________________
ભટ્ટા નામની શ્રેષ્ઠીપુત્રી છે. તેના પિતાએ તે જન્મી ત્યારે દીકરી હોવા છતાં દીકરો જન્મે તેના કરતાં મોટો મહોત્સવ કર્યો. કેટલા ભાઈઓ પછી બહેન હતી. એના માટે
જ્યારે માતાપિતાને કામના હતી ત્યારે જ તેનો જન્મ થયો. પાણી માંગે ત્યાં દૂધ હાજર કરે એવી ટ્રીટમેન્ટ(સરભરા) મળતી, એવા લાડકોડ કર્યા છે. તે એવી તૈયાર થઈ કે કોઈ ખામી નથી, પરંતુ તેની ઈચ્છા વિરુદ્ધ કોઈ વાત ન થાય. આજે ઘણા દીકરાઓ હોય છે જેને ન ગમતું મળી જાય તો છૂટી વસ્તુ ફેંકે. આવું કરી કોણ શકે? પુણ્ય હોય તે જ. આ બાઈનું પુણ્ય તપે છે. નામ તો બીજું છે. દોમદોમ સાહ્યબી છે. સેંકડો દાસદાસીઓ છે. બધાં આનાથી ફફડ્યા કરે છે. રસ્તે જતાં કોઈ વચ્ચેથી નીકળે તો પણ આનો પિત્તો જાય. એ બેઠી હોય અને કોઈ તેના પર નજર કરે તો પણ ક્રોધ આવે. માટે બધાંએ એનું નામ પાડ્યું અઍકા. અચ્યુંકા એટલે ચુંકારો કરવો, બોલાવવું. એટલે આને બોલાવાય જ નહીં. બધાં સહન કરે છે પણ મનમાં સમજે છે.
હવે યુવાનીમાં આવી. પણ કોઈ પરણવા તૈયાર નહીં. કેમકે બધાંને થાય કે ઘેર લાવ્યા પછી સાચવી નહીં શકીએ તો? બાપે પરણાવવા મહેનત કરી છે. મારી દીકરીને પરણે તેને આટલો દાયજો આપીશ વગેરે. પણ અત્યારે જ આવું હોય તો લાય લાગે ને? તેથી અહીંયાં કોઈ હાથ નાંખવા તૈયાર નથી. વિચારો કેવો સ્વભાવ હશે? સંસારનો નિયમ છે કે આવા આવેશવાળાને પણ કર્મ પરચો દેખાડે. ત્યારે શું થાય છે? તેમાં ઘણા ટીખળિયા ભેગા થયા. રાજાનો મંત્રી ઉમરમાં નાનો છે. મિત્રોએ મંત્રીને પાણી ચઢાવ્યું કે આટલું મોટું રાજ સંભાળો છો, રાજા ને બીજા અધિકારી પાસેથી પણ કામ લઈ શકો છો, પણ અમે તમને ખરા હોશિયાર ક્યારે માનીએ કે આ બાઈને સંભાળી શકો. વારે વારે કહ્યું, એટલે મંત્રી બીડું ઝડપે છે અને પોતાના નામથી માંગું મોકલ્યું. બાપે દીકરીનાં પૂરા ઠાઠથી લગ્ન કર્યા, ભરપૂર દાયજો આપ્યો. આ પરણીને મંત્રીને ઘરે આવી. પહેલે જ દિવસે શયનખંડમાં આવીને કહે છે, મને પૂછ્યા વગર કદી રાત્રે ઘરની બહાર રહેવું નહિ. સ્વભાવ જ એવો કે મનમાં આવે તે તડફડ કહી દે છે. મંત્રી સ્વતંત્રતા/ઉદ્ધતાઈ બધું જાણે છે. મંત્રી સંમત થઈ જાય છે. એમ દરેક બાબતમાં સંમત થાય છે. પોતે હોશિયાર બાહોશ છે એટલે બધી તજવીજ કરી આની બધી માંગણી પૂરી કરે છે. આમ દામ્પત્ય જીવન ચાલે છે. પણ આવું ઠંડું ઠંડું ચાલે તે કોઇ ચૌદસિયાને ફાવે? સંસારમાં ઘણાની વૃત્તિ જ એવી હોય કે પાડોશીના ઘરમાં પણ કંઈ ન થાય તે ન ફાવે. ભીંત આડે કાન દઈ લેવાદેવા વિના સાંભળે, પછી ચાર જણને કહે. આ બધી ક્ષુદ્ર વૃત્તિઓ છે. બધાં ચારે બાજુ તપાસ કરે છે કે મંત્રી અને કઈ રીતે પટાવે છે. તેમાં કોઈ વિરોધી ચૌદસિયાને કડી મળી ગઈ કે અંધારું થાય તે પહેલાં ઘરે પહોંચી જવાનું ફરમાન છે. આ તો હોશિયાર. સાંજ પહેલાં રાજાનું કામ પૂરું કરી આપે. હવે વિરોધીઓએ રાજાના કાન ભંભેર્યા કે તમારી પાસે કામ કરે છે પણ ઘરમાં પત્ની પાસે બકરી જેવો રહે છે. રાજાને બેઠું નહીં. વિરોધીઓએ કહ્યું ખાતરી કરી જુઓ, રોજ સાંજે વહેલો સરકી જશે. એક દિવસ રાત્રે રોકો. ખબર પડશે. એક દિવસ રાજાએ હોશિયારીથી એક પછી એક કામ આપ્યાં અને રાત્રે મોડા સુધી રાખ્યો. ઘરે પહોંચતાં રાત પડી ગઈ. ઘરના દરવાજા (૧૭૧)
( ( સદ્ગતિ તમારા હાથમાં !)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org