________________
ચાન્સ નથી. તેટલી શક્તિ/અનુકૂળતા ત્યાં નથી. માટે સદ્ગતિ પામવાનું કારણ નથી. જીવનમાં ચોવીસ કલાક આર્ત-રૌદ્રધ્યાન, અશુભ લેગ્યા છે. ધર્મ નથી માટે ધર્મધ્યાન આવે જ ક્યાંથી? સતત અશુભ લેશ્યામાં પડ્યા છે. જીવનમાં અધ્યાત્મમોક્ષમાર્ગરૂપ ગુણનો કોઈ સવાલ જ આવતો નથી. માટે સદ્ગતિ પામવાનાં બીજાં જે કારણો છે તે કોઈ જ ત્યાં નથી. સંજ્ઞાઓમય જીવન છે. આખો દિવસ સંક્લિષ્ટ ભાવોમાં હોય. કીડી એંઠવાડના કણિયા પાછળ જાન આપી દે, એટલે કણિયા પાછળ કેટલી મમતા છે! તેઓને સદ્ગતિ પામવા બીજો કોઈ દરવાજો જ નથી. અકામનિર્જરા જ માધ્યમ છે. પાપથી આ બધી ગતિઓ પામેલા જીવો છે. ત્યાં દુ:ખ, દુઃખ અને દુઃખ જ હોય. આમ તો બધાને દુઃખ આવે છે પણ અકામનિર્જરા કરી શકતા નથી. મોટા ભાગના તો હાયવોય કરી કેટલુંય નવું કર્મ બાંધે, પણ અમુક જીવો શાંતિથી ત્રાસ વેઠ્યા કરે. બધાની પ્રકૃતિ સરખી હોતી નથી. જે જીવ શાંતિથી દુઃખ વેઠે છે, તે અકામનિર્જરા કરી તેવું પુણ્ય બાંધે છે, જે તેને સદ્ગતિમાં લઈ જાય છે. અકામનિર્જરા સગતિનું કારણ છે, પણ તમે દુઃખો સહન કરી શકો? ફાવે તેમ છે?
સભા બોલ્યા વિના સહન કરીએ તો? મ.સા. પણ મનથી શું થાય છે તે પણ જોવું પડશે. મનથી પણ કશું ન થાય તો અકામનિર્જરા થશે. સદ્ગતિ અપાવે તેવી અકામનિર્જરા મનુષ્યભવમાં તો કરનાર કોઈ રડ્યો પડ્યો હોય. સદ્ગતિ અપાવે તેવી અકામનિર્જરા કરવી હોય તો થોડું નહિ, ઘણું દુ:ખ વેઠવું પડે તેમ છે.
સભા સામી વ્યક્તિ અન્યાય કરે ને સહન કરી લઇએ તો અકામનિર્જરા કહેવાય? મ.સા. અન્યાય કરે અને સહન કરી લો એટલે અકામનિર્જરા નહિ, પણ શાંતિથી સહન કરે તો અકામનિર્જરા થાય.
સભા અન્યાયની સામે શાંતિ? મ.સા. : વ્યક્તિગત અન્યાય થાય અને ભૌતિક નુકસાન થાય છતાંય શાંતિથી સહન કરો તો તે ગુણ છે. બીજાને અન્યાય થતો હોય અને લડત આપો તો ધર્મ થાય. બાકી સ્વાર્થ માટે તો કૂતરાં પણ લડે છે. પોતાના સ્વાર્થ માટે લડવાથી ધર્મ કહેવાય, તો તો પછી કહેવું પડે કે દુનિયા આખી ધર્મ કરે છે, પછી અમારે ધર્મ કરવાનો ઉપદેશ આપવાની જરૂર જ નહિ પડે. તમારા પર અન્યાય થાય અને સહન કરો તે ગુણ, બીજા સામે અન્યાય થાય ત્યારે લડત આપો તો પરોપકાર.
સભા : સાચું તો સમજાવવું પડે ને? મ.સા. સવારથી સાંજ સુધીમાં તમે કેટલા જીવો પર અન્યાય કરો છો? કેટલા નબળા જીવોને રહેંસી નાંખો છો? ત્યારે વિચારો છો કે આ બધા જીવો પર (૨૯) ની
સદ્ગતિ તમારા હાથમાં !)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org