________________
સાફ કરે? આવી વાત તમે કરો છો. વળી પાપની પ્રવૃત્તિ તમને ખટકે અને પાપથી બચવું છે માટે જ પાપ છોડવાનું છે. જેના વિચાર જ નથી આવતા તેના ભાવ ખંખેરી નાંખો, કે તક મળે તો પણ આ પાપપ્રવૃત્તિ તો નથી જ કરવી. જેમકે તક મળે છતાં મારે ભારત બહાર તો નથી જ જવું અને જવાની ઇચ્છા જ કરવી નથી. એવો ભાવ હશે તો અવર-જવરનાં પાપ નહીં લાગે, પણ તે સિવાયનાં પાપ લાગશે. દા.ત. અમેરીકામાં દોડતી ટ્રેઇન દ્વારા અહીં માલ આવતો હોય અને તે તમે વાપરો તો તેનાં મૂળથી પાપ લાગવાનાં જ, માત્ર તમારી અવરજવરનાં પાપ અટકશે. આ રીતે બધાં પાપો વિચારીને ૧૨ વ્રત લઇ શકો. જેણે પાંચ અણુવ્રતો ગ્રહણ કર્યાં નથી તથા ત્રણ ગુણવ્રતો સ્વીકાર્યાં નથી, તે સાચાં શિક્ષાવ્રત પાળી શકે? જેવી રીતે પહેલાં બારણાં બંધ કરો, પછી બારી ને પછી છાપરાનાં કાણાં. તેવી રીતે પાંચમાં જે બાકી રહ્યું તે ૬-૭૮માં છે, પછી ૯-૧૦-૧૧-૧૨માં છે. આમ તો ૧૨ મહીના ચાલે તેવો આ ૧૨ વ્રતનો વિષય છે. કલિકાલસર્વજ્ઞ પૂ.હેમચંદ્રાચાર્યશ્રીના મતે શ્રાવકમાં જે હિંસાના પાપનો ત્યાગ છે, તેવો ત્યાગ અન્ય ધર્મના સંન્યાસીના જીવનમાં પણ નથી. માટે જ દેશવિરતિમાં સદ્ગતિનું અદ્ભુત કારણ છે. આ અંગે પં.પ્રભુદાસજીનું વિવેચન સારું છે. પણ અમારી દષ્ટિએ પાશેરામાં પહેલી પૂણી છે. બાકી શ્રાવકના વ્રતના ૧૩ અબજ ઉ૫૨ ભાંગા (વિકલ્પો) પાડ્યા છે. બધાથી છેલ્લે તો સર્વવિરતિ જ આવે. સર્વવરિત ને દેશિવતિ વચ્ચે જમીન-આસમાન જેવું અંતર છે. આ વિરતિધર્મ દ્રવ્યથી પણ સ્વીકારે તો તેને માટે સદ્ગતિ નક્કી. દ્રવ્યથી સર્વવિરતિના પરિણામ આવે તો પણ સદ્ગતિ નક્કી છે. છ વિકલ્પોમાંથી એકને પકડી ચાલશે તો પણ સદ્ગતિ નક્કી. પણ પછી સદ્ગતિ મળી ગયા પછી પુરુષાર્થ કરી અંતે પરમપદને મેળવશે. સતિનાં કારણોમાં વિકાસની તકની ગેરંટી છે, વિકાસની નહીં. વિકાસની ગેરંટી તો એકલા ગુણસ્થાનકમાં છે.
વ્યાખ્યાન: ૧૫
તા. ૧૭-૬-૯૬, સોમવાર.
દુર્ગતિપ્રાયોગ્ય ભાવો :
અનંત ઉપકારી, અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓ જગતના જીવ માત્રને મોક્ષમાર્ગ, તથા તે ન મળે ત્યાં સુધી સદ્ગતિ મળે તે માટે, ધર્મતીર્થની સ્થાપના કરે છે. જગત આખું પરાધીનતામાંથી મુક્ત થઇ આત્માના સ્વાધીન સુખને પ્રાપ્ત કરે તે માટે ધર્મતીર્થની સ્થાપના કરે છે.
મહાપુરુષોની દૃષ્ટિએ આ સંસાર એટલે પરાધીનતાનું ધામ છે, જ્યાં જીવને ૨૪ કલાક પરવશતાનો અનુભવ થયા જ કરે છે. જન્મ્યા ત્યારથી એક ક્ષણ એવી નથી ગઇ કે જેમાં અનેક પ્રશ્નોના કારણે પરાધીનતાનો અનુભવ ન થયો હોય. પહેલાં તો આપણો બધાનો જન્મ જ પરવશતાથી થયો છે. પહેલાં તો માના પેટમાં ઘૂસવાનું, ૯૯ માસ સુધી ઊંધા માથે લટકવાનું, વળી તેમાંથી બહાર નીકળતાં દમ નીકળી જાય.
(૧૨૩)
–
( સદ્ગતિ તમારા હાથમાં !)
Jain Educationa International
For Personal and Private Use Only.
www.jainelibrary.org