્રિયમાં ગયા તેના અનંતામાંથી એક બહાર નીકળે. આમ, નરક/એકેન્દ્રિય બંને હલકી દુર્ગતિઓ જ છે. એકેન્દ્રિયમાં પણ નિગોદમાં તો એક શરીરમાં અનંતા જીવો ભરાય. જીવનમાં પાપ કરતી વખતે જડભરત બનો તો એકેન્દ્રિયપ્રાયોગ્ય ગતિ બંધાય; અને સતેજતાથી, જાણી બૂઝીને, ઇરાદાપૂર્વક કરો તો નરકગતિ બંધાય. માનો કે તમારા પાંચ લાખ કોઈ ઉપાડી જાય તો એને માટે શું કરવાનો ભાવ આવે? સભા : ફાંસી આપવાનું મન થાય. મ.સા. તમને તો પાંચ લાખ ગયા પણ બીજું તો અહીં જ રહ્યું ને? છતાં સાફ કરવાનો વિચાર આવે છે, તો તમે કેટલાને સાફ કરો છો? હવે ન્યાય તોળવો હોય તો તમને શું કરવું જોઇએ? તમે શું માનો? બીજાને હું ગમે તે કરું વાંધો નહિ. તમારા હાથે રોજ કેટલા મરે છે? સભાઃ ભાવથી નથી મરતા. મ.સા. ભાવથી નથી મરતા એવું કોણે કહ્યું? ભાવ તો પડ્યો જ છે ને? ન મારો તો સદ્ગતિ તમારા હાથમાં !) (૧૩૮) Jain Educationa International For Personal and Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ ચાલે એવું છે. છતાં કેમ મારો છો? સભા હૈયું બળતું હોય. મ.સા. હૈયું બળતું હોય તો ઇચ્છા/રાજીખુશી નથી, પણ મારવાનો ભાવ તો છે જ. દા.ત. એક માને નાનો દીકરો છે. માને કહો-લ્યો આ છરી, દીકરાની આંગળી કાપી આપો. તો કાપી આપશે? પણ ભીંડા કાપવામાં? કેમ? પારકા છે માટે ને? સભા = મારવાના ભાવ નથી. મ.સા. તો ભાવ વિના પણ મા આંગળી કાપતી હશે? હવે એવું બને કે જંગલમાં રાત્રે સાપ કરડ્યો. તે વખતે કોઈ ચપ્પ આપીને કહે કે પહેલાં આંગળી કાપી નાંખ, નહિતર ઝેર આખા શરીરમાં પ્રસરી જશે, માટે આંગળી કાપી નાંખ. તો પણ ના પાડશો અને કહેશો તું કાપી લે. એક બાજુ આંગળી ન કાપે તો મરવાનું છે, છતાં પોતાની આંગળી કાપી શકતા નથી, અને બીજાને આખે આખો કાપી શકે છતાં દાવો કરે કે મારવાનો ભાવ નથી. શાસ્ત્ર ફરમાવે છે કે જે પોતાના જરાક દુઃખ માટે બીજાને દુઃખ આપી શકે અને કહે કે ભાવ નથી, તો તે આત્મવંચના છે. જાત કરતાં બીજા માટે કાટલાં જુદાં હોય તો તે ભાત નથી એમ ન કહેવાય. સભા જૈન દર્શન કરતાં અન્ય દર્શનનો કર્મવાદ કઈ રીતે જુદો છે? મ.સા. ગતિનો કોન્સેપ્ટ, બીજાં કર્મોનું કેવી રીતે કોમ્બીનેશન થાય, તેનો આખો ચાર્ટ બનાવી વિશ્લેષણ આપનાર માત્ર જૈનદર્શન જ છે. વળી એક ગતિમાં પણ કેટલાય વિકલ્પ છે. એકેન્દ્રિયમાં પણ પુણ્યશાળી હશે તો સુગંધી/સશક્ત દેહ, અને તે નહિ હોય તો દુર્ગધી/અશક્ત દેહ. ઘણાં ઝાડ હરિયાળી ભૂમિમાં જન્મે એટલે પાણી પીવાની ચિંતા નહિ. ઘણાં રણમાં જે જન્મે. ઝાડમાં પણ બંનેનું નસીબ જ ને? ઘણાં ઝાડ બંગલામાં ઊગ્યાં હોય, માલિક કાળજી રાખતો હોય, વળી સીટ્યુએશન(સ્થળ) પણ એવું હોય કે ઉનાળામાં શેકાય નહિ, શિયાળામાં ઠરે નહિ, તે આ સીટ્યુએશન પસંદગીથી મળ્યું? નસીબ જ ને! આ બધા વિકલ્પો ગતિબંધ સાથે સંકળાયેલા છે. એકેન્દ્રિય ગતિ બાંધતાં થોડા આવા શુભ પરિણામ હોય, ઘણા અશુભ પરિણામ હોય. આ ચોમાસામાં અમુક ઘાસ એવી જગાએ ઊગશે જેના પર ૨૪ કલાક પગ પડશે. કોઇ ઘાસ ખૂણામાં ઊગશે, કંઈ નહિ થાય. માટે એકેન્દ્રિયગતિ બાંધનારમાં આવું પુણ્ય/પાપ હોય તો આવું બને. આવો સ્પષ્ટ ચિતાર દુનિયામાં કોઈ કર્મગ્રંથમાં નથી. “આપકે યહાં જૈસા કર્મવાદ હૈ વૈસા હમને દુનિયા કે કોઈ શાસ્ત્રમ્ પઢા નહિ.” આવું અમારા પંડિતજી કહેતા. વળી તેઓ ચાર વિષયમાં તો આચાર્ય હતા. પદર્શનના વિદ્વાન હતા. કહેતા કે જૈનદર્શન જેવો કર્મવાદ અમે સાંભળ્યો, વિચાર્યો નથી. ટૂંકમાં એકેન્દ્રિયગતિ/નરકગતિના પરિણામ જાણવા જરૂરી છે. હજી થોડા દાખલા આપી વિવેચન કરીશ. (૧૩૯) (સદ્ગતિ તમારા હાથમાં !) Jain Educationa International For Personal and Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન : ૧૭. તા.૨૧-૬-૯૬, શુક્રવાર, અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા જગતના જીવમાત્રને કર્મના સિદ્ધાંતોનો સમ્ય પ્રબોધ કરાવવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. મહાપુરુષોની દષ્ટિએ આત્માને જાણનારે કર્મને સમજવાં પડે અને તો જ કર્મથી મુક્ત થવાના ઉપાયો સારી રીતે યોજી શકે છે. માટે સાચા આરાધકે આત્મજ્ઞાન સાથે કર્મના સિદ્ધાંતોને જાણવા જરૂરી છે. આ કર્મવાદના સિદ્ધાંતો આપણને કર્મ અને તેના વિપાકો સમજાવે છે. આમ તો સંસારનું સ્વરૂપ જ એવું છે કે ડગલે-પગલે કર્મના વિપાકનો વિચાર કરવો પડે છે. ભૌતિક જગત બીજું કશું જ નહિ પણ પુણ્ય-પાપનો ખેલ છે. ઉત્કટ પુણ્ય બાંધેલા માટે પુણ્ય ભોગવવાની કુદરતમાં વ્યવસ્થા છે અને ઉત્કટ પાપ બાંધેલા માટે પાપ ભોગવવાની પણ કુદરતમાં વ્યવસ્થા છે. પુણ્યના ઉત્કટ ફળરૂપે જીવ દેવલોકમાં જાય. ત્યાં મન-વચન-કાયા-ઇન્દ્રિયો એવી હોય, ચારે બાજુ વાતાવરણ પણ એવું કે જીવને ચારે બાજુ ભૌતિક શાતાનો જ અનુભવ થાય. તેવી જ રીતે નરકમાં ચારે બાજુ વાતાવરણ વિકૃત, સાધનો પીડાકારી, શરીર સશક્ત મજબૂત મળે પણ તે કુકર્મને ભોગવવાના કામમાં જ આવે. દુઃખોને વધારે સારી રીતે ભોગવી શકો તે માટે જ આવાં શરીર મળે. નારકનું નાનામાં નાનું દુઃખ આપણને આવે તો આપણે મરીને સીધા પરલોકમાં પહોંચી જઇએ. આપણે અમુક મર્યાદા સુધી જ વેદના સહન કરી શકીએ છીએ. તેથી વધુ વેદના આવે તો પ્રાણ જ ચાલ્યા જાય. માટે આપણને લાંબો સમય વેદના સહન કરવાનું આવે જ નહિ. જ્યારે નરકમાં ગમે તેટલી વેદના થાય પણ પ્રાણ ન જાય. પરમાધામી દેવો શરીરના રાઈ રાઈ જેટલા ટૂકડા કરે પણ જીવ મરે નહિ. ભયંકરમાં ભયંકર વેદના થાય, કારણ કે નારકોમાં સતેજતા તમારા કરતાં ઘણી વધારે છે, પણ પ્રાણ ન જાય, આયુષ્ય-શરીર બંને ટકી રહી શકે. અહીં તો વધારે વેદના ભોગવવી શક્ય જ નથી. હવે કોઈ નરકગતિ ન માને તો પછી ઉત્કટ પાપ કરનારા માટે તે પાપોની સજા ભોગવવાની વ્યવસ્થા જ ન થઈ શકે. કેમકે એક જન્મમાં હજારો-લાખો પાપો કરે તેની સજા જો આ જ ભવમાં કે આવા જ બીજા મનુષ્યતિર્યંચના ભવમાં મળવાની હોય તો તેઓના પાપના વિપાકનો અંત જ ન આવે. કેમ કે એક ખૂન કરે કે અનેક, પણ ફાંસી તો એક જ વાર આપી શકો ને? પણ કુદરતમાં આવી અન્યાયી વ્યવસ્થા નથી. એટલે માનવું પડે કે બીજો કોઇ એવો જન્મ હોય કે જ્યાં એક સાથે બધા પાપના વિપાક જીવ ભોગવી શકે. નહિતર પછી કુદરતમાં વ્યવસ્થા અન્યાયી કહેવાય. તેવું તો બને જ નહિ. હા, સામાજિક કાયદામાં સજાની મર્યાદા આવે, માટે ત્યાં અન્યાયી વ્યવસ્થા શક્ય છે. પણ કુદરતમાં આવું નથી. આ વ્યવસ્થા માનીએ તો નરક માન્યા સિવાય છૂટકો જ નથી. નરકમાં કમકમાટી ભર્યું મોત-વેદના થાય ને જેવી એક વેદના/સંતાપ સહન કર્યા ત્યાં બીજી વેદના સંતાપ સતત ચાલુ જ હોય. નારકીના જીવો પણ પરસ્પર સતત ઝપાઝપી/મારામારી કરે જ છે. પૂ.ઉમાસ્વાતિ મહારાજ સાહેબ કહે છે નારકીના જીવનો સૌથી મોટો દુશ્મન નારકનો (સદ્ગતિ તમામ હાથમાં !) કોઈ ૧૪૦) Jain Educationa International For Personal and Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ જીવ જ છે. દા.ત. કૂતરાનો સૌથી મોટો દુશ્મન કૂતરો. કૂતરું હજુ માણસને એટલું નહિ ભસે પણ બીજા કૂતરાને તો પોતાની શેરીમાં આવવા જ ન દે. નારકીના જીવોને મન જ એવું કે જોયું નથી ત્યાં વેરઝેર ચાલુ નથી થયા. સતત લડે. જે હથિયાર હાથમાં આવ્યું તેનાથી મારે. નરકના ભવમાં તેમાં ઓછું હોય તેમ પરમાધામીનો ત્રાસ, ઉપરાંત વાતવરણ જ એવું કે તમારી ચારે બાજુ ગટર, ઉકરડા જ. તમારે ઝુંપડપટ્ટીમાં બે દિવસ રહેવાનું આવે તો? ત્યાંનું વાતાવરણ જ અનએડજસ્ટેબલ(અસહ્ય) લાગે. અતિશય ઠંડી, અતિશય ગરમી. ગરમી પણ કેવી? આપણા તો એક સેકન્ડમાં પ્રાણ નીકળી જાય. ઠંડી કેવી? ત્યાંના જીવને અહીં બરફની લાદી પર મૂકીએ તો ઘસઘસાટ ઊંઘી જાય. ત્યાં વિકરાળ દુઃખોનો અનુભવ થાય. શરીર એવું મળ્યું હોય. દા.ત.ઘણાને પોતાનો જ પરસેવો ગંધ મારે. નરકમાં તો અત્યંત કદરૂપો ચહેરો, દુર્ગંધ મારતાં શરીર વગેરે જોઇને પોતાને જ પોતાના પર ચીઢ ચીઢે. આયુષ્ય એટલું દીર્ઘકાલનું મળવાનું. નરકનું વર્ણન વાંચે અને જીવને (નારકીનાં દુઃખો ૫૨) શ્રદ્ધા થઇ જાય તો નરકગતિના બંધોને બાંધવાનો તો તમે સ્વપ્રમાં પણ વિચાર ન કરો. સભા : ત્યાં પુણ્યોપાર્જન કેવી રીતે થાય? મ.સા. ઃ ત્યાં પણ જે ધર્માત્મા હોય તે પુણ્યોપાર્જન કરી શકે. સમકિત સાથે લઇ ગયેલો કે ત્યાં સમકિત પામેલો જીવ ત્યાં પણ ઉત્તમ પુણ્ય બાંધે, ઇવન તીર્થંકરનામકર્માદિ પણ બાંધતા હોય. નરકમાં મન સરસ મળે છે. જેને શ૨ી૨/ મન/ઇન્દ્રિયની શક્તિ અદ્ભુત મળી હોય તે સારા માર્ગે વાળે તો પુણ્ય ઘણું બાંધે અને ખોટા માર્ગે વાળે તો પાપ પણ ઉત્કટ બાંધે. સભા : એવા જીવો કેટલામી નરક સુધી હોય? મ.સા. : ધર્માત્મા સાતમી નરક સુધી સમકિત પામી શકે છે. પુણ્યાનુબંધી પુણ્ય બાંધી શકે. આમાં તો ક્યારે કોની સાન ઠેકાણે આવે, તત્ત્વ સમજાય, તે કહેવાય જ નહિ. ઘણી વાર દુઃખ પણ જીવની સાન ઠેકાણે લાવી દે. આ દુઃખમાં પાપપુણ્ય પરલોકકર્મ કર્મના સિદ્ધાંતો/સસારનું સ્વરૂપ વગેરેનો વિચાર કરતા થઇ જાય. જો કે આવા જીવો ભાગ્યે જ હોય છે. પણ આ શક્ય છે. માટે નરકગતિમાંથી નીકળવું અને ઉપર ચઢી જવું સહેલું છે. એકેન્દ્રિયમાં તો અખાડાની જેમ ભરાયા પછી એવા ભરાયા કે વારંવાર ત્યાં જ જન્મ-મરણ ચાલે. એકેન્દ્રિયમાં ઉત્કટ પુણ્ય/પાપ ન બંધાય. બંનેની શક્તિ નથી. કેમકે મનનું મનોબળ જોઇએ તે જ નથી. એટલા અબૂઝ/અજ્ઞાન છે કે હું કોણ છું? ક્યાંથી આવ્યો? અત્યારે શું પરિસ્થિતિ છે? ભવિષ્યમાં શું હોઇ શકે? કોઇ જ ભાન નથી. સંમૂચ્છિમની જેમ પડ્યા હોય. બેભાન અવસ્થામાં પડેલા માણસને ખવડાવો એટલું ખાય, તેના શ્વાસ ચાલે, ખોરાક પેટમાં જાય, વગેરે જ તે માણસ જીવે છે, તેની નિશાની. સંજ્ઞા તરીકે બીજું કાંઇ નહિ. આજુબાજુ શું ચાલે છે તેનું પણ ભાન નહિ. એકેન્દ્રિયપણામાં (૧૪૧), સદ્ગતિ તમારા હાથમાં Jain Educationa International For Personal and Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ પણ આવું જ છે. એટલી બધી અણવિકસિત દશા કે કોઈ જાતનું ભાન જ નહિ. માટે પાપ/પુણ્ય ઊંચું બાંધી જ ન શકે. માટે એમના જીવનમાં ખોટાં કામ પણ ન દેખાય. પાપ પણ પ્રવૃત્તિરૂપે નથી. ધર્મ પણ વિચાર/પ્રવૃત્તિરૂપે નથી. ઉચ્ચગતિ/અધોગતિ બંનેની તક નથી. સ્ટેન્ડ સ્ટીલ થઈ પડ્યા રહે. નરકમાં સાન ઠેકાણે આવે તો વિચાર કરતાં કરતાં ઉપર પણ જઇ શકે છે. માટે નરકમાંથી નીકળી સીધા તીર્થકર થનારા આત્મા પણ છે. એવા પણ જીવો છે જેમની ધર્મસાધના અસ્મલિતપણે ચાલુ છે, શ્રેણિક મહારાજા વગેરે. નરકનાં સારાનરસાં બંને પાસાં છે. બંને દુર્ગતિ છે અને બંનેમાં પાપી જીવો જ જાય. પુણ્યશાળી જીવો બંનેમાં નથી જવાના. જે જીવો પાપો કરે છે, પાપના પરિણામો અધ્યવસાયોમાં મસ્ત રહેનારા છે, તે જીવો ત્યાં જાય છે. જીવમાત્ર સંસારમાં સતત કર્મબંધ કરે જ છે. વૃક્ષમાં પણ સારી નરસી વૃત્તિઓ રહેલી છે. એટલે પુણ્ય/પાપ બંધાય. તે પથ્થર નથી, ચેતન છે. માટે રાગદ્વિષ વગેરે તેમાં પડ્યા જ છે. સતત ચેતના એટલે કાંઈને કાંઈ અંદરખાને સુખદુઃખ હશે જ, માટે ચેતન. હવે ચેતન જીવોમાં કર્મ ન બંધાય તેવા જીવો તો અયોગી કેવલી અને સિદ્ધ ભગવંતો જ છે. બાકીનાને આંતરપરિણામ પ્રમાણે કર્મબંધ ચાલુ જ છે. કેવા કર્મો બાંધે છે તેના ચાર્ટ પણ આપ્યા છે, જે તેમના આંતરભાવો સાથે ટેલી થાય છે. જેટલા જીવો પાપ કરે છે તેમાં ઘણા ધર્મ સમજેલા હોય છે, ધર્મ સમજી પાપમય સંસારનું સ્વરૂપ સમજ્યા છે, વૈરાગ્ય છે, તેવા જીવોને આ દુર્ગતિઓમાં જવાનો પ્રશ્ન આવતો જ નથી. પણ જેઓ મોટે ભાગે પાપ પ્રવૃત્તિ કરે છે, અને કરતી વખતે વૈરાગ્ય વગેરેનો ભાવ નથી, સાથે આ ખોટું છે, કરવા લાયક નથી, મારાથી થાય છે તે મારી ભૂલ છે, આ અધર્મની પ્રવૃત્તિ છે તેવું માનતા હોય, તેવો વર્ગ ઘણો ઓછો છે. બાકી મોટા ભાગના જીવો પાપ ટેસથી કરે છે. આસક્તિ/રસપૂર્વક કરે છે. આ આસક્તિપૂર્વક કરાયેલાં પાપો તે નાનાંમોટાં હોય. દા.ત. માખી, મચ્છરની દવા છાંટો, એ.સી. વાપરો, મોટરમાં ફરો, તે બધાં પાપ નાનાં લાગે છે ને? તે તો જીવન જીવવાની સામાન્ય પદ્ધતિ જ લાગે છે ને? હરવા ફરવા બીજાં પણ સંખ્યાબંધ વાહનો છે, યંત્રસામગ્રી વાપરવી, આ બધું નિયમિત લાગે છે. અમારાથી એમાંથી કોઇનાં પચ્ચખ્ખાણ આપી ન દેવાય. કોઈ પચ્ચખ્ખાણ લે પણ નહિ. મારી વાતો અવ્યવહારુ લાગે. આ સ્થિતિમાં જે પાપપ્રવૃત્તિ થાય છે, કરો છો, તે પ્રવૃત્તિ વૈરાગ્યપૂર્વક અનાસક્તિથી નથી કરતા પણ તેમાં આસક્તિ આવે છે. તે આસક્તિના બે પ્રકાર. (૧) એક આસક્તિમાં સતેજતા ક્રૂરતા/નિર્ધ્વસતાધિઢાઇકઠોરતા ભળેલી હોય છે. આ વસ્તુ મારી અને તેમાં મમત્વથી ભોગવટો હોય પછી બીજી કોઈ વ્યક્તિ પડાવી લે તો તેનું આવી બને. તેવા ઉત્કટ રાગ-દ્વેષ પહેલી આસક્તિમાં જોડાયેલા હોય. જ્યારે (૨) બીજી આસક્તિમાં મૂઢતા ર્નિવિચારકતા/અજ્ઞાનતા કે અત્યંત સુખશીલતાની વૃત્તિ ભળેલી હોય. હવે પહેલા પ્રકારમાં દા.ત. ઘણાને પત્ની પ્રત્યે એટલું મમત્વ હોય કે પછી પત્નીને કોઈ જુએ તો પણ તેનું આવી બને. સંપત્તિના સંરક્ષણ માટે એટલી મમતા હોય કે નુકસાન કરનાર વ્યક્તિને ખેદાનમેદાન કરવાના ભાવ આવે. આ મમતામાં રૌદ્રભાવોની ઝલક છે. [ સદ્ગતિ તમારા હાથમાં ! ) ( સદ્ગતિ તમારા હાથમાં !) ડી સી કરી કી કીકી ૧૪૨) ૧૪ ૨ Jain Educationa International For Personal and Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ આવી મમતા ને આસક્તિવાળા જીવો પ્રાયઃ નરકગતિ બાંધે છે. હરેક ઠેકાણે મનોવૃત્તિ જ એવી કે કોઈ પણ સાથે રૌદ્રતા, ક્રૂરતા/ઉગ્રતા,આવેગ)ભયંકર વેરઝેર દ્રષના આવેગો પેદા થઈ શકે છે. આવા પ્રકારની મનોવૃત્તિના ભાવો નરકગતિને પ્રાયોગ્ય છે. ઝૂંપડાનું છાપરું પણ કોઈ આમતેમ કરે તો? આવી બને ને? કરોડોની સંપત્તિ પર જ મમતા હોય અને તો જ નરકગતિનું કારણ, આવું નથી; પણ રૌદ્રતાથી થતા મમત્વ આસક્તિ પ્રાયઃ કરી નરકગતિ બંધાવે છે. સભા એટલે આસક્તિ જ છોડવા જેવી ને? મ.સા. તો તો સારું જ છે. પણ મારે તો આસક્તિનું વિભાજન કરવું છે. ઉત્કટ આસક્તિ નરકગતિનું કારણ અને મૂઢતાયુક્ત આસક્તિ એકેન્દ્રિયપણાનું કારણ. તેમાં ઘણાને સારું ખાવું, પીવું, મોજમઝા, બંગલો, મોટર વગેરે જોઈએ. તે બધું મળે તો ખુશ અને મળે પછી તો એવા તન્મય થઈ ચોંટી જાય કે ન પૂછો વાત! ભાવતી વસ્તુ બનતી હોય ત્યાં જ મોંમાંથી લાળ પડે અને ભાણામાં આવે એટલે ચોંટી જ જાય તૂટી જ પડે. માખી ખોરાકમાં ચોટે તેમ અકરાંતિયો થઇ ખાય ત્યારે આસક્તિ ખરી પણ તેમાં ક્રૂરતાના ભાવો નથી. માત્ર મારી માને અને તેને અનુભવવામાં ગાઢ મમતા હોય, જેને કારણે ભોગવતી વખતે વિચારશૂન્ય જડ જેવો બની જાય છે. મનગમતી વસ્તુ હકીકતમાં તુચ્છ ક્વોલીટીની છે. દેવલોકના ભોગોની સરખામણીમાં મૃત્યુલોકના ભોગો કચરા જેવા, પણ આસક્તિ વધે એટલે કચરા જેવી વસ્તુમાં પણ મસ્ત થઈ જાય. ભૂંડને વિષ્ટા ભાવે તો વિષ્ટામાં તન્મય થઈ જાય, બસ પછી આગળ પાછળનો વિચાર, ચિંતા નહિ. ઘણાને થોડું રૂપ મળ્યું હોય પછી અરિસા સામે જોઈ જોઈ હરખાયા કરે. ઘણા તો દિવસના બે કલાક અરીસા સામે જ કાઢે. હવે દેવતાઈ રૂપોની આગળ આ રૂપ કેવું? પરસેવો, ગંધ, મોંમાં લાળ, નાકમાં શેડા આવું મળ્યું, તેમાંય જોઈ જોઈ હરખાય. આને શાસ્ત્રમાં મૂઢતા/જડતા કહી છે. કચરા જેવી વસ્તુમાં અત્યંત રાચ્યા કરે છે. કેમકે આના કરતાં ઊંચી વસ્તુ પાસે આ તુચ્છ છે, એવા વિચાર પણ કરી શકતો નથી. એટલે વાસ્તવિકતાનો વિચાર કર્યા વિના નિર્વિચારક બની ભોગો ભોગવ્યા કરે છે. ભાવતી વસ્તુમાં એવો આસક્ત બને કે જાણે સ્વર્ગ મળી ગયું. ઘણા પોતે પણ ખાય અને બીજાને પણ ખવડાવે. બધું હું જ હજમ કરી જાઉં, બધું મારું જ, કોઈ ખલેલ કરે તો દાંત ખાટા કરી દઉં, એવી વૃત્તિઓ નથી. જયારે નરકગતિવાળાને મારું એટલે મારું પછી બીજાને હાથ નાંખવાનો પણ હક્ક નહિ. ઈંટનો જવાબ પથ્થરથી આપે એવી વૃત્તિવાળા હોય. જરાક કોઈ ખલેલ કરે એટલે ફૂંફાડા મારે તેવી સ્થિતિ હોય. આમ નરકગતિની આસક્તિ રૌદ્રતા સાથે સંકળાયેલી છે. એકેન્દ્રિયપણાની આસક્તિ જડતા/મૂઢતા સાથે સંકળાયેલી છે. મૂઢતાને કારણે કચરા જેવી વસ્તુમાં પણ તન્મય થાય છે. પરંતુ સંસારનું સ્વરૂપ જ એવું છે કે જીવ જેવો વિચારક બને એટલે મમતા,આસક્તિ મંદ થયા વિના રહે જ નહિ. અત્યારે એવી કઈ વસ્તુ છે જે જોઈ તમે રાચી શકો? તમારા કરતાં સારા રૂપવાળા છે ને છતાં તમારા રૂપમાં તમે રાચો છો ને? કોઇને કાબરચીતરી સ્ત્રી પર અત્યંત રાગ હોય તે (૧૪૩) કોઈ કારણ છે. સદ્ગતિ તમારા હાથમાં ) Jain Educationa International For Personal and Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ તમને મૂર્ખ લાગે ને? તમને પગ મૂકવો પસંદ ન પડે તેવા ઝુંપડા જેવા ઘરને જોઈ હરખાતા માણસને જોઇને તમને તે નિર્વિચારક/જડ જ લાગે ને? પણ તમે બીજા માટે આવા જ જડ છો. ઊંડાણ તત્ત્વ વિચારી શકો તેવી શક્તિ ભવ મળ્યો છે, છતાં વિચાર મ્હરે નહિ, એને સામે જે દેખાય છે તેમાં જડતા/મૂઢતા છે, તો ભવાંતરમાં જડતા/મૂઢતા જ મળે. ભાવ તેવો જ ભવ મળે છે. એકેન્દ્રિયને જન્મથી જડતા વારસામાં મળે છે. જડને એંઠરૂપ પાણીમાં પણ આસક્તિ/મમતા. ગામની કચરા જેવી માટીમાં પણ ઝાડ ચોટે છે. અત્યંત જડતાને કારણે દુનિયાના કચરામાં પણ આસક્તિ રહેવાની. હવે આ જડ ભવથી જડતા આવે તેવો જ ભવ મળે ને? માટે પ્રાયઃ કરીને એકેન્દ્રિય મરી એકેન્દ્રિયમાં જ જાય. અહીં આસક્તિમાં મૂઢતા/નિર્વિચારકતા વધારે છે. ઘણા ખાયપીએ, બીજાને ખવડાવે, પણ ભાવતી વસ્તુમાં એવો નિર્વિચારક/મૂઢ બની ભોગવતો હોય કે મરીને એકેન્દ્રિયમાં જાય. એક ટેબલ જોઇ હરખાયા કરતા હોય, સાફ કયાં કરતા હોય તો પછી ટેબલ જેમાંથી બન્યું ત્યાં જવું પડે. કુદરત કહેશે ટેબલ ગમતું હતું કે, હવે ઝાડ થઇ ત્યાં જાવ. સભા ટેબલ ગમે છે પણ ત્યાં જવું થોડું ગમે છે? મ.સા. કુદરત તો તમને ગમે તે મેળવી આપે, પણ તમારી પસંદગી પ્રમાણે મળે તેમ નથી. ઇચ્છા હોય એટલે મળે ખરુ, પણ ઇચ્છા પ્રમાણે ન પણ મળે. તમને જે ભોગસામગ્રી મળી છે તે ભોગવતી વખતે નિર્વિચારક બનશો તો એકેન્દ્રિયમાં જવું પડશે. સભા એટલે વસ્તુ સારી હોય તો પણ સારી ન કહેવી? મ.સા. સારાને ખરાબ કહેવાની વાત નથી. દૂધપાક કડવો છે તેવું કહો તો પાપ લાગે. ધોળાને ધોળું જ કહો. વાસ્તવિકતાનો અસ્વીકાર/અપલાપ કરવાની વાત નથી, પણ ભોગવતાં મૂઢતાની વાત છે. દા.ત. કેરીમાં રસ હોય તો સુગંધ આવે એટલે મોંમાં પાણી છૂટતું હોય, સીઝનની રાહ જોતા હોય અને પછી સીઝન આવે ત્યારથી ચોંટી પડે, આદ્રા પછી પણ ત્યાગ ન કરે. કેમકે અભક્ષ્ય થયા પછી પણ કેરી તો જોઇએ જ. વળી ખાતી વખતે તન્મય કેવા થાય? ધીરે ધીરે ચબડતા ગબડતા રસ પીએ, ઠંડું પાડવા ફ્રીઝમાં મૂકે. અતિશય તન્મયતા આવી એટલે મૂઢપણું આવવાનું. એક ડીઝાઈનમાં મસ્ત બની જશો તો કુદરત એ ડીઝાઇન જેમાંથી બને તેવામાં તમને મૂકી દેશે. દેવલોકના દેવતાઓમાં પણ બીજું પાપ ન હોય પણ મળેલાનો ટેસ્ટથી ભોગવટો કરે, રત્નનાં વિમાનો, વિવિધ બગીચા, ઉપવનો વગેરે જોઈ જોઈ હરખાયા કરે અને હજારો વર્ષો વીતે છતાં દુનિયાની બીજી કોઈ વાત યાદ ન આવે. ઘણા કરોડો કરોડો વર્ષો ફરવા જોવામાં પસાર કરી દે. આ ઝાકઝમાળ વગેરેમાં જ પરોવાયેલા હોય. કોઈ જાતનાં બીજાં પાપ, હિંસા તેમના જીવનમાં ન હોય, તેવું પણ બને. માત્ર ભોગવતા હોય, સેવક દેવતાને પણ ભોગવવા આપે. સતત તન્મય થઈ તેમાં રમ્યા કરે તો પછી ત્યાંથી ( સદ્ગતિ તમારા હાથમાં !) પ મ ૧૪૪) Jain Educationa International For Personal and Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ ચ્યવીને ઘણા સીધા પોતાના વિમાનમાં રત્ન તરીકે જ ઉત્પન્ન થાય, વાવડીમાં માછલા તરીકે કે બગીચામાં એકેન્દ્રિય બની ગોઠવાઈ જાય. સભા સંસારની બધી જ સામગ્રી એકેન્દ્રિયની જ છે ને? મ.સા. કે બધી નહિ, મોટા ભાગની સામગ્રી એકેન્દ્રિયની છે. તેથી તો એકેન્દ્રિયમાં જવાની તકો વધી જવાની છે જ. ત્યાં જનારા, લાંબો સમય સુધી રહેનારા, સંસારનો સૌથી મોટો જથ્થો જ ત્યાં છે. સમજુ ઉદાર સ્વભાવના હોય છતાં પણ આસક્તિ આ રીતની હોય. તન્મય થાય ત્યારે મૂઢતા કેટલી આવે? અને આમ પણ તમારી લગભગ બધી વસ્તુ ગામના કચરામાંથી જ બનેલી હોય છે. આના કરતાં ઘણી ઊંચી વસ્તુ અનંતીવાર ભોગવી/છોડી. નાના છોકરા સારા લીસા પથરા ભેગા કરે, સીગારેટના ચમકતા ડૂચા, લખોટી ભેગી કરે, કચૂકા ભેગા કરે. પાછા હોય શ્રીમંતના દીકરા, પણ તેઓને બાળમાનસને કારણે હલકા-તુચ્છ વસ્તુઓનું પણ આકર્ષણ હોય જ. છોકરાં પાછાં સંઘરી રાખે. તે વખતે તમને બાળકની વૃત્તિ મૂર્ખ બેવકૂફ લાગે કે ડાહી લાગે? સભા : નિર્દોષ લાગે. મ.સા. આને નિર્દોષતા ન કહેવાય. આ તો રીતસર દોષો/વિકારો છે. આવા બાળકોને પછી ઊંચી વસ્તુમાં કેટલી મમતા થશે? બાળકોને નિર્દોષ માનવો તે મિથ્યાત્વ છે. જેનામાં વિકાર/આસક્તિવાસના ભરી છે તેને નિર્દોષ ન કહેવાય. હા, તમારા જેવા દાવપેચ ઉઠાઉગીરી આઘુંપાછું કરવાની વૃત્તિ નથી, કેમકે તમારા જેવા હજુ ઘડાયા નથી. સભાઃ અવિકસિત છે ત્યાં સુધી જ આવા છે. મ.સા. હા, અવિકસિત છે ત્યાં સુધી જ ભોળપણ છે. બાળકો ભોળા છે, પણ ભોળપણ તે નિર્દોષતા નથી. આપણે ત્યાં ભોળપણને દોષ કહ્યો છે, ભલમનસાઇને ગુણ કહ્યો છે. ભોળા એટલે ભોટ છે. તેઓ કાંઇ સમજી શકતા નથી. ભલમનસાઈવાળો જાણે છે, બધું સમજે ખરો, પણ કોઈનું બૂરું કરવાની વૃત્તિ નથી. વિચક્ષણમાં ભલમનસાઈ ગુણ હોય. મૂર્ખમાં ભોળપણ દોષ હોય. કંજુસાઈ અને કરકસરતા એક કહેવાય? ઉદારતા ગુણ અને ઉડાઉપણું દોષ. સભા ઃ ભોળપણમાં દાવ-પેચ નથી હોતા. મ.સા.એ જ તો કહીએ છીએ. વિકાસ નથી માટે ભોળા છે. એકેન્દ્રિયપણાના બંધમાં ભોટપણા સાથે ભળેલી આસક્તિ છે. બાળક કચરા જેવી વસ્તુમાં આસક્તિ કરે છે. તેને કાદવના ગોળાના ઘરમાં હરખ આવે છે. તમને તે ગમશે? પણ તત્ત્વદષ્ટિએ તમને મળેલી મોજમજાની સામગ્રી કચરા જેવી છે. તેમાં તમે રાચો છો તે તમારી બેવકૂફી છે. માટે જ જડને જોઇ મૂઢ બનો ત્યારે જ આસક્તિ આવે, એટલે એકેન્દ્રિય બને. જડ બન્યો (૧૪૫) (સદ્ગતિ તમારા હાથમાં !) Jain Educationa International For Personal and Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ એટલે જડપ્રાયોગ્ય ભવ મળ્યો. સભાઃ કપડાં લેવા જાય તો આડેધડ લાવવાનાં? પસંદ નહિ કરવાનાં? મ.સા. ના, મોભા પ્રમાણે કપડાં પહેરો પણ તેમાં આસક્તિ ન રાખો તો બચી જાઓ. મૂઢતાપૂર્વકની તીવ્ર આસક્તિ હશે તો એકેન્દ્રિયપ્રાયોગ્ય ગતિબંધ થશે. તમને બધાને સ્ટોકમાં એકેન્દ્રિયગતિ છે જ. પણ જૂનું તો થઇ ગયું, હવે તેને વિખેરવાની રીત અપનાવો. નવું ન બાંધવા સાવધાન થઇ જાઓ. માટે પ્રસંગે ભોગ ભોગવે પણ તે સમયે વાસ્તવિકતા વિચારે. ઉચ્ચતમ ગુણવત્તાનું કશું તમને મળ્યું નથી. તમારા કરતાં હજારો-લાખો ગણી ઊંચી ગુણવત્તાનું ઘણાને મળ્યું હશે. વળી કેટલાયે જીવોની હિંસાથી બનેલું છે, પાપમય છે, તેનો વિચાર કરે એટલે આસક્તિ જતી રહે. સંપૂર્ણ આસક્તિ ભલે ન જાય પણ જડભરત જેવી આસક્તિતો જવી જ જોઇએ, મૂઢપણું તો ન જ આવવું જોઇએ. એકેન્દ્રિયમાં પેટભેદો ઘણા છે. તેમાં જેટલો નીચો ભવ લાવવો હોય તેટલી જડતા વધારે જોઇએ. પાણીને યોગ્ય ગતિ બંધાતી હશે તો પછી તેને યોગ્ય બીજાં કર્મો પણ બંધાશે. સમગ્ર કર્મબંધના માળખાનો અંદાજ ગતિબંધ સાથે આવે. સભા ઃ ગતિ બંધાય પછી તેમાં ફેરફાર કરી શકાય? મ.સા. ? હા, ઘણા જીવો ગતિ બાંધ્યા પછી પણ તે ગતિમાં ગયા જ ન હોય. દા.ત. ચંડકૌશિક, દઢપ્રહારી વગેરે. અસંખ્યવાર નરકમાં જવું પડે તેવા કર્મો બાંધેલાં. હલકી ગતિઓ ભરપૂર પ્રમાણમાં બાંધેલી, છતાં ત્યાં ન ગયા. ચંડકૌશિકના જીવનમાં વારંવાર નરકગતિ બાંધે તેવું માનસ હતું. પોતાના વિસ્તારમાં કોઈ ચકલું પણ ફરકે તો સહન ન કરી શકે. માઈલોના માઈલોમાં માણસ તો શું પણ પશુ-પંખીઓને પણ પેસવા ન્હોતો દેતો. વળી ભોગવવાનું કશું ન હતું. ક્ષેત્ર પર જ એટલી મમતા હતી કે મારો વિસ્તાર વાપરવાની તો વાત પછી, પણ તેમાં પગ તો કોઈ મૂકે? આવી મમતાવાળાને રૌદ્રતા કેવી આવે? આના કારણે બંધ પણ કેવા થતા હોય? વળી તે જે જુએ તે દરેકને ઝેર ઓકી ભસ્મસાત્ કરી નાંખે. મમતા/આસક્તિમાં રૌદ્રતા કેટલી? છતાં નિકાચિત કર્મ બહુ કર્યું નથી. એટલે ટર્નીંગ પોઈન્ટ આવે તો સાફ થઈ શકે. તેમાં તેના સદ્ભાગ્યે તેને પ્રભુ મળી ગયા. પછી એવો ફેરફાર આવ્યો કે નરકગતિ માટે બાંધેલાં કર્મો સાધના કરી કરી વિખરાઈ ગયાં. મરી દેવલોકમાં ગયો અને હવે પછી પણ તિર્યંચગતિ કે નરકગતિમાં જવું નહિ પડે. એકેન્દ્રિય, નરકગતિ વગેરે દુર્ગતિઓ બાંધી છે, પણ સાધના દ્વારા સાફ થઈ ગઈ. બાંધ્યા પછી ભોગવવું જ પડે તેવું નથી. પાછા સાવધાન થઇ જાઓ એટલે બધું છૂટી જાય અને નવું ન બાંધે તે જોવાનું. સભા ઃ કઈ સાધના કરવી પડે? મ.સા. ઉત્કટ ધર્મસાધના જોઈએ. જે ભાવથી કર્મ બંધાયું તેના વિરોધી ભાવથી ( સદ્ગતિ તમારા હાથમાં રક : : E ૧ ૪૬ - 1 Jain Educationa International For Personal and Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ તે કર્મ છૂટી જાય. દા.ત. તમને વધારે ઠંડકથી શરદી થઇ તો પછી ગરમીના ઉપાયો કરવા પડે ને? કફ નાશ કરે તેવું વાપરવું પડે ને? આરોગ્યની દૃષ્ટિએ ઠંડીનું મારણ ગરમી. તેવું જ અહીં. જે ભાવ કર્યા હોય તેનાથી એકદમ વિરોધી ભાવો લાવો. જડતા ખંખેરવી છે તો સતત વિચારશીલતા/વિવેકશીલતા રાખવી પડે. દરેક પ્રવૃત્તિ પર વિવેકથી વિચારો. કોઇ વસ્તુ પર આસક્તિ આવે તો તે વસ્તુનું સ્વરૂપ વિચારો, જ્યાં તમે વિચારશીલ બનશો એટલે કષાયો મંદ પડ્યા વિના રહેશે નહિ, કષાયોનું બળ જ નિર્વિચારકતા/મૂઢતા છે. જેટલા તમે મૂર્ખ બનો એટલો કષાયોનો ઉદ્રેક થાય. કષાયો વધારે તેટલી મૂઢતા વધારે. વારેતહેવારે ગુસ્સો આવે, પણ થોડા વિચારક બનો એટલે ગુસ્સો ઓગળવા માંડે. પણ વગર વિચારે ગુસ્સો કરો એટલે વધશે જ. માટે ગુસ્સો વધવાનું કારણ નિર્વિચારકતા જ ને? અમે તમને વધારે ને વધારે શાણા-સમજુ બનવાની પ્રેરણા કરીએ છીએ. સંસારની અમુક બાબતોમાં મૂર્ખ બનવામાં ૨સ છે કે ડાહ્યા/હોશિયાર બનવામાં રસ છે? સભા ઃ મૂર્ખ બન્યા જ છીએ ને? મ.સા. ઃ બન્યા નથી, આ ક્ષેત્રમાં (ધર્મક્ષેત્રમાં) મૂર્ખ બનવું ગમે છે, વિચારશૂન્યતા ગમે છે, વિચારશીલતા નથી ગમતી. વળી અમારે તમને કાલ્પનિક વિચાર નથી કરાવવા. હકીકતનો વિચાર કરાવવો છે. તમને એક સારા ચપ્પલ મળે તેમાં તમે હરખાવ ને? આવા નિર્વિચારક બનો છો. પેલા બાળક જેવું જ છે ને? અમારે ત્યાં આને તુચ્છ સ્વભાવ-હલકી વસ્તુમાં રાચવાની વૃત્તિવાળા કહ્યા છે. આ સ્વભાવથી તુચ્છ ગતિઓ બંધાય અને ચોરાસી લાખ જીવાયોનિમાં તુચ્છમાં તુચ્છ ભવ એકેન્દ્રિયનો છે. એમની કોઇ કિંમત છે? એમના જીવનની દયા/ચિંતા કોઇ કરે છે? કીડી મંકોડીની તો હજી કાંઇક પણ ગણતરી, પણ આવો તુચ્છ ભવ કેમ મળ્યો? અત્યંત તુચ્છ વસ્તુમાં રાચતા હતા માટે. તમે માનો કે ન માનો પણ ગતિબંધ એવા છે કે સતત ભાવ પ્રમાણે સાયકલરૂપે ગતિબંધ ચાલ્યા જ કરે છે. નરકગતિ છોડવીબંધ અટકાવવો હજી સહેલું છે. કેમકે તમને જન્મથી શાંત/અહિંસક લોહી મળ્યું છે. તેવા સંસ્કાર મળ્યા છે. માટે તીવ્ર છળકપટ/ દાવ-પેચ/મારામારી વગેરે જીવનમાં નહિ હોય. માટે નરકત તો હજી અટકી જાય, પણ એકેન્દ્રિય ગતિબંધ અટકાવવો મુશ્કેલ. શાસ્ત્ર કહે છે નરકગતિ કરતાં તિર્યંચગતિ અટકાવવી સો ગણી અઘરી છે. અહીં બેઠેલામાંના લગભગ કોઇ માંસાહાર/સાત વ્યસની વ્યભિચારી/શિકારી જુગારી/ વગેરે નહિ હોય. ઉત્કટ પાપ/રૌદ્ર પ્રવૃત્તિ નરકગતિનો બંધ એકદમ કરાવે. પણ તમે ધારો તો આનાથી બચો, પણ એકેન્દ્રિય માટેના ભાવો છોડવા ઘણા અઘરા છે. એકેન્દ્રિય માટેનો બંધ કેટલીય વાર થઇ ગયો હશે અને હજી ચાલુ છે. પણ છોડવાની તૈયારી ખરી? એકવાર ઘરે જઇ શાંતિથી વિચારજો. વિચાર આવશે તો પણ ભય પેસી જશે. સભા ઃ આવો જીવ ધર્મઆરાધના કરે તો બચી શકે? (૧૪૭) સદ્ગતિ તમારા હાથમાં Jain Educationa International For Personal and Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ મ.સા. : ધર્મઆરાધના કરતી વખતે ભલે સારા ભાવ કરો, પણ સાથે સાથે આવા ભાવ પણ પડ્યા હશે તો ધર્મઆરાધનાથી પુણ્ય બંધાશે પણ પછી તે પુણ્ય શું કરશે? તે ભવમાં થોડી સગવડતા મળશે. ત્યાં પણ સરખી ટ્રીટમેન્ટ નથી મળતી. ઘણા ફેરફાર છે. તુલસીનું ઝાડ થાવ. બધા પૂજે, પીવા પાણી વગેરે મળે. પછી ખાઇ-પીને પડ્યા રહે. સુખી અવસ્થા મળે. ઘણાનો ટીચાઇ ટીચાઇને દમ નીકળી જાય. પણ બંનેમાંથી એકેય પસંદ છે? પુણ્ય દ્વારા તે ભવમાં થોડી સગવડતા મળે પણ તે શું કરવાની? સભા : એટલે પુણ્ય પાછું મારનારું બને? મ.સા. ઃ અધ્યાત્મ મળ્યા વિના બાંધેલા પુણ્યથી સુખની સામગ્રી મળે અને તે ભોગવવાથી પાછું પાપ બંધાય. દાન વગેરે સત્કાર્યોથી પુણ્ય બંધાય, ભવાંતરમાં સુખ-સગવડો મળે, તે ભોગવી પાપ બંધાય, તેનાથી પાછો સંસારમાં ભટકાય. બસ ચક્ર ચાલ્યા જ કરે. સભા ઃ ના૨ક મરીને નારક કે દેવ મરીને દેવ કેમ ન થાય? મ.સા. : મળ્યું છે તેમાંથી ઊંચા જ નથી આવી શકતા. નારકવાળા તીવ્ર દુ:ખોમાંથી, દેવલોકો તીવ્ર સુખોમાંથી ઊંચા નથી આવતા. માટે તીવ્ર પાપ, તીવ્ર પુણ્ય બાંધી નથી શકતા. માટે નારક મરી નારક અને દેવ મરી દેવ થઇ શકતા નથી. પણ મનુષ્ય માટે બધા દરવાજા ખુલ્લા છે. વ્યાખ્યાન: ૧૮ તા.૨૨-૬-૯૬, શનિવાર, અનંત ઉપકારી, અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓ જગતના જીવમાત્રને પાપકર્મોના વિપાકનું સ્વરૂપ સમજાવવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. મહાપુરુષોની દૃષ્ટિએ પાપકર્મની વ્યાખ્યા પણ ઘણી જ વ્યાપક છે. સમાજમાં પાપ કોને ગણવામાં આવે? મોટે ભાગે સામાજિક ગુનાઓ, કોઇના ઘરમાં ઘૂસી જવું, લૂંટી લેવો, વગર વાંકે કોઇને હેરાન કરવા, મારવા, અસભ્ય વર્તન કરવું, મનુષ્ય સાથે માનવતાવિહોણું વર્તન, આ બધાંને સમાજમાં પાપ/અધર્મગુનો કહે છે. કેમકે સામાજિક દુષ્કૃત્યો/ગુનાઓને લોકની દૃષ્ટિએ ખરાબ કામ ગણવામાં આવે છે, કારણ કે સમાજમાં માનવને અનુલક્ષીને જ વિચાર કરવામાં આવે છે, માટે માનવ સાથેના અસભ્યખરાબ વર્તનને જ લોકો ખરાબ કામ કહેશે. વ્યવહારમાં જીવમાત્રની વિચારણા જ નથી. માટે ધર્મની દષ્ટિએ અને સામાજિક દૃષ્ટિએ ગુનાની વ્યાખ્યા વચ્ચે જમીન-આસમાન જેટલો તફાવત છે. માટે જ અમે પાપની વ્યાખ્યા, પાપનાં કારણો, દુર્ગતિબંધનાં કારણો કહીએ, તે ઘણાને તો સેટ જ થાય તેમ નથી. સારાં કપડાં શોભા સાથે તમારા પૈસાથી લાવી પહેરો, તો દુનિયાની નજરમાં ગુનો નહિ ગણાય. હા, કદાચ કોઇના પૈસે લઇ આવ્યા હશો તો હજી કદાચ ગુનો કહેશે, પણ પહેલામાં તો સામાજિક દૃષ્ટિએ પાપબુદ્ધિની વાત સદ્ગતિ તમારાં હાથમાં ! જ (૧૪૮) Jain Educationa International For Personal and Private Use Only. Page #154 -------------------------------------------------------------------------- ________________ જ નથી. માટે મોટે ભાગે લોકો પાપની વ્યાખ્યા આવી જ કરે છે. જયારે ધર્મની વ્યાખ્યા પ્રમાણે ભલે તમે તમારા પૈસે લાવેલી તમારા હક્કની વસ્તુનો પણ ઉપયોગ કરતા હો, વળી તે વખતે બીજાને સહેજ પણ અન્યાયી/ગેરવર્તન ન કરતા હો, છતાં તેમાં નાના નાના જીવોનું શોષણ/હિંસા થઈ છે. વળી આગળ વધીને જડ વસ્તુમાં આસક્તિ મૂઢતા કરવી તે બધાને પણ જૈનદર્શન પાપ કહે છે. એટલે પાપની વ્યાખ્યામાં ઘણું ઊંડાણ છે. લોકમાં અપ્રમાણિક ગુનેગાર/પાપી ન ગણાય તેવી વ્યક્તિને માટે પણ જૈનદર્શન કહે છે કે, એના ભાવ જો આવા આવા હશે તો તે એકેન્દ્રિયમાં પણ જવા યોગ્ય વ્યક્તિ છે. અનાથ/પામર આત્મા એટલે એકેન્દ્રિય. ત્યાં ગાઢ અશુભ કર્મનો ઉદય ચારે બાજુથી આત્માની શક્તિ કુંઠિત કરી દે. વિકાસની તકો જ નહિ. સુખ-સગવડનો કોપ નહિ. જન્મો-જીવો-મરો ચક્ર ચાલ્યા જ કરે. માટે દયા આવી જાય એવું તે ભવનું સ્વરૂપ છે. એવા ભવમાં લઈ જનારાં કારણો જૈનશાસ્ત્રમાં વર્ણવ્યાં છે, તે વાંચીએ તો જીવ ફફડી ઊઠે. આવો આસક્તિ મૂઢતાવાળો આત્મા ગમે તેટલો જ્ઞાની શાસ્ત્રોમાં પારંગત જ્ઞાનનો આરાધક હોય, છતાં શાસ્ત્રો ફરમાવે છે કે ચૌદ પૂર્વ આત્માઓ પણ રસઋદ્ધિ શાતા ગારવથી મરીને નિગોદમાં ગયા. નરકમાં નથી ગયા, કેમકે તે માટે તો હિંસા, ક્રૂરતા, રૌદ્રતા વગેરે જોઇએ, જે આ મહાપુરુષોમાં હોય નહિ. પરંતુ એવાં પાપો કરનારા તો દુનિયામાં ઓળખાઈ જાય છે, માટે જ નરકગતિ બાંધનારા જીવો અધર્મા/પાપી તરીકે ઓળખાવા સહેલા છે, એનાં પરિણામ સમજાયા પછી તેનો ત્યાગ કરવો પણ સહેલો છે. એમાં ખોટા ઉલ્કાપાત આવેશ જીવનમાં કરવાના છે, પોતાનાં બીજાનાં બંનેનાં જીવન ખલાસ કરવાનાં છે, માટે થોડા પણ સજ્જન હોય તો તેનાથી તરત વિમુખ થઇ જાય. કસાઈ વગેરેનું જીવન જોઇને જ તમે ઊભગી જવાના ને? માટે તેઓને ઓળખવા, તે માટેનાં કારણોનો ત્યાગ કરવો સહેલો, પણ એકેન્દ્રિયગતિ તો થોડી પણ સાવધાની ન રાખો તો બંધાતાં વાર ન લાગે. ઉપમિતિ ભવ પ્રપંચી કથામાં એક દષ્ટાંત આવે છે. ઉત્તમ કુળમાં જન્મ લઇ દીક્ષા લે છે. એક પછી એક શાસ્ત્રો ભણતા હતા. ચૌદ પૂર્વના શ્રુતકેવલી થયા. અમોઘ દેશનાશક્તિ એટલે શ્રોતાની જેટલી લાયકાત હોય તેટલો ધર્મ અવશ્ય પમાડી શકે. અહીં કેવલી શબ્દના પ્રયોગનું રહસ્ય એ છે કે, સાચા કેવલી અને ચૌદ પૂર્વના પારગામી શ્રુતકેવલી, પાટ ઉપર બેસી ઉપદેશ આપે તો, સર્વજ્ઞ ન હોવા છતાં તેમની દેશનાથી આપણે તેઓ શ્રુતકેવલી છે, સાચા કેવલી નથી તેવો નિર્ણય પણ ન કરી શકીએ. આવા શ્રુતકેવલીની વાત છે. તમારે ત્યાં સંસારમાં તમારા ઉત્તરાધિકારી તરીકે જે સામાજિક આર્થિક જવાબદારીઓ નિભાવી શકે તે આવે, પછી જ તમારે નિવૃત્ત થવાનું ને? રાજા, મહારાજા, શ્રેષ્ઠી, નગરશેઠો પણ આ રીતે નિવૃત્ત થાય. વૈદિક પરંપરામાં પણ આ જ છે. પણ તમને તો જવાબદારીઓ ગમે છે ને? સભા ભૌતિક સુખો ભોગવવાં છે. (૧૪૯) , સદ્ગતિ તમારા હાથમાં !) Jain Educationa International For Personal and Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ મ.સા. : ભૌતિક સુખો ભોગવવાંછોડવાં વસ્તુ જુદી છે. અત્યારે તો સંસાર/કુટુંબધંધાનું સંચાલન કરે તેવા તૈયાર થઇ જાય એટલે જવાબદારીઓ છોડવાની વાત કરું છું. પણ તે વૃત્તિ નથી. ધર્મક્ષેત્રમાં પણ દીક્ષા લીધા પછી શાસ્રોનો અભ્યાસ કરી પરિપક્વ બુદ્ધિ થયા પછી, વિચારણા પછી, અનેકને બોધ-પ્રબોધ કરી, લાયક જીવોને દીક્ષા આપી, પછી સંઘનાયક તે શિષ્યોને શાસ્ત્રમાં એવા તૈયાર કરે કે, તેમનામાં શાસન ગચ્છનું સંચાલન કરવાની ને લાયક જીવોને તૈયાર કરવાની તાકાત આવે. પછી ધર્માચાર્ય સંઘ/લોકકલ્યાણની પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થઇ સ્વકલ્યાણમાં વિશેષ રીતે પરોવાય. આવા શિષ્ય ન પાકે તો મરતાં સુધી ધર્માચાર્ય નિવૃત્ત ન થાય. એમને એમ ગચ્છને રેઢો ન મુકાય. યોગ્ય ઉત્તરાધિકારી ન મળે તો વયોવૃદ્ધ થાય તો પણ જવાબદારી અદા કર્યા જ ક૨વી પડે. સંસારમાં ભૌતિક દૃષ્ટિએ. અહીં આધ્યાત્મિક ધર્મની પ્રવૃત્તિમાં પણ લખ્યું કે આવા નિવૃત્ત થયેલા આચાર્યો દસ પૂર્વનું જ્ઞાન થયા પછી પાછા સંધમાં આવી સંઘની જવાબદારીઓ પાછી ઉપાડી લે. કેમકે હવે શક્તિ એટલી છે કે લોકનું વિશેષ કલ્યાણ કરી શકે. દસ પૂર્વનું જ્ઞાન/પ્રતિભાની કેટલી કિંમત હશે કે આવું વિશેષ ધોરણ બાંધ્યું! આવા શ્રુતકેવલી/ચૌદપૂર્વી, સંઘાચાર્ય/ સંઘનાયક કહેવાય. તેવી ધર્માચાર્યની કક્ષામાં આવેલી વ્યક્તિની આ વાત છે. આવા પ્રભાવશાળી વિચરી રહ્યા છે. જ્યાં જાય ત્યાં ધર્મનું એ રીતે વર્ણન કરે કે લોકો સાંભળતાં પાણી પાણી થાય. કેટલાયે અધર્મ છોડી ધર્મમાં સ્થિર થાય. બધાને કેટલો બધો ઉપકાર કર્યો તેમ લાગે! એટલે કલ્યાણકારી જીવો તેમના પ્રત્યે બહુમાન/સારસંભાળ/સેવા-શુશ્રૂષામાં ટોપલેવલનું લાવી મૂકે. શિષ્યો પણ ચોવીસ કલાક ખડે પગે સરભરામાં રહે અને આવી શક્તિ હોય તો આ રીતે સાચવવું યોગ્ય પણ છે. ભક્તિ કરનાર તો એમના ઉપકારનો લાખમો ભાગ પણ ચૂકવતો નથી. પરંતુ આવા શ્રુતકેવલી ધર્માત્માઓને પણ બધી સુખસગવડતામાં રસગારવ/ઋદ્ધિગારવ/શાતાગારવ નડી શકે. રસમાં ખાવા-પીવાની સારી વસ્તુઓ; ઋદ્ધિગારવમાં જયાં જાય ત્યાં માનમરતબો, સ્વાગત, અહોભાવપૂર્વક સેવા; શાતાગારવમાં અનુકૂળ વૈયાવચ્ચ/વસ્ત્ર/પાણી/ઉપધિ/આસન વગેરેમાં અનુકૂળતાનું વાતાવરણ. આ અનુકૂળતાઓ ખરી પણ પાછી સાધુજીવનની મર્યાદામાં. તમારી જેમ મોટર, એ.સી. આરંભ-સમારંભની પ્રવૃત્તિઓ, સુખ-સગવડ એવી કોઇ વસ્તુ આપવાનો સવાલ નથી. આ બધી અનુકૂળતાઓ ગમવા લાગે અને સાવધાની ન હોય એટલે આસક્તિ આવે. ચૌદ પૂર્વનું જ્ઞાન હોય ત્યાં દોષ પ્રવેશવાનો પ્રશ્ન જ નથી, પણ ચૌદ પૂર્વનું જ્ઞાન દરિયા જેટલું, સાચવવું પણ મુશ્કેલ. જ્ઞાન મેળવવાનું જેમ કઠિન તેમ ઝબકતું રાખવું પણ કંઠન. આવરણ આવી જાય તો વિસ્તૃત થઇ જાય. ચૌદપૂર્વી પણ વિશેષ સ્વાધ્યાયની પ્રવૃત્તિ ન કરે તો જ્ઞાન કટાઇ જાય. એટલે આ મહાત્માઓ સ્વાધ્યાય વિશેષ કરે. પણ સંઘ/શાસનની જવાબદારીઓમાં કેટલો સમય જાય, માટે ઇચ્છા હોવા છતાં સ્વાધ્યાય ન કરી શકે. માટે ચૌદ પૂર્વનું જ્ઞાન વિસરાવા લાગ્યું. જ્ઞાન ઘટવા લાગ્યું. બીજી બાજુ સુખસગવડો વગેરે ગમવા લાગ્યાં. આસક્તિ આવવા લાગે તેમ સુખસગવડો ગમે. તેને અનુરૂપ પ્રવૃત્તિઓ વધે, એટલે પાછો સ્વાધ્યાય ઓછો થાય. જો કે બીજાને સદ્ગતિ તમારા હાથમાં !) ૧૫૦) Jain Educationa International For Personal and Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ આ ખબર ન પડે. તનને એક ચોપડી યાદ રાખતાં મુશ્કેલી પડે. જ્યારે ચૌદ પૂર્વ માટે કેટલું જ્ઞાન-પુસ્તકો! આ હોલ નાનો પડે એટલા જથ્થામાં થાય. ઊંડાણ કેટલું? ધીરે ધીરે જ્ઞાન વીસરાવા લાગે. એવી રીતે વિસરાય કે પછી તો જાણે ફરી ભણવાનો પ્રયત્ન કરવો પડે. આ ક્યાં ગુમાવ્યું? બીજાને ખબર પણ ન પડે. પછી જીવનમાં ખાવા-પીવાપહેરવા-ઓઢવા-રહેવા-કરવાની સગવડોમાં સુખશીલતાનો સ્વભાવ આવે. આ બધી પ્રવૃત્તિમાં તેઓના જીવનમાં કોઇ અનાચાર/દુરાચાર/હિંસા ચોરી વગેરે ગુનાનો પ્રશ્ન નથી. સંયમની દૃષ્ટિએ પણ શિથિલાચાર કુકર્મો કાંઇ હોય નહિ. તમે જેને અધર્મ/પાપ પ્રવૃત્તિ કહો છો તે તો ન જ હતી. સભા ઃ જ્ઞાન ગયું પણ આચરણમાં શું? મ.સા. ઃ સમ્યગ્ જ્ઞાન અને આચરણ તો પરસ્પર સંકળાયેલાં છે. સમ્યગ્ જ્ઞાન હૃદયવેધકઆરપાર હોય, એટલે જ્ઞાન ઘટે તેમ આચરણ પર પણ અસર થાય. માટે ચૌદપૂર્વીને જ્ઞાન ૯।। પૂર્વથી નીચે જાય તો સમકિત જાય અને તેને અનુરૂપ આચરણ પણ જાય. દસ પૂર્વી થનારા નિયમથી સમ્યગ્દષ્ટ આત્મા હોય છે. આગમના જ્ઞાનમાં પણ વિરતિની સાંકળ છે અને ચૌદ પૂર્વમાં તો જ્ઞાન સાથે નિરતિચાર ચારિત્ર-માખીની પાંખ પણ ન દુભાય તેટલું આચરણ હોય છે. પછી જ્ઞાન ઘટે તેમ આચરણમાં ફેર આવે. જ્ઞાન ઘટે તેમાં કારણ સંઘ/શાસનની જવાબદારી. પછી સ્વાધ્યાય/શાસ્ત્રપરિચય ઘટે, સ્મૃતિ/મેધા પર અસર થાય, પછી આચારમાં પણ અસર થાય. માટે તો આ દૃષ્ટાંત તમને એકેન્દ્રિયનો બંધ બેસાડવા જ આપવું છે. તમને નાના કામમાં મોટી સજા લાગે છે. થાય છે કે સ્હેજ ટેસ્ટથી ખાધું, તન્મયતાથી મોજશોખનાં સાધનો વગેરે વાપર્યાં તેમાં શું થઇ ગયું? તેવી તમારી વિચારસરણી છે. એકેન્દ્રિય તે ભારે દુર્ગતિ છે. તે આવા નાના પાપથી થાય તેવું ઘણાને મગજમાં બેસતું જ નથી. માટે તર્ક આપવા દષ્ટાંત આપું છું. તમે માણસને હેરાન કરો એટલે જ પાપ થાય એવું આપણે ત્યાં છે જ નહિ. કાયદાનીસમાજની દૃષ્ટિએ તમે દુનિયાનાં બીજાં માણસો સાથે ખરાબ વર્તન કરો તો જ પાપ, પણ તેમાં બીજી જીવસૃષ્ટિ સાથેના તમારા વ્યવહારની નોંધ/ગણતરી જ નથી. ધર્મ તો તમામ જીવસૃષ્ટિ સાથેના તમારા વ્યવહારની વાત કરશે. માટે આવાં આસક્તિનાં પાપ પણ બતાવશે. ચૌદપૂર્વી કોઇ જુાં કામો, અધર્મમાં ગરકાવ થયા હોય તેવું કશું જ નથી. છતાં આસક્તિ-મૂઢતાથી મરીને એકેન્દ્રિયમાં અને તેમાં પણ નિગોદમાં જાય. સભા ઃ અમારા માટે પણ આ જ નિયમ? મ.સા. ઃ એમને જે માત્રાનાં અશુભ પરિણામ થાય, તેવા તમને થાય, એટલે તમારે પણ એ જ ગતિ આવે. સભા ઃ જ્ઞાન-અજ્ઞાનમાં તફાવત પડે? મ.સા. : જાણકારને પાપ કરવું હોય તો વધારે બેદ૨કા૨/ટ્ટિો બનવું પડે. અજ્ઞાનીને (૧૫૧ સદ્ગતિ તમારા હાથમાં !) Jain Educationa International For Personal and Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ખબર પણ ન હોય ને પાપપ્રવૃત્તિ થાય. પણ છેવટે પરિણામ તો શાસ્ત્રમાં લખ્યું કે, જ્ઞાની-અજ્ઞાની પાપ કરે પણ ભાવ સમાન હોય તો બંધ સમાન હોય. જે પ્રકારની એમનામાં આસક્તિ આવી, વિચારવાની તકો હતી છતાં વિચાર ન આવે અને આવા મહાજ્ઞાની પણ અત્યંત નિર્વિચારક બની જતા હોય અને રસપૂર્વક ભોગવે તો એકેન્દ્રિય ગતિ બાંધે, તો તમે પણ રસપૂર્વક/મૂઢ થઈ ભોગો ભોગવો તો આ જ ગતિ બંધાય. સભા તો તો બે ટકા માંડ સદ્ગતિમાં જાય. મ.સા. તેવું જ છે. એકલા મનુષ્યથી જ દેવલોક ભરવાનો હોય તો તો દેવલોક ખાલી જ રહે. ધર્મી માનવ લાવવા ક્યાંથી? દેવલોકમાં પડતી ખાલી જગા મોટે ભાગે પશુઓથી, અને તેમાં પણ ધર્માત્મા/સમ્યગ્દષ્ટિથી ઊંચા દેવલોકની જગાઓ અને નીચા દેવલોકની જગાઓ અકામનિર્જરા કરનારા પશુઓથી જ પુરાય છે, મનુષ્યો તો અલ્પ સંખ્યામાં છે. માટે મનુષ્યોમાંથી વધારે સદ્ગતિમાં જવાના છે એવું શાસ્ત્રમાં કહ્યું નથી. ધર્મના ક્ષેત્રમાં પહેલાં જાતની ચિંતા કરો પછી જ બીજાની. સંસારના ક્ષેત્રમાં પહેલાં બીજાની ચિંતા કરો પછી જાતની. ભૌતિક ક્ષેત્રમાં પારકાની ચિંતા પહેલાં કરો. તમારી ચિંતા તે સ્વાર્થ છે, બીજાની ચિંતા તે પરાર્થ છે. ધર્મના ક્ષેત્રમાં આનાથી ઠીક ઊંધું. પહેલાં જાતની ચિંતા પછી ગામની ચિંતા. ભગવાને પોતે પણ પહેલાં પોતાનું આત્મકલ્યાણ કરી પછી ગામને ઉપદેશ આપ્યો છે. આપણને પણ કહી ગયા છે કે તમારે પણ તે જ કરવાનું છે. આખી દુનિયાનું કલ્યાણ કરવા જશો તો તે તો ક્યારે પણ થવાનું નથી, માટે તમારું પણ કલ્યાણ નહિ થાય. બધા મોક્ષમાં જાય પછી જઇશું, તો બધા કોઈ દિવસ મોક્ષમાં જવાના નથી, માટે તમે જઈ શકો જ નહિ. સજ્જનતાનું લક્ષણ જ એ કે પરોપકાર માટે જાતને ઘસી નાખે. માટે ભૌતિક ક્ષેત્રમાં સ્વને ગૌણ કરવાનું છે. પણ ત્યાં તમને ન ફાવે ને? અને ધર્મના ક્ષેત્રમાં ઘણા અહીં આવે એટલે પહેલાં બીજાની ચિંતા થાય. ભગવાને કહ્યું તેનાથી ઠીક ઊંધું કરે છે. બીજા સાવધાન થાય તો સારું પણ આપણે દુર્ગતિમાં નથી જવું એવો સંકલ્પ પહેલાં કરો. દુનિયામાં એવા સજ્જનો હોય જેને જિંદગીમાં પ્રમાણિકતા કોઠે પડી ગઈ હોય, ઠગવા મારામારી ખૂન વેપાર-ધંધામાં વિશ્વાસઘાત વગેરે કોઈ પાપ ન કર્યા હોય, કુટુંબપરિવારમાં પણ બધા તેમને માટે સમજે કે સારી પ્રકૃતિનો માણસ છે, પણ તેવાને પણ ભૌતિક પદાર્થો પર આસક્તિ હોય અને ભૌતિક પદાર્થો જડ બની ભોગવતો હોય તો એકેન્દ્રિયમાં જવું પડે. સભા મનનો ઉપયોગ ન હોય તેવું બને? મ.સા. માત્ર મનનો અનુપયોગ નહિ પણ આસક્તિરૂપ મનનો ઉપયોગ તો છે જ. એકાગ્રતાથી તન્મય થઇ ભોગવટો કરે છે એટલે મન સાવ નિષ્ક્રિય તો નથી જ. મનનો ઉપયોગ તો તીવ્ર જ છે. પણ તે ઉપયોગ કચરામાં તન્મય થઈ ગયો અને પછી તેની વાસ્તવિકતાનું ભાન નથી અને જડની જેમ ગરકાવ થાય છે. ( સદ્ગતિ તમારા હાથમાં !) . . (૧૫૨) Jain Educationa International For Personal and Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ સભા : એટલે એવા નિમિત્તોથી જ દૂર રહેવાનું ને? મ.સા. ઃ નિમિત્તથી દૂર રહો તો સારું. પણ તે ન બની શકે તો પણ વિષયોના ભોગવટા વખતે અત્યંત વિચારશૂન્યતા ન આવી જાય તે જોવાનું. તમને જે ભોગવટા માટે મળ્યું છે, તેનું લેવલ સમજો. ગમે તેટલો સારો બંગલો હોય, બહાર ગમે તેટલો રૂપાળો હોય, સગવડતાવાળો હોય; પણ અંદર તો રેતી, ચૂનો અને પથ્થર જ છે ને? પણ દુનિયાનું સ્વરૂપ જ એવું છે કે જીવ જ્યારે ભોગોમાં ગરકાવ થઇ જાય છે, ત્યારે વાસ્તવિક્તાથી સાવ વિમુખ બની જાય છે. એક પાન પણ મળ્યું હોય તો રસમાં એવો ગરકાવ થઇ જાય કે બરાબર ચાવી-ચાવી મસ્ત બની ખાય. સભા : પાનની પસંદગી તો મેક્સીમમ છે ને! મ.સા. : અરે! ઊંચાં પાન તો તમે સૂંથ્યાં પણ નથી! રાજા-મહારાજા ખાતા હતા તે પાનનું વર્ણન વાંચો તો સ્વપ્રમાં પણ સૂંથ્યાં ન હોય તેવાં પાનની વાત છે. તમારા અત્ત૨-સેન્ટ દેવતાઇ તો ઠીક, રાજા-મહારાજાનાં અત્તર-સેન્ટ પાસે પણ એકદમ નીચલી કક્ષાનાં છે. અને પેલા મળે તો પછી આને જુઓ પણ ખરા? એટલે જ જે મળ્યું તેના પર ચોંટો છો. સભા : કોઇ જીવ પંચેન્દ્રિય પાત્રમાં આવી આસક્તિ કેળવે તો શું થાય? મ.સા. : એટલે તમારું કહેવું છે કે પ્રિય પાત્ર પત્નીનાં દેહ, રૂપ, રંગ વગેરે સર્વ સુખ પર એટલો આકર્ષાયેલો/અનુરાગ હોય તો, હકીકતમાં વ્યક્તિ પંચેન્દ્રિય છે પણ તમને અનુરાગ શેના પર છે? પંચેન્દ્રિય પર કે તેના ખોળિયા પર? એ જ પત્ની કીડી બની વળગે તો બહાર કાઢો કે રાખો? આત્મા તો એ જ. તમારો મતલબ તો ખોળિયા સાથે જ ને? ઘણા તો પત્ની પર રાગ હોય તો મરીને એના જ દેહમાં કીડા થાય અને એથી વધારે આસક્તિ હોય તો એકેન્દ્રિયમાં પણ જાય. જે વસ્તુ પર ગાઢ/અનહદ રાગ કર્યો હોય તેનો ભવાંતરમાં વારંવાર ભેટો થવાનો, પણ કયા પ્રકારે ભેટો થાય તે કહેવાય નહિ. સભા : માટે જ રાગ છોડવા સમાધિ મરણ માંગીએ છીએ. મ.સા. ઃ તમારા માંગ્યાથી સમાધિ મરણ આવી જાય? બાકી હું મોટું લીસ્ટ આપું. માંગો. કયા ભક્તના મનોરથ ફળે છે? સાચી ભક્તિ હોય તેના જ ને? માત્ર ઇચ્છાથી મનોરથો ફળે? મૂળથી ખ્યાલ રાખો, મને કશું જ શ્રેષ્ઠ/ઊંચામાં ઊંચું નથી મળ્યું. બધે સમાધાન કરીને જ જીવવું પડે છે ને? એની કેટેગરીનો જરા વિચાર કરો તો પણ ગાઢ રાગ ન થાય. પણ મૂળમાં વિચારશૂન્યતા જ હોય છે. બાકી વર્તમાન કરતાં લાખો ગણાં ચઢિયાતાં પાત્રો ભૂતકાળમાં મળ્યાં હતાં અને છોડી છોડીને અહીં આવ્યા છો. દસ વર્ષ બંગલામાં રહ્યા પછી ઝૂંપડીમાં મઝા આવે? અને તે છતાં ત્યાં પણ મહાલવા જેવું લાગે તો તમને કેવા માનવા? ૧૫૩) સદ્ગતિ તમારા હાથમાં ! Jain Educationa International For Personal and Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ સભા : મૂર્ખ. મ.સા. એવી જ પરિસ્થિતિ છે. આવી આસક્તિમાંથી અટકવું હોય તો સંસારમાં વિષય-કષાયમાં સાવધાની રાખો. જે સંસારમાં બેઠા છો અને જે વિષય-કષાય સાથે જીવો છો, તેમાં અત્યંત મૂઢતા ન આવે તેમાં સાવધાન રહેજો. અને નહિ રહો તો આવા ચૌદપૂર્વી નિગોદમાં ગયા તો કર્મસત્તા મને તમને છોડશે? તમને મળેલી સામગ્રી ભોગવતા હશો તો સમાજમાં કોઈ પાપી/અધર્મી નહિ કહે, પણ ધર્મશાસ્ત્ર તો કહે છે કે આનાથી પણ દુર્ગતિમાં જવું પડશે. તમારા જેવા ભાવવૃત્તિ તેને અનુરૂપ બંધ પડે છે. ઘણા બીજાને કંટ્રોલમાં રાખવાનો પ્રયત્ન કરે તો તેનાથી આભિયોગિક નામકર્મ બંધાય, જેનાથી તેને ભવાંતરમાં કોઇના સેવક થવાનું આવે. પછી ધર્માત્મા/ગુણી હોય તો મનુષ્યગતિ બંધાય, પણ ત્યાં પણ સેવક થવાનું જ આવે. બીજા પ્રત્યે જેવા ભાવ કરો તેવાં જ પાપ બંધાય. તમામ કર્મોમાં ભાવને અનુરૂપ બંધ છે. એકેંદ્રિયના ઘણા પ્રકારો છે, પણ તેમાંથી એકેય પસંદ કરવા જેવો જ નથી. આવી આસક્તિ હોવા છતાં એકેંદ્રિયમાં કોણ ન જાય? તે કે જેને સદ્ગતિનાં કારણો હોય. સભાઃ ચૌદપૂર્વીમાંથી સદ્ગતિનાં બધાં કારણો જતાં રહે? મ.સા. હા, ધીરે ધીરે બધાં કારણો જાય. સભા ગુણસ્થાનક પણ જાય? મ.સા. : ચૌદ પૂર્વથી જ્ઞાન ઓછું થાય એટલે નિરતિચાર ચારિત્ર જાય. દશ પૂર્વ સુધી નીચે જાય તો સર્વવિરતિ જાય. તેનાથી નીચે જાય એટલે સમકિત પણ જાય. સીધા તો કોઈ કુકર્મ કરતા નથી, પણ આસક્તિ જોરદાર છે અને સદ્ગતિનાં એક પણ કારણ રહ્યાં નથી. આસક્તિ વધારે આવે એટલે નીલ ગ્લેશ્યા આદિ આવે, સુખશીલતા આવે, એટલે આર્તધ્યાન ચાલુ થઈ જાય. સદ્ગતિનું એક પણ કારણ પકડી રાખવા માટે જીવે સાવધાન રહેવું પડે. વળી સદ્ગતિનાં કારણો તમને નહીં વળગી પડે પણ તમારે મહેનત કરી કારણોને પકડવાં પડશે. સભા મંદષાય તો હોય જ ને? મ.સા. ના, અપેક્ષાઓ એવી આવવાની છે તે પ્રમાણે ન મળે તો આકુળવ્યાકુળ થાય, ગુસ્સે થઈ જાય, સંતાપ પણ થઈ જાય. માટે સગતિ માટે જે મંદ કષાયોની કક્ષા માંગી છે તે જાય, પછી તો દુર્ગતિ માટે બારણાં ખૂલી જાય અને એ રીતે ખુલ્લાં રહે છે તે બાજુ જવાનું પણ આવે. સંસારની ભૌતિક સામગ્રીમાં હિંસા, આરંભ તો સમાયેલાં જ છે. પછી તેની તીવ્ર આસક્તિ આવે એટલે તે જોઇએ જ એવી અપેક્ષા આવે, એટલે તે હિંસા સાથે તમારા પરિણામ જોડાવાના. પરિણામની ધારા ક્યારે આમથી આમ થાય છે અને લપસણી ક્યાં આવે છે, તે તો ખબર જ ન પડે. બહારથી બધું એમનું એમ લાગે ( સદ્ગતિ તમારા હાથમાં ! ની ૧૫૪) Jain Educationa International For Personal and Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ પણ અંદરથી પરિણામની ધારા બદલાય તેટલી વાર છે. માટે કક્ષા ટકાવી રાખવા સતત પ્રવૃત્તિ સતત જાગૃતિ જોઈએ જ. જે ધર્મ જોઈએ તે નથી તો પછી વિરતિના પરિણામ રહે ક્યારે? અમારા માટે નિયમ છે કે કારણ વિના કોઈ પણ વસ્તુ વિના સંકોચે વાપરે તો મહાવ્રતોનો પરિણામ ટકે નહિ. અમારા પરિણામ બગડે એટલે છેક સુધીની હિંસા લાગવાનું ચાલુ થઈ જાય. તમને અનાજની હિંસા ક્યાંથી લાગે? વાવવા માટે હળ, તે હળ વાપરવાની હિંસા, બધું જ લાગે. કેમકે તમારા તેવા ભાવ છે. તેવી રીતે અમે પણ સાવચેત ન હોઇએ તો લાગે ને? અહીં અમુક પદ્ધતિથી જ વસ્તુ મેળવવાની. વિના કારણે અમે બધુ અનુકૂળ, દોષિત, વિના સંકોચે વાપરીએ તો પરિણામને કારણે હિંસાના દોષ લાગવાનું ચાલુ થાય. આ કપડાં પહેરવા માત્રથી પાપમાંથી બચાતું નથી. સતત મહાવ્રતના પરિણામ જાળવવાના છે. માટે જ પરિણામની ધારા ટકાવવી તલવારની ધાર કરતાં કઠણ છે. પૂજય આનંદઘનજી મહારાજ ફરમાવે છે, “ધાર તલવારની સોહિલી, દોહિલી ચૌદમા જિનતણી ચરણ સેવા.” તલવારની ધાર પર ચાલવું સહેલું પણ આપની (ભગવાનની) ચરણ સેવા એટલે આજ્ઞા મુજબનું જીવન, તે તો તલવારની ધાર પર ચાલવા કરતાં પણ કઠિન છે. પૂ.આનંદઘનજી મહારાજને આવું લાગે તો બીજાને તો વિચારવાનું રહે? માટે ભગવાનના શાસનમાં બરાબર પરિણામની ધારામાં રહેવું હોય તો સતત સાવધાની તો જોઇએ જ. માટે ચૌદપૂર્વી આવી રીતે જ એકેન્દ્રિયગતિ બાંધે છે. આમ તો પવિત્ર જીવન લાગે પણ ભોગ/સુખ-સગવડમાં આ પ્રકારની આસક્તિ આવી ત્યાં શાસ્ત્ર ફરમાવે છે કે, આવી રીતે કેટલાય ચૌદપૂર્વી નિગોદમાં ગયા છે. અનંત ભૂતકાળમાં આવા અનંતા ચૌદપૂર્વી નિગોદમાં ગયા છે. જો આવાની પણ કર્મ શરમ ન રાખે તો આપણી તો વાત જ ક્યાં? એટલે હવે પાછા તમારે જવાનું નક્કી તેવો અર્થ ન કરતા. કેમ કે બચ્યાના દાખલા પણ ઘણા છે અને લાખ ચડે પછી એક પડે છે. બધા ચૌદપૂર્વીઓ નિગોદમાં નથી ગયા. ક્યારેક ઉપરનો પડે પણ નીચેનો ચઢી જાય એવું બને ને? માટે એકેન્દ્રિયનો બંધ અટકાવવા મનમાંથી મૂઢતાપૂર્વકની આસક્તિની તળિયાઝાટક સફાઈ કરવી પડશે. વિકલેજિયબંધ પ્રાયોગ્ય ભાવો : હવે બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિંદ્રિયના બંધો લઇએ છીએ. આ જીવો એ કેન્દ્રિયના જીવો કરતાં વિકસિત છે. જૈન બાયોલોજીમાં (જીવવિજ્ઞાનમાં) જીવોનું વર્ગીકરણ ખૂબ જ વ્યાપક સ્તર પર કરવામાં આવ્યું છે. plant and animal(વનસ્પતિ અને પ્રાણી), એવી રીતે જીવોનું વર્ગીકરણ વિજ્ઞાનમાં છે. મેં એક વૈજ્ઞાનિકને પૂછેલું કે વિકાસની દૃષ્ટિએ વર્ગીકરણ કેમ નહીં? હલન-ચલન કરી શકે તેવા ત્રસ જીવો અને ઇચ્છા હોવા છતાં હલન-ચલન ન કરી શકે તેવા સ્થાવર. આવું વિકાસના આધાર પર વર્ગીકરણ વિજ્ઞાનની ટર્મીનોલોજીમાં નથી. કેમ કે વ્યાપ જ સમજ્યા નથી. ઘણા જીવો તો પાછળથી શોધાયા. ત્યાં વિજ્ઞાનમાં ઓર્ગન, સેન્સેસન(ઇંદ્રિયો અને તેની સંવેદના) દ્વારા જીવોનું વર્ગીકરણ નથી. માટે વર્ગીકરણમાં (૧૫૫) ક સદ્ગતિ તમારા હાથમાં !) Jain Educationa International For Personal and Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ સુબદ્ધતા ઓછી છે. જૈન ધર્મના વર્ગીકરણમાં સુબદ્ધતા ધણી. ત્રસ એટલે હાલી ચાલી શકે તેવા. ત્રાસ થાય અને ઇચ્છા હોય તો ત્યાંથી ખસે. એટલે શારીરિક વિકાસ એટલો કે ખસી શકે છે. અમુક જીવોને સુખ જોઇએ છે, દુઃખ નથી જોઈતું, છતાં ઇચ્છા છતાં ખસી ન શકે. વૃક્ષ હોય ત્યાંથી સો ફૂટ દૂર બધી સગવડતા મળે તેમ હોય, છતાં જિંદગી સુધી રિબાઇને જીવશે પણ ત્યાં જઈ શકશે નહિ. બેઇન્દ્રિયથી માંડીને બધા જીવો ત્રસ છે. એકેન્દ્રિય સ્થાવરમાં પણ ભેદ છે. ત્યાં પણ અનડેવલપ્ટ(અવિકસિત) હોય તો સ્વતંત્ર દેહ નહિ. ઘણાને સ્વતંત્ર દેહ મળ્યો, છતાં અમુક રીતે અપંગ. માટે એક ઇયળ બનવા પણ અમુક પુણ્ય બાંધવું પડે. માટે સંસારની એક એક અનુકૂળતા માટે કેટલું કેટલું પુણ્ય ચૂકવ્યું ત્યારે આ મળ્યું છે? જે લેવલ સુધી પહોંચ્યા છો તેના માટે થોકબંધ પુણ્ય ભરપાઈ કર્યું છે. એમ ને એમ અહીં નથી આવી ગયા. વિકલેન્દ્રિય હાલી ચાલી શકે. બેઇન્દ્રિયને જીભ હોય, તે ઇન્દ્રિયને નાક હોય, ચઉરિદ્રિયને આંખ હોય છે. છતાં બધા જીવો શુદ્ર જીવજંતુઓની યોનિના છે. માત્ર ઇયળની જ જાતો કેટલી હશે? તેમાં એક એકમાં સંખ્યા કેટલી? ગાયના એક પોદરામાં પણ કેટલી ઈયળ? જો કે એકેન્દ્રિય કરતાં ક્યાંય ઓછી. પણ તમારા કરતાં સંખ્યા ઘણી. એક મનુષ્ય લો તો પેલા લાખો, કરોડો આવે. (સંસારના એક દશ્યમાં અસંખ્ય જીવોના પ્રાણ લેવાયા હોય, પછી એ દશ્ય જોઇ જોઇ રાચો તો તે જેમાંથી બન્યાં છે ત્યાં તમારે જવું પડશે.) સભા એટલે નિરસ થઈ જીવન જીવવાનું? મ.સા. અમે નિરસ થઈ જીવવાનું નથી કહેતા. તમે ઊંધો અર્થ લીધો. અમે કહીએ છીએ કચરામાં ન રાચો. અમે ચોવીસ કલાક દિવેલ પીધા જેવું મોં રાખવાનું નથી કહેતા. અમે તો કહીએ છીએ જેમાં રસ લેવા જેવો નથી તેમાં શું રાચી રહો છો? વધારે રસપૂર્વક જીવવાનું કહીએ છીએ. સભા અમને ઓછામાં સંતોષ છે. મ.સા. તો તો ઝૂંપડપટ્ટીમાં મોકલીએ. ઓછામાં ઓછી જરૂરિયાતથી જીવનારો માણસ ઝૂંપડપટ્ટીમાં છે. બોલો, ઓછામાં સંતોષ છે તો ત્યાં જવું છે? સભા સુખ-સગવડ મળવી અને રાચવું નહિ તે મુશ્કેલ છે. મ.સા. સુખ પણ કચરા જેવું મળે તો વિચારક રાચે જ નહિ. સભાઃ કચરા જેવું લાગે તો ને? મ.સા. નજરો નજર દેખાય છે તો પણ કચરા જેવું માનતા નથી? અરે! દેવતાદેવાંગનાંને કદાચ બાજુ પર મૂકો પણ તમારું કેવું રૂપ છે જેમાં રાચો છો? ઘણાને પોતાનું મોં જોઈ ડર લાગે, છતાં મોહ છૂટે છે? હકીકતમાં જીવ વિચારવા જ તૈયાર નથી. લક્ષણ જ મૂઢતાનું છે. ઘણાને પોતાના મોં પર જ ઘણી ખામીઓ દેખાય છતાં રાચો તો તેમાં જ ( સદ્ગતિ તમારા હાથમાં !) છે , આ મિ(૧૫) Jain Educationa International For Personal and Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ ને? રોજ દાળ, ભાત, શાક, રોટલી જ ખાઓ છો પણ ત્યાં ચોંટો છો ને? મારે તો રસ લેવો હોય તો કેવા ભાવ કરવા તે શીખવાડવું છે. ભગવાનને તમને દુઃખી કરવા નથી. સાચા ધમભા શ્રાવકને ચોવીસ કલાક ભાવનાનો રસાસ્વાદ મળતો હોય. પૂ.વિનયવિજયજી મહારાજ સાહેબ ફરમાવે છે કે મોહથી વ્યાપ્ત જગતમાં, ધર્માત્મા શુભ ભાવનાના રસથી સતત રસ જાળવતા હોય. અમારા ભગવાને એવું શીખવ્યું છે કે કોઈને સુખી કરવા નહિ? સુખી થાય તેવી સારી ભાવના ન રાખવી? અમારી તો જીવમાત્ર સુખી થાય તેવી ઇચ્છા હોય. મૂળ વાત-ત્રણ ભવોમાં જીવાયોનિના પ્રકારો ઘણા. વિકલેન્દ્રિયની વધારેમાં વધારે જાતો. જેમ જેમ વાંચો/સમજો તેમ તેમ હેરત પામી જાઓ તેવું છે. બાયોલોજીમાં આ જ શાખા લઈ પી.એચ.ડી. થયા. તેમના રીપોર્ટ્સ વાંચીએ તો થાય કે આત્માની વિવિધતા કેટલી છે! તેનો બોધ થાય તેવું વર્ણન આજે પણ મળે. જૈન આગમોનાં જીવોનાં વર્ણનને તે પુરવાર કરે તેવા વિજ્ઞાનના રીપોર્ટ્સ છે. પણ આ ભવો એકદમ શુદ્ર ભવો. એટલે ત્યાં જીવન જીવે તો પણ શું કરે? કોઇનાં લોહી પીને જીવવાનું, માખી એંઠવાડ ખાઈને જીવે. આમાંનો કોઈ ભવ તમને ગમે ખરો? તમને પસંદ ન પડે તેવા જ ભવો છે. માખી કોઇનું ઘૂંક, કોઇની લાળ ચૂસ્યા કરતી હોય. જન્મે ત્યારથી દુઃખમાં જીવવાનું. જીવન પંદર દિવસ, બે પાંચ મહિના જ હોય. ઈયળ જન્મે તો બે-ચાર દિવસમાં મરી જાય. મોટે ભાગે જન્મી, ત્રાસ પામી મરવાનું. નિરાશ્રિત, દુઃખી, અનાથ, અનેક રીતે વિકલ એવા શુદ્ર જીવો છે. આવી ગતિના બંધનાં કારણો માટે શાસ્ત્ર કહે છે, એકેન્દ્રિય કરતાં વિલેન્દ્રિયમાં જડતા ઘટી પણ વિકાસની તકો ઘણી ઓછી. વળી મોટે ભાગે જ્યાં જન્મે ત્યાં જ મરે, પાછો ત્યાં જ જન્મ-મરે. દા.ત. વિષ્ટાના કીડાને વિષ્ટા જ ફાવે. આખો દિવસ વિષ્ટામાં લીન થઈ પડ્યો રહે. એવો જડભરત થઈ પડ્યો રહે કે પાછો મરીને એકેન્દ્રિયમાં જ જાય. માંડ નીકળ્યો હોય અને પાછો ત્યાં જ જાય. કરોળિયો કેટલી વાર ચઢે પડે? આપણે એકેન્દ્રિયમાંથી પંચેન્દ્રિયમાં આવતાં સુધીમાં અનંતીવાર પડ્યા છીએ. તમને સંસારચક્રનું સ્વરૂપ, સંસારની ભયાનકતા સમજાઈ જાય તો ઊંઘ ઊડી જાય તેવું છે. સભા ચડતી-પડતી ક્યા કારણે? મ.સા. તેવા ભાવોને કારણે. ઈયળને પણ ખાવા ખોરાક મળે તો આસક્ત લયલીન થઈ કેવી ચોટે? ધનેરાને ઘઉં મળે પછી કેવા ચોટે? બહાર કાઢો તો કેવાં તરફડિયાં મારે છે? તેના માટે બધી સગવડ ત્યાં જ છે. માટે તે જ આસક્તિનું સ્થાન બને. સભા આવી જીવાતને બહાર કાઢી જયણા માટે ક્યાં રાખી શકાય? મ.સા. જીવાત માટેની માટલી રાખે. તેમાં વાડકી જેટલું અનાજ રાખી મૂકે. શ્રાવક યોગ્ય જયણા રાખે. શ્રાવકના ઘરમાં ગયેલો આવો જીવ પણ દુ:ખી ન થાય. પણ તમારે ત્યાં માણસ આવે તો પણ દુઃખી ન થાય એવું ખરું? શ્રાવકના ઘરમાં બધાની સંભાળ (૧૫૭) પોલીસ કરી છેતે સદ્ગતિ તમારા હાથમાં !) Jain Educationa International For Personal and Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ લેવાતી હોય. સત્તરમી સદીમાં જે પરદેશીઓ ભારતમાં આવ્યા તેમણે તે સમયના અબજોપતિ શેઠિયાઓ, સમૃદ્ધ, વૈભવવાળા માટે લખ્યું કે દુનિયામાં બધે ફર્યા પણ આ જૈનો જેવાં કુટુંબો ન જોયાં. તેમને ત્યાં બધા જીવોનું જતન થાય. શ્રાવકના ઘરે કોઇપણ જીવ, વગર કારણે સીદાય ને મરે તેવું બને? તમારે ત્યાં સ્થાવર તો વગર કારણે શેકાય? ડોલ વગેરે ખુલ્લી રાખો એટલે નબળા જીવો માટે મરવાની શક્યતા રાખી. અત્યારે તમે કેળાની છાલ રસ્તા પર હોય અને લપસીને પડી જાઓ તો? તમે મરી નથી જવાના, હાડકાં જ ભાંગવાનાં છે, છતાં કેવું બોલો? જયારે તમારી નિષ્કાળજીથી આવા જીવો તો બિચારા મરી જ જવાના છે, છતાં તમને કાંઇ નહિ ને? તા. ૨૩-૬-૯૬, રવિવાર. અનંત ઉપકારી, અનંત જ્ઞાની શ્રી તીર્થંક૨ ૫૨માત્માઓ જગતના જીવમાત્રને ચાર ગતિરૂપ ભવભ્રમણમાંથી મુક્ત કરાવવા ધર્મતીર્થની સ્થાપના કરે છે. મહાપુરુષોની દૃષ્ટિએ આ સંસારમાં વાસ્તવિક રીતે વિચારીએ તો એવી કોઇ ગતિ જ નથી જે પસંદ કરવા યોગ્ય હોય. પરંતુ જીવ મૂઢ છે એટલે દેવલોક વગેરે સદ્ગતિની ભૌતિક ઝાકઝમાળ જોઇ, ઘણીવાર વાસ્તવિક બોધ ન હોય તો તેનું આકર્ષણ થાય છે અને તે તે ગતિની ઇચ્છા પણ થાય છે. પણ હકીકતમાં ત્યાં સુખની કલ્પના કરવી તે ભ્રમજાળ છે. માટે મહાજ્ઞાનીઓ આ ૮૪ લાખ જીવાયોનિરૂપ સંસારને અસાર જ કહી ગયા છે, માટે ગતિબંધથી મુક્ત થવાની જરૂર છે. પણ વર્તમાનમાં આપણે સંપૂર્ણ મુક્ત થઇ શકીએ તેવી શક્યતા નથી. કેમકે છઠ્ઠા/સાતમા ગુણસ્થાનકમાં રમનારા આત્માઓ પણ ગતિ બાંધતા હોય છે. પ્રભુએ દીક્ષા લીધી પછી કેવલજ્ઞાન પહેલાં ક્ષપકશ્રેણિની પૂર્વભૂમિકા સુધી ગતિબંધ સતત ચાલુ, પણ એટલી વિશુદ્ધ અવસ્થા હોય કે ગતિ બંધાય તો પણ શુભ જ હોય. છતાં પણ બંધ તો ચાલુ જ. કેમકે બંધ અટકે તેવું ભાવનું લેવલ ત્યાં પણ નથી. કર્મોનો પ્રહાર આવા ઉત્તમ જીવો પર પણ ચાલુ હોય, તો આપણે કર્મોના પ્રહાર ટાળી શકીએ તે શક્ય જ નથી. જ્ઞાનાવરણીયકર્મબંધ, ગતિબંધ, વગેરે સતત ચાલુ. અત્યારે એટ ધ મોસ્ટ(વધુમાં વધુ) આપણે અશુભ બંધ કેન્સલ કરી શુભ કર્મોના બંધ ગોઠવી શકીએ. તેના માર્ગદર્શન માટે કયા ભાવથી કઇ ગતિનો બંધ થાય તેનું સ્પષ્ટ ચિત્ર તૈયાર ન થાય ત્યાં સુધી અશુભ ગતિબંધથી સ્પષ્ટ બચાય નહીં. તે હોય તો અશુભ ભાવ ઉપસે એટલે તરત જ અંદરથી સાયરન વાગવાની ચાલુ થાય. વળી આપણાથી કોઇ ગતિનું દુઃખ તો વેઠી શકાય તેવું લેવલ નથી. શારીરિક પણ સહેજ વધારે દુ:ખ આવે એટલે ઊંચા-નીચા થઇ જાવ. માનસિક બાબતમાં કેટલી સહનશક્તિ તે પણ તમારા સંસારના વ્યવહારથી જ ખ્યાલ આવે. એવું કોઇ કુટુંબ ખરું કે જ્યાં મુશ્કેલી(પ્રોબ્લેમ) નથી? લોહીના સંબંધો છે, વર્ષો સુધી એકબીજા પાછળ ઘસાય છે, છતાં પ્રસંગે તરત જ ખબર પડે, કેમકે માનસિક સહનશક્તિ તદ્દન ઓછી. તમને જેના પર લાગણી છે તેનાથી પણ સહેજ અણગમતું થઇ જાય તો પણ ઉશ્કેરાટ સદ્ગતિ તમારા હાથમાં ! (૧૫૮) વ્યાખ્યાન: ૧૯ Jain Educationa International For Personal and Private Use Only. Page #164 -------------------------------------------------------------------------- ________________ થઇ જાય. એટલે માનસિક/શારીરિક બંને સહન કરવાની ક્ષમતા ઓછી છે. પણ દુર્ગતિમાં તો દુઃખોની ઝડી વ૨સશે, દુઃખોની હારમાળા છે. મરો કે જીવો તેનો ભાવ પણ કોઇ ન પૂછે. ત્યાં કોઇ ધણીધોરી, ભાવ પૂછનાર નથી, ત્યારે મુશ્કેલી પડશે. દુર્ગતિમાં સહનશીલતા રહેતી હોય તો ત્યાં જાવ. ત્યાં બેલેન્સ રાખશો તો કર્મનિર્જરા ત્યાં પણ છે, પણ તે શક્ય જ નથી. માટે સાવધાન થયા વિના કોઇ છૂટકો જ નથી. પછી ભાવિનો વિચાર જ ન કરીએ તો જુદી વાત છે. કબૂતર બિલાડીને જુએ એટલે આંખ મીંચે, પણ આંખો મીંચવાથી કબૂતર બચે ખરું? ઊલટું બિલાડીને પકડવા પૂરેપૂરી તક મળે. તે વખતે કબૂતર હજુ ઊડવાનો પ્રયત્ન કરે તો બચવાની શક્યતા છે. તેમ ભયાનક પરલોક સામે દેખાવા છતાં આંખ મીંચામણાં કરીએ તો ઝડપાયા વિના રહેવાના નથી. માટે પરલોકમાં દુર્ગતિથી બચવા સતત ભાવોનું વિશ્લેષણ કરવું જ પડશે. બંધનું/કર્મનું ચક્ર આપણી ઇચ્છા પર ચાલતું નથી. અહીં તો ભગવાને પણ ભૂલ કરી તો તેમને પણ કર્મે સજા ફટકારી. ચમરબંધી માટે પણ છૂટકો નથી. એણે જેવા પરિણામ કર્યા હોય તેની કર્મ તો નોંધ લેવાનું જ.(નોટીંગ કરવાનું જ.) એકેન્દ્રિય/નરક ભારે દુર્ગતિઓ છે. તેમાં ઇચ્છવા યોગ્ય એકેય ભવ નથી. નરકમાં પારવાર વેદના, એકેન્દ્રિયમાં દુઃખના પહાડો તૈયાર. છતાં નરકમાં દુઃખ ખૂબ જ વેધકતાથી અનુભવ કરવાનું છે, કારણ કે દુઃખનું સંવેદન-સ્પર્શ થાય તેવું વિકસિત મન છે. એકેન્દ્રિય અવિકસિત છે, એટલે જીવ પર દુઃખ પડે છે પણ સભાન અવસ્થા ન હોવાથી દુ:ખ બહુ ન લાગે. આ તમને એકેન્દ્રિય ગતિનો પ્લસ પોઇન્ટ લાગશે અને થાય કે એકેન્દ્રિયમાં જવું નરક કરતાં સારું, પણ ત્યાં જોખમ મોટું છે. એકવાર ફસાયા પછી નીકળવાનો આરો-ઓવારો નથી. નરકમાં એકવાર આયુષ્ય પૂરું થાય એટલે જીવ બહાર નીકળવાનો જ. એકેન્દ્રિયમાં તો એ જ અધ્યવસાય, એ જ ગતિ, એ જ અધ્યવસાય, એ જ ગતિ રહેશે. જડતાપૂર્વકની આસક્તિ એકેન્દ્રિય ગતિનો બંધ કરાવે. ત્યારે રૌદ્ર અધ્યવસાય, ક્રૂરતા, ઉશ્કેરાટ, આવેશ, વિશ્વાસઘાત, ચોરી, ખૂનામરકી આ બધું યોજનાપૂર્વક કરો તો, તે કારણે નકગતિ બંધાય. જગત આખું પાપ તો આસક્તિના પ્રતાપે જ કરે છે, જે આસક્તિના આ બે પ્રકારો. એક રૌદ્રતાપૂર્વકની આસક્તિ અને બીજી જડતાપૂર્વકની આસક્તિ. ઘણાનું મન જ એવું કે મારું ધાર્યું ન થાય તો કામ પતી ગયું, ખબર પાડી દઉં, લે મૂક કરી દઇશ, બરબાદ કરી દઇશ. આવા રૌદ્ર પરિણામોમાં તાકાત છે કે જીવને નરકતિ તરફનો જ બંધ કરાવે. જ્યારે બીજા જીવોમાં ભોગની મમતા/લાલસા છે, પણ મનગમતા વિષયો મળ્યા એટલે દુનિયા ભૂલી જાય. જીવનમાં ભયો ભયો થઇ જાય. આવી પ્રવૃત્તિ જીવ મૂઢ/નિર્વિચા૨ક બને ત્યારે થાય. આ જડતાપૂર્વકની આસક્તિ, પછી તે કોઇપણ વસ્તુમાં હોઇ શકે. ઘણીવાર તો કોઇ વસ્તુ પરની આવી આસક્તિ હોય, જે પછી સીધા તે વસ્તુ જેમાંથી બની હોય તેમાં જ તમને ગોઠવી દે. લાખો કરોડો જીવો રોજ એકેન્દ્રિયગતિ આ રીતે બાંધી પરલોકમાં પહોંચી જતા હોય છે. એકેન્દ્રિયમાં વિપુલમાં વિપુલ જીવોનો જથ્થો. બધા ત્રસ જીવો કુલ અસંખ્યાતા. એકેન્દ્રિય જીવો કુલ અનંતા. બધા જીવોને (૧૫૯) સદ્ગતિ તમારા હાથમાં ! Jain Educationa International For Personal and Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ પોતાના પેટાળમાં સમાવી લે તેવી એકેન્દ્રિય યોનિ જ છે. એક વાર ગયા પછી કોઇ હાથ પકડી ઉપર નહીં લાવી શકે તે તો હકીકત છે. બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિદ્રિયના ભવોમાં થોડો વિકાસ વધારે છે. એકેંદ્રિય તો દોરા વાર પણ ખસી ન શકે. બેઇન્દ્રિય વગેરે થોડા ઘણા પણ હરીફરી શકે, સુખદુઃખનો વિચાર કરી સગવડને અનુકૂળ પુરુષાર્થ કરી શકે છે, પુણ્યયોગે એવી શક્તિ મળી છે. તમે જે કાંઇ કરી શકો છો તે તમારી બુદ્ધિ/હોશિયારી છે? તમારા કરતાં ઘણા બુદ્ધિશાળી ઘરમાં ક્રીપલ્ડ થઇ પડ્યા છે. પણ આ બધામાં પુણ્ય સિવાય કોઇ કારણ નથી. એક આંગળી હલે છે તેમાં પણ પુણ્ય કારણ છે. સ્થિતિ જ એવી કે મગજમાં કોઇ જાતની રાઇ રહે જ નહીં. બાકી તો જીવ કર્મને એટલો આધીન છે કે કર્મ પરવાનગી આપે તો જ બધું થઇ શકે. સંસારમાં ભલભલા માંધાતા પર કર્મનો કેવો કંટ્રોલ છે! આપણે તો કર્મ પાસે મગતરા છીએ. છતાં અત્યારે મનુષ્યભવમાં આપણી પાસે અદ્ભુત શક્તિ-સમજણ એ છે કે, અત્યારે આપણે કેવા ભાવ રાખવા તે આપણી મરજીની વાત છે. શરીર કેવું રાખવું તે આપણી મરજીની વાત નથી, પણ મન, મનની પરિણતિ કેવી રાખવી તે તમારા હાથની વાત છે. તમારે ક્રોધ ન કરવો હોય તો કોઇ ક્રોધ ન કરાવી શકે. આવા ક્રોધના નિમિત્તોને ઝીલવા ન ઝીલવા તમારા મનની વાત છે. આપણા મનના માલિક આપણે છીએ. અત્યારે મન એવું મળ્યું છે કે તમે સન્માર્ગેઉન્માર્ગે લઇ જઇ શકો. અમુક બાબતોમાં તમે થોડા સ્વતંત્ર પણ છો. ભાગ્ય પુણ્યથી મળેલી સ્વતંત્રતાનો જેટલો સદુપયોગ કરી શકો તેટલું જીવનમાં તમે ખાટી જાવ. માટે પહેલાં યાદ રાખવું કે હું સંપૂર્ણ રીતે સ્વતંત્ર નથી અને સંપૂર્ણ રીતે પરતંત્ર પણ નથી. આ નહીં સમજો તો જીવનમાં મળેલી તકો એળે જશે. પોતાની મર્યાદાઓની ખબર જોઇએ. જ્યાં કાંઇ નહીં ચાલે તેમાં ખોટી રાઇ લઇ ફરીશું તો હાથ હેઠા જ પડવાના. પણ જ્યાં કર્મ નહીં મરજીનો સ્કોપ છે ત્યાં મરજીનો સદુપયોગ કરો. આંખ મળે પુણ્યથી, પણ આંખ મળ્યા પછી ક્યાં વાપરવી તેમાં તમારી મરજીની વાત છે. પુરુષાર્થ/કર્મના તબક્કા નક્કી ન કરનારા ખોટી રીતે ગૂંચવાયા છે. પ્રભુએ કર્મ સાથે પુરુષાર્થની પણ વાત કરી છે. એટલે તમે બધી રીતે કર્મને શરણે છો તેવું પણ નથી, સાથે તમે એકદમ છૂટા છો તેવું પણ નથી કહ્યું. ઘણીવાર તો કર્મ રાખે તેમ રહેતાં શીખવું પડશે. બંને સિદ્ધાંતો સાચા છે. યોગ્ય રીતે વિનિયોગ થાય તો જીવનની દિશા મળે. ઊંધા વિનિયોગ થાય તો જીવનમાં વિકાસને અવરોધક બને છે, તેણે ભગવાને કહેલા સિદ્ધાંતને ઊંધો પકડ્યો છે. સિદ્ધાંત યોગ્ય કોન્ટેક્સ(પરિપેક્ષ્ય)માં પકડાય તો જ ઉપયોગી થાય. વિકલેન્દ્રિય જીવો હાલી ચાલી શકે છે. પોતાની રીતે ઘરબાર શોધી લે છે. માંકડ પોતાની રીતે ઘર શોધી લે. ઇયળ પણ પોતાની સલામતી, ખાવાપીવા માટે પ્રયત્ન કરી શકે છે. જરાક અનુકૂળતા મળે તો મસ્ત થઇ ફરે. જરાક ત્રાસ આપો તો તરફડિયાં મારશે. આ બધાને જીવન જીવવા મળ્યું પણ જીવન કિંમત વિનાનું છે. માખી જન્મ-મરે, કોઇ નોંધ લે છે? ગમે તે ખાવાનું-પીવાનું, ગમે તેમ જીવવાનું. અત્યારે સદ્ગતિ તમારા હાથમાં ! ૧૬૦) Jain Educationa International For Personal and Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ કોઇનું થૂંક અડે તો પણ અકળામણ થાય, જ્યારે અહીં આખા ગામનો એંઠવાડ ટેસ્ટથી ખાય છે. એટલું જ નહીં તેને મેળવવા ઝપાઝપી કરે અને મળ્યા પછી તન્મય થઇ ભોગવ્યા કરે છે. કણિયા ખાતર પ્રસંગે જાન આપી દે છે. એકદમ ક્ષુદ્ર ભવો, ક્ષુદ્ર અવસ્થા. અહીં જીવ કેમ જાય છે? તેમાં કા૨ણ જીવના ક્ષુદ્ર મનોભાવો. હિંસા, આસક્તિપૂર્વક પાપ કરે તો જ દુર્ગતિ બંધાય, આ સર્વસામાન્ય કારણ છે. પણ આસક્તિપૂર્વકના પાપના પરિણામોમાં અહીં ક્ષુદ્રતાની પ્રધાનતા છે. ક્ષુદ્ર એટલે કચરા જેવો જેનો સ્વભાવ, વાતવાતમાં વાંકું પડે, ઓછું આવે, દ્વિધા થાય, ચાર જણમાં ન બોલાવે તો વાંકું પડી જાય. ઘણાનો સ્વભાવ એવો હોય કે બીજાની મશ્કરી કરતાં તેને કાંઇ ન થાય, પણ કોઇ એની મશ્કરી કરશે તો ઝાળ લાગે. ઉગ્રતાના ભાવ ન હોય પણ નાની નાની કોટિના સંક્લેશ આવે. ઘડીકમાં મતભેદ/અબોલા/રકઝક થઇ જાય. સહેજ માન મળે તો લેવાઇ જાય. અસહિષ્ણુતા એટલી કે પોતાની કેટેગરીનો દોષ બીજામાં હોય તો પણ સહન ન થાય. પ્રકૃતિના બધા ક્ષુદ્ર ભાવો છે, પણ તીવ્ર રાગ કે દ્વેષના ભાવ નથી. સભા ઃ આવું કર્મને કા૨ણે જ થાય ને? મ.સા. : ખાલી કર્મના કારણે નથી બનતું, પણ આંતરિક ભાવો કેવા કરવા તેમાં તમારી મરજીનો સ્કોપ છે, પ્રયત્ન માટે જગા છે; પણ ખરાબ સંસ્કારો જ ભવોભવ પાડ્યા. જે રૂઢ કર્યું તે આપણે જ કર્યું ને? સ્વભાવમાં જે કાંઇ ખામીઓ/ખૂબીઓ છે તેનું સર્જન તો આપણું જ છે. બીજા તો નિમિત્ત બનવાના. તમારા મનના ભાવ કરવા, ન કરવા, કેવા કરવા, તે બધું તમારા હાથમાં જ છે. તીર્થંકરો જેવા આપણા મનના ભાવ પલટાવવામાં નિમિત્ત બની શકે, પણ તેઓ મનના ભાવોને પલટી ન શકે. એની ચાવી બીજો કોઇ જ ન લઇ શકે અને તે જો થઇ શકતું હોત તો સંસારમાં મહાપુરુષોએ કેટલાયને સારા બનાવી સદ્ગતિમાં મોકલી આપ્યા હોત. પણ માત્ર કર્મના નામથી છટકી શકો તેમ નથી. તમારા ભૂતકાળના-વર્તમાનના ભવોમાં તમારો હિસ્સો જ છે, તેનું જ આ પરિણામ છે. માટે આવા પોઇન્ટસ પકડી બીજાને જવાબદાર બનાવવાનો વિકલ્પ જ ન કરવો. તે દિશા જ નુકસાનકારક વાસ્તવિક્તાથી દૂર છે. માટે ખામીઓ વગેરે દૂર ન થાય તો તે મારી જ ભૂલ(ડ્રોબેક) છે, હું મારો સ્વભાવ બદલી શકું તેમ છું, તેમ વિચારી તે માટે પ્રગતિ કરવાનો નિર્ણય કરો અને આવાં દૃષ્ટાંતો પણ છે. જેઓ સાધના કરી મોક્ષમાં ગયા તે બધાએ પોતાનો સ્વભાવ બદલ્યો જ છે અને તેમાં જ ખરી સાધના છે. આ જ ધર્મસાધનાનું કેન્દ્રબિંદુ છે. આ ભાવો આપણે કરીએ છીએ, માટે તેનાં જે પરિણામો આવે છે તેમાં જવાબદારી આપણી જ રહે છે. ઘણા કહે છે કે કર્મો એવાં છે કે આવા ભાવ થાય છે. આવું આશ્વાસન ન લો. વિચારો, કર્મની નહીં મારી જ ભૂલ છે. વળી બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચરિંદ્રિયના ભવો એવા જ છે કે ત્યાં જાઓ પછી પાછી ક્ષુદ્રતા જ આવે. દુર્ગતિ જ એવી છે કે દુર્ગતિનું કારણ બને છે. બાકી તો દુર્ગતિના ફાંસલામાં ફસાયા પછી સમય પૂરો થાય (૧૬૧) - સદ્ગતિ તમારા હાથમાં ! Jain Educationa International For Personal and Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ અને જીવ ત્યાંથી નીકળી જાય તે શક્ય જ નથી. કેમકે વિષચક્ર જ એવું છે. કીડી કણિયા માટે ઝઘડે. એ વસ્તુમાં સાર શું? પણ ઝઘડા-કષાયો કેટલાં? ક્ષુદ્રતા કેમ આવી? જેની તમારે માટે કોઈ કિંમત નથી, તેના માટે એ ઝપાઝપી કેટલી કરે? આ ભવમાં આવી વૃત્તિઓ વધતી જ જાય છે. વળી સ્થિતિ જ એવી કે આ વૃત્તિઓ વધે એવા જ કપરા સંયોગો હોય. માખી બળખા પર બેઠી હશે તો બીજાને ઝટ બેસવા નહીં દે. આસક્તિ અને તેમાં ક્ષુદ્રતાવૃત્તિ ભળેલી છે. ઇયળો વિખાછાણ એઠવાડ વગેરેમાં પેદા થઈ હોય, જયાં આપણે અત્યારે એક સેકંડ પણ રહેવાનું પસંદ ન કરીએ, ત્યાં “એવી ગંદકી મને જ મળે, હું જ ભોગવી લઉં,” એવી વૃત્તિ આ જીવોને હોય. સભા દેવોની સરખામણીમાં આપણા ભોગો આવા જ ને? મ.સા. ચોક્કસ. છતાં બંનેના ક્ષુદ્રતાના લેવલમાં તફાવત છે. હાઈ લેવલની સદ્ગતિ આવે છે ત્યાં પ્રાયઃ ઉચ્ચ ગોત્ર, શાતા વેદનીય, શુભનામકર્મ વગેરે જેવી પુણ્યપ્રકૃતિઓનો પૂરો જથ્થો ઉદયમાં હોય ત્યારે જીવ આવી ઊંચી સગતિમાં જન્મે છે. આ બધાના સંપૂર્ણ ફળરૂપે જીવ સગવડો ભોગવતો હોય છે અને જેટલો ઊંચો ભવ એટલા શક્તિ ઇંદ્રિયો વગેરે ઊંચું મળે. સાથે આવા જીવની મનોવૃત્તિઓ ઉદાર/સહિષ્ણુ/ગંભીર/ધીર વિશાળ થાય. અહીં પણ ઊંચાં ખાનદાન કુળોમાં બાળકમાં પણ એટલી ઉદારતા હોય કે ગમે તે વસ્તુ આપી દે. વસ્તુપાળ તેજપાળવરધવલ વગેરે દાન આપતા તે સાંભળો તો ખબર પડે. જરાક કોઈ સારું કામ કરીને આવે એટલે લાખો-કરોડો સોનામહોરો આપી દે. વળી આ બધા ધર્માત્મા જ હોય તેમ નહીં, પણ ઉચ્ચગોત્ર વગેરે પ્રકૃતિથી સામાન્ય ધર્મ ન હોય તેવા રાજવી પણ આટલી ઉદારતા રાખે. ઊંચા દેવ બધા ભેગાસાથે રહે, ઊંચા ભોગ ભોગવે છતાં અકરાંતિયાપણું પણ ન હોય. પ્રકૃતિ જ ઊંચી. ગતિ વાતાવરણ આપે છે. વાતાવરણ મન પર ઘણી અસર કરે છે. વાતાવરણ એટલે શરીરનાં પુગલ, કાયા વગેરે લેવાનું. યુગલિકોના સમયમાં જનાવરો પણ એટલી શાંત પ્રકૃતિનાં હોય કે મરી મરીને સદ્ગતિમાં જાય. અત્યારનાં કૂતરાં જેવાં ત્યારનાં કૂતરાં ન હોય. કૂતરાની યોનિ, જીવ, ભવ, વગેરે તો એ જ, પણ શું બન્યું કે તે સમયનાં હવા, પાણી, વાતાવરણ, શરીરનાં પુદ્ગલો જ એવાં કે જીવોમાં અમુક રીતની સંક્લિષ્ટતા જ ન હોય. વાતાવરણની અસર જ માની. માટે જ મોક્ષની સાધના માટે પહેલો-બીજો-ત્રીજો આરો અયોગ્ય. તે તે સમયમાં પુદ્ગલ એવાં હોય તો એવી જ અસર પાડે. અતિ સ્નિગ્ધ પુદ્ગલ, અતિ રૂક્ષ પુદગલો મનોભાવ પર આવી અસર કરે છે. હવા-પાણી-ખોરાક દ્વારા જે પુગલો સંકળાય છે તે પણ અસર કરે છે. પહેલા આરામાં અતિ સ્નિગ્ધ પુદ્ગલો. અત્યારે પણ સ્નિગ્ધ દ્રવ્યો આપો તો ગુસ્સાવાળો શાંત થશે. તેની સામે અમુક એવાં દ્રવ્ય આપો તો શાંત પ્રકૃતિનો ગુસ્સાવાળો થશે. પુદ્ગલની અસર માની જ છે. વિકલેંદ્રિયના ભાવોમાં ક્ષુદ્રતાપૂર્વકની આસક્તિ જ તે ભવમાં જવાનું મોટું પાસુ છે. રૂપ/બુદ્ધિ/ધન/સંપત્તિ/ઐશ્વર્ય શેનાથી મળે, તેના બધાનાં કર્મો માન્યાં. પછી તે (સદ્ગતિ તમારા હાથમાં !) આપ આ ૧૬૨) Jain Educationa International For Personal and Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ કર્મોના બંધ કેવી રીતે થાય, તે માટેનું લોજીક(તક) આપ્યું. કર્મ આઠ પ્રકારનાં. ગોત્રકર્મના પ્રભાવથી રૂપ-સંપત્તિ-બલ-તપ વગેરે મળે. આ બધા માટે અહંકારના ભાવ કર્યા હોય તો હલકું મળે, અર્થાત્ નીચગોત્ર બંધાય; પણ સદુપયોગ કરો તો ઉચ્ચ ગોત્ર બંધાય. આવો કર્મવાદ પણ દુનિયાના કોઈ ધર્મમાં નહીં મળે. બધા ધર્મોવાળા કહેશે, સારું મળે તે સત્કાર્યથી અને ખરાબ મળે તે દુષ્કૃત્યોથી. આવું બાંધે ભારે કહેનારાં શાસ્ત્રો મળશે. ત્યારે જૈનશાસન તો કહેશે કે વિશેષ પ્રકારના શાતાવેદનીય કર્મનો ઉદય, સારાં વસ્ત્રોની પ્રાપ્તિ માટે કારણ. એટલે સ્પેશ્યલ સ્પેસીફીક કર્મનો ઉદય માન્યો. વળી માત્ર કર્મનું જ વર્ણન નહીં પણ તેનો બંધ શેનાથી થાય તેનું પણ વર્ણન જેન કર્મવાદમાં મળશે, જેમ સારો મેપ(નક્શો) હોય તો ઘરે બેઠા બેઠા જગાનો ક્યાસ કાઢી શકો તેમ. શર્ટમાં બટન સારું, આંગળી સારી મળી, તો પણ તે માટેનું ફીક્સ કર્મ. તેના બંધનાં પણ કારણ. આટલું વિશ્લેષણ તમારી કલ્પનામાં છે? આ ભણી જાઓ તો થાય કે ભગવાન ખરેખર સર્વજ્ઞ હતા. બીજી વ્યક્તિ કર્મના ભેદ બતાવી શકે, પણ આંતરિક ભાવ તો જ્ઞાનથી જ ઓળખાય છે. દુનિયાના જીવમાત્રના આંતરિક ભાવોને પ્રભુ નક્કી જાણતા હશે, માટે જ આવું વિશ્લેષણ (એનાલીસીસ) કરી શક્યા છે ને? ચડતીપડતીમાં બધા જીવોના ભાવો, તેનું કન્ટીન્યુએશન(સાતત્ય) પણ બતાવ્યું છે. તમે આંતરિક ભાવોની દુનિયા ઓછી સમજ્યા હો માટે આ અવલોકન) પણ ન કરી શકો. ક્યા અવસરે કયા જીવને કેવા ભાવો થશે, તે પણ કહ્યું છે. વળી આ બધું લખનાર મહાપુરુષો આજીવન અણીશુદ્ધ જીવન જીવ્યા હોય, પાપ કશું જ ન કર્યું હોય, છતાં પાપબંધના ભાવો જાણી શકે. પવિત્ર મહાત્માઓ દુનિયાના જીવોના પાપોનું રજેરજ વર્ણન કરી શકે. પ્રત્યેક શ્રાવક ધારે તો કર્મવાદ ભણી શકે છે. ભણશે તો પોતાને જ દિશા સૂઝી જશે કે શું કરું તો ભારે કર્મોથી બચી શકું. બાકી તો અત્યંત અંધારામાં અટવાવા જેવી સ્થિતિ આવે છે. દુનિયાના કેટલા ઓછા જીવોને આવો કર્મવાદ વારસામાં મળ્યો છે? અને તમને મળ્યો છે તો શું કામ ભણતા નથી? ક્ષુદ્રતાનાં દૃષ્ટાંત કેટલાં પણ આપી શકાય. ઘણી સ્ત્રીઓ શરીર પર નાનો પણ તલ વગેરે હોય તો થાય કે કોઈ જોઇ ન જાય, માટે ત્યાં સાડી વગેરેનો છેડો રાખે. ઘણા, મારા માટે બીજા શું માને? એ જ વિચાર્યા કરે. ઘણાને તો હરેક બાબતમાં બીજાનો જ વિચાર, એટલે પોતાને સારું લાગે તે કરી જ ન શકે. રસ્તે ચાલતા માણસના અભિપ્રાયની પણ એમને મન કિંમત હોય. સભા પોતાનાથી નીચી કક્ષા જુએ તો બચી જવાય. મ.સા. શુભ ભાવો કરવા માટે તો હજારો આલંબનો છે. દુઃખ આવે ત્યારે વિચારે મેં બાંધેલાં કર્મોનો જ આ વિપાક છે. વળી વિચારે કે મારા કરતાં બીજાના કર્મના વિપાક ઘણા છે. વળી આવો સંતાપ કરવાથી દુઃખ થોડું જતું રહેશે? શુભ ભાવો કરો એટલે આવેગો શાંત થાય. નિમિત્તોને શુભ રીતે વળાંક આપો તેવી ઇચ્છા છે? ધર્મની સાધના જ આ છે. દુનિયાને કાબૂમાં રાખવી તમારા હાથમાં નથી. નિમિત્તો મારી/તમારી મરજી ૧૬૩). કરી ( સદ્ગતિ તમારાં હાથમાં !) Jain Educationa International For Personal and Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ મુજબ આવવાનાં નથી. સાંજે શું થવાનું છે તે પણ ખબર ન હોય. આ સ્થિતિમાં વિચારવાનું કે બહારનાં નિમિત્તો ગમે ત્યારે, ગમે તે રીતે આવી શકે છે. તેને કેવી રીતે સ્વીકારવાં અને કેવી રીતે મારે મારા ભાવો ટકાવવા તે જ મારે વિચારવાનું. જેમ જેમ નિમિત્તોને શુભમાં વધારે ફેરવતા જાઓ, તેમ તેમ સાધના વધે. જ્યારે ૧૦૦% શુભ ભાવોમાં પરિવર્તન કરાવશો ત્યારે સંપૂર્ણ શોભાયુક્ત શ્રેષ્ઠ શ્રાવક જીવન બને. હું જ્યારે આ કરી શકું ત્યારે જ મારું ચરિત્ર અણીશુદ્ધ/શોભાયુક્ત બને છે. ધર્મ તે જ શીખવે છે. તેને યોગ્ય શાસ્ત્ર/ભગવાનની આજ્ઞાચરિત્ર/ભાવનાઓનું શુભ વિચારોનું અવલંબન લો. આ કલાવાળાને કોઈ વ્યક્તિ માનસિક રીતે હેરાન નહીં કરી શકે. કદાચ કોઇ શારીરિક દુ:ખ આપી શકે, તે તો નાનો મચ્છર પણ કરી શકે છે. પણ અંદરમાં તો કોઈ કાંઇ ન કરી શકે. તે ધર્મનું એક જાતનું કવચ તૈયાર થઈ ગયું. સુરક્ષા કવચ(પ્રોટેક્શન સેલ) આવે, એટલે માનીએ જીવન આરાધી ગયા છે. પછી તો શુભ ધારા ચાલુ રહેશે. આ સાધના કરવા જેવી લાગે છે? પાર્શ્વનાથ ભગવાનનું દષ્ટાંત - મરુભૂતિના ભવમાં પ્રભુનો પહેલો ભવ. તેની પહેલાંના ભવમાં ધર્મ કર્યો હોય તો પણ શાસે તેની નોંધ ન લીધી. કેમકે ત્યારે અધ્યાત્મ ન હતું. ઉત્થાનની શરૂઆત મરુભૂતિના ભવથી હતી. મભૂતિ સામે સગો મોટો ભાઈ કમઠ. એક જ માના પેટે બંનેએ અવતાર લીધેલો. વર્ષો સુધી સંબંધ. બંનેની પ્રકૃતિમાં તફાવત. મોટો અમુક આચારવિચારમાં બરાબર નથી. નાનામાં ગુણવત્તા છે. કમઠ મરુભૂતિની પત્ની સાથે આડો સંબંધ રાખે છે. મભૂતિ ખૂબ જ ગુણિયલ, દેશવિરતિધર શ્રાવક છે. તે ભાઇને ઘણું સમજાવે છે, પણ પેલો માનવા તૈયાર જ નથી. ઘરમાં કોઈ વડીલ હોય તો કહે. હવે કોઈ વડીલ છે જ નહીં. એટલે પછી આખરે કોઈ વિકલ્પ ન જણાતાં રાજા સાથેના સારા સંબંધો છે, એટલે રાજાને વાત કરી. પાછું ભાઈને સજા કરાવવાની ભાવના નથી. રાજાએ કમઠને દેશનિકાલ કરી દીધો. પછી તેને દુ:ખગર્ભિત વૈરાગ્ય થયો. દીક્ષા લીધી. સાધના કરી. એકવાર વિચરતાં વિચરતાં શહેરની નજીક આવ્યા છે. મરુભૂતિ વિચારે છે, આમ તો કમઠનો જ વાંક હતો, છતાં વગર કારણે સંતાપ/મનદુ:ખ ન રહે, વળી તેમણે સંયમ લીધો છે, અરુચિ નીકળી જાય, માટે સામે ચાલી મિચ્છામિ દુક્કડ આપવા ગયો છે. લાયકાતની દષ્ટિએ કેટલો ઊંચો. પેલો પગમાં પડી મિચ્છામિ દુક્કડું આપે છે. તે વખતે કમઠને થયું, આ ખરો લાગ છે. એટલે બાજુમાંથી પથ્થર ઉપાડી સીધો મરુભૂતિના માથા પર પટક્યો છે. નિમિત્ત કેવું છે? ભલભલાને ગુસ્સો આવી જાય. પણ કહે છે, આ વખતે મરુભૂતિએ મનના ભાવ બગાડ્યા ન હોત તો સારી ગતિ કલ્યાણ થાત. તીર્થકરનો આત્મા સામે ચાલી મિચ્છામિ દુક્કડ કરવા ગયો પણ સામે વ્યક્તિ લાયક ન હતી. માટે જ શાસ્ત્રમાં કહ્યું કે લાયક હોય તો જ યોગ્ય વ્યવહાર કરવો. હવે મરુભૂતિને છેલ્લે આવેશ આવ્યો કે મેં આટલી ઉદારતા દાખવી ને આણે આવું વર્તન કર્યું? બસ, ભાવોએ પલટો ખાધો. સમકિત, દેશવિરતિ ગયાં. આર્તધ્યાન આવ્યું. સીધી તિર્યંચગતિ બાંધી. હાથીના ભવમાં ગયા. આપણા મનમાં હોય છે કે આટલું બધું થાય તો તો આવો ભાવ થાય જ ને? આ (સદ્ગતિ તમારા હાથમાં! , ૧૬૪ Jain Educationa International For Personal and Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ સ્વાભાવિક છે એમ થાય. પણ કર્મસત્તા પાસે આવું સ્વાભાવિક(બટ નેચરલ) ન ચાલે. હા, સ્વાભાવિક ભૂલી જવાનું. કર્મસત્તા તે નહીં સમજે. મરુભૂતિના સંયોગોમાં આવો ભાવ આવે તે સ્વાભાવિક હતું, પણ કર્મસત્તાએ સંયોગોની નોંધ ન લીધી. માટે કહેવું છે કે તમે જો કંટ્રોલ ગુમાવો અને અશુભ ભાવો કરો તો કર્મ કશી શરમ નથી રાખતું. · સભા ઃ આવા સમયે મરુભૂતિએ શું વિચારવું જોઇતું હતું? મ.સા. વિચારે કે મારી ભૂલ કે સામાની લાયકાત જોયા વિના હું મિચ્છામિ દુક્કડં આપવા આવ્યો. વળી ભૂતકાળમાં પણ મેં કર્મ બાંધ્યાં એટલે સગો ભાઇ આવું કરે છે. ગમે તેની સાથે યોગ્ય વ્યવહાર પણ નહીં કરવાનો. સભા ઃ સામેથી મિચ્છામિ દુક્કડં નહીં કરવાનું? મ.સા. ઃ લાયક જીવ હોય તો સામેથી જાય. પણ લાગે કે સામેથી જવામાં અનર્થ છે, તો ઘરના ખૂણામાં બેસી મિચ્છામિ દુક્કડં આપે, પણ સામે ન જાય. ભલે તમારે કોઇને નુકસાન ન કરવું હોય, પણ તમારે જાતે તો સારી રીતે આરાધના કરવી છે ને? મનુષ્યભવમાં એકવાર તો દુર્ગતિમાં જવું પડે તેવું કર્મ બાંધ્યું ને? આણે તો પુણ્યાનુબંધી પુણ્ય બાંધ્યું હતું, એટલે ઊંચો આવશે. બાકી હાથીના ભવમાં શું પાપ ન થાય? હાથીની વૃત્તિઓ કેવી? હાથી નરબચ્ચું જન્મે તો બાપ જ સગા દીકરાને મારી નાખે. કેમકે હાથીને થાય કે આ મોટો થશે તો મારો સમોવડયો થશે. હાથણીને જીવવા દે. આ ભવમાંથી બહાર નીકળવું હોય તો? તેથી જ ગમે તેવાં નિમિત્તો આવે તો પણ ધર્મ તો એ જ કહે છે કે, તમારે આવાં નિમિત્તોમાં પણ શુભ ભાવને તો ટકાવી જ રાખવાનો. ન ટકાવો તો અધર્મમાં જઇ રહ્યા છો. તેનું ફળ પણ તમારે જ ભોગવવું પડશે. આનું ફળ તો મરુભૂતિને ભોગવવું પડ્યું ને? કેટલો ગુણવાન, તીર્થંકરનો આત્મા, સમકિતી, દેશવિરતિધર પણ દુર્ગતિમાં ગયો. માટે નિમિત્તોની અસર લેવીન લેવી તે બાબતમાં સાવધાન થવું જ પડશે. મરુભૂતિ કરતાં તો બધાં નિમિત્તો આપણા જીવનમાં હળવાં જ આવે ને? ધારો તો મજેથી શુભભાવ ટકાવી શકો. મારે તો તમને ગોખાવી દેવું છે કે નિમિત્તોની શુભ અસર લઇને જ ધર્મની સાધના થઇ શકે. તમારી આજુબાજુ હરેક જીવની લાયકાત ગુણવત્તા ઓળખો. ગુણીયલ જોઇ સદ્ભાવ કરવાનો છે. સાથે અધિકગુણીમાં અલ્પગુણીનું ભાન તે મિથ્યાત્વ, તેવી જ રીતે અલ્પગુણીમાં અધિકગુણીનું ભાન તે પણ મિથ્યાત્વ. જે પોતે ગુણીયલને ગુણહીન માને છે તે પોતે જ સમકિતરહિત છે. માટે જીવો જેવા હોય તે પ્રમાણે તેમના પ્રત્યે દયા, ભક્તિ, પ્રમોદ, બહુમાન રાખવાનાં છે. આ વસ્તુ ધર્મ કરનાર ધર્માત્મા માટે આવશ્યક છે. જેટલા ગુણ/ગુણીને ઓળખશો, એટલો ઉચિત વ્યવહાર કરી શકશો. આચાર્ય ભગવંતે વિનયરત્નને ઓળખવામાં થાપ ખાધી તો મરવાનું આવ્યું ને? કેમકે પછી એક જ ઉપાય હતો. કં તો પ્રાણને હોમવા અથવા શાસનની હીલના. ઉદયન રાજા વિશાળ (૧૬૫) સદ્ગતિ તમારા હાથમાં !) Jain Educationa International For Personal and Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ સામ્રાજયનો ધણી હોવા છતાં શ્રાવક જીવનનાં વ્રતો પાળનારો હતો. પર્વ દિવસે તો પૌષધ લે જ. કોઈવાર દિવસે ન લેવાય તો છેવટે રાત્રે પણ લે. આચાર્ય ભગવંત સાથે ધર્મચર્ચા કરી શકે તેવો વિદ્વાન શ્રાવક છે. માટે ધર્માચાર્ય પણ ખાસ તેની પૌષધશાળામાં રાતવાસો રોકાઈ ધર્મબોધ કરાવવા જાય છે. પહેલાંના જમાનામાં રાજા કોણ થઈ શકે? રાજવંશી પુરુષ, બોતેર કલા ભણેલા. આવા પ્રજ્ઞાસંપન્નને ધર્મ આપી પ્રબોધ કરે તો તે કેવા આચાર્ય હશે? તે પણ વિનયરત્નને ઓળખવામાં થાપ ખાઈ ગયા. જો કે અહીં પારખશક્તિ પૂરી હતી, પણ પેલો અભિનય કરવામાં એવો એક્કો હતો કે તે દ્વારા આચાર્યને પણ આંખમાં ધૂળ નાંખી. આચાર્ય ભગવંત પ્રયત્નની દૃષ્ટિએ નિર્દોષ, છતાં ભૂલ થઈ તો કેવો ભોગ આપવો પડ્યો છે! જે છરીથી રાજાનું માથું કપાયું તે જ છરીથી પોતાનું ગળું કાપી મરી જવું પડ્યું. આચાર્ય ભગવંતે વિચાર્યું કે હું જીવતો નીકળીશ તો લોકમાં થશે, આચાર્યએ જ વિરોધી દુશ્મનો સાથે ભળી રાજાને દગો આપ્યો છે. તેથી શાસનની અપભ્રાજના થશે. માટે એક જ વિકલ્પ છે કે મારે પણ રાજા સાથે પરલોકમાં જવું અને તેમાં જ શાસનની શાન છે. આચાર્ય ભગવંત જીવ્યા હોત તો કેટલો ઉપકાર કરી શકત! પણ આવા પ્રભાવક આચાર્ય માટે પણ શું સ્થિતિ આવી? કોઈ વિકલ્પ જ ન હતો. કાં તો નાશ કાં તો શાસનની અપભ્રાજના. આચાર્ય ભગવંતે સમાધિપૂર્વક કાળ કરવા, જે કરી હતી તે પોતાના ગળે ફેરવી. પોતે સમજતા હતા કે જીવીશ તો શાસન પર કેટલા ઉપકાર થશે, મરીશ તો કેટલી ખોટ જશે, માટે આપણે હવે શું કરીએ? તેવું ન વિચારાય. થાપ ખાધી એટલે ફળ ભોગવો. બીજો વિકલ્પ છે જ નહીં. આવું માનસ હશે તો અડધો આવેશ તો ત્યાં જ શમી જશે. આ આવશે તો અંદરથી મન કહેશે કે દુનિયા કાંઇ ન આપી શકે તે ધર્મ આપી શકે છે. ધર્મનું પ્રત્યક્ષ ફળ તમે અનુભવી શકશો. જો નિમિત્તને સુધારવાની કળા હસ્તગત કરો તો પછી તો થાય કે જગતમાં ધર્મનો છેડો તો મૂકવા જેવો જ નથી. ક્ષદ્ર ભાવોને જન્માવનાર નિમિત્તોથી સાવધાન થઇ જશો તો પછી વિકસેંદ્રિયનો ગતિબંધ થશે જ નહીં. આવા ગતિબંધના નિવારણ માટે ક્ષદ્રતાને મૂકવા જેવી છે. સભા ઃ આપણે આપણો ભૂતકાળ ભૂલી ગયા મ.સા. : ભૂતકાળ ભૂલી જવાના સ્વભાવે જ જીવનમાં અડધો ડખો ઊભો કર્યો છે. ભૂતકાળમાંથી બોધપાઠ લેતા હોત તો ઘણી ભૂલો અટકી જાત. સુખ આવે તો ખુશ, દુઃખમાં રડી લે. માના પેટમાં કેવા રહ્યા તે યાદ છે? સભા તે વખતે સહનશક્તિ તો હતી જ ને? મ.સા. એ તો અત્યારે એ રીતે એક કલાક રાખીએ તો ખબર પડે કે સહનશક્તિ કેટલી છે? તે વખતે તો છૂટકો જ ન હતો. તમારું પુણ્ય હશે તો તમારા જન્મ પર બીજા હસ્યા હશે, પણ તમે તો રડતા જ હતા ને? બોલવામાં બહાદૂર બનશું તે નહીં ચાલે. વાસ્તવિકતાનો વિચાર પણ કરવો જ પડશે. તે વિચાર નહીં કરો તો ગતિબંધ તો અટકી (સદ્ગતિ તમારા હાથમાં !) , . (૧૬) કે જન ના કાકા અને કાકા - = Jain Educationa International For Personal and Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ નહીં જ જાય. ક્ષુદ્રતાપૂર્વકના રાગદ્વેષના ભાવોને જીવનમાંથી તિલાંજલિ આપો. પછી વિકલૈંદ્રિયની ગતિ તો અટકી જશે. તિએચપંચેન્દ્રિયબંધ પ્રાયોગ્ય ભાવો - સૌથી ઊંચી દુર્ગતિ તિર્યચપંચેન્દ્રિયની ગતિ. તેમાં બે ભેદ- (૧) સંજ્ઞી અને (૨) અસંજ્ઞી. અસંજ્ઞી તિર્યંચપંચેન્દ્રિય જીવને ધર્મ પાળવાની શક્યતા નથી. સંશી તિર્યચપંચેન્દ્રિય પણ ભાગ્યે જ ધર્મ પામી શકે. અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના ભવોમાં આત્મકલ્યાણનો તો કોઇ અવસર જ નથી, પછી ભલે સામે તીર્થકરો આવે, તો તીર્થકર તેમને જોઈ ચાલતા થાય, પણ તેમને કાંઇ ન કરી શકે. તીર્થકરો પણ શું ઉપદેશ આપી શકે? સભા આયુનો બંધ પડી ગયો હોય તો? મ.સા. તો એકવાર તે ગતિમાં જવું પડે. મરુભૂતિને છેલ્લી ઘડીએ આયુષ્યનો બંધ પડ્યો. આખું જીવન ધર્મ કર્યો ત્યારે બંધ પડ્યો હોત તો? પણ આખી જિંદગી ધર્મ કર્યો એટલે પુણ્યનો ખડકલો છે. બીજા હાથીના ભાવમાં અમુક સમય રખડ્યા. તેમાં શું થયું? આ બાજુ અરવિંદ રાજા મરુભૂતિનું મૃત્યુ થયા પછી વૈરાગ્ય પામીને દીક્ષા લઇ કાઉસ્સગ્ગ ધ્યાનમાં ઊભા છે. પ્રશાંતભાવથી સાધના કરી રહ્યા છે. તેમને જોઈને હાથી પૂર્વભવના સ્મરણથી જાતિસ્મરણપૂર્વક પ્રતિબોધ પામે છે. હવે આ નિમિત્ત કોણે આપ્યું? પુણ્ય. એટલે એકવાર આયુષ્ય બંધાયું પણ હાથ કોણે પકડ્યો? આગળના પુણ્ય જ ને? આયુષ્ય બંધાયું કે ન બંધાય પણ તમે સાવધાન થશો તો ધર્મારાધના દ્વારા નુકસાન છે જ નહીં, એકાંતે ફાયદો જ છે. માત્ર સાવધાન થવાનું જ વિચારવાનું. ખ્યાલ આવે ત્યારથી દુર્ગતિનો બંધ અટકે તેવું કરો. શાસ્ત્રમાં નરકની જેમ તિર્યંચનાં સામાન્ય કારણો બતાવ્યાં છે. નરકગતિમાં જેમ ક્રૂરતા સામાન્ય કારણ, તેવી રીતે જેટલા તિર્યંચમાં જાય છે તેમાં માયા સામાન્ય કારણ છે. પશુઓમાં માયાવી વૃત્તિ હોય. પશુ પ્રાયઃ કરીને માયાવી હોય. જન્મથી જ માયા આત્મસાત. તે ભવમાં જવાનું કારણ પણ આવી માયા જ છે. દુર્ગતિનું સામાન્ય કારણ મિથ્યાત્વ. તે ન હોય તો દુર્ગતિ બાંધે જ નહીં. મિથ્યાત્વ હોય છતાં બીજાં સગતિનાં કારણોમાંનું એક કારણ હોય તો દુર્ગતિ ન બંધાય. તત્ત્વાર્થસૂત્રમાં પૂ.ઉમાસ્વાતિ મહારાજ સાહેબ ફરમાવે છે કે “માયા તૈર્યગ્યાનસ્ય !” આ માયા મિથ્યાત્વના ઘરની જ લેવાની, કેમકે દુર્ગતિગામિની છે. આ માયા તિર્યંચયોનિનું કેમ કારણ છે? તો દરેક પશુમાં કંઈ ને કંઈ સંતાડવાની | છૂપાવવાની/ઠગવાની વૃત્તિઓ હોય જ છે. દા.ત. ઘણાં કૂતરાંને ગમે તેટલું ખાવા આપો તો પણ ધીમે રહી રોટલો પકડી કોઈ ન જુએ તે રીતે ખૂણામાં ચાલ્યું જશે. નાના મચ્છરને પણ કરડવું હોય તો ધીમે ધીમે સલૂકાઇથી બેસશે, પછી ઊડવાનું હોય ત્યારે ડિંખ મારી ઊડતો ચાલ્યો જાય. માંકડ ઓશીકામાં ભરાઈ રહે, જરાક ચટકો ભરે પછી (૧૬૭) વાત સદ્ગતિ તમારા હાથમાં !) Jain Educationa International For Personal and Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ સંતાઇ જાય. કરડવું છે, પણ ખુલ્લેઆમ નહીં, માયાથી જ કરડવું છે. સભા : માયા ભવના જ કારણે? મ.સા. ઃ માયા ભવના/નબળાઇના કારણે, પણ ઘણીવાર વૃત્તિઓ જ તેવી હોય. સભા ઃ મનુષ્યોમાં પણ માયા ઓછી નથી હોતી. મ.સા. એ તો તિર્યંચમાં જવાનું છે તેની પૂર્વતૈયારીઓ સમજવાની. અહીં મનુષ્યભવમાં પણ માયા હોય જ. અહીં તો કલાઓ ભણવા મળે છે, જેનાથી તમે કોઇને ઊઠાં ભણાવી શકો છો, દાવપેચ રમી શકો છો; પણ ત્યાં તો (તિર્યંચગતિમાં) જન્મથી જ માયા છે. પશુમાં તો જન્મથી જ માયા હોય. નાનાં કીડી, મંકોડા વગે૨ે તમે જુઓ તો કંઇને કંઇ સંતાડે, છળકપટ કરે. કીડી આમ જતી હોય તો પણ સ્હેજ હાથ આગળ મૂકો એટલે મડદું થઇ પડી રહે. તમને ડર લાગે કે મરી ગઇ. પણ હાથ લઇ લો એટલે થોડીવારમાં સડસડાટ ચાલી જાય. શાસ્ત્ર કહે છે, માયાથી વ્યાપ્ત આખી તિર્યંચયોનિ છે. તે ભવમાં રહેલા આ વૃત્તિઓને જન્મથી જ સેવતા હોય છે. આમ તો પંચેન્દ્રિયજાતિ પુણ્યપ્રકૃતિ છે, માટે પશુમાં પણ કૂતરાં, બિલાડાં વગેરે થવા પણ અમુક પુણ્ય તો જોઇએ જ. હાથ, પગ, નાક, આંખ બધું છે ને? પંચેન્દ્રિય પશુ પણ બને પુણ્યથી. આમાં કેવા જીવો જાય? સદ્ગુણો કેળવતા હોય, સત્કાર્યો કરતા હોય, છતાં અમુક વૃત્તિઓ એવી હોય કે આવું થાય. હવે તમે સાવધાન ન રહો તો કેટલી માયા આવે? તમારામાં તો પશુ કરતાં વધારે બુદ્ધિ છે. શ્રી દશવૈકાલિક સૂત્રમાં લખ્યું છે, આખો સંસાર ત્યાગ કરીને આવેલા સાધુના જીવનમાં પણ માયા આવે, તો તે કેવી? રૂપસ્તનઓછો રૂપાળો હોય તો વધારે રૂપાળો દેખાવા પ્રયત્ન કરે. (તમે મેકઅપને માયા ગણો છો? એ તો તમારા મતે કળા છે ને?) સાધુ, માનો કે અમુક જગાએ શરીર પર ડાઘ હોય તો ત્યાં કપડું રાખે, રૂપ દેખાડવા કે કદરૂપાપણાને ઢાંકવા પ્રયત્ન કરે. પછી વયસ્કેનઉંમર વધુ હોય તો ઓછી દેખાડવા પ્રયત્ન કરે ને! તમે પણ ધોળા આવ્યા પછી કલપ કરીને આવો છો ને? જરાક ધ્યાન ન રાખો તો માયા તો હારમાળારૂપે ચાલે. વળી ક્યાંક વધારે ઉંમર દેખાવાથી ફાયદો હોય તો ત્યાં હોય તેના કરતાં વધારે કહે. હવે તપ તો આરાધક જ કરે ને? પણ તેમાં ભાવ શું? ઓછો કર્યો હોય તો વધારે બતાવવાનો ભાવ. ઘણા શરીરના દૂબળા હોય. બને એવું કે તેમના જ સમુદાયમાં બીજા તપસ્વી હોય, તે ખ્યાતિ પામેલા હોય. હવે કોઇને ખબર ન હોય એટલે આવા સાધુને પૂછે, પેલા તપસ્વી મહારાજ સાહેબ તમે જ ને? તે વખતે આ સીધા હા તો ના પાડે, કેમકે એમ કરે તો જૂઠું બોલ્યાનું પાપ લાગે. પણ તે વખતે શું કરે? તો મૌન રહે. એટલે પેલો સમજે કે હા, આ મહારાજ સાહેબ જ તપસ્વી છે. આ માયા છે. આવા સાધુ પણ મહાવ્રતો વગેરે સંયમ પાળવા છતાં મરીને દેવ થશે, પણ કિલ્બિષિક જેવી યોનિમાં ઉત્પન્ન થાય. સભા : કિલ્બિષિક દેવ એટલે? સદ્ગતિ તમારા હાથમાં ! Jain Educationa International For Personal and Private Use Only. +++++: ૧૬૮) Page #174 -------------------------------------------------------------------------- ________________ મ.સા. દેવલોકમાં સ્વીપર, ડોરકીપર વગેરે જેવા દેવ. અહીં તો વાળનારો પણ નસીબ ખૂલે તો શેઠ બને, પણ ત્યાં (દેવલોકમાં) વાળનારો કાયમ માટે વાળનારો જ રહે. ત્યાં કક્ષા નક્કી છે. (રેન્જ ફીક્સ છે.) તમારી દૃષ્ટિએ તો આ માયા, માયા જ નથી ને? આ બધું કહીને અમે તમને ડરાવવા નથી માંગતા. ખોટો ભય કરાવું તો મને ભયમોહનીય બંધાય. પણ મારે તો કહેવું છે, જીવનમાં વિચાર કરતા થઈ જાવ. તમે તો નાની નાની ચોરી, માયામૃષાવાદને તો ચોરી-માયામૃષાવાદ ગણો છો કે કેમ તે જ પ્રશ્ન ને? નાના નાના તો ઘણા જ આવા ભાવો આવે. તેમાં તો સાવધાન થાવ તો જ બચો. અમે પણ કપડાં પહેર્યા પણ ભાવ સારા નહીં હોય તો અમારા માટે પણ દુર્ગતિ તૈયાર જ છે. સંજ્ઞીપંચેન્દ્રિયપણું પણ ક્યારે પમાય છે? અસંખ્ય-અસંખ્ય પુરાશિએ સૂક્ષ્મમાંથી બાદર (દશ્યમાન શરીર-વીઝીબલ બોડી), બાદરમાંથી પ્રત્યેક (સ્વતંત્ર દેહ), પ્રત્યેકમાં એકેન્દ્રિય હોય, તેમાંથી ત્રાસપણું, તેમાં પણ પંચેન્દ્રિયપણું, તેમાં પણ સંજ્ઞીપંચેન્દ્રિયપણું પામે છે. જનાવર થવા પણ કેટલું પુણ્ય જોઈએ? જનાવર જેટલી શક્તિ પણ સંસારમાં બહુ અલ્પ જીવોને મળી છે. ઘણા આત્મા પુણ્ય-પાપ/પરલોક વગેરેને માને, માનવતાદિનાં સત્કાર્યો કરતા હોય, સજ્જનને શોભે તેવું જીવન જીવતા હોય, તે બધાથી પુણ્યપ્રકૃતિ બાંધે, તેનું લેવલ પંચેન્દ્રિય સુધી લઈ જાય પણ તિર્યંચગતિને વટાવી ન શકે. કારણ માયાદિ, આર્તધ્યાન, વક્રતા, આસક્તિ, પાપના ભાવો, રૌદ્રધ્યાન બધું પડ્યું હોય. એટલે કૂતરો થાય પણ પુણ્યપ્રકૃતિ હોય એટલે શેઠ સારી રીતે પંપાળે. એટલે પુણ્યપ્રકૃતિ આ લેવલની જ મળે. તેનાથી આગળનું લેવલ નથી. સંજ્ઞી તિર્યંચ-પંચેન્દ્રિય પછીની ઉપરની ગતિઓ સગતિ ગણાય. ભલે, ત્યાં પણ ધર્મારાધનાની સામગ્રી હોય તેવું નહીં. આસ્તિક અને શ્રદ્ધાળમાં પણ તપત્યાગ વગેરેની બીજી આરાધના ન હોય તો તિર્યચપંચેન્દ્રિયગતિ બાંધે. દુર્ગતિની આ છેલ્લી રેન્જ છે. સભા: માયા તો અત્યારે જીવનશૈલી (લાઈફસ્ટાઈલ) બની ગઈ છે. મ.સા. : સંસારમાં તમે જે જીવનશૈલી અપનાવી છે, તેના કરતાં કંઈ ગણી સારી જીવનશૈલી ભગવાનના શ્રાવક અપનાવી શકતા હતા. હું કહું છું તે અશક્ય છે તેવું નથી. માત્ર જે છે તેના કરતાં વધારે શ્રીમંતાઇ/હોશિયારી/કળા/ગુણવત્તા/ધર્મદાનવીરતા બતાવવાની વૃત્તિ નથી કરવી એટલું નક્કી કરો. સભા : માયા છોડીને આવ્યા છતાં માયા કેમ કરીએ છીએ? મ.સા. ઃ આ ભવ માયા છોડવાથી જ મળે એવું નથી. સદ્ગતિનાં છએ છ કારણો પકડીને આત્મસાતુ/ઓતપ્રોત કરી આવ્યા છો તેવું નથી ને? અમુક સદ્દગતિનું કારણ પકડી લીધું હતું માટે અહીં આવી ગયા. પણ આકસ્મિક રીતે (એક્સીડેન્ટલી) પણ આ ભવ પામી ગયા છો, એવું નથી. હવે જે કોઇ કારણથી સદ્ગતિ પામ્યા, પણ પામ્યા કાકા ની વહુ થઈ છે. (સદ્ગતિ તમારા હાથમાં ) Jain Educationa International For Personal and Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ પછી એનો સદુપયોગ કરવાની વાત રાખો. ભૂતકાળની નિરુપયોગી વાત કરવાનો કોઈ અર્થ નથી. ભૂતકાળને ખોટા દૃષ્ટિકોણથી યાદ કરી સંસ્મરણ કરશો તો કોઇ લાભ નથી. ભૂતકાળની ભૂલોથી બચવા ભૂતકાળને યાદ કરો. ઘણા જીવનના વિધેયાત્મક દૃષ્ટિકોણથી આવું જ વિચારવાનું કહે છે કે વર્તમાનમાં જીવો, ભૂતકાળને ભૂલી જાવ અને ભવિષ્યની ચિંતા ન કરો, (લીવ ઈન પ્રેઝન્ટાફરગેટ ધ પાસ્ટ એન્ડ ડોન્ટ વરી એબાઉટ ફ્યુચર) તો તે પણ ખોટું છે. શાસ્ત્ર કહે છે કે જે ખાલી વર્તમાનમાં જીવે છે તે અમારી દષ્ટિએ અધર્માત્મા/નાસ્તિક છે. ભવિષ્યની ચિંતા નહીં એટલે આસ્તિક નહીં. આસ્તિક માનો એટલે દીર્ધદષ્ટિ આવવી જ જોઈએ. સભા : પડશે તેવા દેવાશે. મ.સા. આ સારા વિચારક માણસોનાં સૂત્રો નથી. મરતાં સુધીનો અને મર્યા પછીના જીવનનો વિચાર કરવાનો છે. આપણે સારી વાત તો હજી ભૂલીએ પણ ખરાબ તો ભૂલતા જ નથી. આ પ્રકૃતિ બદલવી જોઇએ. સભા આ માનવસ્વભાવ છે.(ઇટ ઇઝ હ્યુમન સાયકોલોજી) .મ.સા. આ ભૂલ છે. ઘણા એવા છે જે આ સાયકોલોજીની ઉપરવટ (બીયોન્ડ) થઈ જીવતા હોય છે. આ સામાન્ય માનવસ્વભાવ (કોમન હ્યુમન સાયકોલોજી) નથી. છોડવી હોય તો છોડી શકો છો. ૮૪ લાખ યોનિમાં, ચારેય ગતિમાં, આ ભવનો સૌથી વધારે મહિમા ગાયો; તેનું કારણ આ ભવમાં જે મન મળે છે, તેની વિકાસ માટેની જે શક્તિ છે, તે બીજા કોઇના મનની નથી. આમ જોઈએ તો દેવતાના પ્રભાવ પાસે આપણે વામણા છીએ. છતાં માનવ પાસે વિશેષ શક્તિ શું છે, જેની પાસે દેવતા પણ કાંઇ નથી? તો તે તેને મળેલી મનની શક્તિ છે. મનની શક્તિ ધારે તો સંકલ્પબળ દ્વારા ત્યાગ/વિરતિ કરી શકે. દેવતા કરતાં તમારું મન મજબૂત(પાવરફુલ) છે. તમારા મન પાસે દેવતા પાણી ભરે. ઈન્દ્ર મહારાજાએ ઇન્દ્રસભામાં શું કહ્યું? ત્રણ લોકના દેવતા ભેગા થાય તો પણ આઠ વર્ષના મહાવીરને ડરાવવાની તાકાત નથી. આ મનની તાકાત જ છે ને? તમને એવો ભવ/યોનિ મળી છે કે, તમે ધારો તેટલી પ્રકૃતિ બદલી શકો. માનવમન જેવું પરિવર્તનશીલ બીજું કોઈ નથી. તે રીતની ફલેક્સીબીલીટી (પરિવર્તનશીલતા) જન્મથી જ મળે છે. માનવભવમાં માનવમન એ કુદરતની શ્રેષ્ઠ ભેટ (ગીફ્ટ) છે, જે મન દુનિયાની કોઈ જીવાયોનિમાં નથી મળતું. સભા દૃષ્ટાંત આપશો? મ.સા. વર્તમાનમાં એવા માણસ છે, જે સંકલ્પ દ્વારા ગમે તેવી ક્રોધિષ્ઠ પ્રકૃતિને શાંતપ્રશાંત કરી શકે છે. કોઈ મહાક્રોધીને જીવનમાંથી બોધપાઠ મળતાં એવી પ્રકૃતિ શાંત થઈ કે હવે માથાં પછાડી મરી જાવ તો પણ તેને ગુસ્સો ન આવે. દષ્ટાંત-અચ્યકારી (સદ્ગતિ તમારા હાથમાં !) તેને ૧૭૦) Jain Educationa International For Personal and Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ ભટ્ટા નામની શ્રેષ્ઠીપુત્રી છે. તેના પિતાએ તે જન્મી ત્યારે દીકરી હોવા છતાં દીકરો જન્મે તેના કરતાં મોટો મહોત્સવ કર્યો. કેટલા ભાઈઓ પછી બહેન હતી. એના માટે જ્યારે માતાપિતાને કામના હતી ત્યારે જ તેનો જન્મ થયો. પાણી માંગે ત્યાં દૂધ હાજર કરે એવી ટ્રીટમેન્ટ(સરભરા) મળતી, એવા લાડકોડ કર્યા છે. તે એવી તૈયાર થઈ કે કોઈ ખામી નથી, પરંતુ તેની ઈચ્છા વિરુદ્ધ કોઈ વાત ન થાય. આજે ઘણા દીકરાઓ હોય છે જેને ન ગમતું મળી જાય તો છૂટી વસ્તુ ફેંકે. આવું કરી કોણ શકે? પુણ્ય હોય તે જ. આ બાઈનું પુણ્ય તપે છે. નામ તો બીજું છે. દોમદોમ સાહ્યબી છે. સેંકડો દાસદાસીઓ છે. બધાં આનાથી ફફડ્યા કરે છે. રસ્તે જતાં કોઈ વચ્ચેથી નીકળે તો પણ આનો પિત્તો જાય. એ બેઠી હોય અને કોઈ તેના પર નજર કરે તો પણ ક્રોધ આવે. માટે બધાંએ એનું નામ પાડ્યું અઍકા. અચ્યુંકા એટલે ચુંકારો કરવો, બોલાવવું. એટલે આને બોલાવાય જ નહીં. બધાં સહન કરે છે પણ મનમાં સમજે છે. હવે યુવાનીમાં આવી. પણ કોઈ પરણવા તૈયાર નહીં. કેમકે બધાંને થાય કે ઘેર લાવ્યા પછી સાચવી નહીં શકીએ તો? બાપે પરણાવવા મહેનત કરી છે. મારી દીકરીને પરણે તેને આટલો દાયજો આપીશ વગેરે. પણ અત્યારે જ આવું હોય તો લાય લાગે ને? તેથી અહીંયાં કોઈ હાથ નાંખવા તૈયાર નથી. વિચારો કેવો સ્વભાવ હશે? સંસારનો નિયમ છે કે આવા આવેશવાળાને પણ કર્મ પરચો દેખાડે. ત્યારે શું થાય છે? તેમાં ઘણા ટીખળિયા ભેગા થયા. રાજાનો મંત્રી ઉમરમાં નાનો છે. મિત્રોએ મંત્રીને પાણી ચઢાવ્યું કે આટલું મોટું રાજ સંભાળો છો, રાજા ને બીજા અધિકારી પાસેથી પણ કામ લઈ શકો છો, પણ અમે તમને ખરા હોશિયાર ક્યારે માનીએ કે આ બાઈને સંભાળી શકો. વારે વારે કહ્યું, એટલે મંત્રી બીડું ઝડપે છે અને પોતાના નામથી માંગું મોકલ્યું. બાપે દીકરીનાં પૂરા ઠાઠથી લગ્ન કર્યા, ભરપૂર દાયજો આપ્યો. આ પરણીને મંત્રીને ઘરે આવી. પહેલે જ દિવસે શયનખંડમાં આવીને કહે છે, મને પૂછ્યા વગર કદી રાત્રે ઘરની બહાર રહેવું નહિ. સ્વભાવ જ એવો કે મનમાં આવે તે તડફડ કહી દે છે. મંત્રી સ્વતંત્રતા/ઉદ્ધતાઈ બધું જાણે છે. મંત્રી સંમત થઈ જાય છે. એમ દરેક બાબતમાં સંમત થાય છે. પોતે હોશિયાર બાહોશ છે એટલે બધી તજવીજ કરી આની બધી માંગણી પૂરી કરે છે. આમ દામ્પત્ય જીવન ચાલે છે. પણ આવું ઠંડું ઠંડું ચાલે તે કોઇ ચૌદસિયાને ફાવે? સંસારમાં ઘણાની વૃત્તિ જ એવી હોય કે પાડોશીના ઘરમાં પણ કંઈ ન થાય તે ન ફાવે. ભીંત આડે કાન દઈ લેવાદેવા વિના સાંભળે, પછી ચાર જણને કહે. આ બધી ક્ષુદ્ર વૃત્તિઓ છે. બધાં ચારે બાજુ તપાસ કરે છે કે મંત્રી અને કઈ રીતે પટાવે છે. તેમાં કોઈ વિરોધી ચૌદસિયાને કડી મળી ગઈ કે અંધારું થાય તે પહેલાં ઘરે પહોંચી જવાનું ફરમાન છે. આ તો હોશિયાર. સાંજ પહેલાં રાજાનું કામ પૂરું કરી આપે. હવે વિરોધીઓએ રાજાના કાન ભંભેર્યા કે તમારી પાસે કામ કરે છે પણ ઘરમાં પત્ની પાસે બકરી જેવો રહે છે. રાજાને બેઠું નહીં. વિરોધીઓએ કહ્યું ખાતરી કરી જુઓ, રોજ સાંજે વહેલો સરકી જશે. એક દિવસ રાત્રે રોકો. ખબર પડશે. એક દિવસ રાજાએ હોશિયારીથી એક પછી એક કામ આપ્યાં અને રાત્રે મોડા સુધી રાખ્યો. ઘરે પહોંચતાં રાત પડી ગઈ. ઘરના દરવાજા (૧૭૧) ( ( સદ્ગતિ તમારા હાથમાં !) Jain Educationa International For Personal and Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ બંધ. અંદરથી તાળું છે. ખખડાવે છે. નોકરચાકરનાં નામ લઇ ખખડાવે છે. નોકરચાકરને પણ પેલીનો હુકમ છે કે એને પૂછ્યા વિના ખોલવાનું નહિ. જોરથી બૂમો પાડે છે. મંત્રી કહે છે એક વાર દરવાજો ખોલો પછી વિચાર કરીશું. બહુ ટેમ્પો(આવેશ) જોયો ત્યારે સેવક પાસે દરવાજો ખોલાવડાવે છે. રાત્રે બાર વાગે પેલી કહે છે, હું જાઉં છું. મંત્રી સમજાવે છે. કાંઇ જ સાંભળતી નથી. મંત્રી સમજી ગયો, જે થશે તે ભવિષ્યમાં વિચારીશું. પગ પછાડતી પછાડતી રુઆબ સાથે જાય છે, હવે આ બાજુ જંગલ જેવું આવ્યું. ત્યાં રાત્રે અંધારામાં ચોરો જાય છે. તે આડા ઉતરે છે. એટલે આ પેલાઓને પણ ખખડાવે છે. પણ અહીં થોડું ચાલે? ચોર સામે થયા. ઊલટી પકડી. રાડ પાડે તે પહેલાં મોંમાં ડૂચો નાખી ઉપાડી ચાલ્યા ગયા. હવે શું કરે? અત્યાર સુધી પુણ્ય તપતું હતું, હવે પુણ્ય પરવાર્યું છે. પછી તો કલ્પના ન આવે એટલું વીત્યું. ચોરોએ પહેલાં અલંકારો વગેરે લઇ લીધું. સશક્ત શરીર છે. આ લોકોએ તેણીને પૈસા માટે વેચવાનું નક્કી કર્યું. દૂર દેશમાં લઇ જઇ વેચી. આ દેશમાં લોહીને વેપાર ચાલતો. અમુક પ્રકારની દવા વગેરે બનાવવા માણસનું લોહી જોઇએ. આવા ધંધા આજે પણ ચાલે છે. દુનિયામાં હરેક કાળમાં પાપીઓ તેમના ધંધા કરવાના જ. ત્યાં જીવતે જીવતા આખા શરીરમાં ટાંકણી ખોસી ખોસી દબાવી દબાવી લોહી કાઢે. પછી તો લોહી નીકળી જવાને કારણે મૂર્છિત જેવી થઇ જાય. લોહી લેવા એક સોય મારે છે તો પણ ઊંચીનીચી થઇ જાય છે. પણ હવે શું ચાલે? વળી આ લોકો તો ફરી પાછા ખવડાવી, તાજી કરી, ફરી પાછા આ રીતે લોહી કાઢે. હવે ગુસ્સો કરે ચાલે? કર્મ વિરુદ્ધ થાય તેટલી વાર છે. હવે બધું યાદ આવે છે. પતિની કેટલી આજીજી, પિતાના ઘરે કેવી રીતે રહેવું, પસ્તાવો થાય છે. હવે ક્રોધ પર ખરી અરુચિ થઇ છે. યોગાનુયોગ એક સંબંધી ત્યાં મળ્યો. છોડાવવા માટે આજીજી કરે છે. છોડાવે છે. ઘરે આવે છે. બાપ તો દીકરીને જોઇને જ રડે છે. કહે છે, હવે નિયમ કર કે હવે કદી ગુસ્સો નહીં કરું. પછી એવી શ્રાવિકા બની કે ઇન્દ્રસભામાં ઇન્દ્ર તેનાં વખાણ કરે છે. હવે કોઇ પણ સામે થાય તો પણ તેને ગુસ્સે કરી શકે તેમ નથી. એની એ જ વ્યક્તિ, પણ હવે પ્રકૃતિ બદલાઇ ગઇ. દુ:ખ આવે તો પાપથી, પણ દુઃખમાં સાન ઠેકાણે આવે તો પણ તેની લાયકાત કહેવાય. મનુષ્યના મનમાં આ તાકાત છે. તે ધારે તો શું ન કરી શકે? એકવાર અંદર અપીલ થવી જોઇએ. તમે તમારા મનની ક્ષમતા જરાયે ઓછી આંકશો નહીં. સભા : બીજા ભવમાં તો મન સાથે નહીં આવે. મ.સા. : બીજા ભવમાં મન સાથે નહીં આવે પણ તેનાથી પડેલા સંસ્કારો તો સાથે આવશે જ. પુણ્ય સુધરેલું હશે તો કુદરત ઊંચું ઊંચું જ આપશે. માટે પુરુષાર્થમાં તો કમી રાખવી જ ન જોઇએ. સદ્ગતિ તમારા હાથમાં ! Jain Educationa International સમમ For Personal and Private Use Only. (૧૭૨) Page #178 -------------------------------------------------------------------------- ________________ કિ પૂજ્ય ગણિવર્ય શ્રી યુગભૂષણ વિજય મહારાજ સાહેબના વ્યાખ્યાનનાં પુસ્તકો ની (1) ચાલો ! મોક્ષનું સાચું સ્વરૂપ સમજીએ. - (2). કર્મવાદ કણિકા , (3) મનોવિજ્ઞાન પાક (4) ચિત્તવૃત્તિ - ઉ (5) પ્રશ્નોત્તરી છે IT (6) અનુકંપા દાન : - (7) 7 સુપાત્ર દાન કરી Eii (8) યોગવિશિકા ભાગ-૧) A(9) યોગવિંશિકા ભાગ-ર કે (10) સ્યાદ્વાદ જ છે આ ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત ગ્રંથો 5. વિવેચક છે. . (1) અધ્યાત્મ ઉપનિષત પ્રકરણમ્ શબ્દશ: વિવેચનાની પ્રવિણભાઈ મોતા કે કે (2) યોગવિંશિકા શબ્દશ: વિવેચન કોઈ પ્રવિણભાઈ મોતી (3) શ્રાવકના બાર વ્રતોનાં વિકલ્પો જાણી લો - યુગભૂષણ વિજયજી મ.સા | (4) યોગદ્રષ્ટિ સમુચ્ચય જ છે તે યુગભૂષણ વિજયજી મ.સા. રો. (5) સંદગતિ તમારા હાથમાં ! યુગભૂષણ વિજયજી મ.સા. - F/STy: પ્રકાશક: E, વાતાર્થ ગી - * રજીસ્ટર્ડ નું એ૩૨૩૮/અમદાવાદ, તારીખ 30-11-192 પે, જૈન મર્ચન્ટ સોસાયટી ફતેપુરા રોડ, પાલડી, અમદાવાદ - 380 000 છે ફોન દ0 49 01 છે