________________
સદ્ગતિનું પાંચમું કારણ:
(૫) ગુણસ્થાનક - આ સદ્ગતિ માટેનું અમોઘ સાધન છે. જે લોકો પાસે સદ્ગતિ-દુર્ગતિનાં કારણોનું રેખાચિત્ર હશે, તેઓ નેવું ટકા કર્મબંધ સમજી જશે. તે સમજાશે એટલે બધી દષ્ટિઓ ખુલી જશે. પછી સમજી શકશે કે આનાથી આ કર્મ બંધાશે, એટલે સાવચેત થવાનો પ્રયત્ન કરશે. જેને ભય જ ન દેખાય તે સાવચેતી શું રાખવાનો? કર્મવાદને ભણવો-સમજવો તે મોટામાં મોટી કળા છે. પછી તો મોટી અસલામતી દૂર થઇ જાય. જોખમી કર્મ નહીં બંધાય. આત્મામાં ભયજનક સ્થાનો જાણશો પછી ઘણાં પરિવર્તન આવશે. અમે કહીએ છીએ કે ધર્મના ક્ષેત્રમાં જીવનને ઉપયોગી જ્ઞાન મેળવી લો. વધારે જ્ઞાન નહીં ભણો તો નુકસાન નહીં થાય, પણ અમુક તો ભણવું જ જોઈએ. સગતિનું પહેલું કારણ અકામનિર્જરા હતું. તેની વિરુદ્ધમાં સકામનિર્જરા છે. આ સકામનિર્જરા કોણ કરી શકે? ગુણસ્થાનક પર ચઢેલો જીવ થોડું કષ્ટ વેઠીને પણ સકામનિર્જરા કરી શકે છે અને ગુણસ્થાનક વિનાનો જીવ ઘણું કષ્ટ વેઠે તો પણ આકામનિર્જરા જ થાય. માટે ગુણસ્થાનકમાં સકામનિર્જરા છે. અકામનિર્જરા અને સકામનિર્જરા બંને સગતિનાં કારણો છે, પણ સકામનિર્જરા સગતિનું પ્રબળ કારણ છે. ગુણસ્થાનક શબ્દ જૈનશાસનને છોડીને બીજે ક્યાંય નહીં મળે. માટે જ ગુણ કરતાં ગુણસ્થાનક શબ્દ કાંઇક જુદું કહેવા માંગે છે. માટે ગુણ આવે એટલે ગુણસ્થાનક આવી જાય એવું નથી. સ્થાનક શબ્દ સંસ્કૃતમાં ઉત્પત્તિના અર્થમાં વપરાયો છે. જે ગુણો ઉત્પન્ન થવાનું સ્થાન તે ગુણસ્થાનક. રત્ન અને રત્નની ખાણ જુદાં, સોનું અને સોનાની ખાણ જુદાં, તેમ રત્ન જેવા આધ્યાત્મિક ગુણો આત્મામાં
જ્યાંથી ઉત્પન્ન થાય તેવી આત્માની જે દશા તે ગુણસ્થાનક. ભાવાર્થમાં આધ્યાત્મિક ગુણોની ઉત્પત્તિનું સ્થાન તે ગુણસ્થાનક. માટે જેનામાં આધ્યાત્મિક ગુણોની ઉત્પત્તિ ન થાય તે ગુણસ્થાનક પામ્યો નથી અને જેનામાં આધ્યાત્મિક ગુણો આવેલા છે તે વ્યક્તિ ગુણસ્થાનકમાં છે. ગુણોથી આધ્યાત્મિક ગુણો લેવાના અને આધ્યાત્મિક ગુણો દ્વારા પ્રાપ્ત થતું સ્થાન તે ગુણસ્થાનક. તે કારણે અમારી દષ્ટિએ ઉત્તમ છે. કોઈ સદ્ગતિનાં પાંચેય કારણો અપનાવે, કોઈ એકલું ગુણસ્થાનક અપનાવે, તો આત્મિક દૃષ્ટિએ ગુણસ્થાનક વધારે સારું. કેમકે આત્માએ અનંતીવાર આ પાંચેય કારણો સેવ્યાં છે તો પણ ગુણસ્થાનક નથી પામ્યો, માટે જ આ સંસારચક્રમાં રખડે છે. માટે જ મોક્ષમાર્ગનો રાજમાર્ગ તો ગુણસ્થાનક જ છે. કોઈ પણ જીવ ગુણસ્થાનકમાં ચઢ્યા વિના મોક્ષમાર્ગ પામ્યો નથી. સદ્ગતિ પામવા માટેના ઘણા ઉપાયો છે, પણ મોક્ષે જવાનો એક જ રસ્તો છે અને તે છે ગુણસ્થાનકની પ્રાપ્તિ. તે સિવાય મોક્ષમાર્ગ પર ચઢે કે આગળ વધે તે ત્રણેય કાળમાં શક્ય નથી. માટે ગુણસ્થાનક એ સદ્ગતિ અને મુક્તિ બંનેનું કારણ છે. બીજાં કારણોમાં એકાંત નથી, વિકલ્પ પડે. માટે બધાં કારણો કરતાં આ જુદું છે. કેટલાંય શાસ્ત્રોના વિશ્લેષણ પછી સાર રૂપે વાત કરું છું. પૂ.હરિભદ્રસૂરિ મહારાજ સાહેબ ફરમાવે છે કે સકામનિર્જરાનો ગુણસ્થાનકમાં સમાવેશ થઈ જશે. બીજાં શાસ્ત્રોમાં તમને માત્ર ગુણ શબ્દ જોવા/સાંભળવા મળશે, પણ ગુણસ્થાનક શબ્દ જૈનશાસનને છોડી સદ્ગતિ તમારા હાથમાં !)
૬૦)
-
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org