________________
હલકી જાતિના દેવ છે. ભૂતકાળના ભાવમાં પુણ્ય એવું બાંધ્યું કે હલકો ભવ મળ્યો. અમુક યોનિમાં થોડી ટીખળવૃત્તિ, અવળચંડાઇ, ત્રાસ આપવામાં રમૂજ પડે તેવો સ્વભાવ હોય છે. આવા સ્વભાવવાળા ઘણા હોય છે. ઘણાને કોક શાંતિથી બેઠું હોય તો ચેન ન પડે. સ્વભાવ જ એવો હોય. ઘણા બીજાને લપસીને પડતા જુએ તો ખુશ થાય. ઘણા પશુઓને સામસામે લડાવે તે જોઈ ખુશ થાય છે. પરમાધામી આવા સ્વભાવવાળા હોય છે. માટે દેવલોકનાં ભોગસુખો છોડી નરકમાં જાય છે. છતાં શાસ્ત્ર કહે છે તેઓ ભવિ છે. નરકના જીવોને ભૂતકાળનાં પાપો યાદ ન આવતાં હોય તો જાતિસ્મરણ જ્ઞાન કરાવે. દૂરથી જ્ઞાન થતું હોય તેવી બુદ્ધિ જ્ઞાન સતેજ હોય. માટે પીડાનો વેધકતાથી અનુભવ થાય. નારકીના જીવોમાં ઇન્દ્રિયો અને મનની સંવેદનશક્તિ પૂરી વિકસિત હોય: ત્રાસનો પૂરેપૂરો અનુભવ થાય. એકેન્દ્રિયમાં સતેજતા જ નથી. માટે જડભરતની જેમ દુઃખો ભોગવે છે. કોણ મારે છે? શું મારે છે? કાંઈ ખબર નથી. ચેતના છે, એટલે દુઃખ/સંતાપ તો થવાનાં પણ નારક જેટલી સતેજતા નથી. નરકમાં સતેજતા વધું એટલે સંવેદન વધારે સ્પષ્ટ થાય, જયારે એકેન્દ્રિયમાં સતેજતા વધુ નથી તેથી સંવેદન સ્પષ્ટ ન
થાય.
સભા નારક કરતાં એકેન્દ્રિય સારા. મ.સા. છતાં એકેન્દ્રિયનો ભવ નારક કરતાં કંઈ ગણો જોખમી. નરકમાં એક વાર ગયા પછી ઝટ ઊંચા આવી શકશો, એકેન્દ્રિયમાંથી તો બહાર ક્યારે નીકળાય ખબર નહિ. વળી નારક મરી બીજો ભવ નરકમાં ન જાય. એકેન્દ્રિયમાં એક વાર ગયા પછી અસંખ્યાત/અનંતા ભવની સાયકલ ચાલે. ગોડાઉનની જેમ પડ્યો જ રહે, માટે વધારે જોખમી. ત્યાં ગયા પછી સંસારના તળિયે બેઠા જ રહો. સરેરાશ માંડો તો એકેન્દ્રિયમાં ગયા તેના અનંતામાંથી એક બહાર નીકળે. આમ, નરક/એકેન્દ્રિય બંને હલકી દુર્ગતિઓ જ છે. એકેન્દ્રિયમાં પણ નિગોદમાં તો એક શરીરમાં અનંતા જીવો ભરાય. જીવનમાં પાપ કરતી વખતે જડભરત બનો તો એકેન્દ્રિયપ્રાયોગ્ય ગતિ બંધાય; અને સતેજતાથી, જાણી બૂઝીને, ઇરાદાપૂર્વક કરો તો નરકગતિ બંધાય. માનો કે તમારા પાંચ લાખ કોઈ ઉપાડી જાય તો એને માટે શું કરવાનો ભાવ આવે?
સભા : ફાંસી આપવાનું મન થાય. મ.સા. તમને તો પાંચ લાખ ગયા પણ બીજું તો અહીં જ રહ્યું ને? છતાં સાફ કરવાનો વિચાર આવે છે, તો તમે કેટલાને સાફ કરો છો? હવે ન્યાય તોળવો હોય તો તમને શું કરવું જોઇએ? તમે શું માનો? બીજાને હું ગમે તે કરું વાંધો નહિ. તમારા હાથે રોજ કેટલા મરે છે?
સભાઃ ભાવથી નથી મરતા. મ.સા. ભાવથી નથી મરતા એવું કોણે કહ્યું? ભાવ તો પડ્યો જ છે ને? ન મારો તો સદ્ગતિ તમારા હાથમાં !)
(૧૩૮)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org