________________
હવે આમાં સુંદર શું? અપકાયના કેટલાય જીવોનાં માથાં પછડાઈ પછડાઈને મરે છે. તમે પણ એવી રીતે અનેક વાર મર્યા છો. એક પણ સીનસીનેરી એવી નથી જેના સર્જનમાં અનેક જીવોની હિંસા ન હોય.
સભાઃ કુદરતી રીતે રમ્ય લાગે છે ને? મ.સા. ડુંગરા દૂરથી રળિયામણા લાગે. ગમે તેટલી સુંદરતા દેખાય પણ અંદર શું હોય? આંખમાં નવું નવું રૂપ, રંગ, ડીઝાઈન્સ જોવાની તરસ પડી છે, એટલે આવું જોતાં આંખને ઠંડક મળે છે. તે જોઈને જીવોની હિંસા છે તે બધાની અનુમોદનાનું પાપ લાગે છે, તે ખબર પડે છે? તમારી તરસ શમાવવાનો આ માર્ગ નથી. દુનિયામાં કોઈ સ્થળ એવું નથી કે તમે જોયું ન હોય, છતાં હજી ધરાયા નથી. સંસારનું સ્વરૂપ જ એવું છે કે ભૌતિક સુખો ગમે તેટલાં ભોગવો કાયમની તૃપ્તિ આપે જ નહીં અને એવી રીતે તૃપ્ત થવાતું હોત તો તમે કેટલાય વર્ષોથી ભોગો ભોગવો છો, અત્યારે તૃપ્ત થઈ ગયા હોત ને? અમારે ત્યાં તો કહ્યું કે કુદરતી દૃશ્યો જોતાં ભાવના ભાવવાની કે આ ભવોમાં હું પણ જઇ આવ્યો છે. આ યોનિમાં હું પણ એક વાર અપંગ થઇ પડ્યો હતો અને ત્યારે મને જોઇ જોઇ બીજા હરખાતા હતા; પણ મારી દયાજનક સ્થિતિ હતી. આવું બધું વિચારો તો વૈરાગ્ય આવે. વળી આ મન મનાવવાની વાત નથી, પણ હકીકતમાં સંસારનું નગ્ન સત્ય છે. કોઈ એવી યોનિ નથી જયાં તમે ઉત્પન્ન નહીં થયા હો અને રિબાઈ રિબાઈ જીવ્યા ન હો, છતાં આજે જોવાનું, જોઈ જોઈ હરખાવાનું મન થાય છે. હવે સીન સીનેરી જોઈ તેમાં તીવ્ર રસ હોય, ખૂબ જ આસક્ત થઈ જોતા હો, તો ઘણીવાર એવું બને કે, એવી ગતિ બંધાય કે તમારે પણ ત્યાં જ જનમવું પડે, એ જ સીન સીનેરીમાં જડાઈ જવું પડે. માટે એકલી સદ્ગતિ પામી જવાથી કામ થતું નથી. તેથી આત્માના ઉત્થાનનો માર્ગ એક જ છે કે ગુણસ્થાનકની પ્રાપ્તિ. બાકી બીજાં કારણોથી સદ્ગતિ પામ્યા એટલે તમે ભૌતિક હાડમારીમાંથી સહેજ સગવડભર્યું જીવન પામ્યા. તેનાથી થોડી રાહત થાય. તે જ રીતે જયારે જીવ દુર્ગતિમાં હોય ત્યારે તો સતત એક પછી એક વિપત્તિઓ જ હોય, વિપત્તિઓનો ખડકલો જ હોય. દા.ત. કબૂતર હોય. તે ખોરાક પાણીની શોધમાં નીકળે. પછી રહેઠાણ વગેરે બચ્ચાંની સારસંભાળ વગેરે. ત્યાં પાછી શિકારીની ચિંતા, માંદગી ન આવે તેની ચિંતા, તેમાં સાજું-માંદું થયું તો આવી બને. વળી કબૂતરો તો સંજ્ઞી પંચેન્દ્રિય, ઘણા વિકસીત ગણાય, પણ તેનાથી નીચેનાને તો હજી ઘણો ત્રાસ. માટે જીવ દુર્ગતિમાંથી બહાર નીકળ્યો એટલે દુઃખમાંથી કાંઈક હળવાશ મળે અને સદ્ગતિમાં આવે તો થોડો ધર્મ કરી શકે, એટલે આત્મકલ્યાણનો ચાન્સ છે; પણ આત્મકલ્યાણ પામશે જ એવું નથી. જ્યારે ગુણસ્થાનકમાં તો જીવને સદ્ગતિ તો ખરી જ, પણ આત્માને પરંપરાએ મોક્ષનું સંધાન પણ કરાવી આપશે. માટે આત્મા આ ગુણસ્થાનક પામે એટલે સંસારથી પાર પામવાની દિશા મળી ગઈ. બીજાં કારણોથી આત્માને સદ્ગતિ મળે, પણ પછી નીચે-ઉપર એમ ચડતી પડતી ચાલ્યા કરે. એટલે અકામનિર્જરા/મંદકષાય/શુભલેશ્યા વગેરેથી સદ્ગતિ (સદ્ગતિ તમારા હાથમાં !) રા ી ી તાકાત છે , વીણી (૬૪)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org