________________
કરવાના. ભગવાનની આજ્ઞા મુજબ કર્તવ્યના ભાવો કરતા હોય તો તે પુણ્યબંધના કારણભૂત શુભ પરિણામો છે. પણ અત્યારે આર્તધ્યાન જ કોઠે પડી ગયું છે. ભૌતિક સુખ માટે ધર્મ કરવાની ભાવના તે આર્તધ્યાન છે. ભૌતિક સુખ માટે સિદ્ધિતપ કર્યા, તેમાં ભૌતિક સિદ્ધિની ઇચ્છા જેટલા અંશે છે તે આર્તધ્યાન જ છે. પણ પછી તેના માટે આહારનો ત્યાગ કરે તે આર્તધ્યાન નથી પણ તે ધર્મ આર્તધ્યાન પ્રેરિત ધર્મ છે.
સભા ધર્મ આર્તધ્યાન પ્રેરિત હોય? મ.સા. ગવર્નીગ રોંગ(પ્રેરકબળ ખોટું) છે. અંકુશ ખોટો હોય તો-પાવર કેટલો ઓછો આવવાનો? એટલે તો ના પાડીએ છીએ કે સંસારની ભાવનાથી ધર્મ ન કરો. ગવર્નંગ રોંગ છે એટલે અંતિમ પરિણામ પણ રોંગ જ આવશે. અંતિમ પરિણામ સારું જોઇતું હોય તો પ્રેરકબળ સારું લાવો. અશુભ આશયથી જીવ સારું ફળ મેળવી શકે તેવું બને જ નહિ. જ્યાં ઇરાદો જ મેલો છે, ત્યાં ફળ પણ મેલું જ આવવાનું.
વ્યાખ્યાન : ૧૨
તા. ૧૪-૬-૯૬, શુક્રવાર,
અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓ જગતના જીવમાત્રને આત્મકલ્યાણની પ્રાપ્તિ કરાવવા ધર્મતીર્થની સ્થાપના કરે છે. મહાપુરુષોની દષ્ટિએ આત્માનું ખરું કલ્યાણ મોક્ષની પ્રાપ્તિમાં જ છે. કેમકે ચતુર્ગતિરૂપ સંસારમાં જીવ ગમે ત્યાં જાય, ગમે તેટલો પુરુષાર્થ કરે, પણ ખરા અર્થમાં જીવનમાં સુખીપણું તૃપ્તિ/શાંતિનો હંમેશને માટે અનુભવ ન જ કરી શકે. કાયમ ખાતે થાળે પડવું હોય તો મોક્ષ એકમાત્ર વિકલ્પ છે. પણ મોટે ભાગે જીવોને મોક્ષ કે તેનું સ્વરૂપ શું? કેવી રીતે મળે? તેના ઉપાય વગેરે બાબતમાં સ્પષ્ટ સમજણ નથી. માટે જ કેટલાક જીવો તો મોક્ષની કામના જ કરતા નથી. પશુસૃષ્ટિમાં તો મુક્તિની કામના કરનારો જીવ પ્રાયઃ છે જ નહિ, પણ મનુષ્યસૃષ્ટિમાં પણ મુક્તિની કામના કરનારો વર્ગ ઓછો છે. પ્રાય કરીને જીવો મોક્ષની કામના નહિ પણ બીજી બીજી કામના કરનાર છે. એમને કોઈ કહે દુર્ગતિમાં દુઃખો છે માટે સદ્ગતિની કામના કરો, તો તે કામનાની કાંઈ કિંમત નથી. પણ સદ્ગતિ પામ્યા વિના આત્મકલ્યાણ ન કરી શકીએ એવું બેસે, પછી સદ્ગતિની ઝંખના તે જ સાચી સદ્ગતિની ઝંખના છે. આવી સદ્ગતિની ઝંખના કરે તો સદ્ગતિ મળે તેમાં બહુ તકલીફ નથી. સંસારની પ્રવૃત્તિ કરતા હોય ત્યારે પણ કોઈ પણ નિમિત્ત પામી ધર્મના વિચારમાં ગરકાવ થાઓ છો? કે ધર્મની પ્રવૃત્તિ કરતાં પણ કોઈ પણ નિમિત્ત પામી સંસારના વિચારમાં ગરકાવ થઈ જાઓ છો? તમારી હાલત શું? તમારો નંબર શેમાં આવે? બાકી ધર્મમય ૧માનસવાળો તો સંસારનું પણ કાંઈક નિમિત્ત મળતાં ધર્મના જ વિચાર કરશે. આવા માનસવાળા ધર્મરસિક જીવો માટે ધર્મની ભૂમિકા આવવી સહેલી છે, ધર્મધ્યાન/શુક્લધ્યાન પણ સહેલાં. સારા આચાર/સારી પ્રવૃત્તિ/સારા વિચાર વગેરે કરતા હોય તેટલા માત્રથી સદ્ગતિ ન બંધાય, પણ ચિંતન
અને (સદ્ગતિ તમારા હાથમાં !
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org