________________
બંધનો આધાર છે. માટે કઈ ગતિ બાંધો છો તે ખબર પડે તો બીજાં કર્મો બાંધવાથી બચી શકો. અતિશય ગાઢ જ્ઞાનાવરણીય કર્મ બાંધતા હો તો એકેન્દ્રિયમાં જવાનું આવે.
સભા ઃ આ બધું જાણતા જ નહોતા. મ.સા. ભગવાન તત્ત્વ સમજાવવાની બાબતમાં એકદમ ઓપન માઈન્ડવાળા (ખુલ્લા મનવાળા) હતા. કર્મબંધ વગેરે કેવી રીતે થાય તેની જાણકારી કેમ ન મેળવી? કર્મગ્રંથ કેમ ન ભણ્યા?
સભા ઃ તક ન મળી. મ.સા. ઃ આ અમદાવાદમાં તક ન મળે? સવાલ જ નથી.
સભા : રસ બીજે હતો. મ.સા. આપણું કર્મસાહિત્ય વિશાળ છે. એમાં જે બંધ/ઉદય વગેરેની અસરોની થીયરી છે તે જો તમે સમજતા હો તો તરત રેડલાઈટ થાય, સામે જોખમ દેખાય. અત્યારે તો જોખમ દેખાતું જ નથી.
સભા : ભગવાન ઉગારે નહિ? મ.સા. તે તો પેલી વ્યક્તિ ઉગરવા તૈયાર હોય તો ઉગારી શકે. બાવડા ઝાલી તારી શકાય? તેવું હોત તો ભગવાન અહીં આપણને રાખીને ગયા હોત? જૈનશાસનમાં નિયમ છે કે દરેકે સ્વયં સાધના કરવાની છે. બીજા તો સામગ્રી/સમજ આપી શકે. એમને એમ કલ્યાણ કરી શકાતું હોત તો તીર્થકરો તો જીવમાત્રનું હિત કરવાની ઈચ્છાવાળા હતા, તો અહીં સંસારમાં રખડતા કોઈને રાખત ખરા?
સભા : અચિજ્ય મહિમા કહ્યો છે ને? મ.સા. પણ તે ક્યારે? ચિંતામણિ જો ખૂણામાં પડ્યું હોય તો લાભ મળે કે તમારી પાસે હોય તો લાભ મળે? તે પણ તેની વિધિપૂર્વક સાધના કરો પછી જ મળે. મોટી મોટી કંપનીવાળા પોતાની દવાઓનો પ્રચાર કરે છે. હવે તમે સીધો દાવો કરો કે મારો રોગ ન મટ્યો, તો પેલો પૂછે, તમે દવા ખાધી? વિધિસર ખાધી? ટાઇમ સાચવ્યો હતો? ક્વોન્ટીટી(પ્રમાણ) સાચવી હતી? એમને એમ રોગ મટે? ગમે તેવી ચમત્કારિક જડીબુટ્ટી હોય તો પણ તે ખૂણામાં હોય તો તેનું ફળ ન મળે. અચિંત્ય મહિમા એટલે ન ધાર્યું તેવું ફળ મળે, પણ તે ક્યારે મળે? તમે સ્વયં સાધના કરી હોય તો મળે. ખૂણામાં પડ્યો પડ્યો ધર્મ કલ્યાણ નહીં કરી શકે.
પહેલાં કઈ ગતિ બંધાય છે તેનો વિચાર કરો. તે જાણવા માટે ગતિબંધનાં કારણો જાણવાં પડે. મૂળ વાત ગતિના બંધ સાથે બીજાં બધાં કર્મોનો બંધ સંકળાયેલો છે, માટે ગતિનો બંધ મહત્ત્વનો છે. એ માટે જ આ દૃષ્ટાંત આપ્યાં. કોઈ વ્યક્તિ કૂતરાની ( ૨૧ )
(સદ્ગતિ તમારા હાથમાં !)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org