________________
કરો તો ધર્મથી કદાચ પુણ્ય બંધાશે પણ ભૌતિક સુખની ઇચ્છા તો પાપ જ બંધાવે. સમ્યગ્દષ્ટિ આત્મા પણ ભૌતિક સુખની ઇચ્છાથી ધર્મ કરે તો એને પણ ઇચ્છા નિમિત્તક પાપ જ બંધાય.
સભાઃ સમ્યગ્દષ્ટિ આત્મા ભૌતિક સુખની ઇચ્છાથી ધર્મ કરે ખરો? મ.સા. ન રહેવાય તો કરે.
સભા તો પછી સમકિત ટકે કેવી રીતે? મ.સા. : કેમકે ઇચ્છાને સારી નથી માનતો . એમાં જો રુચિ આવી જાય તો સમકિત પણ ન ટકે.
સભાઃ ઇચ્છા કરે ને રુચિ ન હોય? મ.સા. નથી રહેવાતું માટે ઇચ્છા કરે છે. ઉમંગ-ઉલ્લાસથી ઇચ્છા કરવી તેમાં ફેર છે. એક હોંશે હોંશે બીડી પીવે અને એક બચપનથી વ્યસન લાગુ પડી ગયું અને ન રહેવાતું હોય તે કારણથી બીડી પીવે છે, તો બંનેમાં ફેર કેટલો? સમ્યગ્દષ્ટિને સંસારસુખની ઇચ્છા થાય પણ તે ઇચ્છા ન ગમે. સમકિતનાં લક્ષણો તો ચોખ્ખાંચટ છે. સુખની ઇચ્છાઓ હજી થાય પણ ઇચ્છા કરવા લાયક લાગતી નથી. ઈચ્છા પ્રત્યેનો અણગમો પડ્યો જ છે. વર્તન પાપનું છે પણ રુચિ પુણ્ય/ધર્મની છે.
તમે ધારો તો તમારી ભૂમિકા નક્કી કરી શકો. શાસ્ત્રમાં બધાનાં સ્પષ્ટ વિભાજન ભેદરેખા પાડીને આપ્યાં છે. શાસ્ત્ર કહે છે- સમ્યગ્દષ્ટિ શું પણ ભાવસાધુ પણ ક્યારેક દિવસમાં મોટાભાગે આર્તધ્યાનમાં રહેતા હોય, પણ તેથી તિર્યંચગતિ નહિ બંધાય. કેમ કે ગુણસ્થાનકને કારણે એટલી સલામતી છે કે સદ્ગતિ જ બંધાશે. શાસ્ત્રમાં પાંચ ગુણસ્થાનક સુધી રૌદ્રધ્યાન માન્યું છે. છઠ્ઠા ગુણસ્થાનકે તે ન ટકે, કેમકે રૌદ્રધ્યાનમાં હિંસાના પરિણામો છે અને મહાવ્રત સાથે તે ટકરાય છે. શ્રાવક આરંભસમારંભમાં બેઠો છે, એટલે પ્રસંગે રૌદ્રધ્યાન આવી જઈ શકે છે. પણ આવે ત્યારે પણ તેનું ગુણસ્થાનક હોય એટલે ગતિ શુભ જ બંધાય. કેમકે બીજો ધર્મ એટલો બધો હાજર છે કે જેને આટલું નબળું પાસું કાંઇ ન કરે. કરોડો કમાયેલાને બે-પાંચ લાખના નુકસાનથી મોટી ઉથલપાથલ થાય? પણ જેની પાસે સમકિત/ગુણસ્થાનક નથી તેને તો વિચારવું પડશે ને! સતત સારા વિચારમાં રહેવાનો સ્વભાવ તો ધર્માત્માને જ આવે. પરંતુ કોઇને છેતરવાના, ચોરીના, ધાડ પાડવાના, વિચાર કરે તે જ પાપના વિચારો તેમ નહિ, પણ કર્તવ્યના વિચાર પણ આર્તધ્યાન જ છે. બહેનો અથાણું બનાવે, અનાજ ભરે, સાફ કરવાના વગેરે વિચારો કરે, તો તે પણ આર્તધ્યાન જ છે. કર્તવ્ય ભાવનામાં તો શ્રાવિકા તરીકે કેવા ભાવો જોઇએ? સંસાર માંડ્યો છે માટે ગૃહિણી તરીકે રસોઇ રાંધી બધાંને જમાડું, તેના દ્વારા શરીરમાં શક્તિ આવે, તેનાથી તેઓ સત્કાર્યો કરે, ધર્મ કરે, એવા ભાવો કરવાના છે. ભગવાનની આજ્ઞા મુજબ કર્તવ્યના ભાવો (સદ્ગતિ તમારા હાથમાં!) તરીકે કામ
(૯૦)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org