________________
ઊંચા ભવ પામે છે. માટે ગુણસ્થાનકવાળો આત્મા ભાવથી સમકિત પામે છે, ઊંચું સમકિત પામે છે, ધર્મની સામગ્રી સહિતની સદ્ગતિ પામે છે અને ભવાંતરમાં પણ સાથે સમકિત લઇ જાય છે અને આત્માનું કલ્યાણ ચાલુ રાખી શકે છે
સભા પ્રતીતિ કરવાનો સહેલામાં સહેલો રસ્તો? મ.સા. : પ્રયોગ પર જાઓ. સંસારમાં પ્રયોગથી જ ખાતરી કરો છો ને? ભગવાને સાચું, નક્કર બતાવ્યું છે. ભગવાને પોતાના સત્યને વાણીમાં મૂકી સ્પષ્ટ કરી શકાય તેટલું કરવાનો પ્રયત્ન કર્યો છે. આત્મસુખનો માર્ગ વાણીથી બને તેટલો સમજાવ્યો છે અને તે પામવાનાં અનુષ્ઠાનો પણ બતાવ્યાં છે. પણ અત્યારે તમે અનુષ્ઠાનો પ્રયોગાત્મક રીતે પણ નથી કરતા, માત્ર સારાં માની કરો છો. દા.ત. વિજ્ઞાનની વાત પ્રયોગાત્મક રીતે જ હોય છે ને? ત્યાં નિયમ શું? જે રીતે વૈજ્ઞાનિક પ્રયોગ કર્યો હોય અને પરિણામ આવ્યું હોય તે રીતે જ બીજો પ્રયોગ કરે તો પરિણામ આવે ને? કે ગમે તેમ કરે તો પણ પરિણામ આવે? તે જ રીતે નાની ક્રિયામાં પણ જે રીતે આધ્યાત્મિક ભાવો કરવાના કહ્યા છે, તે રીતે ક્રિયા કરો. નાના છોકરાને હજાર વાર કહેશો કે કાચ-કાંટો વાગશે, તો પણ વાગે નહીં ત્યાં સુધી વાત સાંભળશે? વાત માને ખરો? પણ સીધો ક્યારે થશે? કાંટો વાગશે પછી જ ને? અર્થાતુ અનુભવ આવ્યા પછી જ ને? તમે કેરી ચાખી નહીં હોય ત્યાં સુધી ગમે તેટલાં વર્ણન/વખાણ કરું પણ ખરી ખાતરી તો હાથમાં લઈ ચાખો ત્યારે જ થશે ને? માટે અનુભૂતિના સ્તર પર ધર્મને લાવો.
સભા દ્રવ્યથી તો કરી શકાય પણ ભાવથી ન કરાય. મ.સા. તમે તો દ્રવ્યથી પણ નથી કરતા.
સભા દ્રવ્યથી શક્ય છે. મ.સા. અરે, હું તો માનું છું એ પણ તમારે અશક્ય છે. એક ખમાસમણ સાચું આપવા પણ કેટલી વિધિ કરવી પડે છે? પંચાંગ પ્રણિપાતમાં તમારા પાંચ અંગો જમીનને અડે ખરાં? શબ્દના ઉચ્ચારણની શુદ્ધિ કેટલી માંગી છે તે ખબર પડે? વર્ષો સ્પષ્ટ, સંયુક્ત હોય ત્યાં સંયુક્ત, અસંયુક્ત હોય ત્યાં અસંયુક્ત, જ્યાં અટકવાનું હોય ત્યાં અટકવાનું,
સ્વરો શુદ્ધ, વગેરે કેટલું માંગે? અરે, એક મહિનાની ટ્રેઇનીંગમાં પણ એક ખમાસમણની વિધિ પૂરી ન થાય. શુદ્ધ ક્રિયા બચ્ચાંના ખેલ નથી. તેની સાથે વળી ભાવ ભેળવવા પડશે. ભાવયુક્ત વિધિઓમાં જ બધી અનુભૂતિ પડેલી છે. ઇચ્છામિ ખમાસમણો, જાવણિજાએ, નિસાહિઆએ વગેરે એક એકના ભાવો મૂકીએ તો પછી એક ખમાસમણ પણ મહાશાસ્ત્ર થઈ જશે. પ્રત્યેક ક્રિયા આ રીતની છે. એક સામાયિકસૂત્ર પર પૂ.જિનભદ્રગણિ પૂર્વધર ભગવંતે મહાભાષ્ય રચ્યું. તેના પર પૂ.હરિભદ્રસૂરિ મહારાજ સાહેબ વગેરેએ વિવેચન કર્યું. એનું કદ સત્તાવીસ હજાર શ્લોક પ્રમાણ. વળી એક શ્લોકનું વિવેચન કરવામાં એક પાનું ભરાઈ જાય. તમને તો શ્લોક વાંચતાં પણ ન (૨૯) સી જી : છે સદ્ગતિ તમારા હાથમાં !)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org