________________
મારાથી થતા અન્યાયનો બદલો લેવામાં આવે તો મને કેટલી સજા આવે? કીડી-મંકોડા બધાંએ તમારો શું અન્યાય કર્યો છે? તેઓએ તમારું શું બગાડ્યું છે? લાખો કરોડો જીવો પર અન્યાય કરનારા તમે, સ્ટેજ અન્યાય આવે એટલે લડત આપવાની વાત? જાત માટેનાં અને જગતના જીવો માટેનાં તમારાં કાટલાં જ જુદાં છે. બીજા પર ગમે તેટલું વિતાડો તો વાંધો નહિ, તમારા પર કાંઈ થાય તો અન્યાય? તમારું કોઈએ બધું લૂંટી નાંખ્યું તો પણ એકવાર તમને જીવતા તો રાખ્યા જ ને? જયારે તમે તો બીજાને આખાને આખા પતાવી જ દો છો. તમારું હૈયું કેવું છે તે જ તમને ખબર નથી. તમને તમારાં સુખ-દુઃખ, ન્યાય-અન્યાય અને બીજાના સુખ-દુઃખ, ન્યાય-અન્યાય માટે કેટલી પડી છે, તે ક્યારેય પણ વિચારો છો?
અકામનિર્જરામાં તો અન્યાય, દુઃખ, સંતાપ વગેરે શાંતિથી વેઠો અને દુ:ખ આપનારાં નિમિત્તો પ્રત્યે દ્વેષ ન કરો અને તે પણ લગાતાર સહન કરો, તો અકામનિર્જરા થાય. જયારે તમે તો મોટાં દુઃખો આવે જ નહિ તેવી પહેલેથી જ તજવીજ કરો છો ને? દા.ત. ભૂખ્યા તરફડવું ન પડે એટલે પહેલેથી જ ડબ્બા ભરી રાખ્યા છે ને? ગરમી ન લાગે માટે પંખા એ.સી. તૈયાર છે ને? માટે તમારી દુઃખ આવે તેવી મહેનત છે કે દુઃખ કાઢવાની સતત મહેનત છે? તેથી અકામનિર્જરાનો સ્કોપ-તક તમારા માટે નથી. તમને કોઈ કહે સાવચેત રહેજો વાતાવરણ બદલાયું છે તો પહેલેથી જ દવાનો ડોઝ લઈ લો
સભા મનુષ્યભવમાં અકામનિર્જરા કરી હોય તેવો કોઈ દાખલો ખરો? મ.સા : હા, કલ્પસૂત્રમાં દર વર્ષે કુમારનંદીની વાત સાંભળો જ છો. તેની વિષયની લાલસા, કામુક્તા ખૂબ છે, અબજોપતિ છે. એટલે સામગ્રીથી સમૃદ્ધ છે. માટે કોઈપણ રૂપાળી કન્યા દેખાય એટલે તેનાં મા-બાપ પાસે કન્યાની માંગણી કરે, અઢળક નાણાં ખર્ચે. તેવી રીતે ૫૦૦ કન્યાને પરણ્યો છે. હવે આ બાજુ દેવલોકમાં હાસા-મહાસા નામની દેવીઓનો પતિ મરી ગયો હતો. માટે તેઓ વિચારે છે કે વગર પતિએ ન રહેવું પડે માટે યોગ્ય પાત્ર શોધીએ, જે અહીં જન્મ લે અને આપણને જલદી પતિ મળે. પાત્રની શોધમાં ફરતાં ફરતાં કુમારનંદી પર નજર પડી. દેવીઓએ તેના બંગલાના બગીચામાં બેસી પોતાનું રૂપ દેખાડ્યું. કુમારનંદી ખૂબ ઘેલો થયો છે. માટે કહે છે કે ૫૦૦ને ભૂલું તેવું તમારું સૌંદર્ય છે. દેવીઓ કહે છે, અમે પર્ણ તારી ઝંખનાથી જ અહીં આવ્યાં છીએ. અમે દેવલોકની અપ્સરાઓ છીએ. નામ-સરનામું આપી બંને ચાલી ગઈ. આ કરોડ સોનામહોર આપી પંચશીલ પર્વત પર પહોંચ્યો. દેવીઓ હાજર છે. પેલો કહે છે કે, હવે ઇચ્છા પૂરી કરો. દેવીઓ કહે, આ દેહથી મિલન ન થાય. મિલન ઇચ્છતા હો તો દેહ બદલવો પડશે. કુમારનંદી તૈયાર થઈ ગયો. અહીં પાછો આવ્યો. ચિતામાં બળવા તૈયાર થયો. બધા સમજાવે છે પણ માનતો નથી. મિત્રની વાત પણ ન માની. હવે વિચારો ચિતામાં જીવતે જીવતાં બળતાં કેટલી વાર લાગે? જીવ કાંઈ એકદમ જવાનો છે? ચામડી-માંસ બળશે, લોહી ફદફદશે, જીવ જતાં કેટલી વાર લાગશે? (સદ્ગતિ તમારા હાથમાં !) .
. (૩૦)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org