________________
ગયું અને પરલોકનો વિચાર પણ ન આવતો હોય તો માનવાનું કે તમને ધર્મનાં મૂળભૂત સત્યો હજી હૃદયમાં બેઠાં નથી. પરલોક નજર સામે દેખાતો હોય તો પ્રશ્ન થવો જ જોઇએ કે મારે મરીને ક્યાં જવું છે? સંસારમાં ચાલુ ઘર નાનું પડતું હોય અને બીજે રહેવા જવાનું હોય તો એરીયા કેવો પસંદ કરો? અરે! દસ-વીસ દિવસ માટે બહારગામ જવાનું હોય તો પણ નાસ્તા, બેડીંગ બધું તૈયાર કરો ને? ત્યાં જઈ આવ્યા હોય તેવા ચાર જણને પૂછી આવે કે ત્યાં શું સગવડ છે? આજુબાજુ બધું કેવું છે? પરંતુ અહીંથી આંખ મીંચાયા પછી જ્યાં જવાનું છે તેની કોઈ તૈયારી ખરી?
સભા પરલોક પ્રત્યક્ષ દેખાતો નથી! મ.સા. એટલે ભગવાન ભલે આલોક/પરલોકની વાત કહેતા હોય, પણ અમને વિશ્વાસ બેઠો નથી, એમ જ કહો છો ને?
સભા વિશ્વાસ છે પણ ગંભીરતા નથી. મ.સા. જિંદગીમાં જેને માનતા હો અને તેના માટે જોખમ દેખાય તો સાવચેત થયા વિના રહો?
સભા આત્મા/પરલોક માટે બેદરકાર છીએ. મ.સા.ઃ બેદરકાર કેમ છો? માનતા નથી માટે જ ને? પણ તમને કોઈ ડોક્ટર કહે, આ લાઇફ સ્ટાઇલ(જીવનપધ્ધતિ)થી તમને બે-ત્રણ વર્ષમાં ભારે રોગ થશે, તો બેદરકાર રહો? પછી ડોક્ટર પર વિશ્વાસ જ ન હોય તો જુદી વાત, પણ ડોક્ટરના જ્ઞાન પર વિશ્વાસ હોય, રીલાયેબલ(વિશ્વાસપાત્ર) માણસ લાગે અને કન્સલ્ટ કર્યા પછી આવું કહે તો શું કરો? બેદરકાર રહો કે સાવચેત થાઓ?
સભા પ્રીકોશન(પગલાં) લઇએ. મ.સા : અને કદાચ ન લઈ શકો તો પણ ચિંતા તો થાય ને? અને અહીં ડેન્જર પોઇન્ટસ(ભયસ્થાન) બતાવીએ છીએ છતાં ચિંતા કેમ નથી? અમારા કરતાં ડોક્ટર પર વધુ વિશ્વાસ છે? તમને ડોક્ટર/વકીલ/સી.એ. વગેરે પર જેટલો વિશ્વાસ છે તેના કરતાં પાંચ ટકા પણ અમારી વાત પર વિશ્વાસ છે? અને અમારી વાત પર વિશ્વાસ બેસી જાય તો ચેઇન્જ (પરિવર્તનો આવ્યા વગર રહે? અરે! આ દુનિયાના સામાન્ય માણસો પર જેટલો વિશ્વાસ છે તેટલો પણ તમને દેવ-ગુરુ-ધર્મ પર વિશ્વાસ નથી.
સભા તમારી વાત પર વિશ્વાસ છે માટે જ અહીં આવીએ છીએ ને? મ.સા : લોકો અમારી પાસે ઘણી ઘણી રીતે આવે. અમારે તેમના આવવા પાછળનાં કારણો તપાસવાં પડે. દેરાસરમાં જનારા બધા ભગવાનને માને છે? ઘણા તો જે ભગવાનને માને છે તેમની આજ્ઞા પાળવાની આવે તો ઘસીને રીજેક્ટ(ઇન્કાર) કરી દે. ( ૩ )
શ . સદ્ગતિ તમારા હાથમાં !
કલાકારોના સન્માન કકકકકકક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org