________________
મ.સા. તે સાચું, પણ બાહ્ય ભૌતિક વસ્તુ મેળવવાના અર્થમાં, બાકી તમારા શરીરઇન્દ્રિય વગેરે અંદરના તંત્રને ચલાવવા પુરુષાર્થ-બુદ્ધિનો કોઇ સ્કોપ જ નથી. હાર્ટ કે કિડનીના કાર્યમાં શું પુરુષાર્થ કરો છો? તે ક્યાં તમારી ઇચ્છા પ્રમાણે ચાલે છે?
સભા તે પુરુષાર્થની કિંમત શું? મ.સા. જે ક્ષેત્રમાં પુરુષાર્થનું મહત્ત્વ છે ત્યાં પુરુષાર્થ કરવાનો. આપણે ત્યાં પુરુષાર્થ અને ભાગ્યનાં ક્ષેત્રો નક્કી કર્યા છે.
સભા પુરુષાર્થથી શરીર સુધારી શકાય છે. દા.ત. બાય પાસ સર્જરી. મ.સા. તે બધા થાગડ-થીગડ છે. તેવી સર્જરી કરવાનો સ્કોપ પણ અમુક લેવલમાં હોય ત્યાં સુધી જ ને? તે પણ સફળ થાય તો ને? વળી તમને બાય પાસ સર્જરી કરવી પડે તેવું હાર્ટ મળ્યું, તેવું બીજાને નહિ, તેમાં શું કારણ? કોઈને ચીબું નાક મળ્યું તો કોઈને અણીવાળું, કર્મે ચોંટાડતી વખતે તમને પસંદગીની કોઈ તક આપી હતી? તેથી જ્યાં પુરુષાર્થનો સ્કોપ હોય ત્યાં પુરુષાર્થ કરવો. માંદા પડો પછી સાજા થવા દવા વગેરે લેવાનો પુરુષાર્થ કરવો પડે, પણ કોઈની કિડની બગડી અને પછી તમે લડો કે તે પુરુષાર્થ ન કર્યો માટે બગડી, ત્યારે તે બિચારો શું કરે? ડોક્ટર પણ કહે અમને સંપૂર્ણ ખબર નથી. તેથી જ અમુક ક્ષેત્રમાં પુરુષાર્થ છે. દા.ત. ધર્મમાં પુરુષાર્થની બોલબાલા છે. પછી ત્યાં બીજા વિકલ્પો કરો તો ન ચાલે. કર્મે જે રીતે શરીર આપ્યું છે તે નીચી મૂંડી કરી સ્વીકારવું પડ્યું છે. જ્યાં પુરુષાર્થનો સ્કોપ જ નથી, ત્યાં પુરુષાર્થ ઘૂસાડો તે કેમ ચાલે? આપણે એકલા પુરુષાર્થવાદીઓ નથી. હાર્ટ સ્પેશીયાલીસ્ટ હાર્ટની બાબતમાં ઘણું જાણતા હોવા છતાં તેમનું હાર્ટ જલદી પણ બગડે. હવે પુરુષાર્થથી થતું હોય તો આવું થવા દે? તેને તો હાર્ટ કેમ બગડે, કેમ સારું થાય, સારાના લાભ વગેરે બધું જાણે છે; પણ તેના હાથમાં નથી. જે એના હાથમાં જ નથી તેમાં પુરુષાર્થ શું કરે? પુરુષાર્થને સ્કોપ જ ન હોય ત્યાં કાન પકડીને ભાગ્યે જ સ્વીકારવું પડે. પ્રસંગે નાસ્તિકને પણ આ વાત સ્વીકારવી જ પડે. વળી બધે જ ભાગ્ય જવાબદાર છે, એવું પણ જૈનદર્શનની ફીલોસોફીમાં નથી. તમે કોઇની સાથે સંબંધ બગાડ્યા તે કારણે નુકસાન થાય ત્યારે કર્મને કારણ માનીએ કે ખોટો પુરુષાર્થ કર્યો એટલે ભૂલનું ફળ ભોગવવાનું આવ્યું બાકી આવું ન થાત એમ કહીએ? માટે જયાં સ્કોપ હોય ત્યાં તો પુરુષાર્થ જ કરવાનો ને? અમુક જગાએ ભાગ્ય ગૌણ અને પુરુષાર્થ મુખ્ય. માટે જ શાસ્ત્રમાં લખ્યું, બધી ઘટનાઓ બને છે તેમાં એકલા કર્મની કે એકલા પુરુષાર્થની મુખ્યતા નથી. ક્યાંક કર્મ મુખ્ય, પુરુષાર્થ ગૌણ; ક્યાંક કર્મ ગૌણ, પુરુષાર્થ મુખ્ય. એ પ્રમાણે કરો તો જ એ તર્કબદ્ધ રીતે માન્ય થાય. દા.ત. તમે જંગલીની જેમ ખાઓ-પીઓ અને માંદા પડો તો પુરુષાર્થ ખરાબ કે ભાગ્ય ખરાબ? અને ઘણા સાચવી સાચવીને ખાતા હોય છતાં શરીર બગડે તો પુરુષાર્થ ખરાબ કે ભાગ્ય? ભાગ્ય જ. આવા સ્વતંત્ર દાખલા તો કેટલાય મળે. માટે પુરુષાર્થનું મહત્ત્વ હોય ત્યાં ભાગ્યને મહત્ત્વ આપો તો ખોટું અને ભાગ્યનું મહત્ત્વ હોય ૧૨૫).
મેતિ તમારા હાથમાં !)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org