________________
સભા ઃ કયા પુણ્યથી?
મ.સા. : પાપાનુબંધી પુણ્યથી ભગવાનના પ્રતિસ્પર્ધી તરીકે વિચરે છે. પણ જ્યારે પ્રભુ પર તેજોલેશ્યા મૂકી અને પછી પાછી ફરી એના શરીરમાં સંક્રાંત થતાં ભયંકર દાહ થયો, ત્યારે તેણે જીવનમાં ન ખાધો હોય તેવો પછડાટ ખાધો. શરીરમાં ભયંકર દાહ થાય છે, અંદરમાં સંતાપ છે, અને તમ્મર ખાઇને પડ્યો છે; ત્યારે પ્રભુએ ગૌતમ મહારાજને તેને પ્રતિબોધ કરવા મોકલ્યા. યાદ રાખો કે ગોશાળો આવતો હતો ત્યારે આ જ ભગવાને પોતાના શિષ્યોને કહ્યું કે “ગોશાળો દ્વેષથી મને મારવા આવી રહ્યો છે, મારી સાથે ગમે તેમ બોલે કે ગમે તે કરે તો પણ આજ્ઞાથી કહું છું કે કોઇએ વચ્ચે બોલવું નહિ.' માટે જ ગૌતમ મહારાજા આટલો રાગ છતાં ખસી ગયા છે. જ્યારે ગોશાળાએ અવહેલનાપૂર્વક ભગવાન સાથે વ્યવહાર કર્યો ત્યારે બોલવામાં અહિત હતું, એટલે પ્રભુ મૌન રહ્યા. પણ હવે એ જ પ્રભુએ ગૌતમ મહારાજને કહ્યું, તાકાત હોય તેટલું કહો. ગૌતમ મહારાજા ગોશાળાને કહે છે, “તું પાપી, ગુરુદ્રોહી, ઉન્માર્ગની સ્થાપના કરનારો અને ઉત્સૂત્ર પ્રરૂપણા કરનારો છે.” વગેરે તિરસ્કાર સાથે શબ્દો કહ્યા. પણ તે બધા તે સમયે ગોશાળાને અમૃતતુલ્ય લાગ્યા છે. વિચાર કરે છે, આ કહે છે તેના કરતાં હું સવાયો છું. ભગવાનને તો એનું હિત જ કરવું હતું. કડવાં વાક્યોથી હિત થાય એવું હોય તો તે કહે. વળી ગોશાળો હતો તો બુદ્ધિશાળી અને હવે હૃદય પલટાયું. મિથ્યાત્વ વી સમકિત પામ્યો. પસ્તાવો થયો. પોતાના શિષ્યોને બોલાવી કહ્યું છે, “પ્રભુ સાચા છે. હું ખોટો છું. મારું મડદું આ રીતે કાઢજો.'' તે વાતો જાણો તો થાય પશ્ચાત્તાપનો ભાવ કેટલો પ્રજ્વલિત હશે? અત્યારે ૧૨મા દેવલોકમાં છે. ત્યાંથી મરી રાજા થશે. ત્યાં ભૂતકાળમાં બાંધેલું ઘોર અવળું કર્મ ઉદયમાં આવશે. ત્યાર પછી તેની બુદ્ધિ એવી બગડશે કે ધર્માત્મા/મહાત્મા જુએ એટલે ખરાબ કરવાનું મન થશે. એક વાર તે રાજા તરીકે રાજમાર્ગ પરથી જશે ત્યારે કાઉસ્સગ્ગ ધ્યાનમાં ઊભેલા મહાત્માને જોતાં જ તેમના પર ગુસ્સો આવશે, એટલે પોતાનો રથ તેમના પર ચલાવશે. શું બગાડ્યું છે? પણ અવળું કર્મ ઉદયમાં આવ્યું એટલે અશુભ ભાવો જ થવાના.
સભા : બુદ્ધિ કર્માનુસારિણી નહિ?
*
મ.સા. : એકાંતે નહિ. આવા પ્રસંગોમાં બુદ્ધિ કર્માનુસારિણી પણ ખરી. સામાન્ય સંજોગોમાં બુદ્ધિ પ્રમાણે કર્મને ગોઠવાવું પડે. એવા પણ દાખલા છે કે બુદ્ધિ સુધરી એટલે બધાં કર્મો બદલાવા લાગે. ગોશાળાએ એવું નિકાચિત કર્મ બાંધ્યું છે કે તેને હવે આવાં કર્મો કરવાની જ ઇચ્છા થવાની. પણ હંમેશાં બુદ્ધિ બગડે, એટલે નિકાચિત અશુભ કર્મ ઉદયમાં હોય જ, એવું નહિ માનવાનું.
સભા : ૧૨માં દેવલોકમાં ગયો ત્યાં સુધી આ કર્મો ખપી ન ગયાં?
(૧૨૭)
Jain Educationa International
સદ્ગતિ તમારા હાથમાં !
For Personal and Private Use Only
www.jainelibrary.org