________________
આટલા ગુણો હોય તો સદ્ગતિ પામે, આટલા આટલા ગુણો હોય તો મોક્ષ મળે. માટે બધામાં વર્ણન નિશ્ચિત ધોરણરૂપે આવે કે, આટલું ધોરણ જે પામશે તે બધા સગતિને પામશે. માટે સંગતિ-દુર્ગતિનાં કારણો વિશ્વવ્યાપી કહેવાય. કોઈ પણ ધર્મમાં રહેલાને આ છમાંથી એકાદ કારણ આવેલું હોવું જોઈએ. આપણે ત્યાં તત્ત્વની વ્યાપક ધોરણે વિચારણા છે, માટે જ જયારે પણ સદ્ગતિ પામ્યાના દાખલા મળે તો તેમાંથી ગુણ પકડી શકો. તે વખતે વિચારવું જોઇએ કે આ જીવ સદ્ગતિ પામ્યો તો આ છે કારણમાંથી કયું કારણ પકડી સદ્ગતિ પામ્યો? કોઈના જીવનમાં ઘણાં કારણો હોય તેવું પણ બને. ભગવાનના શાસનમાં ધર્માત્મા શ્રાવક, બારવ્રતધારી, પાંચમા ગુણસ્થાનકને પામેલાના જીવનમાં છએ છ સદ્ગતિનાં કારણો પણ હોઈ શકે.
સભા સમકિતિ આત્મા અકામનિર્જરા કરે? મ.સા. સમકિતિ આત્મા વેપાર ધંધો કરે અને તે સમયે તડકામાં ઊભો રહી કષ્ટ સહન કરે તો ત્યાં સકામનિર્જરા થાય? સંસારની પ્રવૃત્તિમાં કાયકષ્ટ શાંતિથી વેઠે એટલે ત્યાં તો અકામનિર્જરા જ થાય, પણ સમકિતિ આત્મા ધર્મબુદ્ધિથી જે તપ/ત્યાગ/સંયમ કરે છે, તેમાં તેને સકામનિર્જરા થાય. પણ જીવનમાં એવાં પણ પાસાં છે જેમાં કષ્ટ વેઠતાં સીધા આત્મિક લાભો પણ નથી. સંસારમાં કષ્ટ કેટલું વેઠો છો? તમને ફૂલની જેમ બધા રાખતા હોય તેવું પુણ્ય તો નથી ને? વળી બાંધી દીધા એટલે કષ્ટ વેઠો છો એવું નથી. કષ્ટ શાંતિથી સ્વેચ્છાએ વેઠો છો. ઘણીવાર તો ઉમળકાથી કષ્ટ વેઠતા હો છો. સીઝન હોય, પૈસા મળતા હોય તો ભૂખ-તરસ, ગરમી-ઠંડી, માન-અપમાન, વગેરે કેટલાં કષ્ટ વેઠો છો? શાંતિથી હાયવોય કર્યા વગર વેઠો એટલે અકામનિર્જરા થાય જ. અમે પણ મોક્ષમાર્ગમાં ન આવેલા હોઇએ તો અમારું પણ સંયમ જીવનનું બધું કષ્ટ અકામનિર્જરામાં જ આવે. વિહારમાં જઈએ, પતરાંનો ઉપાશ્રય મળે તો ત્યાં રહીયે, પણ મનમાં ઇચ્છા તો સારાની જ પડી હોય. નિરતિચાર ચારિત્રવાળા મહાત્માને તો પતરાંનો ઉપાશ્રય મળે કે આરસનો ઉપાશ્રય મળે કાંઈ ફેર ન પડે. સુખની ઇચ્છાથી બારી ખોલવાનો પ્રયત્ન કરું તો પણ તે વિરતિમાં અતિચાર જ છે. આરાધના માટે નથી કહેતા, પણ દુ:ખ નથી જોઇતું અને સુખ જોઇએ છે તે માટે બારી ખોલું તો તે અવિરતિનો અંશ છે.
સભા એટલે કષ્ટ જ વેઠવાનું? મ.સા. તમારું પુણ્ય હોય તો જંગલમાં મંગલ થઈ જાય. શરીરને કષ્ટ જ આપવાનું તેવી વાત નથી, પણ કષ્ટ નથી જોઇતું અને સુખ જોઇએ છે તે અવિરતિનો પરિણામ આવ્યો.
સભા ઃ કષ્ટ દૂર નહીં કરવાનું? મ.સા. ઃ આરાધના કરવાની છે. કષ્ટ આવે તો હસતા મોંએ વેઠવાનું છે અને સુખ (૭૧)
કાર ( સદ્ગતિ તમારા હાથમાં !)
ઈને ક
ક
કાર +
ક
=
'.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org