________________
ત્યાં પુરુષાર્થને મહત્ત્વ આપો તો ખોટું. બેલેન્સ કરીને જ વાત કરવાની, બાકી તો અસત્ય જ કહેવાય. જ્યાં જેને મહત્ત્વ હોય ત્યાં તેની વાત કરવી. તમારું જીવન બરાબર સુબદ્ધ રીતે ચાલે છે, તેમાં લાખો/કરોડો પુણ્ય પ્રકૃતિઓનો ઉદય છે એમ માની, જ્યાં જે હોય ત્યાં તેને વેઇટેજ આપીને ચાલવું. કર્મ માનવાનાં આ પ્રબળ કારણો છે. આ વાતો કર્મના વિપાકને જલદી મગજમાં બેસાડી આપે. નવરા બેઠા હો ત્યારે પણ વિચારો કે આટલાં વર્ષથી હું સલામત રીતે જીવ્યો તેમાં મારી શું હોશિયારી છે? મોટા થઇ આ સ્ટેજ સુધી પહોંચ્યા છો તેમાં પુણ્ય જ કારણ છે. બધાં જ ભયસ્થાનોમાં સાવચેતી રાખી શકો તેવી તાકાત/અનુકૂળતા નથી. માટે કર્મ તત્ત્વ માન્યા સિવાય છૂટકો જ નથી. અને કર્મ માનનારે તેના બંધ/ઉદયનો પણ વિચાર કરવો જોઇએ. નિયતિવાદને એકાંતે માનતો હોય તે જૈનશાસનની બહાર છે. માટે નિયતિમાં લખેલું જ ક્રમસર થવાનું છે, તેમાં કોઇ ફેરફાર નથી થવાનો, એમ માનતા હો તો તમે પ્રભુ વીરના શિષ્ય નથી; પણ પ્રભુથી વિરોધ પામેલા નવો મત સ્થાપેલા ગોશાળનો આ મત છે. માટે ઘણા માને છે કે મોક્ષ તો ફીક્સ છે, તેમાં કાંઇ આગળ-પાછળ નહિ થાય; આવું બોલે છે તેમને ખબર નથી કે તેઓ પ્રભુ વીરના શાસનમાં જન્મ્યા છે પણ ગોશાલાનો સિદ્ધાંત પકડ્યો છે. એકાંતે આ વાતો કરનાર ઉપર જૈનશાસન ચોકડી જ મૂકે છે. પ્રભુ વીર કહેતા કે નિયતિ પણ નિયતાનિયત છે. પુરુષાર્થ દ્વારા નિયતિમાં પણ ફેરફાર કરી શકો છો.‘ભવિતવ્યતા પ્રમાણે ભવિષ્ય નક્કી છે અને તેમાં પુરુષાર્થનો કોઇ સ્કોપ જ નથી તેવું માનનારા જૈનદર્શનના સિદ્ધાંતોને પકડી શક્યા નથી. માટે માનો કે નિયતિમાં પણ કર્મ/પુરુષાર્થ દ્વારા આગળ-પાછળ થઇ શકે છે. ઘણાએ ભવિષ્ય ખરાબ હોય તો પુરુષાર્થ દ્વારા તેને ઓછું ખરાબ કર્યું હોય તેવા પણ દાખલા છે.
સભા ઃ અવળો પુરુષાર્થ અશુભ કર્મથી થાય?
મ.સા. : અવળો પુરુષાર્થ, અશુભ કર્મથી અને વ્યક્તિની ઇચ્છા પ્રમાણે પણ થાય. ઘણા માને છે કે આત્મામાં કાંઇ પણ અવળું કરવામાં કર્મ જ કારણ છે. કર્મ નચાવે તેમ જ નાચવાનું એવું હોય તો તો પછી આત્મા કર્મનું રમકડું જ બની રહેશે. આત્મા સંપૂર્ણપણે કર્મને પરતંત્ર હોય, તેમાં તેની સ્વતંત્ર મરજી નામરજી/પુરુષાર્થ વગેરેનો સ્કોપ જ ન હોય તો આ વાત બરાબર, પણ હકીકતમાં શાસ્ત્ર કહે છે કે તમારાં કર્મ અવળાં હોય તો તમારી મરજીથી આ કર્મોને સવળાં પણ કરી શકો. આત્મા ૧૦૦ ટકા સ્વતંત્ર નથી, ૧૦૦ ટકા પરતંત્ર પણ નથી.
સભા : અવળા કર્મથી અવળો પુરુષાર્થ કર્યો હોય તેવાં દૃષ્ટાંત છે?
મ.સા. : ગોશાળાના જીવે કેટલાં અવળાં કર્મો બાંધ્યાં છે? જીવનનાં બધાં ધોર પાપો તેણે કર્યાં છે. છતાં સદ્નસીબ કે અંતિમ સમયે ધર્મ મળ્યો. બાકી તો ઉપકારી ગુરુ, તીર્થંકર, શાસનના સ્થાપક પર પણ દ્વેષથી તેણે તેજોલેશ્યા નાંખી, પણ તેનું પુણ્ય તપતું હતું. તેનો અનુયાયી વર્ગ ઘણો મોટો છે. માટે તે સર્વજ્ઞ તરીકે વિચરે છે.
હું સદ્ગતિ તમારા હાથમાં !)
(૧૨૬)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org