________________
મ.સા. : સતેજતા એટલે મનની સમજણપૂર્વકની આયોજનપૂર્વકની પ્રવૃત્તિ. ઘણા જાણી બૂઝીને, આયોજન સાથે, ઇરાદાપૂર્વક, સંકલ્પ-વિકલ્પ સાથે પાપ કરે, ત્યારે પાપમાં સતેજતા પૂરી હોય. દા.ત. કોઇનો વિશ્વાસઘાત કરવાનો હોય તો મીઠું મીઠું બોલી પહેલાં તેને વિશ્વાસમાં લે, પણ અંદરથી શું હોય? જેવો ભરોસો મૂકે કે તરત ડબ્બામાં પૂરવાનો. તે વખતે સામેવાળો કેટલો હેરાન થશે તેની ચિંતા નહિ ને? મનમાં સતેજતા કેટલી?
સભા : એટલે પાપ કરવું અને પછી વખાણવું તેવું જ ને?
મ.સા. : ના, ના, આવાં પાપ તો તમે ઘણીવાર જિંદગીભર ન કહો. નરકગતિમાં મન સતેજ મળે છે, પણ સતેજ મન દુઃખ ભોગવવા માટે મળે છે. સતેજતાથી જે પાપ કર્યાં છે તે સતેજતાથી જ ભોગવવાનાં છે, આંખ ન મળી હોત તો બિહામણાં ચિત્રોની અસર થાત? ધોકો મારે તો વાગે, પણ વિચારવા મન જ ન હોય તો સંવેદન એટલું જોરદાર ન થાય. શરીર મજબૂત ન હોય તો મારે ને મરી જાય. સતેજતાથી પાપ કર્યાં છે તો હવે સતેજતાથી ભોગવો. નરકના જીવોને પ્રાયઃ કરીને જન્મથી જ જાતિસ્મરણ જ્ઞાન થાય છે અને ન થાય તો પરમાધામી તેને યાદ કરાવે એટલે બધું યાદ આવે. ત્યાંની રિદ્ધિ-સિદ્ધિ યાદ આવે એટલે ઓર બેબાકળો થાય. તમને સારો ભૂતકાળ યાદ આવે તો દુઃખના દિવસોમાં વધારે બેબાકળા થાવ ને?
સભા : સતેજતાપૂર્વક પુણ્ય બાંધીએ તો જાતિસ્મરણજ્ઞાન થાય?
મ.સા. ઃ થાય. થોડા નિમિત્તની જરૂર પડે. અત્યારે પણ નિમિત્ત તો જોઇએ જ છે ને? પાંચ વર્ષ પહેલાં મળેલો કોઇ ફરી મળે ત્યારે યાદ આવે ને? એમને એમ યાદ આવે?
સભા : નારકીના જીવોને બધાને જાતિસ્મરણ જ્ઞાન થાય?
મ.સા. નારકીના જીવોને પ્રાયઃ કરીને જાતિસ્મરણજ્ઞાન થાય. નરકમાં જાય એટલે બુદ્ધિ/સતેજતા/મતિજ્ઞાન/શ્રુતજ્ઞાન મળે. વિભંગજ્ઞાન મળે એટલે પીઠ પાછળ થાય તે પણ દેખાય. નારકીના જીવોને ક્યારેક યોજન દૂર શું હોય તે પણ જ્ઞાન હોય.પણ આ જ્ઞાનથી ઊલટી ઉપાધિ વધી, કેમકે દૂરથી પરમાધામી આવે એટલે પાંદડાની જેમ ધ્રૂજે. આવે ત્યારે જ ખબર પડતી હોય તો ઓછો ત્રાસ થાય. એટલે જ્ઞાન/શક્તિ બધું જ ત્રાસનાં કારણ બને છે. આ બધું હોય તો જ વધારે રિબાય ને?
સભા : પરમાધામીની શી ગતિ થાય?
જ.
મ.સા. ઃ એની ગતિની ચિંતા તમે શું કામ કરો છો? તેને પણ તેનાં કર્મ ભોગવવાં પડશે ગુનો કરે તો કુદરતમાં ભોગવ્યા સિવાય છૂટકો જ નથી. પણ પરમાધામીની ચિંતા ન કરો. તે બધાનું આત્મકલ્યાણ ભવિષ્યમાં પ્રાયઃ થવાનું છે. પરમાધામી એક પ્રકારના
(૧૩૭)
સદ્ગતિ તમારા હાથમાં !
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org