________________
આવડે. તમને સામાયિક સામાન્ય લાગે છે ને? પણ તીર્થકરોને છોડીને સામાયિક ધર્મની શોધ, ઉપદેશ કોઇએ કર્યો નથી. ત્યાં પ્રશ્ન કર્યો કે સામાયિક ધર્મના પ્રણેતા, ઉગમ બિન્દુ કોણ? તો લખું તીર્થકરો. તે સિવાયના બીજા કોઇની બુદ્ધિમાં તાકાત નથી કે આવો સામાયિક ધર્મ બતાવી શકે. વળી તેઓએ સ્વયં સામાયિક ધર્મ આચર્યો અને એની પરિપૂર્ણતા પામ્યા, પછી જ જગતને તે બતાવ્યો. માટે આ બધું અનુભવના લેવલ પર જાઓ તો જ ખબર પડે. વૈજ્ઞાનિકો પણ લેબોરેટરીમાં પ્રયોગ કરતી વખતે સાવચેતી રાખે છે. કેમ? ખબર છે કે પ્રયોગ યોગ્ય નહીં હોય તો પરિણામ ખોટું આવશે અને ઊલટા આપણે ગેરમાર્ગે જઈશું. અત્યારે ધર્મમાં લોલ કે લોલ ચાલે છે ને? તેમાં મારે અનુભૂતિ-ખાતરી ક્યાંથી લાવવી? કેમકે પ્રક્રિયામાં ગોટાળો કર્યો એટલે પરિણામ પણ ફરવાનું જ. માટે નાની પણ ક્રિયા શોધી પ્રયોગાત્મક રીતે કરો તો અમે ખાતરી આપીએ છીએ કે અનુભૂતિ થશે જ.
સભા સહેલું નથી. મ.સા. ધંધો સહેલો છે? સંસારની બધી હાડમારી સહન કરો ત્યારે તમને બધું ફાવે છે. અહીં જ્યારે પ્રયોગાત્મક રીતથી પ્રવેશ કરશો ત્યારે ખાતરી થશે.
સભા નાનપણથી કોઇએ આ રીત બતાવી નથી. મ.સા. : તો અવિધિ કરવા કહ્યું છે? હા, કદાચ વિધિપૂર્વકનો આખો ધર્મ કરવો તે મહાસાત્વિકનું કામ છે, પણ કાંઈક નાનો ધર્મ તો વિધિપૂર્વક મૂળરૂપમાં કરો. દા.ત. ભગવાનનાં દર્શન. દર્શન પણ ભગવાનનાં સાચાં દર્શન થાય તે રીતે કરવો છે?
વ્યાખ્યાન * ૯
તા.૧૧-૬-૯૬, મંગળવાર.
અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓ વીતરાગ પરમજ્ઞાની બન્યા પછી પરમ માધ્યસ્થ ભાવથી ધર્મતીર્થની સ્થાપના કરે છે. માટે તીર્થકરોએ
સ્થાપેલા શાસનમાં એવી વાત નથી કે જેન જ, અમને માનનારો જ, મોક્ષસદ્ગતિને પામે. અહીં તો ધોરણ એ કે આવા આવા અધ્યાત્મગુણો જેનામાં હોય તેવા જીવો ગમે ત્યાં હોય તો પણ મોક્ષે જઇ શકે છે. માટે મારા અનુયાયીઓ સદ્ગતિમાં જશે અને નાસ્તિકો કે બીજા ધર્મના અનુયાયીઓ દુર્ગતિમાં જશે, એવાં ધોરણ અહીં નથી. પણ એક જ ધોરણ કે સદ્ગતિનાં છ કારણોમાંથી કોઈ પણ કારણ જેના જીવનમાં હોય, પછી તે જૈનેતર હોય, નાસ્તિક હોય કે આસ્તિક હોય, ધર્મી હોય કે અધર્મી, તો પણ તેની સાથે સદ્ગતિના કારણને સંબંધ નથી. તેથી નાસ્તિકમાં પણ અકામનિર્જરા કે મંદકષાય હોય તો શાસ્ત્ર કહેશે તેને સદ્ગતિનો બંધ ચાલુ છે. તીર્થકરોના ઉપદેશમાં કેટલો માધ્યસ્થ ભાવ છે, તેની આ નિશાનીરૂપ છાંટ છે, જેમાં સદ્ગતિ દુર્ગતિનાં ધોરણોમાં અમારો અનુયાયી હોય એવો કોઈ આગ્રહ નથી. ધોરણ શું? આટલા (સદ્ગતિ તમારા હાથમાં !)
જ છે કે કેમ જ ૭૦)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org