________________
બંધ. અંદરથી તાળું છે. ખખડાવે છે. નોકરચાકરનાં નામ લઇ ખખડાવે છે. નોકરચાકરને પણ પેલીનો હુકમ છે કે એને પૂછ્યા વિના ખોલવાનું નહિ. જોરથી બૂમો પાડે છે. મંત્રી કહે છે એક વાર દરવાજો ખોલો પછી વિચાર કરીશું. બહુ ટેમ્પો(આવેશ) જોયો ત્યારે સેવક પાસે દરવાજો ખોલાવડાવે છે. રાત્રે બાર વાગે પેલી કહે છે, હું જાઉં છું. મંત્રી સમજાવે છે. કાંઇ જ સાંભળતી નથી. મંત્રી સમજી ગયો, જે થશે તે ભવિષ્યમાં વિચારીશું. પગ પછાડતી પછાડતી રુઆબ સાથે જાય છે,
હવે આ બાજુ જંગલ જેવું આવ્યું. ત્યાં રાત્રે અંધારામાં ચોરો જાય છે. તે આડા ઉતરે છે. એટલે આ પેલાઓને પણ ખખડાવે છે. પણ અહીં થોડું ચાલે? ચોર સામે થયા. ઊલટી પકડી. રાડ પાડે તે પહેલાં મોંમાં ડૂચો નાખી ઉપાડી ચાલ્યા ગયા. હવે શું કરે? અત્યાર સુધી પુણ્ય તપતું હતું, હવે પુણ્ય પરવાર્યું છે. પછી તો કલ્પના ન આવે એટલું વીત્યું. ચોરોએ પહેલાં અલંકારો વગેરે લઇ લીધું. સશક્ત શરીર છે. આ લોકોએ તેણીને પૈસા માટે વેચવાનું નક્કી કર્યું. દૂર દેશમાં લઇ જઇ વેચી. આ દેશમાં લોહીને વેપાર ચાલતો. અમુક પ્રકારની દવા વગેરે બનાવવા માણસનું લોહી જોઇએ. આવા ધંધા આજે પણ ચાલે છે. દુનિયામાં હરેક કાળમાં પાપીઓ તેમના ધંધા કરવાના જ. ત્યાં જીવતે જીવતા આખા શરીરમાં ટાંકણી ખોસી ખોસી દબાવી દબાવી લોહી કાઢે. પછી તો લોહી નીકળી જવાને કારણે મૂર્છિત જેવી થઇ જાય. લોહી લેવા એક સોય મારે છે તો પણ ઊંચીનીચી થઇ જાય છે. પણ હવે શું ચાલે? વળી આ લોકો તો ફરી પાછા ખવડાવી, તાજી કરી, ફરી પાછા આ રીતે લોહી કાઢે. હવે ગુસ્સો કરે ચાલે? કર્મ વિરુદ્ધ થાય તેટલી વાર છે. હવે બધું યાદ આવે છે. પતિની કેટલી આજીજી, પિતાના ઘરે કેવી રીતે રહેવું, પસ્તાવો થાય છે. હવે ક્રોધ પર ખરી અરુચિ થઇ છે. યોગાનુયોગ એક સંબંધી ત્યાં મળ્યો. છોડાવવા માટે આજીજી કરે છે. છોડાવે છે. ઘરે આવે છે. બાપ તો દીકરીને જોઇને જ રડે છે. કહે છે, હવે નિયમ કર કે હવે કદી ગુસ્સો નહીં કરું. પછી એવી શ્રાવિકા બની કે ઇન્દ્રસભામાં ઇન્દ્ર તેનાં વખાણ કરે છે. હવે કોઇ પણ સામે થાય તો પણ તેને ગુસ્સે કરી શકે તેમ નથી.
એની એ જ વ્યક્તિ, પણ હવે પ્રકૃતિ બદલાઇ ગઇ. દુ:ખ આવે તો પાપથી, પણ દુઃખમાં સાન ઠેકાણે આવે તો પણ તેની લાયકાત કહેવાય. મનુષ્યના મનમાં આ તાકાત છે. તે ધારે તો શું ન કરી શકે? એકવાર અંદર અપીલ થવી જોઇએ. તમે તમારા મનની ક્ષમતા જરાયે ઓછી આંકશો નહીં.
સભા : બીજા ભવમાં તો મન સાથે નહીં આવે.
મ.સા. : બીજા ભવમાં મન સાથે નહીં આવે પણ તેનાથી પડેલા સંસ્કારો તો સાથે આવશે જ. પુણ્ય સુધરેલું હશે તો કુદરત ઊંચું ઊંચું જ આપશે. માટે પુરુષાર્થમાં તો કમી રાખવી જ ન જોઇએ.
સદ્ગતિ તમારા હાથમાં !
Jain Educationa International
સમમ
For Personal and Private Use Only.
(૧૭૨)
www.jainelibrary.org