________________
ચાલે એવું છે. છતાં કેમ મારો છો?
સભા હૈયું બળતું હોય. મ.સા. હૈયું બળતું હોય તો ઇચ્છા/રાજીખુશી નથી, પણ મારવાનો ભાવ તો છે જ. દા.ત. એક માને નાનો દીકરો છે. માને કહો-લ્યો આ છરી, દીકરાની આંગળી કાપી આપો. તો કાપી આપશે? પણ ભીંડા કાપવામાં? કેમ? પારકા છે માટે ને?
સભા = મારવાના ભાવ નથી. મ.સા. તો ભાવ વિના પણ મા આંગળી કાપતી હશે? હવે એવું બને કે જંગલમાં રાત્રે સાપ કરડ્યો. તે વખતે કોઈ ચપ્પ આપીને કહે કે પહેલાં આંગળી કાપી નાંખ, નહિતર ઝેર આખા શરીરમાં પ્રસરી જશે, માટે આંગળી કાપી નાંખ. તો પણ ના પાડશો અને કહેશો તું કાપી લે. એક બાજુ આંગળી ન કાપે તો મરવાનું છે, છતાં પોતાની આંગળી કાપી શકતા નથી, અને બીજાને આખે આખો કાપી શકે છતાં દાવો કરે કે મારવાનો ભાવ નથી. શાસ્ત્ર ફરમાવે છે કે જે પોતાના જરાક દુઃખ માટે બીજાને દુઃખ આપી શકે અને કહે કે ભાવ નથી, તો તે આત્મવંચના છે. જાત કરતાં બીજા માટે કાટલાં જુદાં હોય તો તે ભાત નથી એમ ન કહેવાય.
સભા જૈન દર્શન કરતાં અન્ય દર્શનનો કર્મવાદ કઈ રીતે જુદો છે? મ.સા. ગતિનો કોન્સેપ્ટ, બીજાં કર્મોનું કેવી રીતે કોમ્બીનેશન થાય, તેનો આખો ચાર્ટ બનાવી વિશ્લેષણ આપનાર માત્ર જૈનદર્શન જ છે. વળી એક ગતિમાં પણ કેટલાય વિકલ્પ છે. એકેન્દ્રિયમાં પણ પુણ્યશાળી હશે તો સુગંધી/સશક્ત દેહ, અને તે નહિ હોય તો દુર્ગધી/અશક્ત દેહ. ઘણાં ઝાડ હરિયાળી ભૂમિમાં જન્મે એટલે પાણી પીવાની ચિંતા નહિ. ઘણાં રણમાં જે જન્મે. ઝાડમાં પણ બંનેનું નસીબ જ ને? ઘણાં ઝાડ બંગલામાં ઊગ્યાં હોય, માલિક કાળજી રાખતો હોય, વળી સીટ્યુએશન(સ્થળ) પણ એવું હોય કે ઉનાળામાં શેકાય નહિ, શિયાળામાં ઠરે નહિ, તે આ સીટ્યુએશન પસંદગીથી મળ્યું? નસીબ જ ને! આ બધા વિકલ્પો ગતિબંધ સાથે સંકળાયેલા છે. એકેન્દ્રિય ગતિ બાંધતાં થોડા આવા શુભ પરિણામ હોય, ઘણા અશુભ પરિણામ હોય. આ ચોમાસામાં અમુક ઘાસ એવી જગાએ ઊગશે જેના પર ૨૪ કલાક પગ પડશે. કોઇ ઘાસ ખૂણામાં ઊગશે, કંઈ નહિ થાય. માટે એકેન્દ્રિયગતિ બાંધનારમાં આવું પુણ્ય/પાપ હોય તો આવું બને. આવો સ્પષ્ટ ચિતાર દુનિયામાં કોઈ કર્મગ્રંથમાં નથી. “આપકે યહાં જૈસા કર્મવાદ હૈ વૈસા હમને દુનિયા કે કોઈ શાસ્ત્રમ્ પઢા નહિ.” આવું અમારા પંડિતજી કહેતા. વળી તેઓ ચાર વિષયમાં તો આચાર્ય હતા. પદર્શનના વિદ્વાન હતા. કહેતા કે જૈનદર્શન જેવો કર્મવાદ અમે સાંભળ્યો, વિચાર્યો નથી. ટૂંકમાં એકેન્દ્રિયગતિ/નરકગતિના પરિણામ જાણવા જરૂરી છે. હજી થોડા દાખલા આપી વિવેચન કરીશ.
(૧૩૯)
(સદ્ગતિ તમારા હાથમાં !)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org