________________
આવે તેને ધ્યાન આવે. આવા વિચારો ન આવે તો રસની ખામી છે. એક મહાત્માને વહોરાવતાં ભાવ થાય કે આપણે ક્યારે આ રીતે જયણાપૂર્વક વહોરવા જઇશું? તમને ધ્યાન માટેનાં શુભ સંકલ્પ/વિકલ્પોનાં નિમિત્તો ઘણાં છે, પણ ચાલુ નથી થતાં, મનોરથમાળા નથી થતી, કેમકે ધર્મ કરો છો પણ રંગ નથી લાગ્યો. સંસારમાં રંગ જામેલો છે.
ક્યારેક તો સંસારની મનોરથમાળામાં પ્રવેશ ક્યાંથી કર્યો, ક્યાંથી નીકળ્યો તે ખબર પડતી નથી. આવા મનોરથો સંસારમાં સુગમ છે, ધર્મક્ષેત્રમાં દુષ્કર છે. પણ તમે સચેત થાઓ. અત્યારે તિર્યંચગતિના બંધને અનુરૂપ સંકલ્પવિકલ્પધારામાં રમી રહ્યા છો. સુખ તો જીવનો સ્વભાવ છે, તો જીવ તે જ ધ્યાન કરવાનો. પણ તમારે કયું સુખ જોઇએ છે? જે સુખ મેળવતાં બીજા બધાના કચ્ચરઘાણ નીકળે તેવું સુખ જોઇએ છે, કે નિર્દોષ સુખ જોઇએ છે? કેટલાયના હાયકારામાંથી મળતું સુખ જોઇતું હોય તો બીજાને પરેશાન કરવાની ભાવના છે. બીજાની હિંસા કરવાનો ઇજારો તમને કોણે આપ્યો છે? ભૌતિક સુખની ઇચ્છા આવે ત્યારથી આ ચાલુ. કેમકે તેમાં ક્ચરઘાણ કરવાનો જ વિચાર હોય છે. બીજાના જીવ જતા રહેતા હોય છતાં તમે મહાલ્યા કરો તો તે વાજબી છે? તમે તમારી ભૂલથી દાઝ્યા કે પડ્યા હો અને કોઇ હસે તો તમને શું થાય? તમને થશે તો ખબર પડશે એવું કહોને? તમારા મોત પર કોઇ ઉજાણી ઊજવે તો કેવું લાગે? તમારા મૃત્યુની કોઇ રાહ જોતું હોય તો તેના માટે તમને શું ભાવ થાય? બીજાના નિસાસા પર તમે ખુશ થાવ છો. માટે તમારું મન અશુભ ન હોય તો તમે ભૌતિક સુખ ભોગવી જ ન શકો. ગરમ કચોરી ખાતાં થાય કે મને ટેસ્ટ આવે છે પણ આ જીવ મરી
ગયા બફાઇ ગયા તેનું શું? સુખની ઇચ્છા સ્વાભાવિક છે, પણ જીવને જ્યારથી આત્માના સુખની ઇચ્છા થાય ત્યારથી જ પુણ્યબંધ/કર્મનિર્જરા ચાલુ અને જેટલું આત્મસુખ ભોગવો તેટલી જીવનમાં કર્મનિર્જરા વધશે. અમે સુખની ઇચ્છા કરવાનું, સુખ ભોગવવાનું પણ કહીયે છીએ. સારો માણસ હોય તો શું કહે? નિર્દોષ આનંદ મેળવવો સારો કે બીજાને ત્રાસ આપીને આનંદ મેળવવો સારો? ઘણાનો સ્વભાવ જ એવો કે કોઇને ઊંધા માર્ગે દોડાવવા/મૂર્ખ બનાવવા વગેરેમાં મઝા આવે. સંસારનાં સુખોનો ભોગવટો એટલે અનેક જીવોને ત્રાસ આપી ભોગ ભોગવવા.
સભા : ફૂલેવરના શાકના ભોગમાં રાજીપો હોય તો? મ.સા. ઃ ફૂલેવરના શાકના ભોગમાં સુખ ક્યારે આવ્યું? તે જીવને માર્યા ત્યારે ને? મૃત્યુની ઉજાણી છે. સંસારનાં ભોગ-સુખોને શાસ્ત્રમાં પાપસખા કહ્યાં છે. તેથી કહ્યું જેમ ભોગ ભોગવો તેમ પાપ બંધાય. સમ્યગ્દષ્ટિને સંસારનાં બધાં સુખો સીધાં પાપ સાથે સંકળાયેલાં અને પાપરૂપ દેખાય છે. ભૌતિક સુખની ઇચ્છા કરવી તે પાપ છે એવું જેને ન લાગે, તો સમજવું તેને મિથ્યાત્વ છે. ભૌતિક સુખની ઇચ્છા વાજબી લાગે અને તેમાં પાપ ન લાગે તેવું માને, તો જીવમાં મિથ્યાત્વ અને અવિવેક છે, છે ને છે જ. કોઇ પણ ભૌતિક સુખની ઇચ્છા કરે તો બંધાય તો પાપ જ. પછી ભૌતિક સુખની ઇચ્છાથી ધર્મ
(૮૯)
સદ્ગતિ તમારા હાથમાં !
Jain Educationa International
.
For Personal and Private Use Only
www.jainelibrary.org